GSEB Class 9 Science Important Questions Chapter 13 આપણે શા માટે માંદા પડીએ છીએ?

Gujarat Board GSEB Class 9 Science Important Questions Chapter 13 આપણે શા માટે માંદા પડીએ છીએ? Important Questions and Answers.

GSEB Class 9 Science Important Questions Chapter 13 આપણે શા માટે માંદા પડીએ છીએ?

વિશેષ પ્રશ્નોત્તર
તફાવત આપો:

પ્રશ્ન 1.
તીવ્ર રોગો અને હઠીલા રોગો
ઉત્તર:

તીવ્ર રોગો  હઠીલા રોગો
1. આ રોગો એકાએક અને ઝડપથી થાય છે. 1. આ રોગો એકાએક થતા નથી.
2. આ રોગની અસર થોડા સમય સુધી રહે છે. 2. આ લાંબા ગાળાના રોગોનાં લક્ષણો મહિનાઓ કે વર્ષો કે જિંદગીભર રહે છે.
3. તેની માનવસ્વાથ્ય ઉપર કોઈ વિશેષ ખરાબ અસર થતી નથી. 3. તેની માનવસ્વાથ્ય ઉપર ઉગ્ર અસર થાય છે.
4. ખાંસી, શરદી, ટાઇફૉઇડ, કૉલેરા વગેરે તીવ્ર રોગો છે. 4. હાથીપગો, ક્ષય, ડાયાબિટીસ, કૅન્સર, આર્થરાઇટિસ વગેરે હઠીલા રોગો છે.

GSEB Class 9 Science Important Questions Chapter 13 આપણે શા માટે માંદા પડીએ છીએ?

પ્રશ્ન 2.
ચેપી રોગો અને બિનચેપી રોગો
ઉત્તર:

ચેપી રોગો  બિનચેપી રોગો
1. આવા રોગો થવાનું કારણ કેટલાક વાઇરસ, બૅક્ટરિયા, પ્રજીવો, કૃમિઓ અને ફૂગ જેવા રોગકારકો છે. 1. આવા રોગો થવાનું કારણ જેવકારક નથી, પરંતુ જનીનિક ખામી, મેદસ્વિતા, કસરતનો અભાવ, કુપોષણ કે વારસાગત કારણ હોઈ શકે છે.
2. રોગગ્રસ્ત વ્યક્તિના સંપર્કમાં આવતી સ્વસ્થ વ્યક્તિ આવા રોગોનો ભોગ બની શકે છે. 2. રોગગ્રસ્ત વ્યક્તિના સંપર્કમાં રહેતી વ્યક્તિને આ રોગ થવાનું કોઈ જોખમ નથી.
3. તે ઝડપથી ફેલાય છે. 3. તે ઝડપથી થતા નથી કે ફેલાતા નથી.
4. આ રોગો હવા, પાણી, ખોરાક, કીટકો જેવા માધ્યમ દ્વારા પ્રસરે છે. 4. આ રોગો પ્રસરવા માટે કોઈ માધ્યમ જરૂરી નથી.
5. ઇલુએન્ઝા, કૉલેરા, મરડો, કમળો, ટાઇફૉઇડ વગેરે ચેપી રોગો છે. 5. કૅન્સર, ડાયાબિટીસ, હૃદયરોગ વગેરે બિનચેપી રોગો છે.

પ્રશ્ન 3.
સ્વાથ્ય અને રોગમુક્ત
ઉત્તર:

સ્વાથ્ય  રોગમુક્ત
1. શારીરિક, માનસિક અને સામાજિક રીતે સ્વસ્થ સ્થિતિને સ્વાથ્થી કહે છે. 1. અસ્વસ્થતાથી મુક્ત શરીરની સ્થિતિને રોગમુક્ત કહે છે.
2. તે વ્યક્તિગત ઉપરાંત સામાજિક પર્યાવરણને સ્પર્શતી બાબત છે. 2. તે વ્યક્તિગત બાબત છે.
3. સ્વસ્થ વ્યક્તિ આપેલી બધી પરિસ્થિતિમાં બધાં કાર્યો સરળ રીતે કરી શકે છે. 3. રોગમુક્ત વ્યક્તિનું સ્વાથ્ય સારું કે નબળું હોઈ શકે છે.
4. ચોક્કસ રોગથી પીડાતા ન હોઈએ તોપણ ખરાબ સ્વાથ્ય સંભવિત છે. 4. ચોક્કસ રોગથી પીડાતા ન હોઈએ તો જ રોગમુક્ત સ્થિતિ સંભવિત છે.

GSEB Class 9 Science Important Questions Chapter 13 આપણે શા માટે માંદા પડીએ છીએ?

નીચેના વિધાનોનાં વૈજ્ઞાનિક કારણો આપો:

પ્રશ્ન 1.
વ્યક્તિગત સ્વાથ્ય માટે સારી આર્થિક સ્થિતિ અને સામાજિક સમાનતા અને સંવાદિતા ખૂબ જરૂરી છે.
ઉત્તરઃ
શરીરમાં થતી વિવિધ ક્રિયાઓ માટે બહારથી દ્રવ્યો અને શક્તિ મેળવવા જરૂરી છે. આ શક્તિ ખોરાકમાંથી પ્રાપ્ત થાય છે. આથી સ્વાથ્ય માટે પૂરતાં પોષક દ્રવ્યો ધરાવતો ખોરાક લેવો જરૂરી છે અને ખોરાક માટે પૈસા કમાવા જરૂરી છે. આ માટે સારું કામ કરવું જરૂરી છે. આમ, સારી આર્થિક સ્થિતિ તથા કાર્ય વ્યક્તિગત સ્વાથ્ય માટે જરૂરી બને છે.

સ્વાથ્ય માટે ખુશ રહેવું એટલું જ આવશ્યક છે. તેથી વાસ્તવમાં આપણે તંદુરસ્ત રહી શકીએ. જો કોઈની પણ સાથે આપણો વ્યવહાર સારો ન હોય અને એકબીજાથી લડતા કે ડરતા હોઈએ તો આપણે ખુશ અને સ્વસ્થ રહી શકતા નથી. વ્યક્તિગત સ્વાથ્ય માટે સામાજિક સમાનતા અને સંવાદિતા જરૂરી છે.

પ્રશ્ન 2.
રોગો માટે એક કરતાં વધારે કારણો જવાબદાર હોય છે.
ઉત્તર:
સામાન્ય રીતે વ્યક્તિના શરીરને દરરોજ ચેપી રોગનો સામનો કરવો પડે છે. બધા ચેપમાં વ્યક્તિને રોગ લાગુ પડતો નથી. ચોક્કસ રોગ થવા માટે વિવિધ સ્તરનાં કારણો જવાબદાર હોય છે. જેમ કે, રોગ માટે જવાબદાર જેવકારકોનો મોટી સંખ્યામાં હુમલો, વ્યક્તિના શરીરની રોગપ્રતિકારતંત્રની નબળી કામગીરી, સારા પૌષ્ટિક આહારનો અભાવ કે કોઈ જનીનિક અનિયમિતતા કારણભૂત હોઈ શકે છે. કેટલીક વખત જાહેર આરોગ્ય સેવાનો અભાવ કારણ બને છે. આમ, રોગો માટે એક કરતાં વધારે કારણો જવાબદાર હોય છે.

પ્રશ્ન 3.
પેનિસિલિન ઍન્ટિબાયોટિક્સ ઘણા બૅક્ટરિયા પર અસરકારક છે, પરંતુ ચેપગ્રસ્ત વાઇરસ પર અસરકારક નથી.
ઉત્તરઃ
રોગોની સારવારમાં ઍન્ટિબાયોટિક્સના ઉપયોગથી : રોગકારકોના જૈવરાસાયણિક પથમાં અવરોધ દ્વારા તેનો નાશ કરાય છે. પેનિસિલિન બૅક્ટરિયાના રક્ષણાત્મક કોષદીવાલ બનાવવાના કાર્યમાં અવરોધ લાવે છે. પરિણામે નવા બનતા બૅક્ટરિયામાં કોષદીવાલનું નિર્માણ અટકાવી તેનો નાશ કરે છે. પરંતુ વર્ગીકરણમાં વાઇરસ બૅક્ટરિયાના સમૂહના નથી. વાઇરસમાં કોષદીવાલ હોતી નથી. બધા જ વાઇરસ યજમાન કોષમાં રહે છે. વાઇરસનો જીવનપથ માત્ર યજમાન કોષમાં જ દર્શાવાય છે અને બૅક્ટરિયા કરતાં અલગ છે. આથી બૅક્ટરિયા પર અસરકારક પેનિસિલિન વાઇરસ પર અસરકારક નથી.

પ્રશ્ન 4.
HIV ચેપગ્રસ્ત વ્યક્તિ માટે પોતાની જાતને જુદા જુદા રોગના ચેપથી બચાવવું મુશ્કેલ છે.
અથવા
HIV ચેપગ્રસ્ત વ્યક્તિનું કેટલીક વખત મૃત્યુ થાય છે.
ઉત્તર:
HIVનો ચેપ લાગ્યા બાદ HIV પ્રતિકારક તંત્રમાં દાખલ થઈ, તેને નુકસાન કરી, તેનાં કાર્ય અટકાવે છે. આથી એઇડ્રેસથી પીડાતા રોગી નાના નાના ચેપ સામે લડી શકતા નથી. દા. ત., થોડી શરદી થતાં તે ન્યુમોનિયામાં ફેરવાય છે. આંતરડામાં થતો થોડો ચેપ ઝાડામાં ફેરવાય છે. આમ તેને માટે ચેપથી બચવું મુશ્કેલ બને છે અને આખરે બીજા ચેપને કારણે એઇટ્સથી પીડાતા મનુષ્યનું મૃત્યુ થઈ શકે છે.

પ્રશ્ન 5.
રોગનાં ચિહ્નો કે લક્ષણોનો આધાર રોગકારકો કઈ પેશી – કે અંગને લક્ષ્ય બનાવે છે, તેના ઉપર રહેલો છે.
ઉત્તરઃ
સામાન્ય રીતે રોગનાં ચિહ્ન કે લક્ષણોને આધાર રોગકારક સૂક્ષ્મ જીવો કઈ પેશી કે અંગને લક્ષ્ય બનાવે છે, તેના પર રહેલો છે.

  • જો ફેફસાંને લક્ષ્ય બનાવ્યા હોય, તો ખાંસી, શરદી કે હાંફી જવું જેવાં ચિહ્નો જોવા મળે છે.
  • જો યકૃતને લક્ષ્ય બનાવ્યું હોય, તો કમળાનાં ચિહ્નો જોવા મળે છે.
  • જો મગજને લક્ષ્ય બનાવ્યું હોય તો માથું દુખવું, ઊલટી થવી, ચક્કર આવવાં, બેભાન થવું જેવાં ચિહ્નો જોવા મળે છે.

આ બધા ચેપ સામે શરીરમાં અસ્તિત્વ ધરાવતું રોગપ્રતિકાર તંત્ર સક્રિય બની, રોગ ઉત્પન્ન કરનાર સૂક્ષ્મ જીવોનો નાશ કરે છે. આ પ્રક્રિયા દરમિયાન સોજો આવવો, દુખાવો થવો, તાવ વગેરે જેવી સ્થાનિક અસરો પણ જોવા મળે છે.

GSEB Class 9 Science Important Questions Chapter 13 આપણે શા માટે માંદા પડીએ છીએ?

પ્રશ્ન 6.
રોગમુક્તિ સારવારમાં ચોક્કસ રોગ માટે ચોક્કસ ઔષધ જરૂરી બને છે.
ઉત્તરઃ
રોગમુક્તિ સારવારમાં ઔષધ લઈ રોગકારકોનો નાશ કરવાનો માર્ગ અપનાવાય છે. રોગકારકો બૅક્ટરિયા, વાઇરસ, ફૂગ, પ્રજીવો, કૃમિ વગેરે જુદા જુદા પ્રકારમાં વર્ગીકૃત કરાયેલા છે. આ પ્રત્યેક વર્ગના સજીવોમાં જીવનજરૂરી કેટલીક આવશ્યક જીવરાસાયણિક પ્રક્રિયાઓ થતી હોય છે. આ પ્રક્રિયાઓ જે-તે વર્ગની આગવી અને વિશિષ્ટ હોય છે. તે અન્ય વર્ગોમાં જોવા મળતી નથી. આથી ચોક્કસ રોગમુક્તિ માટે જે-તે રોગના રોગકારક બૅક્ટરિયા, વાઇરસ કે પ્રજીવની જીવરાસાયણિક પ્રક્રિયાઓ અવરોધતા હોય અને આપણા શરીરને અસર ન કરતા હોય એવા ઔષધનો ઉપયોગ કરવો પડે છે. આમ, ચોક્કસ રોગની સારવારમાં ચોક્કસ પ્રકારના ઔષધનો ઉપયોગ કરવો એ મહત્ત્વની બાબત બની રહે છે.

પ્રશ્ન 7.
ઍન્ટિવાઇરલ ઓષધની બનાવટ ઍન્ટિબૅક્ટરિયલ ઔષધની બનાવટની સરખામણીમાં અઘરી છે.
ઉત્તરઃ
રોગકારક બૅક્ટરિયા કોષમાં પ્રવેશતા નથી અને તેની પોતાની જૈવરાસાયણિક કાર્યપદ્ધતિ વધારે છે. આથી તેના લક્ષ્યાંગ વધારે જોવા મળે છે. ઍન્ટિબૅક્ટરિયલ ઔષધની બનાવટ પ્રમાણમાં સરળ છે. વાઇરસમાં તેની પોતાની જૈવરાસાયણિક કાર્યપદ્ધતિ ઓછી હોય છે. વાઇરસ આપણા શરીરના કોષોમાં દાખલ થઈ તેમની જૈવિક પ્રક્રિયા માટે આપણા સુવ્યવસ્થિત તંત્રનો ઉપયોગ કરે છે. આના કારણે વિશિષ્ટ વાઇરસને નિશાન બનાવતાં લક્ષ્ય ખૂબ ઓછાં છે. આથી ઍન્ટિવાઇરલ ઔષધની બનાવટ અઘરી છે.

પ્રશ્ન 8.
રોગનો અટકાવ તેના ઉપચાર કરતાં વધુ સારો છે.
ઉત્તર:
ચેપી રોગનો સામનો કરવામાં નીચે મુજબ ત્રણ મર્યાદાઓ રહેલી છે :
1. કેટલાક રોગમાં, શારીરિક કાર્યોને ખૂબ નુકસાન થાય છે અને વ્યક્તિ ફરીથી પૂર્ણપણે સ્વસ્થ થઈ શકતી નથી. દા. ત., ફેફસાંના ક્ષયમાં ફેફસાંને થયેલું નુકસાન સંપૂર્ણપણે દૂર થઈ શકતું નથી.

2. સારવારમાં થતો વધુ સમય. કેટલાક રોગોમાં રોગથી પીડાતા દર્દીને વ્યવસ્થિત અને સાચો ઉપચાર આપવા છતાં અમુક સમય માટે પથારીવશ રહેવું પડે છે. દા. ત., ક્ષય, કમળો.

3. વ્યક્તિ ચેપી રોગથી પીડાતી હોય ત્યારે તે રોગના ફેલાવાનો સ્રોત બની બીજી વ્યક્તિઓમાં રોગનો ફેલાવો કરે છે. તેથી મુશ્કેલીઓ વધી જાય છે.
આવાં કારણોને લીધે રોગનો અટકાવ તેના ઉપચાર કરતાં વધુ સારો છે.

