GSEB Class 9 Social Science Important Questions Chapter 3 નૂતન વિશ્વ તરફ પ્રયાણ

Gujarat Board GSEB Class 9 Social Science Important Questions Chapter 3 નૂતન વિશ્વ તરફ પ્રયાણ Important Questions and Answers.

GSEB Class 9 Social Science Important Questions Chapter 3 નૂતન વિશ્વ તરફ પ્રયાણ

નીચેના દરેક વિધાનની ખાલી જગ્યા માટે આપેલા છે વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી, ખાલી જગ્યા પૂરો પ્રત્યેકનો 1 ગુણ)

પ્રશ્ન 1.
ફાસિસ્ટ પક્ષનું પ્રતીક ‘……………………….’ હતું.
A. લાલ રંગની પટ્ટી
B. લાકડાંની ભારી અને કુહાડી
C. સ્વસ્તિકનું ચિહ્ન
ઉત્તરઃ
B. લાકડાંની ભારી અને કુહાડી

પ્રશ્ન 2.
નાઝી પક્ષની વિચારસરણીમાં રાષ્ટ્રવાદ અને ‘……………………..’ ને સમન્વય હતો.
A. સામ્રાજ્યવાદ
B. સમાજવાદ
C. ફાસીવાદ
ઉત્તરઃ
A. સામ્રાજ્યવાદ

પ્રશ્ન 3.
પ્રથમ વિશ્વયુદ્ધને અંતે થયેલી …………………… ની સંધિમાં જ દ્વિતીય વિશ્વયુદ્ધનાં બી વવાયાં હતાં.
A. બૉલ્સેવિક
B. ફ્રેન્કફર્ટ
C. વર્સેલ્સ
ઉત્તરઃ
C. વર્સેલ્સ

પ્રશ્ન 4.
દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન …………………. જાપાનનાં હિરોશિમાં અને નાગાસાકી શહેરો પર અણુબૉમ્બ ફેંક્યા.
A. અમેરિકાએ
B. બ્રિટને
C. રશિયાએ
ઉત્તરઃ
A. અમેરિકાએ

પ્રશ્ન 5.
ઇટાલીએ જર્મની અને જાપાનના સહયોગથી ‘……………………..’ ધરીની
રચના કરી.
A. રોમ-લંડન-ટોકિયો
B. મૉસ્કો-બર્લિન-ટોકિયો
C. રોમ-બર્લિન-ટોકિયો
ઉત્તરઃ
B. મૉસ્કો-બર્લિન-ટોકિયો

GSEB Class 9 Social Science Important Questions Chapter 3 નૂતન વિશ્વ તરફ પ્રયાણ

પ્રશ્ન 6.
…………………. ના નેતૃત્વ નીચે ચીનમાં સામ્યવાદી સરકારની સ્થાપના થઈ.
A. માઓ-સે-તુંગ
B. માઓ-ત્સ-ચુંગ
C. માઓ-ત્સ-શંગ
ઉત્તરઃ
A. માઓ-સે-તુંગ

પ્રશ્ન 7.
સંયુક્ત રાષ્ટ્રોનું મુખ્ય કાર્યાલય યુ.એસ.એ.ના ………………………… શહેર ખાતે આવેલું છે.
A. ન્યૂ યૉર્ક
B. વૉશિંગ્ટન
C. ઍન ફ્રન્સિસ્કો
ઉત્તરઃ
A. ન્યૂ યૉર્ક

પ્રશ્ન 8.
………………….. નો દિવસ યુ.એન. ડે (United Nations Day) તરીકે વિશ્વભરમાં ઊજવાય છે.
A. 10 નવેમ્બર
B. 5 જૂન
C. 24 ઑક્ટોબર
ઉત્તરઃ
C. 24 ઑક્ટોબર

પ્રશ્ન 9.
જર્મન પ્રજા હિટલરને …………………… માનતી હતી.
A. હ્યુહરર
B. ફ્યુહરર
C. મેન્ગોર
ઉત્તરઃ
B. ફ્યુહરર

પ્રશ્ન 10.
નાઝી પક્ષના સૈનિકો ……………………… રંગનો લશ્કરી પોશાક પહેરતા હતા.
A. લાલ
B. કાળા
C. ભૂરા
ઉત્તરઃ
C. ભૂરા

GSEB Class 9 Social Science Important Questions Chapter 3 નૂતન વિશ્વ તરફ પ્રયાણ

પ્રશ્ન 11.
જાપાનની …………………… પ્રવૃત્તિઓને પશ્ચિમના દેશો રોકી શક્યા નહિ.
A. સમાજવાદી
B. સામ્રાજ્યવાદી
C. લોકશાહી
ઉત્તરઃ
B. સામ્રાજ્યવાદી

પ્રશ્ન 12.
જર્મનીના સરમુખત્યાર ……………………… વર્સેલ્સની સંધિને ‘કાગળનું ચીંથરું’ કહીને ફગાવી દેવાની હાકલ કરી.
A. ઍડોલ્ફ હિટલરે
B. મુસોલિનીએ
C. લેનિને
ઉત્તરઃ
A. ઍડોલ્ફ હિટલરે

પ્રશ્ન 13.
હિટલરની …………………….. નીતિ દ્વિતીય વિશ્વયુદ્ધ માટે જવાબદાર હતી.
A. ઝારવાદી
B. સમાજવાદી
C. સામ્રાજ્યવાદી
ઉત્તરઃ
C. સામ્રાજ્યવાદી

પ્રશ્ન 14.
દ્વિતીય વિશ્વયુદ્ધ પછી વિશ્વ …………………… અને …………………… એમ બે મહાસત્તાઓમાં વહેંચાઈ ગયું.
A. અમેરિકા, બ્રિટન
B. અમેરિકા, રશિયા
C. રશિયા, જાપાન
ઉત્તરઃ
B. અમેરિકા, રશિયા

પ્રશ્ન 15.
…………………….. સંયુક્ત રાષ્ટ્રો(UN)નું સૌથી મોટું અંગ છે.
A. સામાન્ય સભા
B. સચિવાલય
C. સલામતી સમિતિ
ઉત્તર:
A. સામાન્ય સભા

GSEB Class 9 Social Science Important Questions Chapter 3 નૂતન વિશ્વ તરફ પ્રયાણ

નીચેના વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવો: [પ્રત્યેકનો 1 ગુણ]

(1) મુસોલિનીનો મુદ્રાલેખ હતો ‘એક પક્ષ અનેક નેતા’.
ઉત્તરઃ
ખોટું

(2) નાઝી પક્ષના સૈનિકો ભૂરા રંગનો લશ્કરી પોશાક પહેરતા હતા.
ઉત્તરઃ
ખરું

(3) જર્મનીએ ફ્રાન્સ સાથે બિનઆક્રમણ સંધિ કરી.
ઉત્તરઃ
ખોટું

(4) 11 સપ્ટેમ્બર, 1939ના રોજ દ્વિતીય વિશ્વયુદ્ધ શરૂ થયું.
ઉત્તરઃ
ખોટું

(5) 24 ઑક્ટોબર, 1945ના દિવસે સંયુક્ત રાષ્ટ્રોની સ્થાપના કરવામાં આવી.
ઉત્તરઃ
ખરું

(6) દ્વિતીય વિશ્વયુદ્ધમાં મિત્રરાષ્ટ્રોનો વિજય થયો.
ઉત્તરઃ
ખરું

GSEB Class 9 Social Science Important Questions Chapter 3 નૂતન વિશ્વ તરફ પ્રયાણ

(7) સામાન્ય સભા સંયુક્ત રાષ્ટ્રોનું સૌથી મોટું અંગ છે.
ઉત્તરઃ
ખરું

(8) ભારત સંયુક્ત રાષ્ટ્રોની સલામતી સમિતિનું કાયમી સભ્ય છે.
ઉત્તરઃ
ખોટું

(9) ફાસિસ્ટ પક્ષના સ્વયંસેવકો સફેદ રંગનો ગણવેશ પહેરતા હતા.
ઉત્તરઃ
ખોટું

(10) નાઝી પક્ષમાં રાષ્ટ્રવાદ અને સામ્રાજ્યવાદનો સમન્વય હતો.
ઉત્તરઃ
ખરું

(11) જાપાનના લશ્કરી રાષ્ટ્રવાદ વિસ્તારવાદની નીતિ વ્યાપક બનાવી.
ઉત્તરઃ
ખરું

(12) અમેરિકાના ‘દલાલ સ્ટ્રીટ સંકટે’ વૈશ્વિક મહામંદીનું સર્જન કર્યું હતું.
ઉત્તરઃ
ખોટું

GSEB Class 9 Social Science Important Questions Chapter 3 નૂતન વિશ્વ તરફ પ્રયાણ

(13) પ્રથમ વિશ્વયુદ્ધને અંતે બર્લિન શાંતિ પ્રક્રિયામાં વર્સેલ્સની સંધિ કરવામાં આવી.
ઉત્તરઃ
ખોટું

(14) જર્મનીના સરમુખત્યાર એડોલ્ફ હિટલરે વર્સેલ્સની સંધિને ‘કાપડનું ચીંથરું’ કહીને ફગાવી દેવાની હાકલ કરી હતી.
ઉત્તરઃ
ખોટું

(15) જર્મનીએ પોલૅન્ડ પર આક્રમણ કર્યું એ સાથે દ્વિતીય વિશ્વયુદ્ધની શરૂઆત થઈ.
ઉત્તરઃ
ખરું

નીચેના પ્રશ્નોના એક-બે શબ્દોમાં ઉત્તર લખો: [પ્રત્યેકનો 1 ગુણ]

(1) પ્રથમ વિશ્વયુદ્ધ પછી કેટલાંક રાષ્ટ્રોમાં કયા પ્રકારની સરકારનો ઉદય થયો? – સરમુખત્યારશાહી
(2) ઈટાલીમાં કઈ સરમુખત્યારશાહીનો ઉદય થયો? – ફાસીવાદ
(3) જર્મનીમાં કઈ સરમુખત્યારશાહીનો ઉદય થયો? – નાઝીવાદ
(4) ઇટાલીમાં ફાસિસ્ટ પક્ષની સ્થાપના કોણે કરી? – બેનિટો મુસોલિનીએ
(5) ‘લાકડાંની ભારી અને કુહાડી’ કયા પક્ષનું પ્રતીક હતું? – ફાસિસ્ટ
(6) ફાસીવાદ ઇટાલીના કયા શબ્દ પરથી ઊતરી આવ્યો છે? – ફાસેજે
(7) ‘એક પક્ષ અને એક નેતા’ એ કોનો મુદ્રાલેખ હતો? – મુસોલિનીનો
(8) ફાસિસ્ટ પક્ષનો ગણવેશ કયા રંગનો હતો? – કાળા
(9) જર્મનીને કઈ સંધિ પર સહી કરવાની ફરજ પડી? – વર્સેલ્સની
(10) નાઝી પક્ષની વિચારસરણીમાં કોનો સમન્વય હતો? – રાષ્ટ્રવાદ અને સમાજવાદ

