GSEB Class 7 Social Science Notes Chapter 8 પ્રાદેશિક સંસ્કૃતિનું ઘડતર

This GSEB Class 7 Social Science Notes Chapter 8 પ્રાદેશિક સંસ્કૃતિનું ઘડતર covers all the important topics and concepts as mentioned in the chapter.

પ્રાદેશિક સંસ્કૃતિનું ઘડતર Class 7 GSEB Notes

→ભારતમાં પ્રાંતીય ભાષાઓનો વિકાસ : વિભિન્ન સમુદાયની જાણકારી આપણને મુખ્યત્વે તેમની ભાષા પરથી મળે છે.

→ નવમી સદીમાં સ્થાપવામાં આવેલ મહોદયપુરનું ચેર રાજ્ય હાલના કેરલનો એક ભાગ હતું. કેરલની મુખ્ય ભાષા મલયાલમ છે. કેરલની સંસ્કૃતિ મલયાલમ સંસ્કૃતિ તરીકે ઓળખાય છે. ચૌદમી સદીમાં વ્યાકરણ અને કાવ્યશાસ્ત્ર પર લખાયેલ લીલાતિલક’ ગ્રંથ મણિપ્રવાલમ્ શૈલીમાં લખાયો હતો.

→ બંગાળી ભાષાનો ઉદ્ભવ સંસ્કૃત ભાષામાંથી થયો હોવાનું મનાય છે. બંગાળી ભાષા પર જનજાતીય ભાષાઓ, પર્શિયન (ફારસી) ભાષા અને યુરોપિયન ભાષાઓનો પ્રભાવ જોવા મળે છે. પ્રારંભિક બંગાળી સાહિત્યને બે ભાગમાં વહેંચી શકાય છેઃ (1) સંસ્કૃતથી પ્રભાવિત, જેમાં મહાકાવ્યોના અનુવાદનો સમાવેશ (2) સ્વતંત્ર, જેમાં નાથ સાહિત્યનો સમાવેશ થાય છે.

→ પ્રાચીન સમયમાં ભારતમાં મુખ્યત્વે સંસ્કૃત, પ્રાકૃત અને તમિલ આ ત્રણ ભાષાઓ પ્રચલિત હતી. ગુજરાતી ભાષાનો વિકાસ ઈસુની 10મી અને 11મી સદીમાં સંસ્કૃતમાંથી ઊતરી આવેલાં વિવિધ ભાષા-સ્વરૂપોમાંથી અપભ્રંશ ગુજરાતી ભાષાની જનની છે. આચાર્ય હેમચંદ્રથી અપભ્રંશ ભાષાની શરૂઆત થઈ.

GSEB Class 7 Social Science Notes Chapter 8 પ્રાદેશિક સંસ્કૃતિનું ઘડતર

→ ગુજરાતી ભાષાનો નવો સાહિત્યયુગ નરસિંહ મહેતાના સમયથી શરૂ થયો હતો. ગુજરાતી ભાષાના નવા “સાહિત્યયુગ’ના મુખ્ય સૂત્રધારો નરસિંહ મહેતા, મીરાંબાઈ અને ભાલણ હતા. ભાલણે સૌપ્રથમ પોતાની રચનાઓમાં ગુજરાતી ભાષા માટે “ગુર્જર ભાખા’ની સંજ્ઞા આપી હતી. ભાલણ આખ્યાનના પિતા કહેવાય છે.

→ ભારતના ઉત્સવો : જગન્નાથનો અર્થ વિશ્વના માલિક (જગતનો નાથ) એવો થાય છે. તે વિષ્ણુ શબ્દનો સમાનાર્થી છે. પુરીમાં જગન્નાથ મંદિર બારમી સદીમાં થઈ ગયેલા ગંગવંશના રાજા અનંતવર્મને બંધાવ્યું હતું. ઈ. સ. 1930માં રાજા અનંગભીમ ત્રીજાએ પોતાનું રાજ્ય જગન્નાથને અર્પણ કર્યું હતું. પુરીમાં દર વર્ષે વિશિષ્ટ રથયાત્રાનું આયોજન થાય છે.

