This GSEB Class 8 Social Science Notes Chapter 13 માનવ-સંસાધન covers all the important topics and concepts as mentioned in the chapter.
માનવ-સંસાધન Class 8 GSEB Notes
→ સ્વસ્થ, સુશિક્ષિત, કેળવાયેલા, પ્રતિભાવંત અને વિચારશીલ લોકો પોતાની જરૂરિયાતો પ્રમાણે સંસાધનોનો વિકાસ કરે છે. એ રીતે તેઓ પોતાનો, સમાજનો અને રાષ્ટ્રનો વિકાસ કરે છે. આથી વસ્તીને – લોકોને – રાષ્ટ્રનું સૌથી મોટું સંસાધન ગણવામાં આવે છે.
→ પૃથ્વી સપાટી પર એટલે કે પૃથ્વીના ખંડોમાં જે રીતે વસ્તી ફેલાયેલી છે તેને ‘વસ્તી-વિતરણની તરાહ’ કે ‘વસ્તી-વિભાજન’ કહે છે.
→ ઈ. સ. 1990માં વિશ્વની કુલ વસ્તી 6 અબજ હતી, તેમાં 90 %થી વધારે વસ્તી પૃથ્વીના લગભગ 10 % વિસ્તારમાં રહેતી હતી. વિશ્વના કેટલાક વિસ્તારો ગીચ વસ્તી ધરાવે છે, તો કેટલાક વિસ્તારો ખૂબ ઓછી વસ્તીગીચતા ધરાવે છે.
→ વિશ્વમાં દક્ષિણ-પૂર્વ એશિયા, યુરોપ અને ઉત્તર-પૂર્વ ઉત્તર અમેરિકા ગીચ વસ્તી ધરાવતા વિસ્તારો છે.
→ વિશ્વનાં ઉચ્ચ અક્ષાંશીય ક્ષેત્રો, ઉષ્ણકટિબંધીય રણવિસ્તારો, પર્વતો અને વિષુવવૃત્તીય જંગલોના વિસ્તારોમાં ખૂબ ઓછી વસ્તી વસવાટ કરે છે.
→ વિશ્વની કુલ વસ્તીના લગભગ લોકો એશિયા અને આફ્રિકા ખંડમાં વસવાટ કરે છે.
→ વિશ્વની 60 % વસ્તી માત્ર 10 દેશોમાં વસવાટ કરે છે. એ દેશોમાં 360 કરોડથી વધારે લોકો વસવાટ કરે છે.
→ પૃથ્વી સપાટીના કોઈ એકમ ક્ષેત્ર કે કોઈ પણ નિશ્ચિત વિસ્તારમાં દર ચોરસ કિમીએ વસતા લોકોની સરેરાશ જનસંખ્યાને તે વિસ્તારની ‘વસ્તીગીચતા’ કહે છે. કોઈ એક ચોક્કસ વિસ્તારમાં (ચો કિમીમાં) કેટલી માનવવસ્તી છે એ ઉપરથી તે પ્રદેશની વસ્તીગીચતા જાણી શકાય છે.
→ વસ્તીગીચતાને નીચે આપેલા સૂત્ર પ્રમાણે પણ દર્શાવી શકાય છે : વસ્તીગીચતા = દેશની કુલ વસ્તી દેશનું કુલ ક્ષેત્રફળ
→ 2011ના વર્ષ પ્રમાણે ભારતની સરેરાશ વસ્તીગીચતા 382 છે અને વિશ્વની સરેરાશ વસ્તીગીચતા 54 છે.
→ વિશ્વમાં દક્ષિણ-મધ્ય એશિયા, પૂર્વ એશિયા અને દક્ષિણ-પૂર્વ એશિયામાં સૌથી વધારે વસ્તીગીચતા છે.
→ ભારતમાં બિહાર સૌથી વધુ અને અરુણાચલ પ્રદેશ સૌથી ઓછી વસ્તીગીચતા ધરાવતાં રાજ્ય છે.
→ ભારતમાં દિલ્લી સૌથી વધુ અને અંદમાન અને નિકોબાર દ્વીપસમૂહ સૌથી ઓછી વસ્તીગીચતા ધરાવતા કેન્દ્રશાસિત પ્રદેશો છે.
→ ભારતમાં કેરલ દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સૌથી વધારે અને હરિયાણા સૌથી ઓછી સંખ્યા ધરાવતાં રાજ્યો છે.
→ ભારતમાં પુરી દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સૌથી વધુ; જ્યારે દમણ અને દીવ સૌથી ઓછી સંખ્યા ધરાવતા કેન્દ્રશાસિત પ્રદેશો છે.
