This GSEB Class 8 Science Notes Chapter 18 હવા અને પાણીનું પ્રદૂષણ covers all the important topics and concepts as mentioned in the chapter.
હવા અને પાણીનું પ્રદૂષણ Class 8 GSEB Notes
→ હવા એ વાયુઓનું મિશ્રણ છે.
→ શુદ્ધ હવા શ્વસનમાર્ગની તંદુરસ્તી માટે આવશ્યક છે.
→ સજીવો અને નિર્જીવ પર નુકસાનકારક અસર સર્જતા અનિચ્છનીય પદાર્થોનો વાતાવરણમાં ઉમેરો હવાનું પ્રદૂષણ છે.
→ હવાના પ્રદૂષણ માટે જવાબદાર :
- કુદરતી સ્રોત પવન, જંગલોની આગ, જ્વાળામુખી વિસ્ફોટ અને
- માનવ પ્રવૃત્તિઓ વાહનના ધુમાડા, કારખાનાં, અશ્મિ-બળતણ, વનકટાઈ વગેરે છે.
→ પેટ્રોલ અને ડીઝલના અપૂર્ણ દહનથી કાર્બન મોનૉક્સાઈડ (CO) ઉત્પન્ન થાય છે. તે રુધિરની ઑક્સિજન વહન ક્ષમતા ઘટાડે છે.
→ હવાના પ્રદૂષણથી શ્વાસ સંબંધિત સમસ્યાઓ સર્જાય છે.
→ નાઇટ્રોજન ઑક્સાઈડ અને અન્ય પ્રદૂષકો ઝાકળ સાથે જોડાઈ ધુમ્મસ રચે છે.
→ ઓઝોન સ્તર સૂર્યના હાનિકારક અસ્ટ્રાવાયોલેટ (UV) વિકિરણોનું શોષણ કરી પૃથ્વી પરના સજીવોનું રક્ષણ કરે છે.
→ CFC (ક્લોરોફ્યુરોકાર્બન) વાતાવરણના ઓઝોન સ્તરને નુકસાન કરે છે.
→ વાતાવરણમાં રહેલા સલ્ફર ડાયોક્સાઈડ અને નાઇટ્રોજન ડાયોક્સાઇડ પ્રદૂષકો પાણીની બાષ્પ સાથે પ્રક્રિયા કરી ઍસિડવર્ષા માટે કારણભૂત બને છે.
→ વાતાવરણમાં (CO2)નું વધારે પ્રમાણ પૃથ્વીની સપાટી પરથી પરાવર્તિત વિકિરણો શોષી પૃથ્વીને ગરમ રાખે છે. તેને ગ્રીનહાઉસ અસર કહે છે.
→ CO2, CH4, N2O, CFC ગ્રીનહાઉસ વાયુઓ છે.
→ ગ્રીનહાઉસ વાયુઓનું ઉત્સર્જન ઘટાડવા માટે “ધ ક્યોટો પ્રોટોકોલ” કરવામાં આવ્યો છે.
→ ગ્રીનહાઉસ અસરને નિયંત્રિત કરવા વધુ વૃક્ષોનો ઉછેર કરવો જરૂરી છે.
→ અશ્મિ બળતણના બદલે સૌર-ઊર્જા, જળ વિદ્યુત, પવન-ઊર્જા જેવા વૈકલ્પિક ઊર્જા સ્ત્રોતનો ઉપયોગ વાયુ પ્રદૂષણને નિયંત્રિત કરવા માટે જરૂરી છે.
→ WWF(વર્લ્ડ વાઈડ ફંડ ફૉર નેચર)ના અભ્યાસ આધારે વિશ્વની દસ મુખ્ય પ્રદૂષિત નદીઓમાંની એક નદી ગંગા છે.
→ ગંગા નદીને બચાવવા 1985માં “ગંગા ઍક્શન પ્લાન’ શરૂ કરવામાં આવ્યો છે. ઈ. સ. 2016માં ભારત સરકાર દ્વારા “સ્વચ્છ ગંગા માટેનું રાષ્ટ્રીય અભિયાન (NMCG)’ શરૂ કરવામાં આવ્યું છે.
→ ઉત્તર પ્રદેશના કાનપુર પાસે ગંગાનો સૌથી પ્રદૂષિત વિસ્તાર છે.
→ દુનિયાની 25 % વસતિને પીવા માટે શુદ્ધ (સલામત) પાણી ઉપલબ્ધ નથી.
→ શુદ્ધ કરેલું અને સ્વાથ્યને હાનિકારક ન હોય તેવા પાણીને પીવાલાયક પાણી કહે છે.
→ પૃથ્વી પર મીઠા પાણી (પીવાના પાણી)ના ખૂબ જ મર્યાદિત સ્રોત હોવાથી તેની જાળવણી જરૂરી છે.
→ જલ પ્રદૂષણને ઘટાડવા માટે 3’R’ (Reduce, Reuse અને Recycle) મહત્ત્વના છે.
→ વાયુ પ્રદૂષણ (Air Pollution) સજીવ અને નિર્જીવ બંને પર નુકસાનકારક અસર થાય તેવા પદાર્થોથી દૂષિત થયેલી વાતાવરણની હવા
→ રાસાયણિક દૂષણ (Chemical contamination) સજીવો માટે હાનિકારક રસાયણોનો હવા, પાણી કે ભૂમિમાં પ્રવેશ
→ ગ્લોબલ વૉર્મિંગ (Global Warming) : પૃથ્વીના સરેરાશ તાપમાનમાં થતો ક્રમશઃ વધારો
→ ગ્રીનહાઉસ અસર (Green House Effect): માનવનિર્મિત ગ્લાસ હાઉસ દ્વારા અંદરની ઉષ્માને બહાર જતી રોકી અંદરનું પર્યાવરણ ઉષ્ણ રાખવાની વ્યવસ્થા અથવા પૃથ્વીના વાતાવરણમાં CO2 દ્વારા ઉષ્મીય વિકિરણો રોકી વાતાવરણને ઉષ્ણ રાખવાની બાબત
→ પ્રદૂષકો (Pollutants) સજીવો માટે હાનિકારક એવા ઘન, પ્રવાહી કે વાયુ સ્વરૂપી દ્રવ્યો જે હવા, પાણી અને ભૂમિને દૂષિત કરે
→ પીવાલાયક પાણી Potable water): દ્રાવ્ય તેમજ અદ્રાવ્ય અશુદ્ધિઓ અને સૂક્ષ્મ જીવોથી મુક્ત પીવા માટે સલામત હોય તેવું પાણી
→ જલ પ્રદૂષણ (Water Pollution) સજીવો માટે હાનિકારક જેવ કે અજૈવ ઘટકોથી પાણીનું દૂષિત થવું