Gujarat Board GSEB Class 8 Science Important Questions Chapter 18 હવા અને પાણીનું પ્રદૂષણ Important Questions and Answers.
GSEB Class 8 Science Important Questions Chapter 18 હવા અને પાણીનું પ્રદૂષણ
વિશેષ પ્રશ્નોત્તર
(A) હેતુલક્ષી પ્રશ્નોઃ
1. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધોઃ
પ્રશ્ન 1.
હવામાં નાઇટ્રોજનનું પ્રમાણ કેટલું હોય છે?
A. 21 %
B. 12 %
C. 78 %
D. 87 %
ઉત્તરઃ
C. 78 %
પ્રશ્ન 2.
ક્લોરોફ્યુરોકાર્બન શામાં ઉપયોગમાં લેવામાં આવે છે?
A. રેફ્રિજરેટર
B. ઍરકન્ડિશનર
C. એરોસોલ એ
D. આપેલ તમામ
ઉત્તરઃ
D. આપેલ તમામ
પ્રશ્ન 3.
કયો વાયુપ્રદૂષક રુધિરની ઑક્સિજન વહન ક્ષમતા ઘટાડે છે?
A. CO
B. CO2
C. SO2
D. NO
ઉત્તરઃ
A. CO
પ્રશ્ન 4.
શાના કારણે તાજમહાલના આરસને કૅન્સર લાગુ પડવા લાગ્યું છે?
A. વાયુ પ્રદૂષણ
B. જલ પ્રદૂષણ
C. ભૂમિ પ્રદૂષણ
D. ધ્વનિ પ્રદૂષણ
ઉત્તરઃ
A. વાયુ પ્રદૂષણ
પ્રશ્ન 5.
વાતાવરણના ઓઝોન સ્તરને કોણ નુકસાન પહોંચાડે છે?
A. સૂર્ય
B. પારજાંબલી કિરણો
C. CFCs
D. CO
ઉત્તરઃ
C. CFCs
પ્રશ્ન 6.
LPGનું પૂર્ણ નામ શું છે?
A. Liquid Pressure Gas
B. Liquefied Petroleum Gas
C. Liquid Petrol Gas
D. Low Pressure Gas
ઉત્તરઃ
B. Liquefied Petroleum Gas
પ્રશ્ન 7.
નીચેના પૈકી કયો વાયુ પ્રદૂષક નથી છતાં ગ્રીનહાઉસ અસર સર્જવા માટે મુખ્ય છે?
A. CO2
B. CH4
C. N2O
D. CFC
ઉત્તરઃ
A. CO2
પ્રશ્ન 8.
ધ ક્યોટો પ્રોટોકોલ’ શું ઘટાડવા માટેનો કરાર છે?
A. વાહનોનું ઉત્પાદન
B. ગ્રીનહાઉસ વાયુઓનું ઉત્સર્જન
C. વનટાઈ
D. જલ પ્રદૂષણ
ઉત્તરઃ
B. ગ્રીનહાઉસ વાયુઓનું ઉત્સર્જન
પ્રશ્ન 9.
વનમહોત્સવ કયા માસમાં ઉજવાય છે?
A. જાન્યુઆરી
B. એપ્રિલ
C. જુલાઈ
D. ઑક્ટોબર
ઉત્તરઃ
C. જુલાઈ
પ્રશ્ન 10.
WWF દ્વારા થયેલા અભ્યાસ મુજબ વિશ્વની દસ મુખ્ય પ્રદૂષિત નદીઓમાં ભારતની કઈ નદી છે?
A. નર્મદા
B. કાવેરી
C. બ્રહ્મપુત્રા
D. ગંગા
ઉત્તરઃ
D. ગંગા
પ્રશ્ન 11.
કયો વાયુપ્રદૂષક ઍસિડવર્ષ માટે કારણભૂત છે?
A. મિથેન
B. નિલંબિત કણો
C. સલ્ફર ડાયૉક્સાઈડ
D. કાર્બન મોનૉક્સાઈડ
ઉત્તરઃ
C. સલ્ફર ડાયૉક્સાઈડ
પ્રશ્ન 12.
ઓઝોન માટે કયું વિધાન સાચું છે?
A. તે શ્વાસોચ્છવાસ માટે જરૂરી છે.
B. તેનું હવામાં પ્રમાણ 3 % છે.
C. તે ગ્લોબલ વૉર્મિંગ માટે જવાબદાર છે.
D. તે સૂર્યના હાનિકારક પારજાંબલી કિરણોનું શોષણ કરે છે.
ઉત્તરઃ
તે સૂર્યના હાનિકારક પારજાંબલી કિરણોનું શોષણ કરે છે.
પ્રશ્ન 13.
કેન્ડલ ફિલ્ટરથી પાણીને પીવા માટે સલામત કરવું તે ક્યા પ્રકારની પદ્ધતિ છે?
A. ભૌતિક
B. રાસાયણિક
C. જેવિક
D. આપેલ પૈકી એક પણ નહીં
ઉત્તરઃ
ભૌતિક
પ્રશ્ન 14.
શાકભાજી ધોવામાં વાપરેલું પાણી બગીચામાં છોડને નાખવા માટે વાપરીએ તેને શું કર્યું કહેવાય?
A. રિડ્યુસ
B. રિયુઝ
C. રિસાયકલ
D. રિકવર
ઉત્તરઃ
રિયુઝ
પ્રશ્ન 15.
મળમૂત્રથી પ્રદૂષિત થયેલા પાણીથી કયો રોગ થઈ શકે છે?
A. કૉલેરા
B. ટાઈફૉઈડ
C. કમળો
D. આપેલ તમામ
ઉત્તરઃ
આપેલ તમામ
2. યોગ્ય શબ્દો કે અંકો વડે ખાલી જગ્યા પૂરોઃ
પ્રશ્ન 1.
વાતાવરણમાં ગ્રીનહાઉસ વાયુઓ ……………………… નો ખતરો સર્જે છે.
ઉત્તરઃ
ગ્લોબલ વૉર્મિંગ
પ્રશ્ન 2.
વાયુ પ્રદૂષણથી …………………….. સંબંધિત રોગોથી પીડાતા લોકોની સંખ્યા સતત વધી રહી છે.
ઉત્તરઃ
શ્વાસ
પ્રશ્ન 3.
શ્વાસ મારફતે હવા અંદર-બહાર જાય ત્યારે અવાજ ઉત્પન્ન થવાની તકલીફને …………………. કહે છે.
ઉત્તરઃ
હીઝિંગ
પ્રશ્ન 4.
વિદ્યુત મથકોમાંથી ઉત્પન્ન થતા ……………………… ના સૂક્ષ્મ કણો વાતાવરણને દૂષિત કરે છે.
ઉત્તરઃ
રાખ
પ્રશ્ન 5.
CNGનું પૂર્ણ નામ ……………… છે.
ઉત્તરઃ
Compressed Natural Gas (દબાણયુક્ત કુદરતી વાયુ)
પ્રશ્ન 6.
વનસ્પતિઓ …………………….. ક્રિયામાં વાતાવરણનો CO2 વાપરે છે.
ઉત્તરઃ
પ્રકાશસંશ્લેષણ
પ્રશ્ન 7.
વિશ્વના ઘણા દેશોએ ગ્રીનહાઉસ વાયુઓનું ઉત્સર્જન ઘટાડવા ………………… તરીકે ઓળખાતો કરાર કર્યો છે.
ઉત્તરઃ
ધ ક્યોટો પ્રોટોકોલ
પ્રશ્ન 8.
પ્લાસ્ટિકની કોથળીઓ / પૉલિથીન બૅગ ……………………. પ્રદૂષક છે.
ઉત્તરઃ
જૈવ અવિઘટનીય
પ્રશ્ન 9.
વાતાવરણની હવામાં ઑક્સિજનનું પ્રમાણ …………………… છે.