→હોળીનો તહેવાર ભારતભરમાં ઉજવાય છે. ઉત્તર ભારતમાં તેનું મહત્ત્વ વધુ છે. હોળીનો તહેવાર બે દિવસનો હોય છે : પહેલા દિવસે હોળીનો અને બીજા દિવસે ધૂળેટીનો તહેવાર હોય છે.

→ હોળીના દિવસને આસુરી શક્તિ પર સાત્ત્વિક શક્તિના વિજય તરીકે ઊજવવામાં આવે છે.

→ એકબીજા પર રંગો છાંટીને ધૂળેટીનો દિવસ (તહેવાર) ઊજવવામાં આવે છે.

→ લઠ્ઠમાર હોળી” ઉત્તર પ્રદેશના બરસાનામાં ઉજવાય છે. બરસાના રાધાજીનું જન્મસ્થળ છે. નંદગામ(શ્રીકૃષ્ણની ભૂમિ)ના પુરુષો બરસાનાની સ્ત્રીઓ સાથે હોળી રમવા બરસાનામાં આવે છે અને રાધાજીના મંદિર પર ધજા ચઢાવવાનો પ્રયત્ન કરે છે. એ વખતે સ્ત્રીઓ લઠ્ઠ(જાડી લાકડી)થી પુરુષોનું સ્વાગત કરે છે. તેથી બરસાના હોળી લઠ્ઠમાર હોળી’ તરીકે ઓળખાય છે.

→લોહડીનો તહેવાર પંજાબ, હરિયાણા અને દિલ્લીના આસપાસના વિસ્તારોમાં ઊજવવામાં આવે છે. લોહડીનો તહેવાર શીખો 13 જાન્યુઆરીના રોજ મકરસંક્રાંતિ પહેલાં ઊજવે છે. 13 જાન્યુઆરીની રાત્રે અગ્નિ પ્રગટાવી તેનું પૂજન અને પ્રદક્ષિણા કરી તેમાં મીઠાઈઓ અર્પણ કરવામાં આવે છે.

→પોંગલ તમિલનાડુ રાજ્યના મુખ્ય તહેવાર છે. તે કર્ણાટક અને આંધ્ર પ્રદેશ રાજ્યોમાં પણ ઉજવાય છે.

→ પોંગલની ઉજવણી તમિલ મહિના થાઈ (જાન્યુઆરી મહિનાનો મધ્ય ભાગ)ના પ્રથમ દિવસે કરવામાં આવે છે. પોંગલના તહેવારના દિવસે પોંગલ નામની વાનગી બનાવવામાં આવે છે.

→ઓણમ (નમ) કેરલ રાજ્યના મુખ્ય તહેવાર છે. તે મલયાલમ કેલેન્ડરના પ્રથમ મહિના(ઑગસ્ટ- સપ્ટેમ્બર મહિના)માં 10 દિવસ સુધી ઊજવવામાં આવે છે.

→ ફૂલોની સજાવટ, વિવિધ વાનગીઓ, નૃત્યોની રમઝટ અને વલ્લમકાલી’ નામની નૌકાસ્પર્ધા એ ઓણમ (નમ) તહેવારની વિશેષતાઓ છે. આ તહેવારમાં ‘સાદિયા’ નામનું ભોજન લેવામાં આવે છે.

→ ભારતમાં દિવાળીનો તહેવાર ધામધૂમથી ઊજવવામાં આવે છે. દિવાળીના તહેવારની સાથે વાઘબારસ, ધનતેરસ, કાળીચૌદશ, નૂતનવર્ષ, ભાઈબીજ, લાભપાંચમ વગેરે તહેવારો જોડાયેલા છે. દિવાળીનો તહેવાર પ્રકાશના પર્વ તરીકે પણ ઓળખાય છે.

→દુર્ગામાતાના મહિષાસુર પરના વિજયની ઉજવણી દુર્ગાપૂજાના | ઉત્સવથી કરવામાં આવે છે. 10 દિવસ ચાલતો દુર્ગાપૂજાનો તહેવાર છેલ્લા દિવસે વિશિષ્ટ અનુષ્ઠાન અને માતાજીની મૂર્તિનું જળમાં વિસર્જન કર્યા પછી પૂર્ણ થાય છે. દુર્ગાપૂજાનું પશ્ચિમ બંગાળમાં વિશેષ મહત્ત્વ છે.

