GSEB Class 9 Gujarati Vyakaran વિરામચિહ્નો

Gujarat Board GSEB Std 9 Gujarati Textbook Solutions Std 9 Gujarati Vyakaran Viram Chinh વિરામચિહ્નો Questions and Answers, Notes Pdf.

GSEB Std 9 Gujarati Vyakaran Viram Chinh

Std 9 Gujarati Vyakaran Viram Chinh Questions and Answers

બોલચાલની લઢણને લખાણમાં મૂકવા માટે આપણે વિરામચિહ્નોનો ? ઉપયોગ કરીએ છીએ.

વિરામચિહ્નો અને તેનાં કાર્યો નીચે મુજબ છેઃ

  1. સમાપનઃ વાક્યાતે આવતા – આરોહ કે અવરોહ – વિરામચિહ્નોનું કાર્ય સમાપન દર્શાવવાનું છે.
    પૂર્ણવિરામ (.), પ્રશ્નાર્થચિહ્ન (?), ઉદ્ગારચિહ્ન (!) આદિ સમાપન દર્શાવે છે.
  2. ઉદ્ઘાટન પ્રથમ વાક્યાંશમાં જે વિગતો હોય તેનું વધુ વિવરણ, સ્પષ્ટતા કે પ્રકાર આદિ બાબતોનો બીજાં વાક્યાંશમાં નિર્દેશ થયો છે તે સૂચવવા માટે ગુરુવિરામ (:), ગુરુરેખા (-) આદિ વિરામચિહ્નો પ્રયોજાય છે.
  3. વિભાજન અર્થગ્રહણની સરળતા માટે શબ્દો, પદો, વાક્યાંશોનું વિભાજન કરવા માટે અલ્પવિરામ ( ), અર્ધવિરામ (;), ગુરુરેખા (C), વિગ્રહરેખા (-) આદિ વિરામચિહ્નો પ્રયોજાય છે.
  4. સીમાંકનઃ જે શબ્દ, પદ, પદસમૂહ, વાક્યાંશ કે ? ગૌણવાક્યને વિશેષ રીતે દર્શાવવા હોય, પ્રદર્શિત કરવાના હોય, તેમને જોડમાં પ્રયોજાયેલા વિરામચિહ્નોની વચ્ચે મૂકવામાં આવે છે. તે વિશેષ બાબતોના આરંભ-અંતની સીમા દર્શાવતા હોવાથી હંમેશાં જોડમાં વપરાય. અવતરણચિહ્ન – એકવડા (“ ‘), બેવડા (“ ”).

GSEB Class 9 Gujarati Vyakaran વિરામચિહ્નો

વિરામચિહ્નોનાં ઉદાહરણઃ

  1. પૂર્ણવિરામ (): આપને આંજણી થઈ છે તો જવ લગાવો.
  2. પ્રશ્નાર્થચિહ્ન (?) પણ અહીં તમે બધા કેમ નવરા ૨ ફરો છો?
  3. ઉદ્ગારચિહ્ન (!) અરર! મિસ્ટર આય સે ગોજું કરી મૂક્યું છે!
  4. અલ્પવિરામ (): તાવ આવે, ઉધરસ થાય કે વા આવે, માથું દુઃખે કે સળેખમ થાય, પણ મારો તો એક ‘પેટ” ઇલાજ છે.
  5. અર્ધવિરામ (): જીવનમાં કેટલીક બાબતો ખૂબ ઉપયોગી નીવડે છે; જેમ કે સમયપત્રક.
  6. ગુરુવિરામ (૯) (1) વાક્યોના પ્રકારઃ (2) ઋતુઓ ત્રણ છેઃ શિયાળો, ઉનાળો, ચોમાસું
  7. ટપકાં () રામશંકર બાપાનો બોલ એ જ મારે મન ભગવાનનો …
  8. અવતરણ (“’, “ ”) મેં પૂછ્યું, “આજે બધું બંધ ૨ કેમ રાખ્યું છે?” મેં ઉત્તર દીધો, “આંજણી થઈ છે, માટે દાક્તર પાસે ગયો હતો.”
  9. વિગ્રહરેખા (-): એ લોકો નરસિંહ-મીરાને, અરે, સુન્દરમ્9 રાજેન્દ્ર-મકરંદને કેવી રીતે વાંચશે?
  10. લોપચિન (): ને મારા વરે મે’નત કરવા માંડી.

GSEB Class 9 Gujarati Vyakaran વિરામચિહ્નો

વિરામચિહ્નો સ્વાધ્યાય

પ્રશ્ન 1. નીચેના ફકરામાં યોગ્ય વિરામચિહ્નો મૂકો:

પ્રશ્ન 1.
કોઈને દયા આવી પૂછ્યું અલી આ છોકરાને તેડીને ચડે છે તે તને ભાર નથી લાગતો છોકરીએ જવાબ આપ્યો ના રે ભાર શાનો એ તો મારો ભાઈ છે
ઉત્તર :
કોઈને દયા આવી, પૂછ્યું, “અલી, આ છોકરાને તેડીને ચડે છે તે તને ભાર નથી લાગતો?

