GSEB Class 9 Social Science Important Questions Chapter 4 ભારતની રાષ્ટ્રીય ચળવળો

Gujarat Board GSEB Class 9 Social Science Important Questions Chapter 4 ભારતની રાષ્ટ્રીય ચળવળો Important Questions and Answers.

GSEB Class 9 Social Science Important Questions Chapter 4 ભારતની રાષ્ટ્રીય ચળવળો

1. નીચેના દરેક વિધાનની ખાલી જગ્યા માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી, ખાલી જગ્યા પૂરો [પ્રત્યેકનો 1 ગુણ]

પ્રશ્ન 1.
બ્રિટિશ શાસન સમયે …………………….. સૌથી મોટો પ્રાંત હતો.
A. પંજાબ
B. બંગાળ
C. મુંબઈ
ઉત્તરઃ
B. બંગાળ

પ્રશ્ન 2.
…………………. આંદોલનથી ભારતને ખૂબ આર્થિક લાભ થયો.
A. સ્વદેશી
B. બંગભંગ
C. અસહકારના
ઉત્તરઃ
A. સ્વદેશી

પ્રશ્ન 3.
ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિની શરૂઆત ……………………… કરી.
A. ખુદીરામ બોઝે
B. ચંદ્રશેખર આઝાદે
C. વાસુદેવ બળવંત ફડકેએ
ઉત્તરઃ
C. વાસુદેવ બળવંત ફડકેએ

પ્રશ્ન 4.
શ્રી અરવિંદ ઘોષે ‘ ………………………’ નામના પુસ્તકમાં ક્રાંતિની યોજના વર્ણવી હતી.
A. ભવાની મંદિર
B. રાધા-કૃષ્ણ મંદિર
C. રામજી મંદિર
ઉત્તરઃ
A. ભવાની મંદિર

પ્રશ્ન 5.
જલિયાંવાલા બાગ ………………………. શહેરમાં આવેલો છે.
A. આગરા
B. અમૃતસર
C. શ્રીનગર
ઉત્તરઃ
B. અમૃતસર

GSEB Class 9 Social Science Important Questions Chapter 4 ભારતની રાષ્ટ્રીય ચળવળો

પ્રશ્ન 6.
ગાંધીજીએ ……………………. ને કાળો કાયદો કહ્યો હતો.
A. રૉલેટ ઍક્ટ
B. હંટર ઍક્ટ
C. ડાયર ઍક્ટ
ઉત્તરઃ
A. રૉલેટ ઍક્ટ

પ્રશ્ન 7.
ખિલાફત ચળવળના મુખ્ય નેતાઓ ………………….. અને …………………….. હતા.
A. મોલાના મોહમ્મદઅલી, રહિમતુલ્લા
B. મોલાના સૌકતઅલી, મૌલાના સલીમઅલી
C. મૌલાના સૌકતઅલી, મૌલાના મોહમ્મદઅલી
ઉત્તરઃ
C. મૌલાના સૌકતઅલી, મૌલાના મોહમ્મદઅલી

પ્રશ્ન 8.
અસહકારની લડત મોકૂફી બાદ ચિત્તરંજનદાસ મુનશી અને મોતીલાલ નેહરુએ ……………………….. પક્ષની રચના કરી.
A. સ્વરાજ્ય
B. ફૉરવર્ડ બ્લૉક
C. સત્યાગ્રહ
ઉત્તરઃ
A. સ્વરાજ્ય

પ્રશ્ન 9.
……………………. ઇંગ્લેન્ડના કાયદા ખાતાના પ્રધાન હતા.
A. માઉન્ટ બેટન
B. હંટર
C. રૉલેટ
ઉત્તરઃ
C. રૉલેટ

પ્રશ્ન 10.
જૂન, 1925માં ………………………. નું અવસાન થતાં ‘સ્વરાજ્ય પક્ષ’ નબળો પડ્યો.
A. મોતીલાલ નેહરુ
B. ગોપાલકૃષ્ણ ગોખલે
C. ચિત્તરંજનદાસ મુનશી
ઉત્તરઃ
C. ચિત્તરંજનદાસ મુનશી

પ્રશ્ન 11.
વાઇસરૉય …………………… બંગાળના બે ભાગલા પાડ્યા.
A. વેલેસ્લીએ
B. કર્ઝને
C. લિનલિથગોએ
ઉત્તરઃ
B. કર્ઝને

પ્રશ્ન 12.
કેટલાક લેખકો વાઇસરૉય ……………………. ને ‘મુસ્લિમ કોમવાદના પિતા’ કહે છે.
A. લૉર્ડ મિન્ટો
B. લૉર્ડ મૉન્ટેગ્યુ
C. લૉર્ડ ચેમ્સફર્ડ
ઉત્તરઃ
A. લૉર્ડ મિન્ટો

GSEB Class 9 Social Science Important Questions Chapter 4 ભારતની રાષ્ટ્રીય ચળવળો

પ્રશ્ન 13.
જલિયાંવાલા બાગના હત્યાકાંડનો કરનાર ………………………… હતો.
A. જનરલ ડાયેના
B. જનરલ નીલ
C. જનરલ ઓડોનીલ ડાયર
ઉત્તરઃ
C. જનરલ ઓડોનીલ ડાયર

પ્રશ્ન 14.
…………………… બનાવને કારણે ગાંધીજીએ અસહકારનું આંદોલન મોકૂફ રાખ્યું હતું.
A. અલીપુર
B. ચોરીચીરા
C. હાવડા
ઉત્તરઃ
B. ચોરીચૌરા

પ્રશ્ન 15.
……………………….. આંદોલનની અસરને લીધે દેશમાં અંગ્રેજીના સ્થાને હિંદી ભાષાને મહત્ત્વ મળ્યું.
A. અસહકારના
B. બંગભંગના
C. મીઠાના સત્યાગ્રહના
ઉત્તરઃ
A. અસહકારના

(અ) નીચેના પ્રશ્નો માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી, ઉત્તર લખો: [પ્રત્યેકનો 1 ગુણ]

પ્રશ્ન 1.
કેટલાક લેખકો કોને ‘મુસ્લિમ કોમવાદના જનક’ કહે છે?
A. મહંમદઅલી ઝીણાને
B. રહિમતુલ્લાને
C. સર સૈયદ અહમદને
D. લૉર્ડ મિન્ટોને
ઉત્તર:
D. લૉર્ડ મિન્ટોને

પ્રશ્ન 2.
‘પાકિસ્તાનના સાચા સર્જક મહંમદઅલી ઝીણા કે રહિમતુલ્લા નહિ; પરંતુ ……………………….. જ હતા.’
A. લૉર્ડ મૉન્ટેગ્યુ
B. લૉર્ડ રિપન
C. લૉર્ડ કર્ઝન
D. લૉર્ડ મિન્ટો
ઉત્તર:
D. લૉર્ડ મિન્ટો

પ્રશ્ન 3.
ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિની શરૂઆત કોણે કરી?
A. વીર સાવરકરે
B. વાસુદેવ બળવંત ફડકેએ
C. ચંદ્રશેખર આઝાદે
D. ભગતસિંહે
ઉત્તર:
B. વાસુદેવ બળવંત ફડકેએ

GSEB Class 9 Social Science Important Questions Chapter 4 ભારતની રાષ્ટ્રીય ચળવળો

પ્રશ્ન 4.
“સ્વરાજ્ય મારો જન્મસિદ્ધ હક છે અને હું તેને લઈને જ ઝંપીશ.” આ વિધાન કોણે કહ્યું હતું?
A. બાળગંગાધર ટિળકે
B. ગોપાલકૃષ્ણ ગોખલેએ
C. લાલા લજપતરાયે
D. લાલા હરદયાળે
ઉત્તર:
A. બાળગંગાધર ટિળકે

પ્રશ્ન 5.
ગાંધીજીના રાજકીય ગુરુ કોણ હતા?
A. લોકમાન્ય ટિળક
B. લાલા લજપતરાય
C. ગોપાલકૃષ્ણ ગોખલે
D. મોતીલાલ નેહરુ .
ઉત્તર:
C. ગોપાલકૃષ્ણ ગોખલે

પ્રશ્ન 6.
કયા ઍક્ટથી વ્યક્તિસ્વાતંત્ર્ય અને વાણીસ્વાતંત્ર્ય નષ્ટ થયું?
A. ધારા 144થી
B. રૉલેટ ઍક્ટથી
C. ચાર્ટર ઍક્ટથી
D. બ્રિટિશ ઍક્ટથી
ઉત્તર:
B. રૉલેટ ઍક્ટથી

