GSEB Class 8 Social Science Important Questions Chapter 12 ઉદ્યોગ

Gujarat Board GSEB Class 8 Social Science Important Question Chapter 12 ઉદ્યોગ Important Questions and Answers.

GSEB Class 8 Social Science Important Questions Chapter 12 ઉદ્યોગ

નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને ઉત્તર લખો:

પ્રશ્ન 1.
લોખંડ અને પોલાદ ઉદ્યોગ કોની સાથે સંકળાયેલ છે?
A. પ્રવાસન સેવા સાથે
B. વસ્તુઓના ઉત્પાદન સાથે
C. માનવીની જરૂરિયાતો સાથે
D. તેની ઉપયોગિતા સાથે
ઉત્તર:
B. વસ્તુઓના ઉત્પાદન સાથે

પ્રશ્ન 2.
ચર્મ ઉદ્યોગ એ કોને આધારિત ઉદ્યોગ છે?
A. કૃષિને
B. પશુને
C. વનને
D. ખનીજને
ઉત્તર:
B. પશુને

પ્રશ્ન 3.
કાગળ ઉદ્યોગ એ કોને આધારિત ઉદ્યોગ છે?
A. વનને
B. કૃષિને
C. પશુને
D. સમુદ્રને
ઉત્તર:
A. વનને

પ્રશ્ન 4.
સિમેન્ટ ઉદ્યોગ એ કોને આધારિત ઉદ્યોગ છે?
A. પશુને
B. સમુદ્રને
C. વનને
D. ખનીજને
ઉત્તર:
D. ખનીજને

પ્રશ્ન 5.
સ્ટીલ ઑથોરિટી ઑફ ઇન્ડિયા લિમિટેડ એ કયા ક્ષેત્રનો ઉદ્યોગ છે?
A. સંયુક્ત ક્ષેત્રનો
B. ખાનગી ક્ષેત્રનો
C. સાર્વજનિક ક્ષેત્રનો
D. સહકારી ક્ષેત્રનો
ઉત્તર:
C. સાર્વજનિક ક્ષેત્રનો

GSEB Class 8 Social Science Important Questions Chapter 12 ઉદ્યોગ

પ્રશ્ન 6.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ એ કયા ક્ષેત્રનો ઉદ્યોગ છે?
A. સહકારી ક્ષેત્રનો
B. સાર્વજનિક ક્ષેત્રનો
C. સંયુક્ત ક્ષેત્રનો
D. ખાનગી ક્ષેત્રનો
ઉત્તર:
D. ખાનગી ક્ષેત્રનો

પ્રશ્ન 7.
આણંદ મિલ્ક યુનિયન લિમિટેડ (અમૂલ) એ કયા ક્ષેત્રનો ઉદ્યોગ છે?
A. સંયુક્ત ક્ષેત્રનો
B. ખાનગી ક્ષેત્રનો
C. સહકારી ક્ષેત્રનો
D. સાર્વજનિક ક્ષેત્રનો
ઉત્તર:
C. સહકારી ક્ષેત્રનો

પ્રશ્ન 8.
મારુતિ સુઝુકી લિમિટેડ એ કયા ક્ષેત્રનો ઉદ્યોગ છે?
A. સંયુક્ત ક્ષેત્રનો
B. સહકારી ક્ષેત્રનો
C. સાર્વજનિક ક્ષેત્રનો
D. ખાનગી ક્ષેત્રનો
ઉત્તર:
A. સંયુક્ત ક્ષેત્રનો

પ્રશ્ન 9.
ઉદ્યોગોના સ્થાનીકરણને અસર કરતાં પરિબળોમાં કયા એક પરિબળનો સમાવેશ થતો નથી?
A. વ્યક્તિનો
B. ઊર્જાનો
C. મૂડીનો
D. બજારનો
ઉત્તર:
A. વ્યક્તિનો

પ્રશ્ન 10.
માલિકીના આધારે ઉદ્યોગોના વર્ગીકરણમાં કયા એક ક્ષેત્રનો સમાવેશ થતો નથી?
A. ખાનગી ક્ષેત્રનો
B. ભાગીદારી ક્ષેત્રનો
C. સાર્વજનિક ક્ષેત્રનો
D. સંયુક્ત ક્ષેત્રનો
ઉત્તર:
B. ભાગીદારી ક્ષેત્રનો

પ્રશ્ન 11.
ગુજરાતના કયા જિલ્લામાં સરકાર દ્વારા મળતાં આર્થિક પ્રોત્સાહનોથી ઉદ્યોગો વિકસ્યા છે?
A. જામનગરમાં
B. ભાવનગરમાં
C. સુરેન્દ્રનગરમાં
D. કચ્છમાં
ઉત્તર:
D. કચ્છમાં

પ્રશ્ન 12.
ઔદ્યોગિકીકરણથી કોનાં વૃદ્ધિ અને વિકાસ થાય છે?
A. જળાશયોનાં
B. શહેરો અને નગરોનાં
C. ગામડાંઓનાં
D. જંગલોનાં
ઉત્તર:
B. શહેરો અને નગરોનાં

પ્રશ્ન 13.
ભારતના ઔદ્યોગિક પ્રદેશોમાં કયા એક પ્રદેશનો સમાવેશ થતો નથી?
A. અમદાવાદ – વડોદરા ઔદ્યોગિક પ્રદેશનો
B. વિશાખાપમ – ગંતુર ઔદ્યોગિક પ્રદેશનો
C. જયપુર – અજમેર ઔદ્યોગિક પ્રદેશનો
D. છોટા નાગપુર ઔદ્યોગિક પ્રદેશનો
ઉત્તર:
C. જયપુર – અજમેર ઔદ્યોગિક પ્રદેશનો

પ્રશ્ન 14.
વિશ્વના મુખ્ય ઉદ્યોગોમાં કયા એક ઉદ્યોગનો સમાવેશ થતો નથી?
A. સિમેન્ટ ઉદ્યોગનો
B. લોખંડ-પોલાદ ઉદ્યોગનો
C. ઈન્ફર્મેશન ટેકનોલૉજી ઉદ્યોગનો
D. સુતરાઉ કાપડ ઉદ્યોગનો
ઉત્તર:
A. સિમેન્ટ ઉદ્યોગનો

પ્રશ્ન 15.
નીચે આપેલા દેશો પૈકી ક્યા એક દેશમાં લોખંડ-પોલાદ ઉદ્યોગ કેન્દ્રિત થયેલો નથી?
A. યૂ.એસ.એ.માં
B. દક્ષિણ આફ્રિકામાં
C. જર્મનીમાં
D. ચીનમાં
ઉત્તર:
B. દક્ષિણ આફ્રિકામાં

પ્રશ્ન 16.
નીચે આપેલા દેશો પૈકી કયા એક દેશમાં કાપડ ઉદ્યોગ કેન્દ્રિત થયેલો નથી?
A. ભારતમાં
B. દક્ષિણ કોરિયામાં
C. ચીનમાં
D. જાપાનમાં
ઉત્તર:
C. ચીનમાં

પ્રશ્ન 17.
નીચેના પૈકી કઈ ધાતુ આધુનિક ઉદ્યોગની કરોડરજ્જુ કહેવાય છે?
A. ઍલ્યુમિનિયમ
B. મેંગેનીઝ
C. તાંબું
D. પોલાદ
ઉત્તર:
D. પોલાદ

પ્રશ્ન 18.
ભારતના લોખંડ-પોલાદ ઉદ્યોગનાં મહત્ત્વનાં કેન્દ્રોમાં કયા એક કેન્દ્રનો સમાવેશ થતો નથી?
A. ભિલાઈ
B. અમદાવાદ
C. બર્નપુર
D. બોકારો
ઉત્તર:
B. અમદાવાદ

પ્રશ્ન 19.
ભારતમાં લોખંડ ઉદ્યોગ જે રાજ્યોમાં વિકસ્યો છે તેમાં કયા એક રાજ્યનો સમાવેશ થતો નથી?
A. પશ્ચિમ બંગાળનો
B. ઝારખંડનો
C. છત્તીસગઢનો
D. ઉત્તર પ્રદેશનો
ઉત્તર:
D. ઉત્તર પ્રદેશનો

પ્રશ્ન 20.
સાકસી(હાલનું જમશેદપુર)માં ટિસ્કો(ટાટા આયર્ન ઍન્ડ સ્ટીલ કંપની)ની સ્થાપના ક્યારે થઈ હતી?
A. ઈ. સ. 1858માં
B. ઈ. સ. 1885માં
C. ઈ. સ. 1907માં
D. ઈ. સ. 1918માં
ઉત્તર:
C. ઈ. સ. 1907માં

GSEB Class 8 Social Science Important Questions Chapter 12 ઉદ્યોગ

પ્રશ્ન 21.
ભારતના લોખંડ-પોલાદ ઉદ્યોગનાં કેન્દ્રોમાં કહ્યું કેન્દ્ર સૌથી વધુ સુવિધાવાળા સ્થળે આવેલું છે?
A. સાલેમ
B. જમશેદપુર
C. વિજયનગર
D. ભદ્રાવતી
ઉત્તર :
B. જમશેદપુર

પ્રશ્ન 22.
યુ.એસ.એ.(સંયુક્ત રાજ્ય અમેરિકા)નું લોખંડ-પોલાદ ઉદ્યોગનું મહત્ત્વનું શહેર કયું છે?
A. સેન ફ્રેન્સિસ્કો
B. શિકાગો
C. ઓટાવા
D. પિટ્સબર્ગ
ઉત્તર :
D. પિટ્સબર્ગ

પ્રશ્ન 23.
માનવનિર્મિત રેસાઓમાં કયા એક રેસાનો સમાવેશ થતો નથી?
A. નાયલોનનો
B. લિનિનનો
C. રેયોનનો
D. ઍક્રેલિકનો
ઉત્તર :
B. લિનિનનો

પ્રશ્ન 24.
માનવનિર્મિત રેસો કયો છે?
A. ઊન
B. રેશમ
C. પૉલિએસ્ટર
D. કપાસ
ઉત્તર :
C. પૉલિએસ્ટર

પ્રશ્ન 25.
બ્રિટિશ શાસન પહેલાં ભારતમાં નીચેનામાંથી કયું શહેર મલમલ માટે પ્રખ્યાત હતું?
A. ઢાકા
B. કોલકાતા
C. કાનપુર
D. સુરત
ઉત્તર :
A. ઢાકા

પ્રશ્ન 26.
નીચેનામાંથી કયા શહેરનું સોનેરી જરીકામવાળું સુતરાઉ કાપડ ગુણવત્તા અને ડિઝાઇન માટે જગપ્રખ્યાત હતું?
A. આગરા
B. અમદાવાદ
C. મુંબઈ
D. સુરત
ઉત્તર :
D. સુરત

પ્રશ્ન 27.
મુંબઈમાં પહેલી સફળ યાંત્રિક કાપડ મિલ ક્યારે સ્થપાઈ હતી?
A. ઈ. સ. 1854માં
B. ઈ. સ. 1858માં
C. ઈ. સ. 1907માં
D. ઈ. સ. 1920માં
ઉત્તર :
A. ઈ. સ. 1854માં

પ્રશ્ન 28.
ભારતના સુતરાઉ કાપડ ઉદ્યોગનાં કેન્દ્રોમાં કયા એકનો સમાવેશ થતો નથી?
A. કાનપુર
B. જયપુર
C. કોઇમ્બતૂર
D. ચેન્નઈ
ઉત્તર :
B. જયપુર

પ્રશ્ન 29.
અમદાવાદ કઈ નદીના કિનારે આવેલું છે?
A. મહીસાગર
B. સાબરમતી
C. નર્મદા
D. તાપી
ઉત્તર :
B. સાબરમતી

પ્રશ્ન 30.
અમદાવાદમાં સુતરાઉ કાપડની પહેલી મિલ ક્યારે સ્થપાઈ હતી?
A. ઈ. સ. 1852માં
B. ઈ. સ. 1865માં
C. ઈ. સ. 1872માં
D. ઈ. સ. 1861માં
ઉત્તર :
D. ઈ. સ. 1861માં

GSEB Class 8 Social Science Important Questions Chapter 12 ઉદ્યોગ

પ્રશ્ન 31.
ભારતના કયા શહેરને ‘ભારતનું માન્ચેસ્ટર’ની ઓળખ (ઉપમા) મળી હતી?
A. સુરતને
B. કાનપુરને
C. અમદાવાદને
D. મુંબઈને
ઉત્તરઃ
C. અમદાવાદને

પ્રશ્ન 32.
જાપાનનું કયું શહેર ‘જાપાનના માન્ચેસ્ટર’ તરીકે પણ ઓળખાય છે?
A. ઓસાકા
B. યાકોહામા
C. ક્યોટો
D. કોબે
ઉત્તરઃ
A. ઓસાકા

પ્રશ્ન 33.
ઓસાકાના કાપડ ઉદ્યોગ માટેનો કપાસ કયા દેશથી આયાત કરવામાં આવે છે?
A. ઇંગ્લેન્ડથી
B રશિયાથી
C. ઇજિપ્તથી
D. ફ્રાન્સથી
ઉત્તરઃ
C. ઇજિપ્તથી

પ્રશ્ન 34.
યુ.એસ.એ.ની સૉફ્ટવેર કંપનીઓએ ભારતના કયા શહેરની સોફ્ટવેર કંપનીઓ સાથે એકસાથે કામ કરવાના કરાર કર્યા છે?
A. બેંગલૂરુની
B. કાનપુરની
C. દિલ્લીની
D. મુંબઈની
ઉત્તરઃ
A. બેંગલૂરુની

