GSEB Class 7 Science Important Questions Chapter 12 વનસ્પતિમાં પ્રજનન

Gujarat Board GSEB Class 7 Science Important Questions Chapter 12 વનસ્પતિમાં પ્રજનન Important Questions and Answers.

GSEB Class 7 Science Important Questions Chapter 12 વનસ્પતિમાં પ્રજનન

વિશેષ પ્રસ્નોત્તર

(A) હેતુલક્ષી પ્રશ્નો

1. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધોઃ

પ્રશ્ન 1.
મૂળ દ્વારા વાનસ્પતિક પ્રજનન થતું હોય તેવી વનસ્પતિ કઈ છે?
A. બટાકા
B. શક્કરિયું
C. ગુલાબ
D. પાનફુટી
ઉત્તરઃ
B. શક્કરિયું

પ્રશ્ન 2.
યીસ્ટમાં થતું અલિંગી પ્રજનન ક્યા પ્રકારનું છે?
A. કલિકાસર્જન
B. બીજાણુ સર્જન
C. અવખંડન
D. પુનઃસર્જન
ઉત્તરઃ
A. કલિકાસર્જન

GSEB Class 7 Science Important Questions Chapter 12 વનસ્પતિમાં પ્રજનન

પ્રશ્ન 3.
કયો સજીવ અવખંડન પદ્ધતિ વડે અલિંગી પ્રજનન કરે છે?
A. મ્યુકર
B. સ્પાયરોગાયરા
C. યીસ્ટ
D. હંસરાજ
ઉત્તરઃ
B. સ્પાયરોગાયરા

પ્રશ્ન 4.
હંસરાજમાં કયા પ્રકારનું અલિંગી પ્રજનન થાય છે?
A. કલિકાસર્જન
B. બીજાણુ સર્જન
C. અવખંડન
D. આપેલ પૈકી એકેય નહીં
ઉત્તરઃ
B. બીજાણુ સર્જન

પ્રશ્ન 5.
એકલિંગી પુષ્ય નીચેના પૈકી કઈ વનસ્પતિમાં જોવા મળે છે?
A. કાકડી
B. ગુલાબ
C. સરસવ
D. જાસૂદ
ઉત્તરઃ
A. કાકડી

GSEB Class 7 Science Important Questions Chapter 12 વનસ્પતિમાં પ્રજનન

પ્રશ્ન 6.
પરાગાશય કોનો ભાગ છે?
A. પુંકેસર
B. સ્ત્રીકેસર
C. દલપત્ર
D. પરાગરજ
ઉત્તરઃ
A. પુંકેસર

પ્રશ્ન 7.
નીચેના પૈકી કયો સ્ત્રીકેસરનો ભાગ નથી?
A. અંડાશય
B. પરાગવાહિની
C. પરાગાશય
D. પરાગાસન
ઉત્તરઃ
C. પરાગાશય

પ્રશ્ન 8.
નીચેના પૈકી માંસલ ફળ કયું છે?
A. કેરી
B. વટાણા
C. ભીંડા
D. બદામ
ઉત્તરઃ
A. કેરી

પ્રશ્ન 9.
કઈ વનસ્પતિનું બીજ પવન દ્વારા બીજવિકિરણ પામે છે?
A. સરગવો
B મેપલ
C. મદાર
D. આપેલ તમામ
ઉત્તરઃ
D. આપેલ તમામ

GSEB Class 7 Science Important Questions Chapter 12 વનસ્પતિમાં પ્રજનન

પ્રશ્ન 10.
નીચેના પૈકી કોનાં બીજ કાંટાવાળાં હોય છે?
A. મેપલ
B. મદાર
C. યુરેના
D. બાલસમ
ઉત્તરઃ
C. યુરેના

2. ખાલી જગ્યા પૂરોઃ

પ્રશ્ન 1.
……………………… પ્રજનનમાં વનસ્પતિ બીજ રોપ્યા વિના નવો છોડ ઉત્પન્ન કરે છે.
ઉત્તરઃ
અલિંગી

પ્રશ્ન 2.
ગુલાબ કે ચંપાની ડાળીને ગાંઠથી કાપતા મળતા ટુકડાને ……………………… કહે છે, જેમાંથી નવો છોડ પેદા થાય છે.
ઉત્તરઃ
કલમ

