This GSEB Class 9 Social Science Notes Chapter 9 મૂળભૂત હકો, મૂળભૂત ફરજો અને રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો covers all the important topics and concepts as mentioned in the chapter.
મૂળભૂત હકો, મૂળભૂત ફરજો અને રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો Class 9 GSEB Notes
→ માનવ હકો – માનવ અધિકારો (Human Rights):
માનવ હકો (Hurman Rights] એ માનવના જન્મસિદ્ધ અધિકારો છે. વ્યક્તિના અસ્તિત્વ અને તેના વ્યક્તિત્વના સર્વતોમુખી વિકાસ માટે જરૂરી સામાજિક પરિસ્થિતિઓને “માનવ અધિકારો” કહે છે.
→ 10 ડિસેમ્બર, 1948ના રોજ સંયુક્ત રાષ્ટ્રોયૂિ.એન.)ની સામાન્ય સભાએ માનવ અધિકારો અંગેનું જાહેરનામું મંજૂર કર્યું હતું. આથી સમગ્ર વિશ્વમાં 10 ડિસેમ્બરના દિવસે ‘માનવ અધિકારદિન’ તરીકે ઊજવવામાં આવે છે.
→ મૂળભૂત હકો (Fundamental Rights): મૂળભૂત હકો એટલે નાગરિકના વ્યક્તિત્વના સર્વતોમુખી વિકાસ માટે મળવી જોઈતી અમુક ચોક્કસ અનુકૂળતાઓ.
→ ભારતના બંધારણે નાગરિકોને આ છ મૂળભૂત હકો આપ્યા છે ;
- સમાનતાનો હક
- સ્વતંત્રતાનો હક
- શોષણ વિરોધી હક,
- ધાર્મિક સ્વતંત્રતાનો હક
- સાંસ્કૃતિક અને શૈક્ષણિક હક તથા
- બંધારણીય ઇલાજોનો ઉક.
→ મૂળભૂત હકોના અમલ અંગે બંધારણમાં વિવિધ જોગવાઈ કરવામાં આવી છે. મૂળભૂત હકોના ભંગ બદલ અદાલતમાં ફરિયાદ કરી રક્ષણ મેળવી શકાય છે.
→ સમાનતાના હકમાં
- (1) કાયાની સમાનતા
- જાહેર સ્થળોના ઉપયોગની સમાનતા
- જાહેર નોકરીઓમાં સમાનતા
- અસ્પૃશ્યતા પર પ્રતિબંધ તથા
- ઇલકાબો અને ખિતાબો પર પ્રતિબંધનો સમાવેશ કરવામાં આવ્યો છે.
→ સ્વતંત્રતાના હકમાં
- વિચાર, વાણી અને લેખનની સ્વતંત્રતા
- શાંતિપૂર્વક અને શસ્ત્રો વિના એકઠા થવાની અને સભા ભરવાની સ્વતંત્રતા
- મંડળો, સંસ્થાઓ અને સંઘો રચવાની સ્વતંત્રતા
- દેશભરમાં મુક્તપણે હરવા-ફરવાની સ્વતંત્રતા
- ભારતના સમગ્ર વિસ્તારના જિમ્મુ-કશ્મીર સિવાય) કોઈ પક્ષ ભાગમાં રહેવાની અને સ્થાયી થવાની સ્વતંત્રતા તથા
- કોઈ પણ વ્યવસાય, ધંધો-રોજગાર કે વેપારની સ્વતંત્રતા વગેરે,
→ શોષણ વિરોધી હક દ્વારા દરેક નાગરિકને કોઈ પણ ક્ષેત્રમાં શોષણ સામે રક્ષણ આપવામાં આવ્યું છે, આ હક દ્વારા ગુલામીની પ્રથા, ફરજિયાત વેઠપ્રથા, બાળમજૂરી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
→ ધાર્મિક સ્વતંત્રતાના હક દ્વારા કેટલીક મર્યાદાઓ સાથે દરેક નાગરિકને પોતાનો મનપસંદ ધર્મ પાળવાની સ્વતંત્રતા આપવામાં આવી છે. બધા ધર્મો રાજ્ય સમક્ષ સરખા હોવાથી તે કોઈ પણ ધર્મ પ્રત્યે પક્ષપાત બતાવશે નહિ કે ભેદભાવ રાખશે નહિ,
→ સાંસ્કૃતિક અને શૈક્ષણિક હક દ્વારા બંધારણે ધર્મ, ભાષા અને સંસ્કૃતિના આધારે રચાયેલી લઘુમતીઓના હકોનું રક્ષણ કરવાની ખાતરી આપી છે.