GSEB Class 9 Social Science Important Questions Chapter 3 નૂતન વિશ્વ તરફ પ્રયાણ

(11) જર્મનીમાં સરમુખત્યારશાહી કોણે સ્થાપી? – ઍડોલ્ફ હિટલરે
(12) જર્મન પ્રજા હિટલરને શું માનતી હતી? – ફ્યુહરર (તારણહાર)
(13) નાઝીવાદના સૈનિકો કયા રંગનો લશ્કરી પોશાક પહેરતા? – ભૂરા
(14) નાઝીવાદના સૈનિકો ખભા પર કર્યું પ્રતીક લગાવતા હતા? – સ્વસ્તિકGSEB Class 9 Social Science Important Questions Chapter 3 નૂતન વિશ્વ તરફ પ્રયાણ 1,1નું
(15) બીજા વિશ્વયુદ્ધના અંત સુધીમાં માર્યા ગયેલા યહૂદીઓની ઘટના કયા નામે ઓળખાય છે? – હોલીકાસ્ટ (નરસંહાર).
(16) જાપાનની કઈ પ્રવૃત્તિઓને પશ્ચિમના દેશો રોકી શક્યા નહિ? – સામ્રાજ્યવાદી
(17) જાપાનના લશ્કરી, રાષ્ટ્રવાદે કઈ નીતિ વ્યાપક બનાવી? – વિસ્તારવાદની
(18) જાપાને મંચુરિયામાં પોતાની કઈ સરકાર સ્થાપી? – મંચકો
(19) જાપાનના કયા શહેનશાહે દેશની સામ્રાજ્યવાદી પ્રવૃત્તિઓને ઉત્તેજન આપ્યું? – હીરોહીટોએ
(20) વૉલ સ્ટ્રીટ સંકટમાંથી કઈ સ્થિતિનું સર્જન થયું હતું? – વૈશ્વિક મહામંદીનું

GSEB Class 9 Social Science Important Questions Chapter 3 નૂતન વિશ્વ તરફ પ્રયાણ

(21) કઈ સંધિમાં દ્વિતીય વિશ્વયુદ્ધનાં બીજ વવાઈ ગયાં હતાં? – વર્સેલ્સની સંધિમાં
(22) જર્મનીએ રશિયા સાથે કઈ સંધિ કરી? – બિનઆક્રમક સંધિ
(23) જર્મનીના સરમુખત્યાર હિટલરે વર્સેલ્સની સંધિને શું કહીને ફગાવી દેવાની હાકલ કરી? – ‘કાગળનું ચીંથરું’
(24) દ્વિતીય વિશ્વયુદ્ધના પાયામાં કોણ હતું? – હિટલર
(25) હિટલરના સામ્રાજ્યવાદનો પહેલો શિકાર કયો દેશ બન્યો? – ઑસ્ટ્રિયા
(26) હિટલરની કઈ નીતિ દ્વિતીય વિશ્વયુદ્ધ માટે મુખ્ય જવાબદાર હતી? – સામ્રાજ્યવાદી નીતિ
(27) દ્વિતીય વિશ્વયુદ્ધના પ્રારંભે જર્મનીએ કયા દેશ પર આક્રમણ કર્યું? – પોલૅન્ડ પર
(28) જાપાને હવાઈ ટાપુઓમાં આવેલા કયા સ્થળે અમેરિકન નૌકાદળ પર આક્રમણ કર્યું? – પર્લહાર્બર
(29) જાપાની તાકાતને રોકવા અમેરિકાએ જાપાનનાં કયાં બે શહેરો પર અણુબૉમ્બ ફેંક્યા? – હિરોશિમા અને નાગાસાકી
(30) કયા દેશે શરણાગતિ સ્વીકારતાં દ્વિતીય વિશ્વયુદ્ધનો અંત આવ્યો? – જાપાને

GSEB Class 9 Social Science Important Questions Chapter 3 નૂતન વિશ્વ તરફ પ્રયાણ

(31) કોના નેતૃત્વ નીચે ચીનમાં ક્રાંતિ થઈ? – માઓ-સે-તુંગના
(32) દ્વિતીય વિશ્વયુદ્ધ પછી વિશ્વ કઈ બે મહાસત્તાઓ વચ્ચે વહેંચાઈ ગયું હતું? – અમેરિકા અને રશિયા
(33) 24 ઑક્ટોબર, 1945ના રોજ કઈ વિશ્વ-સંસ્થાની સ્થાપના થઈ? – સંયુક્ત રાષ્ટ્રો(UN)ની
(34) અમેરિકન કોંગ્રેસ(સંસદ)ને સંદેશો આપતાં મહત્ત્વની ચાર સ્વતંત્રતાઓની ઘોષણા કોણે કરી? – અમેરિકાના પ્રમુખ રૂઝવેલ્ટ
(35) વિશ્વભરમાં 24 ઑક્ટોબરનો દિવસ ક્યા દિવસ તરીકે ઊજવવામાં આવે છે? – યુ.એન. દિવસ (United Nations Day) તરીકે
(36) આંતરરાષ્ટ્રીય અદાલતનું મુખ્ય મથક કયા શહેરમાં આવેલું છે? – નેધરલેંગ્ટના હેગ શહેરમાં
(37) સંયુક્ત રાષ્ટ્રોનું સૌથી મોટું અંગ કર્યું છે? – સામાન્ય સભા
(38) સંયુક્ત રાષ્ટ્રોની સામાન્ય સભામાં દરેક રાષ્ટ્ર વધુમાં વધુ કેટલા પ્રતિનિધિઓ મોકલી શકે છે? – પાંચ
(39) સંયુક્ત રાષ્ટ્રોનું સૌથી મહત્ત્વનું અંગ કર્યું છે? – સલામતી સમિતિ
(40) સંયુક્ત રાષ્ટ્રોના કયા દેશે ‘વીટો’ (Veto) નિષેધાધિકારનો સૌથી વધુ વખત ઉપયોગ કર્યો છે? – રશિયાએ

GSEB Class 9 Social Science Important Questions Chapter 3 નૂતન વિશ્વ તરફ પ્રયાણ

(41) વિશ્વના માનવીઓનું સ્વાથ્ય સુધારણાનું કાર્ય કોણ કરે છે? – વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO).
(42) વિશ્વના મજદૂરના હકો અને ન્યાય આપવાનું કાર્ય કોણ કરે છે? – આંતરરાષ્ટ્રીય મજદૂર સંસ્થા (ILO)
(43) સંયુક્ત રાષ્ટ્રોની આર્થિક અને સામાજિક સમિતિનું બીજું નામ હું શું છે? – ઇકોસોક ECONOC)
(44) સંયુક્ત રાષ્ટ્રોની કઈ સંસ્થા શિક્ષણ, વિજ્ઞાન અને સાંસ્કૃતિક સાધનો દ્વારા રાષ્ટ્રો-રાષ્ટ્રો વચ્ચે સહકાર વધારવાનું કાર્ય કરે છે? – યુનેસ્કો (UNESCO)
(45) સંયુક્ત રાષ્ટ્રોના મહામંત્રીની કચેરીને શું કહે છે? – સચિવાલય
(46) સંયુક્ત રાષ્ટ્રોનું સચિવાલય ક્યા શહેરમાં આવેલું છે? – ન્યૂ યૉર્કમાં

યોગ્ય જોડકાં બનાવો [પ્રત્યેક સાચા જોડકાનો 1 ગુણ]
1.

વિભાગ ‘અ’ વિભાગ ‘બ’
1. વૉલ સ્ટ્રીટ સંકટ 1. 15
2. જર્મનીનું પોલૅન્ડ પર આક્રમણ 2. 9 ઑગસ્ટ, 1945
3. અમેરિકાએ નાગાસાકી શહેર પર અણુબૉમ્બ ફેંક્યો 3. 9
4. આંતરરાષ્ટ્રીય અદાલતના ન્યાયમૂર્તિઓની કુલ સંખ્યા 4. 24 ઑક્ટોબર, 1929
5. 1 સપ્ટેમ્બર, 1939

ઉત્તર:

વિભાગ ‘અ’ વિભાગ ‘બ’
1. વૉલ સ્ટ્રીટ સંકટ 4. 24 ઑક્ટોબર, 1929
2. જર્મનીનું પોલૅન્ડ પર આક્રમણ 5. 1 સપ્ટેમ્બર, 1939
3. અમેરિકાએ નાગાસાકી શહેર પર અણુબૉમ્બ ફેંક્યો 2. 9 ઑગસ્ટ, 1945
4. આંતરરાષ્ટ્રીય અદાલતના ન્યાયમૂર્તિઓની કુલ સંખ્યા 1. 15

GSEB Class 9 Social Science Important Questions Chapter 3 નૂતન વિશ્વ તરફ પ્રયાણ

2.

વિભાગ ‘અ’ વિભાગ ‘બ’
1. ફાસિસ્ટ પક્ષના સ્થાપક 1. દ્વિતીય વિશ્વયુદ્ધનો અંત
2. જર્મનીના રાષ્ટ્રપ્રમુખ 2. બેનિટો મુસોલિની
3. 1 સપ્ટેમ્બર, 1939 3. ઍડોલ્ફ હિટલર
4. 11 ઑગસ્ટ, 1945 4. દ્વિતીય વિશ્વયુદ્ધનો પ્રારંભ
5. હિઝેનબર્ગ

ઉત્તરઃ

વિભાગ ‘અ’ વિભાગ ‘બ’
1. ફાસિસ્ટ પક્ષના સ્થાપક 2. બેનિટો મુસોલિની
2. જર્મનીના રાષ્ટ્રપ્રમુખ 5. હિઝેનબર્ગ
3. 1 સપ્ટેમ્બર, 1939 4. દ્વિતીય વિશ્વયુદ્ધનો પ્રારંભ
4. 11 ઑગસ્ટ, 1945 1. દ્વિતીય વિશ્વયુદ્ધનો અંત

3.

વિભાગ ‘અ’ વિભાગ ‘બ’
1. WHO 1. આંતરરાષ્ટ્રીય નાણાભંડોળ
2. IMF 2. આંતરરાષ્ટ્રીય મજદૂર સંસ્થા
3. FAO 3. વિશ્વ-આરોગ્ય સંસ્થા
4. ILO 4. બાળકો માટેનું આકસ્મિક મદદ ભંડોળ
5. આંતરરાષ્ટ્રીય અન્ન અને કૃષિ સંસ્થા

ઉત્તરઃ

વિભાગ ‘અ’ વિભાગ ‘બ’
1. WHO 3. વિશ્વ-આરોગ્ય સંસ્થા
2. IMF 1. આંતરરાષ્ટ્રીય નાણાભંડોળ
3. FAO 5. આંતરરાષ્ટ્રીય અન્ન અને કૃષિ સંસ્થા
4. ILO 2. આંતરરાષ્ટ્રીય મજદૂર સંસ્થા
3. વિશ્વ-આરોગ્ય સંસ્થા

GSEB Class 9 Social Science Important Questions Chapter 3 નૂતન વિશ્વ તરફ પ્રયાણ

4.

વિભાગ ‘અ’ વિભાગ ‘બ’
1. મુસોલિનીનો મુદ્રાલેખ 1. બ્રિટન, ફ્રાન્સ, રશિયા, અમેરિકા
2. મિત્રરાષ્ટ્રો 2. ‘એક પક્ષ એક નેતા’
3. ધરરાષ્ટ્રો 3. જર્મનીનું પોલૅન્ડ પરનું આક્રમણ
4. દ્વિતીય વિશ્વયુદ્ધનું તાત્કાલિક કારણ. 4. ફ્યુહરર
5. જર્મની, ઇટાલી, જાપાન

ઉત્તર:

વિભાગ ‘અ’ વિભાગ ‘બ’
1. મુસોલિનીનો મુદ્રાલેખ 2. ‘એક પક્ષ એક નેતા’
2. મિત્રરાષ્ટ્રો 1. બ્રિટન, ફ્રાન્સ, રશિયા, અમેરિકા
3. ધરરાષ્ટ્રો 5. જર્મની, ઇટાલી, જાપાન
4. દ્વિતીય વિશ્વયુદ્ધનું તાત્કાલિક કારણ. 3. જર્મનીનું પોલૅન્ડ પરનું આક્રમણ

(અ) નીચેના પ્રશ્નો માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી, ઉત્તર લખો [પ્રત્યેકનો 1 ગુણ]

પ્રશ્ન 1.
ઇટાલીમાં ફાસિસ્ટ પક્ષની સ્થાપના કોણે કરી?
A. હિટલરે
B. બિસ્માર્કે
C. મુસોલિનીએ
D. લેનિને
ઉત્તરઃ
C. મુસોલિનીએ

પ્રશ્ન 2.
ફાસિસ્ટ પક્ષનું પ્રતીક કર્યું હતું?
A. હળ અને દાતરડું
B. લાકડાંની ભારી અને કુહાડી
C. દાતરડું અને કુહાડી
D. દાતરડું અને હથોડો
ઉત્તરઃ
B. લાકડાંની ભારી અને કુહાડી

પ્રશ્ન 3.
મુસોલિનીનો મુદ્રાલેખ શો હતો?
A. ‘એક પક્ષ અને એક નેતા’
B. ‘બે પક્ષ અને બે નેતા’
C. ‘એક પક્ષ અને દસ નેતા’
D. ‘અનેક પક્ષ અને અનેક નેતા’
ઉત્તરઃ
A. ‘એક પક્ષ અને એક નેતા’

GSEB Class 9 Social Science Important Questions Chapter 3 નૂતન વિશ્વ તરફ પ્રયાણ

પ્રશ્ન 5.
જર્મન પ્રજા હિટલરને શું માનતી હતી?
A. ફેક્ટોટમ
B. ફ્યુહરર
C. ફેંક્સસ
D. ફેક્યુહર
ઉત્તરઃ
B. ફ્યુહરર

પ્રશ્ન 7.
જાપાનનાં હિરોશિમા અને નાગાસાકી શહેરો પર કયા દેશે અણુબૉમ્બ ફેંક્યા?
A. ફ્રાન્સ
B. ઇંગ્લેન્ડે
C. જર્મનીએ
D. અમેરિકાએ
ઉત્તરઃ
D. અમેરિકાએ

પ્રશ્ન 8.
સંયુક્ત રાષ્ટ્રો(UN)નું મુખ્ય કાર્યાલય ક્યાં આવેલું છે?
A. જિનીવામાં
B. વિયેનામાં
C. ન્યૂ યૉર્કમાં
D. પૅરિસમાં
ઉત્તરઃ
C. ન્યૂ યૉર્કમાં

પ્રશ્ન 9.
વિશ્વભરમાં દર વર્ષે કયા દિવસને યુ.એન. દિવસ’ તરીકે ઊજવવામાં આવે છે?
A. 15 જાન્યુઆરીના દિવસને
B. 20 ડિસેમ્બરના દિવસને
C. 24 ઑક્ટોબરના દિવસને
D. 25 ઑક્ટોબરના દિવસને
ઉત્તરઃ
C. 24 ઑક્ટોબરના દિવસને

પ્રશ્ન 10.
આંતરરાષ્ટ્રીય અદાલતનું કાયમી મથક ક્યાં આવેલું છે?
A. ફ્રાન્સના પૅરિસ શહેરમાં
B. જર્મનીના બર્લિન શહેરમાં
C. નેધરલૅન્ડ્ઝના હેગ શહેરમાં
D. હંગેરીના બુડાપેસ્ટ શહેરમાં
ઉત્તરઃ
C. નેધરલૅન્ડ્ઝના હેગ શહેરમાં

પ્રશ્ન 11.
નીચેનામાંથી કયા રાષ્ટ્ર ‘વીટો’ (Veto) – નિષેધાધિકારનો વધુ વખત ઉપયોગ કર્યો છે?
A. ચીને
B. બ્રિટને
C. રશિયાએ
D. યૂ.એસ.એ.એ
ઉત્તરઃ
C. રશિયાએ

GSEB Class 9 Social Science Important Questions Chapter 3 નૂતન વિશ્વ તરફ પ્રયાણ

પ્રશ્ન 13.
જે સંકટે વિશ્વભરની આર્થિક સ્થિતિને ડામાડોળ કરી મૂકી હતી, તે ‘વૉલ સ્ટ્રીટ’ સંક્ટ ક્યારે આવ્યું હતું?
A. 14 સપ્ટેમ્બર, 1929ના દિવસે
B. 24 ઑક્ટોબર, 1929ના દિવસે
C. 1 સપ્ટેમ્બર, 1939ના દિવસે
D. 12 માર્ચ, 1938ના દિવસે
ઉત્તરઃ
B. 24 ઑક્ટોબર, 1929ના દિવસે

પ્રશ્ન 14.
નાઝી પક્ષનો સૈનિક ખભા પર લાલ રંગનું કયું ચિહ્ન ધારણ કરતો?
A. સ્વસ્તિકનું
B. સૂર્યનું
C. ખોપરીનું
D. મશાલનું
ઉત્તરઃ
A. સ્વસ્તિકનું

પ્રશ્ન 15.
વિશાળ જર્મન રાષ્ટ્રનું સર્જન કોણે કર્યું?
A. લેનિને
B. મુસોલિનીએ
C. બિસ્માર્ક
D. હિટલરે
ઉત્તરઃ
D. હિટલરે

પ્રશ્ન 16.
કોની સામ્રાજ્યવાદી નીતિ દ્વિતીય વિશ્વયુદ્ધ માટે જવાબદાર હતી?
A. હિટલરની
B. મુસોલિનીની
C. બિસ્માર્કની
D. લેનિનની
ઉત્તરઃ
A. હિટલરની

GSEB Class 9 Social Science Important Questions Chapter 3 નૂતન વિશ્વ તરફ પ્રયાણ

પ્રશ્ન 17.
સંયુક્ત રાષ્ટ્રનું સૌથી મોટું અંગ કયું છે?
A. સલામતી સમિતિ
B. વાલીપણા સમિતિ
C. સચિવાલય
D. સામાન્ય સભા
ઉત્તરઃ
D. સામાન્ય સભા

પ્રશ્ન 18.
સંયુક્ત રાષ્ટ્રોનું સૌથી મહત્ત્વનું અંગ કયું છે?
A. સામાન્ય સભા
B. સલામતી સમિતિ
C. સચિવાલય
D. વાલીપણા સમિતિ
ઉત્તરઃ
B. સલામતી સમિતિ

પ્રશ્ન 19.
પ્રથમ વિશ્વયુદ્ધ પછી જર્મનીને યુરોપની મહાસત્તા કોણે બનાવી હતી?
A. બેનિટો મુસોલિનીએ
B. ઍડોલ્ફ હિટલરે
C. બિસ્માર્કે
D. વુડ્રો વિલ્સને
ઉત્તરઃ
B. ઍડોલ્ફ હિટલરે

પ્રશ્ન 20.
સંયુક્ત રાષ્ટ્રોની કઈ સમિતિને ઈકોસોક (Ecosoc) પણ કહે છે?
A. આર્થિક અને સામાજિક સમિતિને
B. આંતરરાષ્ટ્રીય મજદૂર સંસ્થાને
C. વિશ્વ-આરોગ્ય સંસ્થાને
D. આંતરરાષ્ટ્રીય અદાલતને
ઉત્તરઃ
A. આર્થિક અને સામાજિક સમિતિને

પ્રશ્ન 21.
અમેરિકાએ દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન જાપાનનાં કયાં શહેરો
પર અણુબૉમ્બ ફેંક્યા હતા?
A. હિરોશિમા અને ઓસાકા
B. હિરોસાકી અને હિરોશિમા
C. કાગોશિમા અને નાગાસાકી
D. હિરોશિમા અને નાગાસાકી
ઉત્તરઃ
D. હિરોશિમા અને નાગાસાકી

GSEB Class 9 Social Science Important Questions Chapter 3 નૂતન વિશ્વ તરફ પ્રયાણ

(બ) માગ્યા મુજબ ઉત્તર લખો [ પ્રત્યેકનો 1 ગુણ]

પ્રશ્ન 1.
બાજુમાં આપેલ પ્રતીક કઈ સંસ્થાનું છે?
GSEB Class 9 Social Science Important Questions Chapter 3 નૂતન વિશ્વ તરફ પ્રયાણ 1
A. UNICEF
B. UNESCO
C. UN.
D. FAO
ઉત્તર:
C. UN

પ્રશ્ન 2.
બાજુમાં આપેલ પ્રતીક સંયુક્ત રાષ્ટ્રોની કઈ સંસ્થાનું છે?
GSEB Class 9 Social Science Important Questions Chapter 3 નૂતન વિશ્વ તરફ પ્રયાણ 2
A. FAO
B. ILO
C. UNESCO
D. UNICEF
ઉત્તર:
A. FAO

પ્રશ્ન 3.
બાજુમાં આપેલ પ્રતીક સંયુક્ત રાષ્ટ્રોની કઈ સંસ્થાનું છે?
GSEB Class 9 Social Science Important Questions Chapter 3 નૂતન વિશ્વ તરફ પ્રયાણ 3
A. FAO
B. UNESCO
C. ILO
D. UNICEF
ઉત્તર:
D. UNICEF

પ્રશ્ન 4.
બાજુમાં આપેલ પ્રતીક સંયુક્ત રાષ્ટ્રોની કઈ સંસ્થાનો બેઠકખંડ છે?
GSEB Class 9 Social Science Important Questions Chapter 3 નૂતન વિશ્વ તરફ પ્રયાણ 4
A. સલામતી સમિતિ
B. સામાન્ય સભા
C. વિશ્વ-આરોગ્ય સંસ્થા
D. વાલીપણા સમિતિ
ઉત્તર:
B. સામાન્ય સભા

GSEB Class 9 Social Science Important Questions Chapter 3 નૂતન વિશ્વ તરફ પ્રયાણ

પ્રશ્ન 5.
બાજુમાં આપેલ રાષ્ટ્રધ્વજ કોનો છે?
GSEB Class 9 Social Science Important Questions Chapter 3 નૂતન વિશ્વ તરફ પ્રયાણ 5
A. બ્રિટિશ ઍરવેઝનો
B. ઑલિમ્પિકનો
C. સંયુક્ત રાષ્ટ્રોનો
D. રેડ ક્રૉસનો
ઉત્તર:
C. સંયુક્ત રાષ્ટ્રોનો

(ક) સમયાનુસાર બનાવોને યોગ્ય ક્રમમાં ગોઠવો [પ્રત્યેકનો 1 ગુણ]

પ્રશ્ન 1.
A. જાપાને મંચુરિયા કબજે કરીને ત્યાં મચકો સરકાર સ્થાપી.
B. ઍડોલ્ફ હિટલર ‘રાષ્ટ્રીય સમાજવાદી જર્મન કામદાર પક્ષ’માં જોડાયો.
C. મુસોલિનીએ અલ્વેનિયા, એબિસિનિયા અને ફ્યુમ બંદર જીતી લીધાં.
D. જાપાને રાષ્ટ્રસંઘનો ત્યાગ કર્યો.
ઉત્તર:
B, C, A, D

પ્રશ્ન 2.
A. હિટલરે લિથુઆનિયાના મેમેલ (Mamal) બંદર કબજે કર્યું.
B. જર્મનીએ પોલૅન્ડ પર આક્રમણ કર્યું.
C. હિટલરની જર્મન સેનાએ ઑસ્ટ્રિયામાં પ્રવેશ કર્યો.
D. ‘વૉલ સ્ટ્રીટ’ સંકટે વિશ્વભરની આર્થિક સ્થિતિને ડામાડોળ કરી મૂકી.
ઉત્તર:
D, C, A, B

