GSEB Class 9 Social Science Important Questions Chapter 19 ભારત: લોકજીવન

Gujarat Board GSEB Class 9 Social Science Important Questions Chapter 19 ભારત: લોકજીવન Important Questions and Answers.

GSEB Class 9 Social Science Important Questions Chapter 19 ભારત: લોકજીવન

નીચેના દરેક વિધાનની ખાલી જગ્યા માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી, ખાલી જગ્યા પૂરો:

પ્રશ્ન 1.
રાજસ્થાની લોકોની મારવાડી ………………………….. નાસ્તા માટે જાણીતી છે.
A. જલેબી
B. કચોરી
C. રબડી
ઉત્તર:
B. કચોરી

પ્રશ્ન 2.
ગુજરાતમાં થાનગઢ પાસેનો …………………………… નો મેળો જાણીતો છે.
A. તરણેતર
B. ભવનાથ
C. વૌઠા
ઉત્તર:
A. તરણેતર

પ્રશ્ન 3.
હિમાચલ પ્રદેશ ……………………….. તરીકે ઓળખાતો પર્વતીય પ્રદેશ છે.
A. રંગીન ભૂમિ
B. પવિત્ર ભૂમિ
C. દેવભૂમિ
ઉત્તર:
C. દેવભૂમિ

પ્રશ્ન 4.
દક્ષિણ ભારત ભૂપૃષ્ઠની દષ્ટિએ ……………………….. છે.
A. દ્વીપકલ્પ
B. ઉચ્ચપ્રદેશ
C. પર્વતીય
ઉત્તર:
A. દ્વીપકલ્પ

GSEB Class 9 Social Science Important Questions Chapter 19 ભારત: લોકજીવન

પ્રશ્ન 5.
આંધ્ર પ્રદેશનું …………………………. નૃત્ય પ્રસિદ્ધ છે.
A. બિહુ
B. કૂચીપુડી
C. કથકલી
ઉત્તર:
B. કૂચીપુડી

પ્રશ્ન 6.
…………………………. માં શહીદોનો મેળો ભરાય છે.
A. પંજાબ
B. રાજસ્થાન
C. બિહાર
ઉત્તર:
A. પંજાબ

પ્રશ્ન 7.
……………………………. તમિલનાડુનો મુખ્ય તહેવાર છે.
A. વૈશાખી
B. વિશાખા
C. પોંગલ
ઉત્તર:
C. પોંગલ

પ્રશ્ન 8.
ગુજરાત, મહારાષ્ટ્ર અને ગોવાના દરિયાકિનારે વસતા લોકોનો મુખ્ય ખોરાક ……………………………………. છે.
A. ઈડલી, ડોસા
B. ભાત-માછલાં
C. ભાત-કઠોળ
ઉત્તર:
B. ભાત-માછલાં

GSEB Class 9 Social Science Important Questions Chapter 19 ભારત: લોકજીવન

પ્રશ્ન 9.
રાજસ્થાનમાં મોટા ભાગનાં મકાનો ………………………. હોય છે.
A. લાકડાનાં
B. સુવિધાઓ
C. ધાબાવાળાં
ઉત્તર:
C. ધાબાવાળાં

પ્રશ્ન 10.
મધ્ય પ્રદેશની મુખ્ય ભાષા ………………………… છે.
A. હિન્દી
B. મધ્ય પ્રદેશી
C. ઉર્દૂ
ઉત્તર:
A. હિન્દી

પ્રશ્ન 11.
મહાકવિ …………………………. કહ્યું છે કે મનુષ્યો ઉત્સવપ્રિય છે.
A. ભારવિએ
B. માધે
C. કાલિદાસે
ઉત્તર:
C. કાલિદાસે

પ્રશ્ન 12.
મહારાષ્ટ્રમાં ………………………….. નો તહેવાર ભવ્ય રીતે ઊજવવામાં આવે છે.
A. નાતાલ
B. ગણેશચતુર્થી
C. નવરાત્રી
ઉત્તર:
B. ગણેશચતુર્થી

પ્રશ્ન 13.
જમ્મુ-કશ્મીર પ્રાકૃતિક સૌંદર્યને કારણે …………………………… ગણાય છે.
A. પૃથ્વીનું સ્વર્ગ
B. સ્વર્ગભૂમિ
C. દેવભૂમિ
ઉત્તર:
A. પૃથ્વીનું સ્વર્ગ

પ્રશ્ન 14.
હિમાચલ પ્રદેશની ભાષા …………………………….. છે.
A. પંજાબી
B. પહાડી
C. ગઢવાલી
ઉત્તર:
B. પહાડી

પ્રશ્ન 15.
ઉત્તર પ્રદેશનો મુખ્ય તહેવાર …………………………… છે.
A. હોળી
B. મકરસંક્રાંતિ
C. શિવરાત્રી
ઉત્તર:
A. હોળી

પ્રશ્ન 16.
દક્ષિણ ભારતમાં બોલાતી ભાષાઓ ………………………… કુળની ભાષાઓ તરીકે ઓળખાય છે.
A. તમિલ
B. કન્નડ
C. દ્રવિડ
ઉત્તર:
C. દ્રવિડ

GSEB Class 9 Social Science Important Questions Chapter 19 ભારત: લોકજીવન

પ્રશ્ન 17.
………………………. એ કેરલનું જાણીતું નૃત્ય છે.
A. ભરતનાટ્યમ્
B. કથકલી
C. કથક
ઉત્તર:
B. કથકલી

પ્રશ્ન 18.
………………………… એ તમિલનાડુનું જાણીતું નૃત્ય છે.
A. કૂચીપુડી
B. કથકલી
C. ભરતનાટ્યમ્
ઉત્તર:
C. ભરતનાટ્યમ્

પ્રશ્ન 19.
‘………………………….’ અને ‘……………………….’ બંગાળી લોકોની પ્રિય વાનગીઓ છે.
A. પરોઠા, રસમ
B. રસગુલ્લા, સંદેશ
C. રસગુલ્લા, જલેબી
ઉત્તર:
B. રસગુલ્લા, સંદેશ

પ્રશ્ન 20.
જગન્નાથપુરીની ……………………………. દુનિયાભરમાં પ્રસિદ્ધ છે.
A. દુર્ગાયાત્રા
B. કુંભયાત્રા
C. રથયાત્રા
ઉત્તર:
C. રથયાત્રા

પ્રશ્ન 21.
કયા લોકોનો મુખ્ય ખોરાક ભાત અને માછલાં છે?
A. પહાડી જંગલોમાં રહેતા લોકોનો
B. નદીઓનાં મેદાનોમાં રહેતા લોકોનો
C. રણપ્રદેશમાં રહેતા લોકોનો
D. દરિયાકિનારે રહેતા લોકોનો
ઉત્તર:
D. દરિયાકિનારે રહેતા લોકોનો

પ્રશ્ન 22.
ગુજરાતની જાણીતી મીઠાઈ કઈ છે?
A. લાડુ
B. જલેબી
C. સોનપાપડી
D. કાજુકતરી
ઉત્તર:
B. જલેબી

પ્રશ્ન 23.
કયા રાજ્યની સ્ત્રીઓ ઘેરવાળો ચણિયો, કબજો અને ઓઢણી ઓઢે છે?
A. મધ્ય પ્રદેશ
B. રાજસ્થાન
C. ગુજરાત
D. મહારાષ્ટ્ર
ઉત્તર:
B. રાજસ્થાન

પ્રશ્ન 24.
કયા કવિએ કહ્યું છે કે મનુષ્યો ઉત્સવપ્રિય છે?
A. ભવભૂતિએ
B. ભારવિએ
C. બાણભટ્ટ
D. કાલિદાસે
ઉત્તર:
D. કાલિદાસે

GSEB Class 9 Social Science Important Questions Chapter 19 ભારત: લોકજીવન

પ્રશ્ન 25.
ગણગોર ક્યા રાજ્યનો તહેવાર છે?
A. મધ્ય પ્રદેશ
B. રાજસ્થાન
C. મહારાષ્ટ્ર
D. ગોવા
ઉત્તર:
B. રાજસ્થાન

પ્રશ્ન 26.
રાજસ્થાનનું કયું લોકનૃત્ય ખૂબ જાણીતું છે?
A. બિહુ
B. લાવણી
C. ઘુમ્મર
D. ભાંગડા
ઉત્તર:
C. ઘુમ્મર

પ્રશ્ન 27.
ક્યા રાજ્યના રાસ-ગરબા દુનિયાભરમાં જાણીતા છે?
A. મહારાષ્ટ્ર
B. ગુજરાત
C. ગોવા
D. મધ્ય પ્રદેશ
ઉત્તર:
B. ગુજરાત

પ્રશ્ન 28.
કયા રાજ્યમાં ગણેશચતુર્થીનો તહેવાર ખૂબ જ ઉત્સાહથી ઊજવવામાં આવે છે?
A. રાજસ્થાન
B. મધ્ય પ્રદેશ
C. મહારાષ્ટ્ર
D. ગુજરાત
ઉત્તર:
C. મહારાષ્ટ્ર

પ્રશ્ન 29.
પુષ્કરનો જાણીતો મેળો કયા રાજ્યનો છે?
A. ગુજરાત
B. રાજસ્થાન
C. મધ્ય પ્રદેશ
D. મહારાષ્ટ્ર
ઉત્તર:
B. રાજસ્થાન

પ્રશ્ન 30.
તરણેતરનો પ્રખ્યાત મેળો કયા રાજ્યનો છે?
A. રાજસ્થાન
B. ગુજરાત
C. મહારાષ્ટ્ર
D. મધ્ય પ્રદેશ
ઉત્તર:
B. ગુજરાત

