GSEB Class 8 Science Notes Chapter 16 પ્રકાશ

This GSEB Class 8 Science Notes Chapter 16 પ્રકાશ covers all the important topics and concepts as mentioned in the chapter.

પ્રકાશ Class 8 GSEB Notes

→ દષ્ટિ મહત્ત્વપૂર્ણ ઇંદ્રિય છે. તેને લીધે આસપાસની જાણકારી મળે છે.

→ પદાર્થ પરથી પરાવર્તિત થયેલો પ્રકાશ આપણી આંખમાં પ્રવેશે ત્યારે જ તે પદાર્થ જોઈ શકાય છે.

→ કોઈ સપાટી પર પ્રકાશનું કિરણ આપાત થયા પછી તે જ માધ્યમમાં પાછું ફેંકાય છે. આ ઘટનાને પ્રકાશનું પરાવર્તન કહે છે.

→ સપાટી પર આપાત થતા કિરણને આપાતકિરણ કહે છે અને સપાટી પર જે બિંદુએ તે આપાત થાય છે તે બિંદુને આપાતબિંદુ કહે છે.

GSEB Class 8 Science Notes Chapter 16 પ્રકાશ

→ આપાતબિંદુ પરથી પરાવર્તક સપાટી પર 90°નો કોણ બનાવતી રેખાને | લંબ કહે છે.
GSEB Class 8 Science Notes Chapter 16 પ્રકાશ 1
→ સપાટી પરથી પરાવર્તન પામતા કિરણને પરાવર્તિત કિરણ કહે છે.

→ લંબ અને આપાતકિરણ વચ્ચેના કોણને આપાતકોણ કહે છે.

→ લંબ અને પરાવર્તિત કિરણ વચ્ચેના કોણને પરાવર્તનકોણ કહે છે.

→ પરાવર્તનના નિયમો (Laws of Reflection):

  • આપાતકોણ અને પરાવર્તનકોણ હંમેશાં સમાન મૂલ્યના હોય છે.
  • આપાતકિરણ, આપાતબિંદુએ સપાટીને દોરેલો લંબ અને પરાવર્તિત કિરણ એક જ સમતલમાં હોય છે.

→ સમતલ અરીસા વડે રચાતા પ્રતિબિંબની લાક્ષણિકતાઓ (The characteristics of image formed by a plane mirror) :

  • પ્રતિબિંબ સીધું હોય છે.
  • પ્રતિબિંબ આભાસી હોય છે, પડદા પર લઈ શકાતું નથી.
  • પ્રતિબિંબનું કદ વસ્તુના કદ જેટલું જ હોય છે.
  • અરીસાથી વસ્તુ અને તેનું પ્રતિબિંબ સરખા અંતરે હોય છે.
  • પ્રતિબિંબમાં વસ્તુનો ડાબો ભાગ જમણી બાજુ અને જમણો ભાગ ડાબી બાજુ દેખાય છે. આ ઘટનાને પાર્શ્વ વ્યુત્ક્રમ કહે છે.

→ નિયમિત અને અનિયમિત પરાવર્તન (Regular and Irregular Reflection) અરીસા જેવી લીસી સપાટી દ્વારા થતું પરાવર્તન નિયમિત પરાવર્તન કહેવાય છે. ખરબચડી સપાટી પર આપાત સમાંતર કિરણો પરાવર્તિત થયા પછી સમાંતર ન હોય, તો આવા પરાવર્તનને અનિયમિત પરાવર્તન કહે છે.

→ આપણે લગભગ બધી વસ્તુઓ પરાવર્તિત પ્રકાશના કારણે જોઈ શકીએ છીએ.

→ જે વસ્તુઓ બીજી વસ્તુઓના પ્રકાશમાં ચમકે છે તેમને પરપ્રકાશિત વસ્તુઓ કહે છે. (ઉદાહરણ તરીકે ચંદ્ર.)

→ જે વસ્તુઓ સ્વયંનો પ્રકાશ ઉત્સર્જિત કરે છે તેમને સ્વયંપ્રકાશિત વસ્તુઓ કહે છે. (ઉદાહરણ તરીકે સૂર્ય, મીણબત્તીની જ્યોત.)