પ્રશ્ન 7.
અસહકારના આંદોલનની શરૂઆતમાં કોણે પોતાની ‘કેસરે હિંદ’ની ઉપાધિનો ત્યાગ કર્યો?
A. મહાત્મા ગાંધીએ
B. રવીન્દ્રનાથ ટાગોરે
C. ગોપાલકૃષ્ણ ગોખલેએ
D. શ્રીમદ્ રાજચંદ્ર
ઉત્તર:
A. મહાત્મા ગાંધીએ

પ્રશ્ન 8.
કોને ઉત્તેજન આપવા માટે બંગાળના બે ભાગલા પાડવામાં આવ્યા?
A. સ્વદેશી ચળવળને
B. બહિષ્કાર આંદોલનને
C. પ્રાંતવાદને
D. કોમવાદને
ઉત્તર:
D. કોમવાદને

પ્રશ્ન 9.
કયા વાઇસરૉયે બંગાળના બે ભાગલા પાડ્યા?
A. કર્ઝને
B. લિનલિથગોએ
C. લિટને
D. રિપને
ઉત્તર:
A. કર્ઝને

GSEB Class 9 Social Science Important Questions Chapter 4 ભારતની રાષ્ટ્રીય ચળવળો

પ્રશ્ન 10.
સ્વદેશીને ઉત્તેજન આપવા માટે કર્યું આંદોલન ઉગ્ર બન્યું?
A. રાષ્ટ્રીય શિક્ષણનું
B. વિદેશી માલના બહિષ્કારનું
C. ક્રાંતિકારી પ્રવૃત્તિઓનું
D. અસહકારનું
ઉત્તર:
B. વિદેશી માલના બહિષ્કારનું

પ્રશ્ન 11.
શ્રી અરવિંદ ઘોષે કયા પુસ્તકમાં ક્રાંતિની યોજનાનું વર્ણન કર્યું હતું?
A. ભવાની મંદિર
B. શારદા મંદિર
C. રાધાકૃષ્ણ મંદિર
D. મહાકાલી મંદિર
ઉત્તર:
A. ભવાની મંદિર

પ્રશ્ન 12.
અંગ્રેજ અધિકારી વિલિયમ વાયલીની હત્યા કોણે કરી?
A. ખુદીરામ બોઝ
B. ભગતસિંહે
C. પ્રફુલ્લ ચાકીએ
D. મદનલાલ ધીંગરાએ
ઉત્તર:
D. મદનલાલ ધીંગરાએ

પ્રશ્ન 13.
બાજુમાં આપેલા ભારતના વિભાગીય નકશામાં નિર્દેશિત સ્થળ કયા ઐતિહાસિક બનાવની યાદ કરાવે છે?
GSEB Class 9 Social Science Important Questions Chapter 4 ભારતની રાષ્ટ્રીય ચળવળો 1
A. બંગાળના ભાગલા
B. ચોરીચોરાનો બનાવ
C. જલિયાંવાલા બાગ હત્યાકાંડ
D. 1857નો મેરઠ બનાવ
ઉત્તર:
C. જલિયાંવાલા બાગ હત્યાકાંડ

પ્રશ્ન 14.
પોતાની સહીવાળી સોનાની પટ્ટી રશિયાના ઝારને કોણે મોકલી હતી ?
A. રાજા મહેન્દ્રપ્રતાપે
B. મદનલાલ ધીંગરાએ
C. લાલા હરદયાળે
D. રાણા સરદારસિંહે
ઉત્તર:
A. રાજા મહેન્દ્રપ્રતાપે

પ્રશ્ન 15.
રશિયાના કયા ક્રાંતિવીરે ભારતના ક્રાંતિકારીઓને બધી જ મદદ કરવા વચન આપ્યું હતું?
A. લેનિને
B. નિઝિને
C. સ્ટેલિને
D. ટ્રોટસ્કીએ
ઉત્તર:
D. ટ્રોટસ્કીએ

GSEB Class 9 Social Science Important Questions Chapter 4 ભારતની રાષ્ટ્રીય ચળવળો

પ્રશ્ન 16.
જલિયાંવાલા બાગ કયા શહેરમાં આવેલો છે?
A. શ્રીનગરમાં
B. દિલ્લીમાં
C. અમૃતસરમાં
D. બેંગલૂરમાં
ઉત્તર:
C. અમૃતસરમાં

પ્રશ્ન 17.
જલિયાંવાલા બાગમાં કોણે બેફામ ગોળીબાર કરાવ્યો?
A. જનરલ ડાયરે
B. જનરલ નીલે
C. જનરલ ડાયેનાએ
D. જનરલ હોકિન્સ
ઉત્તર:
A. જનરલ ડાયરે

પ્રશ્ન 18.
વિદેશમાં ક્રાંતિકારી પ્રવૃત્તિમાં કયા એક ક્રાંતિકારી નહોતા?
A. મદનલાલ ધીંગરા
B. લાલા હરદયાળ
C. લાલા લજપતરાય
D. ચંપક રમણ પિલ્લાઈ
ઉત્તર:
C. લાલા લજપતરાય

પ્રશ્ન 19.
ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ કોણ હતા?
A. શ્રી અરવિંદ ઘોષ
B. શ્રીમદ્ રાજચંદ્ર
C. શ્રી બારીન્દ્રકુમાર ઘોષ
D. લાલા લજપતરાય
ઉત્તર:
B. શ્રીમદ્ રાજચંદ્ર

પ્રશ્ન 20.
કયો નવો પક્ષ સ્થપાતાં સ્વરાજ્ય પક્ષની પ્રતિષ્ઠા ઓસરી ગઈ?
A. ‘નૅશનલ પાર્ટી’
B. ‘ઇન્ડિયન નૅશનલ પાટી’
C. ‘ગદર પાર્ટી’
D. ‘ફ્રીડમ પાટી’
ઉત્તર:
A. ‘નૅશનલ પાર્ટી’

GSEB Class 9 Social Science Important Questions Chapter 4 ભારતની રાષ્ટ્રીય ચળવળો

પ્રશ્ન 21.
કઈ સ્ટીમરોની ઘટનાએ ક્રાંતિકારીઓને વિદેશોમાં અંગ્રેજો વિરુદ્ધ લાગણી જાગ્રત કરવામાં પ્રેરકબળ પૂરું પાડ્યું?
A. સોમામારુ અને તોશામારુ
B. સુલામારુ અને કામાગાટામારુ
C. કામાગાટામારુ અને તોશામારુ
D. સોલામારુ અને કામાગાટામારુ
ઉત્તર:
A. સોમામારુ અને તોશામારુ

પ્રશ્ન 22.
સ્વરાજ્ય પક્ષનો હેતુ શો હતો?
A. ધારાસભાઓમાં પ્રવેશી અંગ્રેજ સરકારને સહકાર આપવો.
B. ધારાસભાઓમાં પ્રવેશી અંગ્રેજ સરકારની અયોગ્ય નીતિઓનો વિરોધ કરવો.
C. ધારાસભાઓમાં પ્રવેશી ઊંચી સંસદીય પ્રણાલીઓ સ્થાપવી.
D. હિંદુ-મુસ્લિમ એકતા સાધવી.
ઉત્તર:
B. ધારાસભાઓમાં પ્રવેશી અંગ્રેજ સરકારની અયોગ્ય નીતિઓનો વિરોધ કરવો.