→ બંધારણીય ઇલાજોનો હક એ મૂળભૂત હકોનું જ નહિ, બલકે ભારતના બંધારણનું એક વિશિષ્ટ લક્ષણ છે. આ ઇંક દરેક નાગરિકને મૂળભૂત કોના અમલની ખાતરી આપે છે, ડૉ. આંબેડકરના મત મુજબ, બંધારણીય ઇલાજો સંબંધી જોગવાઈ સમગ્ર “બંધારણના આત્મા સમાન” છે.
→ મૂળભૂત ફરજો: ઈ. સ. 1976માં બંધારત્રમાં સુધારો કરીને બંધારણમાં નાગરિકની મૂળભૂત ફરજો સમાવવામાં આવી છે. મૂળભૂત ફરજોનો મુખ્ય હેતુ દેશપ્રેમ, કેટલાક ઉચ્ચ આદશોં અને મૂલ્યો પ્રતિ જાગૃતિ તેમજ રાષ્ટ્રને ઉન્નત બનાવવા માટે નાગરિકોને પ્રતિબદ્ધ કરવાનો છે. આ વિષયના પાઠ્યપુસ્તકની શરૂઆતમાં મૂળભૂત ફરજો દર્શાવવામાં આવી છે.
→ દર વર્ષે 6 જાન્યુઆરીના દિવસને “મૂળભૂત ફરજદિન’ તરીકે ઊજવવાનું સૂચન થયું છે.
→ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો: દેશના રાષ્ટ્રીય જીવન અને સામાજિક જીવનનાં વિવિધ ક્ષેત્રો વિશે તેમજ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે નીતિઓ નક્કી કરવામાં માર્ગદર્શક બનતા સિદ્ધાંતોને “રાજયનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો’ કહે છે. આ સિદ્ધાંતોને બંધારજ્ઞમાં સ્થાન આપવામાં આવ્યું છે.
→ દેશમાં સામાજિક અને આર્થિક લોકશાહીની સ્થાપના માટે રાજ્ય સનિષ્ઠ પ્રયાસો કરે એવું માર્ગદર્શન આ સિદ્ધાંતોમાં આપવામાં આવ્યું છે.
→ આ સિદ્ધાંતોએ કલ્યાણકારી સમાજવાદી સમાજવ્યવસ્થાનું નિર્માણ કરવાની રૂપરેખા આપી છે.
→ સ્વસ્થ વિદેશનીતિના ઘડતર માટે પણ આ સિદ્ધાંતો પાયાનાં રચનાત્મક સૂચનો કરે છે.
→ આ સિદ્ધાંતોનો અમલ રાજ્ય માટે ફરજિયાત હોતો નથી.
→ આ સિદ્ધાંતોના અમલ માટે નાગરિકો અદાલતનો આશરો લઈ શક્તા નથી.
→ ભારતના બંધારણના ઘડવૈયા ડૉ. બાબાસાહેબ આંબેડકરે આ સિદ્ધાંતોને દેશના શાસનના પાયારૂપ સિદ્ધાંતો ગણાવ્યા છે.
→ બંધારણમાં રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનું વર્ગીકરણ આ પ્રમાણે કરવામાં આવ્યું છે :
- આર્થિક નીતિઓના સિદ્ધાંતો
- સામાજિક નીતિઓના સિદ્ધાંતો
- રાજકીય અને વિદેશનીતિના સિદ્ધાંતો તથા
- શૈક્ષણિક અને સાંસ્કૃતિક નીતિઓના સિદ્ધાંતો.
→ મૂળભૂત હકો રાજ્યની સત્તાને મર્યાદિત કરે છે; જ્યારે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો રાજ્યની સત્તાને વિસ્તારે છે. મૂળભૂત હકો રાજકીય લોકશાહી સ્થાપે છે; જ્યારે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો સામાજિક અને આર્થિક લોકશાહી સ્થાપવાનું ધ્યેય ધરાવે છે.
→ આમ, મૂળભૂત હકો અને રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો એકબીજાના વિરોધી નથી બલકે એકબીજાના પૂરક છે.