GSEB Class 7 Social Science Notes Chapter 4 મધ્યયુગીન સ્થાપત્યો, શહેરો, વેપારી અને કારીગરો

This GSEB Class 7 Social Science Notes Chapter 4 મધ્યયુગીન સ્થાપત્યો, શહેરો, વેપારી અને કારીગરો covers all the important topics and concepts as mentioned in the chapter.

મધ્યયુગીન સ્થાપત્યો, શહેરો, વેપારી અને કારીગરો Class 7 GSEB Notes

→ ભારત કલા અને સ્થાપત્યના સમૃદ્ધ વારસાના કારણે વિશ્વમાં પ્રસિદ્ધ છે. મોર્યયુગ દરમિયાન સ્તૂપો અને સ્તંભલેખોનું તથા અનુમૌર્યયુગ દરમિયાન ગાંધારશૈલી અને મથુરાશૈલીમાં સ્તૂપોનું નિર્માણ થયું હતું.

→ દિલ્લી સલ્તનત અને મુઘલ સામ્રાજ્ય દરમિયાન મુખ્યત્વે વાવો, તળાવો, મંદિરો, મસ્જિદો, મકબરાઓ, રોજાઓ વગેરે સ્થાપત્યોનું નિર્માણ થયું હતું.

→ શિલ્પકલા’ એટલે શિલ્પીના મનમાં જાગતા ભાવોને છીણી અને હથોડી વડે પાષાણ, લાકડા કે ધાતુ પર કંડારિત કરવાની કલા. “સ્થાપત્ય માટે “શિલ્પશાસ્ત્ર’ શબ્દ પણ વપરાય છે.

→ મકાનો, નગરો, કૂવાઓ, કિલ્લાઓ, મિનારાઓ, મંદિરો, મસ્જિદો, મકબરાઓ, વાવ, તળાવ વગેરેના બાંધકામને સ્થાપત્ય’ કહે છે.

→ સ્થાપત્યકલામાં નિપુણ (નિષ્ણાત) વ્યક્તિને ‘સ્થપતિ’ કહે છે.

GSEB Class 7 Social Science Notes Chapter 4 મધ્યયુગીન સ્થાપત્યો, શહેરો, વેપારી અને કારીગરો

→ ભારતમાં ઈ. સ. 700થી ઈ. સ. 1200 સુધી રાજપૂતયુગ હતો. રાજપૂતયુગીન સ્થાપત્યમાં ઉત્તર ભારતમાં મંદિરની નાગરશૈલી પ્રચલિત થઈ હતી. એ શૈલીનાં મંદિરોમાં ખજૂરાહોનાં મંદિરોનો, પુરીના લિંગરાજ મંદિરનો અને સૌરાષ્ટ્રના ગોપના મંદિરનો સમાવેશ થાય છે.

→ મસ્જિદ, મકબરા અને રોજા એ ઇસ્લામ સાથે સંકળાયેલી સ્થાપત્યની આરબશેલીનાં મુખ્ય સ્થાપત્યો છે. જામા મસ્જિદ, કુતુબમિનાર, હોજ-એ-ખાસ, અલાઈ દરવાજા, સીરીનો કિલ્લો વગેરે દિલ્લી સ્થાપત્યોના મુખ્ય સ્થાપત્યો છે.

→ અમદાવાદનો ભદ્રનો કિલ્લો અને જામા મસ્જિદ એ ગુજરાતના તથા સોના મસ્જિદ એ બંગાળના મુસ્લિમ શાસકોએ બનાવેલાં અગત્યનાં સ્થાપત્યો છે.

→ રાણા કુંભાએ બનાવેલ કુંભલગઢનો દુર્ગ અને ચિતોડનો કીર્તિસ્તંભ કે વિજયસ્તંભ એ દિલ્લી સલ્તનતના સમયનાં અગત્યનાં હિંદુ સ્થાપત્યો છે.