ઉત્તરઃ
21 %
પ્રશ્ન 10.
પેટ્રોલ અને ડીઝલ જેવા બળતણના અપૂર્ણ દહનથી આવા અપર્ણ દહનથી …………………….. ઉત્પન્ન થાય છે.
ઉત્તરઃ
કાર્બન મોનૉક્સાઈડ
પ્રશ્ન 11.
‘ગંગા ઍક્શન પ્લાન’ ………………………માં શરૂ કરવામાં આવ્યો.
ઉત્તરઃ
1985
પ્રશ્ન 12.
જળાશયોમાં વધતા પોષક દ્રવ્યો ના વિકાસ માટે જવાબદાર છે.
ઉત્તરઃ
લીલ
પ્રશ્ન 3.
નીચેના વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવો. ખોટાં વિધાનો સુધારીને ફરીથી લખોઃ
(1) વિદ્યુત મથકોમાં કોલસાના દહનથી સર્જાતો નાઇટ્રોજન ઑક્સાઇડ ફેફસાંને કાયમી નુકસાન કરે છે.
(2) પારજાંબલી (અસ્ટ્રાવાયોલેટ) કિરણો ઓઝોન સ્તરને નુકસાન કરે છે.
(3) હવામાં લાંબો સમય રહેતાં નિલંબિત કણો દશ્યતા ઘટાડે છે.
(4) વાહનોમાં સીસાયુક્ત પેટ્રોલનો ઉપયોગ સલાહ ભરેલો છે.
(5) પૃથ્વી પરથી પરાવર્તિત થતાં સૂર્યના વિકિરણોને CO2 શોષીને અવકાશમાં જતા રોકે છે.
(6) હિમાલયમાં આવેલી ગંગોત્રીની હિમશીલા ગ્લોબલ વૉર્મિંગથી પીગળી રહી છે.
(7) સૌર-ઊર્જાને બદલે વૈકલ્પિક ઊર્જાસ્રોત અશ્મિબળતણનો ઉપયોગ કરવો જોઈએ.
(8) સસ્તન પ્રાણીઓનાં મળમાં રહેલા બૅક્ટરિયા પાણીની ગુણવત્તાના સૂચક છે.
(9) પાણીને ઉકાળવાથી કે ક્લોરિનેશનથી તેમાં રહેલા રોગકારક સૂક્ષ્મ જીવો નાશ પામે છે.
(10) ચોખ્યું અને પારદર્શક દેખાતું પાણી પીવા માટે સલામત છે.
ઉત્તર:
ખરાં વિધાનો (3), (5), (6), (8), (9).
ખોટાં વિધાનો (1), (2), (4), (7), (10).
સુધારીને લખેલાં વિધાનોઃ
(1) વિદ્યુત મથકોમાં કોલસાના દહનથી સર્જાતો સલ્ફર ડાયોક્સાઈડ ફેફસાને કાયમી નુકસાન કરે છે.
(2) પારજાંબલી (અસ્ટ્રાવાયોલેટ) કિરણોનું ઓઝોન સ્તર શોષણ કરે છે.
(4) વાહનોમાં સીસારહિત પેટ્રોલનો ઉપયોગ સલાહ ભરેલો છે.
(7) અશ્મિબળતણને બદલે વૈકલ્પિક ઊર્જા સ્ત્રોત સૌર-ઊર્જાનો ઉપયોગ કરવો જોઈએ.
(10) ચોખ્ખું અને પારદર્શક દેખાતું પાણી રોગજન્ય સૂક્ષ્મ જીવાણુઓ અને દ્રાવ્ય અશુદ્ધિઓથી પ્રદૂષિત હોઈ શકે અને પીવા માટે સલામત નથી.
4. નીચેના પ્રશ્નોના માત્ર ઉત્તર આપોઃ
પ્રશ્ન 1.
શિયાળામાં ધુમાડા અને ઝાકળના બનેલા ગાઢ સ્તરને શું કહે છે?
ઉત્તર:
ધુમ્મસ
પ્રશ્ન 2.
ઓઝોન છિદ્ર માટે જવાબદાર ઘટક કયો છે?
ઉત્તર:
CFC (ક્લોરોફ્યુરોકાર્બન)
પ્રશ્ન 3.
તાજમહાલના આરસના કૅન્સર માટે શું જવાબદાર છે?
ઉત્તર:
ઍસિડવર્ષા
પ્રશ્ન 4.
કઈ પ્રક્રિયા વગર પૃથ્વી પર જીવન શક્ય ન હતું કે હવે તે જીવન માટે જોખમરૂપ બની રહી છે?
ઉત્તર:
ગ્રીનહાઉસ અસર
પ્રશ્ન 5.
ઉત્તર પ્રદેશના કયા શહેર પાસે ગંગાનો સૌથી પ્રદૂષિત વિસ્તાર આવેલો છે?
ઉત્તર:
કાનપુર
પ્રશ્ન 6.
જળાશયોમાં પ્રદૂષણને કારણે કોના સ્તરમાં થતો ઘટાડો જલીય સજીવોનું મૃત્યુ પ્રેરે છે?
ઉત્તર:
ઑક્સિજન
પ્રશ્ન 7.
પાણીની અશુદ્ધિ દૂર કરવાની ભૌતિક પદ્ધતિ કઈ છે?
ઉત્તર:
કૅન્ડલ ફિલ્ટર
પ્રશ્ન 8.
ગ્લોબલ વૉર્મિંગથી ખતરો હોય તેવા લોક રહેણાંકવાળા વિસ્તારોમાં કયો મુખ્ય છે?
ઉત્તર:
એશિયા
પ્રશ્ન 9.
કોના દ્વારા તાજેતરના અભ્યાસમાં ગંગાને વિશ્વની દસ મુખ્ય પ્રદૂષિત નદીઓમાં એક ગણવામાં આવી છે?
ઉત્તર:
WWF (વર્લ્ડ વાઇલ્ડ ફંડ ફૉર નેચર)
પ્રશ્ન 10.
કયો ઝેરી વાયુ રુધિરની ઑક્સિજન વહન ક્ષમતા ઘટાડે છે?
ઉત્તરઃ
કાર્બન મોનૉક્સાઈડ
5. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર આપો:
પ્રશ્ન 1.
પ્રદૂષકો એટલે શું?
ઉત્તર:
પ્રદૂષકો એટલે હવા, પાણી કે ભૂમિને દૂષિત કરતા હાનિકારક પદાર્થો જે સજીવના સ્વાસ્થને જોખમાવે.
પ્રશ્ન 2.
હવામાં નાઈટ્રોજન અને ઑક્સિજનનું પ્રમાણ જણાવો.
ઉત્તરઃ
હવામાં નાઇટ્રોજન 78 % અને ઑક્સિજન 21 % કદના પ્રમાણમાં હોય છે.
પ્રશ્ન 3.
શાના કારણે શ્વાસના રોગોથી પીડાતા લોકોની સંખ્યા વધતી જાય છે?
ઉત્તરઃ
હવાના પ્રદૂષણને કારણે શ્વાસના રોગોથી પીડાતા લોકોની સંખ્યા – વધતી જાય છે.
પ્રશ્ન 4.
હવામાં કયા વાયુઓ ખૂબ ઓછા પ્રમાણમાં હોય છે?
ઉત્તરઃ
હવામાં કાર્બન ડાયૉક્સાઈડ, આર્ગોન, મિથેન, ઓઝોન વગેરે વાયુઓ ખૂબ ઓછા પ્રમાણમાં હોય છે.
પ્રશ્ન 5.
કુદરતી સ્ત્રોતમાંથી વાયુ પ્રદૂષકો કેવી રીતે આવે છે?