પ્રશ્ન 3.
બટાટાના ચાંઠા અને ખાડાવાળા ભાગને …………………………… કહે છે.
ઉત્તરઃ
આંખ

પ્રશ્ન 4.
પાનફટી એ ………………………. પર કલિકાઓ ધરાવે છે.
ઉત્તરઃ
પર્ણકિનારી

GSEB Class 7 Science Important Questions Chapter 12 વનસ્પતિમાં પ્રજનન

પ્રશ્ન 5.
બ્રેડ પર થતી ફૂગ ……………………….. દ્વારા અલિંગી પ્રજનન કરે છે.
ઉત્તરઃ
બીજાણુ સર્જન

પ્રશ્ન 6.
લિંગી પ્રજનનમાં એક નરજન્ય અને એક માદાજપુના સંયુગ્મનથી ……………………………. બને છે.
ઉત્તરઃ
ફલિતાંડ

પ્રશ્ન 7.
ફલન બાદ અંડક ……………………….માં પરિણમે છે.
ઉત્તરઃ
બીજ

પ્રશ્ન 8.
વનસ્પતિમાં ફલનની ક્રિયા ……………………માં થાય છે.
ઉત્તરઃ
અંડાશય

3. નીચેના પ્રશ્નોના માત્ર ઉત્તર આપોઃ

પ્રશ્ન 1.
કલિકાસર્જન દર્શાવતી એકકોષી ફૂગ કઈ છે?
ઉત્તરઃ
યીસ્ટ

GSEB Class 7 Science Important Questions Chapter 12 વનસ્પતિમાં પ્રજનન

પ્રશ્ન 2.
યુકરમાં કયા પ્રકારનું અલિંગી પ્રજનન થાય છે?
ઉત્તરઃ
બીજાણુ સર્જન

પ્રશ્ન 3.
પરાગરજ ક્યાં ઉત્પન્ન થાય છે?
ઉત્તરઃ
પરાગાશયમાં

પ્રશ્ન 4.
ફલન બાદ ફલિતાંડનો વિકાસ થઈ શામાં પરિણમે છે?
ઉત્તરઃ
ભૂણ

પ્રશ્ન 5.
ફલન બાદ બીજાશય(અંડાશય)નો વિકાસ થઈ શું બને છે?
ઉત્તરઃ
ફળ

પ્રશ્ન 6.
પરાગનયનની ક્રિયામાં પુંકેસરની પરાગરજ સ્ત્રીકેસરના કયા ભાગ પર લઈ જવામાં આવે છે?
ઉત્તરઃ
પરાગાસન

GSEB Class 7 Science Important Questions Chapter 12 વનસ્પતિમાં પ્રજનન

પ્રશ્ન 7.
સ્ત્રીકેસરના સૌથી ઉપરના ભાગે આવેલ ગાદી જેવા ભાગને શું કહે છે?
ઉત્તરઃ
પરાગાસન

4. નીચેના વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવો?

પ્રશ્ન 1.
વાનસ્પતિક કલિકાઓ નવા છોડનું સર્જન કરી શકે છે.
ઉત્તરઃ
ખરું

પ્રશ્ન 2.
પાનફુટીનું પર્ણ ભીની સપાટી પર પડે તો પર્ણકિનારી પરની દરેક કલિકા એ નવા છોડનું નિર્માણ કરી શકે છે.
ઉત્તરઃ
ખરું

પ્રશ્ન 3.
યીસ્ટ એ બહુકોષી સજીવ છે.
ઉત્તરઃ
ખોટું

પ્રશ્ન 4.
યીસ્ટ બીજાણુ સર્જન દ્વારા પ્રજનન કરે છે.
ઉત્તરઃ
ખોટું

GSEB Class 7 Science Important Questions Chapter 12 વનસ્પતિમાં પ્રજનન

પ્રશ્ન 5.
થોર જેવી વનસ્પતિમાં તેનો અમુક ભાગ મુખ્ય વનસ્પતિ છોડથી જુદો પડે ત્યારે તેમાંથી નવો છોડ ઉત્પન્ન થાય છે.
ઉત્તરઃ
ખરું

