GSEB Class 9 Social Science Important Questions Chapter 12 ભારતીય લોકશાહીએકમ 1 : વીસમી સદી – વિશ્વ અને ભારત

Gujarat Board GSEB Class 9 Social Science Important Questions Chapter 12 ભારતીય લોકશાહીએકમ 1 : વીસમી સદી – વિશ્વ અને ભારત Important Questions and Answers.

GSEB Class 9 Social Science Important Questions Chapter 12 ભારતીય લોકશાહીએકમ 1 : વીસમી સદી – વિશ્વ અને ભારત

1. નીચેના દરેક વિધાનની ખાલી જગ્યા માટે આપેલા છે વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી, ખાલી જગ્યા પૂરો પ્રત્યેકનો 1 ગુણ]

પ્રશ્ન 1.
વિશ્વના બધા લોકશાહી દેશો કરતાં વધારે …………………….. ભારતમાં છે.
A. સંગઠનો
B. મતદારો
C. લોકશાહીના પ્રકારો
ઉત્તરઃ
B. મતદારો

પ્રશ્ન 2.
ભારતમાં …………………. પુખ્તવય મતાધિકાર છે.
A. સાર્વત્રિક
B. ખાનગી
C. જાહેર
ઉત્તરઃ
A. સાર્વત્રિક

પ્રશ્ન 3.
સાર્વત્રિક પુખ્તવય મતાધિકારની પદ્ધતિ ‘…………………………’ ના સિદ્ધાંત પર આધારિત છે.
A. વ્યક્તિદીઠ ત્રણ મત
B. વ્યક્તિદીઠ પાંચ મત
C. વ્યક્તિદીઠ એક મત
ઉત્તરઃ
C. વ્યક્તિદીઠ એક મત

પ્રશ્ન 4.
…………………… લોકશાહીનો આધારસ્તંભ છે.
A. લોકમત
B. ચૂંટણી
C. રાજકીય પક્ષો
ઉત્તરઃ
B. ચૂંટણી

પ્રશ્ન 5.
પ્રબળ અને સંગઠિત ……………………… નું લોકશાહીમાં ખૂબ મહત્ત્વ છે.
A. રાજકીય પક્ષો
B. મતદાતા
C. લોકમત
ઉત્તરઃ
C. લોકમત

GSEB Class 9 Social Science Important Questions Chapter 12 ભારતીય લોકશાહીએકમ 1 : વીસમી સદી – વિશ્વ અને ભારત

પ્રશ્ન 6.
ચૂંટણીઓ લોકશાહીની ……………………. છે.
A. સમસ્યા
B. પારાશીશી
C. શાસનવ્યવસ્થા
ઉત્તરઃ
B. પારાશીશી

પ્રશ્ન 7.
ભારતમાં ચૂંટણી ……………………….. મતદાન દ્વારા થાય છે.
A. જાહેર
B. અર્ધખાનગી
C. ગુપ્ત
ઉત્તરઃ
C. ગુપ્ત

પ્રશ્ન 8.
ભારતમાં બહુપક્ષીય ……………………… છે.
A. રાજનીતિ
B. લોકશાહી
C. વિદેશનીતિ
ઉત્તરઃ
B. લોકશાહી

પ્રશ્ન 9.
જે રાજકીય પક્ષો દેશવ્યાપી છે ………………………. પક્ષો કહેવાય છે.
A. દેશીય
B. પ્રાદેશિક
C. રાષ્ટ્રીય
ઉત્તરઃ
C. રાષ્ટ્રીય

પ્રશ્ન 10.
10 માર્ચ, 2014 સુધીમાં ભારતમાં ………………….. રાજકીય પક્ષો નોંધાયા છે.
A. 1593
B. 1480
C. 2110
ઉત્તરઃ
A. 1593

GSEB Class 9 Social Science Important Questions Chapter 12 ભારતીય લોકશાહીએકમ 1 : વીસમી સદી – વિશ્વ અને ભારત

પ્રશ્ન 11.
ચૂંટણીમાં રાજકીય પક્ષો ઉપરાંત …………………… ઉમેદવારો ચૂંટણી લડે છે.
A. વિવિધ
B. અપક્ષ
C. અનેક
ઉત્તરઃ
B. અપક્ષ

પ્રશ્ન 12.
ભારતની લોકશાહી વ્યવસ્થામાં દેશની સૌથી ટોચની સંસ્થા ……………………. અને પાયાનો એકમ …………………. છે.
A. સંસદ; ગ્રામપંચાયત
B. સંસદ; વિધાનસભા
C. વિધાનસભા; વિધાનપરિષદ
ઉત્તરઃ
A. સંસદ; ગ્રામપંચાયત

પ્રશ્ન 13.
ચૂંટણી …………………………. ને જીવંત અને ધબકતી રાખે છે.
A. ગ્રામપંચાયત
B. ઉમેદવારી
C. લોકશાહી
ઉત્તરઃ
C. લોકશાહી

પ્રશ્ન 14.
આપણા દેશમાં પ્રતિનિધિક …………………….. છે.
A. લોકશાહી
B. રાજાશાહી
C. સંસદ
ઉત્તરઃ
A. લોકશાહી

પ્રશ્ન 15.
આપણા દેશમાં …………………… લોકશાહી શાસનવ્યવસ્થા છે.
A. પ્રમુખીય
B. પરોક્ષ
C. સંસદીય
ઉત્તરઃ
C. સંસદીય

GSEB Class 9 Social Science Important Questions Chapter 12 ભારતીય લોકશાહીએકમ 1 : વીસમી સદી – વિશ્વ અને ભારત

પ્રશ્ન 16.
યુ.એસ.એ.માં ………………….. લોકશાહી શાસનવ્યવસ્થા છે.
A. પ્રમુખીય
B. પરોક્ષ
C. સંસદીય
ઉત્તરઃ
A. પ્રમુખીય

પ્રશ્ન 17.
સત્તાપક્ષ અને વિરોધપક્ષ ………………………… રથનાં બે પૈડાં છે.
A. સરકારી
B. લોકશાહી
C. પંચાયતી
ઉત્તરઃ
B. લોકશાહી

નીચેના પ્રશ્નો માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી, ઉત્તર લખોઃ [પ્રત્યેકનો 1 ગુણ]

પ્રશ્ન 1.
વિશ્વમાં વસ્તીની દૃષ્ટિએ સૌથી મોટો લોકશાહી દેશ કયો છે?
A. ભારત
B. યૂ.એસ.એ.
C. ગ્રેટબ્રિટન
D. ફ્રાન્સ
ઉત્તરઃ
A. ભારત

પ્રશ્ન 2.
નીચેનામાંથી કયા દેશમાં પ્રમુખીય લોકશાહી છે?
A. ગ્રેટબ્રિટનમાં
B. યુ.એસ.એ.માં
C. જાપાનમાં
D. ભારતમાં
ઉત્તરઃ
B. યુ.એસ.એ.માં

પ્રશ્ન 3.
ચૂંટણીઓ લોકશાહીની શું ગણાય છે?
A. પારાશીશી
B. ઉદ્ભવ રેખા
C. ક્રાંતિકારી પદ્ધતિ
D. શાસનવ્યવસ્થા
ઉત્તરઃ
A. પારાશીશી

પ્રશ્ન 4.
નીચેનામાંથી કોની ચૂંટણીની કાર્યવાહી ચૂંટણીપંચ દ્વારા થાય છે?
A. વડા પ્રધાન
B. રાષ્ટ્રપ્રમુખ
C. રાજ્યપાલ
D. મુખ્યમંત્રી
ઉત્તરઃ
B. રાષ્ટ્રપ્રમુખ

GSEB Class 9 Social Science Important Questions Chapter 12 ભારતીય લોકશાહીએકમ 1 : વીસમી સદી – વિશ્વ અને ભારત

પ્રશ્ન 5.
જે રાજકીય પક્ષો દેશવ્યાપી છે, તેને કેવા પક્ષો કહેવાય?
A. બિનરાષ્ટ્રીય
B. રાષ્ટ્રીય
C. પ્રાદેશિક
D. આંતરદેશીય
ઉત્તરઃ
B. રાષ્ટ્રીય

પ્રશ્ન 6.
લોકશાહીને જીવંત કોણ રાખે છે? .
A. લોકમત
B. રાજકીય પક્ષો
C. ચૂંટણી
D. વડા પ્રધાન
ઉત્તરઃ
C. ચૂંટણી

પ્રશ્ન 7.
કયા પ્રકારનો લોકમત લોકશાહીમાં વિશેષ મહત્ત્વ ધરાવે છે?
A. પ્રાતિનિધિક
B. બહુપક્ષીય
C. પ્રજાકીય
D. પ્રબળ અને સંગઠિત
ઉત્તરઃ
D. પ્રબળ અને સંગઠિત