→ઓડિશા રાજ્યમાં આવેલું કોણાર્કનું સૂર્યમંદિર અને કર્ણાટક રાજ્યમાં આવેલું હૌશલેશ્વરનું મંદિર એ 13મી સદીનાં સૌથી શ્રેષ્ઠ સ્થાપત્યો છે.

→ કોણાર્કનું સૂર્યમંદિર ગંગવંશના રાજા નરસિંહવર્મન પ્રથમના સમયમાં બંધાયું હતું. તે સાત અશ્વો વડે ખેંચાતા સૂર્યના રથ જેવું છે, જેને 12 મોટાં પૈડાં છે. તેનું નિર્માણ કાળા પથ્થરોમાંથી કરવામાં આવ્યું હોવાથી તેને “કાળા પેગોડા’ કહે છે.

→ ઉત્તર ભારતનાં મંદિરોની મુખ્ય લાક્ષણિકતા તેનાં ગોળ શિખરો અને સ્તંભ વિનાના ખંડો છે, જ્યારે દક્ષિણ ભારતનાં મંદિરોની મુખ્ય લાક્ષણિકતા તેનાં શંકુ આકારનાં અણીદાર શિખરો તથા ગોપુરમ્ (મંદિરનું પ્રવેશદ્વાર) છે.

→ 13મી સદીના સમયગાળામાં પલ્લવ વંશ દરમિયાન બંધાયેલાં રથમંદિરો અને તાંજોરના રાજરાજેશ્વર મંદિરનો સમાવેશ થાય છે. તાંજોરનું રાજરાજેશ્વર મંદિર એ સમયનું સૌથી ઊંચું મંદિર ગણાતું હતું.

→હુમાયુનો મકબરો મુઘલ સ્થાપત્યકલાનો ઉત્તમ નમૂનો છે. અકબરે આગરાનો કિલ્લો અને ફતેહપુર સિક્રીનો કિલ્લો બંધાવ્યો હતો. શેરશાહનો સસારામનો મકબરો પણ અગત્યનું સ્થાપત્ય છે. મુઘલ શાસન દરમિયાન કશ્મીરમાં નિશાંતબાગ, લાહોરમાં શાલીમાર બાગ અને આગરામાં આરામબાગ બનાવવામાં આવ્યાં હતાં.

→મુઘલ બાદશાહ શાહજહાંએ આગરામાં યમુના નદીના કિનારે પોતાની બેગમ મુમતાજમહલની યાદમાં તાજમહાલ’ બંધાવ્યો હતો, જે દુનિયાની સાત અજાયબીઓ પૈકીની એક છે. તેણે દિલ્લીમાં લાલ કિલ્લો બંધાવ્યો હતો. દર વર્ષે 15 ઑગસ્ટના રોજ (સ્વાતંત્ર્યદિને) લાલ કિલ્લા પરથી ધ્વજવંદન કરવામાં
આવે છે.

→સુવર્ણમંદિર એ અમૃતસરમાં આવેલું શીખ ધર્મનું શ્રેષ્ઠતમ સ્થાપત્ય છે.

→ગુજરાતમાં સોલંકીયુગનાં સ્થાપત્યોમાં 11મી સદીમાં રાજા ભીમદેવ પ્રથમે જીર્ણોદ્ધાર કરાવેલ સોમનાથ મંદિર અને મહેસાણા જિલ્લામાં આવેલું મોઢેરાનું સૂર્યમંદિર એ બે ઉચ્ચ કોટિનાં સ્થાપત્યોનો સમાવેશ થાય છે.

→સોમનાથ મંદિર એ ભારતનાં અત્યંત પવિત્ર એવાં 12 જ્યોતિર્લિંગો પૈકીનું એક છે.

→ ઉપરકોટનો કિલ્લો જૂનાગઢ શહેરમાં આવેલો છે. તેનું મૂળ નામ ગિરિદુર્ગ હતું. જૂનાગઢની પ્રજાને પાણીની સુવિધા પૂરી પાડવા માટે રાજા રા’ખેંગારે તેમાં અડી-કડી વાવ અને નવઘણ કૂવો બંધાવ્યાં હતાં.