પ્રશ્ન 9.
ચેપી રોગોને અટકાવવા માટે સાર્વજનિક સફાઈ અભિયાન એક મૂળભૂત રસ્તો છે.
ઉત્તરઃ
સામાન્ય માર્ગઃ આ માર્ગ એટલે ચેપને ફેલાતો અટકાવવો. રોગકારક સજીવોનો ફેલાવો અટકાવવા નીચેનાં પગલાં જરૂરી છે:

GSEB Class 9 Science Important Questions Chapter 13 આપણે શા માટે માંદા પડીએ છીએ?

પ્રશ્ન 10.
બાળકોને ચેપી રોગોથી બચાવવા માટે રસીકરણ ઉપયોગી છે.
ઉત્તરઃ
મનુષ્ય શરીરમાં આવેલા પ્રતિકારતંત્ર પાસે રોગકારકના સ્વરૂપને યાદ રાખવાની લાક્ષણિકતા હોય છે. તેના કારણે શરીર એક વખત કોઈ રોગકારકના સંપર્કમાં આવે ત્યારે તેની ચોક્કસ સ્વરૂપની યાદ જાળવી રાખે છે અને બીજી વખત રોગકારકના સંપર્ક સામે આક્રમક બની, તેનો પ્રતિકાર કરી, રોગકારકોનો ખૂબ ઝડપથી નિકાલ કરે છે.

આ સિદ્ધાંતનો ઉપયોગ રસીકરણમાં થાય છે. બાળકોને જે-તે રસી દ્વારા જુદા જુદા રોગકારકોના મંદ ચેપ આપી, જે-તે રોગકારકોની વિશિષ્ટ સ્વરૂપની યાદ શરીરના પ્રતિકારતંત્ર વડે જાળવી રખાય છે.
આ રીતે બાળકોને ટીટેનસ, ડિફઘેરિયા, ઓરી, પોલિયો, હિપેટાઇટિસ વગેરે વિવિધ રોગોના ચેપ સામે સુરક્ષિત બનાવાય છે.

જોડકાં જોડો [પ્રત્યેકના 2 ગુણો]

પ્રશ્ન 1.

A (રોગનાં નામ) ‘B’ (રોગકારક સજીવ)
1. મેલેરિયા a. કૃમિ
2. SARS b. પ્રજીવ
3. હાથીપગો c. બૅક્ટરિયા
4. ટાઇફોઇડ d. વાઈરસ

ઉત્તરઃ

A (રોગનાં નામ) ‘B’ (રોગકારક સજીવ)
1. મેલેરિયા b. પ્રજીવ
2. SARS d. વાઈરસ
3. હાથીપગો a. કૃમિ
4. ટાઇફોઇડ c. બૅક્ટરિયા

પ્રશ્ન 2.

‘A’ (રોગનાં નામ) ‘B’ (મુખ્ય લક્ષ્યાંગ)
1. કૉલેરા a. રક્તકણ
2. એઇટ્સ b. ફેફસાં
3. મેલેરિયા c. નાનું આંતરડું
4. ક્ષય d. પ્રતિકારક કોષો

ઉત્તરઃ

‘A’ (રોગનાં નામ) ‘B’ (મુખ્ય લક્ષ્યાંગ)
1. કૉલેરા c. નાનું આંતરડું
2. એઇટ્સ d. પ્રતિકારક કોષો
3. મેલેરિયા a. રક્તકણ
4. ક્ષય b. ફેફસાં

GSEB Class 9 Science Important Questions Chapter 13 આપણે શા માટે માંદા પડીએ છીએ?

પ્રશ્ન 3.

‘A’ રોગ ‘B’ ફેલાવો
1. સિફિલિસ a. હવા દ્વારા
2. ન્યુમોનિયા b. પાણી દ્વારા
3. મેલેરિયા c. લૈંગિક સંપર્ક દ્વારા
4. ડાયેરિયા d. મચ્છર દ્વારા

ઉત્તર:

‘A’ રોગ ‘B’ ફેલાવો
1. સિફિલિસ c. લૈંગિક સંપર્ક દ્વારા
2. ન્યુમોનિયા a. હવા દ્વારા
3. મેલેરિયા d. મચ્છર દ્વારા
4. ડાયેરિયા b. પાણી દ્વારા

પ્રશ્ન 4.

‘A’ રોગકારક ‘B’ રોગનું નામ
1. સ્ટેફીલોકોકાઈ a. નિદ્રારોગ
2. ટ્રાયપેનાસોમાં b. કાલા-અઝર
3. લેશમાનિયા c. એઇડ્રેસ
4. HIV d. કાલા

ઉત્તરઃ

‘A’ રોગકારક “B’ રોગનું નામ
1. સ્ટેફીલોકોકાઈ  d. ખીલ
2. ટ્રાયપેનાસોમાં a. નિદ્રારોગ
3. લેશમાનિયા b. કાલા-અઝર
4. HIV c. એઇડ્રેસ

GSEB Class 9 Science Important Questions Chapter 13 આપણે શા માટે માંદા પડીએ છીએ?

પ્રસ્તાવના

પ્રશ્ન 1.
સજીવોમાં થતી આંતરસંબંધિત ક્રિયાઓની સમજૂતી ટૂંકમાં આપો.
ઉત્તર:
કોષ સજીવોનો પાયાનો એકમ છે. કોષો કાબોદિત, પ્રોટીન, લિપિડ વગેરે વિવિધતા ધરાવતા દ્રવ્યોના બનેલા છે. ઉચ્ચ સજીવોમાં જીવંત કોષ વિવિધ જૈવિક ક્રિયાઓ દર્શાવતું ગતિશીલ સ્થાન છે. કોષોમાં સમારકામ તેમજ નવા કોષોના સર્જનની ક્રિયા સતત ચાલતી રહે છે.

આપણાં અંગો અથવા પેશીઓમાં વિવિધ પ્રકારની વિશિષ્ટ ક્રિયાઓ ચાલ્યા કરે છે. દા. ત., હૃદય ધબકવાનું કાર્ય કરી રુધિરને શરીરમાં ફરતું રાખે છે. આ સમયે ફેફસાં શ્વાસોચ્છવાસ ક્રિયા કરે છે. મૂત્રપિંડ ગાળણ દ્વારા મૂત્રનિર્માણ કરે છે. મગજ વિચારે છે. આમ, – શરીરમાં થતી વિવિધ પ્રક્રિયાઓ આંતરસંબંધિત છે.

પ્રશ્ન 2.
સમજાવોઃ કોષ, પેશી કે અંગોની ક્રિયાશીલતાનો અવરોધ રોગ સાથે સંબંધિત છે.
ઉત્તર:
સજીવોના શરીરમાં જુદાં જુદાં અંગો વડે થતી વિવિધ પ્રકારની વિશિષ્ટ ક્રિયાઓ સતત ચાલતી રહે છે. આ બધી પારસ્પરિક ક્રિયાઓ કરવા માટે શરીરને કાચા પદાર્થો અને શક્તિની જરૂર પડે છે. આ શક્તિ ખોરાકમાંથી પ્રાપ્ત થાય છે. આમ, કોષો અને { પેશીઓની ક્રિયાશીલતા માટે ખોરાક જરૂરી છે.

પરંતુ અપૂરતો ખોરાક કે અપૂરતાં પોષક દ્રવ્યોને કારણે શરીરને જરૂરી શક્તિ પ્રાપ્ત થતી નથી. પરિણામસ્વરૂપ કોષો અને પેશીઓની ક્રિયાશીલતા ઘટે છે કે અટકે છે. દા. ત., જો મૂત્રપિંડ ગાળણ ન કરે, તો શરીરમાં વિષારી દ્રવ્યો જમા થાય છે. ફેફસાં યોગ્ય રીતે શ્વાસોચ્છવાસ ન કરે તો શરીરના કોષોને જરૂરી O2, પ્રાપ્ત ન થાય અને શરીરમાંથી CO2 દૂર ન થઈ શકે. હૃદયની ધબકારપ્રક્રિયાની અનિયમિતતાથી રુધિર પરિવહન કાર્યમાં વિક્ષેપ સર્જાય છે. આ બધી પરિસ્થિતિમાં મગજ યોગ્ય રીતે વિચારી શકતું નથી. પરિણામે ચોક્કસ રોગની સ્થિતિ સર્જાય છે.

આમ, જ્યારે કોઈ પણ ઘટક કે કારક કોષો અને પેશીઓના યોગ્ય પ્રકારનાં કાર્યોને રોકે છે. તેનાથી શરીરની સામાન્ય ક્રિયાઓ ખોરવાય છે અને શરીરમાં રોગ પેદા થવાની સંભાવના ઊભી થાય છે.

પ્રશ્ન 3.
સામાન્ય વ્યવહારમાં સ્વાથ્યને કેવી રીતે મૂલવવામાં આવે છે, તે જણાવો.
ઉત્તર:
સામાન્ય રોજિંદા વ્યવહારમાં સ્વાથ્ય શબ્દનો વારંવાર ઉપયોગ થાય છે. ઘણી વાર આપણા માટે કે આપણા કોઈ કુટુંબીજન માટે સ્વાથ્ય સારું નથી એવો વાક્યપ્રયોગ કરાય છે. આપણા શિક્ષક ઘણી વખત કહે છેઆ સ્વાથ્યપ્રદ વલણ નથી. આપણા વડીલ કોઈ પડોશી કે સંબંધીને ત્યાં કે કોઈ સામાજિક પ્રસંગે જાય છે ત્યારે પહેલાં પૂછે છે કે તમારું સ્વાથ્ય કેવું છે? આમ, વ્યવહારમાં જો તબિયત બરાબર હોય તો સ્વાથ્ય સારું છે અને જો તબિયત બરાબર ન હોય તો સ્વાથ્ય સારું નથી એમ કહેવાય છે.

આમ, સામાન્ય વ્યવહારમાં શારીરિક, માનસિક અને સામાજિક કાર્ય યોગ્ય રીતે કરવાની ક્ષમતા દ્વારા પ્રાપ્ત થતી અવસ્થાને સ્વાથ્ય તરીકે મૂલવાય છે.

GSEB Class 9 Science Important Questions Chapter 13 આપણે શા માટે માંદા પડીએ છીએ?

પ્રશ્ન 4.
સ્વાથ્ય એટલે શું? વ્યક્તિગત સ્વાથ્ય માટે જાહેર સ્વચ્છતા કેવી રીતે અગત્યની છે તે જણાવો.
ઉત્તર:
સ્વાચ્ય એટલે વ્યક્તિની શારીરિક, માનસિક અને સામાજિક જીવનની ક્ષમતાને પૂર્ણરૂપે સમન્વય દર્શાવતી સ્થિતિ. બધા સજીવોના સ્વાસ્થનો આધાર તેમની ફરતે આવેલા પર્યાવરણ પર રહેલો છે. દા. ત., ચક્રવાત (Cyclone) દરમિયાન આપણા સ્વાથ્યને અનેક રીતે નુકસાન થાય છે. વ્યક્તિ સમાજમાં રહે તે ખૂબ અગત્યનું છે, કારણ કે સામાજિક પર્યાવરણ આપણા વ્યક્તિગત સ્વાથ્ય માટે અગત્યનું છે. મનુષ્યો ગામડાં, કસબા કે શહેરોમાં રહે છે.

આવા રહેઠાણ વિસ્તારોની જાહેર સ્વચ્છતા વ્યક્તિગત સ્વાથ્ય માટે ખૂબ મહત્ત્વની છે. આવા વિસ્તારોનું પર્યાવરણ પણ સ્વાથ્ય પર અસર કરે છે. જો આવા વિસ્તારોમાં સર્જાતા કચરાનો નિકાલ કરવામાં ન આવે, તો શેરીઓમાં કચરાના ઢગલા થઈ જાય. ગટરો ઉભરાય અને ખુલ્લામાં ગટરનાં પાણી કે અન્ય પાણી ભરાઈ રહે. તેનો નિકાલ કરવામાં ન આવે તો તે વિવિધ રોગકારકો અને રોગવાહકોના ઉદ્ભવસ્થાન અને આશ્રયસ્થાન બની જાય. તેનાથી આપણું સ્વાથ્ય જોખમાવાની પૂરી શક્યતા રહે છે. આમ, વ્યક્તિગત આરોગ્ય માટે સ્વચ્છ હવા-પાણીની સાથે જાહેર સ્વચ્છતા ખૂબ અગત્યની છે.

પ્રશ્ન 5.
વ્યક્તિગત સ્વાથ્ય માટે સારી આર્થિક સ્થિતિ અને સામાજિક સમાનતા અને સંવાદિતા ખૂબ આવશ્યક છે. સમજાવો.
ઉત્તર:
શરીરમાં થતી વિવિધ ક્રિયાઓ માટે બહારથી દ્રવ્યો અને શક્તિ મેળવવા જરૂરી છે. આ શક્તિ ખોરાકમાંથી પ્રાપ્ત થાય છે. આથી સ્વાથ્ય માટે પૂરતાં પોષક દ્રવ્યો ધરાવતો ખોરાક લેવો જરૂરી છે અને ખોરાક માટે પૈસા કમાવા જરૂરી છે. આ માટે સારું કામ કરવું જરૂરી છે. આમ, સારી આર્થિક સ્થિતિ તથા કાર્ય વ્યક્તિગત સ્વાથ્ય માટે જરૂરી બને છે.

સ્વાથ્ય માટે ખુશ રહેવું એટલું જ આવશ્યક છે. તેથી વાસ્તવમાં આપણે તંદુરસ્ત રહી શકીએ. જો કોઈની પણ સાથે આપણો વ્યવહાર સારો ન હોય અને એકબીજાથી લડતા કે ડરતા હોઈએ તો આપણે ખુશ અને સ્વસ્થ રહી શકતા નથી. વ્યક્તિગત સ્વાથ્ય માટે સામાજિક સમાનતા અને સંવાદિતા જરૂરી છે.

પ્રશ્ન 6.
સારા સ્વાસ્થ માટેની આવશ્યક શરતો જણાવો.
ઉત્તર:
સારા સ્વાથ્ય માટેની આવશ્યક શરતો નીચે મુજબ છે :

  • ગટરનું પાણી, વરસાદી પાણી અને કચરાના નિકાલ જેવી જાહેર સ્વચ્છતા દ્વારા સ્વચ્છ ભૌતિક પર્યાવરણ પૂરું પાડવામાં આવે.
  • સ્વચ્છ પીવાના પાણીની પ્રાપ્તિ
  • પૂરતા અને પોષણક્ષમ ખોરાકની પ્રાપ્તિ
  • સામાજિક સમાનતા અને સંવાદિતા

પ્રશ્ન 7.
સ્વાથ્ય અને રોગમુક્ત વચ્ચેનો ભેદ યોગ્ય ઉદાહરણ 3 વડે સ્પષ્ટ કરો.
ઉત્તરઃ
રોગનો અક્ષરશઃ અર્થ “અસ્વસ્થતા” કે “અસુવિધા થાય છે. અંગ્રેજીમાં આ શબ્દ DISEASE નો અર્થ ‘આરામમાં ખલેલ’ થાય છે. તેમ છતાં રોગ શબ્દ ખૂબ મર્યાદિત અર્થમાં વપરાય છે. રોગ શબ્દનો ઉપયોગ વિશિષ્ટ અને ચોક્કસ અસ્વસ્થતા માટે થાય છે. ચોક્કસ રોગનાં લક્ષણો કે ચિહ્નોના ફેલાવા વગર પણ અસ્વસ્થતા સંભવિત છે.