પ્રશ્ન 8.
નીચેનામાંથી કયું માધ્યમ લોકમતના ઘડતરમાં ફાળો આપતું મુદ્રિત માધ્યમ છે?
A. રેડિયો
B. ટેલિવિઝન
C. સિનેમા
D. સામયિકો
ઉત્તરઃ
D. સામયિકો

પ્રશ્ન 9.
નીચેનામાંથી કયું માધ્યમ લોકમતના ઘડતરમાં ફાળો આપતું વીજાણુ માધ્યમ છે?
A. વર્તમાનપત્રો
B. અઠવાડિકો
C. પાક્ષિકો
D. રેડિયો
ઉત્તરઃ
D. રેડિયો

GSEB Class 9 Social Science Important Questions Chapter 12 ભારતીય લોકશાહીએકમ 1 : વીસમી સદી – વિશ્વ અને ભારત

પ્રશ્ન 10.
નીચેનામાંથી કયું માધ્યમ લોકમતના ઘડતરમાં ફાળો આપતું મુદ્રિત માધ્યમ છે?
A. દૈનિક વર્તમાનપત્રો
B. ટેલિવિઝન
C. રેડિયો
D. સિનેમા
ઉત્તરઃ
A. દૈનિક વર્તમાનપત્રો

પ્રશ્ન 11.
નીચેનામાંથી કયું માધ્યમ લોકમતના ઘડતરમાં ફાળો આપતું વીજાણુ માધ્યમ છે?
A. અઠવાડિક
B. પાલિકો
C. વર્તમાનપત્રો
D. ટેલિવિઝન
ઉત્તરઃ
D. ટેલિવિઝન

પ્રશ્ન 12.
ભારતમાં કેટલા પ્રકારના રાજકીય પક્ષો છે?
A. પાંચ
B. ત્રણ
C. ચાર
D. બે
ઉત્તરઃ
D. બે

પ્રશ્ન 13.
નીચેનામાંથી કયો પક્ષ રાષ્ટ્રીય પક્ષ છે?
A. કૉમ્યુનિસ્ટ પાર્ટી ઑફ ઇન્ડિયા
B. શિવસેના
C. બહુજન સમાજવાદી પાર્ટી
D. અકાલી દળ
ઉત્તરઃ
A. કૉમ્યુનિસ્ટ પાર્ટી ઑફ ઇન્ડિયા

પ્રશ્ન 14.
નીચેનામાંથી કયો પક્ષ રાષ્ટ્રીય પક્ષ નથી?
A. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
B. કૉમ્યુનિસ્ટ પાર્ટી ઑફ ઇન્ડિયા
C. ભારતીય જનતા પક્ષ
D. રાષ્ટ્રીય જનતા દળ
ઉત્તરઃ
D. રાષ્ટ્રીય જનતા દળ

GSEB Class 9 Social Science Important Questions Chapter 12 ભારતીય લોકશાહીએકમ 1 : વીસમી સદી – વિશ્વ અને ભારત

પ્રશ્ન 15.
નીચેનામાંથી કયો પક્ષ પ્રાદેશિક રાજકીય પક્ષ છે?
A. ભારતીય જનતા પક્ષ
B. તૃણમૂલ કોંગ્રેસ
C. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
D. કૉમ્યુનિસ્ટ પાર્ટી ઑફ ઇન્ડિયા
ઉત્તરઃ
B. તૃણમૂલ કોંગ્રેસ

પ્રશ્ન 16.
સંસદીય સરકાર સંપૂર્ણપણે કોને જવાબદાર છે?
A. રાષ્ટ્રપ્રમુખને
B. વડા પ્રધાનને
C. લોકસભાને
D. રાજ્યસભાને
ઉત્તરઃ
C. લોકસભાને

પ્રશ્ન 17.
નીચેનામાંથી કોની ચૂંટણીની કાર્યવાહી ચૂંટણીપંચ દ્વારા થાય છે?
A. મુખ્યમંત્રીની
B. ઉપરાષ્ટ્રપ્રમુખની
C. રાજ્યપાલની
D. વડા પ્રધાનની
ઉત્તરઃ
B. ઉપરાષ્ટ્રપ્રમુખની

નીચેના વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવો: [પ્રત્યેકનો 1 ગુણ]

(1) ભારત વસ્તીની દષ્ટિએ સૌથી મોટો લોકશાહી દેશ છે.
ઉત્તરઃ
ખરું

(2) ભારતમાં અપક્ષ ઉમેદવારો ચૂંટણી લડી શકતા નથી.
ઉત્તરઃ
ખોટું

GSEB Class 9 Social Science Important Questions Chapter 12 ભારતીય લોકશાહીએકમ 1 : વીસમી સદી – વિશ્વ અને ભારત

(3) દૈનિક વર્તમાનપત્રો એ લોકમતના ઘડતરનું એક વીજાણુ માધ્યમ છે.
ઉત્તરઃ
ખોટું

(4) ટેલિવિઝન એ લોકમતના ઘડતરનું એક મુદ્રિત માધ્યમ છે.
ઉત્તરઃ
ખોટું

(5) યુ.એસ.એ.માં સંસદીય લોકશાહી છે.
ઉત્તરઃ
ખોટું

(6) ભારતનું ચૂંટણીપંચ સ્વતંત્ર અને સ્વાયત્ત સંસ્થા છે.
ઉત્તરઃ
ખરું

(7) ભારતમાં એકેય પ્રાદેશિક પક્ષ નથી.
ઉત્તરઃ
ખોટું

GSEB Class 9 Social Science Important Questions Chapter 12 ભારતીય લોકશાહીએકમ 1 : વીસમી સદી – વિશ્વ અને ભારત

(8) ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ એ રાષ્ટ્રીય પક્ષ છે.
ઉત્તરઃ
ખરું

(9) આપણા દેશમાં સાર્વત્રિક અને કિશોર મતાધિકાર છે.
ઉત્તરઃ
ખોટું

(10) ચૂંટણી લોકશાહીને જીવંત અને ધબકતી રાખે છે.
ઉત્તરઃ
ખરું

(11) ચૂંટણી લોકશાહીની પારાશીશી છે.
ઉત્તરઃ
ખરું

(12) આપણા દેશમાં પ્રતિનિધિક લોકશાહી છે.
ઉત્તરઃ
ખરું

(13) જ્યાં નિરક્ષરતાનું પ્રમાણ વધુ હોય ત્યાં વીજાણુ માધ્યમ વધુ અસરકારક છે.
ઉત્તરઃ
ખરું

GSEB Class 9 Social Science Important Questions Chapter 12 ભારતીય લોકશાહીએકમ 1 : વીસમી સદી – વિશ્વ અને ભારત

(14) રેડિયો એ લોકમતના ઘડતરનું એક મુદ્રિત માધ્યમ છે.
ઉત્તરઃ
ખોટું

(15) આપણા દેશમાં પ્રમુખીય લોકશાહી શાસનવ્યવસ્થા છે.
ઉત્તરઃ
ખોટું

(16) આપણા દેશમાં વિશ્વમાં સૌથી વધારે મતદારો છે.
ઉત્તરઃ
ખરું

(17) EVMનું પૂરું નામ આ છે ઇલેક્ટ્રૉનિક વૅલ્યુ મશીન
ઉત્તરઃ
ખોટું

(18) જનતાદળ યુનાઇટેડ (JDU) એ રાષ્ટ્રીય પક્ષ છે.
ઉત્તરઃ
ખોટું

(19) આપણા દેશમાં સાર્વત્રિક પુખ્ત મતાધિકારમાં ‘વ્યક્તિદીઠ એક મત’નો સિદ્ધાંત સ્વીકારવામાં આવ્યો છે.
ઉત્તરઃ
ખરું

GSEB Class 9 Social Science Important Questions Chapter 12 ભારતીય લોકશાહીએકમ 1 : વીસમી સદી – વિશ્વ અને ભારત

(20) કૉમ્યુનિસ્ટ પાર્ટી ઑફ ઇન્ડિયા (માર્કસિસ્ટ) એ પ્રાદેશિક પક્ષ છે.
ઉત્તરઃ
ખોટું

નીચેના પ્રશ્નોના એક-બે શબ્દોમાં ઉત્તર લખો: [પ્રત્યેકનો 1 ગુણ]