ઉત્તરઃ
કુદરતી સ્ત્રોત જેવાં કે જંગલમાં લાગેલી આગ કે જ્વાળામુખી ફાટવાથી વાયુ પ્રદૂષકો આવે છે.
પ્રશ્ન 6.
વાહનો કયા પ્રદૂષકો ઉત્પન્ન કરે છે?
ઉત્તરઃ
વાહનો કાર્બન ડાયૉક્સાઇડ, કાર્બન મોનૉક્સાઈડ, નાઇટ્રોજન ઑક્સાઇડ , અને ધુમાડા જેવા વાયુ પ્રદૂષકો ઉત્પન્ન કરે છે.
પ્રશ્ન 7.
દિલ્લીમાં નોંધણી થયેલાં વાહનોની એકની પાછળ એક ગોઠવણી કરતાં તેની અંદાજિત લંબાઈ કોના જેટલી થાય?
ઉત્તરઃ
દિલ્લીમાં નોંધણી થયેલાં વાહનોની એકની પાછળ એક ગોઠવણી કરતાં તેની અંદાજિત લંબાઈ વિશ્વની સૌથી લાંબી બે નદીઓ નાઈલ અને એમેઝોનની કુલ લંબાઈ જેટલી થાય.
પ્રશ્ન 8.
કયા વાયુ પ્રદૂષકોનો મુખ્ય સ્ત્રોત પેટ્રોલિયમ રિફાઇનરીઓ છે?
ઉત્તર:
સલ્ફર ડાયૉક્સાઇડ અને નાઈટ્રોજન ડાયૉક્સાઇડ વાયુ પ્રદૂષકોનો મુખ્ય સ્ત્રોત પેટ્રોલિયમ રિફાઈનરીઓ છે.
પ્રશ્ન 9.
ધુમ્મસને લીધે શ્વાસની કઈ તકલીફો થાય છે?
ઉત્તરઃ
ધુમ્મસને લીધે અસ્થમા, ઉધરસ તથા બાળકોમાં વ્હીઝિંગ જેવી શ્વાસની – તકલીફો થાય છે.
પ્રશ્ન 10.
વિદ્યુત મથકોમાં કોલસાના દહનથી કયો વાયુ પ્રદૂષક ઉત્પન્ન થાય છે?
ઉત્તર:
વિદ્યુત મથકોમાં કોલસાના દહનથી સલ્ફર ડાયૉક્સાઇડ વાયુ પ્રદૂષક ઉત્પન્ન થાય છે.
પ્રશ્ન 11.
સલ્ફર ડાયૉક્સાઈડની સ્વાથ્ય પર થતી અસરો જણાવો.
ઉત્તરઃ
સલ્ફર ડાયોક્સાઇડ શ્વાસ સંબંધિત મુશ્કેલીઓ ઉત્પન્ન કરે છે તેમજ ફેફસાંને કાયમી નુકસાન કરે છે.
પ્રશ્ન 12.
CFCs (ક્લોરોફ્યુરોકાર્બન્સ) શામાં વપરાય છે?
ઉત્તરઃ
CFCs (ક્લોરોલ્યુરોકાર્બન્સ) રેફ્રિજરેટર, ઍરકન્ડિશનર તથા ઍરોસોલ એમાં વપરાય છે.
પ્રશ્ન 13.
વાતાવરણને દૂષિત કરતાં સૂક્ષ્મ કણો કોના દ્વારા ઉત્પન્ન થાય છે?
ઉત્તરઃ
વાતાવરણને દૂષિત કરતાં સૂક્ષ્મ કણો પેટ્રોલ અને ડીઝલથી ચાલતાં વાહનો, સ્ટીલ બનાવટમાં, ખાણ ઉદ્યોગ તથા વિદ્યુત મથકો દ્વારા ઉત્પન્ન થાય છે.
પ્રશ્ન 14.
હવામાં રાખનાં સૂક્ષ્મ કણો કેવી રીતે ઉમેરાય છે?
ઉત્તરઃ
હવામાં રાખનાં સૂક્ષ્મ કણો જ્વાળામુખી વિસ્ફોટ દરમિયાન, વિદ્યુત મથકોમાં કોલસાના દહન તેમજ સૂકા કચરાના દહન દરમિયાન ઉમેરાય છે.
પ્રશ્ન 15.
પ્રદૂષિત હવાની અસર કઈ નિર્જીવ વસ્તુઓ પર થાય છે?
ઉત્તર:
પ્રદૂષિત હવાની ઇમારતો, સ્મારકો અને પ્રતિમાઓ જેવી નિર્જીવ વસ્તુઓ પર અસર થાય છે.
પ્રશ્ન 16.
આરસનું કેન્સર કોને કહે છે?
ઉત્તર:
ઍસિડવર્ષાને લીધે સ્મારકનો આરસ ખવાઈ જાય તે ઘટનાને આરસનું કૅન્સર કહે છે.
પ્રશ્ન 17.
ઍસિડવર્ષોમાં કયા ઍસિડ હોય છે?
ઉત્તરઃ
ઍસિડવર્ષામાં સફ્યુરિક ઍસિડ તથા નાઇટ્રિક ઍસિડ હોય છે.
પ્રશ્ન 18.
હવાનું પ્રદૂષણ ઘટાડવા કયા સ્વચ્છ બળતણનો ઉપયોગ આવશ્યક છે?
ઉત્તર:
હવાનું પ્રદૂષણ ઘટાડવા CNG (Compressed Natural Gasદબાણયુક્ત કુદરતી વાયુ) અને LPG(Liquified Petroleum Gas – પ્રવાહીકૃત પેટ્રોલિયમ વાયુ)નો ઉપયોગ આવશ્યક છે.
પ્રશ્ન 19.
શા માટે copના વધારા સાથે ગ્લોબલ વૉર્મિંગ વધે છે?
ઉત્તરઃ
CO2 પૃથ્વી પરથી પરાવર્તિત થતી ઉષ્મા શોષીને તેને અવકાશમાં જતી રોકે છે. આથી CO2 ના વધારા સાથે ગ્લોબલ વૉર્મિંગ વધે છે.
પ્રશ્ન 20.
દિલ્લીમાં હવાનું પ્રદૂષણ ઘટાડવા વાહનોના બળતણમાં શો બદલાવ કરવામાં આવ્યો?
ઉત્તરઃ
દિલ્લીમાં હવાનું પ્રદૂષણ ઘટાડવા વાહનોના બળતણમાં ડીઝલ તથા પેટ્રોલના સ્થાને CNG અને સીસારહિત પેટ્રોલનો બદલાવ કરવામાં આવ્યો.
પ્રશ્ન 21.
અશ્મિબળતણને બદલે પ્રદૂષણરહિત વૈકલ્પિક ઊર્જાસ્ત્રોત જણાવો.
ઉત્તરઃ
અશ્મિબળતણને બદલે પ્રદૂષણરહિત વૈકલ્પિક ઊર્જાસ્રોત સૌર-ઊર્જા, જલવિદ્યુત-ઊર્જા અને પવન-ઊર્જા છે.
પ્રશ્ન 22.
તમારા મતે શું યોગ્ય છે? સૂકાં પાંદડાં બાળવાં કે સૂકાં પાંદડાં ખાતરના ખાડામાં દાટવાં?
ઉત્તર:
મારા મતે સૂકાં પાંદડાંને બાળવાને બદલે તેમને ખાતરના ખાડામાં દાટવાં વધારે યોગ્ય છે.
પ્રશ્ન 23.
નદી મૃત થઈ તેનો શો અર્થ કરશો?
ઉત્તરઃ
નદી મૃત થઈ તેનો અર્થ નદીમાં પ્રદૂષણનું સ્તર એટલું ઊંચું હોય કે તેમાં કોઈ જલીય જીવન ટકી શકતું નથી.
પ્રશ્ન 24.
ઉદ્યોગોમાંથી મુક્ત થતા ક્યરામાં કયાં ઝેરી રસાયણો હોય છે?