પ્રશ્ન 3.
A. જાપાને શરણાગતિ સ્વીકારતાં દ્વિતીય વિશ્વયુદ્ધનો અંત આવ્યો.
B. વૉશિંગ્ટન ખાતે 50 રાષ્ટ્રોના પ્રતિનિધિઓએ સંયુક્ત રાષ્ટ્રોનું ખતપત્ર તૈયાર કર્યું.
C. માઓ-સે-તુંગે ચીનમાં સામ્યવાદી સરકારની સ્થાપના કરી.
D. સંયુક્ત રાષ્ટ્રોની સ્થાપના કરવામાં આવી.
ઉત્તર:
A, B, D, C

નીચેના પારિભાષિક શબ્દોની સંકલ્પના સ્પષ્ટ કરો: [પ્રત્યેકનો 1 ગુણ]

પ્રશ્ન 1.
ઠંડું યુદ્ધ
ઉત્તર: દ્વિતીય વિશ્વયુદ્ધ પછી વિશ્વના રાજકારણમાં લોકશાહી દેશ અમેરિકા-તરફી અને સામ્યવાદી દેશ રશિયા-તરફી બે પરસ્પર વિરોધી વિચારસરણીવાળાં સત્તાજૂથો રચાયાં. આ બંને સત્તાજૂથોએ એકબીજાના મતના ખંડન માટે તેમજ પોતાના મતના સમર્થન માટે વાણી અને વિચારનાં યુદ્ધો કરી, શસ્ત્ર વગરની તંગ રાજકીય પરિસ્થિતિનું નિર્માણ કર્યું, જે ઠંડા યુદ્ધ’ (Cold War) તરીકે ઓળખાઈ.

GSEB Class 9 Social Science Important Questions Chapter 3 નૂતન વિશ્વ તરફ પ્રયાણ

પ્રશ્ન 2.
‘ફાઓ’
ઉત્તર:
FAO – Food and Agriculture Organization. તે આંતરરાષ્ટ્રીય અન્ન અને કૃષિ સંસ્થાના નામે ઓળખાય છે. તે વિશ્વનાં બધાં રાષ્ટ્રમાં કૃષિ-ઉત્પાદનો, જંગલો, માછલીઓ વગેરેનું ઉત્પાદન વધારવાનું તેમજ પોષણનું ધોરણ ઊંચું લાવવાનું કામ કરે છે.

પ્રશ્ન 3.
યુનિસેફ
0712 : UNICEF – United Nations International Children’s Emergency Fund. laxi OLURSTÜ 241284 સુધારવા પૌષ્ટિક આહારની અને બાળકલ્યાણની પ્રવૃત્તિઓ કરે છે.

પ્રશ્ન 4.
યુનેસ્કો
0712 : UNESCO – United Nations Educational Scientific Cultural Organization. તે દુનિયાના બધા દેશોમાં શૈક્ષણિક, વૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ દ્વારા આંતરરાષ્ટ્રીય સહકાર વધારવાનું કામ કરે છે.

પ્રશ્ન 5.
‘ફાસેજે’
ઉત્તર:
ઇટાલીના ‘ફાસેલે’ શબ્દમાંથી ફાસીવાદ શબ્દ બનેલો છે. બધી વસ્તુઓ પર રાજ્યનો અધિકાર એવો પાસેજેનો અર્થ થાય છે.

પ્રશ્ન 6.
સંયુક્ત રાષ્ટ્રો
ઉત્તર:
સંયુક્ત રાષ્ટ્રો એટલે United Nations. દ્વિતીય વિશ્વયુદ્ધ પછી વિશ્વમાં શાંતિ, સલામતી અને સહ-અસ્તિત્વના હેતુથી 24 ઑક્ટોબર, 1945ના રોજ સંયુક્ત રાષ્ટ્રો નામની વિશ્વ સંસ્થાની સ્થાપના કરવામાં આવી. તેનું મુખ્ય કાર્યાલય યૂ.એસ.એ.ના ન્યૂ યૉર્ક શહેરમાં રાખવામાં આવ્યું છે.

GSEB Class 9 Social Science Important Questions Chapter 3 નૂતન વિશ્વ તરફ પ્રયાણ

કારણો આપી વિધાનો પૂરાં કરો [ પ્રત્યેકનો 1 ગુણ]

પ્રશ્ન 1.
રાષ્ટ્રસંઘને આક્રમણકારી પગલાં રોકવામાં નિષ્ફળતા મળી, કારણ કે……….
ઉત્તર:
રશિયા, જર્મની, ઇટાલી, જાપાન વગેરે દેશો રાષ્ટ્રસંઘમાંથી નીકળી ગયા. તેથી એ દેશોની યુદ્ધખોર અને આક્રમણકારી પ્રવૃત્તિઓ =પર અંકુશ મૂકવાનું રાષ્ટ્રસંઘ માટે અશક્ય થયું.

પ્રશ્ન 2.
સંયુક્ત રાષ્ટ્રોની સ્થાપના કરવામાં આવી, કારણ કે……….
ઉત્તર :
વિશ્વમાં શાંતિ અને સલામતી જાળવવા; આંતરરાષ્ટ્રીય વિવાદાસ્પદ પ્રશ્નોને ચર્ચા, વાટાઘાટો કે લવાદીથી ઉકેલી યુદ્ધ અટકાવવા; વિશ્વના દેશોનો આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક વિકાસ સાધવા; શસ્ત્રોના ઉત્પાદન પર નિયંત્રણ રાખવા; આંતરરાષ્ટ્રીય બંધુત્વ, સહકાર અને સમજણ વિકસાવવા અને માનવહકોનું રક્ષણ કરવા વગેરે ઉચ્ચ આદર્શો અને ભાવનાઓ સાકાર કરવા માટે.

પ્રશ્ન 3.
મુસોલિનીએ ઈટાલીમાં ફાસિસ્ટ પક્ષની સ્થાપના કરી, કારણ કે………..
ઉત્તરઃ
પ્રથમ વિશ્વયુદ્ધને અંતે થયેલી વર્સેલ્સની સંધિમાં ઇટાલીને થયેલા અન્યાયથી પ્રજામાં ઉગ્ર અસંતોષ ફેલાયો. ઇટાલીના રાષ્ટ્રીય સ્વમાનભંગ માટે ઇટાલીની સરકાર જવાબદાર છે એમ માની ઇટાલીની પ્રજા પોતાના દેશનું સુકાન કોઈ શૂરવીર યોદ્ધાના હાથમાં સોંપવા ઇચ્છતી હતી, જેથી તે રાષ્ટ્રીય અપમાનનો બદલો લઈ શકે.

પ્રશ્ન 4.
વર્સેલ્સની સંધિમાં જ દ્વિતીય વિશ્વયુદ્ધનાં બી વવાયાં હતાં, કારણ કે…….
ઉત્તર:
વર્સેલ્સની સંધિ પરાજિત જર્મની માટે અન્યાયી અને અપમાનજનક હતી. તેમજ આ સંધિથી ઇટાલી સહિત કેટલાંક રાષ્ટ્રોને અન્યાય થયો હતો.

પ્રશ્ન 5.
હિટલરની ઉગ્ર સામ્રાજ્યવાદી નીતિ દ્વિતીય વિશ્વયુદ્ધ માટે જવાબદાર હતી, કારણ કે……..
ઉત્તર:
હિટલર ઉગ્ર રાષ્ટ્રવાદી હતો. તે કોઈ પણ ભોગે જર્મનીની એકતા, સ્થિરતા અને સમૃદ્ધિ ઇચ્છતો હતો. તેથી તેણે ઉગ્ર સામ્રાજ્યવાદી નીતિ અપનાવી.

GSEB Class 9 Social Science Important Questions Chapter 3 નૂતન વિશ્વ તરફ પ્રયાણ

પ્રશ્ન 6.
સંયુક્ત રાષ્ટ્રો(UN)માં આંતરરાષ્ટ્રીય અદાલતની સ્થાપના કરવામાં આવી છે, કારણ કે…….
ઉત્તરઃ
કોઈ પણ બે સભ્યરાષ્ટ્રના રાજકીય કે અન્ય પ્રકારના વિવાદાસ્પદ પ્રશ્નોને ન્યાયી રીતે અને આંતરરાષ્ટ્રીય સિદ્ધાંતો મુજબ ઉકેલવા માટે સંયુક્ત રાષ્ટ્રોમાં આંતરરાષ્ટ્રીય અદાલતની સ્થાપના કરવામાં આવી છે.

પ્રશ્ન 7.
પ્રથમ વિશ્વયુદ્ધ પછી લોકશાહી શાસન પરથી યુરોપના રે લોકોનો વિશ્વાસ ઊઠી ગયો, કારણ કે…
ઉત્તર:
પ્રથમ વિશ્વયુદ્ધના અંતે યુરોપના દેશોમાં ગરીબી, બેકારી, મોઘવારી, ચીજવસ્તુઓની અછત વગેરે સમસ્યાઓ સર્જાઈ. પરિણામે લોકોની આર્થિક દુર્દશા થઈ. લોકોની આર્થિક સ્થિતિ સુધારવામાં તે સમયની લોકશાહી સરકારો અસમર્થ રહી.

પ્રશ્ન 8.
ઈ. સ. 1929થી 1932 દરમિયાન વૈશ્વિક મહામંદીનું સર્જન થયું, કારણ કે…
ઉત્તર:
24 ઑક્ટોબર, 1929ના દિવસે યૂ.એસ.એ.ના વૉલે સ્ટ્રીટ’ નામના શેરબજારમાં શેરોની કિંમતો અચાનક ઘટી ગઈ. આ વૉલ સ્ટ્રીટ’ સંકટે વિશ્વના દેશોની આર્થિક સ્થિતિ અસ્થિર અને કમજોર બનાવી.

પ્રશ્ન 9.
1 સપ્ટેમ્બર, 1939ના દિવસે દ્વિતીય વિશ્વયુદ્ધ શરૂ થયું, કારણ કે….
ઉત્તર:
આ દિવસે જર્મનીએ પોલૅન્ડ પર આક્રમણ કર્યું હતું.

પ્રશ્ન 10.
દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન અમેરિકાએ જાપાન સામે યુદ્ધ જાહેર કર્યું, કારણ કે……..
અથવા
દ્વિતીય વિશ્વયુદ્ધમાં અમેરિકા મિત્રરાષ્ટ્રોના પક્ષે જોડાયું, કારણ કે
ઉત્તરઃ
જાપાને પૅસિફિક મહાસાગરમાં આવેલા અમેરિકાના હવાઈ ટાપુઓના લશ્કરી મથક પર્લહાર્બર પર હુમલો કરીને, અમેરિકન 3 નૌકાદળની ભારે ખુવારી કરી.

GSEB Class 9 Social Science Important Questions Chapter 3 નૂતન વિશ્વ તરફ પ્રયાણ

પ્રશ્ન 11.
વિશ્વભરમાં દર વર્ષે 24 ઑક્ટોબરના દિવસને યુ.એન. દિવસ’ તરીકે ઊજવવામાં આવે છે, કારણ કે.
ઉત્તરઃ
આ દિવસે અમેરિકાના સેન ફ્રાન્સિસ્કોમાં 51 સભ્યરાષ્ટ્રોએ સંયુક્ત રાષ્ટ્રો(United Nations)ની સ્થાપના કરી હતી.