સ્વસ્થ શારીરિક, માનસિક અને સામાજિક સ્થિતિને સ્વાસ્થ તરીકે; જ્યારે કોઈ ચેપ વગરની શારીરિક સ્થિતિને રોગમુક્ત તરીકે ઓળખાવી શકાય. સ્વાથ્ય એ સમાજ અને સમુદાય સાથે સંબંધિત બાબત છે, જ્યારે રોગ એ વ્યક્તિગત બાબત છે.

સ્વાથ્યનો અર્થ વ્યક્તિએ વ્યક્તિએ બદલાઈ શકે છે. જેમ કે, એક નૃત્યાંગના માટે સારા સ્વાસ્થનો અર્થ શિષ્ટાચારપૂર્વક શરીરને સહેલાઈથી આકર્ષક મુદ્રાઓમાં વાળી શકે તે છે. જ્યારે વાંસળીવાદક માટે લાંબો શ્વાસ લઈ શકે જેનાથી તે પોતાની વાંસળીમાં સૂરને નિયંત્રિત કરી શકે.

GSEB Class 9 Science Important Questions Chapter 13 આપણે શા માટે માંદા પડીએ છીએ?

પ્રશ્ન 8.
રોગ થયો છે તે કઈ રીતે જાણી શકાય?
અથવા
રોગના નિદાનની જરૂરિયાત ક્યારે સર્જાય છે?
ઉત્તર:
આપણા શરીરમાં અનેક પેશીઓ હોય છે. તે પેશીઓ આપણા શરીરનાં ક્રિયાત્મક અંગો કે અંગતંત્રોનું નિર્માણ કરે છે. તે શરીરનાં વિભિન્ન કાર્યો કરે છે. પ્રત્યેક અંગતંત્રમાં ચોક્કસ અંગ ટે વિશિષ્ટ કાર્ય સાથે સંકળાયેલાં છે. જુદાં જુદાં તંત્રો જુદાં જુદાં કાર્ય સાથે સંકળાયેલાં છે.

શરીરના એક અથવા વધારે અંગ તેમજ તંત્રનાં કાર્યો અથવા સંરચનામાં ફેરફારો થાય કે તે ખરાબ થાય ત્યારે રોગનાં લક્ષણો કે ચિહ્ન ઉદ્ભવે છે.
રોગના લક્ષણ ખરાબ કે અસામાન્ય પરિસ્થિતિનો સંકેત આપે છે. સારું ન લાગવું, માથું દુખવું, શરદી, ઝાડા, ઘા પડવાથી પરુ થવું, શરીરના કોઈ અંગમાં દુખાવો થવો વગેરે રોગનાં લક્ષણો છે. આવાં લક્ષણો પરથી રોગ થયો છે તે જાણી શકાય છે, પરંતુ કયો રોગ થયો છે તે જાણી શકાતું નથી. દા. ત., માથાનો દુખાવો પરીક્ષાની તાણ (Stress), ઘોંઘાટ, મગજનો તાવ (Meningitis -મેનિન્જાઇટિસ) કે અન્ય રોગના એક ચિહ્ન તરીકે હોઈ શકે. આથી રોગના નિદાનની જરૂરિયાત સર્જાય છે. ચિકિત્સક લક્ષણોના આધારે રોગનું નિદાન કરે છે. કેટલીક વખત ચિકિત્સક લેબોરેટરીમાં વિવિધ પરીક્ષણ (ટેસ્ટ) કરાવી ચોક્કસ રોગનું નિદાન કરે છે.

પ્રશ્ન 9.
ટૂંક નોંધ લખો તીવ્ર રોગો અને હઠીલા રોગો
અથવા
માનવસ્વાથ્ય પર રોગોની અસરના સમયગાળાના આધારે રોગોના પ્રકાર ઉદાહરણ સહિત જણાવો.
ઉત્તરઃ
મનુષ્યમાં થતા રોગો મુખ્યત્વે બે પ્રકારના છે:
1. તીવ્ર રોગો જે રોગોની શરીર પર ઝડપથી અને એકાએક અસર જોવા મળે, પરંતુ તેનો સમયગાળો ટૂંકા સમય સુધી રહે તેવા રોગોને તીવ્ર રોગો કહે છે. તેની મનુષ્યના સ્વાથ્ય ઉપર લાંબા ગાળાની કોઈ ખરાબ અસર થતી નથી. દા. ત., ખાંસી, શરદી, ટાઇફૉઇડ, કૉલેરા વગેરે.

2. હઠીલા રોગો: આ લાંબા ગાળાના રોગ છે. શરીરમાં રોગનાં લક્ષણો મહિનાઓ કે વર્ષો સુધી અથવા જિંદગીભર રહે છે. આ રોગની અસર મનુષ્યના સ્વાથ્ય પર ઉગ્ર અને લાંબા ગાળાની હોય છે. દા. ત., હાથીપગો, ક્ષય, ડાયાબિટીસ, કૅન્સર, આર્થરાઇટિસ વગેરે.

પ્રશ્ન 10.
મનુષ્યના સ્વાથ્ય ઉપર તીવ્ર અને હઠીલા રોગોની અસરો સમજાવો.
અથવા
સમજૂતી આપો આપણા સ્વાથ્ય પર તીવ્ર અને હઠીલા રોગોની અસર જુદી જુદી હોય છે.
ઉત્તર:
કોઈ પણ રોગ જે આપણા શરીરના કોઈ ચોક્કસ ભાગના કાર્યને અસર પહોંચાડી શકે, તો તે વ્યક્તિના સામાન્ય સ્વાથ્યને પણ અસર કરે છે. કારણ કે, સામાન્ય સ્વાથ્ય માટે શરીરનાં બધાં અંગોનાં કાર્યોનું સામૂહિક સંકલન જરૂરી છે.

તીવ્ર રોગોની સ્વાથ્ય પર અસરો: આ રોગો ખૂબ થોડા સમય સુધી રહે છે અને સામાન્ય સ્વાથ્યને અસર પહોંચાડવા તેમને પૂરતો સમય મળતો નથી. ઉદાહરણ તરીકે, શરદી, ખાંસી (ઉધરસ). લગભગ દરેક વ્યક્તિને સમયાંતરે આ તકલીફ થતી હોય છે, પરંતુ મોટા ભાગની વ્યક્તિઓ લગભગ એક અઠવાડિયામાં સાજી થઈ જાય છે. તેનાથી શરીરના વજનમાં ઘટાડો, શ્વાસોચ્છવાસમાં વધારો કે થાકનો અનુભવ વગેરે જેવી કોઈ ખરાબ અસરો સ્વાથ્ય પર થતી નથી. વિદ્યાર્થી આવી તકલીફમાં 2-4 દિવસ શાળાએ જઈ શકતો નથી.

હઠીલા રોગોની સ્વાથ્ય પર અસરો હઠીલા રોગથી વ્યક્તિ રોગગ્રસ્ત હોય ત્યારે સ્વાથ્ય પર મોટી અસર પડે છે. દા. ત., જો વ્યક્તિ ફેફસાંના ક્ષયથી સંક્રમિત થાય તો કેટલાંય વર્ષો બિમાર રહેવાથી તેનું વજન ઓછું થઈ જાય છે અને સતત થાકનો અનુભવ થાય છે. જો વિદ્યાર્થી હઠીલા રોગથી પીડાતો હોય તો અભ્યાસને સમજવામાં મુશ્કેલી પડે. શીખવાની ક્ષમતા ઘટતી જાય. હઠીલા રોગમાં દર્દી ઘણા લાંબા સમય સુધી અસ્વસ્થ રહે છે.

આમ, તીવ્ર રોગની સાપેક્ષમાં હઠીલા રોગ લોકોના સ્વાથ્ય પર લાંબા સમયગાળા સુધી વિપરીત અસરો ઉત્પન્ન કરે છે.

GSEB Class 9 Science Important Questions Chapter 13 આપણે શા માટે માંદા પડીએ છીએ?

પ્રશ્ન 11.
રોગનાં આંતરિક અને બાહ્ય કારણો વિસ્તૃત રીતે જણાવો.
અથવા
મનુષ્યનું સ્વાસ્થ કયાં કયાં કારણોથી જોખમાય છે અને રોગ થાય છે?
ઉત્તર:
મનુષ્યનું સ્વાથ્ય વિવિધ કારણોથી જોખમાય છે અને રોગ થાય છે. રોગ થવાનાં કેટલાંક કારણો નીચે મુજબ છે:

1. આંતરિક કારણોઃ હૃદય, મૂત્રપિંડ, યકૃત વગેરે શરીરનાં ર વિવિધ અંગોના કાર્યમાં સર્જાતી અનિયમિતતા.

  • આનુવંશિક વિકૃતિ (ખામી)
  • અંતઃસ્ત્રાવોનું અસંતુલન
  • પ્રતિકારતંત્રની અસામાન્ય ક્રિયાશીલતા. દા. ત., ઍલર્જી.

2. બાહ્ય કારણોઃ કેટલાક રોગો બહારથી શરીરમાં પ્રવેશ કરતા ઘટકોને કારણે થાય છે.

  • અસમતોલ આહાર કે અપૂરતું પોષણ.
  • રોગકારક સજીવો જેવાં કે, વાઇરસ, બૅક્ટરિયા, ફૂગ, પ્રજીવ, કૃમિનો શરીરમાં પ્રવેશ.
  • પર્યાવરણીય પ્રદૂષકો.
  • તમાકુ, દારૂ, નશાકારક દ્રવ્યો જેવી ખોટી આદતો.

પ્રશ્ન 12.
સમજાવોઃ રોગો માટે એક કરતાં વધારે કારણો જવાબદાર હોઈ શકે છે.
અથવા
વિસ્તૃત રીતે ચર્ચા રોગ ઘણાં કારણોથી થાય છે.
ઉત્તર:
રોગ થવાનાં કારણોમાં એક કારણ સ્વાથ્ય સારું ન હોવું તે છે. દા. ત., કોઈ બાળક વધુ પડતા ઝાડાથી પીડાય છે. આ રોગ માટેનું મુખ્ય (પ્રાથમિક) કારણ વાઇરસનો ચેપ છે અને આ વાઇરસના
ચેપનો સ્ત્રોત પીવાનું પ્રદૂષિત પાણી છે. પરંતુ આવું પ્રદૂષિત પાણી 2 પીનાર બધાં બાળકોને ઝાડા થતા નથી, પરંતુ કોઈ એક બાળકને જ $ થાય છે. આ માટે એવું કહી શકાય કે અન્ય બાળકોની સરખામણીમાં આ બાળકની રોગપ્રતિકારક શક્તિ નબળી છે, જેથી તેમાં રોગનું જોખમ જોવા મળે છે.

નબળી રોગપ્રતિકારક શક્તિનું કારણ આનુવંશિક ખામી કે અપૂરતું રે પોષણ હોઈ શકે. માત્ર આનુવંશિક ખામી કે ઓછા પોષણથી પાતળા ઝાડા થઈ શકતા નથી. પણ તે રોગના કારણમાં સહભાગી છે. આ ઉપરાંત બાળકનો પરિવાર નિવાસ કરતો હોય ત્યાં નબળી સુવિધાઓ હોવાના કારણે સ્વચ્છ પાણી ઉપલબ્ધ ન પણ હોય. આ રીતે ગરીબી અને સુવિધાઓના અભાવને કારણે બાળક બિમાર થાય છે.

આમ, પ્રાથમિક કારણ અને સહાયક કારણને લીધે રોગો થાય છે અને વિવિધ પ્રકારના રોગો થવાના એક કરતાં વધારે કારણો હોઈ શકે છે.

GSEB Class 9 Science Important Questions Chapter 13 આપણે શા માટે માંદા પડીએ છીએ?

પ્રશ્ન 13.
રોગોના ફેલાવાના આધારે રોગના પ્રકાર સમજાવો.
અથવા
ગુણ) ટૂંક નોંધ લખો સંસર્ગજન્ય (ચેપી) રોગો અને બિનસંસર્ગજન્ય (બિનચેપી) રોગો
ઉત્તરઃ
રોગોના ફેલાવાના આધારે રોગોના બે પ્રકાર છે:

  1. સંસર્ગજન્ય (ચેપી) રોગો અને
  2. બિનસંસર્ગજન્ય (બિનચેપી) રોગો.

1. સંસર્ગજન્ય (ચેપી) રોગો:

  • આવા રોગો થવાનું કારણ વાઇરસ, બૅક્ટરિયા, પ્રજીવો, પૃથુકૃમિ, સૂત્રકૃમિ અને ફૂગ જેવા રોગકારક સજીવ છે.
  • રોગગ્રસ્ત વ્યક્તિના સંપર્કમાં આવતી તંદુરસ્ત વ્યક્તિ આવા રોગોનો ભોગ બની શકે છે.
  • ચેપી રોગનો ફેલાવો ઝડપી હોય છે.
  • ચેપી રોગો એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં શારીરિક સંપર્ક, હવા, પાણી, ખોરાક, કીટકો વગેરે કારકો દ્વારા પ્રસરે છે.
  • ઇજ્યુએન્ઝા, કૉલેરા, મરડો, કમળો, ટાઇફૉઇડ, ક્ષય વગેરે ચેપી રોગો છે.

2. બિનસંસર્ગજન્ય (બિનચેપી) રોગો:

  • આવા રોગો થવાનું કારણ રોગકારક સજીવ નથી, પરંતુ જનીનિક અનિયમિતતા, મેદસ્વિતા, કસરતનો અભાવ, કુપોષણ કે વારસાગત કારણ હોય છે.
  • રોગગ્રસ્ત વ્યક્તિના સંપર્કમાં રહેતી વ્યક્તિને આ રોગ થવાનું કોઈ જોખમ નથી.
  • આવા રોગો ઝડપથી થતા કે ફેલાતા નથી.
  • બિનચેપી રોગો પ્રસરવા માટે કોઈ કારકો જવાબદાર નથી.
  • કેટલાક કેન્સર જનીનિક અનિયમિતતાને કારણે થાય છે. ઊંચું રુધિર દબાણ હોવાનું કારણ વધારે વજન હોવાનું અને કસરત ન કરવાનું છે.

રોગોના ફેલાવાની રીતો અને ઉપચારની રીતો તેમજ સામુદાયિક સ્તર પર રોગોના નિવારણની રીતો જુદા જુદા રોગો માટે જુદી જુદી હોય છે. તે પ્રાથમિક કારણ સંસર્ગજન્ય છે કે બિનસંસર્ગજન્ય તેના પર આધાર રાખે છે.

પ્રશ્ન 14.
પેપ્ટિક અલ્સર શું છે? આ રોગ થવાના કારણ, રોગકારકનું નામ અને રોગની સારવાર / ઉપચારની માહિતી આપો.
ઉત્તરઃ
પેપ્ટિક અલ્સર જઠર અને પક્વાશયની ઍસિડિટીના કારણે થતો દુખાવો અને રુધિરસાવ છે.
પેપ્ટિક અલ્સર થવાના કારણ: રહેણીકરણી, તણાવયુક્ત જીવન, ખૂબ જ તીખો-તળેલો ખોરાક.

રોગકારક: હેલિકોબૅક્ટર પાયલોરી (Helicobacter pylori). નામના વક્રાકાર બૅક્ટરિયા.
આ બૅક્ટરિયા જઠરના નીચલા ભાગમાં જોવા મળે છે અને તેમના વસવાટની આસપાસ જઠરમાં સોનાનાં ચિહ્નો જોવા મળે છે.