(1) આખી દુનિયામાં સૌથી વધારે મતદારો ધરાવતો દેશ કયો રે છે? – ભારત
(2) વસ્તીની દષ્ટિએ વિશ્વમાં સૌથી મોટી લોકશાહી કયા દેશમાં છે? – ભારતમાં
(3) લોકોનું પ્રતિનિધિત્વ કરતી રાષ્ટ્રીય સંસ્થા કઈ છે? – સંસદ
(4) સાર્વત્રિક પુખ્ત વય મતાધિકારમાં કયો સિદ્ધાંત સ્વીકારવામાં આવ્યો છે? – ‘વ્યક્તિદીઠ એક મત’નો
(5) લોકશાહીનો આધારસ્તંભ કયો છે? – ચૂંટણી
(6) લોકશાહી વ્યવસ્થામાં પાયાનો એકમ કયો છે? – ગ્રામપંચાયત
(7) ચૂંટણી લોકશાહીને કેવી રાખે છે? – જીવંત અને ધબકતી
(8) લોકશાહીનો પ્રાણ કયો છે? – ચૂંટણી
(9) કેવો લોકમત લોકશાહીમાં વિશેષ મહત્ત્વ ધરાવે છે? -પ્રબળ અને સંગઠિત
(10) દૈનિક સમાચારપત્રો એ લોકમતના ઘડતરનું કેવું માધ્યમ કહેવાય? – મુદ્રિત

GSEB Class 9 Social Science Important Questions Chapter 12 ભારતીય લોકશાહીએકમ 1 : વીસમી સદી – વિશ્વ અને ભારત

(11) રેડિયો, ટેલિવિઝન અને સિનેમા લોકમતના ઘડતરનાં કેવાં માધ્યમ કહેવાય?- વિજાણુ
(12) નિરક્ષરતાનું પ્રમાણ વધુ હોય ત્યાં લોકમતના ઘડતર માટે કર્યું માધ્યમ વધુ અસરકારક નીવડે છે? – વીજાણુ
(13) આજે લોકમત કેળવવા માટે કયાં માધ્યમોનો બહોળા પ્રમાણમાં ઉપયોગ થાય છે? – વીજાણુ
(14) રેડિયોની સરખામણીમાં કયું વીજાણુ માધ્યમ લોકભોગ્ય બન્યું છે? – ટેલિવિઝન
(15) કયા દેશમાં પ્રમુખીય લોકશાહી શાસનવ્યવસ્થા છે? – યુ.એસ.એ.માં
(16) આપણા દેશમાં ક્યા પ્રકારની લોકશાહી શાસનવ્યવસ્થા છે? – સંસદીય
(17) સંસદીય લોકશાહીમાં સરકારની રચના કોણ કરે છે? – વડા પ્રધાન
(18) આપણા દેશની ચૂંટણી કયા મતદાન દ્વારા થાય છે? – ગુપ્ત
(19) કોઈના અવસાન કે રાજીનામાથી ખાલી પડેલી બેઠક ભરવા માટે યોજાતી ચૂંટણીને શું કહે છે? – પેટાચૂંટણી
(20) આધુનિક સમયમાં મોટા ભાગની ચૂંટણી કયા મશીનથી થાય છે છે? – વીજાણુ મશીનથી
(21) લોકશાહી રથનાં બે પૈડાં કયાં કયાં છે? – સત્તાપક્ષ અને વિરોધપક્ષ

GSEB Class 9 Social Science Important Questions Chapter 12 ભારતીય લોકશાહીએકમ 1 : વીસમી સદી – વિશ્વ અને ભારત

યોગ્ય જોડકાં બનાવો: [પ્રત્યેક સાચા જોડકાનો 1 ગુણ]

1.

વિભાગ ‘અ’ વિભાગ ‘બ’
1. સાર્વત્રિક પુખ્તવય મતાધિકાર 1. સંસદીય લોકશાહી
2. લોકશાહીનો આધાર 2. દૈનિક સમાચારપત્રો
3. લોકમતના ઘડતરનું મુદ્રિત માધ્યમ 3. ટેલિવિઝન
4. લોકમતના ઘડતરનું વીજાણુ માધ્યમ 4. ચૂંટણી
5. ‘વ્યક્તિદીઠ એક મત’નો સિદ્ધાંત

ઉત્તરઃ

વિભાગ ‘અ’ વિભાગ ‘બ’
1. સાર્વત્રિક પુખ્તવય મતાધિકાર 5. ‘વ્યક્તિદીઠ એક મત’નો સિદ્ધાંત
2. લોકશાહીનો આધાર 4. ચૂંટણી
3. લોકમતના ઘડતરનું મુદ્રિત માધ્યમ 2. દૈનિક સમાચારપત્રો
4. લોકમતના ઘડતરનું વીજાણુ માધ્યમ 3. ટેલિવિઝન

2.

વિભાગ ‘અ’ વિભાગ ‘બ’
1. લોકોનું પ્રતિનિધિત્વ કરતી રાષ્ટ્રીય સંસ્થા 1. ભારત
2. સંસદીય લોકશાહી શાસનવ્યવસ્થા 2. પ્રાદેશિક પક્ષ
3. પ્રમુખીય લોકશાહી શાસનવ્યવસ્થા 3. રાષ્ટ્રીય પક્ષ
4. ભારતીય જનતા પક્ષ 4. સંસદ
5. યુ.એસ.એ.

ઉત્તરઃ

વિભાગ ‘અ’ વિભાગ ‘બ’
1. લોકોનું પ્રતિનિધિત્વ કરતી રાષ્ટ્રીય સંસ્થા 4. સંસદ
2. સંસદીય લોકશાહી શાસનવ્યવસ્થા 1. ભારત
3. પ્રમુખીય લોકશાહી શાસનવ્યવસ્થા 5. યુ.એસ.એ.
4. ભારતીય જનતા પક્ષ 3. રાષ્ટ્રીય પક્ષ

GSEB Class 9 Social Science Important Questions Chapter 12 ભારતીય લોકશાહીએકમ 1 : વીસમી સદી – વિશ્વ અને ભારત

3.

વિભાગ ‘અ’ વિભાગ ‘બ’
1. EVM 1. ચૂંટણી
2. લોકશાહીનો પાયાનો એકમ 2. ફિલ્મો
3. લોકશાહીની પારાશીશી 3. ઇલેૉનિક વૉટિંગ મશીન
4. લોકમતના ઘડતરનું વીજાણુ માધ્યમ 4. વિશિષ્ટ લેખો
5. ગ્રામપંચાયત

ઉત્તરઃ

વિભાગ ‘અ’ વિભાગ ‘બ’
1. EVM 3. ઇલેૉનિક વૉટિંગ મશીન
2. લોકશાહીનો પાયાનો એકમ 5. ગ્રામપંચાયત
3. લોકશાહીની પારાશીશી 1. ચૂંટણી
4. લોકમતના ઘડતરનું વીજાણુ માધ્યમ 2. ફિલ્મો

નીચેના પારિભાષિક શબ્દોની સંકલ્પના સ્પષ્ટ કરોઃ [પ્રત્યેકનો 1 ગુણ]

પ્રશ્ન 1.
લોકમત
ઉત્તરઃ
લોકમત એટલે લોકોનો મત, લોકોનો અભિપ્રાય. લોકશાહી સરકાર લોકમત અનુસાર ચાલતી શાસનપદ્ધતિ છે. લોકશાહીમાં લોકમત મુજબ જ સરકારને લોકો પાસેથી સત્તા પ્રાપ્ત થાય છે. લોકમત અનુસાર જ સત્તાધારી પક્ષની સત્તા ટકી શકે છે તેમજ તે પુનઃસત્તા પ્રાપ્ત કરી શકે છે.

પ્રશ્ન 2.
ગુપ્ત મતદાન
ઉત્તરઃ
મતદારે કોને મત આપ્યો તે કોઈને પણ ખબર ન પડે એ રીતે કરાતા મતદાનને ‘ગુપ્ત મતદાન’ કહે છે. આપણા દેશમાં સમગ્ર ચૂંટણી-પ્રક્રિયામાં ગુપ્ત મતદાન પદ્ધતિ અપનાવવામાં આવી છે.

પ્રશ્ન 3.
ચૂંટણી
ઉત્તરઃ
ચૂંટણી લોકશાહીનું મહત્ત્વનું લક્ષણ છે. તે લોકશાહીનો આધારસ્તંભ છે. લોકશાહીમાં ચૂંટણીઓ દ્વારા લોકો પોતાના પ્રતિનિધિઓને દેશમાં શાસન કરવાની સત્તા સોંપે છે.

GSEB Class 9 Social Science Important Questions Chapter 12 ભારતીય લોકશાહીએકમ 1 : વીસમી સદી – વિશ્વ અને ભારત

પ્રશ્ન 4.
ચૂંટણીપંચ
ઉત્તરઃ
ચૂંટણીપંચ એ દેશમાં સમગ્ર ચૂંટણી-પ્રક્રિયાનું સંચાલન, નિયમન અને નિરીક્ષણ કરવાની એક સ્વાયત્ત અને સ્વતંત્ર સંસ્થા છે. ચૂંટણીપંચ રાષ્ટ્રપ્રમુખ, ઉપરાષ્ટ્રપ્રમુખ, સંસદ અને રાજ્યોની ધારાસભાઓની ચૂંટણીઓની વ્યવસ્થા કરે છે. તે ચૂંટણી અંગેની તમામ જવાબદારીઓ સંભાળે છે.