→ મોઢેરાનું સૂર્યમંદિર ગુજરાતના મહેસાણા જિલ્લામાં આવેલું છે. તે પાટણના સોલંકી રાજા ભીમદેવ પહેલાએ બંધાવ્યું હતું. મંદિરનું પ્રવેશદ્વાર પૂર્વ દિશામાં છે. મંદિરમાં સૂર્યની વિવિધ 12 મૂર્તિઓ છે. મંદિરની બહારના જળકુંડની ચારે બાજુ નાનાં નાનાં 108 મંદિરો છે.

GSEB Class 7 Social Science Notes Chapter 4 મધ્યયુગીન સ્થાપત્યો, શહેરો, વેપારી અને કારીગરો

→ રાણીની વાવ ગુજરાતના પ્રાચીન પાટનગર પાટણમાં આવેલી છે. તે સોલંકી રાજા ભીમદેવ પ્રથમનાં રાણી ઉદયમતિએ બંધાવી હતી. તે વાવને યુનેસ્કોએ વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો આપ્યો છે.

→ સિદ્ધપુરનો રુદ્રમહાલય પાટણના સોલંકી રાજા સિદ્ધરાજ જયસિંહે બંધાવ્યો હતો. તે સાત માળનો હોવાનું મનાય છે, પરંતુ હાલમાં તે એક માળનો જ દેખાય છે.

→ સિદ્ધરાજ જયસિંહે તેની માતા મીનળદેવીના કહેવાથી ધોળકામાં મલાવ તળાવ અને વીરમગામમાં મુનસર તળાવ બંધાવ્યું હતું. તેણે પાટણમાં સહસ્ત્રલિંગ તળાવ બંધાવ્યું હતું. વડનગરમાં કીર્તિતોરણ અને શર્મિષ્ઠા તળાવ આ સમયે બનેલાં સ્થાપત્યો છે.

→ અમદાવાદ શહેરની સ્થાપના ઈ. સ. 1411માં ગુજરાતના સુલતાન અહમદશાહે કરી હતી.

→ સીદી સૈયદની જાળી એ અમદાવાદનું વિશ્વવિખ્યાત સ્થાપત્ય છે. તેની બારીઓમાં વિશિષ્ટ પ્રકારની જાળીઓની અત્યંત બારીક કોતરણી પથ્થરમાં નકશી કરીને તૈયાર કરવામાં આવી છે, જેને વિશ્વની ઉત્કૃષ્ટ સ્થાપત્યકલાનો નમૂનો ગણવામાં આવે છે.

→ પાદલિપ્તસૂરિ નામના જૈન મુનિએ પાલિતાણાના શત્રુંજય ડુંગર પર જૈન મંદિરો બંધાવ્યાં હતાં. પાલિતાણા જૈનોનું મોટું તીર્થધામ છે. દુનિયામાં એક જગ્યાએ પહાડ પર સૌથી વધારે મંદિરો હોય તેવાં સ્થળો પાવાપુરી અને પાલિતાણા છે.

→ પાળિયા એ ગુજરાતનું અજોડ સ્થાપત્ય છે. પાળિયા સાથે કોઈ વીર યોદ્ધાની શહાદત ગાથા-વાર્તા જોડાયેલી હોય છે. તે વીર યોદ્ધાના યુદ્ધસ્થળે અથવા તેના અવસાન સ્થળે બાંધવામાં આવે છે. જે-તે પાળિયાની વર્ષમાં તેની તિથિ પ્રમાણે પૂજા-અર્ચના કરવામાં આવે છે.

→ ગુજરાતમાં પાળિયાનાં શ્રેષ્ઠતમ ઉદાહરણોમાં જામનગર પાસેનો ભૂચર મોરીનો સૂરજ કુંવરબાના પાળિયાનો અને સોમનાથ મંદિર પાસેનો હમીરજી ગોહિલ પાળિયાનો સમાવેશ થાય છે.