ઉપચારઃ રોબિન વોરેન અને બેરી માર્શલે સૂચવેલા પ્રતિજૈવિક (ઍન્ટિબાયોટિક)ની ચોક્કસ સમય માટે સારવાર લઈને રોગમુક્ત થઈ શકાય છે.

GSEB Class 9 Science Important Questions Chapter 13 આપણે શા માટે માંદા પડીએ છીએ?

પ્રશ્ન 15.
રોગજન્ય સજીવોનું વર્ગીકરણ કરી, તેમના દ્વારા થતા રોગોની માહિતી આપો.
અથવા
રોગકારક સજીવોનું વર્ગીકરણ શાના આધારે કરાય છે? આ રોગકારકો કયા રોગો માટે જવાબદાર છે તે જણાવો.
ઉત્તરઃ
જીવસૃષ્ટિમાં અનેક વિવિધતાઓ જોવા મળે છે. તેથી તેનું વર્ગીકરણ કેટલાક સમૂહોમાં કરવામાં આવ્યું છે. જુદા જુદા સજીવોમાં { જોવા મળતાં સામાન્ય લક્ષણો પરથી આ વર્ગીકરણ કરવામાં આવ્યું છે.

જે-તે રોગ માટે જવાબદાર સજીવો પણ બહોળા પ્રમાણમાં 3 મળી આવે છે. તેના પરથી રોગકારક સજીવોના વર્ગીકરણના પ્રકારો પાડ્યા છે:
GSEB Class 9 Science Important Questions Chapter 13 આપણે શા માટે માંદા પડીએ છીએ 1

GSEB Class 9 Science Important Questions Chapter 13 આપણે શા માટે માંદા પડીએ છીએ 2
(a): સંક્રમણ (ચેપગ્રસ્ત) કોષની બહાર નીકળતા SARs વાઇરસ

GSEB Class 9 Science Important Questions Chapter 13 આપણે શા માટે માંદા પડીએ છીએ 3
(b): સ્ટેફીલોકોકાઈ (staphylococci) બૅક્ટરિયા ખીલના રોગકારક છે.

GSEB Class 9 Science Important Questions Chapter 13 આપણે શા માટે માંદા પડીએ છીએ 4
(c): પ્રજીવ ટ્રાયપેનાસોમા (Trypanosoma) નિદ્રારોગનો રોગકારક છે. રકાબી આકારના લાલ રુધિરકોષોની બાજુમાં ટ્રાયપેનાસોમા રહેલા છે.

GSEB Class 9 Science Important Questions Chapter 13 આપણે શા માટે માંદા પડીએ છીએ 5
(d): લેશમાનિયા (Leishmania) કાલા-અઝર રોગ માટે જવાબદાર પ્રજીવ છે. તે અંડાકાર છે અને એક લાંબી ચાબૂક જેવી રચના ધરાવે છે.

GSEB Class 9 Science Important Questions Chapter 13 આપણે શા માટે માંદા પડીએ છીએ 6
(e): ગોળકૃમિ (એસ્કેરિસ લુબ્રિકોઇડિસ) (Ascaris lumbricoides) નાના આંતરડામાં જોવા મળે છે.

GSEB Class 9 Science Important Questions Chapter 13 આપણે શા માટે માંદા પડીએ છીએ?

પ્રશ્ન 16.
ચેપી રોગોમાં કેવી સારવાર આપવી તે નક્કી કરવા રોગકારક સજીવોના પ્રકાર વિશે સમજવું જરૂરી છે. સમજાવો.
ઉત્તર:
જુદા જુદા ચેપી રોગો જુદા જુદા ચોક્કસ રોગકારક સજીવ વડે થાય છે. આ રોગકારકોના પ્રકાર અલગ હોવાથી તેમનાં લક્ષણો અલગ હોય છે.

ઉદાહરણ તરીકે, વાઇરસ કોષાંતરીય પરપોષી હોય છે. તેથી તે કોષોમાં જીવંતપણાનાં લક્ષણો દર્શાવે છે. રોગકારક બૅક્ટરિયા પરપોષી છે, પરંતુ વાઇરસથી અલગ છે. વાઇરસ, બૅક્ટરિયા અને ફૂગનું ગુણન અત્યંત ઝડપથી થાય છે. તુલનાત્મક રીતે કમિમાં ગુણન ધીમું હોય છે.

વર્ગીકરણ અનુસાર વાઇરસ કરતાં વિવિધ બૅક્ટરિયા એકબીજાની નજીક હોય છે. આથી વિવિધ જૈવિક પ્રક્રિયાઓ મોટા ભાગના બૅક્ટરિયામાં સમાન હોય છે, પરંતુ વાઇરસથી ભિન્ન હોય છે. તેના પરિણામે સારવાર માટે ઉપયોગમાં લેવાતી ઔષધિ(ઍન્ટિબાયોટિક)ની અસરકારકતા કયા વર્ગના, ક્યા સજીવોમાં, કઈ ક્રિયાને અવરોધે તે પરથી નક્કી કરવામાં આવે છે.
આથી ચેપી રોગોમાં કેવી સારવાર આપવી તે નક્કી કરવા રોગકારક સજીવોના પ્રકાર વિશે સમજવું જરૂરી છે.

પ્રશ્ન 17.
માનવશરીરમાં બૅક્ટરિયાના ચેપ સામે પેનિસિલિન ઍન્ટિબાયોટિક(ઔષધ)ની અસરકારકતા સમજાવો.
ઉત્તર:
ઍન્ટિબાયોટિક સામાન્યતઃ બૅક્ટરિયામાં મહત્ત્વપૂર્ણ જૈવિક પ્રક્રિયા કે જૈવરાસાયણિક માર્ગને બંધ કરી દે છે.
દા. ત., પેનિસિલિન ઔષધ બૅક્ટરિયાના જીવરાસાયણિક પથમાં અવરોધ સર્જે છે. ઘણા બૅક્ટરિયા તેમના રક્ષણ માટે કોષદીવાલ બનાવે છે. પરંતુ પેનિસિલિન બૅક્ટરિયાની કોષદીવાલ બનાવવાની ક્રિયાને અવરોધી દે છે.

પરિણામે નવા બનતા બૅક્ટરિયા કોષદીવાલ બનાવી શકતા નથી અને સરળતાથી મૃત્યુ પામે છે. આમ, પેનિસિલિન બૅક્ટરિયામાં કોષદીવાલ બનાવવાની પ્રક્રિયા પર અસર કરતું ઔષધ છે. માનવશરીરના કોષો કોષદીવાલ બનાવતા નથી. પરિણામે માનવશરીરના કોષો પર પેનિસિલિનની કોઈ અસર થતી નથી.

પ્રશ્ન 18.
શરદી-ઉધરસમાં ઍન્ટિબાયોટિક અસરકારક નીવડતી 3 નથી, છતાં તબીબો શા માટે ઍન્ટિબાયોટિક આપે છે?
ઉત્તરઃ
શરદી-ઉધરસ વાઇરસના સંક્રમણથી થતી તકલીફ છે. વાઇરસ કોષદીવાલ ધરાવતા નથી. તેમજ માનવશરીરના કોષોમાં જીવંતપણાનાં લક્ષણો દર્શાવે છે.

મોટા ભાગના ઍન્ટિબાયોટિક કોષદીવાલ બનાવવાની પ્રક્રિયાને અવરોધે છે. વાઇરસમાં આવી પ્રક્રિયા થતી નથી. આથી વાઇરસથી સંક્રમિત શરદી-ઉધરસમાં ઍન્ટિબાયોટિક અસરકારક નીવડતી નથી. તેથી રોગની તીવ્રતા કે તેનો સમયગાળો ઓછો થતો નથી. આમ છતાં તબીબો ઍન્ટિબાયોટિક આપે છે, કારણ કે જો વાઈરસ સંક્રમિત શરદી-ઉધરસની સાથે બૅક્ટરિયાનું સંક્રમણ હોય, તો ઍન્ટિબાયોટિક લાભકારક નીવડે છે.

GSEB Class 9 Science Important Questions Chapter 13 આપણે શા માટે માંદા પડીએ છીએ?

પ્રશ્ન 19.
ચેપી રોગોનો ફેલાવો કેવી રીતે થાય છે તે સમજાવો.
અથવા
સંસર્ગજન્ય રોગો એટલે શું? સંસર્ગજન્ય રોગોનો ફેલાવો વિસ્તૃત રીતે ચર્ચો.
ઉત્તર:
ઘણા રોગોનો ફેલાવો રોગી વ્યક્તિમાંથી અન્ય સ્વસ્થ વ્યક્તિમાં સંપર્ક દ્વારા થાય છે. આવા રોગોને સંસર્ગજન્ય રોગો કે ચેપી રોગો કહે છે. ચેપી રોગોનો ફેલાવો વિવિધ રીતે થાય છે:
GSEB Class 9 Science Important Questions Chapter 13 આપણે શા માટે માંદા પડીએ છીએ 7
રોગના ફેલાવાની સામાન્ય રીતો

1. હવા દ્વારા કેટલાક રોગકારકોનો ફેલાવો હવા દ્વારા થાય છે. દા. ત., ખાંસી, શરદી, ન્યુમોનિયા અને ક્ષય હવાથી ફેલાતા રોગો છે. આવા કોઈ પણ રોગના ચેપગ્રસ્ત કે રોગી વ્યક્તિના છીંક ખાવાથી, ખાંસી કે ગળફાથી નાના નાના છાંટા (બિંદુઓ) બહાર નીકળે છે. આવા નાના છાંટા હવાના વેગ સાથે મિનિટો કે કલાકો સુધી પર્યાવરણમાં પ્રવાહી સ્વરૂપે રહે છે. અથવા તેની નજીક ઊભા રહેવાથી શ્વાસ દ્વારા આ બિંદુઓ સાથે રોગકારક બૅક્ટરિયા કે વાઇરસ સ્વસ્થ વ્યક્તિઓમાં પ્રવેશી તેમને ચેપગ્રસ્ત બનાવે છે. નાના બંધિયાર ઘરોમાં હવાની યોગ્ય અવરજવર (Ventilation) થઈ શક્તી નથી. તેથી તેમાં રહેતી વ્યક્તિઓમાં હવા દ્વારા ફેલાતા રોગોની શક્યતા વધારે છે.
જ્યાં વધારે ભીડ રહેતી હોય ત્યાં પણ હવા દ્વારા ફેલાતા રોગો વધારે હોય છે.

2. પાણી દ્વારા કેટલાક ચેપી રોગોનો ફેલાવો પાણી દ્વારા થાય છે. દા. ત., કૉલેરા, ટાઇફૉઇડ, કમળો (Hepatitis). કૉલેરાગ્રસ્ત વ્યક્તિનો મળ જો પાણીમાં ભળે અને આવું પ્રદૂષિત પાણી પીવામાં આવે તો કૉલેરા થાય છે. આ ઉપરાંત કેટલાક કૃમિજન્ય રોગોનો ફેલાવો પણ પ્રદૂષિત પાણીના કારણે થાય છે.

3. પ્રાણીઓ દ્વારા ઘણા રોગોનું વહન મચ્છર જેવા કીટક દ્વારા થાય છે. દા. ત., મેલેરિયા અને હાથીપગો. ઘણી જાતિઓની માદા મચ્છર મનુષ્ય અને બીજા પ્રાણીમાંથી રૂધિર ચૂસીને મેલેરિયા અને હાથીપગાનો ફેલાવો કરે છે. મચ્છરની આવી જાતિઓ પરિપક્વ ઈંડાં ઉત્પન્ન કરવા વધારે માત્રામાં પોષણની જરૂર રહે છે.
હડકવાના વાઇરસ(Rabies virus)નો ફેલાવો કૂતરાં કે બીજાં પ્રાણીઓના કરડવાથી થાય છે.

4. ખોરાક દ્વારા બજારમાં ખુલ્લા રાખેલા ખોરાક દ્વારા કૉલેરા, કમળો જેવા રોગો ફેલાય છે.

5. લૈગિંક ક્રિયાઓ દ્વારા બે વ્યક્તિ શારીરિક રૂપથી એકબીજાના સંપર્કમાં આવે ત્યારે કેટલાક રોગો ફેલાય છે. દા. ત., સિફિલિસ, એઇલ્સ (AIDS).

એઇડ્યગ્રસ્ત દર્દીનું રુધિર રુધિરાધાન માટે લેવાથી એઇટ્સ થાય છે. એઇગ્રસ્ત સ્ત્રીની ગર્ભાવસ્થા દ્વારા કે એઇડ્રગ્રસ્ત માતા બાળકને સ્તનપાન કરાવે ત્યારે બાળકને આ રોગ થાય છે. આ રોગ હાથ મિલાવવો, ભેટવું (hug) અથવા કુસ્તી જેવા સામાન્ય સંપર્ક દ્વારા ફેલાતો નથી.

GSEB Class 9 Science Important Questions Chapter 13 આપણે શા માટે માંદા પડીએ છીએ?

પ્રશ્ન 20.
ટૂંક નોંધ લખોઃ હવા દ્વારા ફેલાતા ચેપી રોગો [2 ગુણ]
ઉત્તર:
હવા દ્વારા ફેલાતા ચેપી રોગોઃ જુઓ પ્રશ્ન 24ના ઉત્તરના મુદ્દા (1)ની સમજૂતી.

GSEB Class 9 Science Important Questions Chapter 13 આપણે શા માટે માંદા પડીએ છીએ 8
હવા દ્વારા રોગોનું સંક્રમણ

પ્રશ્ન 21.
રોગકારક સૂક્ષ્મ જીવો આપણા શરીરમાં કેવી રીતે પ્રવેશે છે?
ઉત્તર:
રોગકારક સૂક્ષ્મ જીવોની સરખામણીમાં આપણું શરીર ઘણું મોટું છે. આથી રોગકારક સૂક્ષ્મ જીવોના પ્રવેશ અને સ્થાયી થવા માટે આપણા શરીરમાં ઘણી જગ્યાઓ ઉપલબ્ધ છે. રોગકારક સૂક્ષ્મ જીવો જુદા જુદા માધ્યમ અને જુદા જુદા પ્રવેશદ્વાર દ્વારા શરીરમાં પ્રવેશે છે.

દા. ત.,

  1. ક્ષયના બૅક્ટરિયા નાક દ્વારા શ્વાસ મારફતે ફેફસાંમાં પ્રવેશ કરે છે.
  2. ટાઇફૉઇડના બૅક્ટરિયા મુખ દ્વારા પાણી કે ખોરાક મારફતે આંતરડાંમાં પ્રવેશે છે.
  3. હિપેટાઇટિસ(કમળા)ના વાઇરસ મુખ દ્વારા પ્રવેશી રુધિર મારફતે યકૃતમાં દાખલ થાય છે.
  4. મચ્છર કરડવાથી મેલેરિયાના પ્રજીવ યકૃતમાં જાય છે અને ત્યારપછી રક્તકણમાં પ્રવેશે છે. આ જ પ્રમાણે મચ્છર કરડવાથી જાપાનીઝ એન્સિફેલાઇટિસ (મગજનો તાવ) માટેની જવાબદાર વાઇરસ દાખલ થઈ મગજને ચેપગ્રસ્ત બનાવે છે.
  5. એઇડ્ય રોગના વાઇરસ-HIV લિંગી અંગો કે રુધિર દ્વારા પ્રવેશી રુધિરના પ્રતિકાર કોષોમાં અને લસિકા ગાંઠોમાં ફેલાય છે.