ઉત્તરઃ
ઉદ્યોગોમાંથી મુક્ત થતા કચરામાં આર્સેનિક, સીસું અને ફ્લોરાઇડ જેવાં ઝેરી રસાયણો હોય છે.
પ્રશ્ન 25.
ઓઝોન સ્તર આપણને શાનાથી બચાવે છે?
ઉત્તરઃ
ઓઝોન સ્તર આપણને સૂર્યમાંથી નીકળતાં પારજાંબલી (અસ્ટ્રાવાયોલેટ) કિરણોથી બચાવે છે.
પ્રશ્ન 26.
પાણીને શુદ્ધ કરવા કયાં રસાયણ ઉમેરવામાં આવે છે?
ઉત્તરઃ
પાણીને શુદ્ધ કરવા તેમાં ક્લોરિનની ગોળીઓ કે બ્લીચિંગ પાવડર ઉમેરવામાં આવે છે.
પ્રશ્ન 27.
જુલાઈ મહિનામાં પર્યાવરણ સુરક્ષાસંબંધી કઈ પ્રવૃત્તિ કરવામાં આવે છે?
ઉત્તર:
જુલાઈ મહિનામાં પર્યાવરણ સુરક્ષા સંબંધી વનમહોત્સવ વૃક્ષ ઉછેર 5 પ્રવૃત્તિ કરવામાં આવે છે.
પ્રશ્ન 28.
સસ્તન પ્રાણીના મળમાં રહેલા બૅક્ટરિયાના પાણીની ગુણવત્તા સાથે શો સંબંધ છે?
ઉત્તરઃ
સસ્તન પ્રાણીના મળમાં રહેલા બૅક્ટરિયા પાણીમાં જોવા મળે તો પાણી મળયુક્ત દ્રવ્યોથી પ્રદૂષિત છે અને પીવાલાયક ગુણવત્તા ધરાવતું નથી.
પ્રશ્ન 29.
તાજમહાલનો આરસ શાના કારણે પીળો પડતો જાય છે?
ઉત્તર:
તાજમહાલનો આરસ મથુરા ઑઇલ રિફાઈનરી દ્વારા ઉત્સર્જિત સૂક્ષ્મ કણોના કારણે પીળો પડતો જાય છે.
(B) ટૂંકજવાબી પ્રશ્નો:
1. નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપોઃ
પ્રશ્ન 1.
વાયુ પ્રદૂષકો એટલે શું? તેના સ્ત્રોત જણાવો.
ઉત્તરઃ
હવાને પ્રદૂષિત કરતા પદાર્થોને વાયુ પ્રદૂષકો કહે છે.
વાયુ પ્રદૂષકોના બે સ્રોત છેઃ
- કુદરતી સ્ત્રોતઃ જંગલની આગ, જ્વાળામુખી વિસ્ફોટ.
- માનવસર્જિત સ્રોતઃ કારખાનાં, વિદ્યુત મથકો, વાહનોના ધુમાડા, લાકડાં અને છાણાનું દહન.
પ્રશ્ન 2.
વાહનોથી થતું પ્રદૂષણ સમજાવો.
ઉત્તરઃ
વાહનોમાં બળતણ માટે પેટ્રોલ અને ડીઝલનો ઉપયોગ થાય છે. તેના દ્વારા ખૂબ ઊંચી માત્રામાં કાર્બન ડાયૉક્સાઈડ, કાર્બન મોનૉક્સાઈડ, નાઈટ્રોજન ઑક્સાઇડ અને ધુમાડો પ્રદૂષકો તરીકે ઉત્પન્ન થાય છે. ખાસ કરીને વાહનોમાં ઉપયોગમાં લેવાતા બળતણના અપૂર્ણ દહનથી ઝેરી વાયુ કાર્બન મોનૉક્સાઇડ ઉત્પન્ન થાય છે.
પ્રશ્ન 3.
ધુમ્મસ કેવી રીતે બને છે? તેનાથી સ્વાથ્ય પર શું અસર થાય છે?
ઉત્તર:
શિયાળામાં વાહનોના ધુમાડામાં રહેલો નાઇટ્રોજન ઑક્સાઈડ અન્ય વાયુ પ્રદૂષકો તથા ઝાકળ કે વાતાવરણના ભેજ સાથે જોડાતાં ધુમ્મસ બને છે.
ધુમ્મસથી અસ્થમા, ઉધરસ તથા બાળકોમાં હીઝિંગ (શ્વસન માર્ગમાં હવા અંદર-બહાર જાય ત્યારે અવાજ ઉત્પન્ન થવાની તકલીફો જેવી શ્વાસની તક્લીફોથી સ્વાથ્ય જોખમાય છે.
પ્રશ્ન 4.
ઓઝોન સ્તર શું છે? તેને શાનાથી નુક્સાન પહોંચે છે?
ઉત્તર:
ઓઝોન સ્તર સૂર્યમાંથી પૃથ્વી તરફ આવતાં હાનિકારક પારજાંબલી (અસ્ટ્રાવાયોલેટ) કિરણો શોષી લઈ રક્ષણ આપતું વાતાવરણમાં આવેલું સ્તર છે.
ઓઝોન સ્તરને CFCs(ક્લોરોલ્યુરોકાર્બન્સ)થી નુકસાન પહોંચે છે.
પ્રશ્ન 5.
સૂકમ કણો વડે હવાનું પ્રદૂષણ સમજાવો.
ઉત્તર:
સ્ટીલની બનાવટમાં, ખાણ ઉદ્યોગમાં, પેટ્રોલિયમ રિફાઈનરીઓમાં હવાના પ્રદૂષક સૂક્ષ્મ કણો ઉત્પન્ન થાય છે. ડીઝલ અને પેટ્રોલનો બળતણ તરીકે ઉપયોગ કરતાં વાહનો પણ સૂક્ષ્મ કણો ઉત્પન્ન કરે છે. આ કણો હવામાં લાંબો સમય જળવાઈ / તરતા રહી દશ્યતા ઘટાડે છે. શ્વાસમાં જાય છે ત્યારે રોગ પેદા કરે છે.
પ્રશ્ન 6.
તાજમહાલને બચાવવા સુપ્રીમ કોર્ટે કયાં પગલાં લીધાં છે?
ઉત્તરઃ
તાજમહાલને બચાવવા સુપ્રીમ કોર્ટે ઉદ્યોગોમાં સ્વચ્છ બળતણ LPG – પ્રવાહીકૃત પેટ્રોલિયમ વાયુ અને CNG– દબાણયુક્ત કુદરતી વાયુનો ઉપયોગ કરવાનો આદેશ આપ્યો છે.
વાહનવ્યવહારમાં સીસારહિત પેટ્રોલનો ઉપયોગ કરવાની સલાહ આપી છે.
પ્રશ્ન 7.
વાતાવરણમાં CO2નું પ્રમાણ કઈ રીતે વધી રહ્યું છે?
ઉત્તરઃ
માનવ પ્રવૃત્તિઓ દ્વારા CO2સતત મુક્ત થાય છે. દહનની પ્રક્રિયાઓ, ઉચ્છવાસ દ્વારા CO2 વાતાવરણમાં ઉમેરાય છે. વનસ્પતિઓ પ્રકાશસંશ્લેષણમાં CO2 વાપરી વાતાવરણમાં તેનું પ્રમાણ ઘટાડે છે. પરંતુ વન નાબૂદીને કારણે મોટી – સંખ્યામાં વૃક્ષો કપાતાં રહ્યાં છે. વૃક્ષોનાં લાકડાંનો બળતણ તરીકે ઉપયોગ થાય છે. આમ, CO2 નું પ્રમાણ ઘટાડનારા વૃક્ષોનું પ્રમાણ ઘટતું જાય છે અને CO2નું પ્રમાણ વધારનારા બળતણનો ઉપયોગ વધતો જાય છે. આ રીતે વાતાવરણમાં CO2નું પ્રમાણ વધી રહ્યું છે.