→ મુઘલ શાસન દરમિયાન ચિત્રકલાના ‘ગુલશન ચિત્રાવલિ’ અને હસ્ત્રનામા’ નામના ગ્રંથો રચાયા હતા. “આકારિઝા’ નામના મહાન ચિત્રકારના નેતૃત્વમાં આગરામાં ચિત્રશાળા સ્થપાઈ હતી.

→ સલ્તનતકાળમાં ભારતમાં ઈસ્લામિક સૂફી સંગીતની શરૂઆત થઈ હતી. એ સંગીતમાં અમીર ખુશરોએ કવાલીની શોધ કરી હતી. તેણે ધ્રુપદને બદલે ખયાલ પદ્ધતિ દાખલ કરી હતી.

→ દેવગિરિ(દોલતાબાદ)ને પંડિત સારંગદેવે “સંગીત રત્નાકર નામનો સંગીતગ્રંથ અને ગુજરાતના પંડિત હરિપાલ દેવે “સંગીત સુધારક’ નામનો સંગીતગ્રંથ લખ્યો હતો. અકબરના સમયમાં તાનસેન શાસ્ત્રીય સંગીતનો સૌથી મહાન કલાકાર હતો.

→ મધ્યયુગમાં હેમચંદ્રાચાર્યે “સિદ્ધહેમશબ્દાનુશાસન’, કવિ જયદેવે ગીતગોવિંદમ્, નારાયણે ‘હિતોપદેશ’, ભાસ્કરાચાર્ય સિદ્ધાંત શિરોમણિ’ અને “લીલાવતી’, ચંદબરદાઈએ પૃથ્વીરાજરાસો’, અમીર ખુશરોએ ‘તુઘલખનામા’ અને ‘તારીખે દિલ્લી’, ઇબ્નબતુતાએ ‘કિતાબ-એ હિન્દ-રહેલા’, પદ્મનાભે કાન્હડદે પ્રબંધ’, મહંમદ જાયસીએ ‘પદ્માવત’ વગેરે સાહિત્યકારોએ નોંધપાત્ર ગ્રંથોનું સર્જન કર્યું હતું.

→ ગુજરાત તેની લોકસંસ્કૃતિ, લોકનૃત્યો અને ભરતગૂંથણ જેવી હસ્તકલા કારીગરી માટે સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત થયું છે. ગુજરાતમાં ભવાઈ લેખનનું અને ભવાઈ ભજવવાનું શ્રેય અસાઈત ઠાકરને ફાળે જાય છે.

→ ઝાલાવાડ વિસ્તારના પશુપાલકો જે વિશિષ્ટ પ્રકારનો રાસ રમે છે, તેને “હુડો’ કહેવામાં આવે છે. તરણેતરના મેળામાં હુડો રાસને જોવા માટે દેશ-વિદેશના લોકો ગુજરાત આવે છે.

→ ગુજરાતમાં નવરાત્રી તહેવારમાં સ્ત્રીઓ અને પુરુષો ગરબા, ગરબી અને રાસ રમે છે. ગરબો શક્તિની આરાધના અને સ્તુતિ સાથે સંકળાયેલો છે. ભક્તકવિ દયારામના સમયથી ગરબીનો વિકાસ થયો છે.

→ ગુજરાતની કલા-કારીગરીમાં કચ્છનું ભરતકામ અને મોતીકામ; પાટણનાં પટોળાં; જામનગર અને જેતપુરની બાંધણી; કચ્છના બન્ની અને ખદિર વિસ્તારમાં કચ્છી સ્ત્રીઓ દ્વારા તૈયાર થતું
ભરતગૂંથણ વગેરે બાબતો વિશ્વવિખ્યાત છે.

