GSEB Class 8 Maths Notes Chapter 2 એક ચલ સુરેખ સમીકરણ

This GSEB Class 8 Maths Notes Chapter 2 એક ચલ સુરેખ સમીકરણ covers all the important topics and concepts as mentioned in the chapter.

એક ચલ સુરેખ સમીકરણ Class 8 GSEB Notes

→ એકચલ ધરાવતી સુરેખ પદાવલિથી બનતા સમીકરણને એકચલ સુરેખ સમીકરણ કહેવાય.

→ બૈજિક સમીકરણ એ ચલોના ઉપયોગથી બનતી સમતા છે. તે દર્શાવે છે કે સમતાના ચિનની એક બાજુ આવેલ પદાવલિનું મૂલ્ય તેની બીજી બાજુ આવેલ પદાવલિના મૂલ્ય જેટલું જ હોય.

→ સુરેખ સમીકરણનો ઉકેલ કોઈ પણ સંમેય સંખ્યા હોઈ શકે છે.

→ સમીકરણની બંને બાજુએ સુરેખ પદાવલિઓ હોઈ શકે છે.

→ સંખ્યાની જેમ જ ચલને પણ એક બાજુથી બીજી બાજુ તરફ લઈ જઈ શકાય છે.

→ ક્યારેક સમીકરણ ઉકેલતાં પહેલાં, પદાવલિઓને તેમના સરળ સ્વરૂપમાં ફેરવવામાં આવે છે.

→ કેટલીક વાર સમીકરણ સુરેખ નથી હોતાં. પરંતુ સમીકરણની બંને બાજુઓને યોગ્ય પદાવલિ વડે ગુણીને તેમને સુરેખ સમીકરણમાં ફેરવી શકાય છે.

GSEB Class 8 Maths Notes Chapter 2 એક ચલ સુરેખ સમીકરણ

→ સંખ્યા, ઉંમર, પરિમિતિ, ક્ષેત્રફળ, ચલણી નાણું આધારિત કૂટપ્રશ્નોના ઉકેલ સુરેખ સમીકરણના ઉપયોગથી મેળવી શકાય છે.

→ કૂટપ્રશ્ન(કોયડા)નો ઉકેલ શોધવા કૂટપ્રશ્નની રકમ દ્વારા સમીકરણ બનાવવું પડે.

→ કૂટપ્રશ્નનો જે જવાબ શોધવાનો હોય તેને અજ્ઞાત ચલ (x, y,… )દર્શાવી રકમ અનુસાર સમીકરણની રચના કરવાની હોય છે.

→ સમીકરણનો ઉકેલ શોધતાં અજ્ઞાતની જે કિંમત મળે તે કૂટપ્રશ્નનો જવાબ છે.

Leave a Comment

Your email address will not be published.