છોકરીએ જવાબ આપ્યો, “ના રે, ભાર શાનો? એ તો મારો ભાઈ છે.”

પ્રશ્ન 2.
ફકીરે જવાબમાં કહ્યું આજે તો મારું જીવન ધન્ય થઈ ગયું મારી બંદગી કબૂલ થાય કે ન થાય એની કોને પરવા છે પરંતુ ખુદાને એટલી ખબર તો છે જ કે હું નમાજ પઢી રહ્યો છું મારે માટે તો એટલું બસ છે ફળ મળે કે ન મળે એની શી જરૂર છે હા ખુદાને એટલી ખબર હોવી જોઈએ કે ખુદા અમને તારી સાથે મહોબ્બત છે બંદગી સફળ
ઉત્તર :
ફકીરે જવાબમાં કહ્યું : “આજે તો મારું જીવન ધન્ય થઈ ગયું ! મારી બંદગી કબૂલ થાય કે ન થાય, એની કોને પરવા છે? પરંતુ ખુદાને એટલી ખબર તો છે જ કે, હું નમાજ પઢી રહ્યો છું.

મારે માટે તો એટલું બસ છે.” ફળ મળે કે ન મળે, એની શી જરૂર છે? હા, ખુદાને એટલી ખબર હોવી જોઈએ કે, ખુદા અમને તારી સાથે મહોબ્બત છે, બંદગી સફળ.

GSEB Class 9 Gujarati Vyakaran વિરામચિહ્નો

પ્રશ્ન 3.
નીચેના સંવાદમાં યોગ્ય વિરામચિહ્નો મૂકોઃ
મગન તો હરખભેર આવકારી રહ્યો આવો આવો નાના શેઠ તમારા પ્રતાપે ને તમારા બાપુની કૃપાથી આ મારી જમીનમાં સોનાનો સૂરજ
મારી જમીન એમ આ જમીન તારી છે એનો કોઈ આધાર કોઈ લખાણ છે તારી પાસે
રામશંકર બાપાનો બોલ એ જ મારે મન ભગવાનનો
એ ન ચાલે આ જમીન તારી નથી શું સમજ્યો કે આ કાગળો ને કર સહી એટલે છેડો ફાટે
ઉત્તરઃ
મગન તો હરખભેર આવકારી રહ્યો, “આવો આવો નાના શેઠ, તમારા પ્રતાપે ને તમારા બાપુની કૃપાથી આ મારી જમીનમાં સોનાનો સૂરજ…’

મારી જમીન એમ? આ જમીન તારી છે એનો કોઈ આધાર, કોઈ લખાણ છે તારી પાસે?”

‘રામશંકર બાપાનો બોલ એ જ મારે મન ભગવાનનો….’

એ ન ચાલે. આ જમીન તારી નથી, શું સમજ્યો? લે આ ! કાગળો ને કર સહી એટલે છેડો ફાટે.’

નીચેનાં વાક્યોમાં યોગ્ય વિરામચિહ્ન મૂકી વાક્યો ફરીથી લખો :

પ્રશ્ન 1.
એમાં શું ભારે દરદ છે
ઉત્તર:
એમાં શું ભારે દરદ છે?

GSEB Class 9 Gujarati Vyakaran વિરામચિહ્નો

પ્રશ્ન 2.
બીજાનું લઈ લેવાની વૃત્તિથી દૂર રહેવું
ઉત્તર:
બીજાનું લઈ લેવાની વૃત્તિથી દૂર રહેવું.

પ્રશ્ન 3.
તું તારા દિલનો દીવો થા ને
ઉત્તર:
તું તારા દિલનો દીવો થા ને!

પ્રશ્ન 4.
થોડું ઘણું ગુજરાતી તો એને આવડે છે
ઉત્તર:
થોડું ઘણું ગુજરાતી તો એને આવડે છે.

પ્રશ્ન 5.
ને અંગ્રેજી ક્યાં ખોટી ભાષા છે કે બીજની જરૂર પડે
ઉત્તર:
ને અંગ્રેજી ક્યાં ખોટી ભાષા છે કે બીજીની જરૂર પડે !

GSEB Class 9 Gujarati Vyakaran વિરામચિહ્નો

પ્રશ્ન 6.
ઠીક ડૉક્ટર ત્યારે હું રજા લઈશ.
ઉત્તર:
ઠીક ડૉક્ટર, ત્યારે હું રજા લઈશ.

પ્રશ્ન 7.
થાળીમાં બધું રમણભમણ કરી નાખ્યું
ઉત્તર:
થાળીમાં બધું રમણભમણ કરી નાખ્યું !

પ્રશ્ન 8.
મોહને મગનને ખભે હાથ રાખી કહ્યું હું રામશંકરનો દીકરો છું.
ઉત્તર:
મોહને મગનને ખભે હાથ રાખી કહ્યું, “હું રામશંકરનો દીકરો છું.”

Leave a Comment

Your email address will not be published.