→ ભારતમાં કેરલ સૌથી વધુ અને તેલંગણા સૌથી ઓછો સાક્ષરતા દર ધરાવતાં રાજ્યો છે.
→ ભારતમાં લક્ષદ્વીપ સૌથી વધુ અને જમ્મુ અને કાશ્મીર સૌથી ઓછો સાક્ષરતા દર ધરાવતા કેન્દ્રશાસિત પ્રદેશો છે.
→વસ્તી-વિતરણને અસર કરનાર મુખ્ય પરિબળોઃ
(1) ભૌગોલિક પરિબળો (Geographical Factors) :
1. પ્રાકૃતિક રચના : પ્રદેશની પ્રાકૃતિક રચના વસ્તીવિતરણ પર ગાઢ અસર કરે છે. જેમ કે, માનવી હંમેશાં પર્વતો અને ઉચ્ચપ્રદેશોની સરખામણીએ મેદાની વિસ્તારમાં રહેવાનું વધારે પસંદ કરે છે, કારણ કે આ વિસ્તાર ખેતી, ઉદ્યોગો અને સેવાઓની પ્રવૃત્તિઓ માટે ખૂબ ઉપયોગી હોય છે. દા. ત., ભારતમાં ગંગા નદીના કિનારાના વિસ્તારો વિશ્વના સૌથી વધારે ગીચ વસ્તી ધરાવતા વિસ્તારો છે, જ્યારે ઍન્ડીઝ, આગ્સ, હિમાલય વગેરે પર્વતોના વિસ્તારમાં ઘણી જ ઓછી વસ્તી વસે છે.
2. આબોહવા (Climate) : અતિશય, પ્રખર ગરમી કે કડકડતી ઠંડી પડતી હોય એવા વિસ્તારો માનવવસવાટ માટે પ્રતિકૂળ છે. દા. ત., આફ્રિકાનું સહરાનું રણ, રશિયાનો ધુવ પ્રદેશ, કેનેડાનો ઉત્તર ભાગ, ઍન્યટિકા ખંડ વગેરે વિસ્તારો અતિવિષમ આબોહવા ધરાવતા હોવાથી ત્યાં માનવી વસવાટ કરવાનું પસંદ કરતો નથી.
3. જમીન (soil) : નદીઓના કાંપનાં મેદાનોની જમીન અત્યંત ફળદ્રુપ હોય છે, જે ખેતીપ્રવૃત્તિ માટે ખૂબ જ ઉપયોગી હોય છે. તદુપરાંત, એ જમીન ઔદ્યોગિક પ્રવૃત્તિઓ માટે સારી અનુકૂળતા ધરાવે છે. ભારતમાં ગંગા-યમુના અને બ્રહ્મપુત્રા નદીખો; ચીનમાં વાંગ હો અને ચાંગ જિયાંગ નદીઓ તેમજ ઇજિતમાં નાઈલ નદી – આ બધી નદીઓએ ફળદ્રુપ મેદનોની રચના કરી છે. અહીં સિંચાઈની સારી સગવડ હોવાથી ખેતી અને પશુપાલન સારી રીતે થઈ શકે છે. તેથી આ નદીઓનાં મેદાનો ગીચ વસ્તીવાળા વિસ્તારો બન્યા છે.
4 જળ (Water) જે વિસ્તારોમાં બિનસારીય મીઠું પાણી સરળ રીતે ઉપલબ્ધ હોય છે ત્યાં વસવાટ કરવા માનવી પ્રાથમિકતા આપે છે, કારણ કે એ વિસ્તારોમાં ખેતી, પશુપાલન અને ઉદ્યોગો સારાં થઈ શકે છે. વિશ્વની નદીખીણોનાં ક્ષેત્રો ગીચ વસ્તી ધરાવે છે, જ્યારે રણવિસ્તારોમાં વસ્તી ખૂબ ઓછી હોય છે.
5. ખનીજ (Minerals) : ખનીજ – સંસાધનવાળા વિસ્તારોમાં ગીચ વસ્તી હોય છે. હીરાની ખાણો ધરાવતા દક્ષિણ આફ્રિકામાં અને ખનીજ તેલનાં ક્ષેત્રોવાળા મધ્ય-પૂર્વ એશિયામાં વસ્તીની ગીચતા વધારે છે,
(2) સામાજિક, સાંસ્કૃતિક અને આર્થિક પરિબળોઃ
- સામાજિક પરિબળ: સાનુકૂળ રહેઠાણો તેમજ શિક્ષણ અને સ્વાશ્મની સારી સગવડોવાળા વિસ્તારોમાં વસ્તીની ગીચતા વધારે હોય છે, દા. ત., મહારાષ્ટ્રમાં પુણે શહેર.
