This GSEB Class 9 Social Science Notes Chapter 14 ભારત : સ્થાન, ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ-2 covers all the important topics and concepts as mentioned in the chapter.
ભારત : સ્થાન, ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ-2 Class 9 GSEB Notes
→ ભૂપૃષ્ઠની વિવિધતાના આધારે ભારતના પાંચ પ્રાકૃતિક વિભાગો છે:
- ઉત્તરનો પર્વતીય પ્રદેશ
- ઉત્તરનો વિશાળ મેદાની પ્રદેશ
- દ્વીપકલ્પીય ઉચ્ચપ્રદેશ
- તટીય મેઘનો રિયાકિનારાના મેદ્યની પ્રદેશો) અને
- દ્વીપસમૂહો.
1. ઉત્તરનો પર્વતીય પ્રદેશ તે ઉત્તરમાં પૂર્વ-પશ્ચિમમાં આશરે 2400 કિમીની લંબાઈમાં પથરાયેલી હિમાલય પર્વતશ્રેણી કહેવાય છે, તેની પહોળાઈ આશરે 240થી 320 કિમી છે. સમગ્ર હિમાલય પર્વતશ્રેણીના મુખ્ય બે વિભાગ છે :
- ઉત્તરનો હિમાલય પર્વતીય પ્રદેશ અને
- પૂર્વ હિમાલય.
1. ઉત્તરનો હિમાલય પર્વતીય પ્રદેશ :
આ પ્રદેશમાં એકબીજીને સમાંતર એવી ત્રણ પર્વતશ્રેણીઓ છે, સૌથી ઉત્તર તરફની પર્વતશ્રેણી “બૃહંદ હિમાલય’ કે ‘હિમાદ્રિ’ કહેવાય છે. તેની સરાસરી ઊંચાઈ 7000 મીટર કરતાં વધારે છે. હિમાલયનાં ઊંચાં શિખરો આ પ્રદેશમાં આવેલાં છે. અહીં નેપાળ-ચીનની સરહદે આવેલું માઉન્ટ એવરેસ્ટ (8848 મીટર) શિખર વિશ્વનું સર્વોચ્ચ શિખર છે. ભારતનું સર્વોચ્ચ શિખર માઉન્ટ ગોંડવિન ઑસ્ટિન પણ (F2 861 મીટર) અ આવેલું છે. હિમાલયમાં શિષ્ઠી લા, એલોપલા, નાયુ લા વગેરે મહત્ત્વના ઘાટ છે. અર્થી પ્રખ્યાત પવિત્ર યાત્રાધામ માનસરોવર આવેલું છે. હિમાદ્રિની દક્ષિશ્વમાં “મધ્ય હિમાલય’ અથવા હિમાચલ’ શ્રેણી આવેલી છે. તેની પહોળાઈ 80થી 100 કિમી અને ઊંચાઈ 1700થી 4500 મીટર છે. આ ક્ષેત્રમાં પીર પંજાલ, ધૌલાધાર, નાગાટીબા અને મહાભારત શ્રેણીઓ છે. ઉત્તર ભારતનાં બધાં હવા ખાવાનાં સ્થળો તેમજ જાણીતાં યાત્રાધામો આ પર્વતશ્રેબ્રીમાં આવેલાં છે. મધ્ય હિમાલયની દક્ષિણે આવેલી પર્વતશ્રેણી ‘બાહ્ય હિમાલય’ કે ‘શિવાલિક’ નામે ઓળખાય છે. તે 10થી 15 કિમી પહોળી અને સરેરાશ 1000 મીટર ઊંચી છે. આ પર્વતશ્રેણીમાં આવેલી સમથળ ખીણો ‘દૂન (DUN) કહેવાય છે. દા. ત., દેહરાદૂન, પાટલદૂન, કોયરીદુન વગેરે.
2. પૂર્વ હિમાલયઃ હિમાલય પર્વતશ્રેણીના પૂર્વ ભાગમાં આવેલી હારમાળાઓ ટેકરીઓ તરીકે પ્રખ્યાત છે. તે ભારતની પૂર્વ સરહદ પાસે આવેલી છે. તેમાં પતકાઈ, નાગા અને લુશાઈ (મિઝો) ટેકરીઓ તેમજ ગારો, ખાસી અને જેનિયા ટેકરીઓ આવેલી છે.
