Gujarat Board GSEB Std 9 Gujarati Textbook Solutions Std 9 Gujarati Vyakaran Viram Chinh વિરામચિહ્નો Questions and Answers, Notes Pdf.
GSEB Std 9 Gujarati Vyakaran Viram Chinh
Std 9 Gujarati Vyakaran Viram Chinh Questions and Answers
બોલચાલની લઢણને લખાણમાં મૂકવા માટે આપણે વિરામચિહ્નોનો ? ઉપયોગ કરીએ છીએ.
વિરામચિહ્નો અને તેનાં કાર્યો નીચે મુજબ છેઃ
- સમાપનઃ વાક્યાતે આવતા – આરોહ કે અવરોહ – વિરામચિહ્નોનું કાર્ય સમાપન દર્શાવવાનું છે.
પૂર્ણવિરામ (.), પ્રશ્નાર્થચિહ્ન (?), ઉદ્ગારચિહ્ન (!) આદિ સમાપન દર્શાવે છે. - ઉદ્ઘાટન પ્રથમ વાક્યાંશમાં જે વિગતો હોય તેનું વધુ વિવરણ, સ્પષ્ટતા કે પ્રકાર આદિ બાબતોનો બીજાં વાક્યાંશમાં નિર્દેશ થયો છે તે સૂચવવા માટે ગુરુવિરામ (:), ગુરુરેખા (-) આદિ વિરામચિહ્નો પ્રયોજાય છે.
- વિભાજન અર્થગ્રહણની સરળતા માટે શબ્દો, પદો, વાક્યાંશોનું વિભાજન કરવા માટે અલ્પવિરામ ( ), અર્ધવિરામ (;), ગુરુરેખા (C), વિગ્રહરેખા (-) આદિ વિરામચિહ્નો પ્રયોજાય છે.
- સીમાંકનઃ જે શબ્દ, પદ, પદસમૂહ, વાક્યાંશ કે ? ગૌણવાક્યને વિશેષ રીતે દર્શાવવા હોય, પ્રદર્શિત કરવાના હોય, તેમને જોડમાં પ્રયોજાયેલા વિરામચિહ્નોની વચ્ચે મૂકવામાં આવે છે. તે વિશેષ બાબતોના આરંભ-અંતની સીમા દર્શાવતા હોવાથી હંમેશાં જોડમાં વપરાય. અવતરણચિહ્ન – એકવડા (“ ‘), બેવડા (“ ”).
![]()
વિરામચિહ્નોનાં ઉદાહરણઃ
- પૂર્ણવિરામ (): આપને આંજણી થઈ છે તો જવ લગાવો.
- પ્રશ્નાર્થચિહ્ન (?) પણ અહીં તમે બધા કેમ નવરા ૨ ફરો છો?
- ઉદ્ગારચિહ્ન (!) અરર! મિસ્ટર આય સે ગોજું કરી મૂક્યું છે!
- અલ્પવિરામ (): તાવ આવે, ઉધરસ થાય કે વા આવે, માથું દુઃખે કે સળેખમ થાય, પણ મારો તો એક ‘પેટ” ઇલાજ છે.
- અર્ધવિરામ (): જીવનમાં કેટલીક બાબતો ખૂબ ઉપયોગી નીવડે છે; જેમ કે સમયપત્રક.
- ગુરુવિરામ (૯) (1) વાક્યોના પ્રકારઃ (2) ઋતુઓ ત્રણ છેઃ શિયાળો, ઉનાળો, ચોમાસું
- ટપકાં () રામશંકર બાપાનો બોલ એ જ મારે મન ભગવાનનો …
- અવતરણ (“’, “ ”) મેં પૂછ્યું, “આજે બધું બંધ ૨ કેમ રાખ્યું છે?” મેં ઉત્તર દીધો, “આંજણી થઈ છે, માટે દાક્તર પાસે ગયો હતો.”
- વિગ્રહરેખા (-): એ લોકો નરસિંહ-મીરાને, અરે, સુન્દરમ્9 રાજેન્દ્ર-મકરંદને કેવી રીતે વાંચશે?
- લોપચિન (): ને મારા વરે મે’નત કરવા માંડી.
![]()
વિરામચિહ્નો સ્વાધ્યાય
પ્રશ્ન 1. નીચેના ફકરામાં યોગ્ય વિરામચિહ્નો મૂકો:
પ્રશ્ન 1.
કોઈને દયા આવી પૂછ્યું અલી આ છોકરાને તેડીને ચડે છે તે તને ભાર નથી લાગતો છોકરીએ જવાબ આપ્યો ના રે ભાર શાનો એ તો મારો ભાઈ છે
ઉત્તર :
કોઈને દયા આવી, પૂછ્યું, “અલી, આ છોકરાને તેડીને ચડે છે તે તને ભાર નથી લાગતો?