→ રાજપૂતયુગ દરમિયાન ગુજરાતમાં અણહિલવાડ પાટણ, ચાંપાનેર, અમદાવાદ, સુરત, ભરૂચ, ખંભાત વગેરેનો સવિશેષ વિકાસ થયો હતો.

→ મુઘલ બાદશાહો જહાંગીર અને શાહજહાંના સમય દરમિયાન દિલ્લી રાજધાની અને વેપાર-વાણિજ્યનું મોટું મથક હતું. શાહજહાંએ દિલ્લીમાં લાલ કિલ્લાનું નિર્માણ કરાવી તેને વિશાળ બનાવ્યું હતું. આ રીતે રાજપૂતયુગથી મુઘલકાળ સુધી દિલ્લીનું શહેરીકરણ થયું હતું.

→ લાહોર, જોનપુર અને ઢાકા વેપારીમાર્ગ પર આવતાં મથકો હોવાથી તેમનો શહેરો તરીકે વિકાસ થયો હતો.

→ શીખધર્મને કારણે અમૃતસર શહેરી કેન્દ્ર બન્યું હતું.

→ દક્ષિણ ભારતમાં દેવગિરિ (દોલતાબાદ) ઉત્તર ભારત અને દક્ષિણ ભારતને જોડતું હોવાથી તે સમૃદ્ધ શહેરી કેન્દ્ર બન્યું હતું.

→ મરાઠા સામ્રાજ્ય દરમિયાન પુણે, સાતારા, ગ્વાલિયર, વડોદરા વગેરે શહેરોનો વિકાસ થયો હતો.

GSEB Class 7 Social Science Notes Chapter 4 મધ્યયુગીન સ્થાપત્યો, શહેરો, વેપારી અને કારીગરો

→ યુરોપિયન કંપનીઓને કારણે દીવ, દમણ, ગોવા, મુંબઈ, ચેન્નઈ, પુદુચેરી, કોચી, ચંદ્રનગર, સુરત વગેરે મથકોનો શહેરી કેન્દ્રો તરીકે સારો વિકાસ થયો હતો.

→ હમ્પી વિજયનગર સામ્રાજ્યની રાજધાની હતી. હમ્પીમાં આવેલા વિદેશી મુસાફરોએ હમ્પીના વિશિષ્ટ હુન્નર-ઉદ્યોગોની માહિતી આપી છે. હમ્પીમાંથી સુતરાઉ કાપડ, રેશમી કાપડ, મસાલા વગેરે ચીજવસ્તુઓ યુરોપ જતી હતી.

→ હમ્પીમાંથી ત્રણ પ્રકારના સુવર્ણ સિક્કાઓ મળી આવ્યા હતા. તે દર્શાવે છે કે, હમ્પી હુન્નરકલાનું અને વેપાર-વાણિજ્યનું મોટું મથક હતું.

→ સોળમી સદીમાં સુરત શહેર ભારતનું જાણીતું વ્યાપારિક કેન્દ્ર હતું. અહીં વીરજી વોરા અને ગોપી મલિક જેવા વિશ્વવિખ્યાત સોદાગરો રહેતા હતા. જરીભરતના કાપડનો વિશ્વમાં સૌથી મોટો વેપાર સુરતથી થતો હતો.

→ સુરત એક આંતરરાષ્ટ્રીય બંદર અને મહત્ત્વનું શહેર હોવાથી અહીં ભારતીય અને યુરોપિયન વેપારીઓનાં અનેક વેપારી સંસ્થાનો હતાં.

→ સુરતમાં ચાલતા વિવિધ ઉદ્યોગ-ધંધાને કારણે અને વિદેશ વ્યાપારને પરિણામે અહીં ગોદામો, પૅકિંગ, વહાણ બાંધવાનો ઉદ્યોગ, નિવાસની વ્યવસ્થા, વણાટકામ, છાપકલા, ધાતુકલા વગેરેના હુન્નર-ઉદ્યોગો વિકસ્યા હતા.

Leave a Comment

Your email address will not be published.