→ ખ્રિસ્તી લોકો ઈસુ ખ્રિસ્તના જન્મદિવસ 25 ડિસેમ્બરને નાતાલ ( ક્રિસ) તરીકે ઊજવે છે. ખ્રિસ્તી લોકો નાતાલના તહેવાર દરમિયાન પોતાનાં ઘર અને શેરીઓને ક્રિસ્મસ-ટ્રી તેમજ અન્ય સુશોભનોથી શણગારે છે. આ દિવસે તેઓ ચર્ચમાં જાય છે અને મીણબત્તી પ્રગટાવી પ્રાર્થના કરે છે તથા એકબીજાને ભેટ આપે છે.

→ હજરત મહંમદ પયગંબર સાહેબના દોહિત્રની શહીદીની યાદમાં મુસ્લિમો મોહરમને શોકદિવસ તરીકે ઊજવે છે. આ દિવસે તાજિયા’ (જૂલુસ) કાઢવામાં આવે છે.

GSEB Class 7 Social Science Notes Chapter 8 પ્રાદેશિક સંસ્કૃતિનું ઘડતર

→ ઇસ્લામ ધર્મમાં આ બે ઈદ મનાવવામાં આવે છે :

 • ઈદ ઉલ-ફિત્ર (રમજાન ઈદ) અને
 • ઈદ-ઉલ-અઝહા.

→ પવિત્ર રમજાન માસના રોજા (ઉપવાસ) પૂરા થયા પછી ઈદઉલ-ફિત્ર – રમજાન ઈદના દિવસે મુસ્લિમો સમૂહમાં નમાજ પઢે છે. એ પછી તેઓ એકબીજાને ભેટી ઈદની મુબારકબાદી આપે

→ ઈદ-ઉલ-અઝહા એટલે બલિદાનની ઈદ.

→ પતેતી એ પારસીઓનો તહેવાર છે. પતેતીના દિવસે પારસીઓ તેમના પ્રાર્થનાગૃહ– અગિયારીમાં જાય છે અને “અવેસ્તા” નામના પ્રાર્થનાગ્રંથમાં આપેલી પસ્તાવા માટેની પ્રાર્થના કરે છે. પતેતીના બીજા દિવસે નવરોજ’ (નવા વર્ષના પ્રથમ દિવસ) તરીકે ઊજવે છે.

→ ચેટીચંડ (ચેટીચાંદ) એ સિંધી ભાઈ-બહેનોનો તહેવાર છે. સિંધી ભાઈ-બહેનો ચૈત્ર સુદ બીજના દિવસે એકબીજાને નૂતનવર્ષના અભિનંદન પાઠવે છે; તેઓ આ દિવસે પોતાના ઇષ્ટદેવ ‘ઝુલેલાલની શોભાયાત્રા કાઢે છે અને શ્રદ્ધાળુઓને “તાહીરી’ (મીઠો ભાત) પ્રસાદ તરીકે વહેચે છે.

→ ગુજરાતના ઉત્સવોઃ

 • ગુજરાતના લોકો નવરાત્રીના નવ દિવસો દરમિયાન મા દુર્ગાનું પૂજન કરે છે અને ગરબા તથા દાંડિયા-રાસ રમે છે.
 • ઉત્તરાયણ એટલે સૂર્યનું ધન રાશિમાંથી મકર રાશિમાં આવવું. તે “મકરસંક્રાંતિ’ તરીકે પણ ઓળખાય છે.

→ અમદાવાદની રથયાત્રામાં ભગવાન જગન્નાથ, મોટા ભાઈ બલરામ (બલભદ્ર) અને બહેન સુભદ્રા રથમાં સવાર થઈ નગરચર્યા માટે નીકળે છે. ‘પહિંદવિધિ કર્યા પછી રથયાત્રાની શરૂઆત કરવામાં આવે છે.