→ પરાવર્તિત પ્રકાશને ફરીથી પરાવર્તિત કરી શકાય છે. તેનો ઉપયોગ પેરિસ્કોપમાં થાય છે. પેરિસ્કોપનો ઉપયોગ સબમરીન, ટૅન્ક તથા બંકરોમાં છુપાયેલા સૈનિકો દ્વારા બહારની વસ્તુઓને જોવા માટે કરવામાં આવે છે.

GSEB Class 8 Science Notes Chapter 16 પ્રકાશ

→ ગુણક પ્રતિબિંબો (Multiple Images) એકબીજા સાથે ચોક્કસ કોણે રાખેલા બે અરીસાઓ દ્વારા ગુણક પ્રતિબિંબો રચાય છે. કેલિડોસ્કોપ આ સિદ્ધાંત પર રચાયેલું છે.

→ સૂર્યનો શ્વેત પ્રકાશ સાત રંગોનો બનેલો છે. ત્રિપાર્થ કાચ (પ્રિઝમ) વડે સૂર્યના શ્વેત પ્રકાશનું વિભાજન કરી સાત રંગો મેળવી શકાય છે.

→ માનવ આંખની રચના (Structure of Human Eye): કૉર્નિયા (પારદર્શકપટલ) (cornea) : આંખનું બહારનું આવરણ સફેદ હોય છે. તેના આગળના પારદર્શક ભાગને કૉર્નિયા કહે છે.

→ આઈરિસ (કનીનિકા) (Iris) : કૉર્નિયા પાછળ આવેલા ઘેરા રંગના સ્નાયુઓના બંધારણને આઇરિસ કહે છે.

→ કીકી (Pupl): આઇરિસની મધ્યમાં એક નાનું દ્વાર હોય છે, જેને કીકી કહે છે. આઈરિસ (કનીનિકા) કીકીના કદનું નિયંત્રણ કરી, એટલે કે આ દ્વાર પહોળું અથવા સાંકડું બનાવી આંખમાં પ્રવેશતાં પ્રકાશનાં કિરણોનું નિયમન કરે છે. સિલિયરી સ્નાયુઓ

→ (Cliary Muscles) : દૂરની અને નજીકની વસ્તુઓને સ્પષ્ટ દેખાડવા લેન્સની કેન્દ્રલંબાઈમાં વધારો-ઘટાડો કરવાનું કાર્ય કરે છે.

→ લેન્સ (Lens) : આંખની કીકીની પાછળ હોય છે. મધ્યમાં જાડો હોય છે. (લેન્સ એ પારદર્શક, નરમ પદાર્થની બનેલી બહિર્ગોળ લેન્સ જેવી રચના હોય છે.)

→ લેન્સની કિનારીને ફરતે આવેલા સિલિયરી સ્નાયુઓ લેન્સને જાડો કે પાતળો બનાવે છે, જેથી નજીકની તેમજ દૂરની વસ્તુઓનું પ્રતિબિંબ રેટિના પર મેળવી શકાય છે.

→ રેટિના (નેત્રપટલ) (Retina) આંખની પાછળના ભાગમાં આવેલું એક સ્તર જે લેન્સ દ્વારા વસ્તુનું રચાતું પ્રતિબિંબ ઝીલે છે.

→ ચેતાકોષો (Nerve cells) રેટિના ઘણા બધા ચેતાકોષો ધરાવે છે.

→ દષ્ટિ ચેતા (Optic Nerve) : ચેતાકોષો દ્વારા અનુભવાયેલી સંવેદનાઓ દષ્ટિ ચેતા મારફતે મગજ સુધી પહોંચે છે.

→ ચેતાકોષો બે પ્રકારના હોય છે – (1) શંકકોષો આ કોષો દ્વારા તીવ્ર પ્રકાશની સંવેદના મેળવી શકાય છે. તે રંગ પારખે છે. (2) સળીકોષો આ કોષો દ્વારા ઝાંખા પ્રકાશની સંવેદના મેળવી શકાય છે.