પ્રશ્ન 6.
ગુલાબનાં પુષ્પો કિલિંગી પુષ્પો છે.
ઉત્તરઃ
ખરું

પ્રશ્ન 7.
બોર કઠણ (શુષ્ક ફળ છે.
ઉત્તરઃ
ખોટું

પ્રશ્ન 8.
મેપલનાં બીજ કાંટાવાળાં હોય છે.
ઉત્તરઃ
ખોટું

પ્રશ્ન 9.
બાલસમનાં બીજ પાણી દ્વારા બીજવિકિરણ પામે છે.
ઉત્તરઃ
ખોટું

GSEB Class 7 Science Important Questions Chapter 12 વનસ્પતિમાં પ્રજનન

પ્રશ્ન 10.
ફલન પામેલા અંડકોષને ફલિતાંડ કહે છે.
ઉત્તરઃ
ખરું

5. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર આપોઃ

પ્રશ્ન 1.
વાનસ્પતિક પ્રજનન એટલે શું?
ઉત્તરઃ
મૂળ, પ્રકાંડ, પર્ણ કે કલિકા જેવાં વાનસ્પતિક અંગો દ્વારા નવી સંતતિ ઉત્પન્ન કરવાની અલિંગી પ્રજનનની પદ્ધતિને વાનસ્પતિક પ્રજનન કહે છે.

પ્રશ્ન 2.
અલિંગી પ્રજનનની કોઈ પણ ત્રણ રીતો જણાવો.
ઉત્તરઃ
અલિંગી પ્રજનનની ત્રણ રીતો:

  1. કલિકાસર્જન
  2. અવખંડન
  3. બીજાણુ સર્જન

પ્રશ્ન 3.
વાનસ્પતિક પ્રજનન દ્વારા ઉત્પન્ન થતો નવો છોડ અદલ પિતૃ જેવો જ શા માટે હોય છે?
ઉત્તરઃ
વાનસ્પતિક પ્રજનન દ્વારા ઉત્પન્ન થતો નવો છોડ એક જ પિતૃ છોડમાંથી ઉત્પન્ન થતો હોવાથી અદ્દલ પિતૃ જેવો જ હોય છે.

GSEB Class 7 Science Important Questions Chapter 12 વનસ્પતિમાં પ્રજનન

પ્રશ્ન 4.
પરાગરજના વાહકો જણાવો.
ઉત્તર:
પરાગરજના વાહકો પવન, પાણી અને કીટકો છે.

પ્રશ્ન 5.
પરાગનયનમાં પરાગરજનું વહન ક્યાંથી કઈ તરફ થાય છે?
ઉત્તર:
પરાગનયનમાં પરાગરજનું વહન પરાગાશયથી પરાગાસન તરફનું હોય છે.

પ્રશ્ન 6.
ફલન બાદ પુષ્પનું શું થાય છે?
ઉત્તર:
ફલન બાદ અંડાશય ફળમાં પરિણમે છે, અંડકોમાંથી બીજ બને છે. અને પુષ્પના બીજા ભાગો ખરી પડે છે.

પ્રશ્ન 7.
બીજવિકિરણમાં ભાગ ભજવતાં પરિબળો જણાવો.
ઉત્તરઃ
બીજવિકિરણમાં ભાગ ભજવતાં પરિબળો પવન, પાણી, પ્રાણીઓ અને પક્ષીઓ છે.

પ્રશ્ન 8.
પરાગાસન કોને કહે છે?
ઉત્તરઃ
પુષ્પમાં સ્ત્રીકેસરના ઉપરના પોચી ગાદી જેવા ભાગને પરાગાસન કહે છે.

GSEB Class 7 Science Important Questions Chapter 12 વનસ્પતિમાં પ્રજનન

પ્રશ્ન 9.
સ્ત્રીકેસરના ભાગો જણાવો.
ઉત્તરઃ
સ્ત્રીકેસરના ત્રણ ભાગો છે: પરાગાસન, પરાગવાહિની અને અંડાશય.

પ્રશ્ન 10.
બીજાણુ સખત અને રક્ષણાત્મક કવચ શા માટે ધરાવે છે?
ઉત્તર:
બીજાણુ સખત અને રક્ષણાત્મક કવચ ધરાવે છે, જે ઊંચા તાપમાન અને ઓછા ભેજમાં ટકી રહે છે અને લાંબા સમય સુધી અસ્તિત્વ ધરાવી શકે છે.

પ્રશ્ન 11.
પવન દ્વારા બીજનો ફેલાવો થતો હોય તેવી વનસ્પતિનાં નામ આપો.
ઉત્તરઃ
પવન દ્વારા બીજનો ફેલાવો થતો હોય તેવી વનસ્પતિઓનાં નામ સરગવો, મેપલ, સૂર્યમુખી, મદાર (ઑક), આકડો, ડોડી, શીમળો, કણજી, મધુમાલતી છે.