GSEB Class 9 Social Science Important Questions Chapter 19 ભારત: લોકજીવન

પ્રશ્ન 31.
ગુજરાતમાં શિવરાત્રીનો મેળો ક્યાં ભરાય છે?
A. જૂનાગઢ
B. પાલિતાણા
C. વાંકાનેર
D. ભાવનગર
ઉત્તર:
A. જૂનાગઢ

પ્રશ્ન 32.
અર્ધકુંભમેળો ક્યાં ભરાય છે?
A. પ્રયાગરાજમાં
B. બનારસમાં
C. ઉજ્જૈનમાં
D. પટનામાં
ઉત્તર:
C. ઉજ્જૈનમાં

પ્રશ્ન 33.
કયું રાજ્ય પૃથ્વી પરનું સ્વર્ગ ગણાય છે?
A. હિમાચલ પ્રદેશ
B. ઉત્તર પ્રદેશ
C. હરિયાણા
D. જમ્મુ-કશ્મીર
ઉત્તર:
D. જમ્મુ-કશ્મીર

પ્રશ્ન 34.
કયું શહેર ભારતની રાજધાની છે?
A. દિલ્લી
B. જયપુર
C. ભોપાલ
D. કોલકાતા
ઉત્તર:
A. દિલ્લી

પ્રશ્ન 35.
શહીદોનો મેળો કયા રાજ્યમાં ભરાય છે?
A. પશ્ચિમ બંગાળ
B. પંજાબ
C. ઉત્તરાખંડ
D. હિમાચલ પ્રદેશ
ઉત્તર:
B. પંજાબ

પ્રશ્ન 36.
કયા નામે ઓળખાતી દાળનો ઉપયોગ દક્ષિણ ભારતના લોકો કરે છે?
A. ‘સંદેશ’
B. ‘ઈડલી’
C. ‘કસમી’
D. ‘રસમ’
ઉત્તર:
D. ‘રસમ’

પ્રશ્ન 37.
કયા રાજ્યની સ્ત્રીઓ ફૂલોની વેણીની શોખીન છે?
A. કેરલ
B. ગુજરાત
C. મધ્ય પ્રદેશ
D. બિહાર
ઉત્તર:
A. કેરલ

પ્રશ્ન 38.
ભારતમાં કુંભમેળો ક્યાં ભરાય છે?
A. પ્રયાગરાજમાં
B. હરદ્વારમાં
C. પુષ્કરમાં
D. અમૃતસરમાં
ઉત્તર:
A. પ્રયાગરાજમાં

GSEB Class 9 Social Science Important Questions Chapter 19 ભારત: લોકજીવન

પ્રશ્ન 39.
આંધ્ર પ્રદેશ કયા નૃત્ય માટે જાણીતું છે?
A. કૂચીપુડી
B. ભરતનાટ્યમ્
C. બિહુ
D. કથકલી
ઉત્તર:
A. કૂચીપુડી

પ્રશ્ન 40.
કથકલી કયા રાજ્યનું પ્રસિદ્ધ નૃત્ય છે?
A. કર્ણાટક
B. કેરલ
C. તમિલનાડુ
D. આંધ્ર પ્રદેશ
ઉત્તર:
D. આંધ્ર પ્રદેશ

પ્રશ્ન 41.
તમિલનાડુનું જાણીતું નૃત્ય કર્યું છે?
A. બિહુ
B. ભરતનાટ્યમ્
C. કૂચીપુડી
D. કથક
ઉત્તર:
B. ભરતનાટ્યમ્

પ્રશ્ન 42.
કેરલનો મુખ્ય તહેવાર કયો છે?
A. બિહુ
B. ઓણમ
C. વૈશાખી
D. ગણેશચતુર્થી
ઉત્તર:
B. ઓણમ

પ્રશ્ન 43.
રસગુલ્લાં અને ‘સંદેશ’ કયા લોકોની પ્રિય મીઠાઈઓ છે?
A. કશ્મીરી
B. પંજાબી
C. બંગાળી
D. ગુજરાતી
ઉત્તર:
C. બંગાળી

પ્રશ્ન 44.
બિહુ કયા રાજ્યનું પ્રસિદ્ધ નૃત્ય છે?
A. આંધ્ર પ્રદેશ
B. તમિલનાડુ
C. કેરલ
D. અસમ
ઉત્તર:
D. અસમ

પ્રશ્ન 45.
કયા શહેરની રથયાત્રા દુનિયાભરમાં પ્રસિદ્ધ છે?
A. પુરી (જગન્નાથપુરી)
B. ભુવનેશ્વર
C. બલાંગીર
D. તિરુપતિ
ઉત્તર:
A. પુરી (જગન્નાથપુરી)

પ્રશ્ન 46.
કયા રાજ્યમાં દુર્ગાપૂજાનો તહેવાર ભવ્ય રીતે ઊજવાય છે?
A. ઉત્તર પ્રદેશ
B. ગુજરાત
C. પશ્ચિમ બંગાળ
D. બિહાર
ઉત્તર:
C. પશ્ચિમ બંગાળ

પ્રશ્ન 47.
કયો પ્રદેશ પાંચ નદીઓના પ્રદેશ તરીકે ઓળખાય છે?
A. જમ્મુ-કશ્મીર
B. હરિયાણા
C. પંજાબ
D. હિમાચલ પ્રદેશ
ઉત્તર:
C. પંજાબ

પ્રશ્ન 48.
કયા રાજ્યનાં મકાનોની બનાવટમાં લાકડાંનો ઉપયોગ વિશેષ થાય છે?
A. પંજાબ
B. હરિયાણા
C. જમ્મુ-કશ્મીર
D. ઉત્તર પ્રદેશ
ઉત્તર:
C. જમ્મુ-કશ્મીર

પ્રશ્ન 49.
કયા રાજ્યના લોકો લાકડાંનાં બે માળવાળાં મકાનોમાં રહે છે?
A. હરિયાણા
B. પંજાબ
C. ઉત્તરાખંડ
D. ગુજરાત
ઉત્તર:
C. ઉત્તરાખંડ

પ્રશ્ન 50.
ઉત્તર પ્રદેશનું જાણીતું નૃત્ય કયું છે?
A. કથક
B. કથકલી
C. ભરતનાટ્યમ્
D. બિહુ
ઉત્તર:
A. કથક

GSEB Class 9 Social Science Important Questions Chapter 19 ભારત: લોકજીવન

પ્રશ્ન 51.
પશ્ચિમ ભારતના મુખ્ય રાજ્યોનો સાચો ક્રમ કયો છે?
A. રાજસ્થાન, ગુજરાત, કર્ણાટક, પંજાબ
B. પંજાબ, કેરલ, જમ્મુ-કશ્મીર, મહારાષ્ટ્ર
C. ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, રાજસ્થાન
D. મધ્ય પ્રદેશ, હિમાચલ પ્રદેશ, આંધ્ર પ્રદેશ, મેઘાલય
ઉત્તર :
C. ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, રાજસ્થાન

પ્રશ્ન 52.
ઉત્તર ભારતનાં મુખ્ય રાજ્યોનો સાચો ક્રમ કયો છે?
A. પંજાબ, હરિયાણા, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ
B. પંજાબ, રાજસ્થાન, કર્ણાટક, મણિપુર
C. આંધ્ર પ્રદેશ, હિમાચલ પ્રદેશ, જમ્મુ-કશ્મીર, કેરલ
D. છત્તીસગઢ, ઝારખંડ, ઉત્તર પ્રદેશ, પંજાબ
ઉત્તર :
A. પંજાબ, હરિયાણા, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ

પ્રશ્ન 53.
દક્ષિણ ભારતનાં રાજ્યોનો સાચો ક્રમ કયો છે?
A. તમિલનાડુ, આંધ્ર પ્રદેશ, કેરલ, બિહાર
B. હરિયાણા, અરુણાચલ પ્રદેશ, કર્ણાટક, બિહાર
C. મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, કર્ણાટક, કેરલ
D. આંધ્ર પ્રદેશ, કર્ણાટક, તમિલનાડુ, કેરલ
ઉત્તર :
D. આંધ્ર પ્રદેશ, કર્ણાટક, તમિલનાડુ, કેરલ

