This GSEB Class 9 Social Science Notes Chapter 8 ભારતના રાજ્યબંધારણનું ઘડતર અને લક્ષણો covers all the important topics and concepts as mentioned in the chapter.
ભારતના રાજ્યબંધારણનું ઘડતર અને લક્ષણો Class 9 GSEB Notes
→ દેશનો વહીવટ કરવા માટે ઘડવામાં આવેલા નિયમોના સુવ્યવસ્થિત સંગ્રહને બંધારણ’ કહેવામાં આવે છે.
→ બંધારણ એ ભારતનો પાયાનો, જીવંત અને મૂળભૂત દસ્તાવેજ છે.
→ કૅબિનેટ મિશનની યોજના મુજબ રચાયેલી બંધારણસભાએ 9 ડિસેમ્બર, 1946ના રોજથી સ્વતંત્ર ભારતનું બંધારણ ઘડવાની કામગીરી શરૂ કરી.
→ બંધારણસભામાં કુલ 389 સભ્યો હતા. તેમાં બધા વગને પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું હતું.
→ ડૉ. રાજેન્દ્રપ્રસાદ બંધારણસભાના અધ્યક્ષ હતા, જ્યારે ડૉ. ભીમરાવ આંબેડકર ખરડા સમિતિના અધ્યક્ષ હતા.
→ 166 બેઠકોને અંતે બંધારણસભાએ 28 નવેમ્બર, 1949ના રોજ સ્વતંત્ર ભારતનું બંધારણ સર્વાનુમતે પસાર કર્યું.
→ બંધારણમાં પ્રથમ 395 અનુચ્છેદો અને 8 પરિશિષ્ય હતાં. એ પછી તેમાં સુધારાવધારા કરતાં 461 અનુચ્છેદો અને 12 પરિશિષ્ટો થયાં.
→ 26 જાન્યુઆરી, 1950થી બંધારણનો અમલ શરૂ થયો. ભારત સાર્વભૌમ, પ્રજાસત્તાક રાષ્ટ્ર બન્યું. 26 જાન્યુઆરીના દિવસને પ્રજાસત્તાકદિન તરીકે જાહેર કરવામાં આવ્યો.
→ ભારતનું બંધારણ આમુખથી શરૂ થાય છે. આમુખમાં ભારતીય પ્રજાના મુખ્ય આદશ, ઉદેશો અને ભવ્ય ભાવનાઓ રજૂ કરવામાં આવ્યાં છે. આમુખ બંધારણનો અર્થ છે. બંધારણની જોગવાઈઓને સમજવામાં તે હોકાયંત્રની ગરજ સારે છે. આમુખ બંધારણને સમજવાની ગુરુચાવી છે.
→ ઈ. સ. 1976માં બંધારણમાં સુધારો કરી આમુખમાં “સમાજવાદી’, ‘બિનસાંપ્રદાયિક’, “રાષ્ટ્રીય એકતા” અને “રાષ્ટ્રની અખંડિતતા’ જેવા શબ્દો ઉમેરવામાં આવ્યા.
→ આમુખના આધારસ્તંભો આ પ્રમાણે છે : (1) ભારત સાર્વભૌમ સત્તા ધરાવે છે. (2) ભારત લોકશાહી પ્રજાસત્તાક રાજ્ય છે. (3) ભારત સમાજવાદી, બિનસાંપ્રદાયિક રાજ્ય છે.
→ ભારતના બંધારણનાં મુખ્ય લક્ષણો :
- ભારતનું બંધારણ લિખિત સ્વરૂપમાં છે.
- ભારતનું બંધારણ વિશ્વનાં બંધારણો કરતાં લાંબું, વિસ્તૃત અને વિગતપૂર્ણ છે.
- ભારતના બધા નાગરિકો (જમ્મુકશમીર રાજ્ય સિવાય) માત્ર સંઘનું એક જ નાગરિકત્વ ધરાવે છે.
- ભારત રાજ્યોનો બનેલો સંઘ છે.
- ભારતમાં કેન્દ્ર અને રાજ્યો વચ્ચે કાર્યો અને સત્તાની સ્પષ્ટ વહેંચણી કરવામાં આવી છે.
- બંધારણમાં કટોકટીની પરિસ્થિતિ માટેની જોગવાઈઓ કરવામાં આવી છે.
- ભારતમાં સંસદીય પદ્ધતિની સરકાર છે.
- ભારતમાં સ્વતંત્ર, નિષ્પક્ષ અને એકીકૃત ન્યાયતંત્રની રચના કરવામાં આવી છે. ‘બંધારણના રક્ષક અને વાલી’ તરીકે ન્યાયતંત્ર નાગરિકોના અધિકારોનું રક્ષણ કરે છે.
- બંધારણમાં ભારતને બિનસાંપ્રદાયિક અથવા ધર્મનિરપેક્ષ રાજ્ય જાહેર કરવામાં આવ્યું છે.
- ભારતનું બંધારણ સુપરિવર્તનશીલ છે.
- ભારતના 18 વર્ષ કે તેથી વધુ વયના નાગરિકોને સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર આપવામાં આવ્યો છે.
- અદાલતી સમીક્ષા બંધારણનું વિશિષ્ટ લક્ષણ છે. સંસદ અને ધારાસભાઓએ ઘડેલા કાયદાઓ, અદાલતી ચુકાદાઓ અને બંધારણીય સુધારાઓની સમીક્ષા કરવાની સત્તા સર્વોચ્ચ અદાલતને આપવામાં આવી છે. સર્વોચ્ચ અદાલત બંધારણનું અર્થઘટન કરવાની અંતિમ સત્તા ધરાવે છે.
- બંધારણે નાગરિકોને મૂળભૂત હકો આપ્યા છે.
- “કલ્યાણ રાજ્ય સ્થાપવામાં મદદરૂપ બને એ માટે બંધારણમાં રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
- દેશના પછાત વર્ગો, જાતિઓ અને વંચિત સમુદાયોના ઉત્કર્ષ માટે બંધારણમાં વિશેષ જોગવાઈઓ કરવામાં આવી છે.