પ્રશ્ન 12.
પાણી દ્વારા બીજનો ફેલાવો થતો હોય તેવી વનસ્પતિનાં નામ આપો.
ઉત્તરઃ
પાણી દ્વારા બીજનો ફેલાવો થતો હોય તેવી વનસ્પતિઓનાં નામ નાળિયેરી, કમળ, પોયણું, રજકો, તકમરિયાં, નેતર છે.

પ્રશ્ન 13.
કાંટાવાળાં બીજ ધરાવતી વનસ્પતિઓનાં નામ આપો.
ઉત્તરઃ
કાંટાવાળાં બીજ ધરાવતી વનસ્પતિઓનાં નામ ગાડરિયું, ગોખરું, અંધેડી, ઝીપટો છે.

GSEB Class 7 Science Important Questions Chapter 12 વનસ્પતિમાં પ્રજનન

પ્રશ્ન 14.
માંસલ ફળોનાં નામ આપો.
ઉત્તરઃ
કેરી, સફરજન, નારંગી, દ્રાક્ષ, જાંબુ, બોર, સ્ટ્રોબેરી, લીંબુ, મોસંબી વગેરે માંસલ ફળો છે.

પ્રશ્ન 6.
વ્યાખ્યા આપોઃ

  1. પ્રજનન
  2. પરાગનયન
  3. ફલન
  4. ફલિતાંડ

ઉત્તરઃ

  1. પ્રજનન : પિતૃમાંથી નવા સજીવો ઉત્પન્ન થવાની ક્રિયાને પ્રજનન કહે છે.
  2. પરાગનયનઃ પુષ્પના પરાગાશયમાંથી પરાગરજનું પરાગાસન તરફના વહનને પરાગનયન કહે છે.
  3. ફલનઃ નરજન્ય અને માદાજન્યુનું સંયુમ્ન થવાની ક્રિયાને ફલન કહે છે.
  4. ફલિતાંડઃ નરજન્ય અને માદાજપુના સંયુગ્મનથી રચાતા કોષને ફલિતાંડ કહે છે.

(B) ટૂંકજવાબી પ્રશ્નો

1. નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો

પ્રશ્ન 1.
પ્રજનનના પ્રકારો ઉદાહરણ આપી જણાવો.
ઉત્તરઃ
પ્રજનનના મુખ્ય બે પ્રકાર છે:
1. અલિંગી પ્રજનન અને
2. લિંગી પ્રજનન.

  1. અલિંગી પ્રજનન તેમાં વનસ્પતિ બીજ વિના છોડ ઉત્પન્ન કરે છે. અલિંગી પ્રજનનની રીતો આ પ્રમાણે છે :
    • વાનસ્પતિક પ્રજનન: દા. ત., અડુની વેલ, પાનફુટી.
    • કલિકાસર્જનઃ દા. ત., યીસ્ટ
    • અવખંડનઃ દા. ત., સ્પાયરોગાયરા
    • બીજાણુ સર્જનઃ દા. ત., મ્યુકર, હંસરાજ.
  2. લિંગી પ્રજનન તેમાં નવો છોડ બીજ વાવી મેળવાય છે. દા. ત., મકાઈ, મગ, ચણા વગેરે.

GSEB Class 7 Science Important Questions Chapter 12 વનસ્પતિમાં પ્રજનન

પ્રશ્ન 2.
વાનસ્પતિક પ્રજનન એટલે શું? સમજાવો.
ઉત્તરઃ
મૂળ, પ્રકાંડ, પર્ણ અને કલિકા જેવા વનસ્પતિના ભાગો વાવી તેમાંથી નવો છોડ ઉત્પન્ન કરી શકાય છે. આ પ્રકારના પ્રજનનને વાનસ્પતિક પ્રજનન કહે છે. વાનસ્પતિક પ્રજનન દ્વારા ઝડપથી નવા છોડ ઉત્પન્ન કરી શકાય છે.

દા. ત., બટાકાની આંખ રોપીને બટાકાનો છોડ ઉગાડી શકાય છે. પાનફુટીના પર્ણ પરની કલિકામાંથી નવો છોડ ઉગાડી શકાય છે. ગુલાબ અને મહેંદીની નાની ડાળીનો ટુકડો (કલમ) રોપીને તેમના છોડ ઉગાડી શકાય છે.

વાનસ્પતિક પ્રજનન એક પ્રકારનું અલિંગી પ્રજનન છે.