નીચેના વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવોઃ

પ્રશ્ન 1.
ગુજરાતના લોકોનો મુખ્ય ખોરાક ઘઉં અને દાળ-બાટી છે.
ઉત્તરઃ
ખોટું

પ્રશ્ન 2.
મધ્ય પ્રદેશની મુખ્ય ભાષા હિન્દી છે.
ઉત્તરઃ
ખરું

પ્રશ્ન 3.
દિલ્લી ભારતની રાજધાની છે.
ઉત્તરઃ
ખરું

પ્રશ્ન 4.
ભાંગડા ઉત્તર પ્રદેશનું જાણીતું નૃત્ય છે.
ઉત્તરઃ
ખોટું

પ્રશ્ન 5.
દુર્ગાપૂજા પશ્ચિમ બંગાળનો મોટો તહેવાર છે.
ઉત્તરઃ
ખરું

GSEB Class 9 Social Science Important Questions Chapter 19 ભારત: લોકજીવન

પ્રશ્ન 6.
ધર્મની દષ્ટિએ ભારત સાંપ્રદાયિક દેશ છે.
ઉત્તરઃ
ખોટું

પ્રશ્ન 7.
રાજસ્થાનના લોકોની મારવાડી કચોરી નાસ્તા માટે જાણીતી છે.
ઉત્તરઃ
ખરું

પ્રશ્ન 8.
મહારાષ્ટ્રના લોકોને જલેબી પ્રિય છે.
ઉત્તરઃ
ખોટું

પ્રશ્ન 9.
ગુજરાતની સ્ત્રીઓ ઘેરવાળો ચણિયો, કબજો અને ઓઢણી ઓઢે છે.
ઉત્તરઃ
ખોટું

પ્રશ્ન 10.
ગોવામાં કોંકણી ભાષા બોલાય છે.
ઉત્તરઃ
ખરું

પ્રશ્ન 11.
ગણગોર રાજસ્થાનનો તહેવાર છે.
ઉત્તરઃ
ખરું

પ્રશ્ન 12.
ગુજરાતના ધોળકા તાલુકામાં વૌઠાનો મેળો ભરાય છે.
ઉત્તરઃ
ખરું

પ્રશ્ન 13.
હિમાચલ પ્રદેશ પૃથ્વી પરનું સ્વર્ગ ગણાય છે.
ઉત્તરઃ
ખોટું

પ્રશ્ન 14.
હરિયાણા પાંચ નદીઓના પ્રદેશ તરીકે ઓળખાય છે.
ઉત્તરઃ
ખોટું

પ્રશ્ન 15.
ઉત્તર પ્રદેશના પુરુષો ધોતી-પહેરણ અને માથે ગમછો બાંધે છે.
ઉત્તરઃ
ખરું

પ્રશ્ન 16.
ભારતમાં અમદાવાદમાં કુંભમેળો ભરાય છે.
ઉત્તરઃ
ખોટું

પ્રશ્ન 17.
કથકલી કર્ણાટકનું પ્રસિદ્ધ નૃત્ય છે.
ઉત્તરઃ
ખોટું

GSEB Class 9 Social Science Important Questions Chapter 19 ભારત: લોકજીવન

પ્રશ્ન 18.
ઉત્તર પ્રદેશનો સમાવેશ પૂર્વ ભારતમાં થતો નથી.
ઉત્તરઃ
ખરું

પ્રશ્ન 19.
સાથવો બિહારના લોકોની વિશિષ્ટ વાનગી છે.
ઉત્તરઃ
ખરું

પ્રશ્ન 20.
અમદાવાદ શહેરની રથયાત્રા દુનિયાભરમાં પ્રસિદ્ધ છે.
ઉત્તરઃ
ખોટું

નીચેના પ્રશ્નોના એક-બે શબ્દોમાં ઉત્તર લખોઃ

પ્રશ્ન 1.
કેવું તાપમાન ધરાવતા પ્રદેશોના લોકોનો પહેરવેશ સુતરાઉ, આછા રંગોવાળો અને ખૂલતો હોય છે?
ઉત્તરઃ
વધુ

પ્રશ્ન 2.
રાજસ્થાનના લોકોનો મુખ્ય ખોરાક શો છે?
ઉત્તરઃ
બાજરી અને દાળ-બાટી

પ્રશ્ન 3.
રાજસ્થાની લોકોના નાસ્તા માટે કઈ વાનગી જાણીતી છે?
ઉત્તરઃ
મારવાડી કચોરી

પ્રશ્ન 4.
ગુજરાતની જાણીતી મીઠાઈ કઈ છે?
ઉત્તરઃ
જલેબી

પ્રશ્ન 5.
મહારાષ્ટ્રના લોકોને કઈ વાનગી પ્રિય છે?
ઉત્તરઃ
સેવઉસળ

પ્રશ્ન 6.
ગુજરાત, મહારાષ્ટ્ર અને ગોવાના દરિયાકિનારે વસતા લોકોનો ખોરાક મુખ્યત્વે શો છે?
ઉત્તરઃ
ભાત-માછલાં

GSEB Class 9 Social Science Important Questions Chapter 19 ભારત: લોકજીવન

પ્રશ્ન 7.
રાજસ્થાનના લોકોનો પહેરવેશ કેવો હોય છે?
ઉત્તરઃ
રંગબેરંગી

પ્રશ્ન 8.
ક્યા રાજ્યના લોકો ઊંટનાં ચામડાંમાંથી બનેલાં પગરખાં પહેરે છે?
ઉત્તરઃ
રાજસ્થાન

પ્રશ્ન 9.
કયા રાજ્યમાં મોટા ભાગનાં મકાનો ધાબાવાળાં હોય છે?
ઉત્તરઃ
રાજસ્થાન

પ્રશ્ન 10.
મહારાષ્ટ્રના ક્યા પ્રદેશમાં ઢાળવાળા છાપરાં ધરાવતાં મકાનો હોય છે?
ઉત્તરઃ
કોંકણ

પ્રશ્ન 11.
રાજસ્થાનના લોકો મુખ્યત્વે કઈ ભાષા બોલે છે?
ઉત્તરઃ
હિન્દી

પ્રશ્ન 12.
મધ્ય પ્રદેશની મુખ્ય ભાષા કઈ છે?
ઉત્તરઃ
હિન્દી

પ્રશ્ન 13.
ગોવામાં કઈ ભાષા બોલાય છે?
ઉત્તરઃ
કોંકણી

પ્રશ્ન 14.
મનુષ્યો ઉત્સવપ્રિય છે એવું કયા મહાકવિએ કહ્યું છે?
ઉત્તરઃ
કાલિદાસે

પ્રશ્ન 15.
કયા રાજ્યમાં હોળી અને ગણગૌરના તહેવારો ધામધૂમથી ઊજવવામાં આવે છે?
ઉત્તરઃ
રાજસ્થાન

પ્રશ્ન 16.
કયા રાજ્યનાં ઘુમ્મર, કચ્ચીઘોડી, કાબેલિયા વગેરે લોકનૃત્યો ખૂબ જાણીતાં છે?
ઉત્તરઃ
રાજસ્થાન

પ્રશ્ન 17.
ગુજરાત કયાં નૃત્યથી વિશ્વભરમાં જાણીતું છે?
ઉત્તરઃ
રાસ અને ગરબાથી

પ્રશ્ન 18.
કયા રાજ્યમાં ગણેશચતુર્થીનો તહેવાર ભવ્ય રીતે ઊજવવામાં આવે છે?
ઉત્તરઃ
મહારાષ્ટ્ર

પ્રશ્ન 19.
મહારાષ્ટ્રનું કયું નૃત્ય ખૂબ જાણીતું છે?
ઉત્તરઃ
લાવણી

પ્રશ્ન 20.
મધ્ય પ્રદેશના ઉજ્જૈન શહેરમાં કયો તહેવાર ખૂબ જ ઉત્સાહથી ઊજવવામાં આવે છે?
ઉત્તરઃ
શિવરાત્રીનો

GSEB Class 9 Social Science Important Questions Chapter 19 ભારત: લોકજીવન

પ્રશ્ન 21.
ગુજરાતમાં વૌઠાનો મેળો શાના માટે જાણીતો છે?
ઉત્તરઃ
ગધેડાની લે-વેચ માટે

પ્રશ્ન 22.
ગુજરાતમાં થાનગઢ પાસે કયો મેળો ભરાય છે?
ઉત્તરઃ
તરણેતરનો

પ્રશ્ન 23.
ગુજરાતમાં જૂનાગઢમાં કયો મેળો ભરાય છે?
ઉત્તરઃ
ભવનાથનો

પ્રશ્ન 24.
મહારાષ્ટ્રમાં નાશિક કયા મેળા માટે જાણીતું છે?
ઉત્તરઃ
અર્ધકુંભ

પ્રશ્ન 25.
ગોવા શાના માટે જાણીતું છે?
ઉત્તરઃ
કાર્નિવલ માટે

પ્રશ્ન 26.
ભારતનું કયું રાજ્ય પૃથ્વીનું સ્વર્ગ કહેવાય છે?
ઉત્તરઃ
જમ્મુ-કશ્મીર

પ્રશ્ન 27.
ભારતનું કયું રાજ્ય દેવભૂમિ તરીકે ઓળખાય છે?
ઉત્તરઃ
ઉત્તરાખંડ

પ્રશ્ન 28.
ભારતની રાજધાનીનું શહેર કયું છે?
ઉત્તરઃ
દિલ્લી

પ્રશ્ન 29.
ભારતના ક્યા રાજ્યના લોકો જાતજાતના પરોઠા આરોગે છે?
ઉત્તરઃ
પંજાબ

પ્રશ્ન 30.
પંજાબનું જાણીતું પીણું કર્યું છે?
ઉત્તરઃ
લસ્સી

GSEB Class 9 Social Science Important Questions Chapter 19 ભારત: લોકજીવન

પ્રશ્ન 31.
જમ્મુ-કાશ્મીરના લોકોનો મુખ્ય ખોરાક શો છે?
ઉત્તરઃ
ભાત અને માંસ-મચ્છી

પ્રશ્ન 32.
કયાં રાજ્યોની સ્ત્રીઓ સલવાર-કમીઝ પહેરે છે?
ઉત્તરઃ
પંજાબ અને હરિયાણા

પ્રશ્ન 33.
કયા રાજ્યના પુરુષો મુખ્યત્વે ધોતી-પહેરણ અને માથે ગમછો બાંધે છે?
ઉત્તરઃ
ઉત્તર પ્રદેશના

પ્રશ્ન 34.
હરિયાણાના લોકો કઈ ભાષા બોલે છે?
ઉત્તરઃ
હરિયાણવી

પ્રશ્ન 35.
જમ્મુ-કાશ્મીરની ભાષા કઈ છે?
ઉત્તરઃ
ઉર્દૂ

પ્રશ્ન 36.
ભારતના કયા રાજ્યની ભાષા પહાડી છે?
ઉત્તરઃ
હિમાચલ રાજ્યની

પ્રશ્ન 37.
પંજાબનું જાણીતું નૃત્ય કર્યું છે?
ઉત્તરઃ
ભાંગડા

પ્રશ્ન 38.
ઉત્તર પ્રદેશના મુખ્ય તહેવાર કયો છે?
ઉત્તરઃ
હોળી

પ્રશ્ન 39.
ઉત્તર પ્રદેશનું જાણીતું નૃત્ય કયું છે?
ઉત્તરઃ
કથક

GSEB Class 9 Social Science Important Questions Chapter 19 ભારત: લોકજીવન

પ્રશ્ન 40.
પંજાબમાં કોનો મેળો ભરાય છે?
ઉત્તરઃ
શહીદોનો

પ્રશ્ન 41.
પ્રયાગરાજમાં (અલાહાબાદમાં) કયો મેળો ભરાય છે?
ઉત્તરઃ
કુંભમેળો 3

પ્રશ્ન 42.
માઘમેળો ક્યાં ભરાય છે?
ઉત્તરઃ
ઉત્તર પ્રદેશમાં

પ્રશ્ન 43.
દક્ષિણ ભારતના લોકો ખોરાકમાં દાળ જેવી કઈ વાનગીનો ઉપયોગ કરે છે?
ઉત્તરઃ
રસમ

પ્રશ્ન 44.
દક્ષિણ ભારતમાં ઘરના આંગણે રોજ શું પૂરવામાં આવે છે?
ઉત્તરઃ
રંગોળી

પ્રશ્ન 45.
આંધ્ર પ્રદેશ અને તેલંગણામાં કઈ ભાષા બોલાય છે?
ઉત્તરઃ
તેલુગુ

પ્રશ્ન 46.
કર્ણાટકમાં કઈ ભાષા બોલાય છે?
ઉત્તરઃ
કન્નડ

પ્રશ્ન 47.
કેરલમાં કઈ ભાષા બોલાય છે?
ઉત્તરઃ
મલયાલમ

પ્રશ્ન 48.
આંધ્ર પ્રદેશનું જાણીતું નૃત્ય કયું છે?
ઉત્તરઃ
કૂચીપુડી

પ્રશ્ન 49.
કેરલનું જાણીતું નૃત્ય કયું છે?
ઉત્તરઃ
કથકલી

પ્રશ્ન 50.
તમિલનાડુનું જાણીતું નૃત્ય કયું છે?
ઉત્તરઃ
ભરતનાટ્યમ્

GSEB Class 9 Social Science Important Questions Chapter 19 ભારત: લોકજીવન

પ્રશ્ન 51.
પોંગલ કયા રાજ્યના મુખ્ય તહેવાર છે?
ઉત્તરઃ
તમિલનાડુ

પ્રશ્ન 52.
બંગાળી લોકોની પ્રિય મીઠાઈઓ કઈ છે?
ઉત્તરઃ
રસગુલ્લાં અને સંદેશ

પ્રશ્ન 53.
પશ્ચિમ બંગાળમાં માછલાં ઉછેરવા માટે ઘરના પાછલા ભાગમાં શું રાખવામાં આવે છે?
ઉત્તરઃ
પુકુર

પ્રશ્ન 54.
અસમનું જાણીતું નૃત્ય કયું છે?
ઉત્તરઃ
બિહુ

પ્રશ્ન 55.
ઓડિશાનું જાણીતું નૃત્ય કયું છે?
ઉત્તરઃ
ઓડિશી

પ્રશ્ન 56.
કયા શહેરની રથયાત્રા જગતભરમાં પ્રસિદ્ધ છે?
ઉત્તરઃ
જગન્નાથપુરીની

1. નીચેના પ્રશ્નોના જવાબ બે-ત્રણ વાક્યોમાં લખો :

પ્રશ્ન 1.
(ભારતના) દરેક રાજ્યમાં બોલાતી ભાષાઓ લખો.
ઉત્તર :
GSEB Class 9 Social Science Important Questions Chapter 19 ભારત લોકજીવન 1

2. નીચેના પર ટૂંક નોંધ લખો :

પ્રશ્ન 1.
સંઘશાસિત પ્રદેશોમાં બોલાતી ભાષાઓનાં નામ લખો.
ઉત્તર:
સંઘશાસિત પ્રદેશોમાં બોલાતી ભાષાઓનાં નામ:

  • દિલ્લી (રાષ્ટ્રીય રાજધાનીનો પ્રદેશ) → હિન્દી, પંજાબી, ઉર્દૂ
  • અંદમાન અને નિકોબાર ટાપુઓ → હિન્દી, તમિલ, બંગાળી (બાંગ્લા)
  • ચંડીગઢ → હિન્દી, પંજાબી
  • દમણ અને દીવ → ગુજરાતી
  • દાદરા અને નગરહવેલી → ગુજરાતી, હિન્દી
  • લક્ષદ્વીપ → જેસેરી, મહલ
  • પુડુચેરી → તમિલ, તેલુગુ, મલયાલમ

પ્રશ્ન 2.
પશ્ચિમ ભારતના લોકોનો ખોરાક શું છે?
ઉત્તર:
પશ્ચિમ ભારતના લોકોનો ખોરાકઃ

  • પશ્ચિમ ભારતમાં રાજસ્થાનના લોકોનો મુખ્ય ખોરાક બાજરી અને દાળ-બાટી છે. અહીંના લોકોની મારવાડી કચોરી નાસ્તા માટે જાણીતી છે.
  • ગુજરાતના લોકોનો મુખ્ય ખોરાક રોટલી-ભાખરી, દાળ-ભાત, લીલાં શાકભાજી, ખીચડી અને કઢી છે. જલેબી ગુજરાતની જાણીતી મીઠાઈ છે. ખમણ અને ગાંઠિયા અહીંના લોકોનું માનીતું ફરસાણ છે.
  • મધ્ય પ્રદેશના લોકોનો મુખ્ય ખોરાક રોટલી, લીલાં શાકભાજી અને દાળ-ભાત છે.
  • પશ્ચિમ ભારતના દરિયાકિનારે રહેતા લોકોનો મુખ્ય ખોરાક ભાત અને માછલી છે.
  • મહારાષ્ટ્રના લોકો સેવઉસળ ખાવાના શોખીન છે.

GSEB Class 9 Social Science Important Questions Chapter 19 ભારત: લોકજીવન

પ્રશ્ન 3.
પશ્ચિમ ભારતનાં રહેઠાણો કેવાં હોય છે?
ઉત્તર:
પશ્ચિમ ભારતનાં રહેઠાણો:

  • પશ્ચિમ ભારતમાં રાજસ્થાનના પશ્ચિમ ભાગમાં થરનું રણ આવેલું હોવાથી વરસાદ ઘણો ઓછો પડે છે. આથી અહીંનાં મોટા ભાગનાં મકાનો ધાબાવાળાં હોય છે. અહીંનાં ગામડાંમાં લોકો ઘાસ-માટીમાંથી બનાવેલાં મકાનોમાં રહે છે.
  • ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ અને ગોવામાં લોકો ઈંટ-સિમેન્ટથી બનાવેલાં પાકાં અને સુવિધાવાળાં મકાનોમાં રહે છે.
  • કોંકણમાં વધારે વરસાદ પડતો હોવાથી અહીંનાં મકાનોનાં છાપરાં ઢાળવાળાં હોય છે.
  • દરેક રાજ્યમાં જંગલ કે ડુંગરાળ પ્રદેશમાં વસતા વનવાસીઓ વાંસ અને લાકડામાંથી બનાવેલાં છૂટાંછવાયાં ઝૂંપડાંમાં રહે છે.

પ્રશ્ન 4.
પશ્ચિમ ભારતનાં નૃત્યો જણાવો.
ઉત્તર:
પશ્ચિમ ભારતનાં નૃત્યોઃ

  • રાજસ્થાનનાં ઘુમ્મર, કચ્ચીઘોડી અને કાલબેલિયા નૃત્યો ખૂબ જ જાણીતાં છે.
  • ગુજરાતના રાસ-ગરબા દુનિયાભરમાં જાણીતા છે.
  • મહારાષ્ટ્રનું લાવણી નૃત્ય દેશભરમાં પ્રસિદ્ધ છે.

પ્રશ્ન 5.
પશ્ચિમ ભારતના મેળાઓ જણાવો.
ઉત્તર:
પશ્ચિમ ભારતના મેળાઓ

  • કાર્તિક પૂર્ણિમાએ રાજસ્થાનમાં ઊંટના વેચાણ માટે ભરાતો પુષ્કરનો મેળો અને ગુજરાતમાં સિદ્ધપુરનો મેળો ખૂબ જાણીતા છે.
  • ગુજરાતમાં અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં વૌઠા પાસે ગધેડાના વેચાણ માટે યોજાતો મેળો ખૂબ પ્રસિદ્ધ છે.
  • ગુજરાતમાં થાનગઢ પાસે તરણેતરનો મેળો, જૂનાગઢમાં ભવનાથનો મેળો અને પંચમહાલનાં જંગલોમાં ડાંગમાં ડાંગદરબાર.
  • મધ્ય પ્રદેશમાં ઉજ્જૈન અને મહારાષ્ટ્રમાં નાશિકનો અર્ધકુંભમેળો
  • ગોવાનો કાર્નિવલ વગેરે.

પ્રશ્ન 6.
ઉત્તર ભારતના લોકોનો ખોરાક શો છે?
ઉત્તર:
ઉત્તર ભારતના લોકોનો ખોરાકઃ

  • ઉત્તર ભારતમાં પંજાબ અને હરિયાણાના લોકોનો મુખ્ય ખોરાક ઘઉં છે. પંજાબના લોકો ખોરાકમાં ઘઉંની તંદુરી રોટી અને વિવિધ પ્રકારના પરોઠાનો ખૂબ ઉપયોગ કરે છે. પનીરવાળું શાક પંજાબી લોકોને ખૂબ ગમે છે. ‘લસ્સી પંજાબનું જાણીતું પીણું છે.
  • જમ્મુ-કશ્મીરના લોકોનો મુખ્ય ખોરાક ભાત અને માંસ-મચ્છી છે.
  • ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશના લોકો ખોરાકમાં ભાત, કઠોળ (રાજમા) અને માંસનો ઉપયોગ કરે છે.
  • ઉત્તર પ્રદેશના લોકોનો મુખ્ય ખોરાક રોટલી, લીલાં શાકભાજી અને દાળ-ભાત છે.