પ્રશ્ન 8.
જળ પ્રદૂષકો કોને કહે છે? તેનાથી પાણીમાં શો ફેર પડે છે?
ઉત્તરઃ
મળમૂત્ર, ઝેરી રસાયણો, કાદવ વગેરે નુકસાનકારક પદાર્થો પાણી સાથે ભળી પાણીને પ્રદૂષિત કરે છે. તે પદાર્થોને જળ પ્રદૂષકો કહે છે.
જળ પ્રદૂષકો ભળવાથી પાણીની ગુણવત્તા ઘટે છે. તેની ગંધ, રંગ, સ્વાદમાં ફેર પડે છે. તે પીવાલાયક રહેતું નથી.
પ્રશ્ન 9.
‘ગંગા એક્શન પ્લાન’ વિશે માહિતી આપો.
ઉત્તર:
વિશ્વની દસ મુખ્ય પ્રદૂષિત નદીઓમાંની એક નદી ગંગા છે. નદીને – બચાવવા માટેનો કાર્યક્રમ ‘ગંગા ઍક્શન પ્લાન’ 1985માં શરૂ કરવામાં આવ્યો. તેનો હેતુ નદીમાંથી પ્રદૂષણનું સ્તર ઘટાડવાનો છે. પરંતુ વધતી જતી વસતિ અને ઔદ્યોગિકીકરણે ગંગા નદીને પ્રદૂષણ ઘટી ન શકે તે હદે નુકસાન કર્યું છે.
[ભારત સરકાર દ્વારા ઈ. સ. 2016માં “સ્વચ્છ ગંગા માટેનું રાષ્ટ્રીય અભિયાન’ શરૂ કરવામાં આવ્યું છે.]
પ્રશ્ન 10.
ગરમ પાણી કઈ રીતે પ્રદૂષક તરીકે વર્તે છે?
ઉત્તર:
કારખાનાં, વિદ્યુત મથકો, અણુ મથકોમાં યંત્રોને ઠંડાં પાડવા પાણીનો ઉપયોગ થાય છે. આ એકમોમાં વપરાતું પાણી ઉષ્ણ બને છે. આવું ગરમ પાણી નદી, જળાશયોમાં છોડવામાં આવે છે. તે નદી, જળાશયના પાણીનું તાપમાન વધારે છે. તેનાથી જલીય વનસ્પતિઓ અને પ્રાણીઓ ઉપર વિપરીત અસર થાય છે. આ રીતે ગરમ પાણી પ્રદૂષક તરીકે વર્તે છે.
પ્રશ્ન 11.
પીવાલાયક પાણી એટલે શું? તેના ગુણધર્મો જણાવો.
ઉત્તરઃ
પીવાલાયક પાણી એટલે જે પાણી પીવા માટે યોગ્ય કે સલામત છે તેવું પાણી.
પીવાલાયક પાણીના ગુણધર્મો
- રંગવિહીન
- ગંધવિહીન
- પારદર્શક
- સ્વાદવિહીન
- સૂક્ષ્મ જીવો અને દ્રાવ્ય અશુદ્ધિઓવિહીન હોય.
પ્રશ્ન 12.
પાણીને પીવા માટે સલામત કઈ રીતે બનાવવામાં આવે છે?
ઉત્તરઃ
પાણીને પીવા માટે સલામત બનાવવાની રીતો નીચે મુજબ છે :
- કેન્ડલ ફિલ્ટર : આ ભૌતિક પદ્ધતિ છે. તેમાં પાણીને ફિલ્ટર વડે ગાળી અશુદ્ધિઓ દૂર કરવામાં આવે છે.
- ઉકાળવાની પદ્ધતિ આ સૌથી સામાન્ય પદ્ધતિ છે. પાણીને ઉકાળવાથી તેમાં રહેલા રોગકારક સૂક્ષ્મ જીવો નાશ પામે છે.
- ક્લોરિનેશન: પાણીમાં ક્લોરિનની ગોળીઓ કે બ્લીચિંગ પાવડર ઉમેરી જીવાણુમુક્ત કરવામાં આવે છે.
પ્રશ્ન 13.
ગ્રીનહાઉસ અસર એટલે શું? તેના માટે જવાબદાર વાયુઓ કયા છે?
ઉત્તરઃ
પૃથ્વીના વાતાવરણ દ્વારા સપાટી પરથી પરાવર્તિત થતા વિકિરણો રોકવાની અને વાતાવરણ ઉષ્ણ રાખવાની અસરને ગ્રીનહાઉસ અસર કહે છે.
ગ્રીનહાઉસ અસર માટે જવાબદાર વાયુઓ કાર્બન ડાયૉક્સાઈડ, મિથેન, નાઇટ્રસ ઑક્સાઇડ અને પાણીની વરાળ છે.
પ્રશ્ન 14.
જળાશયોમાં લીલના વિકાસનું કારણ જણાવી, લીલના વિકાસની શું અસરો થાય છે. તે જણાવો.
ઉત્તરઃ
ખેતરોમાંથી ખૂબ વધારે જથ્થામાં રસાયણોનું ધોવાણ થઈ જળાશયોમાં જમા થાય છે. આ રસાયણો પોષક દ્રવ્યો તરીકે લીલના વિકાસનું કારણ છે.
લીલના વિકાસથી જળાશય લીલા રંગના બને છે. પીવા તેમજ અન્ય ઉપયોગ માટે પાણી નકામું બને છે. લીલા મૃત થાય ત્યારે તેના વિઘટન માટે વિઘટકો પાણીનો પુષ્કળ ઑક્સિજન વાપરી નાંખે છે. તેથી ઑક્સિજનની ઊણપમાં જલીય સજીવો મૃત્યુ પામે છે.
2. વૈજ્ઞાનિક કારણો આપી સમજાવોઃ
પ્રશ્ન 1.
વાહનોમાં પેટ્રોલ-ડીઝલના બદલે CNGનો બળતણ તરીકે ઉપયોગ કરવો જોઈએ.
ઉત્તરઃ
- શહેરોમાં વાહનોની સંખ્યા દિન-પ્રતિદિન વધતી જાય છે.
- વાહનો પેટ્રોલ-ડીઝલનો બળતણ તરીકે ઉપયોગ કરતાં કાર્બન મોનૉક્સાઈડ, કાર્બન ડાયોક્સાઈડ, નાઇટ્રોજન ઑક્સાઈડ અને ધુમાડો ઉત્પન્ન થાય છે. તે હવાનું પ્રદૂષણ કરે છે.
- CNG સ્વચ્છ બળતણ છે. તેનો બળતણ તરીકે ઉપયોગ કરતાં આવાં પ્રદૂષકો ઉત્પન્ન થતા નથી.
આમ, વાહનોથી થતા હવાના પ્રદૂષણને ઘટાડવા બળતણ તરીકે પેટ્રોલ-ડીઝલના બદલે CNGનો ઉપયોગ કરવો જોઈએ.
પ્રશ્ન 2.
વાયુ પ્રદૂષણથી તાજમહાલની શોભા ખંડિત થઈ રહી છે.
ઉત્તર:
- તાજમહાલ આગ્રામાં આવેલો છે.
- આગ્રા અને તેની આસપાસ આવેલા ઉદ્યોગો સલ્ફર ડાયૉક્સાઈડ અને નાઈટ્રોજન ડાયૉક્સાઈડ વાયુ પ્રદૂષકો મુક્ત કરે છે.
- આ પ્રદૂષકો વાતાવરણમાં પાણીની બાષ્પ સાથે પ્રક્રિયા કરી સક્યુરિક ઍસિડ અને નાઈટ્રિક ઍસિડ બનાવે છે.