પ્રશ્ન 5.
પેટાચૂંટણી
ઉત્તરઃ
સંસદસભ્ય કે ધારાસભ્યના અવસાન કે રાજીનામાથી ખાલી થયેલી બેઠક ભરવા માટે કરવામાં આવતી ચૂંટણીને પેટાચૂંટણી કહેવામાં આવે છે.

પ્રશ્ન 6.
મધ્યસત્ર ચૂંટણી
ઉત્તરઃ
મુદત પૂરી થતાં અગાઉ સંસદ કે ધારાસભાને વિખેરી નાખવામાં આવતાં સંસદ કે ધારાસભાની નવેસરથી રચના કરવા માટે કરવામાં આવતી ચૂંટણીને “મધ્યસત્ર ચૂંટણી કહેવામાં આવે છે.

પ્રશ્ન 7.
રાષ્ટ્રીય પક્ષ
ઉત્તરઃ
જે રાજકીય પક્ષનું કાર્યક્ષેત્ર સમગ્ર દેશમાં વિસ્તરેલું હોય કે તે ‘રાષ્ટ્રીય પક્ષ’ કહેવાય છે.

પ્રશ્ન 8.
પ્રાદેશિક પક્ષ
ઉત્તરઃ
જે રાજકીય પક્ષનું કાર્યક્ષેત્ર એક જ રાજ્ય કે પ્રદેશ પૂરતું 3 સીમિત હોય તે પ્રાદેશિક પક્ષ’ કહેવાય છે.

GSEB Class 9 Social Science Important Questions Chapter 12 ભારતીય લોકશાહીએકમ 1 : વીસમી સદી – વિશ્વ અને ભારત

કારણો આપી વિધાનો પૂરાં કરો: [ પ્રત્યેકનો 1 ગુણ]

પ્રશ્ન 1.
મતદાર લોકશાહીને જીવંત રાખે છે, કારણ કે………
ઉત્તર:
ચૂંટણીઓમાં મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને પોતાની પસંદગીના પ્રતિનિધિઓને ચૂંટે છે. મતદારોએ ચૂંટેલા પ્રતિનિધિઓ મતદારો વતી રાજ્યવહીવટ ચલાવે છે. તેથી મતદારો જેવા પ્રતિનિધિઓ ચૂંટે છે એવું રાજતંત્ર રચાય છે.

પ્રશ્ન 2.
સંસદીય લોકશાહી અનોખી અને મહત્ત્વની છે, કારણ કે………
ઉત્તર:
સંસદીય લોકશાહી શાસનપદ્ધતિ અનુસાર સામાન્ય ચૂંટણીઓ પછી કેન્દ્રની લોકસભામાં જે પક્ષના સભ્યોની બહુમતી થાય તે પક્ષની સરકાર રચાય છે અને તેના વડાને રાષ્ટ્રપ્રમુખ વડા પ્રધાન તરીકે નીમે છે. બીજી સામાન્ય ચૂંટણી થાય ત્યાં સુધી એ સરકાર શાસનતંત્રની સત્તા ભોગવે છે. એ સમય દરમિયાન જો શાસક પક્ષ લોકસભામાં બહુમતી સભ્યોનો વિશ્વાસ ગુમાવે, તો સરકારને રાજીનામું આપવું પડે છે.

પ્રશ્ન 3.
ચૂંટણી એ લોકશાહીની પારાશીશી છે, કારણ કે………..
ઉત્તર:
લોકશાહીમાં ચૂંટણીઓ દ્વારા લોકો પોતાના પ્રતિનિધિઓને દેશમાં શાસન કરવાની સત્તા સોપે છે. એ પ્રતિનિધિઓના શાસનથી નાગરિકોને સંતોષ થાય તો જ તેઓ તેમને ફરીથી ચૂંટે છે, નહિ તો તેમના સ્થાને બીજા પ્રતિનિધિઓને ચૂંટે છે. એ રીતે ચૂંટણી લોકોને તેમના પ્રતિનિધિઓની કામગીરીનું મૂલ્યાંકન કરવાની તક આપે છે. લોકશાહીમાં રાજકીય પક્ષોને અને ઉમેદવારોને લોકોનું સમર્થન ચૂંટણી દ્વારા જ જાણી શકાય છે.

પ્રશ્ન 4.
પ્રબળ, સંગઠિત લોકમત લોકશાહી માટે અત્યંત જરૂરી ડે છે, કારણ કે………..
ઉત્તર:
પ્રબળ, જાગ્રત અને સંગઠિત લોકમત સરકારને આપખુદ, ભ્રષ્ટાચારી અને ગેરવહીવટ કરતાં અટકાવે છે. પ્રબળ લોકમતને લીધે જ સરકાર દેશહિત અને પ્રજાહિતની અવગણના કરી શકતી નથી.

પ્રશ્ન 5.
ભારતમાં બહુપક્ષી લોકશાહી છે, કારણ કે……….
ઉત્તર:
જો રાજ્યમાં એક જ રાજકીય પક્ષ હોય, તો સ્વાભાવિક રીતે જ એ પક્ષની સરમુખત્યારશાહી સ્થપાઈ જાય. ભારત લોકશાહીને વરેલો દેશ છે. ભારતમાં કેટલાક દેશવ્યાપી રાષ્ટ્રીય પક્ષો છે અને કેટલાક પ્રાદેશિક પક્ષો છે.

GSEB Class 9 Social Science Important Questions Chapter 12 ભારતીય લોકશાહીએકમ 1 : વીસમી સદી – વિશ્વ અને ભારત

પ્રશ્ન 6.
ભારતમાં કેટલાક પક્ષો પ્રાદેશિક પક્ષો છે, કારણ કે…………..
ઉત્તર:
ભારતમાં ભૌગોલિક વિશાળતા અને ભિન્નતાને કારણે દેશના જુદા જુદા પ્રદેશોનો – રાજ્યોનો આર્થિક વિકાસ સમતુલિત થયો નથી. તેઓ રાષ્ટ્રીય હિતોની અવગણના કરીને પોતાના પ્રદેશ કે રાજ્યનાં હિતો કે વિકાસને અગ્રિમતા આપવા લાગ્યા. એ માટે લોકોએ પ્રાદેશિક ધોરણે રાજકીય પક્ષોની રચના કરવા માંડી.

પ્રશ્ન 7.
આપણા દેશમાં ચૂંટણીપંચની જોગવાઈ કરવામાં આવી છે છે, કારણ કે…………..
ઉત્તરઃ
ચૂંટણીઓ નિયમિત સમયે, નિષ્પક્ષ અને ન્યાયપૂર્વક થાય એ માટે આપણા દેશમાં એક સ્વતંત્ર અને સ્વાયત્ત ચૂંટણીપંચની જોગવાઈ કરવામાં આવી છે.

નીચેના પ્રશ્નોના એક-બે વાક્યોમાં ઉત્તર લખોઃ [પ્રત્યેકનો 1 ગુણ]

પ્રશ્ન 1.
વસ્તીની દષ્ટિએ વિશ્વમાં સૌથી મોટો લોકશાહી દેશ કયો છે?
ઉત્તર:
વસ્તીની દષ્ટિએ વિશ્વમાં સૌથી મોટો લોકશાહી દેશ ભારત છે.

પ્રશ્ન 2.
વિશ્વના બધા લોકશાહી દેશો કરતાં વધારે મતદારો કયા દેશમાં છે?
ઉત્તર:
વિશ્વના બધા લોકશાહી દેશો કરતાં વધારે મતદારો ભારતમાં છે.

GSEB Class 9 Social Science Important Questions Chapter 12 ભારતીય લોકશાહીએકમ 1 : વીસમી સદી – વિશ્વ અને ભારત

પ્રશ્ન 3.
સાર્વત્રિક પુખ્તવય મતાધિકારની પદ્ધતિ કયા સિદ્ધાંત પર આધારિત છે?
ઉત્તર:
સાર્વત્રિક પુખ્તવય મતાધિકારની પદ્ધતિ વ્યક્તિદીઠ એક મત’ના સિદ્ધાંત પર આધારિત છે.

પ્રશ્ન 4.
મતાધિકાર કોને કોને હોતો નથી?
ઉત્તર:
સગીર, અસ્થિર મગજના, નાદાર, ગુનેગાર અને પરદેશીઓને મતાધિકાર હોતો નથી.