પ્રશ્ન 7.
ઉત્તર ભારતના લોકો કેવો પહેરવેશ પહેરે છે?
ઉત્તર:
ઉત્તર ભારતના લોકોનો પહેરવેશ:

  • ઉત્તર ભારતમાં પંજાબ અને હરિયાણાના પુરુષો ખૂલતી સલવાર, લાંબી બાંયનો ઝભ્ભો અને માથે પંજાબી પાઘડી પહેરે છે. કેટલાક પુરુષો ઝભ્ભા પર ભરત કરેલ કોટી પહેરે છે; સ્ત્રીઓ સલવાર અને કમીઝ પહેરે છે. તે પંજાબી પોશાક તરીકે જાણીતો છે.
  • જમ્મુ-કશ્મીરના પુરુષો ચોરણો, લાંબી બાંયનો ઝભ્ભો અને જાકીટ પહેરે છે; સ્ત્રીઓ સલવાર-કમીઝ અને માથે સ્કાર્ફ બાંધે છે.
  • હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના લોકોનો પોશાક જમ્મુ-કાશ્મીરના લોકોના પોશાક જેવો જ છે. વધુમાં, અહીંના પુરુષો માથા પર ગઢવાલી ટોપી પહેરે છે; જ્યારે સ્ત્રીઓ માથે રૂમાલ બાંધે છે.
  • ઉત્તર પ્રદેશના પુરુષો ધોતી અને પહેરણ પહેરે છે અને માથા પર ગમછો બાંધે છે. સ્ત્રીઓ સાડી, ચણિયો અને કબજો પહેરે છે.

પ્રશ્ન 8.
ઉત્તર ભારતનાં રહેઠાણો કેવાં હોય છે?
ઉત્તર:
ઉત્તર ભારતનાં રહેઠાણો

  • પંજાબ અને હરિયાણામાં ઓછો વરસાદ પડતો હોવાથી મોટા ભાગનાં મકાનો ધાબાવાળાં હોય છે. અહીંનાં શહેરોમાં ઈંટ અને સિમેન્ટનાં સુવિધાવાળાં મકાનો હોય છે.
  • જમ્મુ-કાશ્મીરમાં લાકડાનાં મકાનો હોય છે. કશ્મીરમાં દાલ સરોવરમાં કેટલાક લોકો નૌકાદર(Houseboat)માં રહે છે.
  • હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં લાકડાનાં બે માળનાં મકાનો હોય છે. મકાનના નીચેના ભાગમાં પશુઓ બાંધવામાં આવે છે, જેથી ઉપરના માળની લાકડાંની બનાવેલી ફર્સ ગરમ રહે છે. હિમવર્ષા વખતે આવાં મકાનો રાહતરૂપ બને છે. અહીંનાં મકાનોનાં છાપરાં ઢાળવાળાં હોય છે. છાપરાં પર નળિયાં તરીકે લીસ્સા પથ્થર નાખવામાં આવે છે, જેથી મકાનો પર પડતો બરફ સહેલાઈથી નીચે સરકી જાય.
  • ઉત્તર પ્રદેશમાં શહેરોમાં ઈંટ અને સિમેન્ટનાં સુવિધાવાળાં મકાનો હોય છે; જ્યારે ગામડાંમાં મોટા ભાગનાં મકાનો માટીનાં હોય છે.

GSEB Class 9 Social Science Important Questions Chapter 19 ભારત: લોકજીવન

પ્રશ્ન 9.
ઉત્તર ભારતમાં કઈ કઈ ભાષાઓ બોલાય છે?
ઉત્તર:
ઉત્તર ભારતમાં પંજાબમાં પંજાબી, હરિયાણામાં હરિયાણવી, ઉત્તર પ્રદેશમાં હિન્દી અને ઉર્દૂ, જમ્મુ-કાશ્મીરમાં ઉર્દૂ, કશ્મીરી અને ડોંગરી, ઉત્તરાખંડમાં હિન્દી અને હિમાચલ પ્રદેશમાં
પહાડી ભાષાઓ બોલાય છે. આ ઉપરાંત, દરેક રાજ્યમાં પ્રાદેશિક 3 બોલીઓ પણ બોલાય છે.

પ્રશ્ન 10.
ઉત્તર ભારતના તહેવારો – ઉત્સવો જણાવો.
ઉત્તર:
ઉત્તર ભારતના તહેવારો – ઉત્સવો

  • વૈશાખી અને લાહોરી પંજાબના તથા ઈદ અને મહોરમ જમ્મુ-કશ્મીરના મુખ્ય તહેવારો છે.
  • હિમાચલ પ્રદેશના કુલુમાં દશેરાનો તહેવાર અનોખી રીતે ઊજવાય છે.
  • હોળી ઉત્તર પ્રદેશના મુખ્ય તહેવાર છે.
  • આ ઉપરાંત ઉત્તર ભારતમાં શિવરાત્રી, રામનવમી, જન્માષ્ટમી, દશેરા, ઈદ, મહોરમ, નાતાલ વગેરે તહેવારો ઊજવાય છે. ભાંગડા પંજાબનું અને કથક ઉત્તર પ્રદેશનું પ્રસિદ્ધ નૃત્ય છે.

પ્રશ્ન 11.
દક્ષિણ ભારતના લોકોનો ખોરાક શો છે?
ઉત્તર:
દક્ષિણ ભારતના લોકોનો મુખ્ય ખોરાક ભાત, માછલી અને કઠોળ છે. આ ઉપરાંત, તેઓ ખોરાકમાં ચોખામાંથી બનાવેલ ઈડલી, ડોસા અને મેંદુવડા જેવી વાનગીઓ કોપરાની ચટણી તથા ‘રસમ’ નામે જાણીતી દાળ સાથે લે છે. કૉફી અહીંનું લોકપ્રિય પીણું છે.

પ્રશ્ન 12.
દક્ષિણ ભારતના લોકો કેવો પોશાક પહેરે છે?
ઉત્તર:
દક્ષિણ ભારતની આબોહવા એકંદરે ગરમ અને ભેજવાળી ર છે. તેથી અહીંના લોકો ખૂલતાં સુતરાઉ કપડાં પહેરે છે. અહીંના પુરુષો 3 લુંગી કે ટૂંકી ધોતી, પહેરણ, ખભે ખેસ અને માથે પાઘડી પહેરે છે; સ્ત્રીઓ દક્ષિણી સાડી, ચણિયો અને કબજો પહેરે છે. ફૂલોની શોખીન સ્ત્રીઓ માથામાં વેણી પહેરે છે. સાગરખેડૂઓ અલગ પોશાક પહેરે છે.

પ્રશ્ન 13.
દક્ષિણ ભારતનાં મકાનો કેવાં હોય છે?
ઉત્તર:
દક્ષિણ ભારતનાં શહેરોમાં ઈંટ-સિમેન્ટનાં ધાબાવાળાં આધુનિક ઢબનાં મકાનો હોય છે. અહીંના ગરમ વિસ્તારોમાં ઘાસ અને નાળિયેરનાં પાનથી છરેલાં ઝૂંપડાં હોય છે. અહીંના વધુ વરસાદવાળા પ્રદેશોમાં વધુ ઢાળવાળાં છાપરાં હોય છે. દક્ષિણ ભારતના દરેક રાજ્યમાં 5 લોકો ઘરના આંગણે રોજ રંગોળી પૂરે છે.

પ્રશ્ન 14.
પૂર્વ ભારતના લોકો કેવો પોશાક પહેરે છે?
ઉત્તર:
પૂર્વ ભારતમાં બિહારમાં પુરુષો ધોતિયું, ઝભ્ભો અને માથે પાઘડી પહેરે છે અને ખભે ખેસ નાખે છે; જ્યારે સ્ત્રીઓ સાડી, ચણિયો અને કબજો પહેરે છે. પશ્ચિમ બંગાળમાં પુરુષો પાટલીવાળું ધોતિયું અને રેશમી ઝભ્ભો પહેરે છે; જ્યારે સ્ત્રીઓ વિશિષ્ટ ઢબની બંગાળી સાડી પહેરે છે. પૂર્વ ભારતમાં ગરમી અને વરસાદનું પ્રમાણ વધુ હોવાથી લોકો સુતરાઉ કપડાં પસંદ કરે છે અને તે થોડાં ઊંચાં પહેરે છે.

પ્રશ્ન 15.
પૂર્વ ભારતમાં રહેઠાણો કેવાં હોય છે?
ઉત્તર:
પૂર્વ ભારતનાં મેદાનોમાં ઈંટ-સિમેન્ટનાં બનેલાં પાકાં ? મકાનો હોય છે. પહાડી વિસ્તારોનાં મકાનો લાકડાં અને વાંસનાં બનેલાં હોય છે. અહીંના વધારે વરસાદવાળા વિસ્તારોમાં ઝૂંપડાંનાં છાપરાં ઢાળવાળાં હોય છે. પશ્ચિમ બંગાળના લોકો ઘરના પાછલા ભાગમાં પુકુર (નાનકડું તળાવ) બનાવી તેમાં માછલાં ઉછેરે છે.

પ્રશ્ન 16.
પૂર્વ ભારતના તહેવારો અને ઉત્સવો જણાવો.
ઉત્તર:
પૂર્વ ભારતમાં બિહારમાં છઠ્ઠ અને ભૈયાદૂજ તથા પશ્ચિમ બંગાળમાં દુર્ગાપૂજાના તહેવારો ભવ્ય રીતે ઊજવવામાં આવે છે. આ ઉપરાંત, અહીં ઈદ અને ક્રિસમસના તહેવારો પણ ઊજવાય છે. પુરી(જગન્નાથપુરી)ની રથયાત્રા જગપ્રસિદ્ધ છે. પશ્ચિમ બંગાળનું રવીન્દ્ર સંગીત અને છાઉ નૃત્ય, અસમનાં બિહુ અને ઓજમાલી નૃત્યો, ઓડિશાનું ઓડિશી નૃત્ય અને મણિપુરનું મણિપુરી નૃત્ય વગેરે જાણીતાં છે.