પ્રશ્ન 35.
વર્તમાનમાં કયો ઉદ્યોગ વૈશ્વિક ઉદ્યોગ બન્યો છે?
A. સુતરાઉ કાપડ ઉદ્યોગ
B. માહિતી તકનીકી ઉદ્યોગ
C. લોખંડ-પોલાદ ઉદ્યોગ
D. પરિવહન ઉદ્યોગ
ઉત્તરઃ
B. માહિતી તકનીકી ઉદ્યોગ

પ્રશ્ન 36.
યૂ.એસ.એ.માં કયું સ્થળ માહિતી તકનીકી ઉદ્યોગની મુખ્ય ધરી બન્યું છે?
A. ઑસ્ટિન વેલી
B. સીડર વેલી
C. સિનસિનેંટી વેલી
D. સિલિકોન વેલી
ઉત્તરઃ
C. સિનસિનેંટી વેલી

પ્રશ્ન 37.
ભારતમાં કયું સ્થળ માહિતી તકનીકી ઉદ્યોગની મુખ્ય ધરી બન્યું છે?
A. શિલોંગ
B. ભોપાલ
C. બેંગલૂરુ
D. ચેન્નઈ
ઉત્તરઃ
C. બેંગલૂરુ

પ્રશ્ન 38.
બેંગલૂર શહેર કયા પ્રકારની આબોહવા માટે જગપ્રસિદ્ધ છે?
A. સમઘાત
B વિષમ
C. અતિ વિષમ
D. સમશીતોષ્ણ
ઉત્તરઃ
A. સમઘાત

પ્રશ્ન 39.
યુ.એસ.એ.માં સિલિકોન વેલી કઈ ખીણનો એક ભાગ છે?
A. બોલિવિયા
B. સાન્તાક્લોઝ
C. સિએરા નિવાડા
D. કૉલરાડો
ઉત્તરઃ
B. સાન્તાક્લોઝ

પ્રશ્ન 40.
ઉત્તર અમેરિકામાં સાન્તાક્લોઝ ખીણ કઈ પર્વતમાળાની નજીક આવી છે?
A. રૉકીઝ
B. પ્રેરીઝ
C. યુરલ
D. ઍન્ડીઝ
ઉત્તરઃ
A. રૉકીઝ

GSEB Class 8 Social Science Important Questions Chapter 12 ઉદ્યોગ

પ્રશ્ન 41.
ભારતમાં માહિતી ટેકનોલૉજીનાં નાભિ કેન્દ્રો ગણાતાં શહેરોમાં કયા એક શહેરનો સમાવેશ થતો નથી?
A. મુંબઈ
B. હૈદરાબાદ
C. ચેન્નઈ
D. પુણે
ઉત્તરઃ
D. પુણે

યોગ્ય શબ્દો કે અંકો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરોઃ

1. ડેરી ઉદ્યોગ એ …………………………………. સંસાધન આધારિત ઉદ્યોગ
ઉત્તર:
કુદરતી

2. મત્સ્ય ઉદ્યોગ એ ………………………. સંસાધન આધારિત ઉદ્યોગ છે.
ઉત્તર:
કુદરતી

૩. વનસ્પતિ તેલ ઉદ્યોગ એ ……………………. આધારિત ઉદ્યોગ – છે.
ઉત્તર:
કૃષિ

4. માંસ ઉદ્યોગ એ ……………………… આધારિત ઉદ્યોગ છે.
ઉત્તર:
પશુ

5. ફર્નિચર અને મકાનનિર્માણ ઉદ્યોગ એ …………………………. આધારિત ઉદ્યોગ છે.
ઉત્તર:
વન.

6. લોખંડ-પોલાદ ઉદ્યોગ એ ……………………… આધારિત ઉદ્યોગ છે.
ઉત્તર:
ખનીજ

7. ઍરોનોટિકલ લિમિટેડ એ …………………………….. ક્ષેત્રનો ઉદ્યોગ છે.
ઉત્તર:
સાર્વજનિક

GSEB Class 8 Social Science Important Questions Chapter 12 ઉદ્યોગ

8. મધર ડેરી એ ……………………………. ક્ષેત્રનો ઉદ્યોગ છે.
ઉત્તર:
સહકારી

9. મારુતિ સુઝુકી લિમિટેડ એ ………………………………… ક્ષેત્રનો ઉદ્યોગ છે.
ઉત્તર:
સંયુક્ત

10. ગુજરાતમાં ……………………………….. માં સરકાર દ્વારા મળતાં પ્રોત્સાહનોથી ઉદ્યોગો વિકસ્યા છે.
ઉત્તર:
કચ્છ

11. વિશ્વમાં …………………………… ઉદ્યોગ એ નવા પ્રકારનો વિકસતો ઉદ્યોગ છે.
ઉત્તર:
માહિતી તકનીકી

12. ………………………….. ઉદ્યોગમાં ખૂબ મોટા પાયે મૂડીરોકાણની જરૂર પડે છે.
ઉત્તર:
લોખંડ-પોલાદ

13. પોલાદ મુખ્યત્વે આધુનિક ઉદ્યોગોની ………………………… કહેવાય છે.
ઉત્તર:
કરોડરજ્જુ

14. ભારતમાં ઈ. સ. ………… પહેલાં લોખંડ-પોલાદ ઉદ્યોગનું એક જ કારખાનું હતું.
ઉત્તર:
1947

15. ઈ. સ. 1907માં સાકસી(હાલનું જમશેદપુર)માં ………………………………….. ન શરૂઆત કરવામાં આવી હતી.
ઉત્તર:
ટિસ્કો (ટાટા આયર્ન ઍન્ડ સ્ટીલ કંપની)

16. જમશેદપુરના ટાટા આયર્ન ઍન્ડ સ્ટીલ કંપની(ટિસ્કો)માં સ્ટીલનું ઉત્પાદન ઈ. સ. …………માં શરૂ થયું હતું.
ઉત્તર:
1912

17. ……………………………….. રીતે ભારતમાં જમશેદપુર લોખંડ-પોલાદ કેન્દ્ર ૨ સૌથી વધુ સુવિધાઓવાળા સ્થળે આવેલું છે.
ઉત્તર:
ભૌગોલિક

18. સાકસી (જમશેદપુર) લોહ અયસ્ક, કોલસા અને મેંગેનીઝની ખાણો ઉપરાંત ……………………………. ની પણ નજીક હતું.
ઉત્તર:
કોલકાતા

19. ભારતમાં ………………………….. ઉદ્યોગના વિકાસથી દેશનો ઝડપી ઔદ્યોગિક વિકાસ શરૂ થયો.
ઉત્તર:
લોખંડ-પોલાદ

20. …………………………… એ યૂ.એસ.એ.(સંયુક્ત રાજ્ય અમેરિકા)નું લોખંડ-પોલાદ ઉદ્યોગનું એક મહત્ત્વનું નગર છે.
ઉત્તર:
પિટ્સબર્ગ

21. પિટ્સબર્ગના લોખંડ-પોલાદ ઉદ્યોગને લોહઅયસ્ક ………………………. ની લોખંડની ખાણોમાંથી મળે છે.
ઉત્તર:
મિનસોટા

22. ……………………………. માંથી કાપડ વણવાની એક પ્રાચીન કળા છે.
ઉત્તર:
સૂતર

GSEB Class 8 Social Science Important Questions Chapter 12 ઉદ્યોગ

23. …………………………….. એ કાપડ ઉદ્યોગનો કાચો માલ છે.
ઉત્તર:
રેસા

24. ………………………. ઉદ્યોગ વિશ્વના પ્રાચીન ઉદ્યોગોમાંનો એક ઉદ્યોગ છે.
ઉત્તર:
સુતરાઉ કાપડ

25. ભારતમાં ઉત્તમ ગુણવત્તાવાળા ……………………. કાપડનું ઉત્પાદન કરવાની ગૌરવપૂર્ણ પરંપરા છે.
ઉત્તર:
સુતરાઉ કાપડ

26. ભારતનું ઢાકા શહેર તેના …………………………….. ના કાપડ માટે પ્રખ્યાત હતું.
ઉત્તર:
મલમલ

27. ભારતમાં ઈ. સ. 1854માં પહેલી સફળ યાંત્રિક મિલ ………………………………. માં સ્થપાઈ હતી.
ઉત્તર:
મુંબઈ

28. ગુજરાતમાં ઈ. સ. 1861માં સુતરાઉ કાપડની પહેલી મિલ …………………………… માં સ્થપાઈ હતી.
ઉત્તર:
અમદાવાદ

29. ભારતના ………………………….. શહેરને ‘ભારતના માન્ચેસ્ટર’ તરીકેની ઓળખ (ઉપમા) મળી હતી.
ઉત્તર:
અમદાવાદ

30. ………………………………. એ જાપાનનું કાપડ ઉદ્યોગનું એક મહત્ત્વનું શહેર છે.
ઉત્તર:
ઓસાકા

31. ઓસાકામાં સુતરાઉ કાપડ ઉદ્યોગનો વિકાસ અનેક ……………………….. કારણોથી થયો છે.
ઉત્તરઃ
ભૌગોલિક

32. ઓસાકાનો સુતરાઉ કાપડ ઉદ્યોગ સંપૂર્ણપણે ………………………………. કાચા માલ પર આધારિત છે.
ઉત્તરઃ
આયાતી

33. …………………………. ઉદ્યોગ માહિતીના સંગ્રહ, પ્રક્રિયા અને વિતરણને વ્યવહારમાં લાવે છે.
ઉત્તરઃ
માહિતી તકનીકી

34. વર્તમાનમાં ………………………. ઉદ્યોગ વૈશ્વિક ઉદ્યોગ બન્યો છે.
ઉત્તરઃ
માહિતી તકનીકી

35. બેંગલુરુ દખ્ખણના ઉચ્ચપ્રદેશમાં આવેલું હોવાથી તેનું નામ ………………….. ઉચ્ચપ્રદેશ’ પડ્યું છે.
ઉત્તરઃ
સિલિકોન

36. સિલિકોન વેલી ……………………….. ખીણનો એક ભાગ છે.
ઉત્તરઃ
સાન્તાક્લોઝ

નીચેના વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવો:

1. ઉદ્યોગનો સંબંધ રાજકીય અને આર્થિક પ્રવૃત્તિ સાથે છે.
ઉત્તર:
ખોટું

2. સ્ટીલ ઑથોરિટી ઑફ ઇન્ડિયા લિમિટેડ એ સાર્વજનિક ક્ષેત્રનો ઉદ્યોગ છે.
ઉત્તર:
ખરું

૩. ખાનગી ક્ષેત્રનો ઉદ્યોગ વ્યક્તિ કે વ્યક્તિઓનો સમૂહ ચલાવે છે.
ઉત્તર:
ખરું

4. સહકારી ક્ષેત્રના ઉદ્યોગની માલિકી સરકાર અને વ્યક્તિ અથવા વ્યક્તિઓના સમૂહની હોય છે.
ઉત્તર:
ખોટું

5. પૂર્વોત્તર અમેરિકા, પશ્ચિમ અને મધ્ય યુરોપ તથા પશ્ચિમ એશિયા એ વિશ્વના મુખ્ય ઔદ્યોગિક પ્રદેશો છે.
ઉત્તર:
ખોટું

6. માહિતી તકનીકી ઉદ્યોગ એક નવા પ્રકારનો ઉદ્યોગ છે.
ઉત્તર:
ખરું

7. વિશ્વમાં લોખંડ-પોલાદ ઉદ્યોગ ફ્રાન્સ, યુ.એસ.એ., ચીન, જાપાન, રશિયા વગેરે દેશોમાં મોટા પાયે વિકસ્યો છે.
ઉત્તર:
ખોટું

8. વિશ્વમાં કાપડ ઉદ્યોગ ભારત, હોંગકોંગ, દક્ષિણ કોરિયા, જાપાન, તાઇવાન વગેરે દેશોમાં કેન્દ્રિત થયેલો છે.
ઉત્તર:
ખરું

9. ઇન્ફર્મેશન ટેક્નોલૉજી (માહિતી તકનીકી) ઉદ્યોગનાં મુખ્ય કેન્દ્રો મધ્યવર્તી કૅલિફૉર્નિયાના સિલિકોન વેલીમાં અને ભારતના ચેન્નઈ શહેરમાં વિકસ્યાં છે.
ઉત્તર:
ખોટું

10. પોલાદ મોટા ભાગે આધુનિક ઉદ્યોગની કરોડરજ્જુ કહેવાય છે.
ઉત્તર:
ખરું

GSEB Class 8 Social Science Important Questions Chapter 12 ઉદ્યોગ

11. ખનીજોનું ખોદકામ તાંબાનાં ઉપકરણોથી થાય છે.
ઉત્તરઃ
ખોટું

12. ભારતમાં લોખંડ-પોલાદ ઉદ્યોગ પશ્ચિમ બંગાળ, ઝારખંડ,આંધ્ર પ્રદેશ અને છત્તીસગઢ રાજ્યોમાં ફેલાયેલો છે.
ઉત્તરઃ
ખોટું

13. સાકસી (હાલનું જમશેદપુર) એ ઝારખંડમાં સુવર્ણરેખા અને ખરકઈ નદીઓના સંગમ નજીક આવેલું છે.
ઉત્તરઃ
ખરું