પ્રશ્ન 3.
વાનસ્પતિક પ્રજનનના ફાયદા જણાવો.
ઉત્તરઃ
વાનસ્પતિક પ્રજનનના ફાયદા નીચે મુજબ છે:

  1. વાનસ્પતિક પ્રજનન દ્વારા ઉછરતી વનસ્પતિને ઊગવા તથા મોટા થવામાં ઓછો સમય લાગે છે.
  2. બીજમાંથી ઊગતી વનસ્પતિ કરતાં વાનસ્પતિક પ્રજનન દ્વારા મેળવેલી વનસ્પતિમાં ફૂલો અને ફળો ખૂબ જ ઝડપથી આવે છે.
  3. આ રીતમાં એક જ પિતૃ છોડમાંથી નવો છોડ ઉત્પન્ન થતો હોવાથી નવો છોડ અદલ પિતૃ જેવા ગુણોવાળો હોય છે.

પ્રશ્ન 4.
બીજાણુ સર્જન વડે થતું અલિંગી પ્રજનન સમજાવો.
ઉત્તરઃ
મ્યુકર પ્રકારની ફૂગમાં બીજાણુ સર્જન દ્વારા અલિંગી પ્રજનન થાય છે. બ્રેડના ટુકડા પર ફૂગ જોવા મળે છે તે મ્યુકર છે. તેને બીજાણુધાની હોય છે, જેમાં બીજાણુઓ હોય છે. બીજાણુધાનીમાંથી મુક્ત થતા બીજાણુઓ હવામાં તરતા રહે છે. તે ખૂબ જ હલકા હોવાથી લાંબું અંતર કાપી જ્યાં અનુકૂળ પરિસ્થિતિ મળે ત્યાં સ્થાયી થઈ ઊગી નીકળે છે.

બીજાણુ અલિંગી પ્રજનન અંગ છે. દરેક બીજાણુ સખત રક્ષણાત્મક કવચ ધરાવે છે, જે ઊંચા તાપમાને અને ઓછા ભેજમાં ટકી રહે છે. જ્યારે અનુકૂળ સંજોગો પ્રાપ્ત થાય ત્યારે બીજાણુ અંકુરણ પામે છે અને એક નવા સજીવ તરીકે વિકસે છે. આ રીતે મ્યુકર, મોસ, હંસરાજ વગેરેમાં બીજાણુ સર્જન દ્વારા અલિંગી પ્રજનન થાય છે.

GSEB Class 7 Science Important Questions Chapter 12 વનસ્પતિમાં પ્રજનન

પ્રશ્ન 5.
એકલિંગી પુષ્પો અને કિલિંગી પુષ્પો એટલે શું? ઉદાહરણ આપી સમજાવો.
ઉત્તર:
એકલિંગી પુષ્પો : જે પુષ્પો માત્ર પુંકેસર અથવા માત્ર સ્ત્રીકેસર ધરાવે છે છે, તેને એકલિંગી પુષ્પો કહે છે. મકાઈ, પપૈયા અને કાકડીનાં પુષ્પો એકલિંગી પુષ્પો છે. બંને નર અને માદા એકલિંગી પુષ્પો એક જ અથવા જુદા જુદા છોડ પર હોઈ શકે છે.

દ્વિલિંગી પુષ્પો : જે પુષ્પો પુંકેસર અને સ્ત્રીકેસર બંને ધરાવે છે, તેને કિલિંગી કે ઉભયલિંગી પુષ્પો કહે છે. સરસવ, ગુલાબ, પેટુનિયા, ધતૂરો, જાસૂદ વગેરે વનસ્પતિનાં પુષ્પો કિલિંગી પુષ્પો છે.

પ્રશ્ન 6.
પરાગનયનના પ્રકાર આકૃતિ દોરી સમજાવો.
ઉત્તરઃ
પરાગનયનના બે પ્રકાર છે:
1. સ્વપરાગનયન
2. પરંપરાગનયન

  1. સ્વપરાગનયનઃ એક પુષ્પના પરાગાશયમાંથી પરાગરજ તે જ પુષ્પના પરાગાસન પર સ્થાપિત થાય, તો તેને સ્વપરાગનયન કહે છે.
    GSEB Class 7 Science Important Questions Chapter 12 વનસ્પતિમાં પ્રજનન 1
  2. પરપરાગનયનઃ એક પુષ્યની પરાગરજ તે જ છોડના બીજા પુષ્પ અથવા તેના જેવા અન્ય છોડના પુષ્પના પરાગાસન પર સ્થાપિત થાય, તો તેને પરપરાગનયન કહે છે. (જુઓ આકૃતિ 12.6ઃ (a) અને (b).)

