This GSEB Class 9 Social Science Notes Chapter 6 1945 પછીનું વિશ્વ covers all the important topics and concepts as mentioned in the chapter.
1945 પછીનું વિશ્વ Class 9 GSEB Notes
→ ઈ. સ. 1939માં દ્વિતીય વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું, જેનાં ભયાનક અને વિનાશકારી પરિણામો આવ્યાં. હવે પછી આવાં યુદ્ધો ન થાય તેમજ વિશ્વમાં શાંતિ અને સલામતી જળવાઈ રહે એ માટે 24 ઑક્ટોબર, 1945ના રોજ સંયુક્ત રાષ્ટ્ર (United Nations)ની વિધિવત્ સ્થાપના કરવામાં આવી.
→ સંયુક્ત રાષ્ટ્રોના ખતપત્રનો આરંભ આમુખથી થાય છે. તેમાં મહાવિનાશક યુદ્ધોની યાતનાથી ભાવિ પ્રજાને બચાવવાનો તેમજ વિશ્વની તમામ પ્રજાની આર્થિક-સામાજિક પ્રગતિ માટે સહકાર સાધવા સૌ રાષ્ટ્રને અનુરોધ કરવામાં આવ્યો છે.
→ વિશ્વયુદ્ધને અંતે અસ્તિત્વમાં આવેલી બે મહાસત્તાઓ – અમેરિકા અને સોવિયેત યુનિયન વચ્ચે વિશ્વ પર પ્રભુત્વ અને પ્રભાવ જમાવવાની તીવ્ર સ્પર્ધા શરૂ થઈ. આ બે મહાસત્તાઓ વચ્ચેના અત્યંત તનાવપૂર્ણ સંબંધોને કારણે ‘ઠંડા યુદ્ધની પરિસ્થિતિ સર્જાઈ.
→ પરસ્પર શંકા-કુશંકા, અવિશ્વાસ અને તેમાંથી ઊભા થયેલા ભયને કારણે બંને સત્તાજૂથોએ પોતપોતાનાં આગવાં લશ્કરી જૂથો રચ્યાં.
→ અમેરિકા અને ઇંગ્લેન્ડના નેતૃત્વ હેઠળ ‘નાટો” (NATO), “સિઆટો” (SEATO) અને “સેન્ટો’ (CENTO) લશ્કરી જૂથોની સ્થાપના થઈ.
→ સોવિયેત યુનિયનના નેતૃત્વ હેઠળ સામ્યવાદી દેશોએ “વૉર્મો કરાર” અમેરિકા, ફ્રાન્સ અને બ્રિટને પોતાના વહીવટ હેઠળના પશ્ચિમ જર્મનીના પ્રદેશોનું એકીકરણ કર્યું. એ રીતે તેમણે બર્લિનના પણ ત્રણ વિભાગોને એક કર્યા. આ પ્રક્રિયાના વિરોધરૂપે એપ્રિલ, 1948માં સોવિયેત યુનિયને “બર્લિનની નાકાબંધી” કરી.
→ ના બે હરીફ સત્તાજૂથોએ એકબીજા પર પ્રભુત્વ જમાવવા સંહારક શસ્ત્રોનું ઉત્પાદન વધાર્યું. ઈ. સ. 1945માં અમેરિકાએ જાપાનનાં બે શહેરો પર અણુબૉમ્બ ફેંકીને અણુશસ્ત્રોમાં પોતાની સર્વોપરિતા સિદ્ધ કરી. એ પછી ઈ. સ. 1949માં સોવિયેત યુનિયને અણુઅખતરા કર્યો.
→ ઈ. સ. 1961 – 62માં અમેરિકાએ સામ્યવાદી ક્યૂબાની નાકાબંધી જાહેર કરી, તે ‘ક્યૂબાની કટોકટી’ તરીકે ઓળખાઈ હતી. પરમાણુ શસ્ત્રોના નિઃશસ્ત્રીકરણની દિશામાં પ્રથમ પગલા તરીકે અમેરિકા, સોવિયેત યુનિયન અને બ્રિટને “આંશિક પરમાણુબંધી સંધિ’ બનાવી. આ સંધિ પર ફ્રાન્સ અને ચીને હસ્તાક્ષર કરવાનો ઇન્કાર કર્યો.
→ પરમાણુ શસ્ત્રો ધરાવતાં એ પાંચ રાષ્ટ્રોએ પરમાણુ શસ્ત્રો બનાવવાનું ચાલુ રાખ્યું તો બીજી બાજુ બંને મહાસત્તાઓએ વિવિધ અંતરોનાં પ્રક્ષેપાસ્ત્રો (મિસાઇલો) વિકસાવ્યાં.