14. ભારતમાં લોખંડ-પોલાદ ઉદ્યોગના વિકાસથી દેશનો ઝડપી ઔદ્યોગિક વિકાસ શરૂ થયો.
ઉત્તરઃ
ખરું

15. ઓસાકા એ યુ.એસ.એ.નું લોખંડ-પોલાદ ઉદ્યોગનું મહત્ત્વનું શહેર છે.
ઉત્તરઃ
ખોટું

16. યુ.એસ.એ.માં ગ્રેટ લક્સથી પિટ્સબર્ગ ક્ષેત્ર સુધી લોહઅયસ્ક જળમાર્ગે લાવવામાં આવે છે.
ઉત્તરઃ
ખોટું

17. કાપડ બનાવવામાં કપાસ, ઊન, રેશમ, શણ વગેરેનો ઉપયોગ થાય છે.
ઉત્તરઃ
ખરું

18. કુદરતી રેસા ઊન, રેશમ, કપાસ, ઍક્રેલિક અને શણમાંથી મેળવવામાં આવે છે.
ઉત્તરઃ
ખોટું

19. માનવનિર્મિત રેસામાં નાયલૉન, પૉલિએસ્ટર, ઍક્રેલિક અને રેયૉનનો સમાવેશ થાય છે.
ઉત્તરઃ
ખરું

20. આજે વિશ્વમાં ભારત, ચીન, જાપાન અને યુ.એસ.એ. સુતરાઉ કાપડના અગ્રણી ઉત્પાદક દેશો છે.
ઉત્તરઃ
ખરું

21. અમદાવાદ સાબરમતી નદીના કિનારા પર આવેલું છે.
ઉત્તર:
ખરું

22. મુંબઈને ભારતના માન્ચેસ્ટરની ઓળખ (ઉપમા) મળી હતી.
ઉત્તર:
ખોટું

23. મુંબઈમાં પહેલી સફળ યાંત્રિક કાપડ મિલ ઈ. સ. 1845માં સ્થપાઈ હતી.
ઉત્તર:
ખોટું

24. ઓસાકા પૂર્વના માન્ચેસ્ટર’ના નામે પણ ઓળખાય છે.
ઉત્તર:
ખોટું

25. ઓસાકાના સુતરાઉ કાપડના ઉદ્યોગ માટેનો કપાસ ઇજિપ્ત, ભારત, ચીન અને યુ.એસ.એ.થી આયાત કરવામાં આવે છે.
ઉત્તર:
ખરું

26. વર્તમાન સમયમાં માહિતી તકનીકીનો ઉદ્યોગ રાષ્ટ્રીય ઉદ્યોગ બન્યો છે.
ઉત્તર:
ખોટું

27. બેંગલૂરુમાં માહિતી તકનીકી ઉદ્યોગ વિકસ્યો હોવાથી તેનું નામ ‘સિલિકોન ઉચ્ચપ્રદેશ’ પડ્યું છે.
ઉત્તર:
ખરું

બંધબેસતાં જોડકાં જોડો:

પ્રશ્ન 1.

વિભાગ ‘અ’ વિભાગ ‘બ’
(1) કૃષિ આધારિત ઉદ્યોગ (1) કાગળ ઉદ્યોગ
(2) પશુ આધારિત ઉદ્યોગ (2) શણના કાપડનો ઉદ્યોગ
(3) વન આધારિત ઉદ્યોગ (૩) રસાયણ ઉદ્યોગ
(4) ખનીજ આધારિત (4) મત્સ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગ ઉદ્યોગ
(5) ચર્મ ઉદ્યોગ

ઉત્તર:

વિભાગ ‘અ’ વિભાગ ‘બ’
(1) કૃષિ આધારિત ઉદ્યોગ (2) શણના કાપડનો ઉદ્યોગ
(2) પશુ આધારિત ઉદ્યોગ (5) ચર્મ ઉદ્યોગ
(3) વન આધારિત ઉદ્યોગ (1) કાગળ ઉદ્યોગ
(4) ખનીજ આધારિત (૩) રસાયણ ઉદ્યોગ

પ્રશ્ન 2.

વિભાગ ‘અ’ વિભાગ ‘બ’
(1) સાર્વજનિક ક્ષેત્ર (1) મારુતિ સુઝીકી લિમિટેડ
(2) ખાનગી ક્ષેત્ર (2) આણંદ મિલ્ક યુનિયન લિમિટેડ
(3) સહકારી ક્ષેત્ર (3) સ્ટીલ ઑથોરિટી ઑફ ઇન્ડિયા લિમિટેડ
(4) સંયુક્ત ક્ષેત્ર (4) રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ

ઉત્તરઃ

વિભાગ ‘અ’ વિભાગ ‘બ’
(1) સાર્વજનિક ક્ષેત્ર (3) સ્ટીલ ઑથોરિટી ઑફ ઇન્ડિયા લિમિટેડ
(2) ખાનગી ક્ષેત્ર (4) રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ
(3) સહકારી ક્ષેત્ર (2) આણંદ મિલ્ક યુનિયન લિમિટેડ
(4) સંયુક્ત ક્ષેત્ર (1) મારુતિ સુઝીકી લિમિટેડ

GSEB Class 8 Social Science Important Questions Chapter 12 ઉદ્યોગ

પ્રશ્ન 3.

વિભાગ ‘અ’ (ઔદ્યોગિક કેન્દ્રો) વિભાગ ‘બ’ (રાજ્યો)
(1) ભિલાઈ (1) કર્ણાટક
(2) દુર્ગાપુર (2) ઓડિશા
(3) જમશેદપુર (3) પશ્ચિમ બંગાળ
(4) રાઉરકેલા (રૂરકેલા) (4) છત્તીસગઢ
(5) ઝારખંડ

ઉત્તર:

વિભાગ ‘અ’ (ઔદ્યોગિક કેન્દ્રો) વિભાગ ‘બ’ (રાજ્યો)
(1) ભિલાઈ (4) છત્તીસગઢ
(2) દુર્ગાપુર (3) પશ્ચિમ બંગાળ
(3) જમશેદપુર (5) ઝારખંડ
(4) રાઉરકેલા (રૂરકેલા) (2) ઓડિશા

પ્રશ્ન 4.

વિભાગ ‘અ’ વિભાગ ‘બ’
(1) પિટ્સબર્ગ (1) ઇન્ફર્મેશન ટેક્નોલૉજી ઉદ્યોગ
(2) ઓસાકા (2) ભારતનું માન્ચેસ્ટર
(3) બેંગલૂરુ (3) લોખંડ-પોલાદ ઉદ્યોગ
(4) સુરત (4) સુતરાઉ કાપડ ઉદ્યોગ
(5) સોનેરી જરીકામવાળા કાપડનો ઉદ્યોગ

ઉત્તર:

વિભાગ ‘અ’ વિભાગ ‘બ’
(1) પિટ્સબર્ગ (3) લોખંડ-પોલાદ ઉદ્યોગ
(2) ઓસાકા (4) સુતરાઉ કાપડ ઉદ્યોગ
(3) બેંગલૂરુ (1) ઇન્ફર્મેશન ટેક્નોલૉજી ઉદ્યોગ
(4) સુરત (5) સોનેરી જરીકામવાળા કાપડનો ઉદ્યોગ

પ્રશ્ન 5.

વિભાગ ‘અ’ વિભાગ ‘બ’
(1) ભારતનું માન્ચેસ્ટર (1) ઓસાકા
(2) જાપાનનું માન્ચેસ્ટર (2) હૈદરાબાદ
(3) સિલિકોન વેલી (3) બેંગલુરુ
(4) સિલિકોન ઉચ્ચપ્રદેશ (4) કૅલિફૉર્નિયા
(5) અમદાવાદ

ઉત્તર:

વિભાગ ‘અ’ વિભાગ ‘બ’
(1) ભારતનું માન્ચેસ્ટર (5) અમદાવાદ
(2) જાપાનનું માન્ચેસ્ટર (1) ઓસાકા
(3) સિલિકોન વેલી (4) કૅલિફૉર્નિયા
(4) સિલિકોન ઉચ્ચપ્રદેશ (3) બેંગલુરુ

નીચેના પ્રશ્નોના ઉત્તર એક-બે વાક્યોમાં આપો:

પ્રશ્ન 1.
પ્રાચીન સમયમાં ઉદ્યોગ કોને કહેવામાં આવતો?
ઉત્તર:
પ્રાચીન સમયમાં માનવી પોતાની જરૂરિયાતો મેળવવા જે કોઈ પ્રવૃત્તિઓ કરતો અને સ્વહસ્તે બનાવેલ વસ્તુઓ મેળવતો તેને પ્રાચીન સમયમાં ‘ઉદ્યોગ’ કહેવામાં આવતો.

પ્રશ્ન 2.
ઉદ્યોગમાં કયા કયા પ્રકારની પ્રવૃત્તિઓ કરવામાં આવે છે?
ઉત્તર:
ઉદ્યોગમાં આ ત્રણ પ્રકારની પ્રવૃત્તિઓ કરવામાં આવે છે:

  • કાચો માલ એકત્ર કરવો,
  • ઉત્પાદનનું સ્વરૂપ બદલીને તેની ઉપયોગિતામાં વધારો કરવો અને
  • તૈયાર થયેલા ઉત્પાદનને-માલને બજાર કે ગ્રાહક સુધી પહોંચાડવો.

પ્રશ્ન 3.
કુદરતી સંસાધન આધારિત ત્રણ ઉદ્યોગો જણાવો.
ઉત્તર:
કુદરતી સંસાધન આધારિત ત્રણ ઉદ્યોગો આ પ્રમાણે છે :

  1. ડેરી ઉદ્યોગ,
  2. મત્સ્ય ઉદ્યોગ અને
  3. જંગલ ઉદ્યોગ.

પ્રશ્ન 4.
કાચા માલના સ્ત્રોતોને આધારે ઉદ્યોગોને કયાં કયાં જૂથોમાં વહેંચી શકાય?
ઉત્તર:
કાચા માલના સ્ત્રોતોને આધારે ઉદ્યોગોને કૃષિ આધારિત ઉદ્યોગો, પશુ આધારિત ઉદ્યોગો, સમુદ્ર આધારિત ઉદ્યોગો, વન આધારિત ઉદ્યોગો અને ખનીજ આધારિત ઉદ્યોગોનાં જૂથોમાં વહેંચી શકાય.

પ્રશ્ન 5.
માલિકીના આધારે ઉદ્યોગોને કયાં કયાં જૂથોમાં વિભાજિત કરી શકાય છે?
ઉત્તર:
માલિકીના આધારે ઉદ્યોગોને સાર્વજનિક, ખાનગી, સહકારી અને સંયુક્ત એમ ચાર જૂથોમાં વિભાજિત કરી શકાય છે.

પ્રશ્ન 6.
કૃષિ આધારિત ઉદ્યોગો કયા કયા છે?
ઉત્તર:
સુતરાઉ કાપડ, શણનું કાપડ, રેશમી કાપડ, ઊની કાપડ, ખાંડ, ખાદ્ય તેલો વગેરે બનાવવાના ઉદ્યોગો કૃષિ આધારિત ઉદ્યોગો છે.

GSEB Class 8 Social Science Important Questions Chapter 12 ઉદ્યોગ

પ્રશ્ન 7.
પશુ આધારિત ઉદ્યોગો કયા કયા છે?
ઉત્તર:
ડેરી ઉદ્યોગ, માંસ ઉદ્યોગ, ચર્મ ઉદ્યોગ વગેરે પશુ આધારિત ઉદ્યોગો છે.

પ્રશ્ન 8.
સમુદ્ર આધારિત ઉદ્યોગો કયા કયા છે?
ઉત્તરઃ
મત્સ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગ અને મહાસાગરમાંથી મળતાં ખનીજોનો ઉપયોગ કરવાનો ઉદ્યોગ એ સમુદ્ર આધારિત ઉદ્યોગો છે.

પ્રશ્ન 9.
વન આધારિત ઉદ્યોગો કયા કયા છે?
ઉત્તર:
કાગળ ઉદ્યોગ, ઔષધ ઉદ્યોગ, ફર્નિચર અને ઇમારતોનું નિર્માણ વગેરે વન આધારિત ઉદ્યોગો છે.

પ્રશ્ન 10.
ખનીજ આધારિત ઉદ્યોગો કયા કયા છે?
ઉત્તર:
લોખંડ-પોલાદ ઉદ્યોગ, સિમેન્ટ ઉદ્યોગ, તાંબું-ગાળણ ઉદ્યોગ, રસાયણ ઉદ્યોગ, ઍલ્યુમિનિયમ-ગાળણ ઉદ્યોગ વગેરે ખનીજ આધારિત ઉદ્યોગો છે.

પ્રશ્ન 11.
કચ્છમાં ઉદ્યોગો શાથી વિકસ્યા છે?
ઉત્તર:
ગુજરાત સરકાર તરફથી મળતાં આર્થિક પ્રોત્સાહનોથી કચ્છમાં ઉદ્યોગો વિકસ્યા છે.

પ્રશ્ન 12.
વિશ્વના મુખ્ય ઔદ્યોગિક પ્રદેશો કયા કયા છે?
ઉત્તર:
પૂર્વોત્તર અમેરિકા, પશ્ચિમ અને મધ્ય યુરોપ તથા પૂર્વ એશિયા એ વિશ્વના મુખ્ય ઔદ્યોગિક પ્રદેશો છે.

