This GSEB Class 8 Social Science Notes Chapter 3 ભારતનો પ્રથમ સ્વાતંત્ર્યસંગ્રામ covers all the important topics and concepts as mentioned in the chapter.
ભારતનો પ્રથમ સ્વાતંત્ર્યસંગ્રામ Class 8 GSEB Notes
→ ઈ. સ. 1857ના સ્વાતંત્ર્યસંગ્રામમાં ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ, નાનાસાહેબ પેશ્વા, તાત્યા ટોપે, મંગલ પાંડે, કુંવરસિંહ વગેરેએ ભારતને સ્વતંત્ર કરવાનો પ્રયાસ કર્યો હતો. ઈ. સ. 1857ના સ્વાતંત્ર્યસંગ્રામનાં મુખ્ય કારણો :
→ રાજકીય કારણો : ભારતમાં બ્રિટિશ સત્તાની સ્થાપના એ – ઈ. સ. 1857ના સ્વાતંત્ર્યસંગ્રામનું મુખ્ય કારણ હતું.
→ ઈ. સ. 1757ના પ્લાસીના યુદ્ધથી અંગ્રેજોએ ભારતમાં શાસન સ્થાપવાની શરૂઆત કરી. એ પછી તેમણે મૈસૂરના ટીપુ સુલતાનને, ડચ અને ફ્રેન્ચ કંપનીઓને તેમજ અવધના નવાબ, હૈદરાબાદના નિઝામ, મુઘલ બાદશાહ, બંગાળના નવાબ, તાંજોરના રાજા અને મરાઠાઓને એક પછી એક હરાવીને ઈ. સ. 1818 સુધીમાં સંપૂર્ણ ભારત પર પોતાની રાજકીય સત્તા સ્થાપી દીધી.
→ ગવર્નર જનરલ લૉર્ડ વેલેસ્લીએ સહાયકારી યોજના દ્વારા પોતાનાં રાજ્યોને અંગ્રેજ શાસન હેઠળ લાવી દીધાં. લૉર્ડ ડેલહાઉસીએ ખાલસાનીતિ દ્વારા સતારા, જેતપુર, ઝાંસી, સંભલપુર, નાગપુર, અવધ વગેરે રાજ્યોને બ્રિટિશ સામ્રાજ્યમાં ભેળવી દીધાં. લૉર્ડ ડેલહાઉસીએ નાનાસાહેબ પેશ્વાનું અને આકટ, તાંજોર, કર્ણાટક વગેરે રાજ્યોના રાજાઓનું પેન્શન બંધ કર્યું તેમજ અનેક જમીનદારોની જમીનો જપ્ત કરી. આ બધાંનો રોષ ઈ. સ. 1857ના સંગ્રામનું કારણ બન્યો.
→ વહીવટી કારણોઃ વહીવટના બધા જ ઊંચા હોદાઓ પર અંગ્રેજોની જ નિમણૂક, ભારતીય કર્મચારીઓ અને અંગ્રેજ કર્મચારીઓના પગારમાં મોટો તફાવત, અંગ્રેજોની ત્રાસદાયક વહીવટી-વ્યવસ્થા, સામાન્ય અને ગરીબ વર્ગ પર આકરા કરવેરા, ખેડૂતો પાસેથી મહેસૂલની કડકાઈપૂર્વક ઉઘરાણી, અત્યંત ખર્ચાળ ન્યાયપદ્ધતિ, પોલીસતંત્રની નિપ્રિયતા વગેરે બાબતોએ ઈ. સ. 1857ના સંગ્રામને ઈંધણ પૂરું પાડ્યું હતું.
→ આર્થિક કારણો અંગ્રેજો ભારતને કાચા માલનું સંસ્થાન અને પાકા માલનું બજાર બનાવવા માટે કપાસ, ગળી, રેશમ વગેરે પાકોનું ભારતના ખેડૂતો પાસે ફરજિયાત ઉત્પાદન કરાવતા હતા.
→ અંગ્રેજ શાસન દરમિયાન અંગ્રેજોની અન્યાયી જકાતનીતિને કારણે ભારતનો ખેડૂત વર્ગ બરબાદ થઈ ગયો.
→ અંગ્રેજોની અન્યાયી જકાતનીતિને કારણે ભારતના હુન્નર ઉદ્યોગો, ગ્રામોદ્યોગો, હસ્તક્લા ઉદ્યોગો વગેરે પડી ભાંગ્યા, જેથી કારીગરો બેકાર બન્યા. પોતાને થયેલા અન્યાયનો બદલો લેવા કારીગરો અને ખેડૂતોએ ઈ. સ. 1857ના વિપ્લવમાં ભાગ લીધો. (4) સામાજિક અને ધાર્મિક કારણો : અંગ્રેજ શાસન દરમિયાન ખ્રિસ્તી પાદરીઓએ હિંદુઓ અને મુસલમાનોને ખ્રિસ્તી ધર્મમાં વટલાવવા ખૂબ પ્રયત્નો કર્યા. ઈ. સ. 1850માં અંગ્રેજ સરકારે કાયદો બનાવ્યો છે, જે હિંદુ કે મુસ્લિમ વ્યક્તિ ખ્રિસ્તી ધર્મ અપનાવશે તેને પૈતૃક મિલકતમાં હિસ્સો મળશે.
→ અંગ્રેજો ભારતીયો સાથે તિરસ્કારભય અને અપમાનજનક વ્યવહાર કરતા હતા. તેઓ ભારતીયો સાથે કોઈ સામાજિક વ્યવહાર રાખતા નહિ,
→ ભારતીયો ગંદા, રોગિષ્ઠ અને નિમ્ન કોટિના છે તેમજ ગોરા લોકો – અંગ્રેજો તેમના પર શાસન કરવા માટે જ ભારત આવ્યા છે એવી માનસિકતા ધરાવતા હતા.
→ અંગ્રેજ સરકારે મંદિરો અને મસ્જિદોની મિલક્તો પર કર નાખ્યો હતો. આવા સામાજિક અને ધાર્મિક ભેદભાવોને કારણે ભારતના લોકો અંગ્રેજો પ્રત્યે રોષ અને નફરતની લાગણી ધરાવતા હતા. (5) લશ્કરી કારણો : ઈ. સ. 1857નો સંગ્રામ સૌપ્રથમ ભારતીય સૈનિકોએ કર્યો હતો. એ માટે અંગ્રેજોની ભારતીય સૈનિકો સાથેની શોષણખોર નીતિ જવાબદાર હતી.
→ અંગ્રેજ લશ્કરમાં ભારતીય સૈનિકોનાં પગાર, ભથ્થાં અને સગવડો અંગ્રેજી સૈનિકોની તુલનામાં અત્યંત નિમ્ન કૌટિનાં હતાં. કોઈ પણ ભારતીય સૈનિક સૂબેદારથી વધારે ઉચ્ચ હોદો મેળવી શકતો નહિ. → અંગ્રેજ લશ્કરમાં ભારતીય સૈનિકોને પાઘડી બાંધવા, તિલક કરવા અને દાઢી રાખવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યા હતા.
→ અંગ્રેજ લશ્કરમાં ભારતીય સૈનિકોને તેમની ધાર્મિક ભાવના વિરુદ્ધ દરિયાપારના દેશોમાં જવાની બાંહેધરી આપવી પડતી હતી. આ બધાં કારણોને લીધે ભારતીય સૈનિકો અંગ્રેજો વિરુદ્ધ ઉશ્કેરાયા. (6) તાત્કાલિક કારણ: લશ્કરમાં સૈનિકો માટે જૂની બ્રાઉન બેઝ રાઇફલની જગ્યાએ નવી દાખલ કરાયેલ એન્ફિલ્ડ રાઈલના કારતૂસો એ ઈ. સ. 1857ના સંગ્રામનું તાત્કાલિક કારણ હતું.
→ જાન્યુઆરી, 1857માં બંગાળની લશ્કરી છાવણીના સૈનિકોમાં એવી વાત (અફવા) ફેલાઈ હતી કે, નવી ઍલ્ડિ રાઇફલના કારતૂસો પર લગાવવામાં આવેલ કૅપમાં ગાય અને ડુક્કરની ચરબીનો ઉપયોગ થાય છે.
→નવી એન્ફિલ્ડ રાઇફલની કારતૂસોને રાઈફલમાં મૂક્તાં પહેલાં તેની ઉપર લગાવેલી કંપને દાંત વડે તોડવી પડતી. આથી, બંગાળની બરાકપુર લશ્કરી છાવણીના ભારતીય સૈનિકોએ ચરબીવાળી કારતૂસો વાપરવાનો ઇન્કાર કર્યો. કારણ કે ગાય હિંદુઓ માટે પવિત્ર હતી, જ્યારે ડુક્કરનું માંસ મુસ્લિમો માટે – વર્ષ હતું.
→ ઈ. સ. 1857ના સંગ્રામની શરૂઆત અને વિકાસઃ 29 માર્ચ, 1857ના રોજ બંગાળની બરાકપુર લશકરી છાવણીના ભારતીય સૈનિકોએ ચરબીવાળા કારતુસો વાપરવાનો ઈન્કાર કર્યો.
→ મંગલ પાંડેએ અંગ્રેજ અધિકારી મેજર હ્યુસનની અને લૅફ્ટનન્ટ બધની હત્યા કરી. આથી, મંગલ પાંડેની ધરપકડ કરી અને 8 એપ્રિલ, 1857ના રોજ તેને ફાંસી આપવામાં આવી. ઈ. સ. 1857ના સ્વાતંત્ર્યસંગ્રામનો પ્રથમ શહીદ મંગલ પાંડે ગણાય છે.
→ ઈ. સ. 1857ના સંગ્રામની ખરી શરૂઆત 10 મે, 1857ના રોજ ઉત્તર પ્રદેશના મેરઠ શહેરમાં થઈ. ભારતીય સૈનિકોએ | વિદ્રોહ કરી મેરઠથી દિલ્લી કૂચ કરી. ત્યાં પણ તેમણે અનેક અંગ્રેજ અધિકારીઓની હત્યા કરી દિલ્લીને જીતી લીધું. ભારતીય સૈનિકોએ મુઘલ બાદશાહ બહાદુરશાહ બીજાને ભારતના શહેનશાહ તરીકે જાહેર ક્ય.
→ ઈ. સ. 1857ના સંગ્રામનાં મુખ્ય સ્થળો (1) ઉત્તર ભારતમાં મેરઠ, દિલ્લી, બરેલી, આગરા, કાનપુર, લખનઉ, પટના, બાદ, બનારસ, અલાહાબાદ, ગોરખપુર, જગદીશપુર વગેરે; (2) રાજસ્થાનમાં આબુ અને અજમેર; (3) મધ્ય પ્રદેશમાં ગ્વાલિયર, ઝાંસી, કાલપી, ઇન્દોર વગેરે; (4) મહારાષ્ટ્રમાં સતારા, કોલાપુર, સાવંતવા, ધારવાડ વગેરે; (5) ગુજરાતમાં અમદાવાદ, આણંદ, લુણાવાડા, પાર્ટ, દ્વારકા, ઓખા, વડોદરા, ગોધરા, ધ્રહોદ, ખેરાલુ, વિજાપુર અને સાબરકાંઠા, મહીસાગરનો પાંડરવાડા વિસ્તાર વગેરે.
→ ઈ. સ. 1857ના સંગ્રામના મુખ્ય નેતાઓ મુઘલ બાદશાહ બહાદુરશાહ બીજો, નાનાસાહેબ પેશ્વા, તાત્યા ટોપે, જાગીરદાર કુંવરસિંહ, ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ, બેગમ હજરત મહાલ, મૌલવી અહમદશાહ, અજીમુલ્લાખાન વગેરે ઈ. સ. 1857ના સંગ્રામના મુખ્ય નેતાઓ હતા. → ગુજરાતમાં આણંદના ગરબડદાસ મુખીએ વિદ્રોહનું નેતૃત્વ કર્યું હતું.
→ દ્વારકા અને ઓખામંડળ વિસ્તારમાં જોધા માણેક અને મૂળ માણેકે અંગ્રેજોનો જબરજસ્ત પ્રતિકાર કર્યો.
→ ઈ. સ. 1857ના સંગ્રામમાં રાજાઓ, જાગીરદારો, જમીનદારો, ખેડૂતો, કારીગરો, વેપારીઓ, આદિવાસીઓ, ગ્રામીણ વિસ્તારના લોકો, સ્ત્રી-નેતાઓ તેમજ હિંદુ અને મુસ્લિમ ધર્મના લોકો વગેરેએ સમગ્ર ભારતનું નેતૃત્વ કર્યું હતું.