→ મેળાઓ:

 • જૂનાગઢ જિલ્લામાં ભવનાથનો મેળો યોજાય છે.
 • બનાસકાંઠા જિલ્લામાં (અંબાજીમાં) ભાદરવી પૂનમનો મેળો યોજાય છે.
 • સાબરકાંઠા જિલ્લામાં ચિત્ર-વિચિત્રનો મેળો યોજાય છે.
 • સુરેન્દ્રનગર જિલ્લામાં તરણેતરનો મેળો ભરાય છે.
 • અમદાવાદ જિલ્લામાં વૌઠાનો મેળો ભરાય છે.
 • શામળાજી-ગદાધરનો મેળો શામળાજી, અરવલ્લી જિલ્લામાં યોજાય છે.
 • પલ્લીનો મેળો રૂપાલ, ગાંધીનગર જિલ્લામાં યોજાય છે.
 • સરખેજનો મેળો અમદાવાદ જિલ્લામાં યોજાય છે.
 • ગોળ-ગધેડાનો મેળો ગરબાડા, દાહોદ જિલ્લામાં યોજાય છે.
 • માધવપુરનો મેળો માધવપુર, પોરબંદર જિલ્લામાં યોજાય છે.
 • મીરાદાતારનો ઉર્સ મુબારક મેળો ઉનાવા, મહેસાણા જિલ્લામાં યોજાય છે.

GSEB Class 7 Social Science Notes Chapter 8 પ્રાદેશિક સંસ્કૃતિનું ઘડતર

→ ભારતનાં મુખ્ય શાસ્ત્રીય નૃત્યોઃ

 • કથક શબ્દ “કથા’ પરથી ઊતરી આવ્યો છે. કથાકાર પોતાના – હાવભાવ અને સંગીતથી કથાને અલંકૃત કરતા હતા. કથક નૃત્યનો વિકાસ ઉત્તર ભારતમાં થયો હતો. કથક નૃત્ય માટે આ ઉક્તિ જાણીતી છેઃ “કથન કરે સો કથક કહાવે.’ કથક નૃત્ય જયપુર અને લખનઉ આ બે પરંપરાઓ – ઘરાનાઓમાં વહેંચાયું હતું.
 • 19મી સદીમાં અવધના નવાબ વાજિદઅલી શાહે પોતાના દરબારમાં કથક નૃત્યને રાજ્યાશ્રય આપી તેને પુનર્જીવન આપ્યું હતું.
 • કથકલી એ કેરલ રાજ્યની નૃત્ય પરંપરા છે. કથકલીનો શાબ્દિક અર્થ નાટ્યવાર્તા થાય છે. અભિનય એ કથકલી નૃત્યનો આત્મા છે. કથકલી નૃત્યમાં અભિનય, રંગભૂષા અને વેશભૂષા આ ત્રણ બાબતો ખૂબ મહત્ત્વની ગણાય છે.
 • મણિપુરી નૃત્ય એ મણિપુર રાજ્યની ઓળખ છે. મણિપુરના લોકો દરેક ઉત્સવે – પ્રસંગે મણિપુરી નૃત્ય કરે છે. મણિપુરી નૃત્યમાં શરીરની ગતિ ધીમી હોવાથી તેને અન્ય નૃત્યોથી અલગ માનવામાં આવે છે. મણિપુરી નૃત્યના બે પ્રકાર છેઃ
  1. લાસ્ય અને
  2. તાંડવ.
 • ભરતમુનિએ “નાટ્યશાસ્ત્ર’ નામનો ગ્રંથ રચ્યો છે. તે ભારતનાં શાસ્ત્રીય નૃત્યો પર લખાયેલ મહાન ગ્રંથ છે. નન્દીકેશ્વરે “અભિનય દર્પણ” નામનો ગ્રંથ રચ્યો છે. તેમાં ભારતના અગત્યના શાસ્ત્રીય નૃત્ય તરીકે ભરતનાટ્યમની વિશદ ચર્ચા કરવામાં આવી છે. ભરતનાટ્યમ્ નૃત્યનો વિકાસ તમિલનાડુ રાજ્યના તાંજોર જિલ્લામાં થયો હતો.
 • કુચીપુડી નૃત્યનો ઉદ્ભવ આંધ્ર પ્રદેશ રાજ્યના કુચીપુડી નામના ગામમાં થયો હતો. આ ગામમાં યક્ષગાન તરીકે ઓળખાતા નૃત્યે 17મી સદીમાં કુચીપુડી નૃત્યનું સ્વરૂપ ધારણ કર્યું. કુચીપુડી નૃત્યના રચયિતા વૈષ્ણવ કવિ સિન્દ્ર યોગી હતા.
 • અસમનું પ્રસિદ્ધ નૃત્ય “બિહુ છે. આનંદ વ્યક્ત કરવા માટે સ્ત્રી-પુરુષો પરંપરાગત પોશાક પહેરીને સમૂહમાં બિહુ નૃત્ય કરે છે.