છોકરીએ જવાબ આપ્યો, “ના રે, ભાર શાનો? એ તો મારો ભાઈ છે.”
પ્રશ્ન 2.
ફકીરે જવાબમાં કહ્યું આજે તો મારું જીવન ધન્ય થઈ ગયું મારી બંદગી કબૂલ થાય કે ન થાય એની કોને પરવા છે પરંતુ ખુદાને એટલી ખબર તો છે જ કે હું નમાજ પઢી રહ્યો છું મારે માટે તો એટલું બસ છે ફળ મળે કે ન મળે એની શી જરૂર છે હા ખુદાને એટલી ખબર હોવી જોઈએ કે ખુદા અમને તારી સાથે મહોબ્બત છે બંદગી સફળ
ઉત્તર :
ફકીરે જવાબમાં કહ્યું : “આજે તો મારું જીવન ધન્ય થઈ ગયું ! મારી બંદગી કબૂલ થાય કે ન થાય, એની કોને પરવા છે? પરંતુ ખુદાને એટલી ખબર તો છે જ કે, હું નમાજ પઢી રહ્યો છું.
મારે માટે તો એટલું બસ છે.” ફળ મળે કે ન મળે, એની શી જરૂર છે? હા, ખુદાને એટલી ખબર હોવી જોઈએ કે, ખુદા અમને તારી સાથે મહોબ્બત છે, બંદગી સફળ.
![]()
પ્રશ્ન 3.
નીચેના સંવાદમાં યોગ્ય વિરામચિહ્નો મૂકોઃ
મગન તો હરખભેર આવકારી રહ્યો આવો આવો નાના શેઠ તમારા પ્રતાપે ને તમારા બાપુની કૃપાથી આ મારી જમીનમાં સોનાનો સૂરજ
મારી જમીન એમ આ જમીન તારી છે એનો કોઈ આધાર કોઈ લખાણ છે તારી પાસે
રામશંકર બાપાનો બોલ એ જ મારે મન ભગવાનનો
એ ન ચાલે આ જમીન તારી નથી શું સમજ્યો કે આ કાગળો ને કર સહી એટલે છેડો ફાટે
ઉત્તરઃ
મગન તો હરખભેર આવકારી રહ્યો, “આવો આવો નાના શેઠ, તમારા પ્રતાપે ને તમારા બાપુની કૃપાથી આ મારી જમીનમાં સોનાનો સૂરજ…’
મારી જમીન એમ? આ જમીન તારી છે એનો કોઈ આધાર, કોઈ લખાણ છે તારી પાસે?”
‘રામશંકર બાપાનો બોલ એ જ મારે મન ભગવાનનો….’
એ ન ચાલે. આ જમીન તારી નથી, શું સમજ્યો? લે આ ! કાગળો ને કર સહી એટલે છેડો ફાટે.’
નીચેનાં વાક્યોમાં યોગ્ય વિરામચિહ્ન મૂકી વાક્યો ફરીથી લખો :
પ્રશ્ન 1.
એમાં શું ભારે દરદ છે
ઉત્તર:
એમાં શું ભારે દરદ છે?
![]()
પ્રશ્ન 2.
બીજાનું લઈ લેવાની વૃત્તિથી દૂર રહેવું
ઉત્તર:
બીજાનું લઈ લેવાની વૃત્તિથી દૂર રહેવું.
પ્રશ્ન 3.
તું તારા દિલનો દીવો થા ને
ઉત્તર:
તું તારા દિલનો દીવો થા ને!
પ્રશ્ન 4.
થોડું ઘણું ગુજરાતી તો એને આવડે છે
ઉત્તર:
થોડું ઘણું ગુજરાતી તો એને આવડે છે.
પ્રશ્ન 5.
ને અંગ્રેજી ક્યાં ખોટી ભાષા છે કે બીજની જરૂર પડે
ઉત્તર:
ને અંગ્રેજી ક્યાં ખોટી ભાષા છે કે બીજીની જરૂર પડે !
![]()
પ્રશ્ન 6.
ઠીક ડૉક્ટર ત્યારે હું રજા લઈશ.
ઉત્તર:
ઠીક ડૉક્ટર, ત્યારે હું રજા લઈશ.
પ્રશ્ન 7.
થાળીમાં બધું રમણભમણ કરી નાખ્યું
ઉત્તર:
થાળીમાં બધું રમણભમણ કરી નાખ્યું !
પ્રશ્ન 8.
મોહને મગનને ખભે હાથ રાખી કહ્યું હું રામશંકરનો દીકરો છું.
ઉત્તર:
મોહને મગનને ખભે હાથ રાખી કહ્યું, “હું રામશંકરનો દીકરો છું.”