પ્રશ્ન 13.
વિશ્વના મુખ્ય ઔદ્યોગિક પ્રદેશો ક્યાં આવેલા છે?
ઉત્તર:
વિશ્વના મુખ્ય ઔદ્યોગિક પ્રદેશો મુખ્યત્વે સમશીતોષ્ણ કટિબંધનાં ક્ષેત્રોમાં, બંદરોની નજીક અને કોલસાનાં ક્ષેત્રોની નજીક આવેલા છે.

પ્રશ્ન 14.
વિશ્વના મુખ્ય ઉદ્યોગો કયા કયા છે?
ઉત્તર:
લોખંડ-પોલાદ ઉદ્યોગ, સુતરાઉ કાપડ ઉદ્યોગ અને ઇન્ફર્મેશન ટેક્નોલૉજી (માહિતી તકનીકી) ઉદ્યોગ એ વિશ્વના મુખ્ય ઉદ્યોગો છે.

પ્રશ્ન 15.
વિશ્વમાં લોખંડ-પોલાદ ઉદ્યોગ કયા કયા દેશોમાં કેન્દ્રિત થયેલ છે?
ઉત્તર:
વિશ્વમાં લોખંડ-પોલાદ ઉદ્યોગ યુ.એસ.એ. (સંયુક્ત રાજ્ય અમેરિકા), ચીન, જાપાન અને રશિયામાં કેન્દ્રિત થયેલ છે.

પ્રશ્ન 16.
વિશ્વમાં કાપડ ઉદ્યોગ મુખ્યત્વે કયા કયા દેશોમાં કેન્દ્રિત થયેલ છે?
ઉત્તર:
વિશ્વમાં કાપડ ઉદ્યોગ મુખ્યત્વે ભારત, હોંગકોંગ, દક્ષિણ કોરિયા, જાપાન અને તાઇવાનમાં કેન્દ્રિત થયેલ છે.

પ્રશ્ન 17.
વિશ્વમાં ઇન્ફર્મેશન ટેક્નોલૉજી ઉદ્યોગનાં મુખ્ય કેન્દ્રો કયાં કયાં છે?
ઉત્તર:
વિશ્વમાં મધ્યવર્તી યૂ.એસ.એ.ના કૅલિફૉર્નિયામાં આવેલ સિલિકોન વેલી અને ભારતમાં આવેલ બેંગલૂરુ શહેર ઇન્ફર્મેશન ટેક્નોલૉજી ઉદ્યોગનાં મુખ્ય કેન્દ્રો છે.

પ્રશ્ન 18.
લોખંડ-પોલાદ ઉદ્યોગની સ્થાપના માટે કઈ કઈ બાબતો આવશ્યક છે?
ઉત્તર:
લોખંડ-પોલાદ ઉદ્યોગની સ્થાપના માટે કાચા માલ તરીકે લોહઅયસ્ક, કોલસો, ચૂનાનો પથ્થર અને મૅગેનીઝની કાચી ધાતુ આવશ્યક છે. આ ઉપરાંત, આ ઉદ્યોગ માટે મોટા પ્રમાણમાં મૂડી, શ્રમિકો, સાનુકૂળ ભૌગોલિક સ્થાન, પાણીનો પૂરતો પુરવઠો, પરિવહન સુવિધાઓ, બૅન્ક, વિદ્યુત વગેરે બાબતો આવશ્યક છે.

પ્રશ્ન 19.
પોલાદનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર:
પોલાદ નક્કર હોય છે, તેને સહેલાઈથી કાપીને આકાર છે આપી શકાય છે તેમજ તેમાંથી તાર બનાવી શકાય છે. તદુપરાંત, ઍલ્યુમિનિયમ, નિકલ અને તાંબુ જેવી ધાતુઓને પોલાદમાં થોડા થોડા પ્રમાણમાં ભેળવીને તેની મિશ્ર ધાતુઓ બનાવી શકાય છે.

પ્રશ્ન 20.
ટાટા આયર્ન ઍન્ડ સ્ટીલ કંપની(ટિસ્કો)ની સ્થાપના ક્યારે, ક્યાં કરવામાં આવી હતી?
ઉત્તર:
ટાટા આયર્ન ઍન્ડ સ્ટીલ કંપની(ટિકો)ની સ્થાપના ઈ. સ. 1907માં ઝારખંડ રાજ્યમાં સુવર્ણરેખા અને ખરકઈ નદીઓના સંગમ નજીક સાકસી(હાલનું જમશેદપુર)માં કરવામાં આવી હતી.

પ્રશ્ન 21.
પિટ્સબર્ગ શું છે?
ઉત્તર:
પિટ્સબર્ગ એ યુ.એસ.એ. (સંયુક્ત રાજ્ય અમેરિકા)નું એક મહત્ત્વનું લોખંડ-પોલાદ ઉદ્યોગનું શહેર છે.

પ્રશ્ન 22.
પિટ્સબર્ગની આસપાસ લોખંડ-પોલાદનાં કારખાનાં ક્યાં ક્યાં આવેલાં છે?
ઉત્તર:
પિટ્સબર્ગની આસપાસ લોખંડ-પોલાદનાં કારખાનાં પિટ્સબર્ગની ઉપર મોનોગહેલામાં અને એલ્ડની નદીની ખીણોમાં તથા પિટ્સબર્ગની નીચે ઓહિયો નદીના કિનારે આવેલાં છે.

પ્રશ્ન 23.
કાપડ ઉદ્યોગમાં કયા કયા કાચા માલના રેસાઓનો ઉપયોગ થાય છે?
ઉત્તર:
કાપડ ઉદ્યોગમાં કપાસ, ઊન, રેશમ, શણ વગેરે કાચા માલના રેસાઓનો ઉપયોગ થાય છે.

પ્રશ્ન 24.
કુદરતી રેસા શામાંથી મેળવવામાં આવે છે?
ઉત્તર:
કુદરતી રેસા ઊન, રેશમ, કપાસ, લિનિન અને શણમાંથી મેળવવામાં આવે છે.

પ્રશ્ન 25.
માનવનિર્મિત રેસામાંથી કયાં કયાં કૃત્રિમ (સિથેટિક) કાપડ બનાવવામાં આવે છે?
ઉત્તર:
માનવનિર્મિત રેસામાંથી નાયલૉન, પૉલિએસ્ટર, કે ઍક્રેલિક, રેયૉન, ટેરીન, ડેક્રોન વગેરે કૃત્રિમ (સિન્ટેટિક) કાપડ છે બનાવવામાં આવે છે.

GSEB Class 8 Social Science Important Questions Chapter 12 ઉદ્યોગ

પ્રશ્ન 26.
સુતરાઉ કાપડના મુખ્ય ઉત્પાદક દેશો કયા ક્યા છે? હું
ઉત્તર:
ભારત, ચીન, જાપાન અને યુ.એસ.એ. સુતરાઉ કાપડના મુખ્ય ઉત્પાદક દેશો છે.

પ્રશ્ન 27.
ભારતમાં બ્રિટિશ શાસનની પૂર્વે કયાં કયાં કેન્દ્રોની સુતરાઉ કાપડની બનાવટો જગવિખ્યાત હતી?
ઉત્તર:
ભારતમાં બ્રિટિશ શાસનની પૂર્વે ઢાકાની મલમલ, મચિલીપીની ટિ, કાલિકટનું સુતરાઉ કાપડ અને બરહાનપુર, સુરત તથા વડોદરાનું સોનેરી જરીકામવાળું સુતરાઉ કાપડ જગવિખ્યાત હતાં.

પ્રશ્ન 28.
ભારતનો પરંપરાગત સુતરાઉ કાપડ ઉદ્યોગ પશ્ચિમના યંત્રનિર્મિત કાપડની પ્રતિસ્પર્ધા શાથી કરી શક્યો નહિ?
ઉત્તર:
ભારતનું સુતરાઉ કાપડ માનવનિર્મિત હોવાથી તેનું ઉત્પાદન મોંઘું બનતું હતું તેમજ તેના ઉત્પાદનમાં ખૂબ સમય થતો હતો. આથી ભારતનો પરંપરાગત સુતરાઉ કાપડ ઉદ્યોગ પશ્ચિમના યંત્રનિર્મિત કાપડની પ્રતિસ્પર્ધા કરી શક્યો નહિ.

પ્રશ્ન 29.
ભારતમાં સુતરાઉ કાપડની પહેલી સફળ યાંત્રિક મિલ ક્યારે, ક્યાં સ્થપાઈ હતી?
ઉત્તર:
ભારતમાં સુતરાઉ કાપડની પહેલી સફળ યાંત્રિક મિલ – ઈ. સ. 1854માં મુંબઈમાં સ્થપાઈ હતી.

પ્રશ્ન 30.
મુંબઈમાં સુતરાઉ કાપડ ઉદ્યોગ શાથી ઝડપી વિકસ્યો?
ઉત્તર:
મુંબઈમાં ભેજવાળી આબોહવા, યંત્રોની આયાત માટે બંદરની સુવિધા કપાસનું મોટું ઉત્પાદન; કુશળ શ્રમિકો અને કારીગરો, વિદ્યુત અને બૅન્કોની સગવડ; પરિવહન સેવાઓ વગેરે ઉપલબ્ધ હતાં, તેથી અહીં સુતરાઉ કાપડ ઉદ્યોગ ઝડપી વિકસ્યો.

પ્રશ્ન 31.
ભારતમાં સુતરાઉ કાપડ ઉદ્યોગનાં મુખ્ય કેન્દ્રો ક્યાં ક્યાં છે?
ઉત્તર:
ભારતમાં કોઈમ્બતૂર, કાનપુર, ચેન્નઈ, અમદાવાદ, મુંબઈ, કોલકાતા, લુધિયાણા, પુદુચ્ચેરી, પાનીપત વગેરે શહેરો સુતરાઉ કાપડ ઉદ્યોગનાં મુખ્ય કેન્દ્રો છે.

પ્રશ્ન 32.
ગુજરાતમાં સુતરાઉ કાપડની પહેલી મિલ ક્યારે, ક્યાં – સ્થપાઈ હતી?
ઉત્તર:
ગુજરાતમાં સુતરાઉ કાપડની પહેલી મિલ ઈ. સ. 1861માં અમદાવાદમાં સ્થપાઈ હતી.

પ્રશ્ન 33.
અમદાવાદને કયા નામની ઓળખ (ઉપમા) મળી હતી? શાથી મળી હતી?
ઉત્તર:
અમદાવાદને ભારતના માન્ચેસ્ટરની ઓળખ (ઉપમા) મળી હતી, કારણ કે ગ્રેટબ્રિટનના માન્ચેસ્ટર શહેરના સુતરાઉ કાપડના ધમધમતા ઉદ્યોગની જેમ અમદાવાદમાં પણ સુતરાઉ કાપડ ઉદ્યોગ ખૂબ મોટા પાયે વિકસ્યો હતો.

પ્રશ્ન 34.
અમદાવાદના સુતરાઉ કાપડ ઉદ્યોગની મુખ્ય સમસ્યાઓ કઈ કઈ છે?
ઉત્તર:
વિશ્વના અન્ય દેશોમાં સુતરાઉ કાપડ ઉદ્યોગનાં વિકસેલાં નવાં કેન્દ્રો અને અમદાવાદની મિલોમાં યંત્ર-સામગ્રીના આધુનિકરણનો અભાવ એ અમદાવાદના સુતરાઉ કાપડ ઉદ્યોગની મુખ્ય સમસ્યાઓ છે.

પ્રશ્ન 35.
ઓસાકા જાપાનના માન્ચેસ્ટર’ના નામે પણ શાથી ઓળખાય છે?
ઉત્તર:
ઓસાકા ‘જાપાનના માન્ચેસ્ટર’ના નામે પણ ઓળખાય છે, કારણ કે ગ્રેટબ્રિટનના માન્ચેસ્ટર શહેરના સુતરાઉ કાપડના ધમધમતા ઉદ્યોગની જેમ ઓસાકામાં પણ સુતરાઉ કાપડનો ઉદ્યોગ ખૂબ મોટા પાયે વિકસ્યો છે.

પ્રશ્ન 36.
ઓસાકામાં સુતરાઉ કાપડનો વિકાસ શાથી થયો છે?
ઉત્તરઃ
ઓસાકામાં સુતરાઉ કાપડનો વિકાસ અનેક ભૌગોલિક 3 કારણોથી થયો છે.

પ્રશ્ન 37.
ઓસાકાનો સુતરાઉ કાપડ ઉદ્યોગ સંપૂર્ણપણે આયાતી કાચા માલ પર આધારિત છે. શાથી?
ઉત્તરઃ
જાપાનમાં કપાસનું ઉત્પાદન થતું નથી. આથી ઓસાકાનો ? સુતરાઉ કાપડ ઉદ્યોગ સંપૂર્ણપણે આયાતી કાચા માલ પર રે આધારિત છે.

પ્રશ્ન 38.
ઓસાકાની સુતરાઉ કાપડની મિલો માટે કપાસની આયાત કયા કયા દેશોમાંથી કરવામાં આવે છે?
ઉત્તર:
ઓસાકાની સુતરાઉ કાપડની મિલો માટે કપાસની આયાત ઇજિપ્ત, ભારત, ચીન, યુ.એસ.એ. વગેરે દેશોમાંથી કરવામાં આવે છે.

