GSEB Class 8 Science Notes Chapter 10 તરુણાવસ્થા તરફ

This GSEB Class 8 Science Notes Chapter 10 તરુણાવસ્થા તરફ covers all the important topics and concepts as mentioned in the chapter.

તરુણાવસ્થા તરફ Class 8 GSEB Notes

→ તરુણાવસ્થા પ્રજનનની પરિપક્વતા પ્રાપ્ત કરવાની અવસ્થા છે.

→ 11 વર્ષની ઉંમરથી 18-19 વર્ષ સુધીની અવધિ તરુણાવસ્થાની છે.

→ તરુણાવસ્થામાં વ્યક્તિના શરીરમાં થતા બદલાવ યૌવનારંભનો સંકેત છે.

→ તણ(કિશોર)માં ઊંચાઈમાં વધારો, દાઢી-મૂછ, ખભાનો ભાગ પહોળો, ઘેરો અવાજ વગેરે લક્ષણો વિકાસ પામે છે.

GSEB Class 8 Science Notes Chapter 10 તરુણાવસ્થા તરફ

→ તરુણી(કિશોરી)માં ઊંચાઈમાં વધારો, નિતંબનો ભાગ પહોળો, તીણો અવાજ, સ્તનગ્રંથિનો વિકાસ વગેરે લક્ષણો જોવા મળે છે.

→ છોકરાઓમાં સ્વરપેટી મોટી થઈને ગળાના ભાગમાં બહારની તરફ ઊપસી આવે છે, જેને કંઠમણિ કહે છે.

→ તરુણાવસ્થામાં ચહેરા પર થતા ખીલ માટે પ્રસ્વેદ ગ્રંથિઓ અને તૈલગ્રંથિઓની વધારે ક્રિયાશીલતા જવાબદાર છે.

→ અંતઃસ્ત્રાવી ગ્રંથિઓને નલિકાવિહીન ગ્રંથિઓ પણ કહે છે.

→ અંતઃસ્ત્રાવો રુધિરના પ્રવાહમાં ભળી વહન પામે છે.

→ ગૌણ જાતીય લક્ષણો વડે છોકરાઓ અને છોકરીઓ અલગ પડે છે.

→ શુક્રપિંડમાંથી નર જાતીય અંતઃસ્ત્રાવ ટેસ્ટોસ્ટેરોન અને અંડપિંડમાંથી માદા જાતીય અંતઃસ્ત્રાવ ઇસ્ટ્રોજનનો સ્ત્રાવ થાય છે.

→ જાતીય અંતઃસ્ત્રાવો ગૌણ જાતીય લક્ષણોના વિકાસ માટે જવાબદાર છે.

→ તરુણી (છોકરી)ઓમાં 12 – 13 વર્ષની ઉંમરથી દર માસે (28– 30 દિવસના અંતરાલે) પ્રજનનમાર્ગમાં રક્તસ્રાવ થાય છે. તેને ઋતુસ્ત્રાવ (રજો સ્ત્રાવ) કહે છે.

→ રજોદર્શન તરુણીમાં યોવનારંભની શરૂઆતમાં થતો પ્રથમ રજસ્રાવ છે.

→ રજોનિવૃત્તિ ઋતુસ્ત્રાવ બંધ થવાની ક્રિયા છે.

→ સ્ત્રીમાં પ્રજોત્પત્તિ / પ્રજનન કાળની અવધિ રજોદર્શનથી રજોનિવૃત્તિ સુધીની હોય છે.

→ ગર્ભધારણ કરેલી સ્ત્રીમાં ગર્ભધારણ ગાળા દરમિયાન ઋતુસ્ત્રાવ દર્શાવાતો નથી.

→ મનુષ્યના દૈહિક કોષોમાં 23 જોડ રંગસૂત્રો હોય છે.

→ સ્ત્રીમાં 23મી જોડમાં બે X રંગસૂત્રો જ્યારે પુરુષમાં 23મી જોડમાં એક X રંગસૂત્ર અને એક Y રંગસૂત્ર હોય છે.

→ 23મી જોડના રંગસૂત્રોને લિંગી રંગસૂત્રો કહે છે.

→ મનુષ્યમાં ફલન સમયે જ વિકસતા ગર્ભની જાતિ નક્કી થઈ જાય છે.

→ અવતરનાર શિશુની જાતિના નિર્ણાયક તેના પિતા કે ફલનમાં ભાગ લેતા શુક્રકોષનું લિંગી રંગસૂત્ર જવાબદાર છે.

→ મનુષ્યના શરીરમાં પિટ્યુટરી, થાઇરૉઇડ, સ્વાદુપિંડ, એડ્રિનલ, જનનપિંડ (શુક્રપિંડ કે અંડપિંડ) અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ આવેલી છે.

→ અંતઃસ્ત્રાવના પ્રમાણમાં અસંતુલન કે ઊણપને કારણે વિવિધ રોગો થાય છે.

→ કીટકોમાં કાયાંતરણ માટે કીટ અંતઃસ્ત્રાવો અને દેડકામાં કાયાંતરણ માટે થાઇરોક્સિન અંતઃસ્ત્રાવ અગત્યના છે.

→ વ્યક્તિનું સ્વાથ્ય એટલે શારીરિક અને માનસિક રીતે વ્યક્તિ તંદુરસ્ત હોવી.