નીચેના પ્રશ્નોના એક-બે વાક્યોમાં ઉત્તર લખો: [પ્રત્યેકનો 1 ગુણ]

પ્રશ્ન 1.
ઇટાલીમાં ફાસિસ્ટ પક્ષની સ્થાપના કોણે કરી?
ઉત્તરઃ
બેનિટો મુસોલિનીએ ઈટાલીમાં ફાસિસ્ટ પક્ષની સ્થાપના કરી.

પ્રશ્ન 2.
ફાસિસ્ટ પક્ષનું પ્રતીક શું હતું?
ઉત્તર:
ફાસિસ્ટ પક્ષનું પ્રતીક ‘લાકડાંની ભારી અને કુહાડી’ હતું.

પ્રશ્ન 3.
‘ફાસીવાદ’ શબ્દ શેમાંથી બનેલો છે?
ઉત્તર:
‘ફાસીવાદ’ શબ્દ ઇટાલીના ‘ફાસેજે’ શબ્દમાંથી બનેલો છે.

પ્રશ્ન 4.
‘ફાસેલે’નો શો અર્થ થાય છે?
ઉત્તરઃ
‘ફાસેજે’નો અર્થ ‘બધી વસ્તુઓ પર રાજ્યોનો અધિકાર’ થાય છે.

પ્રશ્ન 5.
મુસોલિનીનો મુદ્રાલેખ શો હતો?
ઉત્તર:
મુસોલિનીનો મુદ્રાલેખ હતો: ‘એક પક્ષ અને એક નેતા.’

GSEB Class 9 Social Science Important Questions Chapter 3 નૂતન વિશ્વ તરફ પ્રયાણ

પ્રશ્ન 6.
ફાસિસ્ટ પક્ષના સ્વયંસેવકોનો ગણવેશ કયા રંગનો હતો?
ઉત્તરઃ
ફાસિસ્ટ પક્ષના સ્વયંસેવકોનો ગણવેશ કાળા રંગનો હતો.

પ્રશ્ન 7.
મુસોલિનીએ તુર્કી પાસેથી ક્યા ટાપુઓ પડાવી લીધા?
ઉત્તર:
મુસોલિનીએ તુર્કી પાસેથી ભૂમધ્ય સમુદ્રના હોડઝ અને ડોડિકાનિઝ ટાપુઓ પડાવી લીધા.

પ્રશ્ન 8.
મુસોલિનીએ કઈ ધરીનું નિર્માણ કર્યું?
ઉત્તર:
મુસોલિનીએ જર્મની અને જાપાનના સહયોગથી ‘રોમ-બર્લિન-ટોકિયો’ ધરીનું નિર્માણ કર્યું.

પ્રશ્ન 9.
જર્મનીને વર્સેલ્સની સંધિ પર સહી કરવાની ફરજ કોણે પાડી?
ઉત્તરઃ
પૅરિસની શાંતિ પરિષદે જર્મનીને વર્સેલ્સની સંધિ પર સહી કરવાની ફરજ પાડી.

પ્રશ્ન 10.
ઍડોલ્ફ હિટલર કયા પક્ષમાં જોડાયો? તે પક્ષ કયા પક્ષના નામે જાણીતો છે?
ઉત્તર:
ઍડોલ્ફ હિટલર ‘રાષ્ટ્રીય સમાજવાદી જર્મન કામદાર પક્ષ’માં જોડાયો. તે પક્ષ ‘નાઝી પક્ષ’ના નામે જાણીતો છે.

પ્રશ્ન 11.
હિટલરે જર્મનીમાં સરમુખત્યારશાહીની સ્થાપના કેવી રીતે કરી?
ઉત્તરઃ
જર્મનીના રાષ્ટ્રપતિ હિઝેનબર્ગનું અવસાન થતાં હિટલરે રાષ્ટ્રપતિ પદ ધારણ કર્યું અને જર્મનીમાં સરમુખત્યારશાહીની સ્થાપના કરી.

GSEB Class 9 Social Science Important Questions Chapter 3 નૂતન વિશ્વ તરફ પ્રયાણ

પ્રશ્ન 12.
જર્મન પ્રજા હિટલરને શું માનતી હતી?
ઉત્તરઃ
જર્મન પ્રજા હિટલરને ફ્યુહરર (તારણહાર) માનતી હતી.

પ્રશ્ન 13.
નાઝી પક્ષના સૈનિકો કેવો પોશાક પહેરતા?
ઉત્તર:
નાઝી પક્ષના સૈનિકો ભૂરા રંગનો લશ્કરી પોશાક પહેરતા અને ખભા પર લાલ રંગનું સ્વસ્તિકનું ચિહ્ન ધારણ કરતા.

પ્રશ્ન 14.
હિટલરનું મુખ્ય ધ્યેય શું હતું?
ઉત્તરઃ
હિટલરનું મુખ્ય ધ્યેય જર્મનીને એક મહત્ત્વની સત્તા બનાવવાનું હતું.

પ્રશ્ન 15.
દ્વિતીય વિશ્વયુદ્ધ તરફ દોરી જતાં મહત્ત્વનાં કારણો ક્યાં હતાં?
ઉત્તરઃ
હિટલરનો વિસ્તારવાદ, હિટલરનાં પાડોશી દેશો સાથેનાં લશ્કરી પગલાં અને હિટલરની ચોક્કસ જૂથનો નાશ કરવાની નીતિ દ્વિતીય વિશ્વયુદ્ધ તરફ દોરી જતાં મહત્ત્વનાં કારણો હતાં.

પ્રશ્ન 16.
‘વૉલ સ્ટ્રીટ સંકટ’ ક્યારે સર્જાયું હતું?
ઉત્તર:
વૉલ સ્ટ્રીટ સંકટ’ 24 ઑક્ટોબર, 1929ના રોજ સર્જાયું હતું.

GSEB Class 9 Social Science Important Questions Chapter 3 નૂતન વિશ્વ તરફ પ્રયાણ

પ્રશ્ન 17.
કયા સંકટે વિશ્વભરની આર્થિક સ્થિતિને ડામાડોળ કરી મૂકી હતી?
ઉત્તર:
24 ઑક્ટોબર, 1929ના રોજ અમેરિકાના ચૅરબજારમાં સર્જાયેલા વૉલ સ્ટ્રીટ સંકટે વિશ્વભરની આર્થિક સ્થિતિને ડામાડોળ કરી મૂકી હતી.

પ્રશ્ન 18.
વૈશ્વિક મહામંદીનું સર્જન શેમાંથી થયું હતું?
ઉત્તરઃ
24 ઑક્ટોબર, 1929ના રોજ અમેરિકાના શેરબજારમાં સર્જાયેલા ‘વૉલ સ્ટ્રીટ’ સંકટે વિશ્વભરની આર્થિક સ્થિતિને ડામાડોળ બનાવી હતી. તેમાંથી વૈશ્વિક મહામંદીનું સર્જન થયું હતું.

પ્રશ્ન 19.
પ્રથમ વિશ્વયુદ્ધ પછી કયા દેશોમાં ઉગ્ર રાષ્ટ્રવાદનો વિકાસ થયો?
ઉત્તર:
પ્રથમ વિશ્વયુદ્ધ પછી જર્મની, જાપાન અને ઇટાલીમાં ઉગ્ર રાષ્ટ્રવાદનો વિકાસ થયો.

પ્રશ્ન 20.
પ્રથમ વિશ્વયુદ્ધ પછી ફ્રાન્સે ક્યા કયા દેશો સાથે મૈત્રીકરારો કર્યા?
ઉત્તર:
પ્રથમ વિશ્વયુદ્ધ પછી ફ્રાન્સ બેલ્જિયમ, પોલેન્ડ, રૂમાનિયા, ઝેકોસ્લોવેકિયા વગેરે દેશો સાથે મૈત્રીકરારો કર્યા.

પ્રશ્ન 21.
પ્રથમ વિશ્વયુદ્ધ પછી ઈટાલીએ કયા કયા દેશો સાથે મૈત્રીકરારો કર્યા?
ઉત્તર:
પ્રથમ વિશ્વયુદ્ધ પછી ઇટાલીએ ઝેકોસ્લોવેકિયા, યુગોસ્લાવિયા, રુમાનિયા, હંગેરી, ગ્રીસ, તુર્કી અને ઑસ્ટ્રિયા સાથે મૈત્રીકરારો કર્યા.

પ્રશ્ન 22.
પ્રથમ વિશ્વયુદ્ધ પછી રશિયાએ કયા કયા દેશો સાથે કરારો કર્યા?
ઉત્તર:
પ્રથમ વિશ્વયુદ્ધ પછી રશિયાએ જર્મની, તુક, લિથુઆનિયા અને ઈરાન સાથે કરારો કર્યા.

GSEB Class 9 Social Science Important Questions Chapter 3 નૂતન વિશ્વ તરફ પ્રયાણ

પ્રશ્ન 23.
ઇટાલીએ કયા દેશોના સહયોગથી ‘રોમ-બર્લિન-ટોકિયો’ ધરીની રચના કરી?
ઉત્તર :
ઇટાલીએ જર્મની અને જાપાનના સહયોગથી ‘રોમબર્લિન-ટોકિયો’ ધરીની રચના કરી.

પ્રશ્ન 24.
જર્મનીએ કયા દેશ સાથે બિનઆક્રમણ સંધિ કરી?
ઉત્તરઃ
જર્મનીએ રશિયા સાથે બિનઆક્રમણ સંધિ કરી.

પ્રશ્ન 25.
રાષ્ટ્રસંઘ કયાં કયાં આક્રમણો રોકવામાં નિષ્ફળ ગયો?
ઉત્તર:
રાષ્ટ્રસંઘ જાપાનનું મંચુરિયા પરનું આક્રમણ, ઇટાલીનું એબિસિનિયા પરનું આક્રમણ તથા જર્મનીનું ઑસ્ટ્રિયા અને ઝેકોસ્લોવેકિયા પરનું આક્રમણ રોકવામાં નિષ્ફળ ગયો.

પ્રશ્ન 26.
રાષ્ટ્રસંઘની સૌથી મોટી નિર્બળતા કઈ હતી?
ઉત્તરઃ
રાષ્ટ્રસંઘ જુદાં જુદાં રાષ્ટ્રોની જૂથબંધીઓ અટકાવી શક્યો નહિ, એ તેની સૌથી મોટી નિર્બળતા હતી.

પ્રશ્ન 27.
કોની મહત્ત્વાકાંક્ષા દ્વિતીય વિશ્વયુદ્ધ માટે જવાબદાર હતી?
ઉત્તર:
જર્મનીના સરમુખત્યાર ઍડોલ્ફ હિટલરની સામ્રાજ્યવાદી મહત્ત્વાકાંક્ષા દ્વિતીય વિશ્વયુદ્ધ માટે જવાબદાર હતી.

પ્રશ્ન 28.
દ્વિતીય વિશ્વયુદ્ધ ક્યારે શરૂ થયું?
ઉત્તર:
દ્વિતીય વિશ્વયુદ્ધ 1 સપ્ટેમ્બર, 1939ના રોજ શરૂ થયું.

પ્રશ્ન 29.
દ્વિતીય વિશ્વયુદ્ધ કયા કયા દેશોનાં બે જૂથો વચ્ચે લડાયું હતું?
ઉત્તર:
દ્વિતીય વિશ્વયુદ્ધમાં એક પક્ષે મિત્રરાષ્ટ્રો’ તરીકે ઓળખાતાં બ્રિટન, ફ્રાન્સ, રશિયા, અમેરિકા અને તેમનાં મિત્રરાષ્ટ્રો હતાં અને બીજા પક્ષે ‘ધરી રાષ્ટ્રો’ તરીકે ઓળખાતાં જર્મની, ઇટાલી, જાપાન અને તેમના સાથી રાષ્ટ્રો હતાં. દ્વિતીય વિશ્વયુદ્ધ આ બે જૂથો વચ્ચે લડાયું હતું.