પ્રશ્ન 17.
યશનાં માસી શારદાબહેન અને તેના માસા દિવાળી મનાવવા તેને ઘેર આવ્યાં હતાં. શારદાબહેને રસગુલ્લાનો ડબો યશને આપતાં કહ્યું, “બેટા, આ અમારે ત્યાંની પ્રિય મીઠાઈ છે. તમે વિચારીને જણાવો કે એ મીઠાઈ કયા પ્રદેશની છે? એ પ્રદેશના લોકોના પહેરવેશ અને તહેવાર વિશે જાણકારી આપો.
ઉત્તર:
‘રસગુલ્લાં’ મીઠાઈ પશ્ચિમ બંગાળના લોકોની પ્રિય મીઠાઈ છે. પશ્ચિમ બંગાળના પુરુષો પાટલીવાળું ધોતિયું અને રેશમી ઝભ્યા પહેરે છે અને સ્ત્રીઓ બંગાળી ઢબે સાડી પહેરે છે. પશ્ચિમ બંગાળમાં દુર્ગાપૂજાનો તહેવાર ભવ્ય રીતે ઊજવાય છે.

GSEB Class 9 Social Science Important Questions Chapter 19 ભારત: લોકજીવન

પ્રશ્ન 18.
તમે તમારાં મમ્મી-પપ્પા સાથે દક્ષિણ ભારતના પ્રવાસે છે ગયા છો. એક શહેરના બજારમાં ફરતાં ફરતાં તમને લુંગી અને ટૂંકી ધોતી પહેરેલા પુરુષો અને માથામાં વેણી પહેરેલી સ્ત્રીઓ જોવા મળી. તમે વિચારીને જણાવો કે તેઓ કયા પ્રદેશના છે? તેઓ કઈ ભાષા બોલે છે? તેમના મુખ્ય તહેવારો કયા કયા છે?
ઉત્તરઃ
આ લોકો કેરલના છે. તેઓ મલયાલમ ભાષા બોલે છે છે. ઓણમ, નાતાલ, ઈદ, શિવરાત્રી એ તેમના મુખ્ય તહેવારો છે.

પ્રશ્ન 19.
તમારા વર્ગમાં એક નવો વિદ્યાર્થી આવ્યો હતો. તે તમારી સાથે પાટલી પર બેઠો. શરૂઆતમાં તે તમારી સાથે મરાઠી ભાષામાં બોલવા લાગ્યો. તમે વિચારીને જણાવો કે તે કયા રાજ્યમાંથી આવ્યો છે? એ રાજ્યના લોકોનો પહેરવેશ કેવો હશે? ત્યાં ક્યો તહેવાર ભવ્ય રીતે ઊજવવામાં આવે છે?
ઉત્તરઃ
આ વિદ્યાર્થી મહારાષ્ટ્ર રાજ્યમાંથી આવ્યો છે. અહીંના પુરુષોનો પરંપરાગત પહેરવેશ ધોતિયું અને પહેરણ છે. તેઓ માથે ટોપી કે પાઘડી પહેરે છે. અહીંની સ્ત્રીઓ મહારાષ્ટ્રીય ઢબે સાડી પહેરે છે. મહારાષ્ટ્રમાં ગણેશચતુર્થીનો તહેવાર ભવ્ય રીતે ઊજવવામાં આવે છે.

પ્રશ્ન 20.
શ્યામ તેનાં મમ્મી-પપ્પા સાથે એક સાંજે રેસ્ટોરન્ટમાં જમવા ગયો. તેના પપ્પાએ જમવાનું મંગાવ્યું ત્યારે જમવામાં ઘઉંમાંથી બનાવેલી તંદુરી રોટી આવી. શ્યામ વિચારે છે કે, આપણા દેશના કયા રાજ્યમાં લોકો ખોરાકમાં તંદુરી રોટીનો ઉપયોગ કરતા હશે? એ રાજ્યના લોકોનો ખોરાક અને પોશાક જણાવો.
ઉત્તરઃ
આપણા દેશમાં પંજાબમાં લોકો ખોરાકમાં તંદુરી રોટીનો ઉપયોગ કરે છે. તેઓ ખોરાકમાં જાતજાતના પરોઠાનો તેમજ પનીર મિશ્રિત શાકનો છૂટથી ઉપયોગ કરે છે. ‘લસ્સી’ એ પંજાબનું જાણીતું પીણું છે.
પંજાબના લોકોનો પોશાક પંજાબી ડ્રેસ તરીકે જાણીતો છે. અહીંના પુરુષો વિશેષ પ્રકારનો ઝભ્ભો અને ખૂલતી સલવાર પહેરે છે. તેઓ માથે પાઘડી પહેરે છે. કેટલાક પુરુષો ઝભ્ભા ઉપર ભરત ભરેલ કોટી પહેરે છે. અહીંની સ્ત્રીઓ સલવાર-કમીઝ પહેરે છે.

પ્રશ્ન 21.
તમારી શાળામાં કેટલાક પ્રવાસીઓ આવે છે. તેમાં પુરુષોએ ધોતિયું, ઝભ્ભો અને માથે સફેદ ટોપી કે પાઘડી પહેરેલી છે. વિદ્યાર્થીઓ કુતૂહલવશ વિચારે છે – આ ક્યા પ્રદેશના લોકો હશે? વિચારીને જણાવો કે આ પ્રદેશ કયો છે? તેના પહેરવેશ, રહેઠાણ અને ભાષા વિશે જાણકારી આપો.
ઉત્તરઃ
શાળામાં આવેલા પ્રવાસીઓ ગુજરાત રાજ્યના છે. ગુજરાતમાં પુરુષો ધોતિયું, ઝભ્ભો, માથે સફેદ ટોપી કે પાઘડી પહેરે છે; જ્યારે સ્ત્રીઓ સાડી, ચણિયો અને કબજો પહેરે છે.
ગુજરાતનાં નાનાં-મોટાં શહેરોમાં લોકો ઈંટ-સિમેન્ટમાંથી બનાવેલાં આધુનિક મકાનોમાં રહે છે. ગામડાંમાં લોકો ઈંટ-માટીમાંથી બનાવેલાં ઘરોમાં રહે છે. ગુજરાતમાં લોકોની મુખ્ય ભાષા ગુજરાતી છે. ગુજરાતના કચ્છ પ્રદેશમાં લોકો કચ્છી બોલી બોલે છે.

નીચેના પ્રશ્નોના એક-બે વાક્યોમાં ઉત્તર લખો :

પ્રશ્ન 1.
ઠંડા અને પહાડી પ્રદેશમાં રહેતા લોકોનો પહેરવેશ કેવો હોય છે?
ઉત્તરઃ
ઠંડા અને પહાડી પ્રદેશમાં રહેતા લોકોનો પહેરવેશ ઊની તથા સમગ્ર શરીર ઢંકાઈ જાય તેવો હોય છે.

પ્રશ્ન 2.
જે પ્રદેશમાં બારે માસ તાપમાન ઊંચું રહેતું હોય ત્યાંના લોકોનો પહેરવેશ કેવો હોય છે?
ઉત્તર:
જે પ્રદેશમાં બારે માસ તાપમાન ઊંચું રહેતું હોય ત્યાંના લોકોનો પહેરવેશ આછા રંગોવાળો, સુતરાઉ અને ખૂલતો હોય છે.

પ્રશ્ન 3.
લોકજીવનની દષ્ટિએ ભારતના કેટલા ભાગ પડે છે?
ઉત્તર:
લોકજીવનની દષ્ટિએ ભારતના ચાર ભાગ પડે ડે છેઃ

  • પશ્ચિમ ભારત,
  • પૂર્વ ભારત,
  • દક્ષિણ ભારત અને
  • ઉત્તર ભારત.

પ્રશ્ન 4.
રાજસ્થાનના લોકોનો મુખ્ય ખોરાક શો છે?
ઉત્તરઃ
રાજસ્થાનના લોકોનો મુખ્ય ખોરાક બાજરી અને દાળબાટી છે.

GSEB Class 9 Social Science Important Questions Chapter 19 ભારત: લોકજીવન

પ્રશ્ન 5.
ગુજરાતના લોકોનો મુખ્ય ખોરાક શો છે?
ઉત્તરઃ
ગુજરાતના લોકોનો મુખ્ય ખોરાક રોટલી-ભાખરી, શાક, દાળ-ભાત, ખીચડી અને કઢી છે.

પ્રશ્ન 6.
ગુજરાતની જાણીતી મીઠાઈ કઈ છે?
ઉત્તરઃ
ગુજરાતની જાણીતી મીઠાઈ જલેબી છે.

પ્રશ્ન 7.
પશ્ચિમ ભારતના દરિયાકિનારે રહેતા લોકોનો મુખ્ય ખોરાક શો છે?
ઉત્તરઃ
પશ્ચિમ ભારતના દરિયાકિનારે રહેતા લોકોનો મુખ્ય ખોરાક ભાત અને માછલાં છે.

પ્રશ્ન 8.
રાજસ્થાનનાં સ્ત્રી-પુરુષો કેવો પોશાક પહેરે છે?
ઉત્તરઃ
રાજસ્થાનની સ્ત્રીઓ ઘેરવાળો રંગીન ચણિયો, કેડ સુધી પહોંચે એવો કબજો અને માથે ઓઢણી ઓઢે છે; જ્યારે પુરુષો ધોતી, અંગરખું અને રંગબેરંગી પાઘડી પહેરે છે.