→ બંને મહાસત્તાઓ વચ્ચે ‘સંબંધ સુધાર’ની પ્રક્રિયા શરૂ થતાં યૂહાત્મક પરમાણુ શસ્ત્રો પર મર્યાદા મૂકતી અને તેમાં ઘટાડો કરતી સંધિઓ પર હસ્તાક્ષર કર્યા. ભારતે આ સંધિઓને આવકારી છે.
→ દ્વિતીય વિશ્વયુદ્ધના અંતે યુરોપીય સત્તાઓના સામ્રાજ્યવાદનો અંત આવ્યો. એશિયા અને આફ્રિકાનાં પરાધીન રાજ્યોમાં આઝાદીની ચળવળો તીવ્ર બનતાં પશ્ચિમ યુરોપનાં રાષ્ટ્રોને તેમને સ્વતંત્ર બનાવવાની ફરજ પડી.
→ ઈ. સ. 1947માં ભારતદેશ આઝાદ થયો. ઈ. સ. 1948માં મ્યાનમાર અને શ્રીલંકા સ્વતંત્ર બન્યાં. ઈ. સ. 1949માં ઇન્ડોનેશિયા સ્વતંત્ર બન્યું. ઈ. સ. 1954 સુધીમાં અન્ય પૂર્વીય એશિયાઈ દેશો એક પછી એક સ્વતંત્ર બન્યા.
→ ઈ. સ. 1951થી 1966 સુધીનાં 16 વર્ષના સમયગાળા દરમિયાન આફ્રિકાના નાના-મોટા 40 દેશો સ્વતંત્ર બન્યા.
→ બે વિરોધી સત્તાજૂથો અને લશ્કરી જૂથો સાથે નહિ જોડાયેલ નવોદિત દેશોને ‘બિનજોડાયેલા અને તેમણે અપનાવેલી વિદેશનીતિ ‘બિનજોડાણવાદી નીતિ’ તરીકે ઓળખાય છે.
→ ભારતના વડા પ્રધાન જવાહરલાલ નેહરુ, ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ અહમદ સુકર્ણો, ઇજિપ્તના રાષ્ટ્રપતિ જમાલ અબ્દુલ નાસર અને યુગોસ્લાવિયાના રાષ્ટ્રપતિ માર્શલ ટિોએ બિનજોડાણવાદની નીતિને સફળ બનાવવો અમૂલ્ય ફાળો આપ્યો હતો.
→ ઈ. સ. 1955માં ઇન્ડોનેશિયાના બાડુંગ ખાતે તટસ્થ રાષ્ટ્રોની પરિષદ યોજાઈ. આ પરિષદમાં તટસ્થ રાષ્ટ્રોના સંગઠનનું માળખું અને ભાવિ કામગીરી નક્કી કરવામાં આવ્યાં.
→ ઈ. સ. 1961માં બેલગ્રેડ ખાતે યોજાયેલ પરિષદમાં બિનજોડાણવાદી. આદોલન (NAM – નૉન એલાઈમેન્ટ મુવમેન્ટ) સંસ્થાની વિધિવત્ સ્થાપના થઈ.
→ પંડિત જવાહરલાલ નેહરુના નેતૃત્વ હેઠળ ભારતે બિનજોડાણની વિદેશનીતિ અપનાવી તેમજ બિનજોડાણવાદી ચળવળને અમૂલ્ય નેતૃત્વ પૂરું પાડ્યું.
→ બિનજોડાણવાદી નીતિએ આંતરરાષ્ટ્રીય રાજકારણમાં મહત્ત્વનો ફાળો આપ્યો છે.
→ એક અને અખંડ જર્મની ફરીથી મજબૂત રાષ્ટ્ર બને તો વિશ્વ માટે ખતરો ઊભો કરે એવા ડરથી પરાજિત જર્મની અને તેના પાટનગર બર્લિનને ચાર વિભાગોમાં વહેંચવામાં આવ્યું. જર્મનીના પૂર્વ ભાગ પર શરૂઆતથી જ સોવિયેત યુનિયને કબજો જમાવ્યો હોવાથી એ ભાગ તેને સોંપ્યો.
→ અમેરિકા અને બ્રિટને જર્મની વિશે નવી વ્યવસ્થા ગોઠવવાનું શરૂ કરતાં સોવિયેત યુનિયને પૂર્વ જર્મનીમાં પોતાના કહ્યામાં રહે એવી ‘પૂતળા સરકાર’ સ્થાપી દીધી. ત્રણેય દેશોએ જર્મનીના ત્રણેય પ્રદેશોનું એકીકરણ કરી પશ્ચિમ જર્મનીનું સ્વતંત્ર રાજ્ય બનાવ્યું. એ જ રીતે તેમણે બર્લિનના ત્રણ વહીવટી વિભાગોનું એકીકરણ કર્યું.