2. ઉત્તરનો વિશાળ મેદાની પ્રદેશ :
આ પ્રદેશ સતલુજ, ગંગા અને બ્રહ્મપુત્ર તેમજ તેમની શાખા-નદીઓના કાંપથી રચાયું છે. તે લગભગ 2400 કિમી લાંબો છે. દિલ્લીની પશ્ચિમે સતલુજનું અને પૂર્વે ગંગાનું મેદાન આવેલું છે. તેથી દિલ્લીને ગંગાના મેદાનનું પ્રવેશદ્વાર” કહેવામાં આવે છે. આ મેદાનમાં દિલ્લી, આગરા, કાનપુર, લખનઉ, વારાણસી, પટના, કોલકાતા વગેરે મોટાં શહેરો આવેલાં છે. સિંધુ અને તેની પાંચ સહાયક નદીઓએ રચેલું મેદાન પંજાબ કહેવાય છે. તેનો થોડો ભાગ ભારતમાં અને મોટો ભાગ પાકિસ્તાનમાં છે. સિંધુ નદી અરબ સાગરને મળે છે. ભૂપૃષ્ઠના આધારે મેદાની પ્રદેશના ચાર વિભાગો પડે છે :
- ભાભર
- તરાઈ
- બાંગર અને
- ખદર, શિવાલિકના તળેટીપ્રદેશમાં પર્વતમાળાને સમાંતર રચાયેલી કંકર-પથ્થરોની 8થી 16 કિમી પહોળી પટ્ટીને ભાબર કહે છે. ભાબર પછી તરાઈનું ક્ષેત્ર આવે છે. તે ભીનાશવાળું અને દલદલીય છે. અર્શી ગીચ જંગલો છે. જૂના કાંપના થરોને બાંગર કહે છે અને નવા કાંપવાળા થરોને ખદર કહે છે.
3. દીપકલ્પીય ઉચ્ચપ્રદેશ :
આ દેશનો સૌથી પ્રાચીન ભાગ છે. આ ત્રિભુજાકાર ક્ષેત્રનો પાયો ઉત્તરમાં અને શીર્ષભાગ દલિમાં છે. તેની સામાન્ય ઊંચાઈ 600થી 900 મીટર છે. તેના ઉત્તર ભાગનો ઢળાવ ઉત્તર-પૂર્વ તરફ અને દક્ષિણ ભાગનાં ઢોળાવ દક્ષિણ-પૂર્વ તરફ છે. તેના બે ભાગ પડે છે :
- માળવાનો ઉચ્ચપ્રદેશ અને
- દખ્ખણનો ઉચ્ચપ્રદેશ. માળવાના ઉચ્ચપ્રદેશનો ઉત્તર ભાગ નક્કર અગ્નિકૃત ખડકોનો બનેલો છે. તેની ઉત્તર-પશ્ચિમે અરવલ્લી પર્વતશ્રેણી છે અને ગુજરાતથી દિલ્લી સુધી વિચ્છિન્ન ટેકરીઓ સ્વરૂપે છે. અરવલ્લી પ્રાચીન ગેડ પર્વતનો અવશિષ્ટ ભાગ છે.
માળવાના ઉચ્ચભૂમિની દક્ષિણ સરહદે વિંધ્યાચળ ગિરિમાળા અને પૂર્વ સરહદે કૈમૂર ટેકરીઓ છે. અરવલ્લી અને વિંધ્યાચળની વચ્ચે માળવાનો ઉચ્ચપ્રદેશ છે, તેમાં ચંબલ અને બેતવા મુખ્ય નદીઓ છે. તેનો ઉત્તર-પૂર્વ ભાગ બુંદેલખંડ કહેવાય છે. ઉચ્ચભૂમિ ક્ષેત્રના વચ્ચેના ભાગમાં નર્મદા અને શોણ નદીખીણોની મધ્યે વિંધ્યાચળ-કેમૂર ટેકરીઓની ભેખડો બની છે, શોલ નદીની પૂર્વે ઝારખંડમાં આવેલો છોટાનાગપુરનો ઉચ્ચપ્રદેશ પણ આ ક્ષેત્રનો ભાગ છે. તે લાવાનો બનેલો છે. માળવાના ઉચ્ચભૂમિની લગભગ બધી નદીઓ ઉત્તર તરફ વહી યમુના કે ગંગાને મળે છે. રાજમહલની ટેકરીઓ અને શિલાંગનો ઉચ્ચપ્રદેશ પણ દ્વીપકલ્પીય ઉચ્ચપ્રદેશનો ભાગ છે. દાખણનો ઉચ્ચપ્રદેશ ઉત્તરે સાતપુડા, મહાદેવ અને મૈકલની ટેકરીઓથી લઈને દ્વીપકલ્પના દક્ષિણ છેડા સુધી ફેલાયેલો છે. તેની પશ્ચિમ સરહદે પશ્ચિમઘાટ અને પૂર્વ સરહદે પૂર્વથાટે છે.