GSEB Class 7 Science Important Questions Chapter 12 વનસ્પતિમાં પ્રજનન

પ્રશ્ન 7.
બીજવિકિરણના ફાયદા જણાવો. અથવા બીજનો ફેલાવો થવો જરૂરી છે. સમજાવો.
ઉત્તર:
બીજવિકિરણના ફાયદા નીચે મુજબ છે :

  1. બીજવિકિરણ(બીજના ફેલાવા)થી વનસ્પતિનાં બીજ અલગ અલગ જગ્યાએ પડે છે. આથી વધુ ગીચતા થતી અટકે છે.
  2. બીજના ફેલાવાથી અલગ જગ્યાએ વનસ્પતિ ઊગે છે. તેથી તેમનામાં સૂર્યપ્રકાશ, પાણી અને પોષક દ્રવ્યો મેળવવાની સ્પર્ધા અટકે છે.
  3. બીજના ફેલાવાથી એક જ પ્રકારની વનસ્પતિને નવી વસાહતમાં બહોળો ફેલાવો કરવાની તક મળે છે. આથી નવી વસાહતોનું નિર્માણ થાય છે.

2. વૈજ્ઞાનિક કારણો આપી સમજાવોઃ

પ્રશ્ન 1.
પવન દ્વારા પરાગનયન થતું હોય તેવાં પુષ્પોમાં પરાગરજ હલકી અને પુષ્કળ સંખ્યામાં ઉત્પન્ન થાય છે.
ઉત્તર:

  1. પવન દ્વારા થતા પરાગનયનમાં પુષ્પોની પરાગરજ હવામાં ઊડી શકે તે માટે હલકી હોવી જરૂરી છે.
  2. વળી પવન દ્વારા ઊડેલી બધી જ પરાગરજ પરાગાસન પર પડે તેમ બને નહિ. આમાં ઘણી બધી પરાગરજ નકામી જાય છે.
  3. આ કારણે પવન દ્વારા પરાગનયન સફળતાપૂર્વક થાય તે માટે પુષ્પોમાં પરાગરજ હલકી અને પુષ્કળ સંખ્યામાં ઉત્પન્ન થાય છે.

પ્રશ્ન 2.
કેટલાંક પુષ્પો રંગીન અને સુગંધીદાર હોય છે.
ઉત્તર:

  1. રંગીન અને સુગંધીદાર પુષ્પો કીટકોને આકર્ષે છે.
  2. કીટકો આવાં પુષ્પો પર બેસે ત્યારે પરાગરજ તેમના શરીરને ચોટે છે.
  3. કીટકો બીજા જ પુષ્પ પર બેસે છે ત્યારે શરીરને ચોટેલી પરાગરજ બીજા પુષ્પના પરાગાસન પર પડે છે. આમ, કીટકો દ્વારા પરાગનયન થઈ શકે તે માટે કેટલાંક પુષ્પો રંગીન અને સુગંધીદાર હોય છે.

GSEB Class 7 Science Important Questions Chapter 12 વનસ્પતિમાં પ્રજનન

પ્રશ્ન 3.
કેટલાંક બીજને પાંખ જેવો ભાગ હોય છે..
ઉત્તરઃ

  1. બીજને પાંખ જેવો ભાગ હોય, તો પવન આવતાં આ પાંખ જેવા ભાગની મદદથી બીજ હવામાં ઊડે છે.
  2. બીજ હવામાં ઊડી તે પોતાના ઉત્પત્તિ સ્થાનથી દૂર જઈ પડે છે.
  3. આ દૂરના સ્થળે અનુકૂળ સંજોગો મળતાં બીજમાંથી નવો છોડ ઊગે છે.
  4. આમ થવાથી એક જ જાતની વનસ્પતિ નજીકનજીક ઊગવાને બદલે બધા સ્થળે ફેલાવો થાય છે.
  5. પરિણામે સૂર્યપ્રકાશ, પાણી અને પોષક દ્રવ્યોની સ્પર્ધા અટકે છે.