GSEB Class 8 Science Notes Chapter 10 તરુણાવસ્થા તરફ

→ સંતુલિત આહારનો અર્થ ખોરાકમાં કાર્બોદિત, પ્રોટીન, ચરબી, વિટામિન અને ખનીજ ક્ષારોની પર્યાપ્ત માત્રામાં હાજરી.

→ વ્યક્તિના સ્વાથ્ય માટે સંતુલિત આહાર અને વ્યક્તિગત સ્વચ્છતા અને શારીરિક વ્યાયામ (કસરત) જરૂરી છે.

→ ડ્રગ્સ નશાકારક પદાર્થ છે. તેનું સેવન વ્યક્તિને તેનું બંધાણી બનાવે છે.

→ AIDs (ઍક્વાયર્ડ ઇમ્યુનોડેફિસિયન્સી સિન્ડ્રોમ) માટે HIઇ(હ્યુમન ઇમ્યુનોડેફિસિયન્સી વાઇરસ)થી થતી ખૂબ જ ચેપી અને જીવલેણ બીમારી છે. પારિભાષિક શબ્દો

→ કંઠમણિ (Adams Apple) : છોકરામાં તરુણાવસ્થાથી મોટી થઈને ગળાના ભાગમાં બહારની તરફ ઊપસી આવતી સ્વરપેટી

→ તરુણાવસ્થા (Adolescence): બાલ્યાવસ્થા અને પુખ્તાવસ્થાને જોડતી વ્યક્તિ જીવનની ખૂબ જ સંવેદનશીલ અવસ્થા

→ એડ્રિનાલિન (Adrenalin): ભય, ચિંતા, ગુસ્સા તથા ઉત્તેજનાની અવસ્થામાં તણાવને નિયંત્રિત કરતો અંતઃસ્ત્રાવ

→ સંતુલિત આહાર (Balanced Diet) : શરીરને જરૂરી એવા બધા જ પોષક ઘટકો પ્રોટીન, કાબોદિત, ચરબી, વિટામિન અને ખનીજ ક્ષારોની પર્યાપ્ત માત્રા ધરાવતો આહાર

→ અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ (Endocrine Glands): એવી ગ્રંથિઓ જે પોતાના સાવને સીધા રુધિરમાં ઠાલવે

→ ઇસ્ટ્રોજન (Estrogen) અંડપિંડમાંથી સવતો અંતઃસ્ત્રાવ જે માદા ગૌણ જાતીય લક્ષણોના વિકાસને ઉત્તેજે

→ ટેસ્ટોસ્ટેરોન Testosterone) : શુક્રપિંડમાંથી સ્રવતો અંતઃસ્ત્રાવ જે નર ગૌણ જાતીય લક્ષણોના વિકાસને ઉત્તેજે

→ ઇસ્યુલિન (linsulin): સ્વાદુપિંડમાંથી ઉત્પન્ન થતો અંતઃસ્ત્રાવ જે રુધિરમાં શર્કરા(ગ્યુકોઝ)નું પ્રમાણ ઘટાડે

→ થાયરોક્સિન (Thyroxine) થાઇરૉઇડ ગ્રંથિમાં સવતો આયોડિન સભર અંતઃસ્ત્રાવ જે શરીરમાં ઊર્જા સંબંધિત ચયાપચયનું નિયમન કરે

→ અંતઃસ્ત્રાવો (Hormones) : અંતઃસ્ત્રાવી ગ્રંથિમાંથી અલ્પ માત્રામાં સવતા અને રુધિરમાં ભળી લક્ષ્યાંગ સ્થાન સુધી વહન પામતા રાસાયણિક સંદેશાવાહક પદાર્થો

→ લક્ષ્યાંગ સ્થાન (Target site): અંતઃસ્ત્રાવ શરીરના જે ચોક્કસ સ્થાન સાથે જોડાઈને પ્રતિક્રિયા દર્શાવે તે સ્થાન

→ પિટ્યુટરી ગ્રંથિ (Pituitary Gland) શીર્ષ પ્રદેશમાં મગજ સાથે સંકળાયેલી અને થાઇરૉઇડ, એડ્રિનલ તેમજ જનનપિંડના સ્રાવોનું નિયમન કરતી ગ્રંથિ

→ યૌવનારંભ (Puberty): વ્યક્તિમાં પ્રજનન ક્ષમતાના વિકાસ માટેનું મહત્ત્વનું છે પરિવર્તન દર્શાવતી અવસ્થા

→ સ્વરપેટી (Voice Box) : ગળામાં સ્વરતંતુઓ ધરાવતી રચના જે ઉચ્છવાસની ક્રિયા દરમિયાન અવાજ ઉત્પન્ન કરે

GSEB Class 8 Science Notes Chapter 10 તરુણાવસ્થા તરફ

→ જાતીય રંગસૂત્રો Sex Chromosomes): વ્યક્તિનું લિંગ (જાતિ) નક્કી કરતાં રંગસૂત્રોની એક જોડ સ્ત્રીમાં XX અને પુરુષમાં XY છે

→ ગૌણ જાતીય લક્ષણો (Secondary sexual Characters) : છોકરા અને છોકરીનો ભેદ દર્શાવતાં લક્ષણો

→ પ્રજનનાત્મક સ્વાથ્ય (Reproductive Health) : પ્રજનનતંત્ર દ્વારા થતાં સામાન્ય કાર્યો અથવા પ્રજનનના બધા શારીરિક, લાગણી પ્રધાન, વર્તનને સંબંધિત અને સામાજિક વગેરે સામાન્ય પાસાં

Leave a Comment

Your email address will not be published.