પ્રશ્ન 5.
પ્રજાને સાચા, તટસ્થ અને સમતોલ સમાચારો આપવા માટે શું અનિવાર્ય છે?
ઉત્તર:
પ્રજાને સાચા, તટસ્થ અને સમતોલ સમાચારો આપવા { માટે અખબારી સ્વાતંત્ર્ય અનિવાર્ય છે.

પ્રશ્ન 6.
લોકમત ઘડનારાં મુદ્રિત માધ્યમો કયાં કયાં છે?
ઉત્તર:
વિવિધ ભાષાઓમાં પ્રકાશિત થતાં દૈનિક વર્તમાનપત્રો, અઠવાડિકો, પાક્ષિકો અને માસિકો જેવાં સામયિકો, વિશિષ્ટ વિષયોનાં સામયિકો વગેરે લોકમત ઘડનારાં મુદ્રિત માધ્યમો છે.

પ્રશ્ન 7.
લોકમત ઘડનારાં વીજાણુ માધ્યમો કયાં કયાં છે?
ઉત્તર:
રેડિયો, ટેલિવિઝન અને ફિલ્મો લોકમત ઘડનારાં વીજાણુ માધ્યમો છે.

GSEB Class 9 Social Science Important Questions Chapter 12 ભારતીય લોકશાહીએકમ 1 : વીસમી સદી – વિશ્વ અને ભારત

પ્રશ્ન 8.
લોકશાહીના મુખ્ય કેટલા પ્રકારો છે? કયા કયા?
ઉત્તર:
લોકશાહીના મુખ્ય બે પ્રકારો છેઃ

  1. સંસદીય લોકશાહી અને
  2. પ્રમુખીય લોકશાહી.

પ્રશ્ન 9.
યુ.એસ.એ.માં કયા પ્રકારની શાસનવ્યવસ્થા છે?
ઉત્તરઃ
યૂ.એસ.એ.માં પ્રમુખીય લોકશાહી શાસનવ્યવસ્થા છે.

પ્રશ્ન 10.
ભારતમાં ચૂંટણીપંચ શું કાર્ય કરે છે?
ઉત્તર:
ભારતમાં ચૂંટણીપંચ ચૂંટણી-પ્રક્રિયાનું સંચાલન, નિયમન અને નિરીક્ષણ કરે છે.

પ્રશ્ન 11.
ચૂંટણીપંચ કોની કોની ચૂંટણીની કાર્યવાહી કરે છે?
ઉત્તર:
ચૂંટણીપંચ સંસદ, રાજ્યોની ધારાસભાઓ, રાષ્ટ્રપ્રમુખ અને ઉપરાષ્ટ્રપ્રમુખની ચૂંટણીની કાર્યવાહી કરે છે.

પ્રશ્ન 12.
પેટાચૂંટણી કોને કહે છે?
ઉત્તરઃ
સંસદસભ્ય કે ધારાસભ્યના અવસાન કે રાજીનામાથી ખાલી છે પડેલી બેઠક ભરવા માટે કરવામાં આવતી ચૂંટણીને પેટાચૂંટણી કહે છે.

પ્રશ્ન 13.
મધ્યસત્ર ચૂંટણી કોને કહે છે? (સામાન્ય જ્ઞાન માટે)
ઉત્તર:
મુદત પૂરી થતાં અગાઉ સંસદ કે ધારાસભાને વિખેરી છે નાખવામાં આવતાં સંસદ કે ધારાસભાની નવેસરથી રચના કરવા માટે કરવામાં આવતી ચૂંટણીને મધ્યસત્ર ચૂંટણી કહે છે.

GSEB Class 9 Social Science Important Questions Chapter 12 ભારતીય લોકશાહીએકમ 1 : વીસમી સદી – વિશ્વ અને ભારત

પ્રશ્ન 14.
EVMનું પૂરું નામ શું છે?
ઉત્તર:
EVMનું પૂરું નામ: Electronic Voting Machine

પ્રશ્ન 15.
રાષ્ટ્રીય પક્ષ કોને કહેવાય?
ઉત્તર:
જે રાજકીય પક્ષનું કાર્યક્ષેત્ર સમગ્ર દેશમાં વિસ્તરેલું હોય તે રાષ્ટ્રીય પક્ષ કહેવાય.

પ્રશ્ન 16.
પ્રાદેશિક પક્ષ કોને કહેવાય?
ઉત્તરઃ
જે રાજકીય પક્ષનું કાર્યક્ષેત્ર એક જ રાજ્ય કે પ્રદેશ પૂરતું સીમિત હોય તે પ્રાદેશિક પક્ષ કહેવાય.

પ્રશ્ન 17.
આપણા દેશમાં રાષ્ટ્રીય રાજકીય પક્ષો કયા કયા છે?
ઉત્તર:
આપણા દેશમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ INC (Congress), ભારતીય જનતા પક્ષ (BJP), બહુજન સમાજવાદી પાર્ટી (BSP), કૉમ્યુનિસ્ટ પાર્ટી ઑફ ઇન્ડિયા (CPI), કૉમ્યુનિસ્ટ પાર્ટી ઑફ ઇન્ડિયા (માસિસ્ટ) (CPIM), રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી (NCP) વગેરે રાષ્ટ્રીય રાજકીય પક્ષો છે.

પ્રશ્ન 18.
જીવંત લોકશાહી માટે અનિવાર્ય શરત કઈ છે?
ઉત્તરઃ
અસરકારક અને સબળ વિરોધપક્ષ એ જીવંત લોકશાહી માટે અનિવાર્ય શરત છે.

પ્રશ્ન 19.
લોકશાહી રથનાં બે પૈડાં કયાં કહેવાય છે?
ઉત્તર:
સંસદમાં સત્તાધારી પક્ષ અને વિરોધપક્ષ એ લોકશાહી રથનાં બે પેડાં કહેવાય છે.

GSEB Class 9 Social Science Important Questions Chapter 12 ભારતીય લોકશાહીએકમ 1 : વીસમી સદી – વિશ્વ અને ભારત

નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો: [પ્રત્યેકના 2 ગુણ]

પ્રશ્ન 1.
લોકમતના ઘડતરમાં ફાળો આપતાં મુદ્રિત માધ્યમો કયાં કયાં છે?
ઉત્તર:
વિવિધ ભાષામાં પ્રગટ થતાં દેનિક વર્તમાનપત્રો; અઠવાડિકો, પાક્ષિકો, માસિકો જેવાં સામયિકો, વિવિધ વિષયોનાં સામયિકો, વિવિધ સમસ્યાઓ અંગેનાં ચર્ચાપત્રો, વિશિષ્ટ લેખો વગેરે લોકમતના ઘડતરમાં ફાળો આપતાં મુદ્રિત માધ્યમો છે.

પ્રશ્ન 2.
ચૂંટણી-પ્રક્રિયામાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે?
ઉત્તર:
ચૂંટણી -પ્રક્રિયામાં ચૂંટણીની તારીખોની જાહેરાત, ઉમેદવારીપત્રો ભરવાં, ઉમેદવારીપત્રોની ચકાસણી, ઉમેદવારીપત્ર પાછું ખેંચવાની તારીખ, ઉમેદવારોની અંતિમ યાદીની જાહેરાત, ઉમેદવારોને ચૂંટણી પ્રતીકોની ફાળવણી, ચૂંટણી ઝુંબેશ, મતદાન, ચૂંટણીનાં પરિણામોની જાહેરાત વગેરે બાબતોનો સમાવેશ થાય છે.

પ્રશ્ન 3.
ચૂંટણીપંચ કયા પક્ષને રાષ્ટ્રીય પક્ષ તરીકે માન્યતા આપે છે?
ઉત્તર:
ચૂંટણીપંચે નક્કી કરેલા ધોરણ મુજબ જે રાજકીય પક્ષો ઓછામાં ઓછાં ચાર રાજ્યોમાં અગાઉની ચૂંટણીમાં માન્ય કરેલ કુલ મતોમાંથી ઓછામાં ઓછા ચાર ટકા મતો મેળવેલા હોય તેને ચૂંટણીપંચ રાષ્ટ્રીય પક્ષ તરીકે માન્યતા આપે છે.

નીચેના પક્ષોમાંથી કયા પક્ષો રાષ્ટ્રીય અને કયા પ્રાદેશિક છે તે અલગ તારવો [આ પ્રકારનો 2 કે 3 ગુણનો પ્રશ્ન પૂછી શકાય.]