→ ચિત્રકલા-લઘુચિત્રોની પરંપરાઃ

 • લઘુચિત્રો એટલે નાના કદનાં ચિત્રો. લઘુચિત્રો કાપડ અને કાગળ પર પાણીના રંગોનો ઉપયોગ કરીને તૈયાર કરવામાં આવતાં. પ્રાચીનતમ લઘુચિત્રો તાડપત્રો અને કાષ્ઠ (લાકડા) પર દોરેલાં મળી આવ્યાં છે.
 • રાજસ્થાન અને ગુજરાતના જૈન ગ્રંથોમાં અનેક લઘુચિત્રો જોવા મળે છે. આ ઉપરાંત, મહાભારત અને પંચતંત્ર જેવા અનુવાદિત ગ્રંથોમાં તેમજ અબુલ ફઝલે લખેલી અકબરની આત્મકથા અકબરનામામાં ખૂબ સુંદર લઘુચિત્રો દોરવામાં આવ્યાં છે. ગુજરાતમાં લઘુચિત્રો ખંભાતના શાંતિનાથ ભંડારામાં અને પાટણના શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનભંડારમાં સંગૃહીત હસ્તપ્રતોમાં સચવાયેલાં છે.
 • મુઘલ સમયમાં મુઘલ બાદશાહો અકબર, જહાંગીર અને શાહજહાંએ કુશળ ચિત્રકારોને પ્રોત્સાહન આપ્યું હતું અને તેમણે ચિત્રશાળાઓની સ્થાપના કરાવી હતી. રાજદરબારનાં, યુદ્ધનાં, શિકારનાં અને સામાજિક જીવનનાં દશ્યો લઘુચિત્રોના વિષયો હતા.
 • સત્તરમી સદી પછીનાં વર્ષોમાં હિમાચલ પ્રદેશમાં વિકસેલી લઘુચિત્રકલાને “બસોહલી’ ચિત્રશૈલી કહે છે. આ ચિત્રશૈલીનાં ચિત્રો ભાનુદત્ત રચિત પુસ્તક “રસમંજરી’માં જોવા મળે છે.
 • નાદિરશાહે દિલ્લી પર આક્રમણ કરી વિજય મેળવ્યો એ કારણે મુઘલ કલાકારો દિલ્લી છોડીને પહાડી વિસ્તારોમાં જઈને ત્યાં વસ્યા. તેના પરિણામસ્વરૂપ “કાંગડા’ ચિત્રશૈલીનો પણ વિકાસ થયો. કાંગડા ચિત્રશૈલીને પહાડી ચિત્રકલા પણ કહેવામાં આવે છે.