(બ) સમયાનુસાર બનાવોને યોગ્ય ક્રમમાં ગોઠવોઃ [પ્રત્યેકનો 1 ગુણ]

પ્રશ્ન 1.
A. મુસ્લિમ લીગની સ્થાપના થઈ.
B. સુરતના કોંગ્રેસના અધિવેશનમાં કોંગ્રેસના ‘જહાલ’ અને ‘મવાળ’ એમ બે ભાગલા પડ્યા.
C. સમગ્ર બંગાળ પ્રાંતમાં ‘રાષ્ટ્રીય શોકદિન’ તરીકે મનાવવામાં આવ્યો.
D. બંગાળના ભાગલા રદ કરવામાં આવ્યા.
ઉત્તરઃ
C, A, B, D

પ્રશ્ન 2.
A. ગાંધીજીએ રૉલેટ ઍક્ટને કાળો કાયદો કહ્યો.
B. અમદાવાદમાં રાયપુર દરવાજા બહાર વાઇસરૉય મિન્ટો પર બૉમ્બ ફેંકવામાં આવ્યો.
C. અમૃતસરમાં જલિયાંવાલા બાગ હત્યાકાંડ સર્જાયો.
D. અમેરિકાના કૅલિફૉર્નિયામાં ‘ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગ’ની સંસ્થા સ્થપાઈ.
ઉત્તર:
D, B, A, C

પ્રશ્ન 3.
A. સ્વરાજ્ય પક્ષે ધારાસભાઓની ચૂંટણીમાં ઝુકાવ્યું.
B. અસહકારના આંદોલનને નાગપુર કોંગ્રેસ અધિવેશનમાં બહાલી મળી.
C. ઉત્તર પ્રદેશમાં ગૌરખપુર જિલ્લાના ચૌરી ચૌરા ગામમાં ઉશ્કેરાયેલ ટોળાએ 21 પોલીસોને મોતને ઘાટ ઊતાર્યા.
D. ડ્યૂક ઑફ કેનાટ ભારત આવ્યા ત્યારે તેમનો બહિષ્કાર કરાયો.
ઉત્તર:
B, D, C, A

GSEB Class 9 Social Science Important Questions Chapter 4 ભારતની રાષ્ટ્રીય ચળવળો

નીચેના વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવોઃ [પ્રત્યેકનો 1 ગુણી]

(1) વાઇસરૉય મિન્ટોએ બંગાળના બે ભાગલા પાડ્યા.
ઉત્તરઃ
ખોટું

(2) શ્રી અરવિંદ ઘોષે સૌપ્રથમ ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિની ભૂમિકા તૈયાર કરી હતી.
ઉત્તરઃ
ખોટું

(3) ચંપક રમણ પિલ્લાઈએ જર્મનીમાં ‘હિંદી રાષ્ટ્રીય સ્વયંસેવક દળ’ની રચના કરી હતી.
ઉત્તરઃ
ખોટું

(4) ઈ. સ. 1909માં બંગાળના ભાગલા પાડવામાં આવ્યા.
ઉત્તરઃ
ખોટું

(5) મોતીલાલ નેહરુનું અવસાન થતાં ‘સ્વરાજ્ય પક્ષ’ નબળો પડ્યો.
ઉત્તરઃ
ખોટું

(6) ગોપાલકૃષ્ણ ગોખલે ગાંધીજીના ગુરુ હતા.
ઉત્તરઃ
ખોટું

GSEB Class 9 Social Science Important Questions Chapter 4 ભારતની રાષ્ટ્રીય ચળવળો

(7) ચોરીચૌરાના હિંસક બનાવને કારણે ગાંધીજીએ અસહકારનું આંદોલન તત્કાલ પાછું ખેંચી લીધું.
ઉત્તરઃ
ખોટું

(8) અસહકારના આંદોલનને પરિણામે હિંદી ભાષાનું મહત્ત્વ ઘટ્યું અને અંગ્રેજી ભાષાનું મહત્ત્વ વધ્યું.
ઉત્તરઃ
ખોટું

(9) બ્રિટિશ શાસન સમયે બંગાળ સૌથી મોટો પ્રાંત હતો.
ઉત્તરઃ
ખોટું

(10) સ્વદેશી આંદોલનથી ઇંગ્લેન્ડને ખૂબ લાભ થયો.
ઉત્તરઃ
ખોટું

(11) કેટલાક લેખકો લૉર્ડ કર્ઝનને ‘મુસ્લિમ કોમવાદના પિતા’ કહે છે.
ઉત્તરઃ
ખોટું

(12) ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિની શરૂઆત ચંદ્રશેખર આઝાદે કરી.
ઉત્તરઃ
ખોટું

GSEB Class 9 Social Science Important Questions Chapter 4 ભારતની રાષ્ટ્રીય ચળવળો

(13) ‘સ્વરાજ્ય મારો જન્મસિદ્ધ હક છે અને તેને લઈને જ હું જંપીશ.’ આ જાહેરાત ગાંધીજીએ કરી હતી.
ઉત્તરઃ
ખોટું

(14) શ્રીમદ્ રાજચંદ્ર ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ હતા.
ઉત્તરઃ
ખરું

(15) ‘સ્વરાજ્ય પ્રાપ્તિ’ને નજીક લાવવામાં સ્વરાજ્ય પક્ષે ખૂબ મહત્ત્વનો ભાગ ભજવ્યો.
ઉત્તરઃ
ખરું

(16) અસહકારના આંદોલનની શરૂઆતમાં ગાંધીજીએ ‘નાઇટ હુડ’ સમ્માનનો ત્યાગ કર્યો.
ઉત્તરઃ
ખોટું

નીચેના પ્રશ્નોના એક-બે શબ્દોમાં ઉત્તર લખોઃ [પ્રત્યેકનો 1 ગુણ]

(1) 1857ના સ્વાતંત્ર્યસંગ્રામનો પ્રથમ શહીદ કોણ હતો? – મંગળ પાંડે
(2) ભારતમાં બ્રિટિશ શાસન સમયે સૌથી મોટો પ્રાંત કયો હતો? – બંગાળ
(3) અંગ્રેજોએ બંગાળના ભાગલા શા માટે પાડ્યા? – કોમવાદને ઉત્તેજન આપવા
(4) બંગાળના ભાગલા કયા વાઇસરૉયે પાડ્યા? – કર્ઝન
(5) બંગાળના ભાગલાના અમલનો દિવસ કયા દિન તરીકે મનાવવામાં આવ્યો? – રાષ્ટ્રીય શોકદિન
(6) ઈ. સ. 1906માં મુસ્લિમોએ કઈ સંસ્થા સ્થાપી? – મુસ્લિમ લીગ
(7) કેટલાક લેખકો કોને ‘મુસ્લિમ કોમવાદના પિતા’ કહે છે? – વાઈસરૉય મિન્ટોને
(8) ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિની શરૂઆત કોણે કરી હતી? – વાસુદેવ બળવંત ફડકેએ
(9) ઈ. સ. 1907ના સુરતના કોંગ્રેસ અધિવેશનમાં કોંગ્રેસના કયા બે ભાગલા પડ્યા? – જહાલ અને મવાળ
(10) લાલ-બાલ-પાલની ત્રિપુટીએ કઈ નીતિ અપનાવી? – જહાલવાદી

GSEB Class 9 Social Science Important Questions Chapter 4 ભારતની રાષ્ટ્રીય ચળવળો

(11) ‘સ્વરાજ્ય મારો જન્મસિદ્ધ હક છે અને તેને લઈને જ હું જંપીશ.’ એમ કોણે જાહેર કર્યું હતું? – બાળગંગાધર ટિળકે
(12) ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિની ભૂમિકા કોણે તૈયાર કરી હતી? – શ્રી અરવિંદ ઘોષે
(13) શ્રી અરવિંદ ઘોષના ભાઈનું નામ શું હતું? – બારીન્દ્રકુમાર ઘોષ
(14) બારીન્દ્રકુમાર ઘોષને ગુજરાતમાં નર્મદા કાંઠે કોણ મળ્યું? – સાકરિયા સ્વામી
(15) સાકરિયા સ્વામી 1857ના સ્વાતંત્ર્યસંગ્રામ સમયે કોની સાથે ડે હતા? – ઝાંસીની રાણી સાથે
(16) અમદાવાદમાં રાયપુર દરવાજા બહાર કોની બગી પર બૉમ્બ નાખવાનો ક્રાંતિકારી બનાવ બન્યો હતો? – વાઈસરૉય મિન્ટોની
(17) શ્રી અરવિંદ ઘોષે કયા પુસ્તકમાં ક્રાંતિની યોજના લખી હતી? – ‘ભવાની મંદિર’
(18) અંગ્રેજ વિલિયમ વાયલીની હત્યા કોણે કરી હતી? – મદનલાલ ધીંગરાએ
(19) જર્મનીમાં ‘હિંદ રાષ્ટ્રીય સ્વયંસેવક દળ’ની રચના કોણે કરી હતી? – ચંપક રમણ પિલ્લાઈએ
(20) પરદેશની ભૂમિ પર હિન્દનો સૂચિત રાષ્ટ્રધ્વજ સૌપ્રથમ કોણે ફરકાવ્યો? – મૅડમ ભિખાઈજી કામાએ