(1) દ્રવિડ મુનેત્ર કઝગમ (DMK)
(2) ભારતીય જનતા પક્ષ – (BJP)
(૩) રાષ્ટ્રીય જનતા દળ (RJT)
(4) કોમ્યુનિસ્ટ પાર્ટી ઑફ ઇન્ડિયા (CPI)
(5) Hedlu zlalu sida INC (Congress)

(6) કોમ્યુનિસ્ટ પાર્ટી ઑફ ઇન્ડિયા (માર્કસિસ્ટ) (CPIM)
(7) જનતા દળ યુનાઇટેડ (JDU)
(8) બહુજન સમાજવાદી પાર્ટી (BSP)
(9) સમાજવાદી પાર્ટી (SP)
(10) શિવસેના

ઉત્તર:
રાષ્ટ્રીય પક્ષોઃ
(1) ભારતીય જનતા પક્ષ (BJP)
(2) કોમ્યુનિસ્ટ પાર્ટી ઑફ ઇન્ડિયા (CPI)
(3) ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ INC (Congress)
(4) કૉમ્યુનિસ્ટ પાર્ટી ઑફ ઇન્ડિયા (માર્કસિસ્ટ) (CPIM)
(5) બહુજન સમાજવાદી પાર્ટી (BSP)

પ્રાદેશિક પક્ષોઃ
(1) દ્રવિડ મુનેત્ર કઝગમ (DMK)
(2) રાષ્ટ્રીય જનતા દળ (RJD)
(3) જનતા દળ યુનાઈટેડ (JDU)
(4) સમાજવાદી પાર્ટી (SP)
(5) શિવસેના

GSEB Class 9 Social Science Important Questions Chapter 12 ભારતીય લોકશાહીએકમ 1 : વીસમી સદી – વિશ્વ અને ભારત

નીચેના વિધાનોનાં કારણો આપોઃ પ્રિત્યેકના 2 ગુણ]

પ્રશ્ન 1.
પ્રબળ, સંગઠિત લોકમત લોકશાહી માટે અત્યંત જરૂરી છે. –
ઉત્તર:
પ્રબળ, જાગ્રત અને સંગઠિત લોકમત સરકારને આપખુદ, ભ્રષ્ટાચારી અને ગેરવહીવટ કરતાં અટકાવે છે.

  • પ્રબળ લોકમતને લીધે જ સરકાર દેશહિત અને પ્રજાહિતની અવગણના કરી શકતી નથી.
  • જાગ્રત, બુદ્ધિશાળી, વિચારશીલ અને સુમાહિતગાર નાગરિકોને સરકાર ગેરમાર્ગે દોરી શકતી નથી.
  • આમ, પ્રબળ અને સંગઠિત લોકમત લોકશાહી માટે અત્યંત જરૂરી છે.

પ્રશ્ન 2.
લોકશાહી રથનાં બે પૈડાં છે: સત્તાધારી પક્ષ અને વિરોધપક્ષ.
ઉત્તર:
સામાન્ય ચૂંટણીઓમાં જે પક્ષ સ્પષ્ટ બહુમતી મેળવી – સરકારની રચના કરે છે તે સત્તાધારી પક્ષ બને છે, જ્યારે તેનાથી ઓછા મત મેળવનાર પક્ષ વિરોધપક્ષ બને છે.

  • સત્તાધારી પક્ષ રાજ્યવહીવટ ચલાવે છે. વિરોધપક્ષ સત્તાધારી પક્ષના ખોટા અને જનતા માટે હાનિકારક નિર્ણયોની ટીકા કરી તેના પર અંકુશ રાખે છે.
  • વિરોધપક્ષ પોતાની ક્ષતિઓ અને નિષ્ક્રિયતાઓનો લાભ લેશે એ ભયથી સત્તાધારી પક્ષ સજાગ રહે છે અને જનહિતનાં કામો કરવા પ્રેરાય છે. પરિણામે રાજ્યવહીવટ સારો ચાલે છે.
  • બે પૈડાં સારાં હોય તો જ રથ સુગમતાથી ચાલી શકે. એ જ રીતે લોકશાહીમાં સત્તાધારી પક્ષ અને વિરોધપક્ષ પોતપોતાની ફરજો યથાર્થ રીતે બજાવે તો જ લોકશાહીરૂપી રથ સારી રીતે ચાલી શકે.
  • તેથી એમ કહેવાય છે કે, લોકશાહી રથનાં બે પૈડાં છે સત્તાધારી પક્ષ અને વિરોધપક્ષ.

પ્રશ્ન 3.
ભારતમાં બહુપક્ષી લોકશાહી છે.
ઉત્તર:
જો રાજ્યમાં એક જ રાજકીય પક્ષ હોય, તો સ્વાભાવિક રીતે જ એ પક્ષની સરમુખત્યારશાહી સ્થપાઈ જાય.

  • આમ ન બને એ માટે લોકશાહીમાં એક કરતાં વધારે રાજકીય પક્ષો અનિવાર્ય છે.
  • ભારત લોકશાહીને વરેલો દેશ છે.
  • ભારતમાં કેટલાક દેશવ્યાપી રાષ્ટ્રીય પક્ષો છે અને કેટલાક પ્રાદેશિક પક્ષો છે.
  • આથી એમ કહી શકાય કે, ભારતમાં બહુપક્ષી લોકશાહી છે.

પ્રશ્ન 4.
ભારતમાં કેટલાક પક્ષો પ્રાદેશિક પક્ષો છે.
ઉત્તર:
ભારતમાં ભૌગોલિક વિશાળતા અને ભિન્નતાને કારણે દેશના જુદા જુદા પ્રદેશોનો – રાજ્યોનો આર્થિક વિકાસ સમતુલિત થયો નથી.

  • પરિણામે દરેક રાજ્યના લોકો પોતપોતાના પ્રદેશના આર્થિક વિકાસ માટે, દેશમાં પોતાના પ્રદેશના રાજકીય મહત્ત્વ માટે અને પોતાનાં રાજકીય હિતો માટે સ્વતંત્રપણે વિચારવા લાગ્યા.
  • તેઓ રાષ્ટ્રીય હિતોની અવગણના કરીને પોતાના પ્રદેશ કે રાજ્યનાં હિતો કે વિકાસને અગ્રિમતા આપવા લાગ્યા.
  • એ માટે લોકોએ પ્રાદેશિક ધોરણે રાજકીય પક્ષોની રચના કરવા માંડી.
  • આથી આજે ભારતમાં કેટલાક પક્ષો પ્રાદેશિક રાજકીય પક્ષો છે.

GSEB Class 9 Social Science Important Questions Chapter 12 ભારતીય લોકશાહીએકમ 1 : વીસમી સદી – વિશ્વ અને ભારત

પ્રશ્ન 5.
આપણા દેશમાં ચૂંટણીપંચની જોગવાઈ કરવામાં આવી છે.
ઉત્તર:
ચૂંટણીઓ નિયમિત સમયે, નિષ્પક્ષ અને ન્યાયપૂર્વક થાય એ માટે આપણા દેશમાં એક સ્વતંત્ર અને સ્વાયત્ત ચૂંટણીપંચની જોગવાઈ કરવામાં આવી છે.

ટૂંક નોંધ લખો: [પ્રત્યેકના 3 ગુણ]

પ્રશ્ન 1.
લોકમતનાં મુદ્રિત માધ્યમો
ઉત્તર:
વિવિધ ભાષાઓમાં પ્રકાશિત થતાં દૈનિક વર્તમાનપત્રો; અઠવાડિકો, પાક્ષિકો, માસિકો જેવાં સામયિકો, વિશિષ્ટ વિષયોનાં સામયિકો, વિવિધ વિષયોનાં ચર્ચાપત્રો, વિશિષ્ટ લેખો વગેરે લોકમત ઘડનારાં મુદ્રિત માધ્યમો છે.

  • આ માધ્યમોમાં રજૂ થતા સમાચારો, મંતવ્યો, અભિપ્રાયો વગેરે વાંચીને વિવિધ વિચારસરણી ધરાવતા લોકો એક જ ઘટના કે પ્રસંગ વિશે જુદાં જુદાં તારણો પર આવે છે.
  • મુદ્રિત માધ્યમોમાં પ્રસિદ્ધ થતા પ્રસંગો, અહેવાલો, મંતવ્યો વગેરે સાચા, તટસ્થ અને પૂર્વગ્રહ રહિત હોવાં જોઈએ. આ માટે દેશમાં અખબારી સ્વાતંત્ર્ય હોવું અનિવાર્ય છે.
  • સરકાર માત્ર તેની સિદ્ધિઓની કે સફળતાઓની જાહેરાતો કરે અને પોતાની નિષ્ફળતાઓ કે ખામીઓ છુપાવે એવું પણ બની શકે.
  • આ સંજોગોમાં અખબારી સ્વતંત્રતા હશે તો જ મુદ્રિત માધ્યમો સરકારની કામગીરીનું સાચું ચિત્ર, મૂલ્યાંકન આમજનતા સુધી પહોંચી શકશે.
  • અખબારી સ્વાતંત્ર્ય હશે તો જ સમતોલ અને તટસ્થ સમાચારો પ્રજા સુધી પહોંચી શકશે.