→ આ પ્રક્રિયાના વળતા પગલા તરીકે સોવિયેત યુનિયને ‘બર્લિનની નાકાબંધી” જાહેર કરી. પશ્ચિમ બર્લિન અને પૂર્વ બર્લિનને જુદી પાતી 42 કિમી લાંબી, ઊંચી દીવાલ બાંધવામાં આવી.
→ 3 ઑક્ટોબર, 1990ના રોજ બંને જર્મનીનું એકીકરણ થયું. જર્મનીના વિભાજનના પ્રતીક સમી બર્લિનની દીવાલને તોડી નાખવામાં આવી.
→ 11 માર્ચ, 1985ના રોજ મિખાઈલ ગોર્બોચોવ સામ્યવાદી પક્ષના નવા મહામંત્રી તરીકે સત્તાસ્થાને આવ્યા. તે ઉદારમતવાદી હતા. તેમના શાસન દરમિયાન દેશે વિશાન અને ટેક્નોલૉજીના ક્ષેત્રે અભૂતપૂર્વ સિદ્ધિઓ મેળવી,
→ ‘ગ્લાસનોસ્ત’ (ખુલ્લાપણું) અને ‘પેરેગ્નેઇકા’ (આર્થિક અને સામાજિક સુધારણાની) નીતિઓને કારણે સોવિયેત સમાજવાદી પ્રજાસત્તાક સંધનાં રાજ્યો સ્વતંત્ર અને સાર્વભૌમ થવા લાગ્યાં.
→ ઈ. સ. 1990માં સોવિયેત યુનિયનના વિભાજનની પ્રક્રિયા શરૂ થઈ.
→ ડિસેમ્બર, 1991 સુધીમાં દેશનાં કુલ 15 રાજ્યોમાંથી 14 રાજ્યો સ્વતંત્ર થતાં વિઘટનની પ્રક્રિયા પૂરી થઈ.
→ આઝાદી પછી ભારતે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે મહત્ત્વનું પ્રદાન કર્યું છે. સામ્રાજ્યવાદ, સંસ્થાનવાદ અને રંગભેદ જેવાં દૂષણો દૂર કરવા ચાલતી ચળવળોને તેણે હંમેશાં સહકાર આપ્યો છે.
→ ભારતે વિશ્વશાંતિ અને સલામતી માટે નિઃશસ્ત્રીકરણની જરૂરિયાત પર સતત ભાર મૂક્યો છે.
→ સંયુક્ત રાષ્ટ્રોની વિવિધ સમિતિઓ અને અંગોમાં ભારતે સક્રિય ભૂમિકા ભજવી છે.
→ ત્રીજી વિશ્વના વિકાસશીલ દેશોના નેતા તરીકે ભારતે એ દેશોના વિવિધ પ્રશ્નોને વાચા આપવામાં મહત્ત્વનો ભાગ ભજવ્યો છે.
→ વિશ્વશાંતિ એ ભારતની વિદેશનીતિનો મુખ્ય સિદ્ધાંત રહ્યો છે.
→ ભારત-અમેરિકા સંબંધો બંને લોકશાહી દેશો હોવા છતાં છેલ્લા પાંચ દાયકા દરમિયાન ભારત અને યૂ.એસ.એ. વચ્ચેના સંબંધોમાં ઠીક ઠીક પ્રમાણમાં ચડાવ-ઉતાર થતા આવ્યા છે, 11 સપ્ટેમ્બર, 2001ના રોજ યુ.એસ.એ. પ૨ થયેલા આતંકવાદી હુમલા પછી
બંને દેશો વચ્ચેના સંબંધોમાં નોંધપાત્ર સુધારો થયો છે.
→ ભારત-સોવિયેત યુનિયન (રશિયા) સંબંધો : ભારતના સોવિયેત યુનિયન સાથેના સંબંધો એકંદરે સારા અને ઉષ્માપૂર્ણ રહ્યા છે. ભારતમાં ભારે અને ચાવીરૂપ ઉઘોગો સ્થાપવામાં સોવિયેત યુનિયને ગણનાપાત્ર સહાય કરી છે. તેણે સંયુક્ત રાષ્ટ્રની સલામતી સમિતિમાં કાશ્મીરના ભારતનો પક્ષ લઈ અનેક વખત ‘વીટો’ સત્તાનો ઉપયોગ કર્યો છે.
→ ભારત-પાકિસ્તાન સંબંધો : ઈ. સ. 1948, 1965 અને 1971 એમ ત્રણ વખત ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થયાં. ઈ. સ. 1999માં કારગિલમાં ઘૂસી આવેલા પાકિસ્તાનના લશ્કરને ભારતે લકરી બળનો ઉપયોગ કરી ભગાડી મૂક્યું હતું. બંને દેશના વડાઓના શાંતિ પ્રયાસો છતાં ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો સારા અને સુમેળભર્યા બની શક્યા નથી.
