This GSEB Class 9 Social Science Notes Chapter 18 વન્યજીવન covers all the important topics and concepts as mentioned in the chapter.
વન્યજીવન Class 9 GSEB Notes
→ સમગ્ર વિશ્વમાં જીવસૃષ્ટિની આશરે 15 લાખ પ્રજાતિઓ છે, તે પૈકી આશરે 81,251 પ્રજાતિઓ ભારતમાં છે. તેમાં 1230 જાતનાં પક્ષીઓ, 496 જાતના સરીસૃપો, 210 જાતનાં ઉભયજીવી પ્રાણીઓ, 398 સસ્તનો, 2546 જાતનાં માછલાં અને 60,000 જાતનાં કીટકો છે.
→ જૈવિક વૈવિધ્યની દષ્ટિએ વિશ્વમાં ખૂબ જ સમૃદ્ધ બૃહદજૈવ વૈવિધ્ય ધરાવતા કુલ આઠ દેશોમાં ભારત છઠ્ઠા ક્રમે છે,
→ ભારતના પ્રાણ-ભૌગોલિક પ્રદેશોના કુલ 9 ભાગ છે :
- હિમાલય પ્રદેશ
- લાખ અને શુદ્ધ શીત ક્ષેત્ર
- હિમાલયનું નાચ્છાદિત નીચલું ક્ષેત્ર
- હિમાલયનાં વનસ્પતિવિહીન ઊંચાં ક્ષેત્રો
- ઉત્તરનું મેઘન
- રાજસ્થાનનો રમ્રપ્રદેશ
- દ્વીપકલ્પીય ઉચ્ચપ્રદેશ
- સમુદ્રકિનારો અને
- નીલગિરિની પહાડીઓ.
→ ભારત વૈવિધ્યસભર વન્ય જીવસૃષ્ટિ ધરાવે છે. તેમાં એશિયાઈ હાથી, એકશિગી ગેંડા, હિમદીપડા, જંગલી બકરીઓ, કસ્તુરી મૃગ, જંગલી ભેંસ (ભારતીય બાયસન), રાષ્ટ્રીય પ્રાજ્ઞી વાઘ, એશિયાઈ સિંહ, ઘુડખર (જંગલી ગધેડાં) વગેરે પ્રાણીઓ જોવા મળે છે.
→ ભારતમાં સુરખાબ, ઘોરાડ (ગ્રેટ ઇન્ડિયન બસ્ટાર્ડ), નિકોબારી કબૂતર વગેરે વિશિષ્ટ પક્ષીઓ જોવા મળે છે.
→ પશ્ચિમઘાટનાં ગીચ જંગલોમાં ઊડતી ખિસકોલીઓ જોવા મળે છે.
→ શિયાળા દરમિયાન ભારતના જલપ્લાવિત વિસ્તારોમાં ઠંડા પ્રદેશોમાંથી સાઇબીરિયન ક્રેન, પેલીકન, તિબેટીયન બતક, કુંજ કરકરા વગેરે યાયાવર (ભટકતાં) પક્ષીઓ આવે છે. છે કચ્છના અખાતમાં અને લક્ષદ્વીપ ટાપુસમૂહમાં પરવાળાંની દુર્લભ પ્રજાતિઓ જોવા મળે છે.
→ ભારતમાં રાજનાગ, સાપ, અજગર, પાટલા ઘો વગેરે સરીસૃપોની જાતો છે.
→ ભારતના દરિયાકિનારા તથા અન્ય જળવિસ્તારોમાં વિવિધ પ્રકારની માછલીઓ, દરિયાઈ સાપ, ડૉલ્ફિન, ડુગાંગ (દરિયાઈ ગાય, ઑક્ટોપસ સિંગાર), વહેલ જેવી જીવસૃષ્ટિ છે.
→ દેશના કૃષિ-વિસ્તારો અને ગોચર તથા પડતર જમીનો પર શિયાળ, વરુ, નીલગાય, હરણ, નોળિયા, સસલાં, જંગલી સૂવર, શેળો જેવાં પ્રાણીઓ તેમજ કોયલ, પોપટ, મોર, સુઘરી, ઘુવડ, ચીબરી, પીળક, સમડી, કાબર, શ્રેરબગલા જેવાં પક્ષીઓ વિહરતાં જોઈ શકાય છે.
→ ભારતમાં મધ્ય પ્રદેશ અને પશ્ચિમ બંગાળમાં આજે (ઈ. સ. 2014) વાઘની સંખ્યા 2228 જેટલી છે.
