GSEB Class 9 Gujarati Vyakaran રૂઢિપ્રયોગ

Gujarat Board GSEB Std 9 Gujarati Textbook Solutions Std 9 Gujarati Vyakaran Rudhiprayog રૂઢિપ્રયોગ Questions and Answers, Notes Pdf.

GSEB Std 9 Gujarati Vyakaran Rudhiprayog

Std 9 Gujarati Vyakaran Rudhiprayog Questions and Answers

મૂળ અર્થથી જુદો એટલે કે લાક્ષણિક અર્થ આપતો જે શબ્દપ્રયોગ ભાષામાં રૂઢ થઈ ગયો હોય તેને રૂઢિપ્રયોગ કહે છે. દા. ત., ગરમ ગરમ જલેબીની સુગંધથી મોંમાં પાણી આવી ગયું. અહીં, “મોંમાં પાણી આવી જવું એ રૂઢિપ્રયોગ છે. તેનો મૂળ અર્થ “મોંમાં પાણી છૂટવું થાય, પરંતુ અહીં ‘મેળવવાની તીવ્ર ઇચ્છા થવી’ એવો થાય છે. આમ, મૂળ અર્થથી જુદો અર્થ આપનાર શબ્દસમૂહને રૂઢિપ્રયોગ’ કહેવાય.

પાઠ્યપુસ્તકમાં આવતા રૂઢિપ્રયોગોના અર્થ જે-તે પાઠ-કાવ્યના “શબ્દાર્થમાં આપવામાં આવ્યા છે.

GSEB Class 9 Gujarati Vyakaran રૂઢિપ્રયોગ

નીચે કેટલાક રૂઢિપ્રયોગો અને તેમના અર્થ આપ્યા છે, તેમનો અભ્યાસ કરો:

  • અંતરમાં ઓછું લાવવું – હૃદયથી દુઃખી થવું
  • ડોળ કરવો – બનાવટ કરવી
  • વાત વણસી જવી – વાત બગડી જવી
  • પેંગડામાં પગ ઘાલવો – બરોબરી કરવી
  • આકાશ–પાતાળ એક કરવાં – કોઈ પ્રયાસ બાકી ન રાખવો
  • આગ લાગે ત્યારે કૂવો ખોદવો – ખરેખરી મુશ્કેલી આવે ત્યારે ઉપાય શોધવો
  • આંખ આડા કાન કરવા – ધ્યાન ન આપવું, ન ગણકારવું
  • આંખમાં ધૂળ નાખવી – છેતરવું
  • એકના બે ન થવું – પોતાની વાત ન છોડવી
  • કાનભંભેરણી કરવી – કોઈના વિરુદ્ધ ઉશ્કેરવા
  • કાંડું કાપી આપવું – પોતાની વિરુદ્ધમાં જઈ શકે તેવી લેખિત કબૂલાત આપવી
  • ચોળીને ચીકણું કરવું – વાતનું નિરર્થક લંબાણ કરવું
  • જીભ ન ઉપડવી – બોલી ન શકવું
  • જીભના ડૂચા વળવા – કહી કહીને થાકી જવું
  • દહીંદૂધમાં પગ રાખવો – બંને પક્ષમાં રહેવું
  • પથ્થર પર પાણી – પ્રયત્ન વ્યર્થ જવો
  • પાણી પહેલાં પાળ બાંધવી – મુશ્કેલી આવે તે પહેલાં ઉપાય કરવો
  • બાજી ધૂળમાં મેળવવી – કોઈની યોજના ઊંધી વાળી દેવી
  • બારમો ચન્દ્રમાં હોવો – અણબનાવ હોવો
  • મોં ચડવું – રીસ ચડવી GSEB Class 9 Gujarati Vyakaran રૂઢિપ્રયોગ
  • લોહી ઊકળી ઊઠ્યું – ખૂબ ઉશ્કેરાઈ જવું
  • વજપાત થવો – મોટો આઘાત લાગવો
  • હાથ ધોઈ નાખવા – આશા મૂકી દેવી
  • હાહાકાર વર્તાઈ રહેવો – ગભરાટ ફેલાઈ જવો
  • હૈયે ટાઢક વળવી – મનમાં નિરાંત થવી

રૂઢિપ્રયોગ સ્વાધ્યાય

પ્રશ્ન. નીચેના રૂઢિપ્રયોગોના અર્થ લખો:

(1) ડોળ કરવો
ઉત્તર:
બનાવટ કરવી

(2) આંખમાં ધૂળ નાખવી
ઉત્તર:
છેતરવું

(3) એકના બે ન થવું
ઉત્તર:
પોતાની વાત ન છોડવી

GSEB Class 9 Gujarati Vyakaran રૂઢિપ્રયોગ

(4) ચોળીને ચીકણું કરવું
ઉત્તર:
વાતનું નિરર્થક લંબાણ કરવું

(5) પથ્થર પર પાણી
ઉત્તર:
પ્રયત્ન વ્યર્થ જવો

(6) બાજી ધૂળમાં મેળવવી
ઉત્તર:
કોઈની યોજના ઊંધી વાળી દેવી

(7) બારમો ચંદ્રમાં હોવો
ઉત્તર:
અણબનાવ હોવો

(8) હાથ ધોઈ નાખવા
ઉત્તર:
આશા મૂકી દેવી

(9) હૈયે ટાઢક વળવી
ઉત્તર:
મનમાં નિરાંત થવી

GSEB Class 9 Gujarati Vyakaran રૂઢિપ્રયોગ

(10) આંખ આડા કાન કરવા
ઉત્તર:
ન ગણકારવું

(11) પેંગડામાં પગ ઘાલવો
ઉત્તર:
બરોબરી કરવી

(12) આકાશ-પાતાળ એક કરવા
ઉત્તર:
કોઈ પ્રયાસ બાકી ન રાખવો

(13) કાનભંભેરણી કરવી
ઉત્તર:
કોઈના વિરુદ્ધ ઉશ્કેરવા

(14) દૂધદહીંમાં પગ રાખવો
ઉત્તર:
બંને પક્ષમાં રહેવું

GSEB Class 9 Gujarati Vyakaran રૂઢિપ્રયોગ

(15) લોહી ઊકળી ઊઠવું
ઉત્તર:
ખૂબ ઉશ્કેરાઈ જવું

Leave a Comment

Your email address will not be published.