પ્રશ્ન 4.
બીજનો ફેલાવો થવો જરૂરી છે.
ઉત્તરઃ
બીજવિકિરણના ફાયદા નીચે મુજબ છે :

  1. બીજવિકિરણ(બીજના ફેલાવા)થી વનસ્પતિનાં બીજ અલગ અલગ જગ્યાએ પડે છે. આથી વધુ ગીચતા થતી અટકે છે.
  2. બીજના ફેલાવાથી અલગ જગ્યાએ વનસ્પતિ ઊગે છે. તેથી તેમનામાં સૂર્યપ્રકાશ, પાણી અને પોષક દ્રવ્યો મેળવવાની સ્પર્ધા અટકે છે.
  3. બીજના ફેલાવાથી એક જ પ્રકારની વનસ્પતિને નવી વસાહતમાં બહોળો ફેલાવો કરવાની તક મળે છે. આથી નવી વસાહતોનું નિર્માણ થાય છે.

પ્રશ્ન 3.
તફાવત આપોઃ પુંકેસર અને સ્ત્રીકેસર
ઉત્તરઃ

પુંકેસર સ્ત્રીકેસર
1. તે પુષ્પનું નર પ્રજનન અંગ છે. 1. તે પુષ્પાં માદા પ્રજનન અંગ છે.
2. તેના પરાગાશય અને તંતુ એમ બે મુખ્ય ભાગ છે. 2. તેના પરાગાસન, પરાગવાહિની અને અંડાશય એમ ત્રણ મુખ્ય ભાગ છે.
3. તેના પરાગાશયમાં પરાગરજ ઉત્પન્ન થાય છે. 3. તેના અંડાશયમાં અંડક ઉત્પન્ન થાય છે.

GSEB Class 7 Science Important Questions Chapter 12 વનસ્પતિમાં પ્રજનન

પ્રશ્ન 4.
જોડકાં જોડોઃ

વિભાગ ‘A’ વિભાગ ‘B’
(1) વાનસ્પતિક પ્રજનન (a) હંસરાજ
(2) બીજાણુ સર્જન (b) મેપલ વનસ્પતિ
(3) પવન દ્વારા પરાગનયન (c) કલમ કરવી
(4) પવન દ્વારા બીજવિકિરણ (d) નાળિયેર
(e) ઘઉં

ઉત્તરઃ
(1) → (c), (2) → (a), (3) → (e), (4) → (b).

(C) વિસ્તૃત પ્રોઃ

નીચેના પ્રશ્નનો મુદ્દાસર ઉત્તર આપોઃ

અલિંગી પ્રજનનની વિવિધ પદ્ધતિઓ વર્ણવો.
ઉત્તરઃ
અલિંગી પ્રજનનની વિવિધ પદ્ધતિઓ ઉદાહરણસહિત નીચે મુજબ છેઃ
(1) કલમ કરવીઃ ગુલાબ કે ચંપાની ડાળીને ગાંઠથી કાપીને આ ટુકડાને જમીનમાં રોપવામાં આવે તેમાંથી તેનો છોડ વિકાસ પામે છે. ઉપયોગમાં લીધેલ ટુકડાને કલમ કહે છે અને આ રીતને “કલમ કરવી’ કહે છે. ગુલાબ, ચંપો, મેંદી વગેરેની કલમ રોપીને છોડ ઉત્પન્ન કરી શકાય છે. આને વાનસ્પતિક પ્રજનનની કૃત્રિમ પદ્ધતિ કહે છે.

(2) કલિકા વડે વાનસ્પતિક પ્રજનનઃ મૂળ, પ્રકાંડ અને પર્ણ પરની કલિકાને રોપીને તેમાંથી નવો છોડ ઉત્પન્ન કરી શકાય છે.
મૂળ દ્વારા વાનસ્પતિક પ્રજનન : દા. ત., શક્કરિયાં, ગાજર, ડહાલિયા.
પ્રકાંડ દ્વારા વાનસ્પતિક પ્રજનન દા. ત., બટાટા, આદું, હળદર, સૂરણ.
પર્ણ દ્વારા વાનસ્પતિક પ્રજનન : દા. ત., પાનફુટી.
થોર જેવી વનસ્પતિમાં તેનો અમુક ભાગ મુખ્ય વનસ્પતિ છોડથી જુદો પડે ત્યારે તેમાંથી નવો છોડ ઉત્પન્ન કરે છે.