→ ભારતમાં નામશેષ થયેલાં પ્રાણીઓમાં ચિત્તો મુખ્ય છે. ગીધ પક્ષી નામશેષ થવાના આરે છે. એશિયાઈ સિંહો માત્ર ગુજરાતનાં ગીરનાં જંગલોમાં જ જોવા મળે છે. આજે (ઈ. સ. 2015) તેની સંખ્યા આશરે 523 જેટલી છે. એક સમયે ગુજરાતમાં સારસ પક્ષી મોટી સંખ્યામાં જોવા મળતું હતું. આજે તેની સંખ્યા ઘટી ગઈ છે. ગુજરાતનાં પર્વતીય જંગલોનું મુળ રહેવાસી શ્યામ ગરુડ ક્યારેક જોવા મળે છે. એ જ રીતે ચિલોત્રો પક્ષી પણ ભાગ્યેજ જોવા મળે છે,
→ ભારતનાં જંગલોના વિનાશને કારણે વન્યજીવન સંકટમાં મુકાયું છે. પશુ-પક્ષીઓના માંસ, ચામડાં, હાડકાં, શિંગડાં, દાંત, પીંછાં વગેરે મેળવવા કે માત્ર શોખ ખાતર પશુ-પક્ષીઓનો શિકાર કરવામાં આવે છે. જંગલોમાં પાલતુ પશુઓ દ્વારા થતું ચરાણ, તૃણાહારી પ્રાણીઓની ઘટતી જતી સંખ્યા, પ્રદૂષણનો ફેલાવો, માનવીની પ્રાણીવિરોધી પ્રવૃત્તિઓ વગેરેને કારણે વન્ય જીવો માટે સંકટ ઊભું થયું છે.
→ જંગલોના વિસ્તારોમાં થતા ઘટાડાને કારણે વન્ય જીવો ખોરાક અને આશ્રયની શોધમાં માનવવસ્તી તરફ આવે છે, જેથી પ્રાણીઓ અને માનવો વચ્ચે અથડામણો થાય છે. પરિવ્રામે વન્ય જીવોને જીવ ગુમાવવો પડે
→ દક્ષિણ ભારત અને દક્ષિણ-પૂર્વ ભારતનાં જંગલોમાંથી ખોરાકની શોધમાં હાથીઓનાં ઝુંડ કૃષિ-વિસ્તારોમાં આવી ભારે ઉત્પાત મચાવે છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં દીપડાઓના હુમલામાં તેમજ ગુજરાતના ઉત્તર-પૂર્વનાં જંગલોની નજીક કે જેગલમાં રીંછના હુમલાઓમાં માનવોને ઈજા પહોંચાડવાની કે તેમને મારવાની ઘટનાઓ બને છે. આવી દુર્ઘટનાઓથી બચવા માટે અગમચેતી રાખવી જરૂરી છે.
→ વન્ય જીવ સંરક્ષણ માટે જંગલોના જતનનું ચુસ્ત આયોજન, કાયદાની જોગવાઈ અને તેનું કડકપણે પાલન થાય, સામાજિક સ્વૈચ્છિક સંગઠનોના જનજાગૃતિ કાર્યક્રમો, શાળાના અભ્યાસક્રમોમાં વન્ય જીવોની સમસ્યાઓનો સમાવેશ, દેશની વિકાસ યોજનાઓ ઘતાં પહેલાં તેની પર્યાવરણ અને જીવસૃષ્ટિ પર થનારી અસરોની તપાસ, ગેરકાયદેસર થતી વૃક્ષછેદનની પ્રવૃત્તિ પર અંકુશ; તળાવો, ખેત-તલાવીઓ અને અન્ય જળાશયોની જાળવણી, ખેતરોમાં જંતુનાશકોને બદલે કીટનાશકોનો વપરાશ, પ્રદૂષણની માત્રામાં ઘટાડો, જંગલોમાં થતા દાવાનળને અટકાવવા પેટ્રોલિંગ અને અન્ય સાવચેતીઓનું આયોજન વગેરે ઉપાયો હાથ ધરવા જોઈએ.
→ પ્રાચીન સમયમાં મૌર્યયુગના મહાન રાજા અશોકે વન્ય જીવ સંરક્ષણ માટે કાયદા બનાવ્યા હતા.
→ નાગરિકની મૂળભૂત ફરજો અને રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં વનો અને વન્ય જીવોનું સંરક્ષણ કરવાની ફરજ સામેલ કરવામાં આવી છે. વન્ય જીવ બોર્ડની ભલામણો સંદર્ભે ભારતીય સંસદ ‘વન્ય જીવ સુરક્ષા અધિનિયમ બનાવ્યો છે. તદ્દ અનુસાર દેશમાં અભયારણ્યો, રાષ્ટ્રીય ઉદ્યાનો અને જૈવ આરક્ષિત ક્ષેત્રોની રચના કરવામાં આવી છે. તે પૈકી ગુજરાતમાં 22 અભયારણ્યો, 4 રાષ્ટ્રીય ઉદ્યાનો અને 1 જૈવ આરક્ષિત ક્ષેત્ર તૈયાર કરવામાં આવ્યું છે. કેટલાંક વિશિષ્ટ પ્રાણીઓની પ્રજાતિના રક્ષણ માટે સરકારે ખાસ યોજનાઓ બનાવી છે.
→ વાઘના સંરક્ષણ અને સંવર્ધન માટે સરકારે ઈ. સ. 1973માં પ્રોજેક્ટ ટાઇગર’ કાર્યક્રમ હેઠળ 48 વિસ્તારોને આવરી લેતા 9 આરક્ષિત વિસ્તારો બનાવ્યા છે.
→ એશિયાઈ સિંહોની સુરક્ષા માટે ગીરમાં ‘સિંહ પરિયોજના’ શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત, બારસિંગા હરણ, મગરમચ્છ, ભારતીય ગેંડા, હિમદીપડા, હાથી વગેરે પ્રાણીઓના રક્ષણ માટે પરિયોજનાઓ શરૂ કરવામાં આવી છે.