- આ ઍસિડ વરસાદના પાણી સાથે ઍસિડવર્ષો રૂપે પડે છે.
- ઍસિડવર્ષોથી તાજમહાલનો આરસ ખવાતો જાય છે.
- વાતાવરણમાં રહેલા સૂક્ષ્મકણોથી આરસ પીળો પડતો જાય છે. આમ, તાજમહાલની શોભા ખંડિત થઈ રહી છે.
પ્રશ્ન 3.
ગ્લોબલ વૉર્મિંગને નિયંત્રિત કરવાનો સૌથી સરળ ઉપાય વૃક્ષઉછેર છે.
ઉત્તરઃ
- પૃથ્વીના સરેરાશ તાપમાનમાં થતા ક્રમશઃ વધારાને ગ્લોબલ – વૉર્મિંગ કહે છે.
- ગ્લોબલ વૉર્મિંગ માટે વાતાવરણમાં CO2નું વધતું જતું પ્રમાણ જવાબદાર છે.
- વનસ્પતિઓ પ્રકાશસંશ્લેષણ ક્રિયામાં CO2નો ઉપયોગ કરી તેનું પ્રમાણ ઘટાડે છે.
- પૃથ્વી પર વન્ય વિસ્તારો ઘટી રહ્યાં હોવાથી, વધુ વૃક્ષો ઉછેરી CO2નું પ્રમાણ નિયંત્રિત કરી શકાય.
- આમ, ગ્લોબલ વૉર્મિંગને નિયંત્રિત કરવા માટેનો સૌથી સરળ ઉપાય વૃક્ષ ઉછેર છે.
પ્રશ્ન 4.
ગ્લોબલ વૉર્મિંગ વૈશ્વિક ખતરો છે.
ઉત્તરઃ
- ગ્લોબલ વૉર્મિંગ એટલે પૃથ્વીના સરેરાશ તાપમાનમાં ક્રમશઃ વધારો થવો.
- તેનાથી ધ્રુવપ્રદેશો અને હિમાલયનો બરફ ઓગળતો જાય છે.
- પૃથ્વીના વિવિધ વિસ્તારોમાં અસહ્ય ગરમી પડી રહી છે.
- દરિયાની સપાટીમાં અસાધારણ વધારો તેમજ ઘણા બધા પ્રદેશોમાં કિનારાના વિસ્તારો અગાઉથી જ પૂરગ્રસ્ત છે.
- ગ્લોબલ વૉર્મિંગથી વરસાદ પડવાની પદ્ધતિ, ખેતી, જંગલો અને સજીવોમાં હાનિકારક અસરો ઊભી થઈ શકે છે.
આમ, ગ્લોબલ વૉર્મિંગ વેશ્વિક ખતરો છે.
પ્રશ્ન 5.
દિવાળીના તહેવારોમાં શ્વાસ સંબંધિત સમસ્યાઓ વધે છે.
ઉત્તરઃ
- દિવાળીના તહેવારોની ઉજવણીના ભાગ રૂપે લોકો ફટાકડા ફોડે છે.
- ફટાકડા ફૂટવાને કારણે વાતાવરણમાં સલ્ફર ડાયૉક્સાઈડ અને ધુમાડો વ્યાપક પ્રમાણમાં ફેલાય છે.
- તેનાથી પ્રદૂષણના સ્તરમાં વધારો થાય છે.
- સલ્ફર ડાયૉક્સાઈડ શ્વાસ સંબંધિત મુશ્કેલીઓ ઉત્પન્ન કરે છે અને ફેફસાંને કાયમી નુકસાન કરે છે.
- ધુમાડો ગૂંગળામણ તેમજ અસ્થમા, ઉધરસની તકલીફો ઊભી કરે છે.
આમ, દિવાળીના તહેવારોમાં શ્વાસ સંબંધિત સમસ્યાઓ વધે છે.
પ્રશ્ન 6.
વનસ્પતિઓનો સૂકો કચરો બાળવાને બદલે જમીનમાં દાટી દેવો જોઈએ.
ઉત્તરઃ
- ખેતર, બગીચા કે અન્ય સ્થળોએ ઉગેલાં છોડ, વૃક્ષોમાંથી વનસ્પતિઓનો સૂકો કચરો મળે છે.
- આ કચરાને બાળવામાં આવે ત્યારે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ અને અન્ય દ્રવ્યોનો ધુમાડો ભળે છે.
- આથી હવાનું પ્રદૂષણ થાય છે.
- તેના બદલે આ સૂકો કચરો જમીનમાં ખાડો કરી દાટી દેતાં થોડા દિવસોમાં ખાતરમાં ફેરવાઈ જાય છે.
- આ કુદરતી ખાતર ખેતરમાં કૃષિ ઉત્પાદન માટે ઉપયોગમાં લઈ શકાય.
આથી, કચરાને બાળવાને બદલે ખાતર માટે જમીનમાં દાટી દેવો જોઈએ.
(7) આપણે નદીનું પ્રદૂષણ અટકાવવું જોઈએ.
ઉત્તરઃ
- પૃથ્વી પર મીઠા પાણીનો પુરવઠો મર્યાદિત છે.
- નદીઓ મીઠા પાણીનો મુખ્ય સ્ત્રોત છે.
- પીવાના પાણી ઉપરાંત કૃષિ માટે સિંચાઈનું – પાણી પણ નદીઓ પૂરું પાડે છે.
- આપણી વિવિધ પ્રવૃત્તિઓથી આ કિંમતી સ્રોત પ્રદૂષિત થઈ રહ્યો છે.
- લાખો લોકોની રોજિંદી જરૂરિયાતો માટે તેમજ વિવિધ વપરાશ હેતુ માટે શુદ્ધ પાણી મળવું જરૂરી છે.
આથી, આપણે નદીઓનું પ્રદૂષણ અટકાવવું જોઈએ.
પ્રશ્ન 3.
તફાવત આપોઃ CNG અને CRCs
ઉત્તરઃ
CNG |
CFCs |
1. તેનું પૂરું નામ Compressed Natural Gas- દબાણયુક્ત કુદરતી વાયુ છે. | 1. તેનું પૂરું નામ ક્લોરોફ્યુરોકાર્બન્સ છે. |
2. તે વાહનો અને ઉદ્યોગોમાં સ્વચ્છ બળતણ તરીકે ઉપયોગ થાય છે. | 2. તેનો ઉપયોગ રેફ્રિજરેટર, ઍરકન્ડિશનર તથા ઍરોસોલ એમાં થાય છે. |
3. તે પ્રદૂષક નથી. | 3. તે પ્રદૂષક છે તથા ઓઝોન સ્તરને નુક્સાન કરે છે. |
4. યોગ્ય જોડકાં બનાવોઃ
પ્રશ્ન 1.
વિભાગ ‘A’ | વિભાગ ‘B’ |
(1) CO2 | (a) રુધિરની O2 વહન ક્ષમતા ઘટે |
(2) CO | (b) વેશ્વિક તાપમાનનો વધારો |
(3) SO2 | (c) ઓઝોન સ્તરમાં છિદ્ર |
(4) CFCs | (d) ફેફસાને નુકસાન |
ઉત્તરઃ
(1) → (b), (2) → (a), (3) → (d), (4) → (c).
પ્રશ્ન 2.
વિભાગ ‘A’ |
વિભાગ ‘B’ |
(1) ગ્રીનહાઉસ વાયુ | (a) SO2 અને NO2 |
(2) ઍરોસોલ એ | (b) CNG |
(3) માર્બલ કૅન્સર | (c) CFC |
(4) સ્વચ્છ બળતણ | (d) CH4 |
ઉત્તરઃ
(1) → (d), (2) → (c), (3) → (a), (4) → (b).
પ્રશ્ન 3.