પ્રશ્ન 2.
લોકમતનાં વીજાણુ માધ્યમો
ઉત્તર:
રેડિયો, ટેલિવિઝન, ફિલ્મો વગેરે લોકમત ઘડનારાં વીજાણુ માધ્યમો છે. આપણા દેશમાં નિરક્ષરતાનું પ્રમાણ વધારે હોવાથી વર્તમાનપત્રો અને સામયિકો કરતાં રેડિયો અને ટેલિવિઝનનું મહત્ત્વ વધારે છે.

  • આ બે માધ્યમો દ્વારા દેશ અને દુનિયાની અગત્યની ઘટનાઓ ઘરેઘર પહોંચી જાય છે.
  • સિનેમાના પડદા પર ફિલ્મો દ્વારા અસ્પૃશ્યતા, દહેજપ્રથા, સ્ત્રીઓનું શોષણ, નિરક્ષરતા, ગરીબી વગેરે સામાજિક અને આર્થિક સમસ્યાઓ સચિત્ર રજૂ કરીને તેમની સામે અસરકારક લોકમત ઊભો કરી શકાય છે.
  • ટેલિવિઝનના ઉત્તરોત્તર વધતા જતા ઉપયોગ વડે લોકો ઘેરબેઠાં સમાચારો, ચલચિત્રો, નાટકો, ધારાવાહિકો વગેરેનો આનંદ માણતા થયા છે.
  • ટેલિવિઝન પર રજૂ થતી એ બાબતો સમાજ અને દેશની અનેક પ્રકારની સમસ્યાઓ વિશે લોકોનું ધ્યાન ખેંચે છે. તે પ્રજાને કોઈ ને કોઈ સંદેશો આપે છે. લોકો તેમને જોઈ-જાણીને અને સમજીને પોતાના મંતવ્યો બાંધે છે.
  • આજકાલ ફિલ્મો અને ટેલિવિઝનના કાર્યક્રમોમાં રજૂ થતી હિંસા, વિકૃતિ અને બિભત્સતાએ ખાસ કરીને બાળકો તથા યુવાનવર્ગ પર માઠી અસર પહોંચાડી છે.
  • સરકારે નીતિનિયમો અને કાયદા ઘડીને તેને અટકાવવા ખાસ નિયંત્રણો મૂકવાં જોઈએ.
  • દેશના રાજકીય પક્ષો અને સ્વૈચ્છિક સામાજિક સંસ્થાઓએ તેની વિરુદ્ધ આંદોલન કરીને તેને અટકાવવા લોકમત ઊભો કરવો જોઈએ.

GSEB Class 9 Social Science Important Questions Chapter 12 ભારતીય લોકશાહીએકમ 1 : વીસમી સદી – વિશ્વ અને ભારત

પ્રશ્ન 3.
ભારતમાં ચૂંટણી તંત્ર
ઉત્તર:
ભારત વિશ્વમાં સૌથી વધારે મતદારો ધરાવતો લોકશાહી દેશ છે. ભારતની લોકશાહી વિશ્વની સૌથી મોટી લોકશાહી છે.

  • ચૂંટણી એ લોકશાહીનું મહત્ત્વનું લક્ષણ છે. ચૂંટણીઓનું તટસ્થ રીતે સંચાલન થાય એ માટે ભારતના બંધારણમાં સ્વતંત્ર અને સ્વાયત્ત ચૂંટણીપંચની જોગવાઈ કરવામાં આવી છે.
  • ચૂંટણીપંચની સ્વાયત્તતા જળવાય એ માટે ચૂંટણી કમિશનરોની નિમણૂક, નોકરીની શરતો અને જવાબદારીઓ વગેરે બાબતોની બંધારણમાં ચોક્કસ જોગવાઈ કરવામાં આવી છે.
  • ચૂંટણીપંચ ચૂંટણી-પ્રક્રિયાનું સંચાલન, નિયમન અને નિરીક્ષણ કરે છે.
  • ચૂંટણીપંચ સંસદ, રાજ્યોની વિધાનસભાઓ અને વિધાનપરિષદો, રાષ્ટ્રપ્રમુખ, ઉપરાષ્ટ્રપ્રમુખ વગેરેની ચૂંટણી કરે છે.
  • આપણા દેશમાં ચૂંટણી ગુપ્ત મતદાન પદ્ધતિએ થાય છે.
  • સંસદ કે વિધાનસભાની પાંચ વર્ષની મુદત પૂરી થાય ત્યારે તેનું વિસર્જન કરી નવેસરથી ચૂંટણી યોજવામાં આવે છે. કોઈ સભ્યના અવસાન કે રાજીનામાથી ખાલી પડેલી બેઠક માટે પેટાચૂંટણી યોજવામાં આવે છે.
  • ચૂંટણીપંચ ચૂંટણીની તારીખોની જાહેરાત, ઉમેદવારીપત્રો ભરવાં, ઉમેદવારીપત્રો ચકાસણી, ઉમેદવારીપત્ર પાછું ખેંચવાની તારીખ, ઉમેદવારોની અંતિમ યાદીની જાહેરાત, ઉમેદવારોને ચૂંટણી પ્રતીકોની ફાળવણી, ચૂંટણી ઝુંબેશ, મતદાન અને ચૂંટણીનાં પરિણામો વગેરે બાબતો અંગેનાં કાર્યો કરે છે.
  • ચૂંટણીની તારીખો જાહેર થાય તે દિવસથી જ આચારસંહિતા લાગુ પડે છે. લોકમતને પ્રભાવિત કરવા માટે સરકાર આચારસંહિતા દરમિયાન કોઈ નીતિવિષયક નિર્ણયો કે લાભકારી જાહેરાતો કરી શકતી નથી.
  • ચૂંટણીમાં ભાગ લેતો દરેક રાજકીય પક્ષ અને અપક્ષ ઉમેદવારો પોતાનો ચૂંટણી ઢંઢેરો બહાર પાડે છે. તેમાં તેઓ તેમની આર્થિક, સંરક્ષણ અને વિદેશનીતિ વિશે કરવા ધારેલી તેમની કામગીરી અને યોજનાઓ તેમજ દેશની જુદી જુદી સમસ્યાઓ અને તેના નિરાકરણ અંગે પોતાનું વલણ સ્પષ્ટ કરે છે.

નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખો: [પ્રત્યેકના 4 ગુણી]

પ્રશ્ન 1.
લોકશાહીમાં લોકમતનું મહત્ત્વ દર્શાવી, લોકમતનાં માધ્યમોનું સંક્ષેપમાં વર્ણન કરો.
ઉત્તર:
લોકશાહી લોકમત અનુસાર ચાલતી શાસનપદ્ધતિ છે.

  • લોકશાહીમાં લોકમત મુજબ જ સરકારને લોકો પાસેથી સત્તા પ્રાપ્ત થાય છે.
  • લોકમત અનુસાર જ સત્તાધારી પક્ષની સત્તા ટકી શકે છે તેમજ તે પુનઃ સત્તા પ્રાપ્ત કરી શકે છે.
  • સરકાર પ્રજાના વિવિધ પ્રશ્નો અંગે, પોતાની નીતિ વિશે પ્રજાના પ્રત્યાઘાતો, અભિપ્રાયો જાણીને એ મુજબ દેશનો વહીવટ કરે તો તે સત્તા પર ટકી રહે છે તેમજ તે પુનઃ સત્તા પર આવી શકે છે. એ દષ્ટિએ લોકમતનું મહત્ત્વ અનેક ગણું વધી જાય છે.
  • જાગ્રત અને સંગઠિત લોકમત સરકારને આપખુદ, ભ્રષ્ટાચારી કે ગેરવહીવટ કરતાં રોકે છે. પ્રબળ લોકમતને લીધે જ સરકાર દેશહિત અને પ્રજાહિતની અવગણના કરી શકતી નથી.
  • જાગ્રત, બુદ્ધિશાળી અને સુમાહિતગાર નાગરિકોને સરકાર ગેરમાર્ગે દોરી શકતી નથી.

લોકમતના ઘડતરનાં આ બે મુખ્ય માધ્યમો છે:
1. મુદ્રિત માધ્યમ અને
2. વીજાણુ માધ્યમ.

1. મુદ્રિત માધ્યમ: વિવિધ ભાષાઓમાં પ્રકાશિત થતાં દૈનિક વર્તમાનપત્રો; અઠવાડિકો, પાક્ષિકો અને માસિકો જેવાં સામયિકો, વિશિષ્ટ વિષયોનાં સામયિકો વગેરે લોકમત ઘડનારાં મુદ્રિત માધ્યમો છે. આ ઉપરાંત, વિવિધ વિષયોનાં ચર્ચાપત્રો, વિશિષ્ટ લેખો વગેરે પણ લોકમતનું ઘડતર કરે છે. મુદ્રિત માધ્યમો લોકમત ઘડતરમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે.