→ અંધબિંદુ (Blind spot): દષ્ટિ ચેતા અને રેટિનાના જોડાણ પાસે સંવેદનાત્મક કોષ હોતા નથી. તે જગ્યાને અંધબિંદુ કહે છે.

→ રેટિના પર બનેલા પ્રતિબિંબની છાપ, વસ્તુને ખસેડી લીધા પછી પણ લગભગ સેકન્ડ સુધી ચાલુ રહે છે. જો ગતિશીલ વસ્તુનાં સ્થિર પ્રતિબિંબ આંખ પર પ્રતિ સેકન્ડ 16 કે એનાથી વધારે દરે રજૂ થાય તો આંખ તે વસ્તુ ગતિમાં હોય તેવું અનુભવે છે. આને દષ્ટિ સાતત્ય (Persistence of Vision) કહે છે.

→ આંખ દૂરની તેમજ નજીકની વસ્તુઓને સ્પષ્ટ રીતે જોઈ શકે છે. તંદુરસ્ત આંખ માટે ન્યૂનતમ અંતર લગભગ 25 cm છે.

→ દષ્ટિની ખામી યોગ્ય પ્રકારના લેન્સ વાપરી દૂર કરી શકાય છે.

GSEB Class 8 Science Notes Chapter 16 પ્રકાશ

→ મોતિયો (Cataract) : મોતિયો આંખની ખામી છે. તેમાં દષ્ટિ ધૂંધળી થઈ જાય છે. દષ્ટિ નબળી પડે છે. આ ખામી દૂર કરવા સર્જરી દ્વારા અપારદર્શક બનેલા લેન્સને દૂર કરી, નવો કૃત્રિમ લેન્સ દાખલ કરવામાં આવે છે.

→ આંખોની યોગ્ય દેખભાળ રાખવી જોઈએ. આંખની તક્લીફમાં આંખના ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.

→ આહારમાં વિટામિન Aની ઊણપ આંખોના રોગ માટે જવાબદાર છે.

→ બ્રેઇલ લિપિ (Braille system) લૂઈ બ્રેઇલે ખામીયુક્ત દષ્ટિવાળા માટે એક લિપિ વિકસાવી અને ઈ.સ. 1891માં પ્રકાશિત કરી. આ લિપિમાં 63 ટપકાંની તરાહો (dot patterns) કે ચિહ્નો (characters) હોય છે. દરેક ચિહ્ન એક અક્ષર, અક્ષરોનું સંયોજન, એક સામાન્ય શબ્દ કે વ્યાકરણ સંબંધી સંકેત રજૂ કરે છે. આ તરાહોને બ્રેઇલ લિપિની શીટ પર ઉપસાવવામાં આવે છે ત્યારે તેને ખામીયુક્ત દષ્ટિવાળી વ્યક્તિઓ સ્પર્શ કરીને અક્ષર ઓળખે છે. આટલું જાણોઃ

→ કરચલાની આંખો ઘણી નાની હોય છે, પરંતુ તે ચારેય બાજુ જોઈ શકે છે.

→ પતંગિયાની આંખો નાની નાની હજારો આંખોની બનેલી હોય તેવી મોટી હોય છે.

→ ઘુવડ(નિશાચર)ની આંખમાં પારદર્શકપટલ અને કીકી બંને મોટાં હોવાથી વધારે પ્રકાશ મેળવી શકે છે, જેથી રાત્રિના સમયે પણ તે જોઈ શકે છે. ઘુવડના નેત્રપટલ પર સળીકોષો મોટી સંખ્યામાં અને શંકકોષો બહુ ઓછા પ્રમાણમાં હોય છે. દિવસનાં પક્ષીઓના નેત્રપટલ પર શંકકોષો મોટી સંખ્યામાં અને સળીકોષો ઓછા પ્રમાણમાં હોય છે.

→ આપાતકોણ (Angle of Incidence) : આપાતકિરણ અને આપાતબિંદુએ દોરેલા લંબ વચ્ચે બનતા કોણને આપાતકોણ કહે છે.

→ પરાવર્તનકોણ (Angle of Reflection): પરાવર્તિત કિરણ અને આપાતબિંદુએ દોરેલા લંબ વચ્ચે બનતા કોણને પરાવર્તનકોણ કહે છે.