પ્રશ્ન 22.
નીચે આપેલા રોગો માટેના રોગકારકો કયા પ્રકારના છે અને શરીરમાં તેની લક્ષ્ય પેશી કે અંગ કયાં છે તે જણાવો:
ક્ષય, ન્યુમોનિયા, ટાઇફૉઇડ, મેલેરિયા, એઇસ, કમળો (હિપેટાઇટિસ), કૉલેરા, હાથીપગો, જાપાનીઝ એન્સિફેલાઇટિસ.
ઉત્તર:

રોગનું નામ રોગકારકનો  પ્રકાર લક્ષ્ય પેશી કે અંગ
(1) ક્ષય બૅક્ટરિયા ફેફસાં
(2) ન્યુમોનિયા બૅક્ટરિયા ફેફસાં
(3) ટાઇફૉઇડ બૅક્ટરિયા આંતરડું
(4) મેલેરિયા પ્રજીવ રક્તકણ
(5) એઇડ્રેસ વાઇરસ પ્રતિકારતંત્રના કોષો
(6) કમળો (હિપેટાઇટિસ) વાઈરસ યકૃત
(7) કૉલેરા બૅક્ટરિયા આંતરડું
(8) હાથીપગો ઉપાંગોના લસિકાકોટરો
(9) જાપાનીઝ એન્સિફેલાઇટિસ વાઇરસ મગજ

GSEB Class 9 Science Important Questions Chapter 13 આપણે શા માટે માંદા પડીએ છીએ?

પ્રશ્ન 23.
રોગકારકોએ નીચેનાં અંગોને લક્ષ્ય બનાવ્યાં હોય, તો શરીરમાં કઈ કઈ અસરો/ચિહનો જોવા મળે છે? શા માટે? ફેફસાં, યકૃત, મગજ
ઉત્તર:
સામાન્ય રીતે રોગનાં ચિહ્ન કે લક્ષણોને આધાર રોગકારક સૂક્ષ્મ જીવો કઈ પેશી કે અંગને લક્ષ્ય બનાવે છે, તેના પર રહેલો છે.

  • જો ફેફસાંને લક્ષ્ય બનાવ્યા હોય, તો ખાંસી, શરદી કે હાંફી જવું જેવાં ચિહ્નો જોવા મળે છે.
  • જો યકૃતને લક્ષ્ય બનાવ્યું હોય, તો કમળાનાં ચિહ્નો જોવા મળે છે.
  • જો મગજને લક્ષ્ય બનાવ્યું હોય તો માથું દુખવું, ઊલટી થવી, ચક્કર આવવાં, બેભાન થવું જેવાં ચિહ્નો જોવા મળે છે.

આ બધા ચેપ સામે શરીરમાં અસ્તિત્વ ધરાવતું રોગપ્રતિકાર તંત્ર સક્રિય બની, રોગ ઉત્પન્ન કરનાર સૂક્ષ્મ જીવોનો નાશ કરે છે. આ પ્રક્રિયા દરમિયાન સોજો આવવો, દુખાવો થવો, તાવ વગેરે જેવી સ્થાનિક અસરો પણ જોવા મળે છે.

પ્રશ્ન 24.
HIVના ચેપથી પ્રતિકારક તંત્ર પર થતી અસરથી શું પરિણામો નીપજે છે તે જણાવો.
ઉત્તર:
HIV(હ્યુમન ઇમ્યુનોડેફિસીઅન્સી વાઇરસ)ના ચેપની પેશી વિશિષ્ટ અસરથી કેટલીક સામાન્ય અસરો સર્જાય છે. HIVના ચેપમાં પ્રતિકારક તંત્રના કોષોમાં વાઇરસ દાખલ થઈ, તેને નુકસાન કરી, તેના કાર્યને નષ્ટ કરે છે. આથી HIV-AIDSની ઘણી બધી અસરોને કારણે આપણું શરીર રોજબરોજ નાના નાના સંક્રમણનો લાંબો સમય સામનો રે કરી શકતું નથી. દા. ત., થોડીક શરદી થઈ હોય તો તે ન્યુમોનિયામાં ફેરવાય છે. આંતરડાંમાં લાગતો થોડો ચેપ રુધિરયુક્ત ઝાડા સર્જે છે. આમ, રોગપ્રતિકારક શક્તિ નષ્ટ થતી જાય છે. છેવટે અન્ય સંક્રમણથી HIV –AIDSના રોગીનું મૃત્યુ થાય છે.

પ્રશ્ન 25.
રોગકારકના સંક્રમણ (ચેપ) સામે પ્રતિકારક તંત્ર કેવા પ્રતિભાવ આપે છે તે જણાવો.
ઉત્તરઃ
રોગકારકના સંક્રમણ(ચેપ)થી શરીરનું પ્રતિરક્ષાતંત્ર કે રોગપ્રતિકારક તંત્ર ક્રિયાશીલ થાય છે. રોગ ઉત્પન્ન કરનારા સૂક્ષ્મ જીવોને મારવા માટે સક્રિય પ્રતિરક્ષાતંત્ર પ્રભાવિત પેશીની ચારેય બાજુ અનેક નવા કોષો બનાવવા લાગે છે. નવા કોષો બનાવવાની આ પ્રક્રિયાને સોજો કહે છે.

રોગકારકોના નાશ કરવાની પ્રક્રિયાને અંતર્ગત સોજો અને દર્દ થવાની સ્થાનિક અસર તથા તાવ આવવા જેવી સામાન્ય અસર જોવા મળે છે. પ્રતિકારક તંત્ર શરીરમાં જીવંત સૂક્ષ્મ જીવોની સંખ્યાને નક્કી કરતું એક કારક છે.
HIV ના સંક્રમણને કારણે ધીમે ધીમે પ્રતિકારક તંત્રનું કાર્ય નષ્ટ થતું જાય છે.

પ્રશ્ન 26.
ચેપી રોગના ઉપચારની બે રીતે સમજાવો. [3 ગુણ].
અથવા
ચેપી (સંસર્ગજન્ય) રોગના ઉપચારના સિદ્ધાંતો સમજાવો.
ઉત્તરઃ
ચેપી રોગનો ઉપચાર બે રીતે થાય છેઃ

  1. રોગની અસર ઓછી કરી દેવી અને
  2. રોગના કારણનો નાશ કરવો.

1. રોગની અસર ઓછી કરી દેવી રોગનાં લક્ષણોમાં ઘટાડો કરવા સારવાર અપાય છે. રોગનાં લક્ષણો સામાન્ય રીતે શરીરની બળતરાને કારણે હોય છે. આથી ઔષધ લઈ તાવમાં ઘટાડો અને દુખાવામાં ઘટાડો કે ઝાડા થતા બંધ કરાય છે. આવા સમયે આરામ કરવાથી ઊર્જા સચવાય છે. આ લક્ષણ-નિયંત્રિત સારવારથી રોગકારકોનો નાશ થતો નથી કે રોગમુક્તિ થતી નથી, પરંતુ રોગની તકલીફોમાં રાહત મળે છે. તે આપણને સ્વસ્થ થવામાં મદદરૂપ થાય છે.

2. રોગના કારણનો નાશ કરવો રોગકારકોનો નાશ કરી રોગમુક્તિ મેળવવાની રીત એ સારવારનો બીજો સિદ્ધાંત છે. તે માટે ઍન્ટિબૅક્ટરિયલ કે ઍન્ટિવાઇરલ કે અન્ય ઔષધ લઈ રોગકારકોનો નાશ કરવામાં આવે છે. આવા ચોક્કસ ઔષધ દ્વારા ચોક્કસ રોગકારકોની વિશિષ્ટ જીવરાસાયણિક પ્રક્રિયાઓ અવરોધી તેનો નાશ કરાય છે.

GSEB Class 9 Science Important Questions Chapter 13 આપણે શા માટે માંદા પડીએ છીએ?

પ્રશ્ન 27.
રોગમુક્તિ સારવારમાં ઔષધ(Antibiotic)ના ઉપયોગમાં કઈ બાબતો મહત્ત્વની છે તે જણાવો.
ઉત્તરઃ
રોગમુક્તિ સારવારમાં ઔષધ લઈ રોગકારકોનો નાશ કરવાનો માર્ગ અપનાવાય છે. રોગકારકો બૅક્ટરિયા, વાઇરસ, ફૂગ, પ્રજીવો, કૃમિ વગેરે જુદા જુદા પ્રકારમાં વર્ગીકૃત કરાયેલા છે. આ પ્રત્યેક વર્ગના સજીવોમાં જીવનજરૂરી કેટલીક આવશ્યક જીવરાસાયણિક પ્રક્રિયાઓ થતી હોય છે. આ પ્રક્રિયાઓ જે-તે વર્ગની આગવી અને વિશિષ્ટ હોય છે. તે અન્ય વર્ગોમાં જોવા મળતી નથી. આથી ચોક્કસ રોગમુક્તિ માટે જે-તે રોગના રોગકારક બૅક્ટરિયા, વાઇરસ કે પ્રજીવની જીવરાસાયણિક પ્રક્રિયાઓ અવરોધતા હોય અને આપણા શરીરને અસર ન કરતા હોય એવા ઔષધનો ઉપયોગ કરવો પડે છે. આમ, ચોક્કસ રોગની સારવારમાં ચોક્કસ પ્રકારના ઔષધનો ઉપયોગ કરવો એ મહત્ત્વની બાબત બની રહે છે.

પ્રશ્ન 28.
(1) જ્યારે તમે બિમાર પડો છો ત્યારે તમારા કુટુંબના સભ્યો શું કરે છે?
ઉત્તરઃ
કુટુંબના સભ્યો બિમાર પડેલી વ્યક્તિને આરામ મળે – ” તેમજ હળવા અને પ્રવાહી ખોરાક મળે તેની કાળજી લે છે.

(2) શું તમે ક્યારેય વિચાર્યું છે કે તમે થોડો સમય સૂઈ ગયા પછી સારો અનુભવ શા માટે કરો છો?
ઉત્તરઃ
હા, આરામ કરવાથી શરીરમાં ઊર્જાનું સંરક્ષણ થાય છે અને શરીરને સ્વસ્થ થવામાં મદદ મળે છે.

(૩) ઉપચારમાં દવાનો ઉપયોગ ક્યારે કરો છો?
ઉત્તરઃ
આરામ કરવા છતાં રોગની તીવ્રતામાં કોઈ ઘટાડો ન થાય ત્યારે ઉપચારમાં દવાનો ઉપયોગ કરવામાં આવે છે.

પ્રશ્ન 29.
ચેપી રોગનો સામનો કરવામાં રહેલી મર્યાદાઓ જણાવો. [3 ગુણ].
ઉત્તર:
ચેપી રોગનો સામનો કરવામાં નીચે મુજબ ત્રણ મર્યાદાઓ રહેલી છે :
1. કેટલાક રોગમાં, શારીરિક કાર્યોને ખૂબ નુકસાન થાય છે અને વ્યક્તિ ફરીથી પૂર્ણપણે સ્વસ્થ થઈ શકતી નથી. દા. ત., ફેફસાંના ક્ષયમાં ફેફસાંને થયેલું નુકસાન સંપૂર્ણપણે દૂર થઈ શકતું નથી.

2. સારવારમાં થતો વધુ સમય. કેટલાક રોગોમાં રોગથી પીડાતા દર્દીને વ્યવસ્થિત અને સાચો ઉપચાર આપવા છતાં અમુક સમય માટે પથારીવશ રહેવું પડે છે. દા. ત., ક્ષય, કમળો.

3. વ્યક્તિ ચેપી રોગથી પીડાતી હોય ત્યારે તે રોગના ફેલાવાનો સ્રોત બની બીજી વ્યક્તિઓમાં રોગનો ફેલાવો કરે છે. તેથી મુશ્કેલીઓ વધી જાય છે.
આવાં કારણોને લીધે રોગનો અટકાવ તેના ઉપચાર કરતાં વધુ સારો છે.

GSEB Class 9 Science Important Questions Chapter 13 આપણે શા માટે માંદા પડીએ છીએ?

પ્રશ્ન 30.
ચેપી રોગનો અટકાવ કેવી રીતે કરી શકાય તે સમજાવો.
અથવા
રોગ અટકાવના માર્ગની માહિતી લખો.
ઉત્તરઃ
ચેપી રોગના અટકાવ માટે બે માર્ગ છે:

1. સામાન્ય માર્ગઃ આ માર્ગ એટલે ચેપને ફેલાતો અટકાવવો. રોગકારક સજીવોનો ફેલાવો અટકાવવા નીચેનાં પગલાં જરૂરી છે:

  • હવા દ્વારા ફેલાતા રોગકારકો(બેક્ટરિયા, વાઇરસ)નો ફેલાવો અટકાવવા લોકોની ભીડ થતી રોકવી.
  • પાણી દ્વારા ફેલાતા રોગકારકો અટકાવવા સ્વચ્છ પાણી પૂરું પાડવું. પાણી ઉકાળીને પીવા માટે ઉપયોગમાં લેવું. ક્લોરિનેશન જેવી પ્રક્રિયા દ્વારા જીવાણુનો નાશ કરવો અને પાણીને દૂષિત થતું રોકવું.
  • મચ્છર જેવા વાહકોથી ફેલાતા રોગો અટકાવવા મચ્છરના પ્રજનનસ્થાનોનો નાશ કરી, સ્વચ્છ પર્યાવરણ ઊભું કરવું. આમ, ચેપી રોગને અટકાવવા સાર્વજનિક સફાઈ અભિયાન એ એક મૂળભૂત રસ્તો છે.

2. વિશિષ્ટ માર્ગઃ આપણા શરીરમાં આવેલું પ્રતિકારતંત્ર રોગકારક જીવો (Pathogens) સામે લડી તેનો નાશ કરે છે. તેથી આપણે દરરોજ વિવિધ ચેપનો ભોગ થવા છતાં આપણને રોગ લાગુ પડતો નથી. આ પ્રતિકારતંત્ર શરીરનાં અન્ય તંત્રોની જેમ કાર્ય કરે છે. જો પૌષ્ટિક અને પૂરતો ખોરાક ન મળે તો પ્રતિકારતંત્રનું કાર્ય નબળું – પડે છે. આમ, બીજા મૂળભૂત સિદ્ધાંત મુજબ દરેક વ્યક્તિને પૂરતો પૌષ્ટિક આહાર મળવો જોઈએ.

પ્રશ્ન 31.
આપણે સૂક્ષ્મ જીવોને કેવી રીતે મારી નાખીએ છીએ?
ઉત્તરઃ
આપણા શરીરને અસર કર્યા વગર સૂક્ષ્મ જીવોની આવશ્યક જૈવપ્રક્રિયાઓને અવરોધતી ઔષધિઓનો ઉપયોગ કરીને આપણે સૂક્ષ્મ જીવોને મારી નાખીએ છીએ.

પ્રશ્ન 32.
કોઈ વ્યક્તિમાં રોગ છે તો તેના સંક્રમણથી કેવી રીતે છુટકારો મેળવી શકે છે? [1 ગુણ)
ઉત્તર:
કોઈ વ્યક્તિમાં રોગ છે તો તે ચોક્કસ ઔષધિઓના ઉપયોગ દ્વારા તેમજ આરામ કરીને તેના સંક્રમણથી છુટકારો મેળવી શકે છે.