2. વીજાણુ માધ્યમ : રેડિયો, ટેલિવિઝન અને ફિલ્મો જેવાં દશ્યશ્રાવ્ય માધ્યમો લોકમત ઘડનારાં વીજાણુ માધ્યમો છે. રેડિયો અને ટેલિવિઝનના માધ્યમ દ્વારા દેશ અને દુનિયાની મહત્ત્વની ઘટનાઓ દરેક ઘરમાં પહોંચી જાય છે. સિનેમાના પડદા પર ફિલ્મો દ્વારા અસ્પૃશ્યતા, દહેજપ્રથા, સ્ત્રીઓનું શોષણ, નિરક્ષરતા, ગરીબી વગેરે સામાજિક અને આર્થિક સમસ્યાઓ સચિત્ર રજૂ કરીને તેમની સામે અસરકારક લોકમત ઊભો કરી શકાય છે.

પ્રશ્ન 2.
ભારતમાં ચૂંટણી-પ્રક્રિયાનું વર્ણન કરો.
ઉત્તર:
ચૂંટણી બે પ્રકારે હોય છે:
(1) પ્રત્યક્ષ અથવા સીધી ચૂંટણી અને
(2) પરોક્ષ અથવા આડકતરી ચૂંટણી.

  • ભારતમાં લોકસભા અને રાજ્યોની વિધાનસભાના સભ્યોની ચૂંટણી પ્રત્યક્ષ પદ્ધતિથી થાય છે; જ્યારે રાષ્ટ્રપ્રમુખ, ઉપરાષ્ટ્રપ્રમુખ, રાજ્યસભા અને વિધાનપરિષદના સભ્યોની ચૂંટણી પરોક્ષ પદ્ધતિથી થાય છે.
  • ભારતમાં સમગ્ર ચૂંટણી પ્રક્રિયાનું સંચાલન, નિયમન અને નિરીક્ષણ ચૂંટણીપંચ કરે છે. તે એક સ્વતંત્ર અને સ્વાયત્ત સંસ્થા છે.
  • ચૂંટણી-પ્રક્રિયામાં ચૂંટણીની તારીખોની જાહેરાત, ઉમેદવારીપત્રો ભરવાં, ઉમેદવારપત્રોની ચકાસણી, ઉમેદવારીપત્ર પાછું ખેંચવાની તારીખ, ઉમેદવારોની અંતિમ યાદીની જાહેરાત, ઉમેદવારોને ચૂંટણી પ્રતીકોની ફાળવણી, ચૂંટણી ઝુંબેશ, મતદાન અને ચૂંટણીનાં પરિણામોની જાહેરાત વગેરે બાબતોનો સમાવેશ થાય છે.
  • ચૂંટણીમાં ભાગ લેતો દરેક રાજકીય પક્ષ અને અપક્ષ ઉમેદવારો પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કરે છે. તેમાં તેઓ તેમની આર્થિક, સંરક્ષણ અને વિદેશનીતિ વિશે તેમની કામગીરી તેમજ દેશની જુદી જુદી સમસ્યાઓ અંગે તેમનું વલણ સ્પષ્ટ કરે છે.
  • ચૂંટણી ઝુંબેશમાં સભા-સરઘસો, પ્રવચનો, મતદારોનો અંગત સંપર્ક, રેડિયો અને ટેલિવિઝન પર પ્રચાર વગેરેનો સમાવેશ થાય છે.
  • ચૂંટણીપંચ નિશ્ચિત તારીખોએ ચૂંટણીઓ યોજે છે. ચૂંટણી પૂરી થયા પછી મતોની ગણતરી કરીને પરિણામો જાહેર કરવામાં આવે છે. વધુ મતો પ્રાપ્ત કરનાર ઉમેદવારો વિજેતા તરીકે જાહેર થાય છે.

પ્રશ્ન 3.
ગુપ્ત મતદાન એટલે શું? સમજાવો.
ઉત્તરઃ
મતદારે કોને મત આપ્યો તે કોઈને પણ ખબર પડે નહિ એ રીતે કરાતા મતદાનને ‘ગુપ્ત મતદાન’ કહે છે.

  • આપણા દેશમાં સમગ્ર ચૂંટણી-પ્રક્રિયામાં ગુપ્ત મતદાન પદ્ધતિ અપનાવવામાં આવી છે.
  • મતદારને પોતાનો મત ગુપ્ત રાખવાનો અધિકાર મળેલો છે. મતદારે કોને મત આપ્યો તે તેને પૂછી શકાતું નથી. મતદારનો મત ગુપ્ત રહે એવી સુંદર વ્યવસ્થા ચૂંટણીપંચે ગોઠવેલી છે.
  • મતદાન કરવા માટે બે રીતો અમલમાં છે:
    (1) મતપત્રકો દ્વારા મતદાન અને
    (2) વીજાણુ મશીન (EVM) દ્વારા મતદાન. મતપત્રકો દ્વારા થયેલ મતદાનની ગણતરી કરવામાં સમય જાય છે તેમાં મતપત્રકોની ગણતરી કરીને ચૂંટણીનું પરિણામ જાહેર કરવામાં આવે છે.
    (3) હાલના સમયમાં ચૂંટણીઓમાં મતદાન કરવા માટે વીજાણુ મશીનનો ઉપયોગ કરવામાં આવે છે. આ મશીનને Electronic Voting Machine (EVM) કહે છે. આ રીતમાં મતગણતરી ખૂબ ઝડપથી થાય છે. તેમાં માનવકલાકો અને માનવશ્રમનો બચાવ થાય છે. વળી, આ રીતમાં કાગળનો બચાવ થાય છે. તેથી પર્યાવરણને
    એટલું નુકસાન થતું અટકાવી શકાય છે.
  • આ રીતમાં મતદાર કોઈ પણ ઉમેદવારને મત આપવા ઇચ્છતો ન હોય તો તે મશીનમાં નોટા – NATO(નન ઑફ ધી ઍબોવ – None of The Above)નો ઉપયોગ કરી શકે છે.

GSEB Class 9 Social Science Important Questions Chapter 12 ભારતીય લોકશાહીએકમ 1 : વીસમી સદી – વિશ્વ અને ભારત

પ્રશ્ન 4.
લોકશાહીમાં ચૂંટણીનું મહત્ત્વ શું છે? સમજાવો.
ઉત્તરઃ
ચૂંટણી લોકશાહીનું મહત્ત્વનું લક્ષણ છે. તે લોકશાહીનો આધારસ્તંભ છે.

  • લોકશાહીમાં ચૂંટણીઓ દ્વારા લોકો પોતાના પ્રતિનિધિઓને દેશમાં શાસન કરવાની સત્તા સોંપે છે.
  • એ પ્રતિનિધિઓના શાસનથી નાગરિકોને સંતોષ થાય તો જ તેઓ તેમને ફરીથી ચૂંટે છે. નહિ તો તેમને સ્થાને બીજા પ્રતિનિધિઓને ચૂંટે છે.
  • એ રીતે ચૂંટણી લોકોને તેમના પ્રતિનિધિઓની કામગીરીનું મૂલ્યાંકન કરવાની તક આપે છે.
  • બંધારણે નક્કી કરેલ લાયકાત ધરાવતા દરેક નાગરિકને ચૂંટણી લડવાનો અધિકાર છે.
  • દેશની સામાન્ય ચૂંટણીમાં રાજકીય પક્ષો અને અપક્ષ ઉમેદવારો ભાગ લે છે. સ્થાનિક સ્વરાજ્યની ગ્રામીણ અને શહેરી સંસ્થાઓમાં ચૂંટણી દ્વારા જ પ્રતિનિધિઓ પસંદ કરવામાં આવે છે.
  • રાજકીય પક્ષો અને ચૂંટણી લડતા ઉમેદવારો માટે ચૂંટણી રાજકીય જીવન-રેખા ગણાય છે.
  • લોકશાહી તંત્ર લોકમત અનુસાર ચાલે છે. લોકોની બહુમતી કયા મત કે અભિપ્રાયને પસંદ કરે છે તે ચૂંટણી દ્વારા જ જાણી શકાય છે. ચૂંટણી લોકશાહીને જીવંત રાખે છે.
  • આમ, ચૂંટણીઓ લોકમત જાણવાનું તેમજ લોકશાહીના સંચાલનનું મહત્ત્વનું માધ્યમ છે. તેથી ચૂંટણીને ‘લોકશાહીની પારાશીશી’ પણ કહેવામાં આવે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *