Gujarat Board GSEB Std 9 Gujarati Textbook Solutions Std 9 Gujarati Vyakaran Jodni જોડણી Questions and Answers, Notes Pdf.
GSEB Std 9 Gujarati Vyakaran Jodni
ભાષાશિક્ષણમાં જોડણીનું ખૂબ મહત્ત્વ છે. જોડણીના સામાન્ય ફેરફારથી પણ અર્થ બદલાઈ જાય છે.
દા. ત., દિન – દીન. દિન’ એટલે દિવસ’. પરંતુ આ શબ્દની જોડણી “દન કરીએ તો તેનો અર્થ “ગરીબ’ થાય.
ઉપહાર – ઉપાહાર. ‘ઉપહાર’ એટલે “ભેટ”, પરંતુ આ શબ્દની જોડણી ‘ઉપાહાર’ લખાઈ જાય તો તેનો અર્થ “નાસ્તો થાય.
નીચે કેટલાક એકસરખા લાગતા શબ્દોના અર્થ આપ્યા છે, તેનો અભ્યાસ કરો :
(1) અકસ્માત્ – એકાએક, ઓચિંતું
અકસ્માત – હોનારત
(2) અધર – હોઠ
અધ્ધર – ટેકા વિના
(3) અપેક્ષા – ઇચ્છા, આશા
ઉપેક્ષા – તિરસ્કાર, ધ્યાન ન આપવું
(4) અબજ – સો કરોડ (સંખ્યા)
અજબ – અદ્ભુત, આશ્ચર્યકારક
(5) અભિનય – વેશ ભજવવો તે
અભિનવ – તદ્દન નવું
(6) અસ્ત્ર – ફેંકવાનું હથિયાર (દા. ત., ભાલો)
શસ્ત્ર – હાથમાં પકડીને લડવાનું હથિયાર (દા. ત., તલવાર)
(7) આજ – આજે .
આ જ – ‘આ’ સિવાય બીજું નહીં
(8) આરસ – સંગેમરમર
આળસ – સુસ્તી
(9) ઇનામ – બક્ષિસ, ભેટ
ઈમાન – શ્રદ્ધા, આસ્થા, પ્રામાણિકતા
(10) કઠોર – કઠણ, નિર્દય
કઠોળ – દાળ પડે એવું દ્વિદળ અનાજ
(11) કેશ – વાળ
કેસ – મુકદમો
(12) ક્ષુધા – ભૂખ
સુધા – અમૃત
(13) ગણ – ટોળું, સમૂહ
ઘણ – મોટો હથોડો
(14) ગૃહ – ઘર
ગ્રહ – સૂર્યની આસપાસ ફરતો આકાશી ગોળો; ‘પ્લેનેટ’
(15) ગોર – પુરોહિત
ગોળ – વર્તુળ (આકાર)
(16) ગોર – પુરોહિત
ઘોર – બિહામણું
(17) ડામ – ગરમ ગરમ વસ્તુ ચામડી ઉપર ચાંપી દેવી તે
દામ – પૈસા, કિંમત
(18) ઢાલ – પ્રહાર – ઝટકો ઝીલવાનું ચામડાનું એક સાધન, રક્ષક
વસ્તુ ઢાળ – ઢોળાવ, ઉતાર
(19) દોશી – કાપડ વેચનારો ફેરિયો, એક અટક
ડોશી – ઘરડી સ્ત્રી
(20) દોશી – કાપડિયો
દોષી – દોષવાળું, અપરાધી
(21) ધન – દોલત, પૈસો, સમૃદ્ધિ
ધણ – ગાયોનું ટોળું
(22) નિધન – મૃત્યુ
નિર્ધન – ગરીબ, કંગાળ
(23) પરિણામ – ફળ
પરિમાણ – માપ
(24) પોશ – ખોબો
પોષ – ગુજરાતી મહિનો, વિક્રમ સંવતનો ત્રીજો મહિનો
(25) પ્રણામ – નમસ્કાર
પ્રમાણ – માપ
(26) પ્રસાદ – નૈવેધ, કૃપા
પ્રાસાદ – મહેલ, ભવન
(27) બોલવું – ઉચ્ચારવું, કહેવું
બોળવું – પ્રવાહીમાં ડુબાડવું
(28) ભરવું – ખાલી હોય તેમાં મૂકવું, સંઘરવું (અનાજ)
ભળવું – ભેગું મળી જવું
(29) ભવન – મકાન
ભુવન – લોક
(30) મન – દિલ, ઇચ્છા
મણ – ચાળીસ શેરનું તોલ (20 કિલો)
(31) મરવું – મૃત્યુ પામવું
મળવું – ભેગા થવું, જડવું
(32) માન – આબરૂ, પ્રતિષ્ઠા
માણ – ગાગર
(33) રન – ક્રિકેટની રમતનો આંક
રણ – રેતાળ વિસ્તાર
(34) લક્ષ્ય – ધ્યેય, હેતુ
લક્ષ – લાખ
(35) શત – સો
સત – સત્ય
(36) શાલ – ઓઢવાનું ગરમ વસ્ત્ર
સાલ – વર્ષ
(37) શ્રીમંત – પૈસાદાર
સીમંત – અઘરણી (આવનાર બાળકને આશિષ મળે તે માટે સાતમા – આઠમા મહિને સગર્ભા સ્ત્રીને ખોળો ભરવાની વિધિ).
(38) સાંભળવું – શ્રવણ કરવું
સાંભરવું – યાદ કરવું
(39) સ્વગત – મનમાં કહેવું
સ્વાગત – સત્કાર કરવો
અનુસ્વાર વિના અને અનુસ્વાર સહિત લખતાં અર્થ બદલાય છે, તેનાં કેટલાંક ઉદાહરણઃ
(1) ઉદર – પેટ
ઉંદર – એક પ્રાણી
(2) કૂચી – ગલી, મહોલ્લો
કૂંચી – ચાવી
(૩) ખાધ – ખોટ
ખાંધ – ખભો
(4) ચૂક – ભૂલ, કસર
ચૂંક – પેટની આંકડી, નાની ખીલી
(5) જગ – જગત
જંગ – યુદ્ધ
(6) નિશ્ચિત – નક્કી કરેલું
નિશ્ચિત – ચિંતા વગર
(7) બગલો – એક પક્ષી, નર બગલું
બંગલો – એક પ્રકારનું મકાન
(8) ભાગ – હિસ્સો
ભાંગ – ગાંજાનાં કળી, પાંદડાં
(9) ભાગવું – નાસવું
ભાંગવું – તોડવું
(10) મહી – દહીં, પૃથ્વી
મહીં – અંદર
(11) મૂડી – પૂંજી, ધન
મૂંડી – માથું
(12) મે – અંગ્રેજી પાંચમો મહિનો
મેં – હુંનું સકર્મક ભૂતકાળનું રૂપ
(13) સાર – માટે
સારું – સરસ
બંને જોડણી માન્ય હોય તેવા કેટલાક શબ્દોઃ
- અગાશી – અગાસી
- અડધું – અરધું, અર્ધ
- અવની – અવનિ
- ઈર્ષા – ઈષ્ય
- ઈશુ – ઈસુ
- ઉંદર – ઊંદર
- કિંમત – કીમત
- ખનીજ – ખનિજ
- ખર્ચ – ખરચ
- ખિસું – ખીસું
- ખુરશી – ખુરસી
- ગુજરાત – ગુજરાત
- ઢીંગલી – ઢિંગલી
- નહીં – નહિ
- ભૂમિ – ભૂમી
- મુઝવણ – મુંઝવણ, મૂંઝવણ
- રાત્રિ – રાત્રી
- રાષ્ટ્રીય – રાષ્ટ્રિય
- વાચન – વાંચન
- લૂંટ – લૂટ
- વિનતિ – વિનંતિ, વિનંતી
- શાપ – શ્રાપ
- હમેશ – હંમેશ, હંમેશાં
- નારિયેળ – નાળિયેર
નોંધઃ પાઠ્યપુસ્તકમાં આવતી જોડણી યાદ રાખવા જેવા શબ્દોના પ્રશ્નો વ્યાકરણવિભાગમાં આપવામાં આવેલા છે, તેમનો કાળજીપૂર્વક અભ્યાસ કરો.