Gujarat Board GSEB Std 9 Gujarati Textbook Solutions Std 9 Gujarati Vyakaran Vachana Vyavastha વચનવ્યવસ્થા Questions and Answers, Notes Pdf.
GSEB Std 9 Gujarati Vyakaran Vachana Vyavastha
Std 9 Gujarati Vyakaran Vachana Vyavastha Questions and Answers
વચનવ્યવસ્થા સ્વાધ્યાય
પ્રશ્ન. વચન બદલો:
(1) પર્વત’ શબ્દનું બહુવચન જણાવો.
(અ) પર્વત
(બ) પર્વતો
(ક) પર્વતા
ઉત્તર :
(બ) પર્વતો
![]()
(2) “રાજા”નું બહુવચન જણાવો.
(અ) રાણી
(બ) રાજુ
(ક) રાજાઓ
ઉત્તર :
(ક) રાજાઓ
(3) “ષિઓનું એકવચન જણાવો.
(અ) ઋષિયું
(બ) ઋષિ
(ક) ઋષિની
ઉત્તર :
(બ) ઋષિ
(4) “સસલુંનું બહુવચન જણાવો.
(અ) સસલું
(બ) સસલાં
(ક) સસલી
ઉત્તર :
(બ) સસલાં
![]()
(5) ઓટલો’નું બહુવચન જણાવો.
(અ) ઓટલા
(બ) ઓટલોઓ
(ક) એટલાઓ
ઉત્તર :
(અ) ઓટલા
(6) “વસ્તુઓનું એકવચન જણાવો.
(અ) વસ્તા
(બ) વસ્તુ
(ક) વસ્તી
ઉત્તર :
(બ) વસ્તુ
(7) ‘કવિનું બહુવચન જણાવો.
(અ) કવિઓ
(બ) કવિયો
(ક) કવિ
ઉત્તર :
(અ) કવિઓ
![]()
(8) “જૂઓ’નું એકવચન જણાવો.
(અ) જુ
(બ) જૂ
(ક) જૂ
ઉત્તર :
(ક) જૂ
(9) “વાઘ’નું બહુવચન જણાવો.
(અ) વાઘ
(બ) વાવો
(ક) વાળાઓ
ઉત્તર :
(અ) વાઘ
(10) “હાથીઓનું એકવચન જણાવો.
(અ) હાથિયો
(બ) હાથી
(ક) હાથણી
ઉત્તર :
(બ) હાથી
![]()
Std 9 Gujarati Vyakaran Vachana Vyavastha Notes
વચનના બે પ્રકાર છેઃ એકવચન અને બહુવચન.
એકવચન : જ્યારે કોઈ એક જ વસ્તુ, વ્યક્તિ, ઘટનાનો નિર્દેશ કરવો હોય ત્યારે એકવચન પ્રયોજાય છે. જેમ કે,
- આપને આંજણી થઈ છે તો જવ લગાવો.
- આતમનો તારો દીવો પ્રગટાવા, તું વિણ સર્વ પરાયા.
બહુવચન: જ્યારે “એકથી વધુનો નિર્દેશ કરવો હોય ત્યારે બહુવચન પ્રયોજાય છે. જેમ કે,
- કેટલાક લોકોને વણમાગી સલાહ આપવાનું ગમે છે.
- સ્વજનોએ મોહનને મગન પાસેથી જમીન પાછી લઈ લેવા સલાહ આપી.
બહુવચન કરવા માટેના નિયમો:
(1) સામાન્ય રીતે એકવચનની સંજ્ઞાઓને અંતે “અ”, “આ’, ‘ઈ’, ‘ઈ’, ‘ઉ’ કે ‘ઊ’ સ્વર હોય તેમનું બહુવચન “ઓ’ પ્રત્યય લગાડીને થાય છે.
| અ | પર્વત, દેશ | પર્વતો, દેશો |
| આ | વાર્તા, રાજા | વાર્તાઓ, રાજાઓ |
| ઈ | ઋષિ, કવિ | ઋષિઓ, કવિઓ |
| ઈ | નદી, હાથી | નદીઓ, હાથીઓ |
| ઉ | વસ્તુ, ગુરુ | વસ્તુઓ, ગુરુઓ |
| ઊ | જૂ, પુત્રવધૂ | જૂઓ, પુત્રવધૂઓ |
![]()
(2) જે એકવચનની સંજ્ઞાને અંતે “ઓ’ સ્વર આવતો હોય તેનું છે બહુવચન “ઓ’ને બદલે “આ’ કરીને કે “આ’ની સાથે “ઓ’ લગાડીને કરવામાં આવે છે.
| સ્વર | એકવચન | બહુવચન |
| ઓ | છોકરો | છોકરા, છોકરાઓ |
| ઓ | તારો | તારા, તારાઓ |
| ઓ | ઓટલો | ઓટલા, ઓટલાઓ |
| ઓ | તાકો | તાકા, તાકાઓ |
| ઓ | દીવો | દીવા, દવાઓ |
![]()
(૩) જે એકવચનની સંજ્ઞાને અંતે ‘ઉં’ સ્વર હોય તેનું બહુવચન ‘ઉ’ને બદલે ‘આ’ કરીને કે “આંની સાથે “ઓ’ લગાડીને કરવામાં આવે છે.
| સ્વર | એકવચન | બહુવચન |
| ઉં | છોકરાં | છોકરાં, છોકરાંઓ |
| ઉં | કોડિયું | કોડિયાં, કોડિયાંઓ |
| ઉં | સસલું | સસલાં, સસલાંઓ |
| ઉં | દેડકાં | દેડકાં, દેડકાંઓ |
| ઉં | તણખલું | તણખલાં, તણખલાંઓ |
![]()
(4) કેટલીક સંજ્ઞાઓનાં એકવચન અને બહુવચનનાં સમાન રૂપ ચલાવવામાં આવે છે.
| એકવચન | બહુવચન |
| એક પુસ્તક | ઘણાં પુસ્તક |
| એક સફરજન | ઘણાં સફરજન |
| એક તળાવ | બે તળાવ |
| એક રાત | બે રાત |