પ્રશ્ન 9.
ગુજરાતનાં સ્ત્રી-પુરુષોનો પોશાક કેવો હોય છે?
ઉત્તર:
ગુજરાતની સ્ત્રીઓ સાડી, ચણિયો અને કબજો પહેરે છે; જ્યારે પુરુષો ધોતિયું, ઝભ્ભો કે ચોરણો તેમજ માથે સફેદ ટોપી કે પાઘડી પહેરે છે.

પ્રશ્ન 10.
રાજસ્થાનમાં મોટા ભાગનાં મકાનો ધાબાવાળાં શાથી હોય છે?
ઉત્તરઃ
રાજસ્થાનમાં થરનું રણ છે, તેથી ત્યાં વરસાદ ઘણો ઓછો – પડે છે. આથી રાજસ્થાનમાં મોટા ભાગનાં મકાનો ધાબાવાળા હોય છે.

પ્રશ્ન 11.
પશ્ચિમ ભારતના લોકો કઈ કઈ ભાષાઓ બોલે છે?
ઉત્તરઃ
પશ્ચિમ ભારતમાં રાજસ્થાન અને મધ્ય પ્રદેશના લોકો હિન્દી, ગુજરાતના લોકો ગુજરાતી, મહારાષ્ટ્રમાં મરાઠી અને ગોવાના લોકો કોંકણી ભાષા બોલે છે.

પ્રશ્ન 12.
રાજસ્થાનમાં કયા તહેવારો ધામધૂમથી ઊજવાય છે?
ઉત્તરઃ
રાજસ્થાનમાં હોળી અને ગણગૌરના તહેવારો ધામધૂમથી ઊજવાય છે.

પ્રશ્ન 13.
રાજસ્થાનનાં કયાં લોકનૃત્યો ખૂબ જાણીતાં છે?
ઉત્તરઃ
રાજસ્થાનનાં ઘુમ્મર, કચ્ચીઘોડી અને કાલબેલિયા લોકનૃત્યો 2. ખૂબ જાણીતાં છે.

પ્રશ્ન 14.
મહારાષ્ટ્રમાં કયો તહેવાર ભવ્ય રીતે ઊજવવામાં આવે છે?
ઉત્તરઃ
મહારાષ્ટ્રમાં ગણેશચતુર્થીનો તહેવાર ભવ્ય રીતે ઊજવવામાં આવે છે.

પ્રશ્ન 15.
મહારાષ્ટ્રનું કયું નૃત્ય પ્રસિદ્ધ છે?
ઉત્તરઃ
મહારાષ્ટ્રનું લાવણી નૃત્ય પ્રસિદ્ધ છે.

પ્રશ્ન 16.
પશ્ચિમ ભારતના લોકો કયા કયા તહેવારો ઊજવે છે?
ઉત્તરઃ
પશ્ચિમ ભારતના લોકો દિવાળી, નવરાત્રી, શિવરાત્રી, હોળી, દશેરા, ગણેશચતુર્થી, ઈદ, મહોરમ, નાતાલ, મહાવીરજયંતી, પતેતી, ચેટીચાંદ વગેરે તહેવારો ઊજવે છે.

પ્રશ્ન 17.
ઉત્તર ભારતમાં કયાં કયાં રાજ્યોનો સમાવેશ થાય છે?
ઉત્તરઃ
ઉત્તર ભારતમાં પંજાબ, હરિયાણા, જમ્મુ-કશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, દિલ્લી વગેરે રાજ્યોનો સમાવેશ થાય છે.

પ્રશ્ન 18.
દેવભૂમિ તરીકે ઓળખાતો પર્વતીય પ્રદેશ કયો છે?
ઉત્તરઃ
હિમાચલ પ્રદેશ દેવભૂમિ તરીકે ઓળખાતો પર્વતીય પ્રદેશ છે.

પ્રશ્ન 19.
પંજાબનું જાણીતું પીણું કયું છે?
ઉત્તરઃ
પંજાબનું જાણીતું પીણું લસ્સી છે.

પ્રશ્ન 20.
જમ્મુ-કશ્મીરના લોકોનો મુખ્ય ખોરાક શો છે?
ઉત્તરઃ
જમ્મુ-કાશ્મીરના લોકોનો મુખ્ય ખોરાક ભાત અને માંસમચ્છી છે.

પ્રશ્ન 21.
ઉત્તર પ્રદેશના લોકોનો મુખ્ય ખોરાક શો છે?
ઉત્તરઃ
ઉત્તર પ્રદેશના લોકોનો મુખ્ય ખોરાક રોટલી, દાળ-ભાત અને શાકભાજી છે.

GSEB Class 9 Social Science Important Questions Chapter 19 ભારત: લોકજીવન

પ્રશ્ન 22.
ઉત્તર પ્રદેશનાં સ્ત્રી-પુરુષોનો પોશાક શો છે?
ઉત્તરઃ
ઉત્તર પ્રદેશની સ્ત્રીઓ સાડી, કબજો અને ચણિયો પહેરે છે; પુરુષો ધોતી અને પહેરણ પહેરે છે અને માથે ગમછો બાંધે છે.

પ્રશ્ન 23.
પંજાબના મુખ્ય તહેવારો કયા કયા છે?
ઉત્તરઃ
પંજાબના મુખ્ય તહેવારો વૈશાખી અને લાહોરી છે.

પ્રશ્ન 24.
ઉત્તર ભારતના મુખ્ય તહેવારો કયા કયા છે?
ઉત્તર:
ઉત્તર ભારતના મુખ્ય તહેવારો હોળી, શિવરાત્રી, રામનવમી, જન્માષ્ટમી, દશેરા, ઈદ, મહોરમ, નાતાલ વગેરે છે.

પ્રશ્ન 25.
ઉત્તર પ્રદેશનું જાણીતું નૃત્ય કયું છે?
ઉત્તરઃ
ઉત્તર પ્રદેશનું જાણીતું નૃત્ય કથક છે.

પ્રશ્ન 26.
દક્ષિણ ભારતમાં કયાં કયાં રાજ્યોનો સમાવેશ થાય છે?
ઉત્તરઃ
દક્ષિણ ભારતમાં આંધ્ર પ્રદેશ, તેલંગણા, કર્ણાટક, તમિલનાડુ, કેરલ વગેરે રાજ્યોનો સમાવેશ થાય છે.

પ્રશ્ન 27.
દક્ષિણ ભારતના લોકોનો મુખ્ય ખોરાક શો છે?
ઉત્તર:
દક્ષિણ ભારતના લોકોનો મુખ્ય ખોરાક ભાત, માછલી તેમજ ઈડલી, ડોસા, મેંદુવડા જેવી ચોખાની વાનગીઓ અને કઠોળ છે.

પ્રશ્ન 28.
દક્ષિણ ભારતનાં સ્ત્રી-પુરુષોનો પોશાક શો છે?
ઉત્તરઃ
દક્ષિણ ભારતની સ્ત્રીઓ દક્ષિણી સાડી, ચણિયો અને કબજો પહેરે છે; જ્યારે પુરુષો લુંગી અને પહેરણ પહેરે છે તથા ખભે 3 ખેસ નાખે છે અને માથે પાઘડી પહેરે છે.

પ્રશ્ન 29.
દક્ષિણ ભારતમાં કઈ કઈ ભાષાઓ બોલાય છે?
ઉત્તરઃ
આંધ્ર પ્રદેશ અને તેલંગણામાં તેલુગુ, કર્ણાટકમાં કન્નડ, તમિલનાડુમાં તમિલ અને કેરલમાં મલયાલમ ભાષા બોલાય છે.

પ્રશ્ન 30.
દક્ષિણ ભારતમાં કયા કયા તહેવારો ઊજવાય છે?
ઉત્તરઃ
આંધ્ર પ્રદેશમાં શિવરાત્રી, મકરસંક્રાંતિ અને વિશાખા; કર્ણાટકમાં દશેરા, ઈદ અને નવરાત્રી; કેરલમાં ઓણમ, નાતાલ, ઈદ અને શિવરાત્રી તથા તમિલનાડુમાં પોંગલ વગેરે તહેવારો ઊજવાય છે.

પ્રશ્ન 31.
દક્ષિણ ભારતનાં ક્યાં કયાં નૃત્યો ખૂબ જાણીતાં છે?
ઉત્તરઃ
આંધ્ર પ્રદેશનું કૂચીપુડી, કેરલનું કથકલી અને તમિલનાડુનું ભરતનાટ્યમ્ નૃત્યો ખૂબ જાણીતાં છે.

પ્રશ્ન 32.
તમિલનાડુનો મુખ્ય તહેવાર કયો છે?
ઉત્તર:
તમિલનાડુનો મુખ્ય તહેવાર પોંગલ છે.

પ્રશ્ન 33.
પૂર્વ ભારતમાં કયાં કયાં રાજ્યોનો સમાવેશ થાય છે?
ઉત્તર:
પૂર્વ ભારતમાં બિહાર, ઝારખંડ, છત્તીસગઢ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, અસમ, અરુણાચલ પ્રદેશ, નાગાલૅન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, મેઘાલય, સિક્કિમ વગેરે રાજ્યોનો સમાવેશ થાય છે.

પ્રશ્ન 34.
પૂર્વ ભારતના લોકોનો ખોરાક શો છે?
ઉત્તર:
પૂર્વ ભારતના લોકોનો ખોરાક ભાત, માછલી, રોટલી, કઠોળ, લીલાં શાકભાજી વગેરે છે.

પ્રશ્ન 35.
બંગાળી લોકોની પ્રિય મીઠાઈઓ કઈ કઈ છે?
ઉત્તર:
‘રસગુલ્લાં’ અને ‘સંદેશ’ બંગાળી લોકોની પ્રિય મીઠાઈઓ છે.