પ્રશ્ન 39.
તાજેતરમાં ઓસાકાના સુતરાઉ કાપડ ઉદ્યોગનું સ્થાન કયા કયા ઉદ્યોગોએ લઈ લીધું છે?
ઉત્તર:
તાજેતરમાં ઓસાકાના સુતરાઉ કાપડ ઉદ્યોગનું સ્થાન લોખંડ-પોલાદ ઉદ્યોગ, યંત્ર-સામગ્રી ઉદ્યોગ, જહાજ બાંધકામ ઉદ્યોગ, ઓટોમોબાઇલ ઉદ્યોગ, વિદ્યુત ઉપકરણ ઉદ્યોગ, સિમેન્ટ ઉદ્યોગ વગેરે ઉદ્યોગોએ લઈ લીધું છે.

પ્રશ્ન 40.
માહિતી તકનીકી ઉદ્યોગ કઈ કઈ બાબતોને વ્યવહારમાં લાવે છે?
ઉત્તરઃ
માહિતી તકનીકી ઉદ્યોગ માહિતીનો સંગ્રહ, તેની પ્રક્રિયા અને તેના વિતરણને વ્યવહારમાં લાવે છે.

પ્રશ્ન 41.
વર્તમાન સમયમાં માહિતી તકનીકી ઉદ્યોગ શાથી વૈશ્વિક બન્યો છે?
ઉત્તર:
માહિતી તકનીકી ઉદ્યોગને કારણે વિશ્વસ્તરે ટેક્નોલૉજી, રાજનીતિ, સામાજિક અને આર્થિક ક્ષેત્રે નોંધપાત્ર પરિવર્તન આવ્યું છે, તેથી વર્તમાન સમયમાં માહિતી તકનીકી ઉદ્યોગ વૈશ્વિક બન્યો છે.

પ્રશ્ન 42.
માહિતી તકનીકી ઉદ્યોગના ભૌગોલિક સ્થાનને કયાં પરિબળો નક્કી કરે છે?
ઉત્તરઃ
સંશોધન ઉપલબ્ધતા, ખર્ચ અને માળખું આ ત્રણ પરિબળો માહિતી તકનીકી ઉદ્યોગના ભૌગોલિક સ્થાનને નક્કી કરે છે.

પ્રશ્ન 43.
માહિતી તકનીકી ઉદ્યોગનાં ધરીરૂપ મુખ્ય સ્થળો કયાં કયાં છે?
ઉત્તરઃ
મધ્ય કૅલિફૉર્નિયાની સિલિકોન વેલી અને ભારતનું બેંગલૂર શહેર માહિતી તકનીકી ઉદ્યોગનાં ધરીરૂપ મુખ્ય સ્થળો છે.

પ્રશ્ન 44.
બેંગલુર શહેરનું નામ ‘સિલિકોન ઉચ્ચપ્રદેશ’ શાથી પડ્યું છે?
ઉત્તરઃ
બેંગલુરુ શહેર ભારતમાં દખ્ખણના ઉચ્ચપ્રદેશમાં આવેલું હોવાથી તેનું નામ “સિલિકોન ઉચ્ચપ્રદેશ’ પડ્યું છે.

પ્રશ્ન 45.
સિલિકોન વેલીની ભૌગોલિક પરિસ્થિતિ શી છે?
ઉત્તરઃ
સિલિકોન વેલી એ મધ્ય કૅલિફૉર્નિયામાં આવેલી સાન્તાક્લોઝ ખીણનો એક ભાગ છે, જે ઉત્તર અમેરિકામાં રૉકીઝ પર્વતમાળાની નજીક આવેલ છે. અહીંની આબોહવા સમશીતોષ્ણ છે. ક્યારેક અહીંનું તાપમાન 0° સેથી નીચે જાય છે.

પ્રશ્ન 46.
ભારતમાં માહિતી ટેકનોલૉજીનાં નાભિ કેન્દ્રો સમાં સ્થળો ક્યાં કયાં છે? દેશમાં તેનાં અન્ય મહત્ત્વનાં કેન્દ્રો કયાં કયાં છે?
ઉત્તર:
ભારતમાં મુંબઈ, દિલ્હી, હૈદરાબાદ અને ચેન્નઈ માહિતી ટેકનોલૉજીનાં નાભિ કેન્દ્રો સમાં સ્થળો છે. દેશમાં ગુડગાંવ, પુણે, તિરુવનંતપુરમ, કોચીન, ચંડીગઢ વગેરે અન્ય મહત્ત્વનાં કેન્દ્રો છે.

GSEB Class 8 Social Science Important Questions Chapter 12 ઉદ્યોગ

નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર આપોઃ

પ્રશ્ન 1.
ઉદ્યોગોનું વર્ગીકરણ કઈ કઈ રીતે કરવામાં આવે છે તે જણાવો.
અથવા
ઉદ્યોગોનું વર્ગીકરણ વર્ણવો.
ઉત્તરઃ
કુદરતી સંસાધનો, કાચા માલના સ્ત્રોતો અને માલિકીના ધોરણના આધારે ઉદ્યોગોને નીચે દર્શાવેલ જૂથમાં વહેંચવામાં આવે છે:
(i) કુદરતી સંસાધનો આધારિત ઉદ્યોગોઃ
આ ઉદ્યોગોમાં પશુપાલન, ડેરી ઉદ્યોગ, માંસ ઉદ્યોગ, ઊન ઉદ્યોગ, મત્સ્ય ઉદ્યોગ, જંગલ ઉદ્યોગ, મરઘા-બતકાં સવર્ધન, રેશમ કીડા સંવર્ધન, મધમાખી સંવર્ધન, યાંત્રીકિકરણ આધારિત ઉદ્યોગ વગેરે ઉદ્યોગોનો સમાવેશ થાય છે.

(ii) કાચા માલના સ્ત્રોતો પર આધારિત ઉદ્યોગોઃ
1. કૃષિ આધારિત ઉદ્યોગોઃ આ ઉદ્યોગોનો કાચો માલ કૃષિ પેદાશોમાંથી મળે છે. ખાદ્યસામગ્રી ઉદ્યોગ; સુતરાઉ કાપડ, રેશમી કાપડ, શણિયું કાપડ, ખાંડ, ખાદ્ય તેલ વગેરે બનાવવાના ઉદ્યોગો કૃષિ આધારિત ઉદ્યોગો છે.
2. પશુ આધારિત ઉદ્યોગો દૂધ અને તેની બનાવટો બનાવવાનો ઉદ્યોગ, માંસ ઉદ્યોગ, ચર્મ ઉદ્યોગ વગેરે પશુ આધારિત ઉદ્યોગો છે.
૩. સમુદ્ર આધારિત ઉદ્યોગો આ ઉદ્યોગોમાં મત્સ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગ અને મહાસાગરમાંથી મળતાં ખનીજોનો ઉપયોગ થાય છે તેવા ઉદ્યોગોનો સમાવેશ થાય છે.
4. વન આધારિત ઉદ્યોગો આ ઉદ્યોગોમાં કાગળ ઉદ્યોગ, લુગદી બનાવવાનો ઉદ્યોગ, વન ઔષધિ ઉદ્યોગ, ફર્નિચર અને ઇમારતોના નિર્માણનો ઉદ્યોગ વગેરે ઉદ્યોગોનો સમાવેશ થાય છે.
5. ખનીજ આધારિત ઉદ્યોગો આ ઉદ્યોગોમાં લોખંડ-પોલાદ ઉદ્યોગ, તાંબું-ગાળણ ઉદ્યોગ, સિમેન્ટ ઉદ્યોગ, રસાયણ ઉદ્યોગ, ઍલ્યુમિનિયમ-ગાળણ ઉદ્યોગ વગેરે ઉદ્યોગોનો સમાવેશ થાય છે.

(iii) માલિકીના ધોરણના આધારે ઉદ્યોગોને સાર્વજનિક, ખાનગી, સહકારી અને સંયુક્ત ક્ષેત્રોમાં વહેંચી શકાય છે.
1. સાર્વજનિક ક્ષેત્ર : આ ક્ષેત્રના ઉદ્યોગોમાં માલિકી અને તેનું સંચાલન સરકાર હસ્તક હોય છે. દા. ત., હિન્દુસ્તાન એરોનોટિકલ લિમિટેડ અને સ્ટીલ ઑથોરિટી ઑફ ઇન્ડિયા લિમિટેડ (SAIL).
2. ખાનગી ક્ષેત્રઃ આ ક્ષેત્રના ઉદ્યોગોનું સંચાલન વ્યક્તિ અને વ્યક્તિઓના સમૂહ દ્વારા થાય છે. દા. ત., ટિસ્કો, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ.
૩. સહકારી ક્ષેત્રઃ આ ક્ષેત્રના ઉદ્યોગો કાચા માલના ઉત્પાદકો કે કામદારો અથવા બંનેના અધિકારમાં હોય છે અને તેમના દ્વારા જ તેમને ચલાવવામાં આવે છે. દા. ત., અમૂલ (આણંદ મિલ્ક હું યુનિયન લિમિટેડ) ડેરી, મધર ડેરી, ખાંડની મિલો વગેરે.
4. સંયુક્ત ક્ષેત્રઃ આ ક્ષેત્રના ઉદ્યોગોની માલિકી સરકાર અને વ્યક્તિની કે વ્યક્તિઓના સમૂહની હોય છે અને તેમના દ્વારા સંચાલન થાય છે. દા. ત., મારુતી સુઝુકી લિમિટેડ.

પ્રશ્ન 2.
લોખંડ-પોલાદ ઉદ્યોગ વિશે વિસ્તૃત માહિતી આપો.
અથવા
લોખંડ-પોલાદ ઉદ્યોગ વિશે ટૂંક નોંધ લખો.
ઉત્તર:
લોખંડ-પોલાદ ઉદ્યોગ ચાવીરૂપ ઉદ્યોગ ગણાય છે. આ છે ઉદ્યોગના ઉત્પાદનમાંથી યંત્રો, ઓજારો અને યંત્રોના નાના-મોટા ભાગો બનાવવામાં આવે છે; જે અન્ય ઉદ્યોગોના ઉપયોગમાં લેવાય છે. લોખંડ-પોલાદ ઉદ્યોગના નિર્માણ માટે મોટી મૂડી, લોહઅયસ્ક, કોલસો, મેંગેનીઝ, ચૂનાના પથ્થર વગેરે વિપુલ પ્રમાણમાં મળી રહેવાં જોઈએ. તદુપરાંત, આ ઉદ્યોગ માટે પૂરતા પ્રમાણમાં શ્રમિકો, કારીગરો, પરિવહનની સગવડો અને અન્ય માળખાગત સુવિધાઓ પણ મળી રહેવાં જોઈએ.

લોહઅયસ્કમાંથી પોલાદ બનાવવાની પ્રક્રિયા અનેક તબક્કાઓમાંથી પસાર થાય છે. સૌપ્રથમ લોહઅયસ્કને ભઠ્ઠીમાં ઓગાળવામાં આવે છે. એ પછી તેનું શુદ્ધીકરણ કરીને તેમાંથી પોલાદ મેળવવામાં આવે છે. પોલાદ નક્કર હોય છે. તેને સહેલાઈથી કાપીને આકાર આપી શકાય છે. તેમાંથી તાર પણ બનાવી શકાય છે. પોલાદમાં થોડા થોડા પ્રમાણમાં ઍલ્યુમિનિયમ, નિકલ અને તાંબુ જેવી ધાતુઓ ભેળવીને મિશ્ર ધાતુઓ બનાવી શકાય છે. મિશ્ર ધાતુ પોલાદને અત્યંત સખત અને મજબૂત બનાવે છે તેમજ તેને પ્રતિરોધક ક્ષમતા પૂરી પાડે છે.
GSEB Class 8 Social Science Important Questions Chapter 12 ઉદ્યોગ 1
પોલાદ આધુનિક ઉદ્યોગોની કરોડરજ્જુ કહેવાય છે. આપણા ઉપયોગની ઘણીબધી ચીજવસ્તુઓ પોલાદમાંથી બનેલી હોય છે. અથવા પોલાદમાંથી બનેલાં ઓજારો અને મશીનો(મંત્રો)માંથી બનેલી હોય છે. વહાણો, રેલગાડીઓ અને પરિવહનનાં અન્ય – સાધનો તેમજ સોય, સેફટી પિન કે ટાંકણીથી માંડીને કદાવર યંત્રો લોખંડ-પોલાદમાંથી બનાવવામાં આવે છે. ખનીજ તેલના કૂવાઓનું શારકામ પોલાદમાંથી બનેલાં મશીનો વડે કરવામાં આવે છે. પોલાદમાંથી બનેલી પાઇપલાઇનો દ્વારા પેટ્રોલિયમની પેદાશોનું પરિવહન કરવામાં આવે છે. ભૂગર્ભમાંથી ખનીજોનું ખોદકામ પોલાદનાં ઉપકરણો વડે થાય છે. ખેતીનાં ઓજારો મોટા ભાગે પોલાદમાંથી બનાવાય છે, મોટી ઇમારતોનું માળખું (Structure – સ્ટ્રક્ટર) પોલાદમાંથી બનાવવામાં આવે છે. – સંરક્ષણની શસ્ત્રસામગ્રી લોખંડ-પોલાદમાંથી બનાવાય છે.

ઈ. સ. 1800 પહેલાં લોખંડ-પોલાદ ઉદ્યોગ લોહઅયસ્કનો, વિદ્યુતનો અને જળનો પૂરતો પુરવઠો સરળતાથી મળતો હતો તેવાં ક્ષેત્રોમાં વિકસ્યો હતો. એ પછી તેનાં મુખ્ય કેન્દ્રો કોલસાનાં ક્ષેત્રો તેમજ જળમાર્ગ અને રેલમાર્ગની સગવડો મળતી હતી તેની નજીક વિકસ્યાં હતાં. ઈ. સ. 1950 પછી લોખંડ-પોલાદ ઉદ્યોગ બંદરો અને સમથળ જમીનનાં મોટાં ક્ષેત્રોમાં કેન્દ્રિત થવાની શરૂઆત થઈ, કારણ કે આ ઉદ્યોગનો વિકાસ મોટા પાયા પર શરૂ થયો હતો અને એ માટેનું લોહઅયસ્ક વિદેશોથી આયાત કરવું પડતું હતું.