પ્રશ્ન 33.
આપણે રોગોને કેવી રીતે અટકાવી શકીએ? [1 ગુણ)
ઉત્તરઃ
રોગીષ્ઠ વ્યક્તિથી દૂર રહી, ભીડવાળાં સ્થાનોથી દૂર રહી, સ્વચ્છ પાણી, હવા તેમજ યોગ્ય માત્રામાં પોષણક્ષમ ખોરાકના ઉપયોગથી આપણે રોગોને અટકાવી શકીએ.

GSEB Class 9 Science Important Questions Chapter 13 આપણે શા માટે માંદા પડીએ છીએ?

પ્રશ્ન 34.
આપણે દિન-પ્રતિદિન સંક્રમણમાંથી પસાર થઈએ છીએ છતાં આપણે બધા વાસ્તવમાં રોગથી પીડાતા નથી. શા માટે? [2 ગુણો
ઉત્તરઃ
આપણે દિન-પ્રતિદિન સંક્રમણમાંથી પસાર થવા છતાં આપણે બધા વાસ્તવમાં રોગથી પીડાતા નથી. તેનું કારણ આપણા શરીરમાં આવેલું રોગકારકો સામે લડતું રોગપ્રતિકારક તંત્ર છે. જ્યારે કોઈ સંસર્ગજન્ય રોગકારક આપણા શરીરમાં આવે કે તરત જ આ સક્રિય થઈ જાય છે. પ્રતિકારક કોષો સંક્રમણ ફેલાતા પહેલાં જ તેનો ? નાશ કરી નાખે છે અથવા તો રોગકારકોની સંખ્યા એટલી નિયંત્રિત કરી નાખે કે તે રોગની અભિવ્યક્તિ માટે અપૂરતી હોય.

પ્રશ્ન 35.
રોગપ્રતિકારક તંત્રના પાયાના નિયમની માહિતી આપો.
ઉત્તર:
જ્યારે રોગકારક જીવાણુઓથી શરીર પ્રથમ વખત સંક્રમિત થાય છે ત્યારે રોગપ્રતિકારક તંત્ર રોગકારક જીવાણુઓના સંપર્કમાં આવે છે. રોગપ્રતિકારક તંત્ર રોગકારક જીવાણુઓ સામે પ્રતિક્રિયા કરી તેમનો નાશ કરે છે. આ ક્રિયા દરમિયાન રોગપ્રતિકારક તંત્ર રોગકારક જીવાણુઓને વિશિષ્ટ સ્વરૂપમાં યાદ રાખે છે.

જ્યારે આ રોગકારકો વડે શરીર ફરીથી સંક્રમિત થાય ત્યારે શરીરનું રોગપ્રતિકારક તંત્ર વધારે ક્ષમતાથી તેમનો નાશ કરી, શરીરને સુરક્ષિત રાખે છે.
આમ, પહેલા સંક્રમણની સાપેક્ષે બીજું સંક્રમણ ઝડપથી નાશ પામે છે. રોગપ્રતિકારક તંત્રનો આ પાયાનો નિયમ છે.

પ્રશ્ન 36.
ટૂંક નોંધ લખો રસીકરણ
ઉત્તરઃ
રસીકરણમાં શરીરની રોગપ્રતિકારક તંત્રને છેતરીને ચોક્કસ રોગકારક જીવાણુઓ શરીરમાં દાખલ કરાવવામાં આવે છે. રસી દ્વારા દાખલ કરવામાં આવતા રોગકારક જીવાણુઓ ઓછી માત્રામાં અને ઓછી તીવ્રતા ધરાવતા હોવાથી વાસ્તવમાં રોગ કરતા નથી, પરંતુ ભવિષ્યમાં તેના જેવા જ રોગકારક જીવાણુઓથી થનારા રોગ સામે રક્ષણ આપે છે.

ઉપલબ્ધ રસી: અમુક રોગો રસીકરણ દ્વારા અટકાવી શકાય છે. ધનુર, ડિફઘેરિયા, ઓરી, પોલિયો, હડકવા, ટાઇફૉઇડ, હિપેટાઇટિસ, સૂકી ખાંસી (ઊંટાટિયું) જેવા રોગો સામેની રસી ઉપલબ્ધ છે.

કુદરતી રસીકરણ: WHO(World Health Organization – વિશ્વ આરોગ્ય સંગઠનોએ રજૂ કરેલ કાર્યક્રમનું ધ્યેય બાળકોને વિવિધ રોગો સામે રસીકરણ વડે સુરક્ષિત કરી બાળમૃત્યુ અટકાવવાનું છે. આ માટે બાળકોને નિયત સમયે અને નક્કી કરેલ ડોઝ (માત્રા) મુજબ ફરજિયાત રસી આપવી જોઈએ. સરકાર સંસર્ગજન્ય રોગોથી બાળકોને રક્ષણ આપવા રસીકરણ કાર્યક્રમ કરે છે.

કુદરતી રસીકરણ: હિપેટાઇટિસ – A માટે રસીકરણ થઈ શકે છે. હિપેટાઇટિસ – A વાઇરસ પાણી દ્વારા ફેલાય છે અને તેનાથી કમળો થાય છે. આપણા દેશના મોટા ભાગના પ્રદેશોમાં પાંચ વર્ષની વય સુધીમાં તેઓ પાણી દ્વારા હિપેટાઇટિસ – Aથી સંક્રમિત થઈ, તેની અસરમાં આવી જતાં આ વાઇરસ સામે પ્રતિકારક થઈ ગયેલા હોય છે.

પ્રશ્ન 37.
કયા વૈજ્ઞાનિકે શીતળાની રસી વિકસાવી? કેવી રીતે?
ઉત્તરઃ
વૈજ્ઞાનિક એડવર્ડ જેનરે શીતળાની રસી વિકસાવી. તેમણે ગાયના શીતળાના રોગકારકથી સંક્રમિત ગોવાળિયામાં જોયું કે તેને શીતળા થયો નથી. ગાયના શીતળાનો રોગ નિર્બળ રોગ છે.

તેમણે ગાયના શીતળાના વાઇરસ લોકોના શરીરમાં દાખલ કર્યા અને જોયું કે લોકો શીતળાના રોગ સામે પ્રતિકારક બન્યા. આનું કારણ શીતળાના વાઇરસ, ગાયના શીતળાના રોગકારક વાઇરસ સાથે નજીકથી સંકળાયેલા છે. આ રીતે એડવર્ડ જેનરે શીતળાની રસી વિકસાવી.

GSEB Class 9 Science Important Questions Chapter 13 આપણે શા માટે માંદા પડીએ છીએ?

હેતુલક્ષી પ્રશ્નોત્તર
નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખોઃ

પ્રશ્ન 1.
રોગમુક્ત થવાની કોઈ પણ બે જરૂરી સ્થિતિ જણાવો.
ઉત્તરઃ
રોગમુક્ત થવાની જરૂરી સ્થિતિઃ

  • રોગની અસર ઘટાડવી અને
  • રોગ થવાના કારણનો નાશ કરવો.

પ્રશ્ન 2.
તીવ્ર રોગ એટલે શું?
ઉત્તરઃ
જે રોગની અસર શરીર પર એકાએક અને ઝડપથી થાય છે તેમજ થોડા સમય સુધી રહે છે તથા તેની માનવસ્વાથ્ય પર લાંબા ગાળે કોઈ ખરાબ અસર થતી નથી, તેને તીવ્ર રોગ કહે છે.

પ્રશ્ન 3.
હઠીલા રોગ એટલે શું?
ઉત્તરઃ
જે રોગનાં લક્ષણો મહિનાઓ, વર્ષો કે જિંદગીભર રહે છે અને તેની માનવસ્વાથ્ય પર ઉગ્ર અને લાંબા ગાળાની અસર જોવા મળે છે, તેને હઠીલા રોગ કહે છે.

પ્રશ્ન 4.
રોગનાં કારણો જણાવો.
ઉત્તરઃ
રોગકારકોનો ચેપ, પૌષ્ટિક આહારનો અભાવ, જનીનિક ખામી, નબળી રોગપ્રતિકારશક્તિ, ગરીબાઈ તેમજ જાહેર સેવાનો અભાવ એ રોગ થવાનાં વિવિધ કારણો છે.

પ્રશ્ન 5.
નીચેનામાંથી કયા રોગો બૅક્ટરિયા દ્વારા થાય છે?
કૉલેરા, હડકવા (રેબીસ), ટાઈફૉઈડ, ઈલૂએન્ઝા, ક્ષય, એઈસ, સ્વાઈન ફ્લ
ઉત્તરઃ
કૉલેરા, ટાઇફૉઇડ અને ક્ષય બૅક્ટરિયા દ્વારા થાય છે.

પ્રશ્ન 6.
નીચેનામાંથી કયા રોગો વાઇરસ દ્વારા થાય છે?
ટાઇફોઈડ, ઈલૂએન્ઝા, એઈસ, કૉલેરા, ક્ષય, સ્વાઈન ફ્લ
ઉત્તરઃ
ઇલુએન્ઝા, એઇડ્યું અને સ્વાઇન લૂ વાઇરસ દ્વારા થાય છે.

પ્રશ્ન 7.
‘સ્વાથ્ય’ શબ્દનો અર્થ શું થાય?
ઉત્તરઃ
‘સ્વા’ શબ્દનો અર્થ શારીરિક, માનસિક તથા સામાજિક કાર્ય કરવાની યોગ્ય ક્ષમતા થાય.

GSEB Class 9 Science Important Questions Chapter 13 આપણે શા માટે માંદા પડીએ છીએ?

પ્રશ્ન 8.
રોગ શબ્દનો સામાન્ય અર્થ શું થાય?
ઉત્તરઃ
રોગ શબ્દનો સામાન્ય અર્થ આરામથી દૂર કે અસુવિધા છે.

પ્રશ્ન 9.
જીવનભર રહેતા હઠીલા રોગનું ઉદાહરણ જણાવો.
ઉત્તર:
જીવનભર રહેતો હઠીલા રોગ હાથીપગો (એલિફન્ટાઇસિસ) છે.

પ્રશ્ન 10.
મેનિન્જાઇટિસ શું છે? તેનું મુખ્ય લક્ષણ કયું છે?
ઉત્તર:
મેનિન્જાઇટિસ મગજનો તાવ છે. તેનું મુખ્ય લક્ષણ તાવ સાથે માથાનો ખૂબ તીવ્ર દુખાવો છે.

પ્રશ્ન 11.
રુધિરના ઊંચા દબાણનાં બે કારણ જણાવો.
ઉત્તરઃ
રુધિરના ઊંચા દબાણનાં બે કારણ:

  • વધારે વજન હોવું અને
  • કસરતનો અભાવ.

પ્રશ્ન 12.
સંસર્ગજન્ય રોગો કોને કહે છે?
ઉત્તરઃ
જે રોગોને પ્રાથમિક કારક સૂક્ષ્મ જીવો હોય છે, તેવા રોગોને સંસર્ગજન્ય રોગો કહે છે.

પ્રશ્ન 13.
પેપ્ટિક અલ્સર માટે રોગકારકનું નામ અને તેનો આકાર જણાવો.
ઉત્તરઃ
રોગકારક: હેલિકોબૅક્ટર પાયલોરી
આકાર: વક્રાકાર

પ્રશ્ન 14.
કયા રોગકારકોનું ગુણન અત્યંત ઝડપથી થાય છે અને કોનું ગુણન ધીમું હોય છે?
ઉત્તરઃ
વાઇરસ, બૅક્ટરિયા અને ફૂગનું ગુણન અત્યંત ઝડપથી થાય છે અને કૃમિનું ગુણન ધીમું હોય છે.

પ્રશ્ન 15.
પેનિસિલિન ઍન્ટિબાયોટિક કઈ પ્રક્રિયાને અવરોધે છે?
ઉત્તર:
પેનિસિલિન ઍન્ટિબાયોટિક બૅક્ટરિયાની કોષદીવાલ બનાવવાની પ્રક્રિયાને અવરોધે છે.

GSEB Class 9 Science Important Questions Chapter 13 આપણે શા માટે માંદા પડીએ છીએ?

પ્રશ્ન 16.
પેનિસિલિનની વાઇરસ પર કે માનવના કોષો પર શા માટે અસર થતી નથી?
ઉત્તર:
પેનિસિલિન કોષદીવાલ બનાવવાની ક્રિયાને અવરોધે છે. પરંતુ વાઇરસ કે માનવના કોષો પાસે કોષદીવાલ હોતી નથી. આથી પેનિસિલિનની વાઇરસ પર કે માનવના કોષો પર અસર થતી નથી.

પ્રશ્ન 17.
મચ્છર દ્વારા ફેલાતા ત્રણ રોગનાં નામ લખો.
ઉત્તરઃ
મચ્છર દ્વારા ફેલાતા રોગ : મેલેરિયા, ડેગ્યુ, હાથીપગો.

પ્રશ્ન 18.
જાતીય સમાગમ સિવાય AIDs અન્ય કેવી રીતે ફેલાઈ શકે છે?
ઉત્તર:
જાતીય સમાગમ સિવાય AIDS રુધિરાધાન અથવા ગર્ભાવસ્થા દરમિયાન કે રોગી માતા દ્વારા બાળકને સ્તનપાન દ્વારા ફેલાઈ શકે છે.

પ્રશ્ન 19.
મચ્છરની ઘણી જાતિઓ પોષણ માટે કોના પર નિર્ભર હોય છે?
ઉત્તરઃ
મચ્છરની ઘણી જાતિઓ પોષણ માટે મનુષ્ય સહિતના અનેક સમતાપી પ્રાણીઓ પર નિર્ભર હોય છે.

પ્રશ્ન 20.
મેલેરિયા માટે જવાબદાર પ્રજીવ મચ્છર કરડવાથી શરીરમાં – પ્રવેશી કયા અંગ અને ક્યા કોષોને લક્ષ્ય બનાવે છે?
ઉત્તર:
મેલેરિયા માટે જવાબદાર પ્રજીવ મચ્છર કરડવાથી શરીરમાં પ્રવેશી યકૃત અને લાલ રુધિરકણિકાઓ(રક્તકણો)ને લક્ષ્ય બનાવે છે.

પ્રશ્ન 21.
સંક્રમણથી શરીરનું પ્રતિકારક તંત્ર ક્રિયાશીલ થવાની પ્રક્રિયાને અંતર્ગત કઈ અસરો જોવા મળે છે?
ઉત્તરઃ
સંક્રમણથી શરીરનું પ્રતિકારક તંત્ર ક્રિયાશીલ થવાની પ્રક્રિયાને અંતર્ગત સોજો, દર્દ, તાવ જેવી અસરો જોવા મળે છે.

પ્રશ્ન 22.
વાઇરસની બે લાક્ષણિકતાઓ જણાવો.
ઉત્તરઃ
વાઇરસની બે લાક્ષણિકતા:

  • તેની પોતાની જૈવરાસાયણિક પ્રણાલી ખૂબ જ ઓછી છે.
  • તે યજમાન શરીરમાં પ્રવેશી યજમાનની મશીનરી(યાંત્રિકી)નો ઉપયોગ પોતાની જીવનપ્રક્રિયા માટે કરે છે.

GSEB Class 9 Science Important Questions Chapter 13 આપણે શા માટે માંદા પડીએ છીએ?

પ્રશ્ન 23.
કઈ પ્રક્રિયાને સોજો કહે છે?
ઉત્તર:
રોગ ઉત્પન્ન કરનારા સૂક્ષ્મ જીવોના નાશ માટે સક્રિય પ્રતિરક્ષાતંત્ર સંક્રમિત પેશીની ચારેય બાજુ નવા કોષો બનાવે છે. આ પ્રક્રિયાને સોજો કહે છે.