GSEB Class 9 Social Science Important Questions Chapter 4 ભારતની રાષ્ટ્રીય ચળવળો

(21) રાજા મહેન્દ્ર પ્રતાપે પોતાની સહીવાળી સોનાની પટ્ટી કોને મોકલાવી હતી? – રશિયાના ઝારને
(22) રશિયાના કયા ક્રાંતિવીરે ભારતના ક્રાંતિકારીઓને બધી જ મદદ કરવા વચન આપ્યું હતું? – ટ્રોટસ્કીએ
(23) ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં કોની વિરુદ્ધ સત્યાગ્રહની લડત ચલાવી હતી? – રંગભેદ વિરુદ્ધ
(24) ગાંધીજીના રાજકીય ગુરુ કોણ હતા? – ગોપાલકૃષ્ણ ગોખલે
(25) ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ કોણ હતા? – શ્રીમદ્ રાજચંદ્ર
(26) કયો કાયદો કાળા કાયદા તરીકે ઓળખાયો? – ‘રૉલેટ ઍક્ટ’
(27) જલિયાંવાલા બાગ ક્યાં આવેલો છે? – અમૃતસરમાં
(28) જલિયાંવાલા બાગનો હત્યાકાંડ પંજાબના કયા તહેવારના દિવસે બન્યો હતો? – વૈશાખી
(29) જલિયાંવાલા બાગનો હત્યાકાંડ કોણે સર્યો હતો? – જનરલ ઓડોનીલ ડાયરે
(30) પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન તુર્ક કોના પક્ષે જોડાયું હતું? – જર્મનીના

GSEB Class 9 Social Science Important Questions Chapter 4 ભારતની રાષ્ટ્રીય ચળવળો

(31) પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન ઇસ્લામ ધર્મના ખલીફા (ધર્મગુરુ) કોણ હતું? – તુર્કીનો સુલતાન
(32) અસહકારના આંદોલનને કોંગ્રેસના કયા અધિવેશનમાં બહાલી મળી? – નાગપુર
(33) અસહકારના આંદોલનની શરૂઆતમાં ગાંધીજીએ કયા ખિતાબનો ત્યાગ કર્યો? – કૈસરે હિંદ’
(34) અસહકારના આંદોલનની શરૂઆતમાં ‘નાઈટ હુડ સન્માન’નો ત્યાગ કર્યો? – રવીન્દ્રનાથ ઠાકુરે
(35) અસહકારના આંદોલન દરમિયાન હિન્દુ જમીનદારો અને મુસ્લિમ ખેડૂતો વચ્ચે કયો બળવો થયો હતો? – ‘મોપલા બળવો’
(36) કયા બનાવને લીધે ગાંધીજીએ અસહકારનું આંદોલન પાછું ખેચી લીધું? – ચૌરી ચૌરાના
(37) ચિત્તરંજનદાસ મુનશી અને મોતીલાલ નેહરુએ કયા પક્ષની સ્થાપના કરી? – સ્વરાજ્ય પક્ષની
(38) કોનું અવસાન થતાં ‘સ્વરાજ્ય પક્ષ’ નબળો પડ્યો? – ચિત્તરંજનદાસનું

યોગ્ય જોડકાં બનાવો: [પ્રત્યેક સાચા જોડકાનો 1 ગુણ)]

1.

વિભાગ ‘અ’ વિભાગ ‘બ’
1. મુસ્લિમ કોમવાદના પિતા 1. જનરલ ડાયર
2. મૅડમ ભિખાઈજી કામા 2. શ્રીમદ્ રાજચંદ્ર
3. ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ 3. રાષ્ટ્રીય એકતાદિન
4. જલિયાંવાલા બાગનો હત્યાકાંડ 4. લૉર્ડ મિન્ટો
5. સર્વપ્રથમ ભારતનો રાષ્ટ્રધ્વજ તૈયાર કર્યો

ઉત્તરઃ

વિભાગ ‘અ’ વિભાગ ‘બ’
1. મુસ્લિમ કોમવાદના પિતા 4. લૉર્ડ મિન્ટો
2. મૅડમ ભિખાઈજી કામા 5. સર્વપ્રથમ ભારતનો રાષ્ટ્રધ્વજ તૈયાર કર્યો
3. ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ 2. શ્રીમદ્ રાજચંદ્ર
4. જલિયાંવાલા બાગનો હત્યાકાંડ 1. જનરલ ડાયર

GSEB Class 9 Social Science Important Questions Chapter 4 ભારતની રાષ્ટ્રીય ચળવળો

2.

વિભાગ ‘અ’ વિભાગ ‘બ’
1. ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિની શરૂઆત કરનાર 1. ચંપક રમણ પિલ્લાઈ
2. ‘ભવાની મંદિર’ પુસ્તકના રચયિતા 2. ચોરીચૌરાનો બનાવ
3. ‘હિન્દ રાષ્ટ્રીય સ્વયંસેવક દળ’ 3. જલિયાંવાલા બાગનો હત્યાકાંડ
4. 13 એપ્રિલ, 1919 4. શ્રી અરવિંદ ઘોષ
5. વાસુદેવ બળવંત ફડકે

ઉત્તરઃ

વિભાગ ‘અ’ વિભાગ ‘બ’
1. ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિની શરૂઆત કરનાર 5. વાસુદેવ બળવંત ફડકે
2. ‘ભવાની મંદિર’ પુસ્તકના રચયિતા 4. શ્રી અરવિંદ ઘોષ
3. ‘હિન્દ રાષ્ટ્રીય સ્વયંસેવક દળ’ 1. ચંપક રમણ પિલ્લાઈ
4. 13 એપ્રિલ, 1919 3. જલિયાંવાલા બાગનો હત્યાકાંડ

3.

વિભાગ ‘અ’ વિભાગ ‘બ’
1. કાળો કાયદો 1. વાઇસરૉય કર્ઝન
2. ભાગલા પાડો અને રાજ કરોની કૂટનીતિ 2. મોતીલાલ નેહર
3. જહાલવાદના એક નેતા 3. રૉલેટ ઍક્ટ
4. સ્વરાજ્ય પક્ષના એક સ્થાપક 4. જવાહરલાલ નેહરુ
5. લાલા લજપતરાય

ઉત્તરઃ

વિભાગ ‘અ’ વિભાગ ‘બ’
1. કાળો કાયદો 3. રૉલેટ ઍક્ટ
2. ભાગલા પાડો અને રાજ કરોની કૂટનીતિ 1. વાઇસરૉય કર્ઝન
3. જહાલવાદના એક નેતા 5. લાલા લજપતરાય
4. સ્વરાજ્ય પક્ષના એક સ્થાપક 2. મોતીલાલ નેહર

GSEB Class 9 Social Science Important Questions Chapter 4 ભારતની રાષ્ટ્રીય ચળવળો

4.

વિભાગ ‘અ’ વિભાગ ‘બ’
1. ઈ. સ. 1905 1. બંગાળાના ભાગલા રદ થયા.
2. ઈ. સ. 1911 2. જલિયાંવાલા બાગનો હત્યાકાંડ સર્જાયો.
3. ઈ. સ. 1915 3. ચોરીચૌરાનો બનાવ બન્યો.
4. ઈ. સ. 1922 4. બંગાળાના ભાગલા પાડવામાં આવ્યા.
5. ગાંધીજીનું ભારતમાં આગમન થયું.

ઉત્તરઃ

વિભાગ ‘અ’ વિભાગ ‘બ’
1. ઈ. સ. 1905 4. બંગાળાના ભાગલા પાડવામાં આવ્યા.
2. ઈ. સ. 1911 1. બંગાળાના ભાગલા રદ થયા.
3. ઈ. સ. 1915 5. ગાંધીજીનું ભારતમાં આગમન થયું.
4. ઈ. સ. 1922 3. ચોરીચૌરાનો બનાવ બન્યો.

કારણો આપી વિધાનો પૂરાં કરો [પ્રત્યેકનો 1 ગુણ]

પ્રશ્ન 1.
ભારતીય લશ્કરમાં દાખલ કરેલી ઍન્ફિલ્ડ નામની રાઇફલ 1857ના સંગ્રામનું તાત્કાલિક કારણ હતું, કારણ કે…
ઉત્તરઃ
આ રાઇફલ પ્રત્યે ભારતીય સૈનિકોમાં ઉગ્ર અસંતોષ હતો.

પ્રશ્ન 2.
ઈ. સ. 1905માં વાઇસરૉય કર્ઝને બંગાળાના બે ભાગલા પાડ્યા, કારણ કે…….
ઉત્તર:
બંગાળ પ્રાંતનો વહીવટ કાર્યક્ષમ બનાવવાના બહાના હેઠળ તે ભારતમાં સૌથી વધુ જાગ્રત બંગાળી પ્રજાની – હિંદુ અને મુસ્લિમ પ્રજાની – કોમી એકતા તોડવા ઇચ્છતો હતો.

પ્રશ્ન 3.
વાઇસરૉય મિન્ટોને ‘મુસ્લિમ કોમવાદના પિતા’ કહેવામાં આવે છે, કારણ કે……….
ઉત્તરઃ
વાઇસરૉય મિન્ટોએ શિમલામાં તેમની મુલાકાતે આવેલા મુસ્લિમોના પ્રતિનિધિમંડળને કોમવાદના ધોરણે અલગ મતાધિકારની માગણી રજૂ કરવા જણાવ્યું. આમ, વાઇસરૉય મિન્ટોએ જ મુસ્લિમોને સહયોગી બનાવવાની નીતિની શરૂઆત કરી હતી.

પ્રશ્ન 4.
રૉલેટ ઍક્ટને ગાંધીજીએ ‘કાળો કાયદો’ કહ્યો, કારણ કે……..
ઉત્તર:
રૉલેટ ઍક્ટ મુજબ કોઈ પણ શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરી શકાતી તેમજ તેના પર મુકદમો ચલાવ્યા વિના દિવસો સુધી તેને જેલમાં પૂરી શકાતી.

GSEB Class 9 Social Science Important Questions Chapter 4 ભારતની રાષ્ટ્રીય ચળવળો

પ્રશ્ન 5.
ગાંધીજીએ ખિલાફત ચળવળને ટેકો આપ્યો, કારણ કે………….
ઉત્તરઃ
ગાંધીજી હિંદુ-મુસ્લિમ એકતા જાળવવા માગતા હતા.

પ્રશ્ન 6.
ચિત્તરંજનદાસ મુનશી અને પંડિત મોતીલાલ નેહરુએ સ્વરાજ્ય પક્ષની સ્થાપના કરી, કારણ કે…
ઉત્તરઃ
તેઓ અસહકારના આંદોલન દરમિયાન ભારતીય પ્રજામાં આવેલી જાગૃતિને ટકાવી રાખવા માગતા હતા.

પ્રશ્ન 7.
અસહકારનું આંદોલન (ઈ. સ. 1920 – 1922) મોકૂફ રાખવામાં આવ્યું, કારણ કે………
ઉત્તર:
5 ફેબ્રુઆરી, 1922ના રોજ ઉત્તર પ્રદેશના ગોરખપુર જિલ્લાના ચોરીચૌરા ગામમાં લોકોએ પોલીસ ચોકીમાં ભરાયેલા 21 પોલીસોને જીવતા સળગાવી દીધા. આંદોલનમાં હિંસા થતાં ગાંધીજીને ખૂબ દુ:ખ થયું.

પ્રશ્ન 8.
ઈ. સ. 1906માં ભારતમાં મુસ્લિમ લીગની સ્થાપના થઈ, કારણ કે
ઉત્તરઃ
અંગ્રેજો ‘ભાગલા પાડો અને રાજ કરોની નીતિ દ્વારા 3 હિંદુ-મુસ્લિમ વચ્ચે વૈમનસ્ય ઊભું કરવા માગતા હતા. અલગ મતાધિકાર અને અલગ મતદાર મંડળની માગણી કરવા એક મુસ્લિમ સંગઠનની રચના કરવા મુસ્લિમોના એક જૂથને સમજાવવામાં અંગ્રેજો સફળ રહ્યા.

નીચેના શબ્દોની સંકલ્પના સ્પષ્ટ કરો [પ્રત્યેકનો 1 ગુણ]

પ્રશ્ન 1.
બહિષ્કાર આંદોલન
ઉત્તરઃ
અસહકારના આંદોલનમાં બહિષ્કારનો કાર્યક્રમ આપવામાં આવ્યો હતો. તેમાં લોકોને સરકારી નોકરીઓ અને ઇલકાબો, સરકારી શાળા-કૉલેજો, અદાલતો, ધારાસભાઓ, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, સરકારી સમારંભો, વિદેશી કાપડ સહિત બધી ચીજવસ્તુઓનો બહિષ્કાર કરવાનો સમાવેશ થતો હતો.

GSEB Class 9 Social Science Important Questions Chapter 4 ભારતની રાષ્ટ્રીય ચળવળો

પ્રશ્ન 2.
કાળો કાયદો
ઉત્તર:
અંગ્રેજ સરકારે પોતાના વિરોધીઓ પર દમન ગુજારવા માટે ‘રૉલેટ ઍક્ટ’ બનાવ્યો. તેનાથી ભારતીયોનું વ્યક્તિસ્વાતંત્ર્ય અને વાણીસ્વાતંત્ર્ય છીનવાઈ ગયું. ગાંધીજીએ ‘રૉલેટ ઍક્ટ’ને કાળો કાયદો કહ્યો હતો.

પ્રશ્ન 3.
ચૌરી ચૌરા
ઉત્તર:
તે ઉત્તર પ્રદેશના ગોરખપુર જિલ્લાનું એક ગામ છે. એ ગામમાં અસહકારના આંદોલન દરમિયાન લોકોના ટોળાએ પોલીસ ચોકીમાં પુરાયેલા 21 પોલીસોને જીવતા સળગાવી દીધા હતા.

પ્રશ્ન 4.
ખિલાફત ચળવળ
ઉત્તર:
પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન તુર્કી જર્મનીના પક્ષે જોડાયું. તેથી ઇંગ્લેન્ડના વિજય પછી તેની સાથે જે સંધિ કરવામાં આવી હતી, તેની શરતો અત્યંત કડક અને અન્યાયી હતી. તુર્કીનો સુલતાન એ વખતે ઇસ્લામ ધર્મનો ખલીફા (ધાર્મિક વડો) હતો. તેણે સંધિની શરતોનો વિરોધ કર્યો. સંધિની શરતો હળવી કરવા માટે ભારતમાં જે ચળવળ થઈ તેને ‘ખિલાત ચળવળ’ કહેવામાં આવે છે.

નીચેની વ્યક્તિઓનો એક-બે વાક્યોમાં પરિચય આપો [પ્રત્યેકનો 1 ગુણ]

પ્રશ્ન 1.
અરવિંદ ઘોષ
ઉત્તરઃ
મહર્ષિ અરવિંદ ઘોષે સૌપ્રથમ ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિની ભૂમિકા તૈયાર કરી. તેમણે “ભવાની મંદિર’ નામના પુસ્તકમાં ક્રાંતિની યોજના વર્ણવી છે.

પ્રશ્ન 2.
મૅડમ ભિખાઈજી કામા
ઉત્તર:
મૅડમ ભિખાઈજી કામા જર્મનીના પૅરિસ શહેરમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓ ચલાવતાં હતાં. ઈ. સ. 1907માં જર્મનીના ટુઅર્ટ ગાર્ડ શહેરમાં યોજાયેલી ‘આંતરરાષ્ટ્રીય સમાજવાદી પરિષદમાં સૌપ્રથમ તેમણે પોતે તૈયાર કરેલો ભારતનો રાષ્ટ્રધ્વજ (સૂચિત) ફરકાવ્યો હતો.

પ્રશ્ન 3.
જનરલ ડાયર
ઉત્તર:
જનરલ ડાયર અમૃતસરનો અંગ્રેજ લશ્કરી અધિકારી હતો. લોકપ્રિય નેતાઓ ડૉ. સત્યપાલ અને ડૉ. કિચલુની ધરપકડનો શાંત રીતે વિરોધ કરવા અમૃતસરના જલિયાંવાલા બાગમાં એકઠા થયેલા લોકોને કોઈ પણ જાતની ચેતવણી આપ્યા વિના અંધાધૂંધ ગોળીબાર કરાવી તેણે હત્યાકાંડ સર્યો હતો.

GSEB Class 9 Social Science Important Questions Chapter 4 ભારતની રાષ્ટ્રીય ચળવળો

પ્રશ્ન 4.
ચિત્તરંજનદાસ
ઉત્તર:
ચિત્તરંજનદાસ કોંગ્રેસના અગ્રણી નેતા હતા. તેઓ દેશબંધુના નામથી ઓળખાતા હતા. તેમણે મોતીલાલ નેહરુની સાથે કોંગ્રેસમાં ‘સ્વરાજ્ય પક્ષ’ સ્થાપ્યો હતો.

નીચેના પ્રશ્નોના એક-બે વાક્યોમાં ઉત્તર લખો: [ પ્રત્યેકનો 1 ગુણ]

પ્રશ્ન 1.
ઈ. સ. 1857ના સંગ્રામનું તાત્કાલિક કારણ કર્યું હતું?
ઉત્તર:
ભારતના લશ્કરમાં નવી દાખલ કરાયેલી એન્ફિલ્ડ નામની રાઇફલ ઈ. સ. 1857ના સંગ્રામનું તાત્કાલિક કારણ હતું.

પ્રશ્ન 2.
ઈ. સ. 1857ના સંગ્રામનું પરિણામ શું આવ્યું?
ઉત્તર:
ઈ. સ. 1857ના સંગ્રામનું પરિણામ : ભારતમાંથી કંપનીના શાસનનો અંત આવ્યો અને ભારત પર બ્રિટિશ તાજનું (ઇંગ્લેન્ડની સરકારનું) શાસન સ્થપાયું.

પ્રશ્ન 3.
અંગ્રેજોની કઈ કૂટનીતિને લીધે બહિષ્કાર આંદોલન અને સ્વદેશી ચળવળને વેગ મળ્યો?
ઉત્તર:
અંગ્રેજોની ‘ભાગલા પાડો અને રાજ કરો’ની કૂટનીતિને લીધે બહિષ્કાર આંદોલન અને સ્વદેશી ચળવળને વેગ મળ્યો.

પ્રશ્ન 4.
બંગાળના ભાગલા કોણે પાડ્યા?
ઉત્તર:
વાઇસરૉય કર્ઝને બંગાળના ભાગલા પાડ્યા.

પ્રશ્ન 5.
વાઇસરૉય કર્ઝને ભારતમાં કોમવાદને ઉત્તેજન આપવા માટે કઈ નીતિ અપનાવી?
ઉત્તરઃ
વાઇસરૉય કર્ઝને ભારતમાં કોમવાદને ઉત્તેજન આપવા માટે ભાગલા પાડો અને રાજ કરો'(Divide and Rule)ની કૂટનીતિ અપનાવી.

પ્રશ્ન 6.
વાઇસરૉય કર્ઝને કયા બહાના હેઠળ બંગાળના બે ભાગલા પાડ્યા?
ઉત્તરઃ
વાઇસરૉય કર્ઝને વિશાળ બંગાળ પ્રાંતમાં વહીવટી કાર્યક્ષમતા લાવવાના બહાના હેઠળ બંગાળના બે ભાગલા પાડ્યા.

GSEB Class 9 Social Science Important Questions Chapter 4 ભારતની રાષ્ટ્રીય ચળવળો

પ્રશ્ન 7.
બંગાળ પ્રાંતના ભાગલાનો અમલ ક્યારે કરવામાં આવ્યો?
ઉત્તર:
16 ઑક્ટોબર, 1905ના રોજ બંગાળ પ્રાંતના ભાગલાનો અમલ કરવામાં આવ્યો.

પ્રશ્ન 8.
બંગાળના ભાગલાનો દિવસ બંગાળ પ્રાંતમાં કઈ રીતે મનાવવામાં આવ્યો?
ઉત્તર:
બંગાળના ભાગલાનો દિવસ સમગ્ર બંગાળ પ્રાંતમાં ‘રાષ્ટ્રીય શોકદિન’ તરીકે મનાવવામાં આવ્યો.

પ્રશ્ન 9.
બંગભંગના આંદોલનનાં મુખ્ય લક્ષણો કયાં હતાં?
ઉત્તર:
બંગભંગના આંદોલનનાં મુખ્ય લક્ષણો:

  1. સ્વદેશી અપનાવવું,
  2. વિદેશી માલનો બહિષ્કાર કરવો અને
  3. રાષ્ટ્રીય શિક્ષણ અપનાવવું.

પ્રશ્ન 10.
બંગાળના ભાગલા ક્યારે રદ કરવામાં આવ્યા?
ઉત્તર:
ઈ. સ. 1911માં બંગાળના ભાગલા રદ કરવામાં આવ્યા.

પ્રશ્ન 11.
મુસ્લિમ લીગની સ્થાપના ક્યારે થઈ?
ઉત્તર:
ઈ. સ. 1906માં મુસ્લિમ લીગની સ્થાપના થઈ.

GSEB Class 9 Social Science Important Questions Chapter 4 ભારતની રાષ્ટ્રીય ચળવળો

પ્રશ્ન 12.
મુસ્લિમ લીગની સ્થાપનામાં કોણે કોણે મહત્ત્વની ભૂમિકા ભજવી?
ઉત્તર:
મુસ્લિમ લીગની સ્થાપનામાં મુસ્લિમોના ધાર્મિક વડા આગાખાન, ઢાકાના નવાબ સલીમ ઉલ્લાખાં, વાઇસરૉય મિન્ટો અને તેમના ખાનગી મંત્રી ડનડોપ સ્મિથ વગેરેએ મહત્ત્વની ભૂમિકા ભજવી.

પ્રશ્ન 13.
કેટલાક લેખકો વાઇસરૉય મિન્ટોને શું કહે છે?
ઉત્તરઃ
કેટલાક લેખકો વાઇસરૉય મિન્ટોને ‘મુસ્લિમ કોમવાદના જનક’ કહે છે.

પ્રશ્ન 14.
ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિની શરૂઆત કોણે કરી?
ઉત્તર:
ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિની શરૂઆત વાસુદેવ બળવંત ફડકેએ કરી.

પ્રશ્ન 15.
જહાલવાદના મુખ્ય નેતાઓ કોણ કોણ હતા?
ઉત્તર:
જહાલવાદના મુખ્ય નેતાઓ લાલા લજપતરાય, બાળગંગાધર ટિળક અને બિપિનચંદ્ર પાલ હતા. આ નેતાઓ ‘લાલ-બાલ-પાલ’ની ત્રિપુટીના નામે ઇતિહાસમાં પ્રખ્યાત છે.

પ્રશ્ન 16.
લોકમાન્ય બાળગંગાધર ટિળકે શું જાહેર કર્યું?
ઉત્તર:
લોકમાન્ય બાળગંગાધર ટિળકે જાહેર કર્યું: ‘સ્વરાજ્ય મારો જન્મસિદ્ધ હક છે અને હું તેને લઈને જ ઝંપીશ.’

પ્રશ્ન 17.
પ્રથમ તબક્કામાં કયાં ક્યાં વર્તમાનપત્રો અને સામયિકોએ રાષ્ટ્રીય આંદોલનને બળ પૂરું પાડ્યું?
ઉત્તર :
પ્રથમ તબક્કામાં ‘સંધ્યા’, ‘યુગાંતર’, ‘નવશક્તિ’, ‘વંદે માતરમ્’, કેસરી’, ‘મરાઠા’ વર્તમાનપત્રો અને સામયિકોએ રાષ્ટ્રીય આંદોલનને બળ પૂરું પાડ્યું.

GSEB Class 9 Social Science Important Questions Chapter 4 ભારતની રાષ્ટ્રીય ચળવળો

પ્રશ્ન 18.
રાષ્ટ્રીય આંદોલનના બીજા તબક્કામાં કયા કયા બનાવો બન્યા?
ઉત્તરઃ
રાષ્ટ્રીય આંદોલનના બીજા તબક્કામાં કાકોરી લૂંટ કેસ, લાહોર હત્યાકાંડ, દિલ્લીની કેન્દ્રીય ધારાસભામાં બૉમ્બ ફેંકવો વગેરે બનાવો બનેલા.

પ્રશ્ન 19.
ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિની ભૂમિકા સર્વપ્રથમ કયા નેતાએ તૈયાર કરી હતી?
ઉત્તર:
ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિની ભૂમિકા સર્વપ્રથમ શ્રી અરવિંદ ઘોષે તૈયાર કરી હતી.