ટૂંક નોંધ લખો :

પ્રશ્ન 1.
જમશેદપુરનો લોખંડ-પોલાદ ઉદ્યોગ
ઉત્તર:
ઈ. સ. 1907માં ઝારખંડ રાજ્યમાં સુવર્ણરેખા અને ખરકઈ નદીઓના સંગમ નજીક સાકસી (હાલનું જમશેદપુર)માં ટાટા આયર્ન ઍન્ડ સ્ટીલ કંપની લિમિટેડ – ટિસ્કો(TISCO)ની સ્થાપના કરવામાં આવી. ઈ. સ. 1947 પહેલાં ભારતમાં જમશેદપુરનું આ 3 લોખંડ-પોલાદ ઉદ્યોગનું આ એક માત્ર કારખાનું હતું. ટિસ્કોમાં લોખંડ-પોલાદનું ઉત્પાદન ઈ. સ. 1912માં શરૂ થયું હતું.

જમશેદપુરમાં લોખંડ-પોલાદ ઉદ્યોગનો મોટા પાયે વિકાસ થયા તેનાં મુખ્ય કારણો આ પ્રમાણે છે :

  1. જમશેદપુર બંગાળ – નાગપુર રેલમાર્ગ પર કાળી માટી સ્ટેશનથી માત્ર 32 કિમી દૂર હતું. તે તેની નજીક આવેલા કોલકાતા સાથે ધોરીમાર્ગે અને રેલમાર્ગે જોડાયેલું હતું.
  2. જમશેદપુરની નજીક આવેલ ઝરીયાની ખાણોમાંથી કોલસો મળી રહે છે.
  3. છત્તીસગઢની ખાણોમાંથી લોહઅયસ્ક, ચૂનાના પથ્થરો, ડોલોમાઈટ અને મેંગેનીઝ પ્રાપ્ત થાય છે.
  4. જમશેદપુરની પાસે આવેલી સુવર્ણરેખા અને ખરકઈ નદીઓમાંથી કારખાના માટે પાણીનો પૂરતો પુરવઠો મળી રહે છે.
  5. જમશેદપુરના લોખંડ-પોલાદ ઉદ્યોગ માટે દેશમાં વિશાળ બજાર હતું.
  6. આ ઉપરાંત, જમશેદપુરના આ લોખંડ-પોલાદ ઉદ્યોગના વિકાસ માટે સરકારી પ્રોત્સાહનોરૂપે પૂરતી મૂડી મળી હતી.

પ્રશ્ન 2.
પિટ્સબર્ગનો લોખંડ-પોલાદ ઉદ્યોગ
ઉત્તર:
પિટ્સબર્ગ યુ.એસ.એ.નું લોખંડ-પોલાદ ઉદ્યોગનું એક મહત્ત્વનું શહેર છે. સ્થાનિક સગવડો મળેલી હોવાથી અહીં લોખંડપોલાદ ઉદ્યોગ મોટા પાયે વિકસ્યો છે.

  • આ ઉદ્યોગ માટેનો કોલસો પિટ્સબર્ગની ખાણોમાંથી મળી રહે છે.
  • મિનસોટાની લોખંડની ખાણોમાંથી તેને લોહઅયસ્ક મળે છે.
  • એ ખાણો અને પિટ્સબર્ગની વચ્ચે ગ્રેટ લક્સનો શ્રેષ્ઠ જળમાર્ગ આવેલો છે. તે લોહઅયસ્કના નોકા પરિવહન માટે સસ્તો જળમાર્ગ છે.
  • ઓહિયો, મોનોગહેલા અને એલ્બની નદીઓમાંથી કારખાના માટે પાણીનો પૂરતો જથ્થો મળે છે.

આ બધાં કારણોસર આજે પિટ્સબર્ગમાં લોખંડ-પોલાદનાં ખૂબ વિશાળ કારખાનાં આવેલાં છે. એ કારખાનાં પિટ્સબર્ગની ઉપર મોનોગહેલા અને એલ્પની નદીઓની ખીણોમાં તથા પિટ્સબર્ગની નીચે ઓહિયો નદીના કિનારે આવેલાં છે. પિટ્સબર્ગનાં લોખંડ-પોલાદનાં કારખાનાંઓમાં તૈયાર થયેલું શુદ્ધ પોલાદ ધોરીમાર્ગ અને જળમાર્ગે બજારમાં મોકલવામાં આવે છે.

પ્રશ્ન 3.
સુતરાઉ કાપડ ઉદ્યોગ
ઉત્તર:
સૂતરમાંથી કાપડ વણવાની કળા ઘણી પ્રાચીન છે. કાપડ બનાવવા માટે કપાસ, ઊન, રેશમ, શણ વગેરેનો ઉપયોગ થાય છે. મુખ્યત્વે કાચા માલના આધારે કાપડ ઉદ્યોગનું વર્ગીકરણ કરવામાં આવે છે. રેસા એ કાપડ ઉદ્યોગનો કાચો માલ છે. એ રેસા કુદરતી અને માનવનિર્મિત હોય છે. કુદરતી રેસા કપાસ, ઊન, રેશમ, લિનિન અને શણમાંથી મેળવવામાં આવે છે; જ્યારે નાયલૉન, પૉલિએસ્ટર, ઍક્રેલિક અને રેયૉન માનવનિર્મિત રેસા છે.

સુતરાઉ કાપડનો ઉદ્યોગ વિશ્વના પ્રાચીન ઉદ્યોગોમાંનો એક છે. ઈસુની 18મી સદીમાં થયેલી ઔદ્યોગિક ક્રાંતિ સુધી હાથની છે ટેકનિકથી હેન્ડલૂમ કાપડ બનાવવામાં આવતું હતું. 18મી સદીમાં સૌપ્રથમ બ્રિટનમાં અને એ પછી વિશ્વના બીજા દેશોમાં પાવરલૂમે સુતરાઉ કાપડ ઉદ્યોગના વિકાસને વેગ આપ્યો. આજે ભારત, ચીન, જાપાન અને યુ.એસ.એ. સુતરાઉ કાપડના મુખ્ય ઉત્પાદક દેશો છે.

ભારતમાં વર્ષોથી ઉત્તમ ગુણવત્તાનું સુતરાઉ કાપડ બનતું હતું. બ્રિટિશ શાસન પહેલાં ભારતમાં હાથ વડે વણાટ કરેલા અને કાંતેલા કાપડનું વિશાળ બજાર હતું. એ સમયે ઢાકાની મલમલ, મછલીપમની છિંટ, કાલિકટનું સુતરાઉ કાપડ તેમજ બરહાનપુર, સુરત અને વડોદરાનું સોનેરી જરીકામવાળું સુતરાઉ કાપડ જગવિખ્યાત હતાં. ભારતનું સુતરાઉ કાપડ માનવનિર્મિત હોવાથી તેનું ઉત્પાદન મોઘું બનતું હતું તેમજ તેના ઉત્પાદનમાં ખૂબ સમય થતો હતો. તેથી ભારતનો પરંપરાગત સુતરાઉ કાપડ ઉદ્યોગ પશ્ચિમના યંત્રનિર્મિત કાપડની પ્રતિસ્પર્ધા કરી શક્યો નહિ.

ભારતમાં સુતરાઉ કાપડની પહેલી સફળ યાંત્રિક મિલ ઈ. સ. 1854માં મુંબઈમાં સ્થપાઈ હતી. મુંબઈમાં ભેજવાળી આબોહવા; યંત્રોની આયાત માટે બંદરની સુવિધા; કપાસનું મોટું ઉત્પાદન; કુશળ શ્રમિકો અને કારીગરો; વિદ્યુત અને બૅન્કોની સગવડ; પરિવહન સેવાઓ વગેરે ઉપલબ્ધ હતાં. તેથી અહીં સુતરાઉ કાપડ ઉદ્યોગ ઝડપી વિકસ્યો. શરૂઆતમાં આ ઉદ્યોગ ગુજરાત અને મહારાષ્ટ્રમાં સ્થપાયો. એ પછી તે દેશના જુદા જુદા ભાગોમાં ફેલાયો. આજે ભારતમાં મુંબઈ, કોઈમ્બતૂર, કાનપુર, ચેન્નઈ, અમદાવાદ, કોલકાતા, લુધિયાના, પચ્ચેરી, પાનીપત વગેરે શહેરો સુતરાઉ કાપડ ઉદ્યોગનાં મુખ્ય કેન્દ્રો છે.

GSEB Class 8 Social Science Important Questions Chapter 12 ઉદ્યોગ

પ્રશ્ન 4.
મુંબઈનો સુતરાઉ કાપડ ઉદ્યોગ
ઉત્તરઃ
મુંબઈમાં પહેલી સફળ યાંત્રિક મિલ ઈ. સ. 1854માં સ્થપાઈ. મુંબઈમાં સુતરાઉ કાપડ ઉદ્યોગ ઝડપી વિકસ્યો તેનાં મુખ્ય કારણો આ પ્રમાણે છે:

  • મુંબઈમાં સૂતરના તાંતણાને અનુકૂળ એવી ભેજવાળી આબોહવા છે.
  • મુંબઈ સારું બંદર છે, તેથી અહીંથી કાપડ માટેની યંત્ર-સામગ્રીની આયાત થઈ શકે છે.
  • મુંબઈ મહારાષ્ટ્રમાં આવેલું છે. મહારાષ્ટ્રમાં કપાસનો પાક સારો થાય છે. તેથી કાપડ માટેનો કાચો માલ સહેલાઈથી મળી રહે છે.
  • મુંબઈમાં સસ્તી વીજળી મળે છે.
  • મિલોમાં કામ કરવા માટે મજૂરો અને કારીગરો અહીં મળી રહે છે.
  • મુંબઈ રેલવેનું મોટું મથક છે. તે દેશના અન્ય ભાગો સાથે રેલવેથી જોડાયેલું છે. તેથી માલ લાવવાની અને મોકલવાની અનુકૂળતા પડે છે.
  • મુંબઈમાં સાહસિક અને ધનાઢ્ય વેપારીઓ વસે છે તેમજ અહીં બૅન્કોની સારી સુવિધા છે.

પ્રશ્ન 5.
અમદાવાદનો સુતરાઉ કાપડ ઉદ્યોગ
ઉત્તર:
ગુજરાતમાં સાબરમતી નદીના કિનારે આવેલા હું અમદાવાદમાં ઈ. સ. 1861માં સુતરાઉ કાપડની પહેલી મિલ સ્થપાઈ. ભારતમાં મુંબઈ પછી અમદાવાદ સુતરાઉ કાપડ ઉદ્યોગનું બીજું સૌથી મોટું ઉત્પાદક શહેર બન્યું. અમદાવાદમાં સુતરાઉ કાપડ ઉદ્યોગ વિકસવાનાં મુખ્ય કારણો આ પ્રમાણે હતાં:

  • અમદાવાદ કપાસનું ઉત્પાદન કરતા પ્રદેશોની ખૂબ જ નજીક આવેલ છે. તેથી સુતરાઉ કાપડની મિલો માટે કાચો માલ સરળતાથી મળે છે.
  • અહીંનાં સપાટ મેદાનો મિલોની સ્થાપના કરવા માટે અનુકૂળ છે.
  • અહીંની મિલોમાં કામ કરવા માટે ગુજરાત અને મહારાષ્ટ્રમાંથી અહીં આવીને વસેલા કુશળ મજૂરો અને કારીગરો મળી રહે છે.
  • અમદાવાદ મોટું રેલવે જંક્શન છે. વળી, તે સડકમાર્ગે દેશના અન્ય ભાગો સાથે જોડાયેલું છે. તેથી કાચો માલ લાવવાની અને તૈયાર થયેલો માલ દેશના વિવિધ ભાગોમાં મોકલવાની ઉત્તમ સગવડ છે.
  • ગુજરાતની નજીક આવેલા મહારાષ્ટ્રમાં મુંબઈ બંદર આવેલું છે. તે અમદાવાદના કાપડ ઉદ્યોગ માટે જરૂરી યંત્ર-સામગ્રીની આયાત કરવાની અને સુતરાઉ કાપડના નિકાસની સારી સગવડ પૂરી પાડે છે.
  • અમદાવાદમાં મિલો શરૂ થઈ એ પહેલાં પણ સુતરાઉ કાપડનો ઉદ્યોગ વિકસેલો હતો. એટલે અહીં આ ઉદ્યોગના કુશળ કારીગરો મળી રહે છે.

ગ્રેટબ્રિટનના માન્ચેસ્ટર શહેરના સુતરાઉ કાપડના ધમધમતા ઉદ્યોગની જેમ અમદાવાદમાં પણ સુતરાઉ કાપડ ઉદ્યોગ ખૂબ મોટા પાયે વિકસ્યો હતો. તેથી અમદાવાદને “ભારતના માન્ચેસ્ટર’ની ઓળખ (ઉપમા) મળી હતી. છેલ્લાં કેટલાંક વર્ષોથી અમદાવાદનો સુતરાઉ કાપડનો ઉદ્યોગ કેટલીક સમસ્યાઓનો સામનો કરી રહ્યો છે. અહીંની ઘણીબધી મિલો બંધ પડી છે. વિશ્વના અન્ય દેશોમાં સુતરાઉ કાપડ ઉદ્યોગનાં વિકસેલાં નવાં કેન્દ્રો અને અમદાવાદની મિલોમાં યંત્ર-સામગ્રીના આધુનિકરણનો અભાવ એ અમદાવાદના સુતરાઉ કાપડના ઉદ્યોગની મુખ્ય સમસ્યાઓ છે.