પશ્ચિમધાટ અરબ સાગરને કિનારે લગભગ અવિચ્છિરૂપે વ્યાપ્ત છે. તેને મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં સહ્યાદ્રિ તથા તમિલનાડુમાં નીલગિરિ કહે છે. કેરળ-તમિલનાડુની સરહદ પર તે અન્નામલાઈ અને કામમની ટેકરીઓના નામે ઓળખાય છે. પૂર્વઘાટ તૂટક છે. દખ્ખણના ઉચ્ચપ્રદેશનો દક્ષિણ ભાગ પ્રમાણમાં વધારે ઊંચો છે. દખ્ખણના ઉચ્ચપ્રદેશની ઊંચાઈ 900થી 100 મીટર છે. તેનો ઢાળ પૂર્વ અને દક્ષિણ-પૂર્વ તરફનો છે. દખ્ખણના ઉચ્ચપ્રદેશની નર્મદા અને તાપી નદીઓ પશ્ચિમ તરફ વહી અરબ સાગરને મળે છે. આ સિવાયની મોટા ભાગની નદીઓ પૂર્વ તરફ વહી બંગાળાની ખાડીને મળે છે.
4. દરિયાકિનારાના મેદાની પ્રદેશો :
પશ્ચિમનું તટીય મેદાન ગુજરાતથી કેરલ સુધી ફેલાયેલું છે. ગુજરાતને બાદ કરતાં તે સાંકડું છે. મહારાષ્ટ્ર અને ગોવામાં તે કોંક્ષ તથા ગોવાની દક્ષિણે મલબાર કહેવાય છે. કોંકક્ષનું મેદાન અસંખ્ય ટેકરીઓને લીધે ઘણું અસમતલ છે. પશ્ચિમ તટની નદીઓનાં મુખ પહોળી ખાડી સ્વરૂપે છે. તે માછીમારી અને બંદરોના વિકાસ માટે ઉપયોગી છે. પશ્ચિમ કિનારે ઘણાં કુદરતી બંદરો આવેલાં છે, તેમાં મુંબઈ, મામગોવા (મુડગાંવ) અને કોચીન મુખ્ય છે. કેરલના તટ પર પશ્ચાદ્દ જળા(back water)થી નિર્માણ થયેલાં ખારા પાણીનાં ‘લગૂન’ તેમજ રેત-પાળા (કand bars) અને સાંકડી ભૂશિર (sptts) જેવાં ભૂસ્વરૂપો જોવા મળે છે. પૂર્વનું તટીય મેદાન પશ્ચિમના તટીય મેદાન કરતાં વધારે પહોળું છે. અહીં મહાનદી, ગોદાવરી, કૃષ્ણા અને કાવેરીના ડેલ્ટાપ્રદેશોમાં કાંપ નિક્ષેપણ વધારે થયું છે.
આ મેદાનનો ઉત્તર ભાગ ઉત્તર સરકાર તટના નામે અને દકિન્ન ભાગ કોરોમંડલ તટના નામે ઓળખાય છે.
