GSEB Class 8 Maths Notes Chapter 14 અવયવીકરણ

This GSEB Class 8 Maths Notes Chapter 14 અવયવીકરણ covers all the important topics and concepts as mentioned in the chapter.

અવયવીકરણ Class 8 GSEB Notes

→ અવયવીકરણ એટલે પદાવલિને તેના ગુણાકારના સ્વરૂપમાં લખવી. મળતા અવયવ સંખ્યા સ્વરૂપમાં, બૈજિક સ્વરૂપમાં કે બૈજિક પદાવલિના સ્વરૂપમાં હોઈ શકે.

  • ax + ay + az = a (x + y + z)
  • x2 + ax + bx + ab = (x + a) (x + b).
  • a2 + 2ab + b2 = (a + b)2
  • a2 – 2ab + b2 = (a – b)2
  • a2 – b2 = (a – b)(a + b)

→ દરેક બૅજિક પદનો અવયવ 1 છે. તેથી તેની જરૂર હોય, તો જ તેને લખવામાં આવે છે.

GSEB Class 8 Maths Notes Chapter 14 અવયવીકરણ

→ અવયવીકરણ માટે નીચેની રીતો અજમાવવામાં આવે છે:

  • સામાન્ય અવયવો શોધીને
  • પદોની પુનઃગોઠવણી કરીને
  • પદાવલિનું સ્વરૂપ (a + b), (a-b) કે (a – b) (a + b) જેવું છે તે સમજીને

→ બહુપદીનો એકપદી વડે ભાગાકાર કરતી વખતે બહુપદીના દરેક પદને આપેલ એકપદી વડે ભાગાકાર કરવામાં આવે છે અથવા સામાન્ય અવયવ મેળવવાની રીતનો ઉપયોગ કરવામાં આવે છે.

→ ભાજ્ય પદાવલિ = ભાજક પદાવલિ × ભાગફળ

Leave a Comment

Your email address will not be published.