- સાંસ્કૃતિક પરિબળ : પરિવાર, ધર્મ અને સાંસ્કૃતિક મહત્ત્વ ધરાવતાં સ્થાનો વસ્તીને વસવાટ માટે આકર્ષિત કરે છે. દા. ત., ઉત્તર પ્રદેશમાં ગંગા નદીને કિનારે આવેલું વારાણસી (બનારસ), ઇઝરાયલમાં આવેલું જેરુસલેમ, ઇટલીની રાજધાની રીમમાં આવેલ વેટિકન સિટી વગેરે.
- આર્થિક પરિબળો : ઔદ્યોગિક વિસ્તારો રૌજગારીની નવી નવી તકો ઊભી કરે છે. તેથી એ વિસ્તારો મોટી સંખ્યામાં વસ્તીને વસવાટ માટે પ્રેરિત કરે છે. દા. ત., જાપાનમાં આવેલું ઓસાકા રાહેર અને ભારતમાં મહારાષ્ટ્રમાં આવેલું મુંબઈ શહેર. આ બંને શહેરો ઔદ્યોગિક ક્ષેત્રો હોવાથી ગીચ વસવાટનાં સ્થળો બન્યાં છે,
→ ભારતની વસ્તીનું વિતરણ અસમાન છે, ભારતમાં પર્વતો, રણપ્રદેશો અને જંગલ વિસ્તારોની સરખામણીએ મેદાનોમાં વધુ વસ્તી વસવાટ કરે છે. પ્રાકૃતિક સંસાધનોમાં વિશેષતઃ સમથળ અને ફળદ્રુપ જમીન ધરાવતાં નદીકિનારાનાં મેદાનોમાં આવેલાં રાજ્યો, દેશના જિલ્લા અને શહેરી ક્ષેત્રો વધુ વસ્તીગીચતા ધરાવે છે. ભારતનાં રાજ્યોના વિસ્તારો અને તેમનાં સંસાધનોમાં અનેક વિવિધતા છે. તેથી ભારતનાં ઘણાં રાજ્યોની વસ્તીનું વિતરણ અનેક અસમાનતાઓ ધરાવે છે, જેમ કે, હિમાલયી લધુરાજ્ય સિક્કિમની વસ્તી ફક્ત 6.10 લાખ છે, જ્યારે ઉત્તર પ્રદેશ રાજ્યની વસ્તી 19, 98 કરોડ છે. ભારતનાં 10 રાજ્યો એવાં છે કે જેમાં દરેક રાજ્યની વસ્તી 5 કરોડથી વધારે છે.
→ ભારતનાં ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, બિહાર, પશ્ચિમ બંગાળ અને આંધ્ર પ્રદેશ આ પાંચ રાજ્યોમાં જ દેશની અડધાથી વધારે વસ્તી વસવાટ કરે છે, એનો અર્થ એ નથી કે વિશાળ ક્ષેત્રફળ ધરાવતા રાજ્યની વસ્તી પણ ખૂબ વધારે હોય ! દા. ત., ક્ષેત્રફળની દષ્ટિએ રાજસ્થાન ભારતનું સૌથી મોટું રાજ્ય છે, પરંતુ અહીં દેશની વસ્તીના માત્ર આશરે 5,66 % લોકો જ વસવાટ કરે છે.
→ ક્ષેત્રફળની દષ્ટિએ મધ્ય પ્રદેશ દેશનું બીજા ક્રમનું મોટું રાજ્ય છે, પરંતુ અર્ધી દેશની વસ્તીના માત્ર આશરે 6 % લોકો જ વસવાટ કરે છે; જ્યારે દેશનું 7.26 % ક્ષેત્રફળ ધરાવતું ઉત્તર પ્રદેશ રાજ્ય દેશની આશરે 16.51 % વસ્તી ધરાવે છે. દેશના 2.6 % ક્ષેત્રફળ ધરાવતા બિહાર રાજ્યમાં દેશની વસ્તીના આશરે 8.60 % વસ્તી વસવાટ કરે છે.