→ રાજપૂતોની વીરતાભરી ગાથાઃ

 • બ્રિટિશ શાસકો આજના રાજસ્થાનને “રાજપૂતાના નામે ઓળખાતા હતા. રાજપૂતોની વીરગાથાઓ ચારણો અને બારોટો કાવ્યો અને ગીતો દ્વારા વર્ણવતા હતા. રાજપૂતો સ્ત્રીઓ, બ્રાહ્મણો, ગાયો અને ધર્મ માટે પોતાના પ્રાણ ન્યોછાવર કરી દેતા.
 • રાજપૂતાણીઓ પણ શૂરવીરતા, નીડરતા અને સતીત્વ માટે પ્રખ્યાત હતી. તેઓ જીવન અને મરણ બંનેમાં શૂરવીર પતિના પગલે ચાલતી હતી. યુદ્ધમાં વીરગતિ પામેલા પતિ પાછળ તેઓ સતી થતી હતી.
 • સૂફીવાદના મતે ધર્મ એટલે ઈશ્વર પ્રત્યેનો પ્રેમ’ અને “માનવતાની સેવા.’ દરેક સિલસિલાના પીર (માર્ગદર્શક) “ખ્વાજા’ કે “શેખ’ તરીકે ઓળખાતા. પીરના શિષ્યોને “મુરીદ’ નામે ઓળખવામાં આવતા.
 • ભારતમાં ચિશ્તી સંપ્રદાયની શરૂઆત અજમેરના પ્રસિદ્ધ સૂફી સંત મોઇનુદ્દીન ચિશ્તીએ કરી હતી.
 • સૂફી સંત મોઇનુદ્દીન ચિશ્તી વાજા’ અને “ઓલિયા’ નામે પ્રચલિત થયા હતા. ગુજરાતમાં અહેમદ ખટુ ગંજબક્ષ મહાન પીર તરીકે જાણીતા થયા હતા.
 • દુશ્મનો સામે પાળ થઈ ઊભા રહી યુદ્ધ કે લડાઈમાં ખપી જનાર વીર શહીદોની સ્મૃતિમાં જે સ્મારક કે ખાંભી ઊભી કરવામાં આવે તેને પાળિયા’ કહેવામાં આવે છે. જે સ્ત્રીઓએ જૌહર કર્યું હોય કે જે સ્ત્રી સતી થઈ હોય તો તેમના બનાવવામાં આવતા પાળિયાને “સતીના પાળિયા’ કહેવામાં આવે છે.

→ મંદિરો:

 • ગુપ્તયુગને સંરચનાત્મક મંદિરોનો સમય કહેવામાં આવે છે. મંદિરની સ્થાપત્ય શૈલીના ત્રણ પ્રકાર છે:
  1. નાગર શૈલી
  2. દ્રવિડ શૈલી અને
  3. વેસર શેલી.
 • ઈસુની 5મી સદી પછી ભારતના ઉત્તર ભારત(હિમાલય)થી છેક મધ્ય ભારતમાં વિંધ્ય પર્વતમાળા સુધી વિકસેલી મંદિરની સ્થાપત્ય શૈલીને ‘નાગર શૈલી’ તરીકે ઓળખવામાં આવે છે. નાગર શૈલીનાં મંદિરો સામાન્ય રીતે પંચાયતન શૈલીનાં અને
  ઈંડાકાર શિખરવાળા બનાવવામાં આવતાં.

→ નાગર સ્થાપત્ય શૈલીનાં ઉદાહરણો :

 • પુરી(ઓડિશા)નું જગન્નાથ મંદિર
 • મોઢેરા(ગુજરાત)નું સૂર્યમંદિર અને
 • મધ્ય પ્રદેશમાં ખજૂરાહોનું મહાદેવ મંદિર,

GSEB Class 7 Social Science Notes Chapter 8 પ્રાદેશિક સંસ્કૃતિનું ઘડતર

→ દક્ષિણ ભારતમાં વિકસેલી સ્થાપત્ય શૈલીને દ્રવિડ શૈલી’ તરીકે ઓળખવામાં આવે છે. દ્રવિડ શૈલીનો વિકાસ કૃષ્ણા નદીથી. કન્યાકુમારી સુધીના પ્રદેશોમાં થયો હતો. દ્રવિડ સ્થાપત્ય શૈલીનાં ઉદાહરણો:

 • તમિલનાડુનું બૃહદેશ્વર(રાજરાજેશ્વર)નું મંદિર
 • મદુરાઈનું મીનાક્ષી મંદિર અને
 • તમિલનાડુનું મહાબલિપુરમનું રથમંદિર.

→ વેસર સ્થાપત્ય શૈલીમાં નાગર શૈલી અને દ્રવિડ શૈલીનું મિશ્રણ જોવા મળે છે. વેસર સ્થાપત્ય શૈલી મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક અને વિધ્ય પર્વતમાળાથી કૃષ્ણા નદીના પ્રદેશ સુધી વિકસી હતી. વેસર સ્થાપત્ય શેલીનાં બે ઉદાહરણો

 • હલેબીડુ, કર્ણાટકનું હોયસળેશ્વરનું મંદિર અને
 • બેલૂર, કર્ણાટકનું ચેન્ના કેશવ મંદિર.

Leave a Comment

Your email address will not be published.