પ્રશ્ન 24.
રોગની તીવ્રતાની અસર શાના પર આધાર રાખે છે?
ઉત્તરઃ
રોગની તીવ્રતાની અસર શરીરમાં પ્રવેશેલા સૂક્ષ્મ જીવોની સંખ્યા પર આધાર રાખે છે.

પ્રશ્ન 25.
રોગપ્રતિકારક તંત્રના નિયમનો પાયો શું છે?
ઉત્તરઃ
રોગપ્રતિકારક તંત્રના નિયમનો પાયો પહેલા સંક્રમણની સાપેક્ષે બીજા સંક્રમણનો ઝડપથી નાશ પામવો છે.

પ્રશ્ન 26.
લૅટિન ભાષામાં cow અને cowpox નો અર્થ શું થાય છે?
ઉત્તર:
લૅટિન ભાષામાં cow(ગાય)નો અર્થ ‘વાક્કા’ અને cowpox (ગાયના શીતળાનો રોગ)નો અર્થ ‘વેક્સિનિયા’ થાય છે.

પ્રશ્ન 27.
ભારતના મોટા ભાગના પ્રદેશોમાં 5 વર્ષની વય પછી બાળકને હિપેટાઇટિસ- પ્રતિકારક રસી શા માટે મુકાવવી જરૂરી નથી?
ઉત્તર:
ભારતના મોટા ભાગના પ્રદેશોમાં 5 વર્ષની વય પછી બાળકને હિપેટાઇટિસ – A પ્રતિકારક રસી મુકાવવી જરૂરી નથી, કારણ કે બાળકો પાણી દ્વારા હિપેટાઇટિસ – Aના સંપર્કમાં આવી પ્રતિકારકતા વિકસાવી ચૂક્યા હોય છે.

નીચેના પ્રશ્નોના એક શબ્દ કે એક વાક્યમાં

પ્રશ્ન 1.
શરીરમાં રુધિરના વિષારી પદાર્થોનું ગાળણ કયા અંગમાં થાય છે?
ઉત્તરઃ
મૂત્રપિંડ

પ્રશ્ન 2.
વ્યક્તિની શારીરિક, માનસિક અને સામાજિક જીવનની ક્ષમતાને પૂર્ણ સમન્વય સ્થિતિરૂપે શાનાથી દર્શાવાય છે?
ઉત્તરઃ
સ્વાચ્ય

પ્રશ્ન 3.
શરીરમાં પ્રવેશેલા સૂક્ષ્મ જીવોની સંખ્યાને કોણ નિર્ધારિત કરે છે?
ઉત્તરઃ
પ્રતિકારક તંત્ર

GSEB Class 9 Science Important Questions Chapter 13 આપણે શા માટે માંદા પડીએ છીએ?

પ્રશ્ન 4.
એલિફન્ટાઇસિસ કયા પ્રકારનો રોગ છે?
ઉત્તરઃ
હઠીલો રોગ

પ્રશ્ન 5.
સંસર્ગજન્ય રોગના પ્રાથમિક કારક કોણ છે?
ઉત્તરઃ
સૂક્ષ્મ જીવો

પ્રશ્ન 6.
કેટલાક પ્રકારના કેન્સર શાના કારણે થાય છે?
ઉત્તરઃ
જનીનિક અનિયમિતતા

પ્રશ્ન 7.
લૈંગિક અંગો દ્વારા શરીરમાં પ્રવેશી લસિકાગાંઠોમાં ફેલાતા રોગકારક કયા છે?
ઉત્તરઃ
HIV

પ્રશ્ન 8.
અંડાકાર અને લાંબી ચાબૂક જેવી રચના ધરાવતું રોગકારક પ્રજીવ કયું છે?
ઉત્તરઃ
લેશમાનિયા

પ્રશ્ન 9.
પશુઓમાં એન્ટેક્સ રોગ કોના કારણે થાય છે?
ઉત્તરઃ
બૅક્ટરિયા

પ્રશ્ન 10.
બૅક્ટરિયામાં કોષદીવાલ બનવાની પ્રક્રિયાને અવરોધતું ઍન્ટિબાયોટિક કયું છે?
ઉત્તરઃ
પેનિસિલિન

પ્રશ્ન 11.
કોની ઘણી બધી જાતિઓને પરિપક્વ ઈંડાં ઉત્પન્ન કરવા વધારે માત્રામાં પોષણની જરૂરિયાત હોય છે?
ઉત્તરઃ
મચ્છર

GSEB Class 9 Science Important Questions Chapter 13 આપણે શા માટે માંદા પડીએ છીએ?

ખાલી જગ્યા પૂરો:

પ્રશ્ન 1.
પેપ્ટિક અલ્સર માટે જવાબદાર વક્રાકાર બૅક્ટરિયાની આસપાસ જઠરના નીચલા ભાગમાં …………………… નાં ચિહ્નો હોય છે.
ઉત્તરઃ
સોજા

પ્રશ્ન 2.
રોગકારકોમાં …………………… નું ગુણન ધીમું હોય છે.
ઉત્તરઃ
કૃમિ

પ્રશ્ન 3.
પેનિસિલિન ઔષધ બૅક્ટરિયામાં …………………… બનાવવાની પ્રક્રિયાને અવરોધે છે.
ઉત્તરઃ
કોષદીવાલ

પ્રશ્ન 4.
રોગકારક બૅક્ટરિયા, પ્રજીવ વગેરે …………………… સજીવો છે.
ઉત્તરઃ
એકકોષી

પ્રશ્ન 5.
નિદ્રારોગનો રોગકારક …………………… છે.
ઉત્તરઃ
ટ્રાયપેનાસોમા

પ્રશ્ન 6.
નાના આંતરડામાં જોવા મળતું રોગકારક સૂત્રકૃમિ …………………… છે.
ઉત્તરઃ
એસ્કેરિસ લુબ્રિકોઇડિસ

પ્રશ્ન 7.
મનુષ્ય સહિતનાં ઘણાં …………………… પ્રાણીઓ પર પોષણ માટે મચ્છરની ઘણી જાતિઓ નિર્ભર છે.
ઉત્તરઃ
સમતાપી

પ્રશ્ન 8.
સંક્રમિત પેશીની આજુબાજુ રોગકારકોનો નાશ કરવા નવા કોષો બનાવવાની પ્રક્રિયા …………………… છે.
ઉત્તરઃ
સોજો

પ્રશ્ન 9.
HIVના સંક્રમણને નિયંત્રિત કરતી …………………… દવા ઉપલબ્ધ છે.
ઉત્તરઃ
ન્ટિવાઇરલ

GSEB Class 9 Science Important Questions Chapter 13 આપણે શા માટે માંદા પડીએ છીએ?

પ્રશ્ન 10.
…………………… દ્વારા ચેપી રોગકારકો શરીરમાં દાખલ કરી રોગ પ્રતિકારકતા વિકસાવાય છે.
ઉત્તરઃ
રસી

પ્રશ્ન 11.
…………………… એ યકૃતના રોગ તરીકે ઓળખાય છે.
ઉત્તરઃ
કમળો

પ્રશ્ન 12.
ગંભીર, ચેપી, અસાધ્ય અને જીવલેણ રોગ …………………… છે.
ઉત્તરઃ
એઇસ

પ્રશ્ન 13.
હેલિકોબૅક્ટર પાયલોરી બૅક્ટરિયા …………………… છે.
ઉત્તરઃ
વક્રાકાર

પ્રશ્ન 14
જાપાનીઝ એન્સિફેલાઇટિસ (મગજનો તાવ) ઉત્પન્ન કરવા માટે જવાબદાર વાઇરસ …………………… દ્વારા ફેલાય છે.
ઉત્તરઃ
મચ્છર

પ્રશ્ન 15.
ક્ષય એ …………………… થી થતો રોગ છે
ઉત્તરઃ
બૅક્ટરિયા

પ્રશ્ન 16.
ખીલ માટે જવાબદાર બૅક્ટરિયા …………………… છે.
ઉત્તરઃ
સ્ટેફીલોકોકાઈ

પ્રશ્ન 17.
જઠર અને પક્વાશયની ઍસિડિટીના સંદર્ભમાં થતા દુખાવા અને રક્તસ્રાવ …………………… રોગના ચિહ્ન છે.
ઉત્તરઃ
પેપ્ટિક અલ્સર

નીચેના વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવો:

પ્રશ્ન 1.
કૉલેરા હઠીલો રોગ છે.
ઉત્તરઃ
ખોટું

GSEB Class 9 Science Important Questions Chapter 13 આપણે શા માટે માંદા પડીએ છીએ?

પ્રશ્ન 2.
ડાયાબિટીસ બિનચેપી રોગ છે.
ઉત્તરઃ
ખરું

પ્રશ્ન 3.
મચ્છર કરડવાથી મેલેરિયા રોગ થાય છે.
ઉત્તરઃ
ખરું

પ્રશ્ન 4.
હાથીપગો એ ફૂગથી થતો રોગ છે.
ઉત્તરઃ
ખોટું

પ્રશ્ન 5.
SARS એ બૅક્ટરિયાજન્ય રોગ છે.
ઉત્તરઃ
ખોટું

પ્રશ્ન 6.
ઍન્ટિવાઇરલ ઔષધની બનાવટ કરતાં ઍન્ટિબૅક્ટરિયલ ઔષધની બનાવટ સહેલી છે.
ઉત્તરઃ
ખરું

પ્રશ્ન 7.
મેલેરિયા એ જિંદગીભર રહેતો ચેપી રોગ છે.
ઉત્તરઃ
ખોટું

પ્રશ્ન 8.
ટાઇફૉઇડના દર્દીમાં રોગકારક બૅક્ટરિયા પાચનનળીમાં જોવા મળે છે.
ઉત્તરઃ
ખરું

પ્રશ્ન 9.
પેનિસિલિન ઔષધની ચેપગ્રસ્ત વાઇરસ પર અસર થતી નથી.
ઉત્તરઃ
ખરું

પ્રશ્ન 10.
ઇફ્યુએન્ઝા શ્વસનતંત્રનો રોગ છે.
ઉત્તરઃ
ખરું

GSEB Class 9 Science Important Questions Chapter 13 આપણે શા માટે માંદા પડીએ છીએ?

આકૃતિ – ચાર્ટ આધારિત પ્રશ્નોના ઉત્તર આપો:

પ્રશ્ન 1.
GSEB Class 9 Science Important Questions Chapter 13 આપણે શા માટે માંદા પડીએ છીએ 9
આપેલી આકૃતિમાં સજીવ ઓળખી, માનવશરીરના કયા અંગમાં પરોપજીવી તરીકે જોવા મળી શકે તે જણાવો.
ઉત્તર: ગોળકૃમિ (કરમિયું), નાના આંતરડામાં

પ્રશ્ન 2.
GSEB Class 9 Science Important Questions Chapter 13 આપણે શા માટે માંદા પડીએ છીએ 10
આકૃતિમાં કયું સજીવ દર્શાવેલું છે? તે કયા રોગ માટેનું કારક છે?
ઉત્તર:
ટ્રાયપેનાસોમાં, નિદ્રારોગ

માગ્યા મુજબ ઉત્તર આપો

પ્રશ્ન 1.
DISEASEનો સામાન્ય અર્થ જણાવો.
ઉત્તર:
DISEASEનો સામાન્ય અર્થ સુવિધામાં ખલેલ છે.

પ્રશ્ન 2.
શીતળાની રસીના શોધકનું નામ જણાવો.
ઉત્તર:
શીતળાની રસીના શોધક ડૉ. એડવર્ડ જેનર છે.

પ્રશ્ન 3.
કરમિયું, સ્ટેફીલોકોકાઈ, ટ્રાયપેનોસોમા અને લેશમાનિયા ? પૈકી કયા પ્રજીવ છે?
ઉત્તર:
ટ્રાયપેનાસોમા, લેશમાનિયા

પ્રશ્ન 4.
મને ઓળખો: હું એક ઉપયોગી ઔષધ છું અને માનવશરીરના કોષોને અસર કર્યા વગર બૅક્ટરિયાનો કોષદીવાલ બનાવાનો જૈવરાસાયણિક માર્ગ અવરોધું છું.
ઉત્તર:
પેનિસિલિન

GSEB Class 9 Science Important Questions Chapter 13 આપણે શા માટે માંદા પડીએ છીએ?

પ્રશ્ન 5.
મને ઓળખો હું લૈગિક સંપર્ક ઉપરાંત રુધિરાધાન દ્વારા તેમજ ગર્ભાવસ્થા દરમિયાન બાળકમાં સંક્રમિત થતો વાઇરસજન્ય રોગ છું.
ઉત્તર:
એઇટ્સ (AIDS)

પ્રશ્ન 6.
ખોટી જોડ કઈ છે
(i) HIV – લસિકાગાંઠ
(ii) હીપેટાઇટિસ વાઇરસ – યકૃત
(iii) મેલેરિયાના પ્રજીવ – રક્તકણ
(iv) ટાઇફૉઇડ બૅક્ટરિયા – ફેફસાં
ઉત્તરઃ
(iv) ટાઇફૉઇડ બૅક્ટરિયા – ફેફસાં

નીચેના દરેક પ્રશ્ન માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો:

પ્રશ્ન 1.
ક્યો રોગ ચેપી છે?
A. કૅન્સર
B. મેલેરિયા
C. ડાયાબિટીસ
D. ઊંચું રુધિર દબાણ
ઉત્તર:
B. મેલેરિયા

પ્રશ્ન 2.
એઇટ્સ કોના દ્વારા થાય છે?
A. વાઇરસ
B. ફૂગ
C. બૅક્ટરિયા
Dપ્રજીવ
ઉત્તર:
A. વાઇરસ

પ્રશ્ન 3.
ક્ષય કોના દ્વારા થાય છે?
A. બૅક્ટરિયા
B વાઇરસ
C. પ્રજીવ
D. કૃમિ
ઉત્તર:
A. બૅક્ટરિયા

GSEB Class 9 Science Important Questions Chapter 13 આપણે શા માટે માંદા પડીએ છીએ?

પ્રશ્ન 4.
કમળો એ શેનો રોગ છે?
A. મૂત્રપિંડ
B. સ્વાદુપિંડ
C. યકૃત
D. આંતરડું
ઉત્તર:
C. યકૃત

પ્રશ્ન 5.
એઇડ્રેસનો ફેલાવો શાના દ્વારા થાય છે?
A. AIDS રોગી સાથે જાતીય સમાગમ દ્વારા
B. AIDS રોગીના રુધિરનો રુધિરાધાનમાં ઉપયોગ દ્વારા
C. AIDS ગ્રસ્ત માતા દ્વારા બાળકને સ્તનપાન દ્વારા
D. આપેલ તમામ દ્વારા
ઉત્તર:
D. આપેલ તમામ દ્વારા

પ્રશ્ન 6.
મેલેરિયા રોગના વાહક કોણ છે?
A. પ્રજીવ
B. કૃમિ
C. ફૂગ
D. મચ્છર
ઉત્તર:
D. મચ્છર

પ્રશ્ન 7.
વ્યક્તિગત સ્વાથ્ય માટે નીચેના પૈકી શું ભયજનક છે?
A. શેરીમાં કચરો છૂટો ફેંકવો
B. ખુલ્લી ગટરો
C. આપણી આસપાસ બંધિયાર પાણી
D. આપેલ તમામ
ઉત્તર:
D. આપેલ તમામ

પ્રશ્ન 8.
પેનિસિલિન બૅક્ટરિયાનો નાશ કરે છે, પરંતુ આપણા કોષોનો નહીં, કારણ કે …
A. આપણા કોષો પેનિસિલિન સામે પ્રતિકારક છે.
B. પેનિસિલિન કોષદીવાલનું નિર્માણ અટકાવે છે.
C. આપણા કોષો કોષદીવાલ ધરાવતા નથી.
D. પેનિસિલિન માટે આપણા કોષો અપ્રવેશશીલ નથી.
ઉત્તર:
C. આપણા કોષો કોષદીવાલ ધરાવતા નથી.