5. દ્વીપસમૂહો :
લક્ષદ્વીપ અને અંદમાન-નિકોબાર આ બે ભારતના મુખ્ય દ્વીપસમૂહો છે. લક્ષદ્વીપ ટાપુઓ કેરલથી થોડે દૂર અરબ સાગરમાં આવેલા છે, તે પરવાળાના નિક્ષેપથી બનેલા છે. તેમાંના ઘણાનો આકાર ઘોડાની નાળ જેવો છે. તેને “ઍટલ’ કહે છે, બંગાળની ખાડીમાં આવેલા અંદમાન અને નિકોબાર રાપુઓ લક્ષદ્વીપ ટાપુઓ કરતાં મોટા, સંખ્યામાં વધુ અને વધારે વિસ્તૃત ક્ષેત્રમાં પથરાયેલા છે. તે નિમજજન-પર્વત શ્રેણીઓનાં શિખરો છે. કેટલાક જ્વાળામુખીય ક્રિયા દ્વારા બનેલા છે. આ વીપસમૂહો દેશની સુરક્ષાની દષ્ટિએ બૂાત્મક મહત્વ ધરાવે છે, ભારતના પ્રાકૃતિક વિભાગો એકબીજાના પૂરક છે. ઉત્તરના પર્વતો જળ અને જંગલોના મુખ્ય સ્રોત છે. ઉત્તરનું મેદાન દેશનો અન્નભંડાર છે. ઉચ્ચપ્રદેશ ખનીજોના ભંડાર છે તથા તટીય મેદાનો માછીમારી અને બંદર-સંબંધિત પ્રવૃત્તિઓ માટે મહત્વનાં છે,
→ ખડક એક કે તેથી વધુ ખનીજોના બનેલા સંગઠિત પદાર્થને ખડકી કહે છે.
→ ખડકોના મુખ્ય ત્રણ પ્રકારો છે : (1) આગ્નેય ખડકો, (2) પ્રસ્તર અથવા નિક્ષેપકૃત ખડકો અને (3) રૂપાંતરિત ખડકો.
→ પૃથ્વીના પેટાળમાં અર્ધપ્રવાહી સ્થિતિમાં રહેલો લાવા સપાટી પર આવી મૅગ્મા (magma)રૂપે ઠંડું પડે છે ત્યારે આગ્નેય ખડકો રચાય છે. તે પૃથ્વીની આંતરિક ગરમી વડે બનેલા હોવાથી તેમને આગ્નેય ખડકો’ કે ‘અગ્નિકૃત ખડકો’ કહે છે. દા. ત., ગ્રેનાઇટ
→ ધોવાણ અને ખવાણનાં પરિબળોના નિક્ષેપણ કાર્યથી મહાસાગર, સમુદ્ર કે સરોવર જેવાં જળાશયોના તળિયે નિક્ષિપ્ત દ્રવ્યોની જમાવટથી બનતા ખડકોને “પ્રસ્તર” અથવા “નિક્ષેપકૃત ખડકો કહે
છે, દાત., કોલસો.
→ પૃથ્વીની ભૂસંચલન ક્રિયાને લીધે અગ્નિત અને પ્રસ્તર ખડકોનાં કન્નરચના, સ્તરરચના અને બંધારણ, રંગ વગેરે મૂળભૂત ગુણધર્મો રૂપાંતર પામીને જે ખડકો બને છે તેમને ‘રૂપાંતરિત ખડકો’ કહે છે.
→ નિશ્ચિત અણુરચના, અમુક ચોક્કસ રાસાયણિક બંધારણ અને સમાન ગુબ્રધર્મ ધરાવતા ઘન, પ્રવાહી કે વાયુરૂપ પદાર્થોને ખનીજ કહેવામાં આવે છે.
→ ખનીજોના મુખ્ય બે વિભાગો છે :
- ધાતુમય ખનીજો અને
- અધાતુમય ખનીજો.
→ ધાતુમય બનીજો
- કીમતી ધાતુમય ખનીજો દા. ત., સોનું, ૩૬ (ચાંદી), પ્લેટિનમ વગેરે
- હલકી ધાતુમય ખનીજો દા. ત., મૅગ્નેશિયમ, બોક્સાઈટ, ટીટાનિયમ વગેરે
- સામાન્ય ઉપયોગમાં લેવાતાં ખનીજો દા. ત., લોખંડ, તાંબું વગેરે
- મિશ્રધાતુ રૂપે વપરાતાં ખનીજો દા. ત., મેંગેનીઝ, ટંગસ્ટન વગેરે.
→ અધાતુમય બનીજો ચૂનાના ખડકો, ચૌક, ફ્લોરસ્પાર, અબરખ વગેરે.
→ સંચાલનશક્તિ માટે ઉપયોગમાં લેવાતાં ખનીજ કોલસો, ખનીજ તેલ, કુદરતી વાયુ, યુરેનિયમ, થોરિયમ વગેરે.
→ મુખ્ય ખનીજો અને તેનું ક્ષેત્રિય વિતરણ :
- લોખંડઃ ઝારખંડ, છત્તીસગઢ, આંધ્ર પ્રદેશ, ગોવા, ઓરિસ્સા (ઓડિશા), તમિલનાડુ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, કન્નટિક, બિહાર, મધ્ય પ્રદેશ વગેરે.
- મેંગેનીઝ : કર્ણાટક, ઓરિસા (ઓડિશા), મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, ગોવા વગેરે.
- તાંબું ગુજરાત, કર્ણાટક, આંધ્ર પ્રદેશ, ઉત્તર પ્રદેશ, સિક્કિમ, મેઘાલય, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ વગેરે.
- બૉક્સાઇટ: ઓરિસ્સા (ઓડિશા), આંધ્ર પ્રદેશ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર, ઝારખંડ, ગુજરાત વગેરે.
- સીસું રાજસ્થાન, આંધ્ર પ્રદેશ, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, ઓરિસ્સા (ઓડિશા), મહારાષ્ટ્ર, મેઘાલય, સિક્કિમ, ગુજરાત વગેરે.
- અબરખઃ આંધ્ર પ્રદેશ, રાજસ્થાન, બિહાર, ઝારખંડ વગેરે.
- ચૂનાના ખડકોઃ મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, આંધ્ર પ્રદેશ, રાજસ્થાન, ગુજરાત, કર્ણાટક, હિમાચલ પ્રદેશ વગેરે.
→ પૃથ્વીના પોપડાના ઉપરના પાતળા સ્તરને “જમીન’ કહે છે. ખડકોની સપાટીવાળા ભાગોનું તાપમાન, વરસાદ, હિમ, હવા, વનસ્પતિ, જીવજંતુઓ વગેરે પરિબળોનું ખવાણ થતાં ભૂકો બને છે અને જમીન તૈયાર થાય છે.
→ ભૂમિ-આવરણમાં ખડકોના નાના-મોટા ટુકડા, કાંકરા, માટી, રજ વગેરે હોય છે, જેને “રેગોલિથ’ કહેવામાં આવે છે.
→ ભારતની જમીનોના છ પ્રકારો છે :
- કાંપની જમીન
- કાળી કે રેગુર જમીન
- રાતી જમીન
- પડખાઉ કે લેટેરાઇટ જમીન
- પર્વતીય જમીન અને
- રણપ્રકારની જમીન.
1. કાંપની જમીનના ખદર અને બાંગર એમ બે પેટાપ્રકારો છે. ખદર જમીન નદીના તટની નવા કાંપની બનેલી છે. તે રેતાળ અને આછા રંગની હોય છે. બાંગર જમીન નદીન જૂના કાંપની બનેલી છે. તે ચીકણી અને ઘેરા રંગની હોય છે.
2. કાળી કે રેગુર જમીનઃ તે દ્વીપકલ્પીય ઉચ્ચપ્રદેશની ભેટ છે. તે ચીકણી અને કસવાળી હોય છે. તે કપાસના પાક માટે વધુ અનુકૂળ હોવાથી તેને “કપાસની કાળી જમીન’ પણ કહે છે. તે “રેગુર’ના નામે પણ ઓળખાય છે.
3. રાતી જમીન : લોહતત્ત્વ અને અન્ય સેન્દ્રિય તત્ત્વોને લીધે આ જમીનનો રંગ રાતો દેખાય છે. તે પ્રમાણમાં છિદ્રાળુ અને ઉપજાઉ હોય છે.
4. પડખાઉ કે લેટેરાઇટ જમીનઃ વધુ વરસાદને કારણે તીવ્ર ધોવાણ થતાં પડખાઉ જમીન તૈયાર થાય છે. તેમાં જૈવિક દ્રવ્યોનું પ્રમાણ ઓછું હોવાથી તે ઓછી ફળદ્રુપ છે.
5. પર્વતીય જમીનઃ તે દેશના પર્વતીય વિસ્તારોમાં જોવા મળે છે. તે રેતાળ, છિદ્રાળુ અને જૈવિક દ્રવ્યોના અભાવવાળી હોય છે.
6. રણપ્રકારની જમીનઃ તે મુખ્યત્વે શુષ્ક અને અર્ધશુષ્ક વિસ્તારોમાં જોવા મળે છે. તેમાં ક્ષારકણો વધારે અને જૈવિક પદાર્થો ઓછા હોય છે.