GSEB Class 9 Social Science Important Questions Chapter 3 નૂતન વિશ્વ તરફ પ્રયાણ

પ્રશ્ન 30.
અમેરિકાએ જાપાનનાં ક્યાં બે શહેરો પર અણુબૉમ્બ ફેંક્યા?
ઉત્તર:
અમેરિકાએ જાપાનનાં હિરોશિમા અને નાગાસાકી શહેરો પર અણુબૉમ્બ ફેંક્યા.

પ્રશ્ન 31.
દ્વિતીય વિશ્વયુદ્ધનો અંત ક્યારે અને કેવી રીતે આવ્યો?
ઉત્તર:
જાપાને મિત્રરાષ્ટ્રોની શરણાગતિ સ્વીકારતાં 11 ઑગસ્ટ, 1945ના દિવસે દ્વિતીય વિશ્વયુદ્ધનો અંત આવ્યો.

પ્રશ્ન 32.
કોના નેતૃત્વ હેઠળ ચીનમાં સામ્યવાદી શાસનની સ્થાપના થઈ? ક્યારે?
ઉત્તરઃ
માઓ-ત્સ-તુંગના નેતૃત્વ હેઠળ ઈ. સ. 1949માં ચીનમાં સામ્યવાદી શાસનની સ્થાપના થઈ.

પ્રશ્ન 33.
સંયુક્ત રાષ્ટ્ર(United Nations)ની સ્થાપના ક્યારે કરવામાં આવી?
ઉત્તર:
24 ઑક્ટોબર, 1945ના દિવસે સંયુક્ત રાષ્ટ્રો(United Nations)ની સ્થાપના કરવામાં આવી.

પ્રશ્ન 34.
દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન અમેરિકાના પ્રમુખ રૂઝવેલ્ટે કઈ ચાર બાબતોની જાહેરાત કરી હતી?
ઉત્તર:
દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન અમેરિકાના પ્રમુખ રૂઝવેલ્ટે આ ચાર સ્વતંત્રતાઓની જાહેરાત કરી હતી:

  1. વિચાર અને વાણીસ્વાતંત્ર્ય,
  2. ધાર્મિક સ્વાતંત્ર્ય,
  3. આર્થિક સ્વાતંત્ર્ય અને
  4. ભયમાંથી મુક્તિનો અધિકારો.

પ્રશ્ન 35.
‘મૉસ્કો જાહેરાત’ એટલે શું?
ઉત્તર:
ઑક્ટોબર, 1943માં બ્રિટન, અમેરિકા, રશિયા અને ચીનના વિદેશ પ્રધાનો વિશ્વશાંતિ અંગે ચર્ચા કરવા માટે રશિયાની રાજધાની મૉસ્કો ખાતે ભેગા થયા. તેમણે કરેલી જાહેરાત ‘મૉસ્કો જાહેરાત’ તરીકે ઓળખાય છે.

GSEB Class 9 Social Science Important Questions Chapter 3 નૂતન વિશ્વ તરફ પ્રયાણ

પ્રશ્ન 36.
દર વર્ષે વિશ્વભરમાં કયા દિવસને ‘યુ.એન. ડે’ (United Nations Day) તરીકે ઊજવવામાં આવે છે?
ઉત્તર:
દર વર્ષે વિશ્વભરમાં 24 ઑક્ટોબરના દિવસને ‘યુ.એન. ડે’ (United Nations Day) તરીકે ઊજવવામાં આવે છે.

પ્રશ્ન 37.
હાલ (ઈ. સ. 2016માં) સંયુક્ત રાષ્ટ્રોની સભ્યસંખ્યા કેટલી છે?
ઉત્તર:
હાલ (ઈ. સ. 2016માં) સંયુક્ત રાષ્ટ્રોની સભ્યસંખ્યા 193 છે.

પ્રશ્ન 38.
સંયુક્ત રાષ્ટ્રોનાં મુખ્ય અંગો કેટલાં છે?
ઉત્તર:
સંયુક્ત રાષ્ટ્રોનાં મુખ્ય અંગો 6 છે.

પ્રશ્ન 39.
આંતરરાષ્ટ્રીય અદાલત ક્યાં છે?
ઉત્તર:
આંતરરાષ્ટ્રીય અદાલત નેધરલૅન્ડ્ઝના હેગ શહેરમાં છે.

પ્રશ્ન 45.
સંયુક્ત રાષ્ટ્રનું સૌથી મોટું અંગ કર્યું છે?
ઉત્તર:
સંયુક્ત રાષ્ટ્રોનું સૌથી મોટું અંગ સામાન્ય સભા છે.

પ્રશ્ન 40.
સંયુક્ત રાષ્ટ્રનું સૌથી મહત્ત્વનું અંગ કયું છે?
ઉત્તરઃ
સંયુક્ત રાષ્ટ્રોનું સૌથી મહત્ત્વનું અંગ સલામતી સમિતિ છે.

GSEB Class 9 Social Science Important Questions Chapter 3 નૂતન વિશ્વ તરફ પ્રયાણ

પ્રશ્ન 41.
કયાં કયાં રાષ્ટ્રો સલામતી સમિતિના કાયમી સભ્યો છે?
ઉત્તર:
અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, રશિયા અને ચીન સલામતી સમિતિના કાયમી સભ્યો છે.

પ્રશ્ન 42.
‘વીટો પાવર’ (Veto) એટલે શું?
ઉત્તરઃ
‘વીટો પાવર’ (Veto) એટલે સલામતી સમિતિના કાયમી સભ્યોની નકારાત્મક મત આપવાની અસાધારણ સત્તા.

પ્રશ્ન 43.
સલામતી સમિતિનું મુખ્ય કાર્ય શું છે?
ઉત્તરઃ
આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતી જાળવવી એ સલામતી સમિતિનું મુખ્ય કાર્ય છે.

પ્રશ્ન 44.
આર્થિક અને સામાજિક સમિતિનું મુખ્ય કાર્ય શું છે?
ઉત્તરઃ
ધર્મ, જાતિ, પ્રદેશ વગેરેના ભેદભાવ વિના વિશ્વનાં રાષ્ટ્રોની પ્રજાનું જીવનધોરણ ઊંચું લાવવાના પ્રયત્નો કરવા એ આર્થિક અને સામાજિક સમિતિનું મુખ્ય કાર્ય છે.

પ્રશ્ન 45.
વિશ્વ-આરોગ્ય સંસ્થાનું મુખ્ય કાર્ય શું છે?
ઉત્તર:
વિશ્વની પ્રજા માટે સ્વાથ્ય સુધારણાનાં કામો કરવાં એ વિશ્વ-આરોગ્ય સંસ્થાનું મુખ્ય કાર્ય છે.

પ્રશ્ન 46.
યુનિસેફ(UNICEF)નું મુખ્ય કાર્ય શું છે?
ઉત્તર:
વિશ્વનાં બાળકોનું સ્વાથ્ય સુધારવા પૌષ્ટિક આહાર, શિક્ષણ અને બાળકલ્યાણની પ્રવૃત્તિઓ કરવી એ યુનિસેફ(UNICEF)નું મુખ્ય કાર્ય છે.

GSEB Class 9 Social Science Important Questions Chapter 3 નૂતન વિશ્વ તરફ પ્રયાણ

પ્રશ્ન 47.
યુનેસ્કો (UNESCO) શું છે?
ઉત્તરઃ
યુનેસ્કો (UNESCO) સંયુક્ત રાષ્ટ્રોની શૈક્ષણિક, વૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક ક્ષેત્રે કામ કરતી સંસ્થા છે.

પ્રશ્ન 48.
આંતરરાષ્ટ્રીય અદાલતમાં કુલ કેટલા ન્યાયમૂર્તિઓ છે?
ઉત્તરઃ
આંતરરાષ્ટ્રીય અદાલતમાં કુલ 15 ન્યાયમૂર્તિઓ છે.

પ્રશ્ન 49.
સચિવાલયના મહામંત્રીની નિમણૂક કોણ કરે છે?
ઉત્તરઃ
સચિવાલયના મહામંત્રીની નિમણૂક સલામતી સમિતિની ભલામણથી સામાન્ય સભા કરે છે.

પ્રશ્ન 50.
સંયુક્ત રાષ્ટ્રોનું સચિવાલય કયા શહેરમાં છે?
ઉત્તરઃ
સંયુક્ત રાષ્ટ્રોનું સચિવાલય યૂ.એસ.એ.ના ન્યૂ યૉર્ક શહેરમાં છે.

નીચેના વિધાનોનાં કારણો આપો: [ પ્રત્યેકના 2 ગુણ]

પ્રશ્ન 1.
મુસોલિનીએ ઇટાલીમાં ફાસિસ્ટ પક્ષની સ્થાપના કરી.
ઉત્તર:
પ્રથમ વિશ્વયુદ્ધમાં ઇટાલી વિજેતા મિત્રરાષ્ટ્રોના પક્ષમાં હતું અને તેમના જ પક્ષમાં રહી યુદ્ધ લડ્યું હતું. યુદ્ધમાં ઇટાલીને 12 અબજ ડૉલરનો જંગી ખર્ચ થયો હતો. યુદ્ધમાં ઇટાલીના 6 લાખ સૈનિકો માર્યા ગયા હતા. આમ છતાં, વિજેતા મિત્રરાષ્ટ્રોના જૂથે વર્સેલ્સની સંધિ દ્વારા મનગમતા પ્રદેશો લઈ લીધા. પ્રદેશોની વહેંચણીમાં ઇટાલીની ઉપેક્ષા થઈ.

ઇટાલીને થયેલા અન્યાયથી પ્રજામાં ઉગ્ર અસંતોષ ફેલાયો. ઇટાલીના રાષ્ટ્રીય સ્વમાનભંગ માટે ઇટાલીની સરકાર જવાબદાર છે એમ માની ઇટાલીની પ્રજા પોતાના દેશનું સુકાન કોઈ શૂરવીર યોદ્ધાના હાથમાં સોંપવા ઇચ્છતી હતી, જેથી તે રાષ્ટ્રીય અપમાનનો બદલો લઈ શકે. દેશને કપરા સંજોગોમાંથી બહાર કાઢવા માટે બેનિટો મુસોલિનીએ ઇટાલીમાં ‘ફાસિસ્ટ પક્ષ’ની સ્થાપના કરી.