→ ભારત-ચીન સંબંધોઃ ચીને પોતાની સરહદોના નકશામાં ભારતનો ઘણો મોઢે વિસ્તાર પોતાનો શવ્યો. ભારત અને ચીન વચ્ચેની સરહદ વિતી મેકમોહન રેખાનો ચીને અસ્વીકાર કર્યો. ત્યારપછી બંને દેશો વચ્ચેના સંબંધો બગડ્યા. ઑક્ટોબર, 1962માં ચીને ભારત પર આક્રમણ કરી પોતાના પ્રદેશ તરીકે બતાવેલા ભારતના પ્રદેશો પર લશ્કરી કબજો જમાવ્યો. એ પછી ભારતના ચીન સાથેના સંબંધો વધુ બગડ્યા. છેલ્લા દાયકા દરમિયાન બંને દેશો વચ્ચે પરસ્પર સહકાર અને મૈત્રીભર્યા સંબંધો વિકસતા રહ્યા છે.
→ ભારત-બાંગ્લાદેશ સંબંધો પહેલાં પૂર્વ પાકિસ્તાન તરીકે ઓળખાતા બાંગ્લાદેશનો ઈ. સ. 1971માં એક સ્વતંત્ર સાર્વભૌમ રાષ્ટ્ર તરીકે ઉદ્ભવ થયો. શરૂઆતમાં ભારતે બાંગ્લાદેશને નાણાકીય તેમજ ટેકનિકલ અને ભૌતિક સાધનોની મદદ કરી, પરંતુ કેટલીક બાબતોમાં બંને દેશો વચ્ચે મતભેદો ઊભા થયા છે. ઈ. સ. 2015માં બંને દેશો વચ્ચેના વિવાદિત સરહદી જમીનના વિસ્તારોનો ઉકેલ લાવવામાં આવ્યો છે.
→ ભારત-ભૂતાન (ભૂટાન) સંબંધોઃ ઈ. સ. 1949માં ભારતે ભૂતાન સાથે કાયમી શાંતિ અને મિત્રતાની સંધિ કરી. ભારતે ભૂતાનને સંદેશાવ્યવહાર અને વાહનવ્યવહારના વિકાસ માટે મદદ કરીને સંબંધો મજબૂત બનાવ્યા. ઈ. સ. 1971માં ભારતે ભૂતાનને યુ.એન.નું સભ્યપદ અપાવવામાં મદદ કરી.
→ ભારત-શ્રીલંકા સંબંધોઃ ભારત સાથે જૂના સંબંધો ધરાવતા શ્રીલંકામાં વર્ષોથી સ્થાયી થયેલા ભારતના તમિલ લોકોના નાગરિકત્વના પ્રશ્ન બંને દેશો વચ્ચે મતભેદ ઊભો થયો, પરંતુ બંને દેશોએ આ પ્રશ્નને વાટાઘાટો દ્વારા ઉકેલવા પ્રયત્નો કર્યા છે. આજે બંને દેશો વચ્ચે મૈત્રીભર્યા સંબંધો છે.
→ ભારત-નેપાલ સંબંધોઃ ઈ. સ. 1950માં ભારત અને નેપાલ વચ્ચે થયેલી સમજૂતીમાં બંને દેશોએ એકબીજાના સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતા સ્વીકાર્યા છે. નેપાલના આર્થિક વિકાસ માટે ભારતે ઘણી મદદ કરી છે. નેપાલના વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ માટે ભારત આવે છે. 25 એપ્રિલ, 2015ના રોજ નેપાલમાં આવેલા ભયંકર ભૂકંપમાં ભારતે અનેક પ્રકારની બચાવ કામગીરી કરી હતી.
→ ભારત-અફઘાનિસ્તાન સંબંધોઃ ભારત અફઘાનિસ્તાન સાથે મૈત્રીભર્યા સંબંધો ધરાવે છે. અફઘાનિસ્તાનના નવસર્જનમાં ભારતે નોંધપાત્ર ફાળો આપ્યો છે. ભારતે અફઘાનિસ્તાનના વિકાસ માટે આર્થિક મદદ કરી છે.
→ ભારત-મ્યાનમાર સંબંધો : ઈ. સ. 1948માં મ્યાનમારે આઝાદી મેળવી ત્યારથી ભારત તેની સાથે સુમેળભર્યા સંબંધો ધરાવે છે. મ્યાનમારને આર્થિક રીતે મજબૂત કરવા ભારતે તેને પૂરતી આર્થિક મદદ કરી છે.