(3) કલિકાસર્જનઃ યીસ્ટ એકકોષી સજીવ છે. તે કલિકાસર્જન દ્વારા અલિંગી પ્રજનન કરે છે. યીસ્ટના કોષમાંથી એક નાનું બલ્બ જેવું પ્રલંબન જોવા મળે છે, જેને કલિકા કહે છે. કલિકા ધીરે ધીરે વિકાસ પામે છે અને પિતૃકોષથી અલગ થઈ નવા કોષ તરીકે સ્વતંત્ર નવો સજીવ બને છે. નવો કોષ વૃદ્ધિ પામી, પુખ્ત બની બીજા યીસ્ટના કોષો સર્જે છે.
[આકૃતિ માટે જુઓઃ પ્રવૃત્તિ વિભાગની પ્રવૃત્તિ 3ની આકૃતિ]

(4) અવખંડન તળાવના પાણી પર લીલા રંગનો જથ્થો જોવા મળે છે. તે સ્પાયરોગાયરા લીલ છે. પાણી અને પોષક તત્ત્વો મળી રહેતા લીલ ઊગે છે. તે સ્વાવલંબી વનસ્પતિ છે. તે અવખંડન દ્વારા ખૂબ જ ઝડપથી બહુગુણિત થાય છે. લીલનો તંતુ બે કે તેથી વધુ ટુકડાઓમાં તૂટે છે. આ નવા તંતુ તરીકે વ્યક્તિગત સજીવ તરીકે વિકાસ પામે છે. સ્પાયરોગાયરા(એક પ્રકારની લીલ)માં અવખંડનની રીતે અલિંગી પ્રજનન થાય છે.

(5) બીજાણુ સર્જનઃ ફૂગની બીજાણુધાનીમાં બીજાણુઓ ઉત્પન્ન થાય છે. આ બીજાણુઓ મુક્ત થઈ હવામાં તરતા રહે છે. તેમને અનુકૂળ પરિસ્થિતિ મળતાં તે સ્થાને કવક જાળ અંકુરણ પામી ઝડપથી વૃદ્ધિ પામે છે. મ્યુકર પ્રકારની ફૂગ અને હંસરાજ (નેફ્રોલેપિસ) બીજાણુ સર્જન દ્વારા અલિંગી પ્રજનન કરે છે.
GSEB Class 7 Science Important Questions Chapter 12 વનસ્પતિમાં પ્રજનન 2

HOTS પ્રકારના પ્રશ્નોત્તર

નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ-અક્ષર પ્રશ્નની સામે GSEB Class 7 Science Important Questions Chapter 12 વનસ્પતિમાં પ્રજનન 3 માં લખો

પ્રશ્ન 1.
નીચેના પૈકી કલમ કરવાની રીત કઈ કહેવાય?
A. બટાટાની આંખ જમીનમાં દાટવી.
B. આદુની ગાંઠ રોપવી.
C. શક્કરિયું જમીનમાં દાટવું.
D. ગુલાબની ડાળી કાપીને રોપવી.
ઉત્તરઃ
D. ગુલાબની ડાળી કાપીને રોપવી.

GSEB Class 7 Science Important Questions Chapter 12 વનસ્પતિમાં પ્રજનન

પ્રશ્ન 2.
નીચેના પૈકી કઈ વનસ્પતિ લીલ છે?
A. યીસ્ટ
B. પાનફુટી
C. સ્પાયરોગાયરા
D. મોસ
ઉત્તરઃ
C. સ્પાયરોગાયરા

પ્રશ્ન 3.
નીચેના પૈકી કયો પુંકેસરનો ભાગ છે?
A. પરાગાસન
B. પરાગવાહિની
C. પરાગાશય
D. અંડાશય
ઉત્તરઃ
C. પરાગાશય

પ્રશ્ન 4.
નીચેના પૈકી કઈ વનસ્પતિનાં પુષ્પો એકલિંગી હોય છે?
A. પપૈયાં
B. સરસવ
C. પેનિયા
D. ગુલાબ
ઉત્તરઃ
A. પપૈયાં

પ્રશ્ન 5.
નીચેના પૈકી માંસલ ફળ કયું છે?
A. અખરોટ
B. બોર
C. વાલ
D. બદામ
ઉત્તરઃ
B. બોર

GSEB Class 7 Science Important Questions Chapter 12 વનસ્પતિમાં પ્રજનન

પ્રશ્ન 6.
કઈ વનસ્પતિનાં બીજનો ફેલાવો પ્રાણીઓ દ્વારા થાય છે?
A. સૂર્યમુખી
B. મેપલ
C. મદાર
D. ગાડરિયું
ઉત્તર:
D. ગાડરિયું

Leave a Comment

Your email address will not be published.