GSEB Class 9 Social Science Important Questions Chapter 3 નૂતન વિશ્વ તરફ પ્રયાણ

પ્રશ્ન 2.
વર્સેલ્સની સંધિમાં જ દ્વિતીય વિશ્વયુદ્ધનાં બી વવાયાં હતાં.
ઉત્તરઃ
પરાજિત જર્મનીને અત્યંત કડક શરતોવાળી વર્સેલ્સની સંધિ સ્વીકારવાની ફરજ પાડવામાં આવી. જર્મનીને યુદ્ધ માટે જવાબદાર ગણી તેની પર 6.5 અબજ પાઉન્ડનો જંગી યુદ્ધદંડ લાદવામાં આવ્યો. આ સંધિ મુજબ તેનો રુફર પ્રાંત ફ્રાન્સે પડાવી લીધો. જર્મનીની હાઇન નદી આંતરરાષ્ટ્રીય જળમાર્ગ માટે ખુલ્લી મૂકવામાં આવી. જર્મનીના મોટા ભાગના સમૃદ્ધ ખનીજ પ્રદેશો પડાવી લેવામાં આવ્યા. વર્સેલ્સની સંધિ . જર્મની માટે અન્યાયી અને અપમાનજનક હતી. જર્મનીના સરમુખત્યાર એડોલ્ફ હિટલરે વસેલ્સની સંધિને ‘કાગળનું ચીથરું’ કહીને ફગાવી દેવાની પ્રજાને હાકલ કરી. તેથી જર્મનીની પ્રજાને યુદ્ધનું પ્રોત્સાહન મળ્યું. આ સંધિથી જાપાનને પણ ઘણો અસંતોષ હતો. વર્સેલ્સની સંધિમાં ઇટાલીની ઉપેક્ષા થઈ હોવાથી તે પણ રોષે ભરાયું હતું. આમ, આ સંધિથી કેટલાંય રાષ્ટ્રોને અન્યાય થયો હતો. આમ, વર્સેલ્સની અન્યાયી સંધિમાં જ દ્વિતીય વિશ્વયુદ્ધનાં બી વવાયાં હતાં.

પ્રશ્ન 3.
હિટલરની ઉગ્ર સામ્રાજ્યવાદી નીતિ દ્વિતીય વિશ્વયુદ્ધ માટે જવાબદાર હતી.
ઉત્તર:
હિટલર ઉગ્ર રાષ્ટ્રવાદી હતો. તે કોઈ પણ ભોગે જર્મનીની એક્તા, સ્થિરતા અને સમૃદ્ધિ ઇચ્છતો હતો. તેથી તેણે ઉગ્ર સામ્રાજ્યવાદી નીતિ અપનાવી. 12 માર્ચ, 1938ના રોજ હિટલરે ઑસ્ટ્રિયા પર આક્રમણ કરી તેની પર સત્તા જમાવી. મ્યુનિચ સંમેલન પછી 1 ઑક્ટોબર, 1938ના રોજ તેણે ઝેકોસ્લોવેકિયા પર કબજો જમાવ્યો. માર્ચ, 1939માં તેણે લિથુઆનિયાનું મેમેલ (Mamal) બંદર કબજે કર્યું. આમ, વર્સેલ્સની સંધિનો ભંગ કરી હિટલરે વિશાળ જર્મન રાષ્ટ્રનું છે સર્જન કર્યું. આમ, હિટલરની ઉગ્ર સામ્રાજ્યવાદી નીતિ દ્વિતીય વિશ્વયુદ્ધ માટે જવાબદાર હતી.

પ્રશ્ન 4.
સંયુક્ત રાષ્ટ્ર(UN)માં આંતરરાષ્ટ્રીય અદાલતની સ્થાપના કરવામાં આવી છે.
ઉત્તર:
કોઈ પણ બે સભ્યરાષ્ટ્રના રાજકીય કે અન્ય પ્રકારના વિવાદાસ્પદ પ્રશ્નોને ન્યાયી રીતે અને આંતરરાષ્ટ્રીય સિદ્ધાંતો મુજબ ઉકેલવા માટે સંયુક્ત રાષ્ટ્રો(UN)માં આંતરરાષ્ટ્રીય અદાલતની સ્થાપના કરવામાં આવી. સંયુક્ત રાષ્ટ્રોનું સભ્યપદ ન ધરાવતા દેશો પણ ન્યાય મા મેળવવા માટે આંતરરાષ્ટ્રીય અદાલત સમક્ષ ફરિયાદ કરી શકે છે.

નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો [પ્રત્યેકના 2 ગુણ]

પ્રશ્ન 1.
પ્રથમ વિશ્વયુદ્ધ પછી લોકશાહી શાસન પરથી લોકોનો વિશ્વાસ કેમ ઊઠી ગયો?
ઉત્તર:
પ્રથમ વિશ્વયુદ્ધના અંતે યુરોપના દેશોમાં ગરીબી, બેકારી, મોંઘવારી, ચીજવસ્તુઓની અછત વગેરે સમસ્યાઓ સર્જાઈ. પરિણામે લોકોની આર્થિક દુર્દશા થઈ. લોકોની આર્થિક સ્થિતિ સુધારવામાં તે સમયની લોકશાહી સરકારો અસમર્થ રહી. આથી મોટા ભાગના લોકોને લોકશાહી શાસન પરથી વિશ્વાસ ઊઠી ગયો.

GSEB Class 9 Social Science Important Questions Chapter 3 નૂતન વિશ્વ તરફ પ્રયાણ

પ્રશ્ન 2.
વૈશ્વિક મહામંદી(ઈ. સ. 1929 1932)નું સર્જન શામાંથી થયું હતું?
ઉત્તરઃ
24 ઑક્ટોબર, 1929ના રોજ યુ.એસ.એ.ના ‘વૉલ સ્ટ્રીટ’ નામના ગૅરબજારમાં શેરોની કિંમતો અચાનક ઘટી ગઈ. વિવેચકોએ આ ઘટનાને ‘વૉલ સ્ટ્રીટ સંકટ’ તરીકે ઓળખાવી. આ સંકટે વિશ્વના દેશોની આર્થિક સ્થિતિને અસ્થિર અને કમજોર બનાવી. તેમાંથી વૈશ્વિક મહામંદી (1929 – 1932) થઈ.

પ્રશ્ન 3.
દ્વિતીય વિશ્વયુદ્ધનાં મુખ્ય પરિબળો કયાં કયાં હતાં?
ઉત્તર:
દ્વિતીય વિશ્વયુદ્ધનાં મુખ્ય પરિબળો

  • ઉગ્ર રાષ્ટ્રવાદ,
  • જૂથબંધીઓ,
  • લશ્કરવાદ,
  • રાષ્ટ્રસંઘની નિષ્ફળતા,
  • વર્સેલ્સની સંધિ,
  • ઍડોલ્ફ હિટલરની સામ્રાજ્યવાદી મહત્ત્વાકાંક્ષા અને
  • જર્મનીનું પોલૅન્ડ પર આક્રમણ (તાત્કાલિક પરિબળ).

પ્રશ્ન 4.
પ્રથમ વિશ્વયુદ્ધ પછી વિશ્વના દેશોએ કઈ કઈ જૂથબંધીઓ કરી?
ઉત્તર:
પ્રથમ વિશ્વયુદ્ધ પછી વિશ્વના દેશોએ કરેલી જૂથબંધીઓ:

  1. ફ્રાન્સને જર્મનીનો મોટો ભય હતો. તેથી તેણે બેલ્જિયમ, પોલૅન્ડ, રૂમાનિયા અને ઝેકોસ્લોવેકિયા સાથે મૈત્રીકરારો કર્યા.
  2. ઇટાલીએ ઝેકોસ્લોવેકિયા, યુગોસ્લાવિયા, રૂમાનિયા, હંગેરી, ગ્રીસ, તુર્કી અને ઑસ્ટ્રિયા સાથે કરારો કર્યા.
  3. ઇટાલીએ જર્મની અને જાપાનના સહયોગથી ‘રોમ-બર્લિનવેકિયો’ ધરીની રચના કરી.
  4. રશિયાએ જર્મની, તુર્કી, લિથુઆનિયા, ઈરાન વગેરે દેશો સાથે કરારો કર્યા.
  5. ઇંગ્લેન્ડ અને ફ્રાન્સે લોકશાહી મૂલ્યો ધરાવતા દેશોનું અલગ જૂથ રચ્યું.

પ્રશ્ન 5.
રાષ્ટ્રસંઘને આક્રમણકારી પગલાં રોકવામાં નિષ્ફળતા કેમ મળી?
ઉત્તરઃ
રશિયા, જર્મની, ઇટાલી, જાપાન વગેરે દેશો રાષ્ટ્રસંઘમાંથી નીકળી ગયા. તેથી એ દેશોની યુદ્ધખોર અને આક્રમણકારી પ્રવૃત્તિઓ પર અંકુશ મૂકવાનું રાષ્ટ્રસંઘ માટે અશક્ય થયું. જાપાન, ઇટાલી અને જર્મની તેમની સત્તાલાલસા સંતોષવા નાનાં અને નબળાં રાષ્ટ્રો પર આક્રમણો કરવા લાગ્યાં. રાષ્ટ્રસંઘને લશ્કરી પીઠબળ ન હોવાથી એમનાં આક્રમણકારી પગલાં રોકવામાં તેને નિષ્ફળતા મળી.

GSEB Class 9 Social Science Important Questions Chapter 3 નૂતન વિશ્વ તરફ પ્રયાણ

પ્રશ્ન 6.
દ્વિતીય વિશ્વયુદ્ધ શરૂ થવા માટે કર્યું તાત્કાલિક કારણ હું જવાબદાર હતું?
ઉત્તરઃ
જર્મનીના સરમુખત્યાર હિટલરની સામ્રાજ્ય-લાલસાને કારણે યુરોપમાં યુદ્ધનું વાતાવરણ સર્જાયું. 1 સપ્ટેમ્બર, 1939ના દિવસે હિટલરે પોલેન્ડ પર આક્રમણ કર્યું. બ્રિટન અને ફ્રાન્સ જર્મનીને આ યુદ્ધ તાત્કાલિક બંધ કરવા ચેતવણી આપી. પરંતુ જર્મનીએ તેની અવગણના કરી. તેથી બ્રિટન અને ફ્રાન્સે પોલૅન્ડના રક્ષણ માટે જર્મની સામે યુદ્ધ જાહેર કર્યું. આ રીતે દ્વિતીય વિશ્વયુદ્ધની શરૂઆત થઈ.

પ્રશ્ન 7.
સંયુક્ત રાષ્ટ્રોનાં મુખ્ય અંગો કયાં કયાં છે?
ઉત્તરઃ
સંયુક્ત રાષ્ટ્રોનાં મુખ્ય અંગો નીચે મુજબ હતાં:

  1. સામાન્ય સભા (General Assembly),
  2. સલામતી સમિતિ (Security Council),
  3. આર્થિક અને સામાજિક સમિતિ (Economic and Social Council),
  4. વાલીપણા સમિતિ (Trusteeship Council),
  5. આંતરરાષ્ટ્રીય અદાલત (International Court of Justice) અને
  6. સચિવાલય (Secretariat).

પ્રશ્ન 8.
સંયુક્ત રાષ્ટ્રોની સામાન્ય સભાની મુખ્ય કામગીરી જણાવો.
ઉત્તર:
સંયુક્ત રાષ્ટ્રોની સામાન્ય સભાની મુખ્ય કામગીરી નીચે મુજબ હતી:

  1. આંતરરાષ્ટ્રીય સંબંધોને લગતી કોઈ પણ બાબત પર સામાન્ય સભા ચર્ચા કરી સલાહ, સૂચનો કે ભલામણો કરે છે.
  2. સંયુક્ત રાષ્ટ્રોના મહામંત્રી દર વર્ષે સામાન્ય સભામાં અંદાજપત્ર રજૂ કરે છે. હું એ અંદાજપત્રને સામાન્ય સભા મંજૂર કરે છે તેમજ સંયુક્ત રાષ્ટ્રોનાં વિવિધ અંગોના ખર્ચની રકમની તે ફાળવણી કરે છે.
  3. વિશ્વનાં રાષ્ટ્રના આર્થિક વિકાસ, માનવ-અધિકાર, નિઃશસ્ત્રીકરણ તેમજ વર્તમાન સમયના આંતરરાષ્ટ્રીય પ્રશ્નોનું નિરાકરણ વગેરે બાબતો અંગે સામાન્ય સભા કામ કરે છે.
  4. તે સંયુક્ત રાષ્ટ્રોનાં વિવિધ અંગોના સભ્યોની ચૂંટણી કરે છે.
  5. સામાન્ય સભા દર વર્ષે પોતાના પ્રમુખ અને છે ઉપપ્રમુખની ચૂંટણી કરે છે.

નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખો [પ્રત્યેકના 4 ગુણ]

પ્રશ્ન 1.
સંયુક્ત રાષ્ટ્રોની સ્થાપના કેવી રીતે થઈ?
ઉત્તર:
સંયુક્ત રાષ્ટ્રોની સ્થાપના નીચે મુજબ થઈ:

  • ઈ. સ. 1939માં શરૂ થયેલા દ્વિતીય વિશ્વયુદ્ધમાં અમેરિકા જોડાયું ત્યારથી જ અમેરિકાના પ્રમુખ એફ. ડી. રૂઝવેલ્ટે વિશ્વમાં માનવ સ્વાતંત્ર્ય, શાંતિ અને સલામતી માટે પ્રયત્નો શરૂ કર્યા.
  • 6 જાન્યુઆરી, 1941ના રોજ તેમણે આ ચાર બાબતોની જાહેરાત કરી:
    (1) વિચાર અને વાણીસ્વાતંત્ર્ય,
    (2) ધાર્મિક સ્વાતંત્ર્ય,
    (3) આર્થિક સ્વાતંત્ર્ય અને
    (4) ભયમાંથી મુક્તિનો અધિકાર.
  • 4 ઑગસ્ટ, 1941ના રોજ પ્રમુખ રૂઝવેલ્ટ અને બ્રિટનના વડા પ્રધાન ચર્ચિલે ચર્ચાવિચારણાને અંતે આઠ મુદ્દાઓનું ‘ઍટલૅન્ટિક ખતપત્ર બહાર પાડ્યું.
  • આ ખતપત્રમાં દરેક રાષ્ટ્રની સ્વતંત્રતા અને સાર્વભૌમત્વની જાળવણી, વિશ્વશાંતિ અને સલામતી, સામાજિક અને આર્થિક કલ્યાણ, નિઃશસ્ત્રીકરણ વગેરે બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
  • ઑક્ટોબર, 1943માં બ્રિટન, અમેરિકા, રશિયા અને ચીનના વિદેશ પ્રધાનો મૉસ્કોમાં મળ્યા. તેમની એ મૉસ્કો પરિષદમાં વિશ્વશાંતિ જાળવવાના કેટલાક પાયાના સિદ્ધાંતો નક્કી કરવામાં આવ્યા.
  • નવેમ્બર, 1943માં તહેરાનમાં ત્રણ માંધાતાઓની પરિષદ મળી.
  • સપ્ટેમ્બર, 1944માં વૉશિંગ્ટન ખાતે 50 રાષ્ટ્રોના પ્રતિનિધિઓએ સંયુક્ત રાષ્ટ્રોનું ખતપત્ર તૈયાર કર્યું.
  • 24 ઑક્ટોબર, 1945ના રોજ અમેરિકાના સૈન ફ્રન્સિસ્કોમાં 5 સભ્યરાષ્ટ્રોએ સંયુક્ત રાષ્ટ્રો(United Nations)ની સ્થાપનાની જાહેરાત કરી. તેમાં ભારતનો પણ સમાવેશ હતો.

GSEB Class 9 Social Science Important Questions Chapter 3 નૂતન વિશ્વ તરફ પ્રયાણ

ટૂંક નોંધ લખો: [ પ્રત્યેકના 3 ગુણ]

પ્રશ્ન 1.
જાપાનની સામ્રાજ્યવાદી નીતિ
ઉત્તર:
પ્રથમ વિશ્વયુદ્ધને અંતે વર્સેલ્સની સંધિ મુજબ જાપાનને તેની ઇચ્છા મુજબના ચીનના પ્રદેશો ન મળ્યા.

  • જર્મનીનાં મોટા ભાગનાં સંસ્થાનો ઇંગ્લેન્ડ અને ફ્રાન્સે વહેંચી લીધાં. તેથી જાપાનને અસંતોષ થયો હતો.
  • ઈ. સ. 1921 – 22ની વૉશિંગ્ટન પરિષદમાં ઇંગ્લેન્ડ અને અમેરિકાના નૌકાદળની કુલ સંખ્યાના માત્ર 35 %નું નૌકાદળ રાખવાની દરખાસ્ત જાપાનને સ્વીકારવી પડી.
  • જાપાનને રાષ્ટ્રસંઘની સમિતિમાં કાયમી સભ્યપદ ન મળ્યું.
  • જાપાનને સખાલિન અને સાઇબીરિયાના ટાપુ ખાલી કરવા પડ્યા. તેથી જાપાનના યુવાનો નાખુશ થયા.
  • આ સમયે જાપાનમાં ચૂંટણી થઈ. તેમાં દેશમાં લશ્કરી ઢબના શાસનની તરફેણ કરનાર પક્ષોને બહુમતી મળી.
  • જાપાનના લશ્કરી શાસને વિસ્તારવાદની નીતિ અપનાવી.
  • ઈ. સ. 1932માં જાપાને મંચુરિયા કબજે કરી ત્યાં પોતાની ‘મંચકો’ સરકાર બનાવી.
  • જાપાને કોરિયા, મંગોલિયા, શાટુંગ અને ચીનના કેટલાક ભાગો પર કબજો જમાવ્યો.
  • જાપાને જર્મની અને ઇટાલી સાથેના સંબંધો સુધારી તેમની જેમ સામ્રાજ્યવાદનો વિસ્તાર કર્યો.
  • ઈ. સ. 1933માં જાપાન રાષ્ટ્રસંઘમાંથી નીકળી ગયું.
  • સમ્રાટ મેઇજી પછી ઈ. સ. 1936માં ગાદીએ આવેલ શહેનશાહ હીરોહીદોએ જાપાનની સામ્રાજ્યવાદી પ્રવૃત્તિને ઉત્તેજન આપ્યું.
  • જાપાનની સામ્રાજ્યવાદી પ્રવૃત્તિઓને પશ્ચિમના દેશો રોકી શક્યા નહિ.
  • દ્વિતીય વિશ્વયુદ્ધ પહેલાં જાપાને લગભગ સમગ્ર ચીન પર પોતાનું વર્ચસ્વ સ્થાપી દીધું.
  • આમ, જાપાનની સામ્રાજ્યવાદી નીતિએ વિશ્વમાં દ્વિતીય વિશ્વયુદ્ધનો ભય ઉત્પન્ન કર્યો.

પ્રશ્ન 2.
દ્વિતીય વિશ્વયુદ્ધના એક પરિબળ તરીકે લશ્કરવાદ
ઉત્તર:
લશ્કરવાદઃ પ્રથમ વિશ્વયુદ્ધ પછી યુરોપના બધા દેશો એકબીજાથી ચડિયાતાં શસ્ત્રોનું ઉત્પાદન કરવા લાગ્યા.

  • રશિયા અને જર્મનીએ લશ્કરમાં ફરજિયાત ભરતી શરૂ કરી.
  • યુરોપના દરેક દેશે ભૂમિદળ, નૌકાદળ અને હવાઈ દળની સંખ્યામાં વધારો કર્યો.
  • જાપાન અને અમેરિકાએ પણ શસ્ત્રસામગ્રી વધારવાની હોડમાં ઝંપલાવ્યું. અમેરિકાએ નૌકાદળને સશક્ત બનાવ્યું.
  • આમ, શસ્ત્રીકરણની દોડે વિશ્વને યુદ્ધકીય વાતાવરણમાં પલટી નાખ્યું. દ્વિતીય વિશ્વયુદ્ધનાં નગારાં વાગવા લાગ્યાં.

પ્રશ્ન 3.
દ્વિતીય વિશ્વયુદ્ધની રૂપરેખા
ઉત્તર:
1 સપ્ટેમ્બર, 1939ના રોજ દ્વિતીય વિશ્વયુદ્ધની શરૂઆત થઈ. યુદ્ધ દરમિયાન વિશ્વના દેશો બે જૂથમાં વહેંચાઈ ગયા:
(1) મિત્રરાષ્ટ્રો તરીકે ઓળખાતાં બ્રિટન, ફ્રાન્સ, રશિયા, અમેરિકા અને તેમનાં મિત્રરાષ્ટ્રોનું જૂથ
(2) ધરી રાષ્ટ્રો તરીકે ઓળખાતાં જર્મની, ઇટાલી, જાપાન અને તેમના સાથી રાષ્ટ્રોનું જૂથ.

  • પૅસિફિક મહાસાગરમાં આવેલા અમેરિકાના હવાઈ ટાપુઓના લશ્કરી મથક પર્લહાર્બર પર જાપાને હુમલો કરી અમેરિકન નૌકાદળની ભારે ખુવારી કરી. આથી તટસ્થનીતિ છોડી અમેરિકાએ જાપાનની સામે યુદ્ધ જાહેર કર્યું. અમેરિકા યુદ્ધમાં જોડાતાં મિત્રરાષ્ટ્રોની તાકાતમાં વધારો થયો. પરિણામે યુદ્ધની બાજી પલટાવા લાગી.
  • 7 મે, 1945ના રોજ જર્મનીએ બિનશરતી શરણાગતિ સ્વીકારી. યુદ્ધમાં મિત્રરાષ્ટ્રોનો વિજય થયો.
  • યુદ્ધનો અંત આવતાં મિત્રરાષ્ટ્રોએ જાપાન પર હુમલા શરૂ કર્યા. અમેરિકાએ જાપાનનાં હિરોશિમા અને નાગાસાકી નામનાં શહેરો પર અણુબૉમ્બ નાખ્યા. તેનાથી મહાભયાનક વિનાશ થયો.
  • જાપાનના 1 લાખ 24 હજારથી વધુ લોકો મૃત્યુ પામ્યા અને અસંખ્ય લોકો ઘાયલ થયા.
  • આથી જાપાને 11 ઑગસ્ટ, 1945ના દિવસે શરણાગતિ સ્વીકારી. એ સાથે દ્વિતીય વિશ્વયુદ્ધનો અંત આવ્યો.

GSEB Class 9 Social Science Important Questions Chapter 3 નૂતન વિશ્વ તરફ પ્રયાણ

પ્રશ્ન 4.
આંતરરાષ્ટ્રીય અદાલત
ઉત્તર:
સભ્યરાષ્ટ્રોના રાજકીય કે અન્ય પ્રકારના ઝઘડાને આંતરરાષ્ટ્રીય ધોરણે ઉકેલવા માટે આંતરરાષ્ટ્રીય અદાલતની રચના કરવામાં આવી છે.

  • આ અદાલતનું કાયમી મથક નેધરલૅન્ડ્ઝના હેગ શહેરમાં છે.
  • આ અદાલત 15 ન્યાયમૂર્તિઓની બનેલી છે. તેમના હોદ્દાની મુદત 9 વર્ષની છે.
  • ન્યાયમૂર્તિઓની ચૂંટણી સામાન્ય સભા અને સલામતી સમિતિના સભ્યો કરે છે.
  • આ અદાલત આંતરરાષ્ટ્રીય ઝઘડાઓ વિશે ચુકાદા આપે છે અને સભ્યરાષ્ટ્રો પાસે આંતરરાષ્ટ્રીય કાયદાઓનું પાલન કરાવે છે.
  • સંયુક્ત રાષ્ટ્રોનું સભ્યપદ ન ધરાવનાર દેશ પણ આ અદાલત સમક્ષ ન્યાય માટે ફરિયાદ કરી શકે છે.

Leave a Comment

Your email address will not be published.