GSEB Class 9 Social Science Important Questions Chapter 19 ભારત: લોકજીવન

પ્રશ્ન 36.
બિહારના લોકો કેવો પોશાક પહેરે છે?
ઉત્તરઃ
બિહારના પુરુષો ધોતિયું, ઝભ્ભો અને માથે પાઘડી પહેરે છે તથા ખભે ખેસ નાખે છે; સ્ત્રીઓ સાડી, ચણિયો અને કબજો પહેરે છે.

પ્રશ્ન 37.
પશ્ચિમ બંગાળનાં સ્ત્રી-પુરુષો કેવો પોશાક પહેરે છે?
ઉત્તર:
પશ્ચિમ બંગાળની સ્ત્રીઓ બંગાળી ઢબે સાડી પહેરે છે; જ્યારે પુરુષો પાટલીવાળું ધોતિયું અને રેશમી ઝભ્ભો પહેરે છે.

પ્રશ્ન 38.
પશ્ચિમ બંગાળના લોકો ઘરમાં માછલાં કેવી રીતે ઉછેરે છે?
ઉત્તર:
પશ્ચિમ બંગાળના લોકો ઘરના પાછલા ભાગમાં પુકુર (નાનું તળાવ) બનાવી તેમાં માછલાં ઉછેરે છે.

પ્રશ્ન 39.
પૂર્વ ભારતમાં કઈ કઈ ભાષાઓ બોલાય છે?
ઉત્તરઃ
પૂર્વ ભારતમાં ઝારખંડ, છત્તીસગઢ અને બિહારમાં હિન્દી, અસમમાં અસમી, ઓડિશામાં ઉડિયા, પશ્ચિમ બંગાળમાં બંગાળી (બાંગ્લા), મેઘાલયમાં ગારો અને ખાસી તથા મિઝોરમમાં મિઝો ભાષા બોલાય છે.

પ્રશ્ન 40.
બિહાર અને પશ્ચિમ બંગાળમાં કયા કયા તહેવારો ભવ્ય રીતે ઊજવાય છે?
ઉત્તર:
બિહારમાં છઠ્ઠ અને ભૈયાદૂજના તહેવારો તથા પશ્ચિમ બંગાળમાં દુર્ગાપૂજાનો તહેવાર ભવ્ય રીતે ઊજવાય છે.

પ્રશ્ન 41.
અસમનું જાણીતું નૃત્ય કયું છે?
ઉત્તર:
અસમનું જાણીતું નૃત્ય બિહુ છે.

પ્રશ્ન 42.
ઓડિશાનું જાણીતું નૃત્ય કર્યું છે?
ઉત્તર:
ઓડિશાનું જાણીતું નૃત્ય ઓડિશી છે.

પ્રશ્ન 43.
કયા શહેરની રથયાત્રા વિશ્વભરમાં પ્રખ્યાત છે?
ઉત્તરઃ
પુરી(જગન્નાથપુરી)ની રથયાત્રા વિશ્વભરમાં પ્રખ્યાત છે.

કારણો આપી વિધાનો પૂરાં કરો:

પ્રશ્ન 1.
ભારત વિવિધતામાં એકતા ધરાવતો ભાતીગળ દેશ છે, કારણ કે….
ઉત્તર:
ભારતના લોકોના ખોરાક, પહેરવેશ, રહેઠાણ, ભાષા, બોલી, ઉત્સવો – તહેવારો, ધર્મ વગેરેમાં ઘણી જ ભિન્નતા છે, છતાં તેઓ એક જ દેશમાં ભારતીય પ્રજા તરીકે સંપીને રહે છે.

પ્રશ્ન 2.
રાજસ્થાનમાં મોટા ભાગનાં મકાનો ધાબાવાળાં હોય છે, કારણ કે….
ઉત્તરઃ
રાજસ્થાનમાં થરથરપાકર)નું રણ છે. તેથી ત્યાં વરસાદ ઘણો ઓછો પડે છે.

પ્રશ્ન 3.
જમ્મુ-કશ્મીર પૃથ્વી પરનું સ્વર્ગ કહેવાય છે, કારણ કે…
ઉત્તરઃ
જમ્મુ-કશ્મીર અનુપમ અને રમણીય પ્રાકૃતિક સૌંદર્ય ધરાવે છે.

પ્રશ્ન 4.
સમગ્ર ભારતમાં બધા ધાર્મિક અને રાષ્ટ્રીય તહેવારો ઊજવવામાં આવે છે, કારણ કે…
ઉત્તર:
ભારત બિનસાંપ્રદાયિક દેશ છે.

યોગ્ય જોડકાં જોડો:

પ્રશ્ન 1.

વિભાગ ‘અ’ (નૃત્યો) વિભાગ ‘બ’ (રાજ્યો)
1. ઘુમ્મર 1. પંજાબ
2. ભાંગડા 2. તમિલનાડુ
3. કથકલી 3. કર્ણાટક
4. ભરતનાટ્યમ્ 4. રાજસ્થાન
5. કેરલ

ઉત્તર:

વિભાગ ‘અ’ (નૃત્યો) વિભાગ ‘બ’ (રાજ્યો)
1. ઘુમ્મર 4. રાજસ્થાન
2. ભાંગડા 1. પંજાબ
3. કથકલી 5. કેરલ
4. ભરતનાટ્યમ્ 2. તમિલનાડુ

GSEB Class 9 Social Science Important Questions Chapter 19 ભારત: લોકજીવન

પ્રશ્ન 2.

વિભાગ ‘અ’ (રાજ્યો) વિભાગ ‘બ’ (તહેવારો-ઉત્સવો)
1. ઉત્તર પ્રદેશ 1. દુર્ગાપૂજા
2. તમિલનાડુ 2. રાસ-ગરબા
3. પશ્ચિમ બંગાળ 3. ઓણમ
4. કેરલ 4. પોંગલ
5. હોળી

ઉત્તરઃ

વિભાગ ‘અ’ (રાજ્યો) વિભાગ ‘બ’ (તહેવારો-ઉત્સવો)
1. ઉત્તર પ્રદેશ 5. હોળી
2. તમિલનાડુ 4. પોંગલ
3. પશ્ચિમ બંગાળ 1. દુર્ગાપૂજા
4. કેરલ 3. ઓણમ

પ્રશ્ન 3.

વિભાગ ‘અ’ (નૃત્યો) વિભાગ ‘બ’ (રાજ્યો)
1. બિહુ 1. મહારાષ્ટ્ર
2. કથક 2. અસમ
3. લાવણી 3. પંજાબ
4. ઘુમ્મર 4. ઉત્તર પ્રદેશ
5. રાજસ્થાન

ઉત્તર:

વિભાગ ‘અ’ (નૃત્યો) વિભાગ ‘બ’ (રાજ્યો)
1. બિહુ 2. અસમ
2. કથક 4. ઉત્તર પ્રદેશ
3. લાવણી 1. મહારાષ્ટ્ર
4. ઘુમ્મર 5. રાજસ્થાન

પ્રશ્ન 4.

વિભાગ ‘અ’ (મેળાઓ) વિભાગ ‘બ’ (રાજ્યો)
1. તરણેતર 1. પંજાબ
2. અર્ધકુંભમેળો 2. ઉત્તર પ્રદેશ (પ્રયાગરાજ)
3. કુંભમેળો 3. છત્તીસગઢ
4. શહીદોનો મેળો 4. મહારાષ્ટ્ર (નાશિક)
5. ગુજરાત (થાનગઢ)

ઉત્તર:

વિભાગ ‘અ’ (મેળાઓ) વિભાગ ‘બ’ (રાજ્યો)
1. તરણેતર 5. ગુજરાત (થાનગઢ)
2. અર્ધકુંભમેળો 4. મહારાષ્ટ્ર (નાશિક)
3. કુંભમેળો 2. ઉત્તર પ્રદેશ (પ્રયાગરાજ)
4. શહીદોનો મેળો 1. પંજાબ

પ્રશ્ન 5.

વિભાગ ‘એ’ વિભાગ ‘બ’
1. કૂચીપુડી નૃત્ય 1. કર્ણાટક
2. કન્નડ ભાષા 2. આંધ્ર પ્રદેશ
3. બંગાળી મીઠાઈ 3. ગુજરાત
4. રાસ-ગરબા 4. તમિલનાડુ
5. રસગુલ્લાં

ઉત્તર:

વિભાગ ‘એ’ વિભાગ ‘બ’
1. કૂચીપુડી નૃત્ય 2. આંધ્ર પ્રદેશ
2. કન્નડ ભાષા 1. કર્ણાટક
3. બંગાળી મીઠાઈ 5. રસગુલ્લાં
4. રાસ-ગરબા 3. ગુજરાત

પ્રશ્ન 6.

વિભાગ ‘અ’ વિભાગ ‘બ’
1. ગુજરાતની જાણીતી મીઠાઈ 1. મહારાષ્ટ્ર
2. દેવભૂમિ તરીકે ઓળખાતો પર્વતીય 2. બિહાર પ્રદેશ
3. કાજુકતરી 3. ભવ્ય રીતે ઊજવાતો ગણેશચતુર્થીનો
4. હિમાચલ પ્રદેશ તહેવાર 4. છઠ્ઠ અને ભૈયાદૂજના તહેવારો
5. જલેબી

ઉત્તર:

વિભાગ ‘અ’ વિભાગ ‘બ’
1. ગુજરાતની જાણીતી મીઠાઈ 5. જલેબી
2. દેવભૂમિ તરીકે ઓળખાતો પર્વતીય 4. છઠ્ઠ અને ભૈયાદૂજના તહેવારો
3. કાજુકતરી 1. મહારાષ્ટ્ર
4. હિમાચલ પ્રદેશ તહેવાર 2. બિહાર પ્રદેશ

 

Leave a Comment

Your email address will not be published.