વિભાગ ‘A’ |
વિભાગ ‘B’ |
(1) ઍસિડવર્ષા | (a) હિમશીલાનું ઓગળવું |
(2) કમળો | (b) ધુમ્મસની અસર |
(3) અસ્થમા | (c) પ્રદૂષિત પાણી |
(4) ગ્લોબલ વૉર્મિંગ | (d) NO2 અને SO2 |
ઉત્તરઃ
(1) → (d), (2) → (c), (3) → (b), (4) →(a).
(C) વિસ્તૃત પ્રશ્નો
પ્રશ્ન. નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર આપોઃ
પ્રશ્ન 1.
હવાનું પ્રદૂષણ એટલે શું? હવાનું પ્રદૂષણ કઈ કઈ રીતે થાય છે?
ઉત્તર:
હવા અનિચ્છનીય પદાર્થોથી દૂષિત થઈ, સજીવ અને નિર્જીવ બંને પર નુકસાનકારક અસર કરે તેને હવાનું પ્રદૂષણ કહે છે.
હવાનું પ્રદૂષણ નીચે દર્શાવેલી વિવિધ રીતે થાય છે?
- કુદરતી રીતે જંગલમાં લાગતી આગ અને જ્વાળામુખી વિસ્ફોટથી છે ધુમાડો અને રાખ વાતાવરણમાં ભળી હવાને પ્રદૂષિત કરે છે.
- વાહનો દ્વારા : વાહનો ખૂબ ઊંચી માત્રામાં કાર્બન ડાયૉક્સાઇડ, કાર્બન મોનૉક્સાઇડ, નાઇટ્રોજન ઑક્સાઈડ અને ધુમાડો ઉત્પન્ન કરી હવાને પ્રદૂષિત કરે છે. પેટ્રોલ અને ડીઝલ જેવા બળતણના અપૂર્ણ દહનથી ઝેરી વાયુ કાર્બન મોનૉક્સાઇડ ઉત્પન્ન થાય છે.
- ઉદ્યોગો દ્વારા : ઉદ્યોગોમાં પેટ્રોલિયમ રસાયણો અને કોલસો બળતણ માટે ઉપયોગમાં લેવામાં આવે છે. તેમાંથી સલ્ફર ડાયૉક્સાઇડ, નાઇટ્રોજન ડાયૉક્સાઈડ, સૂક્ષ્મ કણો ઉત્પન્ન થાય છે. તે હવાના પ્રદૂષણ માટે જવાબદાર છે. વિદ્યુતમથકો પણ રાખનાં સૂક્ષ્મ કણો પેદા કરી વાતાવરણને પ્રદૂષિત કરે છે.
- માનવ પ્રવૃત્તિઓ : કોલસો, લાકડા તથા છાણાનો બળતણ તરીકે ઉપયોગ હવાને પ્રદૂષિત કરે છે. કૃષિ કચરો, સૂકાં પર્ણો સળગાવવાથી પણ હવાનું પ્રદૂષણ થાય છે. દારૂખાનું ફોડવાથી પ્રદૂષણ વધે છે.
પ્રશ્ન 2.
પાણીનું પ્રદૂષણ એટલે શું? પાણીના પ્રદૂષણનાં કારણો આપો.
ઉત્તરઃ
પાણીમાં મળમૂત્ર, ઝેરી રસાયણો, કાદવ વગેરે નુકસાનકારક પદાર્થો ભળી દૂષિત થાય છે. તેને પાણીનું પ્રદૂષણ કહે છે.
પાણીના પ્રદૂષણનાં કારણોઃ
- ઘરવપરાશમાંથી ઉમેરાતાં પ્રદૂષકો ઘરવપરાશમાં વપરાયેલા પાણીમાં ખાદ્ય પદાર્થોનો કચરો, ડિટર્જન્ટ, સૂક્ષ્મ જીવો, મળમૂત્ર હોય છે. તેને સુએઝ કચરો કહે છે. ગટરો દ્વારા એકત્રિત કરાતો આ કચરો તળાવ કે નદીમાં ઠલવાતાં પાણી મૂદષિત થાય છે.
- ઉદ્યોગો દ્વારા ઉમેરાતાં પ્રદૂષકોઃ ઑઇલ રિફાઇનરી, કાગળ, કાપડ તેમજ ખાંડના કારખાનાં તથા રાસાયણિક ફેક્ટરીઓ દ્વારા છોડાતા પાણીમાં ઝેરી રસાયણો હોય છે. તેમાં આર્સેનિક, સીસું, ફ્લોરાઇડ હોય છે. તે વનસ્પતિ અને પ્રાણીઓ માટે ઝેરી હોય છે.
- ધાર્મિક અંધશ્રદ્ધા દ્વારા નદીના પાણીમાં પૂજાની સામગ્રી, ફૂલ, અસ્થિઓ પધરાવવા તેમજ દેવ-દેવીની મૂર્તિઓનું વિસર્જન કરવાથી પાણીનું પ્રદૂષણ થાય છે.
- અન્ય પ્રવૃત્તિઓ નદી, જળાશયોના પાણીમાં નહાવા, કપડાં ધોવા, વાહનો તેમજ પાળેલા પશુઓની સફાઈથી પ્રદૂષણ થાય છે.
કૃષિ પ્રવૃત્તિ માટે ઉપયોગમાં લેવાતા જંતુનાશકો તથા નીંદણનાશકો પાણીમાં દ્રાવ્ય થઈ ધોવાણ પામી ખેતરોમાંથી જળાશયોમાં ભળે છે. તેઓ જમીનમાં ઊતરીને ભૂગર્ભજળને પણ પ્રદૂષિત કરે છે.
પ્રશ્ન 3.
ગંગા નદીના પ્રદૂષણની કેસ સ્ટડી સમજાવો.
ઉત્તરઃ
- ભારતની મોટી નદીઓમાંની એક ગંગા નદી છે. તે ઉત્તર, મધ્ય તથા પૂર્વ ભારતની મોટા ભાગની વસતિનો નિભાવ કરે છે.
- WWF (વર્લ્ડ વાઇલ્ડ ફંડ ફૉર નેચર) દ્વારા તાજેતરના અભ્યાસ મુજબ વિશ્વની દસ મુખ્ય પ્રદૂષિત
નદીઓમાંની એક ગંગા છે. - ગંગા નદીનો માર્ગ ખૂબ લાંબો છે. નદી જે ગામ અને શહેરમાંથી પસાર થતી જાય છે ત્યાંથી મોટા જથ્થામાં કચરો, મળમૂત્ર, મૃતદેહો અને અન્ય નુકસાનકારક વસ્તુઓ તેના પાણીમાં ઉમેરાતી જાય છે.
- ઘણી જગ્યાએ નદીમાં પ્રદૂષણનું સ્તર એટલું ઊંચું હોય છે કે તેમાં જલીય જીવનનું અસ્તિત્વ રહેતું નથી. આમ, ઘણી જગ્યાએ નદી મૃત થઈ ગઈ છે.
- કાનપુર ઉત્તર પ્રદેશના સૌથી વધુ વસતિ ધરાવતા શહેરોમાં મોખરે છે. કાનપુર પાસે ગંગાનો સૌથી પ્રદૂષિત વિસ્તાર આવેલો છે.
- કાનપુરમાં 5000થી વધુ કારખાનાં છે.
તેમાં ખાતર, ડિટર્જન્ટ, ચામડું તથા રંગના કારખાનાં અને અન્ય ઔદ્યોગિક એકમો ઝેરી રાસાયણિક કચરો નદીમાં મુક્ત કરે છે. - અહીં પાણીનો જથ્થો પ્રમાણમાં ઓછો અને પાણીનો પ્રવાહ ખૂબ ધીમો છે.
- નદીને બચાવવા અને પ્રદૂષણ સ્તર ઘટાડવા 1985માં ‘ગંગા ઍક્શન પ્લાન’ શરૂ કરવામાં આવ્યો.