પ્રશ્ન 6.
ઓસાકાનો સુતરાઉ કાપડનો ઉદ્યોગ
ઉત્તર:
ઓસાકા જાપાનનું સુતરાઉ કાપડના ઉદ્યોગનું મુખ્ય કેન્દ્ર : છે. તે ‘જાપાનના માન્ચેસ્ટર’ના નામે પણ ઓળખાય છે, કારણ કે ગ્રેટબ્રિટનના માન્ચેસ્ટર શહેરના સુતરાઉ કાપડના ધમધમતા ઉદ્યોગની જેમ ઓસાકામાં પણ સુતરાઉ કાપડનો ઉદ્યોગ મોટા પાયે વિકસ્યો છે. અહીં સુતરાઉ કાપડ ઉદ્યોગ વિકસવાનાં મુખ્ય કે કારણો આ પ્રમાણે છેઃ

  • ઓસાકાની ચારે બાજુ વિશાળ મેદાનો આવેલાં છે. તેથી સુતરાઉ કાપડની મિલોની સ્થાપના માટે સહેલાઈથી પૂરતી જમીન મળી છે.
  • જાપાનની ભેજવાળી આબોહવા સૂતરના વણાટ અને કાંતણ માટે વધુ ઉપયોગી બની છે.
  • ઓસાકાની નજીક આવેલી થોડો નદીમાંથી મિલો માટે પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે છે.
  • ઓસાકા જાપાનનું સારું બંદર છે. તેથી કાચા માલની આયાત કરવાની અને તૈયાર થયેલા કાપડની નિકાસ કરવાની ઉત્તમ સગવડ મળી છે.
  • જાપાનમાં કપાસનું ઉત્પાદન થતું નથી. તેથી ઓસાકાનો સુતરાઉ કાપડ ઉદ્યોગ સંપૂર્ણપણે આયાતી કાચા માલ પર આધારિત છે. અહીં ઇજિપ્ત, ભારત, ચીન અને યૂ.એસ.એ.થી કપાસની આયાત કરવામાં આવે છે.

સુતરાઉ કાપડની ઊંચી ગુણવત્તા અને વાજબી કિંમતને કારણે ઓસાકાના સુતરાઉ કાપડને દુનિયામાં સારું બજાર મળ્યું છે. આજે ઓસાકાના સુતરાઉ કાપડના ઉદ્યોગનું સ્થાન લોખંડપોલાદ ઉદ્યોગ, યંત્ર-સામગ્રી ઉદ્યોગ, જહાજ બાંધકામ ઉદ્યોગ, ઓટોમોબાઇલ ઉદ્યોગ, વિદ્યુત ઉપકરણ ઉદ્યોગ, સિમેન્ટ ઉદ્યોગ વગેરે ઉદ્યોગોએ લીધું છે.

પ્રશ્ન 7.
માહિતી તકનીકી ઉદ્યોગ (ઇન્ફર્મેશન ટેક્નોલૉજી ઉદ્યોગ)
ઉત્તર:
માહિતી તકનીકી ઉદ્યોગ એ વિશ્વના મુખ્ય ઉદ્યોગો પૈકી એક ઉદ્યોગ છે. તે એક નવા પ્રકારનો વિકસતો ઉદ્યોગ છે. તે માહિતીનો સંગ્રહ, તેની પ્રક્રિયા અને તેના વિતરણને વ્યવહારમાં લાવે છે. વર્તમાન સમયમાં તે વૈશ્વિક ઉદ્યોગ બન્યો છે. આ ઉદ્યોગને કારણે વિશ્વસ્તરે ટેક્નોલૉજી, રાજનીતિ તેમજ સામાજિક અને આર્થિક ક્ષેત્રે નોંધપાત્ર પરિવર્તન આવ્યું છે. સંશોધન ઉપલબ્ધતા, ખર્ચ અને માળખું આ ત્રણ પરિબળો માહિતી તકનીકી ઉદ્યોગના ભૌગોલિક સ્થાનને નક્કી કરે છે. મધ્ય કૅલિફૉર્નિયાની સિલિકોન વેલી અને ભારતનું બેંગલુરુ શહેર માહિતી તકનીકી ઉદ્યોગનાં ધરીરૂપ મુખ્ય કેન્દ્રો છે. બેંગલૂર શહેર ભારતમાં દખ્ખણના ઉચ્ચપ્રદેશમાં આવેલું હોવાથી તેનું નામ સિલિકોન ઉચ્ચપ્રદેશ’ પડ્યું છે.

આ શહેર વર્ષભર સમઘાત આબોહવા માટે દુનિયામાં જાણીતું છે. સિલિકોન વેલી એ મધ્ય કૅલિફૉર્નિયામાં આવેલી સાન્તાક્લોઝ ખીણનો એક ભાગ છે, જે ઉત્તર અમેરિકામાં રૉકીઝ પર્વતમાળાની નજીક આવેલ છે. અહીંની આબોહવા સમશીતોષ્ણ છે. આમ છતાં, અહીંનું તાપમાન ક્યારેક 0° સેથી નીચે જાય છે. માહિતી તકનીકી ઉદ્યોગનાં આ બે મુખ્ય સ્થળોનાં ભૌગોલિક સ્થાનને કારણે તેમની વચ્ચે માહિતી તકનીકી ઉદ્યોગમાં સમાનતા સર્જાઈ છે; જેનો લાભ બંને દેશોની આ ઉદ્યોગની કંપનીઓના વ્યવસાયીઓને મળી રહ્યો છે. ભારતમાં મુંબઈ, દિલ્હી, હૈદરાબાદ અને ચેન્નઈ માહિતી તકનીકી ઉદ્યોગનાં નાભિ કેન્દ્રો સમાં સ્થળો છે. દેશમાં ગુડગાંવ, પુણે, તિરુવનંતપુરમ, કોચીન, ચંડીગઢ વગેરે આ ઉદ્યોગનાં અન્ય મહત્ત્વનાં કેન્દ્રો છે.

નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપોઃ

પ્રશ્ન 1.
ઉદ્યોગ શબ્દનો અર્થ અને તેની સંકલ્પના સમજાવો.
ઉત્તર:
સામાન્યતઃ ઉદ્યોગ એટલે કોઈ પણ કાર્ય, શ્રમ કે પ્રવૃત્તિ કર્યા પછી મળતું ફળ કે પરિણામ, કે જેનો માનવી ઉપયોગ કરી શકે અથવા તે માનવીની જરૂરિયાતો પૂરી કરી શકે.
પ્રાચીન સમયમાં માનવી પોતાની જરૂરિયાતોની વસ્તુઓ મેળવવા જે કોઈ પ્રવૃત્તિ કરતાં તેમજ સ્વહસ્તે બનાવેલ વસ્તુઓ મેળવતો, તેને તે સમયનો ઉદ્યોગ કહેવાતો. સમય જતાં માનવીની જરૂરિયાતો વધતી ગઈ તેમ તેમ જરૂરિયાતોને પહોંચી વળવા તે વિવિધ યંત્રોનો ઉપયોગ કરવા લાગ્યો. પરિણામે ઉદ્યોગનો અર્થ ક્રમશઃ વિશાળ બન્યો. આમ, વર્તમાન સમયમાં ઉદ્યોગ શબ્દનો અનુબંધ યંત્રો સાથે થયેલો છે.

ઉદ્યોગમાં આ ત્રણ પ્રકારની પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે:

  • કાચો માલ એકત્ર કરવો.
  • કાચા માલના ઉત્પાદનનું સ્વરૂપ બદલીને તેની ઉપયોગિતામાં વધારો કરવો.
  • તૈયાર થયેલા ઉત્પાદનને બજાર કે ગ્રાહક સુધી પહોંચાડવું.

આમ, વિસ્તૃત અર્થમાં “ઉદ્યોગ એટલે કોઈ પણ કાચા માલનું યંત્રોની મદદથી સ્વરૂપ બદલીને તેની ઉપયોગિતામાં વધારો કરનાર પ્રવૃત્તિ. આ પ્રકારની પ્રવૃત્તિને ઔદ્યોગિક ઉત્પાદન પણ કહી શકાય.

પ્રશ્ન 2.
ભારતના ઔદ્યોગિક પ્રદેશો કયા કયા છે?
ઉત્તર:
ભારતના ઔદ્યોગિક પ્રદેશો આ પ્રમાણે છે :

  • મુંબઈ – પુણે ઔદ્યોગિક પ્રદેશ,
  • બેંગલૂરુ- તમિલનાડુ E ઔદ્યોગિક પ્રદેશ,
  • હુગલી ઔદ્યોગિક પ્રદેશ,
  • અમદાવાદ- વડોદરા ઔદ્યોગિક પ્રદેશ,
  • છોટા નાગપુર ઔદ્યોગિક પ્રદેશ,
  • વિશાખાપટ્ટમ – ગંતુર (ગુંટૂર) ઔદ્યોગિક પ્રદેશ,
  • ગુડગાંવ – દિલ્લી – મેરઠ ઔદ્યોગિક પ્રદેશ અને
  • કોલ્લમ – તિરુવનંતપુરમ ઔદ્યોગિક પ્રદેશ.

પ્રશ્ન 3.
ભારતમાં લોખંડ-પોલાદ ઉદ્યોગનાં મહત્ત્વનાં કેન્દ્રો કયાં કયાં છે? તે ક્યાં રાજ્યોમાં આવેલાં છે?
ઉત્તર:
ભારતમાં લોખંડ-પોલાદ ઉદ્યોગનાં મહત્ત્વનાં કેન્દ્રો અને તેમનાં રાજ્યો આ પ્રમાણે છેઃ

  • ભિલાઈ – છત્તીસગઢમાં,
  • દુર્ગાપુર અને બર્નપુર – પશ્ચિમ બંગાળમાં,
  • બોકારો અને જમશેદપુર – ઝારખંડમાં,
  • રૂરકેલા (રાઉરકેલા) – ઓડિશામાં,
  • ભદ્રાવતી અને વિજયનગર – કર્ણાટકમાં,
  • વિશાખાપમ – આંધ્ર પ્રદેશમાં અને
  • સાલેમ (સેલમ) – તમિલનાડુમાં.

પ્રશ્ન 4.
જમશેદપુરમાં લોખંડ-પોલાદના ઉદ્યોગનો વિકાસ કયાં 3 કારણોથી થયો હતો?
ઉત્તરઃ
જમશેદપુરમાં લોખંડ-પોલાદના ઉદ્યોગનો વિકાસ મુખ્ય આ કારણોથી થયો હતો :

  • જમશેદપુર બંગાળ – નાગપુર રેલમાર્ગ પર કાળી માટી સ્ટેશનથી માત્ર 32 કિમી દૂર હતું.
  • જમશેદપુરની નજીક આવેલ ઝરીયાની ખાણોમાંથી કોલસો મળી રહે છે.
  • છત્તીસગઢની ખાણોમાંથી લોહઅયસ્ક, ચૂનાના પથ્થરો, ડોલોમાઈટ અને મેંગેનીઝ પ્રાપ્ત થાય છે.
  • જમશેદપુરની પાસે આવેલી સુવર્ણરેખા અને ખરકઈ નદીઓમાંથી કારખાના માટે પાણીનો પૂરતો પુરવઠો મળી રહે છે.
  • જમશેદપુરના લોખંડ-પોલાદ માટે દેશમાં વિશાળ બજાર હતું.
  • જમશેદપુરના લોખંડ-પોલાદ ઉદ્યોગના વિકાસ માટે સરકારી પ્રોત્સાહનરૂપે પૂરતી મૂડી મળી હતી.

પ્રશ્ન 5.
પિટ્સબર્ગમાં લોખંડ-પોલાદના ઉદ્યોગનો વિકાસ મોટા પાયે કયાં કારણોથી થયો છે?
ઉત્તરઃ

પિટ્સબર્ગ યુ.એસ.એ.નું લોખંડ-પોલાદ ઉદ્યોગનું એક મહત્ત્વનું શહેર છે. સ્થાનિક સગવડો મળેલી હોવાથી અહીં લોખંડપોલાદ ઉદ્યોગ મોટા પાયે વિકસ્યો છે.

  • આ ઉદ્યોગ માટેનો કોલસો પિટ્સબર્ગની ખાણોમાંથી મળી રહે છે.
  • મિનસોટાની લોખંડની ખાણોમાંથી તેને લોહઅયસ્ક મળે છે.
  • એ ખાણો અને પિટ્સબર્ગની વચ્ચે ગ્રેટ લક્સનો શ્રેષ્ઠ જળમાર્ગ આવેલો છે. તે લોહઅયસ્કના નોકા પરિવહન માટે સસ્તો જળમાર્ગ છે.
  • ઓહિયો, મોનોગહેલા અને એલ્બની નદીઓમાંથી કારખાના માટે પાણીનો પૂરતો જથ્થો મળે છે.