→ વિશ્વ કૃષિ અને ઔદ્યોગિક ક્ષેત્ર:
ભારતની વ્યાવસાયિક સંરચના ઘણી અસમાન છે. આજે આપણા દેશની વસ્તીના આશરે ભાગના લોકો કૃષિક્ષેત્ર પર આધારિત છે. યુ.એસ.એ. જેવા વિકસિત દેશમાં તેની વસ્તીના માત્ર 5 % લોકો જ કૃષિક્ષેત્રમાં કામ કરે છે. જાપાનમાં તેની વસ્તીના 10 %થી પણ ઓછા લોકો કૃષિક્ષેત્રમાં જોડાયેલા છે. વિશ્વના વિકસિત દેશોમાં તેમની કુલ વસ્તીના લગભગ 1 શ્રમિકો ઔદ્યોગિક ક્ષેત્રમાં જોડાયેલા છે. ઔદ્યોગિક ક્ષેત્ર ખૂબ જ મહત્ત્વનું ગણાય છે, કારણ કે તે મૂલ્યવૃદ્ધિ માટે પ્રત્યક્ષરૂપે સંબંધ રાખે છે તેમજ તેના દ્વારા દેશની રાષ્ટ્રીય સંપત્તિ અને રાષ્ટ્રીય આવકમાં વધારો થાય છે. ભારતમાં ઔદ્યોગિક ક્ષેત્રમાં દેશની વસ્તીના ફક્ત 10 % લોકો જોડાયેલા છે. આ ઓછી ટકાવારી માટે દેશમાં મૂડી અને અદ્યતન ટેક્નોલૉજીની અછત જવાબદાર છે.
ભારતમાં બીજા દેશમાં સરખામણીએ યુવા-વસ્તી વધારે છે. આ યુવા-વસ્તી દ્વારા દેશના વિકાસની ક્ષમતામાં વધારો થઈ શકે છે. દેશની યુવા-વસ્તીને માનવ-સંસાધનમાં પરિવર્તિત કરી શકાય છે.
ભારતમાં અને ગુજરાતમાં અનુક્રમે 19.4 % અને 19.45 % વસ્તી યુવા-વસ્તી છે.
→ ભારતમાં સ્ત્રી-પુરુષ પ્રમાણ (જાતિ-પ્રમાણ) :
- દર એક હજાર પુરુષોની વસ્તીમાં સ્ત્રીઓની સંખ્યાના પ્રમાણને સ્ત્રી-પુરુષ પ્રમાણ (જાતિ-પ્રમાણ) કહે છે.
- આપણા દેશોમાં સ્ત્રીઓની સરખામણીએ પુરુષોની સંખ્યા વધારે છે. 20મી સદીની શરૂઆતમાં ઈ. સ. 1901માં ભારતમાં – સ્ત્રી-પુરુષનું પ્રમાણ દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા 972 હતી. 2011માં ભારતમાં દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા 943 હતી.
- સ્ત્રી-પુરુષના પ્રમાણને સૂત્ર દ્વારા આ રીતે દર્શાવી શકાય: સ્ત્રી-પુરુષ પ્રમાણ = \(\frac{\text { સ્ત્રીઓની વસ્તી }}{\text { પુરોની વસ્તી }}\) × 1000
→ ભારતમાં સાક્ષરતા :
- 7 વર્ષ કે તેનાથી વધુ ઉંમરની વ્યક્તિ કોઈ પણ એક ભાષા વાંચી-લખીને સમજી શકતી હોય તેને ‘સાક્ષર’ કે અક્ષરજ્ઞાન ધરાવતી વ્યક્તિ ગણવામાં આવે છે.
- સાક્ષરતા દરનું સૂત્ર સાક્ષરતા દર = 7 વર્ષ કે તેનાથી વધુ ઉંમરની સાક્ષર વ્યક્તિઓની વસ્તી × 100
- ભારતમાં ઈ. સ. 1901માં સાક્ષરતાનો દર 5 % હતો, તે વધીને ઈ. સ. 2011માં 74.04 % થયો હતો.
- 2011ની જનગણના પ્રમાણે આપણા દેશમાં કુલ વસ્તીના 80.9 % પુરુષો અને 64.6 % સ્ત્રીઓ સાક્ષર છે, અર્થાત્ આપણા દેશના ત્રણ-ચતુર્થેશ પુરુષો અને અડધાથી વધારે સ્ત્રીઓ સાક્ષર છે.
- કેરલમાં સાક્ષરતા 94 % છે, જે બધાં રાજ્યોમાં સૌથી વધુ છે. તેના પછી 92.3 % લક્ષદ્વીપ કેન્દ્રશાસિત પ્રદેશ બીજા ક્રમે છે અને 91.6 % સાથે મિઝોરમ ત્રીજા ક્રમે છે. આપણા દેશમાં તેલંગણા રાજ્યનો સાક્ષરતા દર 59 % છે, જે સૌથી ઓછો છે.
- 2011ની જનગણના પ્રમાણે ભારતનાં તેલંગણા, અરુણાચલ પ્રદેશ, રાજસ્થાન, ઝારખંડ, આંધ્ર પ્રદેશ વગેરે રાજ્યોમાં સાક્ષરતાની ટકાવારી ખૂબ જ ઓછી છે.