પ્રશ્ન 4.
પાણી કિંમતી સ્ત્રોત સંદર્ભે 3Rનો મંત્ર સમજાવો.
ઉત્તરઃ
- પાણી કિંમતી અને મર્યાદિત સ્ત્રોત છે.
- તેનો બચાવ અને વિવેકપૂર્વક ઉપયોગ અત્યંત જરૂરી છે. તે માટે 3R રિડ્યુસ, રિયુઝ અને રિસાયકલ – (Reduce, Reuse and Recycle) મંત્ર મહત્ત્વનો છે.
- રિડ્યુસ(Reduce)નો અર્થ પાણીનો કરકસરયુક્ત ઉપયોગ કરી, તેનો વ્યય અટકાવવો. દા. ત., બ્રશ કરતી વખતે નળ બંધ રાખવામાં આવે તો ઘણા લિટર પાણીનો બગાડ થતો રોકી શકાય છે. નહાવા માટે શાવરના બદલે ડોલમાં પાણી લેવું, ખુલ્લા નળ નીચે વાસણ ધોવાના બદલે ડોલમાં પાણી લઈ ધોવા, કપડાં ધોવામાં પાણીનો શક્ય તેટલો ઓછો ઉપયોગ કરતાં પાણીનો વ્યય અટકે છે. ઘરના પોતાંમાં, વાહનોની સફાઈમાં પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ, કૃષિમાં તેમજ બગીચામાં ટપકસિંચાઈનો ઉપયોગ પાણીનો વ્યય અટકાવવામાં મદદરૂપ બને છે.
- રિયુઝ(Reuse)નો અર્થ વાપરેલા પાણીનો ફરીથી ઉપયોગ કરવો. દા. ત., શાકભાજી ધોવામાં વાપરેલા પાણીને બગીચામાં છોડને પાણી સિંચવા માટે વાપરી શકાય. આર.ઓ. કે એક્વાગાર્ડમાં નકામા પાણીને ઢોળી દેવાને બદલે બગીચામાં કે પક્ષીઓને પીવડાવા ઉપયોગમાં લેવામાં આવે. કપડા તારવેલા પાણી આંગણાની સફાઈ કરવા ઉપયોગમાં લેવામાં આવે.
- રિસાયકલ(Recycle)નો અર્થ ઉપયોગમાં લીધા પછી અશુદ્ધ કે પ્રદૂષિત થયેલા પાણીને શુદ્ધ કરી પુનઃ ઉપયોગમાં લેવામાં આવે. દા. ત., શહેરોમાં ગટરોના ગંદા પાણીને એકત્રિત કરી સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં જુદી જુદી ભૌતિક અને રાસાયણિક પ્રક્રિયાઓ વડે શુદ્ધ કરવામાં આવે અને ખેતીવાડીમાં તેનો ઉપયોગ કરવામાં આવે. દરેક ઔદ્યોગિક વિસ્તારોમાં વૉટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ નાંખેલા હોવા જોઈએ. ઔદ્યોગિક સંકુલોમાં વપરાયેલું પ્રદૂષિત પાણી શુદ્ધ કર્યા પછી જ નદી કે તળાવમાં ઠલવાય.
પ્રશ્ન 5.
નીચે આપેલા પ્રદૂષકો હવા અથવા પાણીમાં કેવી રીતે ભળી પ્રદૂષિત કરે તે જણાવી, આ પ્રદૂષકોની હાનિકારક અસરો જણાવો.
(i) કાર્બન મોનૉક્સાઈડ,
(ii) સલ્ફર ડાયૉક્સાઈડ,
(iii) ક્લોરોફ્યુરોકાર્બન્સ,
(iv) મળમાં રહેલા રોગકારકો.
ઉત્તર:
પ્રદૂષકો | હવા કે પાણીમાં દાખલ થવાનો સ્ત્રોત | હાનિકારક અસર |
(i) કાર્બન મોનૉક્સાઇડ | પેટ્રોલ અને ડીઝલના અપૂર્ણ દહનથી ઉત્પન્ન થઈ હવામાં ભળે | રુધિરની ઑક્સિજન વહન ક્ષમતા ઘટાડે |
(ii) સલ્ફર ડાયૉક્સાઇડ | વીજમથકોમાં કોલસાના દહનથી ઉત્પન્ન થઈ હવામાં ભળે. | ફેફસાને કાયમી નુકસાન કરે, શ્વાસ સંબંધી મુશ્કેલીઓ ઉત્પન્ન કરે, ઍસિડવર્ષો દ્વારા ઇમારતોને નુકસાન કરે. |
(iii) ક્લોરોફ્યુરો-કાર્બન્સ | રેફ્રિજરેટર, ઍરકન્ડિશનર, એરોસોલ ઍ વડે હવામાં ભળે. | ઓઝોન સ્તરને નુકસાન પહોંચાડે. |
(iv) મળમાં રહેલા રોગકારકો | મળમૂત્રથી ગંદુ પાણી જળસ્ત્રોતમાં ભળે. | કૉલેરા, ટાઈફૉઈડ અને કમળા જેવા રોગ થાય. |
HOTS પ્રકારના પ્રસ્નોત્તર
નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ-અક્ષર પ્રશ્નની સામે માં લખો
પ્રશ્ન 1.
નીચેના પૈકી હવામાં રહેલ કયો પ્રદૂષક વનસ્પતિઓમાં પ્રકાશસંશ્લેષણ અટકાવવાની ક્ષમતા ધરાવે છે?
A. CFCs
B. નાઈટ્રોજન ઑક્સાઈડ
C. ધૂળના રજકણો
D. કાર્બન મોનૉક્સાઈડ
ઉત્તર:
C. ધૂળના રજકણો
પ્રશ્ન 2.
વાતાવરણની હવામાં ક્લોરોલ્યુરોકાર્બન્સ વધુ પ્રમાણમાં મુક્ત થાય તો પૃથ્વી પર ક્યા કિરણો વધુ માત્રામાં પહોંચશે?
A. પારરક્ત કિરણો
B. ક્ષ-કિરણો
C. ગામા-કિરણો
D. પારજાંબલી કિરણો
ઉત્તર:
D. પારજાંબલી કિરણો
પ્રશ્ન ૩.
પીવાના પાણીમાં નિયત માત્રામાં શું ઉમેરવાથી પાણી જંતુરહિત બને છે?
A. ફટકડી
B. ક્લોરિનની ગોળી
C. આયોડિનનું દ્રાવણ
D. ધોવાનો સોડા
ઉત્તર:
B. ક્લોરિનની ગોળી
પ્રશ્ન 4.
ઇલેક્ટ્રિક વૉટર ફિલ્ટર(વિદ્યુત પાણી ગાળણ)માં નળના પાણીમાં રહેલા હાનિકારક સૂક્ષ્મ જીવોને મારી, પીવા માટે પાણીને સલામત બનાવવા શાનો ઉપયોગ થાય છે?
A. પારજાંબલી કિરણો
B. પારરક્ત કિરણો
C. દશ્ય કિરણો
D. ક્ષ-કિરણો
ઉત્તર:
A. પારજાંબલી કિરણો
પ્રશ્ન 5.
ઍસિડવર્ષા માટે નીચેના પૈકી કોણ જવાબદાર નથી?
A. NO2
B. NO
C. CO
D. SO2
ઉત્તર:
C. CO
પ્રશ્ન 6.
પૃથ્વીની સપાટી પરથી પરાવર્તિત થતા ક્યા કિરણોનું CO2 શોષણ કરી વાતાવરણને ઉષ્ણ રાખે છે?
A. પારરક્ત કિરણો
B. પારજાંબલી કિરણો
C. X-કિરણો
D. G-કિરણો
ઉત્તરઃ
A. પારરક્ત કિરણો