→ ઈ. સ. 1857ના સંગ્રામનું પરિણામ: ઈસ. 1857નો સંગ્રામ નિષ્ફળ ગયો. સંગ્રામમાં ભારતીય સૈનિકોની હાર થઈ.
→ ઈ. સ. 1857ના સંગ્રામ પછી ભારતમાં ઈસ્ટ ઈન્ડિયા કંપનીના શાસનનો અંત આવ્યો અને ઇંગ્લેન્ડની પાર્લામેન્ટ(બ્રિટિશ તાજીનું શાસન સ્થપાયું.
→ ઈ. સ. 1857ના સંગ્રામ પછી અંગ્રેજોએ વિદ્રોહનાં કારણોનો અભ્યાસ કરી વહીવટ, સામાજિક નીતિ અને આર્થિક નીતિમાં પરિવર્તન કર્યું. તેમણે લકરની પુનઃરચના કરી તેમજ દેશી રાજ્યો પ્રત્યેની નીતિમાં પણ પરિવર્તન કર્યું.
→ ભારતમાં હિંદુ-મુસ્લિમ એકતા તોડવા અંગ્રેજોએ ભાગલા પાડે અને રાજ કરો'(Divide and Rule)ની નીતિ અપનાવી હતી.
→ ઈ. સ. 1857ના સંગ્રામની નિષ્ફળતાનાં કારણો:
(1) કેન્દ્રીય નેતાગીરીનો અભાવ: ઈ. સ. 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામના અનેક નેતાઓ હતા. રાજાઓ અને જાગીરદારો કોઈનો હુકમ માનવા તૈયાર ન હતા. સંગ્રામના મુખ્ય નેતા બહાદુરશાહ અત્યંત વૃદ્ધ હતા. સંગ્રામ જુદાં જુદાં સ્થળોએ જુદા જુદ્ધ નેતૃત્વ નીચે થયો. સંગ્રામમાં કેન્દ્રીય સંગઠન અને નેતૃત્વનો અભાવ હતો, જે સ્વાતંત્ર્યસંગ્રામની નિષ્ફળતાનું મુખ્ય કારણ હતું.
(2) અંગ્રેજોની લશ્કરી તાકાત : આધુનિક લશ્કરી સરંજામ, દરિયાઈ તાકાત, શક્તિશાળી અને બાહોશ સેનાપતિઓ, રેલવે અને તાર-વ્યવસ્થા વગેરે બાબતોને લીધે અંગ્રેજોએ ઈ. સ. 1857ના સંગ્રામને ખૂબ ઝડપથી દબાવી દીધો.
(૩) અન્ય કારણોઃ ઈ. સ. 1857ના સંગ્રામમાં હૈદરાબાદ, કશ્મીર, પટિયાલા, ઇન્દોર, ગ્વાલિયર, વડોદરા, ભોપાલ વગેરે રાજ્યોના શાસકોએ અંગ્રેજોને સહકાર આપ્યો હતો.
→ ઈ. સ. 1857ના સંગ્રામમાં શીખ અને ગુરખા જેવી લડાયક જાતિઓએ અંગ્રેજોના પક્ષે લડીને સંગ્રામને નિષ્ફળ બનાવ્યો હતો.
→ ઈ. સ. 1857ના સંગ્રામમાં અંગ્રેજ સરકારના નોકરિયાતો, શિક્ષિતો, બુદ્ધિજીવીઓ વગેરેના વર્ગનો સાથ-સહકાર મળ્યો નહિ.
→ ઈ. સ. 1857ના સંગ્રામનું સ્વરૂપ: અંગ્રેજો ઈ. સ. 1857ના સંગ્રામને સૈનિક વિદ્રોહ કહે છે. કેટલાક ભારતીયો તેને જનવિદ્રોહ માને છે. ઇંગ્લેન્ડના રાજપુરુષ ડિઝરાયલીએ ઈ. સ. 1857ના સંગ્રામને ‘રાજકીય અને ધાર્મિક બળવો’ કહ્યો છે. વિનાયક દામોદર સાવરકરે ઈ. સ. 1857ના સંગ્રામને ‘ભારતનો પ્રથમ સ્વાતંત્ર્યસંગ્રામ’ કહ્યો છે.
→ ડૉ. સેને તેને ‘સ્વતંત્રતા સંગ્રામ’ની ઉપમા આપી છે.