→ અંધબિંદુ (Bind spot): રેટિના પર આવેલું સ્થાન જ્યાં ચેતાકોષો ન હોવાથી પ્રતિબિંબ રચાતું નથી તે સ્થાનને અંધબિંદુ કહે છે.

→ બ્રેઈલ (Braile) લૂઈ બ્રેઇલે તૈયાર કરેલી લિપિ

→ શંકકોષો (Cones) ચેતાકોષનો પ્રકાર જેના દ્વારા તીવ્ર પ્રકાશની સંવેદના મેળવી શકાય છે. તેને શંકુકોષો કહે છે.

→ પારદર્શક પટલ (Cornea) : આંખની આગળના ભાગમાં આવેલો પારદર્શક ભાગ

→ વિખેરિત / અનિયમિત પરાવર્તન (Diffused/Irregular Reflection): જ્યારે પ્રકાશનાં સમાંતર કિરણો કોઈ સપાટી પરથી પરાવર્તિત થયા પછી એકબીજાને સમાંતર ન હોય, ત્યારે થતા પરાવર્તનને વિખેરિત અનિયમિત પરાવર્તન કહે છે.

→ વિભાજન (Dispersion): સૂર્યના સફેદ પ્રકાશનું સાત રંગોમાં વિભાજન થવાની ઘટના

→ આપાતકિરણો (Incident Rays) : પ્રકાશનાં જે કિરણો કોઈ પણ સપાટી પર અથડાય, તે કિરણોને આપાતકિરણો કહે છે.

GSEB Class 8 Science Notes Chapter 16 પ્રકાશ

→ આઈરિસ (Iis) : કૉર્નિયાની પાછળ ઘેરા રંગના સ્નાયુઓના બંધારણને આઇરિસ કહે છે.

→ કેલિડોસ્કોપ (Kaleidoscope)ઃ ગુણક પ્રતિબિંબોના સિદ્ધાંત પર રચાયેલું પ્રકાશીય ઉપકરણ

→ પાર્શ્વ વ્યુત્ક્રમ (Lateral Inversion): અરીસા દ્વારા રચાતા પ્રતિબિંબમાં જમણો ભાગ ડાબો અને ડાબો ભાગ જમણો દેખાય છે તે ઘટનાને પાર્થ વ્યુત્ક્રમ કહે છે.

→ પરાવર્તનના નિયમો (Laws of Reflection) પ્રકાશનું કિરણ સપાટ ચળકતી સપાટી પરથી જે નિયમાનુસાર પાછું ફેંકાય તે નિયમોને પરાવર્તનના નિયમો કહે છે.

→ કીકી (Pupil) : આઈરિસમાંના નાના દ્વારને કીકી કહે છે.

→ પરાવર્તિત કિરણો (Reflected Rays) : જે કિરણો સપાટી પરથી પરાવર્તન પામીને પાછાં ફેંકાય છે, તે કિરણોને પરાવર્તિત કિરણો કહે છે.

→ પરાવર્તન (Reflection): પ્રકાશના કિરણનું કોઈ એક સપાટી પર અથડાઈ પાછા ફેંકાવાની ઘટનાને પરાવર્તન કહે છે.

→ નિયમિત પરાવર્તન (Regular Reflection): જ્યારે પ્રકાશનાં સમાંતર કિરણો કોઈ સપાટી પરથી પરાવર્તિત થયા પછી એકબીજાને સમાંતર હોય, ત્યારે થતાં પરાવર્તનને નિયમિત પરાવર્તન કહે છે.

→ રેટિના (Retina) આંખની પાછળના ભાગમાં આવેલો સ્તર જ્યાં વસ્તુનું પ્રતિબિંબ કેન્દ્રિત થાય છે, તે સ્તરને રેટિના કહે છે. ન

→ સળીકોષો (Rods) ચેતાકોષનો પ્રકાર જેના દ્વારા ઝાંખા પ્રકાશની સંવેદના મેળવી શકાય છે, તેને સળીકોષો કહે છે.

Leave a Comment

Your email address will not be published.