આ બધાં કારણોસર આજે પિટ્સબર્ગમાં લોખંડ-પોલાદનાં ખૂબ વિશાળ કારખાનાં આવેલાં છે. એ કારખાનાં પિટ્સબર્ગની ઉપર મોનોગહેલા અને એલ્પની નદીઓની ખીણોમાં તથા પિટ્સબર્ગની નીચે ઓહિયો નદીના કિનારે આવેલાં છે. પિટ્સબર્ગનાં લોખંડ-પોલાદનાં કારખાનાંઓમાં તૈયાર થયેલું શુદ્ધ પોલાદ ધોરીમાર્ગ અને જળમાર્ગે બજારમાં મોકલવામાં આવે છે.

GSEB Class 8 Social Science Important Questions Chapter 12 ઉદ્યોગ

પ્રશ્ન 6.
અમદાવાદમાં સુતરાઉ કાપડ ઉદ્યોગના વિકાસનાં મુખ્ય કારણો કયાં કયાં છે?
ઉત્તર:
સૂતરમાંથી કાપડ વણવાની કળા ઘણી પ્રાચીન છે. કાપડ બનાવવા માટે કપાસ, ઊન, રેશમ, શણ વગેરેનો ઉપયોગ થાય છે. મુખ્યત્વે કાચા માલના આધારે કાપડ ઉદ્યોગનું વર્ગીકરણ કરવામાં આવે છે. રેસા એ કાપડ ઉદ્યોગનો કાચો માલ છે. એ રેસા કુદરતી અને માનવનિર્મિત હોય છે. કુદરતી રેસા કપાસ, ઊન, રેશમ, લિનિન અને શણમાંથી મેળવવામાં આવે છે; જ્યારે નાયલૉન, પૉલિએસ્ટર, ઍક્રેલિક અને રેયૉન માનવનિર્મિત રેસા છે.

સુતરાઉ કાપડનો ઉદ્યોગ વિશ્વના પ્રાચીન ઉદ્યોગોમાંનો એક છે. ઈસુની 18મી સદીમાં થયેલી ઔદ્યોગિક ક્રાંતિ સુધી હાથની છે ટેકનિકથી હેન્ડલૂમ કાપડ બનાવવામાં આવતું હતું. 18મી સદીમાં સૌપ્રથમ બ્રિટનમાં અને એ પછી વિશ્વના બીજા દેશોમાં પાવરલૂમે સુતરાઉ કાપડ ઉદ્યોગના વિકાસને વેગ આપ્યો. આજે ભારત, ચીન, જાપાન અને યુ.એસ.એ. સુતરાઉ કાપડના મુખ્ય ઉત્પાદક દેશો છે.

ભારતમાં વર્ષોથી ઉત્તમ ગુણવત્તાનું સુતરાઉ કાપડ બનતું હતું. બ્રિટિશ શાસન પહેલાં ભારતમાં હાથ વડે વણાટ કરેલા અને કાંતેલા કાપડનું વિશાળ બજાર હતું. એ સમયે ઢાકાની મલમલ, મછલીપમની છિંટ, કાલિકટનું સુતરાઉ કાપડ તેમજ બરહાનપુર, સુરત અને વડોદરાનું સોનેરી જરીકામવાળું સુતરાઉ કાપડ જગવિખ્યાત હતાં. ભારતનું સુતરાઉ કાપડ માનવનિર્મિત હોવાથી તેનું ઉત્પાદન મોઘું બનતું હતું તેમજ તેના ઉત્પાદનમાં ખૂબ સમય થતો હતો. તેથી ભારતનો પરંપરાગત સુતરાઉ કાપડ ઉદ્યોગ પશ્ચિમના યંત્રનિર્મિત કાપડની પ્રતિસ્પર્ધા કરી શક્યો નહિ.

ભારતમાં સુતરાઉ કાપડની પહેલી સફળ યાંત્રિક મિલ ઈ. સ. 1854માં મુંબઈમાં સ્થપાઈ હતી. મુંબઈમાં ભેજવાળી આબોહવા; યંત્રોની આયાત માટે બંદરની સુવિધા; કપાસનું મોટું ઉત્પાદન; કુશળ શ્રમિકો અને કારીગરો; વિદ્યુત અને બૅન્કોની સગવડ; પરિવહન સેવાઓ વગેરે ઉપલબ્ધ હતાં. તેથી અહીં સુતરાઉ કાપડ ઉદ્યોગ ઝડપી વિકસ્યો. શરૂઆતમાં આ ઉદ્યોગ ગુજરાત અને મહારાષ્ટ્રમાં સ્થપાયો. એ પછી તે દેશના જુદા જુદા ભાગોમાં ફેલાયો. આજે ભારતમાં મુંબઈ, કોઈમ્બતૂર, કાનપુર, ચેન્નઈ, અમદાવાદ, કોલકાતા, લુધિયાના, પચ્ચેરી, પાનીપત વગેરે શહેરો સુતરાઉ કાપડ ઉદ્યોગનાં મુખ્ય કેન્દ્રો છે.

પ્રશ્ન 7.
ઓસાકામાં સુતરાઉ કાપડ ઉદ્યોગના વિકાસનાં મુખ્ય કારણો કયાં કયાં છે?
ઉત્તરઃ
ઓસાકા જાપાનનું સુતરાઉ કાપડના ઉદ્યોગનું મુખ્ય કેન્દ્ર:
છે. તે ‘જાપાનના માન્ચેસ્ટર’ના નામે પણ ઓળખાય છે, કારણ કે ગ્રેટબ્રિટનના માન્ચેસ્ટર શહેરના સુતરાઉ કાપડના ધમધમતા ઉદ્યોગની જેમ ઓસાકામાં પણ સુતરાઉ કાપડનો ઉદ્યોગ મોટા પાયે વિકસ્યો છે. અહીં સુતરાઉ કાપડ ઉદ્યોગ વિકસવાનાં મુખ્ય કે કારણો આ પ્રમાણે છેઃ

  • ઓસાકાની ચારે બાજુ વિશાળ મેદાનો આવેલાં છે. તેથી સુતરાઉ કાપડની મિલોની સ્થાપના માટે સહેલાઈથી પૂરતી જમીન મળી છે.
  • જાપાનની ભેજવાળી આબોહવા સૂતરના વણાટ અને કાંતણ માટે વધુ ઉપયોગી બની છે.
  • ઓસાકાની નજીક આવેલી થોડો નદીમાંથી મિલો માટે પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે છે.
  • ઓસાકા જાપાનનું સારું બંદર છે. તેથી કાચા માલની આયાત કરવાની અને તૈયાર થયેલા કાપડની નિકાસ કરવાની ઉત્તમ સગવડ મળી છે.
  • જાપાનમાં કપાસનું ઉત્પાદન થતું નથી. તેથી ઓસાકાનો સુતરાઉ કાપડ ઉદ્યોગ સંપૂર્ણપણે આયાતી કાચા માલ પર આધારિત છે. અહીં ઇજિપ્ત, ભારત, ચીન અને યૂ.એસ.એ.થી કપાસની આયાત કરવામાં આવે છે.

સુતરાઉ કાપડની ઊંચી ગુણવત્તા અને વાજબી કિંમતને કારણે ઓસાકાના સુતરાઉ કાપડને દુનિયામાં સારું બજાર મળ્યું છે. આજે ઓસાકાના સુતરાઉ કાપડના ઉદ્યોગનું સ્થાન લોખંડપોલાદ ઉદ્યોગ, યંત્ર-સામગ્રી ઉદ્યોગ, જહાજ બાંધકામ ઉદ્યોગ, ઓટોમોબાઇલ ઉદ્યોગ, વિદ્યુત ઉપકરણ ઉદ્યોગ, સિમેન્ટ ઉદ્યોગ વગેરે ઉદ્યોગોએ લીધું છે.

પ્રશ્ન 1.
ઉદ્યોગો અમુક ક્ષેત્રોમાં શાથી વધુ વિકસે છે?
ઉત્તર :
ઉદ્યોગો અમુક ક્ષેત્રોમાં વધુ વિકસવાનાં કારણો (પરિબળો) આ પ્રમાણે છે:

  • કાચા માલનાં ક્ષેત્રો અને કાચા માલની સરળતાથી ઉપલબ્ધિ,
  • પૂરતાં વિશાળ સમથળ મેદાનો,
  • સાનુકૂળ આબોહવા,
  • પાણીનો પર્યાપ્ત પુરવઠો,
  • કુશળ શ્રમિકો અને કારીગરોની સરળતાથી ઉપલબ્ધિ,
  • આયાત-નિકાસ માટે બંદરની સગવડ,
  • રેલમાર્ગ અને સુવિકસિત જમીનમાર્ગોની સગવડ,
  • બજારોની ઉપલબ્ધિ,
  • બૅન્કિંગ વ્યવસ્થા વગેરે.

પ્રશ્ન 2.
વાહનવ્યવહારની સુગમતા ઉદ્યોગોના વિકાસમાં કેવી રીતે સહાયક નીવડે છે?
ઉત્તરઃ

  1. રેલમાર્ગો અને સુવિકસિત જમીનમાર્ગોની સારી સુવિધાઓ મળવાથી કાચા માલનો પુરવઠો કારખાનાંઓમાં સુગમતાથી લાવી શકાય છે તેમજ કારખાનાંઓમાં તૈયાર થયેલો માલ બજારો કે ગ્રાહકો સુધી ઝડપથી પહોંચાડી શકાય છે.
  2. બંદરોની સગવડોને કારણે પરદેશોમાંથી જરૂરી યંત્રો, યંત્ર-સામગ્રી, કાચો માલ વગેરેની આયાત થઈ શકે છે તેમજ તૈયાર થયેલા માલની વિદેશોમાં નિકાસ થઈ શકે છે.
  3. વાહનવ્યવહારની સુગમતાને લીધે શ્રમિકોની પણ હેરફેર થઈ શકે છે. આમ, વાહનવ્યવહારની સુગમતા ઉદ્યોગોના વિકાસમાં સહાયક નીવડે છે.

પ્રવૃત્તિઓ
1. વિવિધ ક્ષેત્રોના ઉદ્યોગોનાં સ્થાનિક ઉદાહરણો મેળવી તેની નોંધ કરો.
2. તમારા શહેરમાં આવેલા ઔદ્યોગિક એકમની મુલાકાત લઈ તેના ઉત્પાદનની પ્રક્રિયા વિશે માહિતી મેળવો.
૩. તમે ગામડાની શાળામાં અભ્યાસ કરતા હોવ તો નજીકના શહેરના કોઈ ઔદ્યોગિક એકમની મુલાકાત લેવા પ્રવાસનું આયોજન કરો.
4. ઇન્ફર્મેશન ટેક્નોલૉજી અંગે માહિતગાર થવા માટે તમારી શાળામાં આ વિષયના કોઈ નિષ્ણાત / વિદ્વાન વ્યક્તિ સાથે વાર્તાલાપ ગોક્વો. આ અંગે તેમને શાળાના આચાર્યશ્રીની સંમતિ સાથે શાળામાં આમંત્રણ આપતો પત્ર લખો.

નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ-અક્ષર પ્રશ્નની સામે આપેલા માં લખો :

પ્રશ્ન 1.
કયો ઉદ્યોગ સમુદ્ર આધારિત ઉદ્યોગ છે?
A. કાગળ ઉદ્યોગ
B. શણ ઉદ્યોગ
C. મત્સ્ય ઉદ્યોગ
D. સિમેન્ટ ઉદ્યોગ
ઉત્તર:
C. મત્સ્ય ઉદ્યોગ

પ્રશ્ન 2.
નીચેનામાંથી કયું સહકારી ક્ષેત્રનું ઉદાહરણ છે?
A. રિલાયન્સ
B. સ્ટીલ ઑથોરિટી ઑફ ઇન્ડિયા
C. મારુતિ લિમિટેડ
D. અમૂલ ડેરી
ઉત્તર:
D. અમૂલ ડેરી

પ્રશ્ન 3.
નીચેનામાંથી કયાં પરિબળો ઉદ્યોગોના સ્થાનીકરણ પર અસર કરે છે?
A. શ્રમ
B. ઊર્જા
C. મૂડી
D. આપેલ તમામ
ઉત્તર:
D. આપેલ તમામ

પ્રશ્ન 4.
નીચેનામાંથી કયું સ્ટીલ ઉત્પાદક કેન્દ્ર નથી?
A. ભીલાઈ
B. જયપુર
C. જમશેદપુર
D. દુર્ગાપુર
ઉત્તર:
B. જયપુર

પ્રશ્ન 5.
ઢાકાનું કયું કાપડ જગવિખ્યાત હતું?
A. મલમલ
B. સુતરાઉ કાપડ
C. છિંટ
D. સોનેરી જરીવાળું કાપડ
ઉત્તર:
A. મલમલ

GSEB Class 8 Social Science Important Questions Chapter 12 ઉદ્યોગ

પ્રશ્ન 6.
ભારતના કયા શહેરનું નામ ‘સિલિકોન ઉચ્ચપ્રદેશ પડ્યું છે?
A. ચેન્નઈનું
B. અમદાવાદનું
C. ભોપાલનું
D. બેંગલૂરુનું
ઉત્તર:
D. બેંગલૂરુનું

પ્રશ્ન 7.
સિલિકોન વેલી ઉત્તર અમેરિકાના કયા રાજ્યમાં આવેલી છે?
A. કૅલિફૉર્નિયામાં
B. ઍરિઝોનામાં
C. ઑકલાહોમામાં
D. પેન્સિલ્વેનિયામાં
ઉત્તર:
A. કૅલિફૉર્નિયામાં

Leave a Comment

Your email address will not be published.