પ્રશ્ન 20.
ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિની યોજનાનો વિચાર ફેલાવવા માટે કઈ કઈ પુસ્તિકાઓ પ્રગટ કરવામાં આવી?
ઉત્તર
ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિની યોજનાનો વિચાર ફેલાવવા માટે ‘ભવાની મંદિર’, ‘દેશી વનસ્પતિ દવાઓ’, ‘નાહવાના સાબુ બનાવવાની રીત’, ‘કસરત’, ‘ગુલાબનો કિસ્સો’, ‘કાયદાનો સંગ્રહ વગેરે પુસ્તિકાઓ પ્રગટ કરવામાં આવી.

પ્રશ્ન 21.
ભારતમાં ઉદ્દભવેલી ઉગ્ર ક્રાંતિકારી પ્રવૃત્તિઓ વિદેશમાં કયા કયા દેશોમાં પ્રસરી હતી?
ઉત્તર
ભારતમાં ઉદ્ભવેલી ઉગ્ર ક્રાંતિકારી પ્રવૃત્તિઓ ઇંગ્લેન્ડ, કેનેડા, અમેરિકા, જર્મની, ફ્રાન્સ, મ્યાનમાર (બર્મા), મલાયા, સિંગાપુર, અફઘાનિસ્તાન (કાબુલ), રશિયા વગેરે દેશોમાં પ્રસરી.

પ્રશ્ન 22.
મૅડમ ભિખાઈજી કામાએ તૈયાર કરેલ ભારતનો રાષ્ટ્રધ્વજ (સૂચિત) સૌપ્રથમ ક્યારે અને ક્યાં ફરકાવવામાં આવ્યો?
ઉત્તરઃ
મૅડમ ભિખાઈજી કામાએ તૈયાર કરેલો ભારતનો રાષ્ટ્રધ્વજ (સૂચિત) સૌપ્રથમ ઈ. સ. 1907માં જર્મનીના ટુઅર્ટ ગાર્ડ શહેરમાં યોજાયેલી ‘આંતરરાષ્ટ્રીય સમાજવાદી પરિષદ’માં ફરકાવવામાં આવ્યો.

GSEB Class 9 Social Science Important Questions Chapter 4 ભારતની રાષ્ટ્રીય ચળવળો

પ્રશ્ન 23.
ઈ. સ. 1915માં ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી ભારત પાછા ફર્યા ત્યારે તેમને કોની કોની પાસેથી પ્રેરણા મેળવી?
ઉત્તર
ઈ. સ. 1915માં ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી ભારત પાછા ફર્યા ત્યારે તેમને ગુરુ ગોપાલકૃષ્ણ ગોખલે અને શ્રીમદ્ રાજચંદ્ર પાસેથી પ્રેરણા મેળવી.

પ્રશ્ન 24.
રૉલેટ ઍક્ટનો મુખ્ય ઉદ્દેશ શો હતો?
ઉત્તર:
રૉલેટ ઍક્ટનો મુખ્ય ઉદ્દેશ ક્રાંતિકારીઓ અને રાષ્ટ્રવાદીઓ પર દમન ગુજારવાનો હતો.

પ્રશ્ન 25.
મોતીલાલ નેહરુના મતે રૉલેટ ઍક્ટથી વ્યક્તિનો કયો અધિકાર છીનવી લેવામાં આવ્યો?
ઉત્તર:
મોતીલાલ નેહરુના મતે રૉલેટ ઍક્ટથી વ્યક્તિનો ‘દલીલ, અપીલ અને વકીલ તરીકેનો અધિકાર છીનવી લેવામાં આવ્યો.

પ્રશ્ન 26.
જલિયાંવાલા બાગમાં સભાનું આયોજન ક્યારે અને ક્યાં કરવામાં આવ્યું?
ઉત્તરઃ
13 એપ્રિલ, 1919ના વૈશાખીના તહેવારના દિવસે પંજાબના અમૃતસર શહેરમાં જલિયાંવાલા બાગમાં સભાનું આયોજન કરવામાં આવ્યું.

પ્રશ્ન 27.
ખિલાફત ચળવળના મુખ્ય નેતાઓ કોણ કોણ હતા?
ઉત્તર:
મૌલાના સૌકતઅલી અને મૌલાના મોહમ્મદઅલી નામના બે અલી ભાઈઓ ખિલાત ચળવળના મુખ્ય નેતાઓ હતા.

પ્રશ્ન 28.
ગાંધીજીએ શું કહીને અસહકારનું આંદોલન તત્કાળ પાછું ખેંચી લીધું?
ઉત્તર :
‘અહિંસાનું મૂલ્ય નહિ સમજનારા લોકોના હાથમાં સત્યાગ્રહનું શસ્ત્ર મૂકીને મેં હિમાલય જેવડી મોટી ભૂલ કરી છે’ એમ કહીને ગાંધીજીએ અસહકારનું આંદોલન તત્કાળ પાછું ખેંચી લીધું.

GSEB Class 9 Social Science Important Questions Chapter 4 ભારતની રાષ્ટ્રીય ચળવળો

પ્રશ્ન 29.
સ્વરાજ્ય પક્ષની સ્થાપના કોણે અને શા માટે કરી?
ઉત્તર:
ચિત્તરંજનદાસ મુનશી અને મોતીલાલ નેહરુએ અસહકારના આંદોલન દરમિયાન પ્રજામાં આવેલી જાગૃતિને ટકાવી રાખવા સ્વરાજ્ય પક્ષની સ્થાપના કરી.

નીચેના વિધાનનાં કારણો આપો [2 ગુણો]

પ્રશ્ન 1.
ઈ. સ. 1905માં વાઇસરૉય કર્ઝને બંગાળના ભાગલા પાડ્યા.
ઉત્તરઃ

  1. અંગ્રેજ શાસન દરમિયાન બંગાળ ભારતનો સૌથી મોટો પ્રાંત હતો. તેથી તેનો વહીવટ કરવો ખૂબ મુશ્કેલ બન્યો હતો.
  2. તે સમયના વાઇસરૉય કર્ઝને વહીવટી કાર્યક્ષમતા લાવવાના બહાના હેઠળ બંગાળની પ્રજાની – હિંદુ અને મુસ્લિમ પ્રજાની – એકતા તોડી પાડવા અને વધતી જતી રાષ્ટ્રીય ચેતનાના જુવાળને રોકવા માગતો હતો.
  3. આથી તેણે ઈ. સ. 1905માં બંગાળના બે ભાગ પાડ્યાઃ 1. પૂર્વ બંગાળ (રાજધાની – ઢાકા) અને 2. પશ્ચિમ બંગાળ (રાજધાની – કોલકાતા).

નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો: [પ્રત્યેકના 2 ગુણો]

પ્રશ્ન 1.
વાઇસરૉય મિન્ટોને ‘મુસ્લિમ કોમવાદના પિતા’ શા માટે કહેવામાં આવે છે?
ઉત્તર:
વાઇસરૉય મિન્ટોએ શિમલામાં તેમની મુલાકાતે આવેલા મુસ્લિમોના પ્રતિનિધિમંડળને કોમવાદના ધોરણે અલગ મતાધિકારની માગણી રજૂ કરવા જણાવ્યું. આમ, વાઇસરૉય મિન્ટોએ જ મુસ્લિમોને સહયોગી બનાવવાની નીતિની શરૂઆત કરી હતી. તેથી તેમને મુસ્લિમ કોમવાદના પિતા’ કહેવામાં આવે છે.

પ્રશ્ન 2.
ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓ કરનાર ક્રાંતિવીરોનાં નામ જણાવો.
ઉત્તર:
ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓ કરનાર ક્રાંતિવીરોનાં નામઃ

  1. વાસુદેવ બળવંત ફડકે
  2. દામોદર ચાફેકર અને બાલકૃષ્ણ ચાફેકર
  3. વીર સાવરકર
  4. બારીન્દ્રનાથ ઘોષ
  5. ખુદીરામ બોઝ
  6. પ્રફુલ્લ ચાકી
  7. રામપ્રસાદ બિસ્મિલ
  8. અશફાક ઉલ્લાખાં
  9. ચંદ્રશેખર આઝાદ
  10. સરદાર ભગતસિંહ
  11. શિવરામ રાજગુરુ
  12. સુખદેવ થાપર
  13. બટુકેશ્વર દત્ત
  14. રોશનસિંહ વગેરે.

પ્રશ્ન 3.
ભારતમાં ઉદ્ભવેલી અને દેશ-વિદેશમાં ફેલાયેલી ક્રાંતિકારી ચળવળો માટે કયા સંજોગો જવાબદાર છે?
ઉત્તર:
ભારતમાં ઉદ્ભવેલી અને દેશ-વિદેશમાં ફેલાયેલી ક્રાંતિકારી ચળવળો માટે બંગભંગ આંદોલન, ઈ. સ. 1907માં સુરત ખાતે યોજાયેલ કોંગ્રેસ અધિવેશનમાં કોંગ્રેસનાં પડેલાં ‘જહાલ’ અને ‘મવાળ’ જૂથ એમ બે ભાગલા તથા કોંગ્રેસની માત્ર ઠરાવો, વિનંતીઓ અને આજીજી કરવાની પદ્ધતિનો પ્રબળ વિરોધ વગેરે સંજોગો જવાબદાર છે.

GSEB Class 9 Social Science Important Questions Chapter 4 ભારતની રાષ્ટ્રીય ચળવળો

પ્રશ્ન 4.
ભારતમાં કયાં કયાં સ્થળોએ ક્રાંતિકારી પ્રવૃત્તિઓ પ્રસરી? આ પ્રવૃત્તિઓને કઈ કઈ સંસ્થાઓએ વેગ આપ્યો?
ઉત્તર:
ભારતમાં મહારાષ્ટ્ર, બંગાળ, પંજાબ, બિહાર, ઓડિશા, ગુજરાત, રાજસ્થાન, ચેન્નઈ પ્રાંત, ઉત્તર પ્રદેશ અને મધ્ય ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓ પ્રસરી. આ પ્રવૃત્તિઓને ‘મિત્રમેળા સોસાયટી’, ‘અભિનવ ભારત સમાજ’, ‘અનુશીલન સમિતિ’, ‘અંજુમન-એમુહિલ્લાને વતન’, ‘ઇન્ડિયન પેટ્રિઓટ્સ ઍસોસિયેશન’ (‘ભારતમાતા’) વગેરે સંસ્થાઓએ વેગ આપ્યો.

પ્રશ્ન 5.
વિશ્વના કેટલાક દેશોમાં ફેલાયેલી ક્રાંતિકારી પ્રવૃત્તિઓમાં કયા કયા ક્રાંતિકારીઓ સક્રિય રીતે સંકળાયેલા હતા?
ઉત્તરઃ
વિશ્વના કેટલાક દેશોમાં ફેલાયેલી ક્રાંતિકારી પ્રવૃત્તિઓમાં શ્યામજી કૃષ્ણ વર્મા, મદનલાલ ધીંગરા, વીર સાવરકર, લાલા હરદયાળ, ઉધમસિંહ, રાજા મહેન્દ્રપ્રતાપ, મૅડમ ભિખાઈજી કામા, રાણા સરદારસિંહ, મૌલાના અબ્દુલા, મૌલાના બશીર, ચંપક રમણ પિલ્લાઈ, ડૉ. મથુરસિંહ, ખુદાબણ વગેરે ક્રાંતિકારીઓ સક્રિય રીતે સંકળાયેલા હતા.

પ્રશ્ન 6.
રૉલેટ ઍક્ટની મુખ્ય બે જોગવાઈઓ કઈ હતી?
ઉત્તર:
રૉલેટ ઍક્ટની મુખ્ય બે જોગવાઈઓ

  1. કોઈ પણ શંકાસ્પદ વ્યક્તિની કારણ દર્શાવ્યા વિના ધરપકડ થઈ શકતી.
  2. તેના પર મુકદમો ચલાવ્યા વિના દિવસો સુધી તેને જેલમાં પૂરી શકાતી.

પ્રશ્ન 7.
હિંદના મુસ્લિમોએ ખિલાફત ચળવળ શા માટે શરૂ કરી?
ઉત્તરઃ

  1. પ્રથમ વિશ્વયુદ્ધમાં તુર્કી જર્મની સાથે જોડાયેલું હતું.
  2. પ્રથમ વિશ્વયુદ્ધને અંતે પરાજિત તુક સાથે કરાયેલી સંધિની શરતો અત્યંત કડક અને અન્યાયી હતી.
  3. તે સમયે તુનો સુલતાન મુસ્લિમ ધર્મનો ખલીફા (ધાર્મિક વડો) હતો.
  4. તેથી ખલીફા પર થયેલા અન્યાયથી હિંદના મુસ્લિમો ભારે ગુસ્સે થયા.
  5. તેમણે ખલીફા પર લદાયેલી કડક શરતો હળવી કરવા માટે હિંદમાં ‘ખિલાફત ચળવળ’ શરૂ કરી.

નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો: [પ્રત્યેકના 3 ગુણ]

પ્રશ્ન 1.
સ્વદેશી ચળવળનાં કેવાં પરિણામો આવ્યાં?
ઉત્તર:
સ્વદેશી ચળવળનાં પરિણામો નીચે મુજબ આવ્યાં:

  • સ્વદેશી ચળવળને પરિણામે ઇંગ્લેન્ડના માન્ચેસ્ટર શહેરથી આવતા કાપડનું વેચાણ લગભગ બંધ થઈ ગયું.
  • ઇંગ્લેન્ડથી આયાત થતાં ખાંડ, બૂટ, સિગારેટ, તમાકુ વગેરે વસ્તુઓનો બહિષ્કાર થવાથી તેમની આયાત ખૂબ ઘટી ગઈ.
  • ભારતમાં બનેલા કાપડનું વેચાણ વધ્યું. સ્વદેશી માલનું ઉત્પાદન શરૂ થયું.
  • ભારતમાં બંગાળ ઉપરાંત, પંજાબ, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, ગુજરાત, મુંબઈ, તમિલનાડુ વગેરે પ્રાંતોમાં સ્વદેશી ચળવળ પ્રસરી.
  • સ્વદેશી ચળવળના પ્રત્યાઘાત બ્રિટિશ પાર્લામેન્ટમાં પડ્યા.
  • બ્રિટિશ સરકારને મોટું આર્થિક નુકસાન વેઠવું પડ્યું.
  • તેથી બ્રિટિશ પાર્લામેન્ટ પુનઃવિચારણા કરીને ઈ. સ. 1911માં બંગાળના ભાગલા રદ કર્યા. ભારતીયોની સંગઠનશક્તિનો વિજય થયો.
  • અંગ્રેજો વિરુદ્ધ થયેલી નવી ચેતનાનો આ નોંધપાત્ર વિજય હતો.

GSEB Class 9 Social Science Important Questions Chapter 4 ભારતની રાષ્ટ્રીય ચળવળો

પ્રશ્ન 2.
અસહકારના આંદોલનની રૂપરેખા સમજાવો.
ઉત્તર:
ગાંધીજીએ ઈ. સ. 1920માં અસહકારનું આંદોલન શરૂ કર્યું. આ આંદોલનનાં બે પાસાં હતાં :
(1) હકારાત્મક (રચનાત્મક) અને
(2) નિષેધાત્મક (ખંડનાત્મક).

  • અસહકારના આંદોલનના હકારાત્મક પાસામાં હિન્દુ-મુસ્લિમ એકતા મજબૂત બનાવવી, સ્વદેશી ચીજવસ્તુઓ વાપરવાનો આગ્રહ કરવો, ઘેરઘેર રેટિયા ચાલુ કરવા, ‘ટિળક સ્વરાજ્ય ફંડમાં રૂપિયા એક કરોડ એકઠા કરવા વગેરે કાર્યક્રમોનો સમાવેશ હતો. આ ઉપરાંત, અસહકારના આંદોલનમાં ખાદી, અસ્પૃશ્યતાનિવારણ, દારૂબંધી, રાષ્ટ્રીય શિક્ષણ વગેરે બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
  • અસહકાર આંદોલનના નિષેધાત્મક (ખંડનાત્મક) પાસામાં સરકારી, નોકરીઓ, ધારાસભાઓ, સરકારી શાળા-કૉલેજો વગેરેનો ત્યાગ કરવો; સરકારી અદાલતો, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં નિમાયેલા સભ્યોએ રાજીનામાં આપવાં; વિદેશી કાપડ સહિત વિદેશી માલનો બહિષ્કાર કરવો; સરકારી સમારંભો અને ઇલકાબો(ખિતાબો)નો ત્યાગ કરવો વગેરે કાર્યક્રમોનો સમાવેશ કરવામાં આવ્યો.

Leave a Comment

Your email address will not be published.