GSEB Class 9 Science Important Questions Chapter 13 આપણે શા માટે માંદા પડીએ છીએ?

પ્રશ્ન 9.
જાતીય સંપર્ક દ્વારા ફેલાતો રોગ કયો છે?
A. મેલેરિયા
B. કાલા-અઝર
C. એલિફન્ટાઇસિસ
D. સિફિલિસ
ઉત્તર:
D. સિફિલિસ

પ્રશ્ન 10.
નીચેના અવલોકન શું સૂચવે છે?
(1) માથાનો દુખાવો
(2) ઝાડા
(3) ખાંસી
(4) ઘામાંથી પરું
A. રોગ
B. રોગનાં ચિહ્નો
C. હઠીલો રોગ
D. સંસર્ગજન્ય રોગ
ઉત્તર:
B. રોગનાં ચિહ્નો

પ્રશ્ન 11.
નિદ્રારોગ માટે જવાબદાર પ્રજીવ કયો છે?
A. અમીબા
B. લેશમાનિયા
C. ટ્રાયપેનાસોમાં
D. એસ્કેરિસ
ઉત્તર:
C. ટ્રાયપેનાસોમાં

પ્રશ્ન 12.
નીચેના પૈકી કયો રોગ રોગી માતા દ્વારા તેના બાળકમાં સ્તનપાન દ્વારા સંક્રમિત થાય છે?
A. મેલેરિયા
B. એઇડ્યું
C. કાલા-અઝર
D. ડેગ્યું
ઉત્તર:
B. એઇડ્યું

પ્રશ્ન 13.
એસ્કેરિસ લુબ્રિકોઇડિસ તરીકે ઓળખાતું ગોળકૃમિ મનુષ્ય શરીરના કયા અંગમાં જોવા મળી શકે?
A. અન્નનળી
B. જઠર
C. યકૃત
D. નાનું આંતરડું
ઉત્તર:
D. નાનું આંતરડું

GSEB Class 9 Science Important Questions Chapter 13 આપણે શા માટે માંદા પડીએ છીએ?

પ્રશ્ન 14.
હેલિકોબેક્ટર પાયલોરી કયા અંગના નીચેના ભાગમાં સોજાનું લક્ષણ સર્જે છે?
A. ફેફસાં
B જઠર
C. યકૃત
D. આંતરડું
ઉત્તર:
B જઠર

પ્રશ્ન 15.
જાપાનીઝ એન્સેિફેલાઈટિસ કોના દ્વારા ફેલાય છે?
A. પ્રદૂષિત પાણી
B. મચ્છર કરડવાથી
C. હવા
D. કૂતરું કરડવાથી
ઉત્તર:
B. મચ્છર કરડવાથી

પ્રશ્ન 16.
કયો રોગ પ્રદૂષિત પાણી દ્વારા ફેલાય છે?
A. ટાઇફૉઇડ
B. ક્ષય
C. ધનુર
D. એન્ટેક્સ
ઉત્તર:
A. ટાઇફૉઇડ

પ્રશ્ન 17.
સંસર્ગજન્ય રોગ અટકાવવાનો ઉપાય કયો છે?
A. રસી
B. જાહેર સ્વચ્છતા
C. સલામત જાતીય સંપર્ક
D. આપેલ તમામ
ઉત્તર:
D. આપેલ તમામ

પ્રશ્ન 18.
નીચેના પૈકી કયું યુગ્મ ખોટું છે?
A. એઇટ્સ – બૅક્ટરિયલ ચેપ
B. કેન્સર – જનીનિક અનિયમિતતા
C. કાલા-અઝર – પ્રજીવજન્ય રોગ
D. હાથીપગો – કૃમિજન્ય રોગ
ઉત્તર:
A. એઇટ્સ – બૅક્ટરિયલ ચેપ

પ્રશ્ન 19.
રોગના ફેલાવા માટે જવાબદાર કટકને શું કહે છે?
A. વાહક
B. ભક્ષક
C. યજમાન
D. ભક્ષ્ય
ઉત્તર:
A. વાહક

GSEB Class 9 Science Important Questions Chapter 13 આપણે શા માટે માંદા પડીએ છીએ?

પ્રશ્ન 20.
કૅન્સર જેવો બિનચેપી રોગ શાને કારણે થાય છે?
A. પૌષ્ટિક આહારના અભાવ
B. જનીનિક ખામી
C. ઊંચા રુધિર દબાણ
D. જાહેર આરોગ્ય સેવાના અભાવ
ઉત્તર:
B. જનીનિક ખામી

પ્રશ્ન 21.
હઠીલો રોગ એ…
A. રોગનો ગંભીર હુમલો છે.
B. રોગની મંદ અવસ્થા છે.
C. સ્વાથ્ય પર ઉગ્ર અને લાંબા ગાળાની અસર કરે છે.
D. એકાએક થાય છે અને થોડા સમય સુધી અસર કરે છે.
ઉત્તર:
C. સ્વાથ્ય પર ઉગ્ર અને લાંબા ગાળાની અસર કરે છે.

પ્રશ્ન 22.
નીચેનામાંથી હઠીલા રોગોનું જૂથે કયું છે?
A. હાથીપગો, ટાઇફૉઇડ
B. કૉલેરા, કમળો
C. ડાયાબિટીસ, કેન્સર
D. શરદી, ખાંસી
ઉત્તર:
C. ડાયાબિટીસ, કેન્સર

મૂલ્યો આધારિત પ્રશ્નોત્તર
(Value Based Questions with Answers)

પ્રશ્ન 1.
એઇડ્ય વૈશ્વિક સ્તરે ખૂબ ઝડપથી ફેલાતો રોગ છે. ‘ ધોરણ 9ના વિદ્યાર્થીઓનું એક જૂથ તેના અટકાવાના ઉપાયો દર્શાવતું મૉડ્યુલ તૈયાર કરી અને તેને સોશિયલ નેટવર્કિંગ સાઈટ (Social Networking site) પર મૂકી લોકજાગૃતિનો પ્રયાસ કરે છે. આ સાઈટ પર તમે અવલોકન કરેલા મૉડ્યુલ આધારે નીચેના પ્રશ્નોના ઉત્તર આપો :
(a) એઈસનું કારણ શું છે?
ઉત્તર:
HIV

(b) તેને અટકાવવાના બે ઉપાયો જણાવો.
ઉત્તર:
(i) ડિસ્પોઝેબલ સિરિંજ અને નીડલનો ઉપયોગ કરવો.
(ii) HIV પરીક્ષણ કરેલા રુધિરનો જ રુધિરાધાન માટે ઉપયોગ કરવો.

(c) તેને ગંભીર અને જીવલેણ બિમારી શા માટે ગણવામાં આવે છે?
ઉત્તર:
એઇટ્સના દર્દીને બચાવવા માટે હજુ સુધી કોઈ અસરકારક દવા કે રસી ઉપલબ્ધ ન હોવાથી તેને ગંભીર અને જીવલેણ બિમારી ગણવામાં આવે છે.

GSEB Class 9 Science Important Questions Chapter 13 આપણે શા માટે માંદા પડીએ છીએ?

પ્રશ્ન 2.
શ્રદ્ધાના 5 વર્ષના ભાઈને બે દિવસથી ખૂબ તાવ રહે છે. ચિકિત્સકને બતાવતાં તેમણે વાઇરસનો ચેપ કહી ઇલાજમાં ઍન્ટિબાયોટિક આપી. શ્રદ્ધાએ ઍન્ટિબાયોટિકનો ઉપચારમાં ઉપયોગ કરવાને બદલે બીજા એક ચિકિત્સકનો અભિપ્રાય લેવાનું નક્કી કર્યું.
(a) તાવ એ રોગ છે?
ઉત્તર:
તાવ એ રોગ નથી. રોગનું લક્ષણ છે.

(b) ચિકિત્સકે વાઇરસના ચેપનું નિદાન કરી ઍન્ટિબાયોટિક આપી તે યોગ્ય છે? શા માટે?
ઉત્તર:
ના, વાઇરસની પોતાની જૈવરાસાયણિક પ્રણાલી ખૂબ ઓછી હોવાથી વાઇરસના ચેપમાં ઍન્ટિબાયોટિક અસરકારક નથી.

(c) બીજા ચિકિત્સકે નિદાન માટે શાનો ઉપયોગ કરવો જોઈએ?
ઉત્તર:
બીજા ચિકિત્સકે રોગનું સાચું નિદાન કરવા માટે લેબોરેટરીમાં હું રુધિર પરીક્ષણનો ઉપયોગ કરવો જોઈએ.

પ્રશ્ન 3.
ચોમાસામાં ગીચ વસ્તીવાળા શહેરી વિસ્તારોમાં મેલેરિયા, ડેબ્યુ જેવા રોગોનું પ્રમાણ ખૂબ વધારે જોવા મળે છે. ધોરણ 9ના વિદ્યાર્થીઓ રોગ અટકાવ અને ઉપચારના મોટા પોસ્ટર બનાવી, આ વિસ્તારોમાં ફરી લોકજાગૃતિ કેળવવાનો પ્રયાસ કરે છે.
(a) મેલેરિયા, ડેબ્યુ જેવા રોગો કોના દ્વારા ફેલાય છે?
ઉત્તરઃ
મેલેરિયા, ડેગ્યુ જેવા રોગો મચ્છર દ્વારા ફેલાય છે.

(b) તેના અટકાવના બે ઉપાયો જણાવો.
ઉત્તરઃ
અટકાવાના ઉપાયઃ

  • બંધિયાર પાણી ધરાવતાં મચ્છરનાં પ્રજનનસ્થાનો નષ્ટ કરવાં.
  • કીટકનાશક દવાઓના છંટકાવ અને જાહેર સફાઈ દ્વારા સ્વચ્છતા જાળવવી.

(c) વિદ્યાર્થીઓનો કયો હેતુ રજૂ થાય છે?
ઉત્તરઃ
વ્યક્તિગત સ્વાથ્ય એ સામુદાયિક સ્વાથ્ય માટે આવશ્યક છે.

પ્રશ્ન 4.
વિદિશાને ઘણા દિવસથી ખાંસી, કફ, તાવનાં લક્ષણો સાથે શરીરનું વજન ઘટતું જાય છે. ડૉક્ટરે આપેલી સામાન્ય દવાઓથી વિદિશાના સ્વાથ્યમાં સુધારો જણાતો નથી.
(a) વિદિશામાં કયા રોગનાં ચિહ્નો જણાય છે?
ઉત્તરઃ
ક્ષય

(b) તેણીમાં કયું અંગ અસરગ્રસ્ત થયું છે?
ઉત્તરઃ
ફેફસાં

GSEB Class 9 Science Important Questions Chapter 13 આપણે શા માટે માંદા પડીએ છીએ?

(c) તેણીનો આ રોગ કયા પ્રકારનો છે?
ઉત્તરઃ
હઠીલો – સંસર્ગજન્ય રોગ

પ્રશ્ન 5.
(a) ધોરણ 9ના વર્ગમાં ગીતાને શરદી થયેલી છે. તે ? સારિકાની સાથે બેસે છે. સારિકાને પણ શરદી થાય છે.
ઉત્તરઃ
શરદીના રોગીમાંથી નાનાં નાનાં બિંદુઓ હવા દ્વારા ‘ફેલાઈ સંપર્કમાં આવતી વ્યક્તિમાં રોગનો ફેલાવો કરે છે.

(b) અનિકેત તેના કુટુંબ સાથે નવા રહેઠાણમાં રહેવા જાય છે. તેમના ઘરે હજ R.D. કે ઍક્વાગાર્ડ નથી. તેના કુટુંબના સભ્યોમાં કૉલેરા અને મરડાની બિમારી થાય છે.
બંને સ્થિતિને રોગ-ફેલાવ અને રોગની ચોક્કસ કક્ષામાં વર્ગીકૃત કરો.
ઉત્તરઃ
પ્રદૂષિત પાણી દ્વારા કૉલેરા, મરડા જેવા રોગનો ફેલાવો થાય છે. બંને કિસ્સા સંસર્ગજન્ય ચેપી) રોગોનાં ઉદાહરણ છે.

પ્રશ્ન 6.
ધોરણ માં ભણતી અંજલિનાં માતા-પિતા એઇસની બિમારીથી મૃત્યુ પામ્યાં છે. અંજલિના રુધિર પરીક્ષણમાં HIVની હાજરી જોવા મળી છે. શાળાના આચાર્ય HIV ચેપગ્રસ્ત અંજલિનું નામ શાળામાં કમી કરી, તેણીનો શાળામાં પ્રવેશ અટકાવવાનું નક્કી કર્યું છે.
(a) શું શાળામાંથી અંજલિનું નામ કમી કરવું યોગ્ય છે? તમારા ઉત્તરનું સમર્થન આપો.
ઉત્તર:
શાળામાંથી અંજલિનું નામ કમી કરવું યોગ્ય નથી. HIV ચેપગ્રસ્ત વ્યક્તિ સાથે સામાન્ય હસ્તધૂનનથી, સ્પર્શથી, છીંકથી કે સાથે જમવાથી HIVનો ફેલાવો થતો નથી. આથી અંજલિ દ્વારા અન્ય વિદ્યાર્થીઓ કે શિક્ષકોમાં HIVનો ચેપ ફેલાતો નથી. અંજલિને શિક્ષણ મેળવવાનો અધિકાર છે. તેની સાથે પ્રેમ અને લાગણીપૂર્વક વ્યવહાર કરવો જોઈએ.

(b) અંજલિ કેવી રીતે HIVનો ભોગ બની?
ઉત્તર:
અંજલિને HIVનો ચેપ તેણીની માતા દ્વારા ગર્ભાવસ્થા દરમિયાન કે સ્તનપાન દ્વારા મળ્યો હશે, કારણ કે તેણીની માતા એઇડ્રેસની બિમારીથી મૃત્યુ પામી હતી.

(c) જો અંજલિનો શાળામાં અભ્યાસ ચાલુ રહેવા દેવાય તો તેમાં ક્યું મૂલ્ય જોવા મળે છે?
ઉત્તર:
જો અંજલિનો શાળામાં અભ્યાસ ચાલુ રહેવા દેવામાં આવે તો, શાળા-સંચાલક અને વહીવટી તંત્ર એઇટ્સ અંગે જાગૃતિ દર્શાવે છે તે પ્રતિત થાય છે. એઇડ્યું અને HIV વિશે ભ્રામક માન્યતાઓ દૂર થાય છે અને જો અંજલિને સારી રીતે રાખવામાં આવે તો આ વર્તન 3 વડે સામાજિક સમાનતાનો દાખલો બેસે છે.

GSEB Class 9 Science Important Questions Chapter 13 આપણે શા માટે માંદા પડીએ છીએ?

Memory Map

GSEB Class 9 Science Important Questions Chapter 13 આપણે શા માટે માંદા પડીએ છીએ 11

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *