GSEB Solutions Class 10 Science Chapter 16 નૈસર્ગિક સ્ત્રોતોનું ટકાઉ પ્રબંધન (વ્યવસ્થાપન)

Gujarat Board GSEB Textbook Solutions Class 10 Science Chapter 16 નૈસર્ગિક સ્ત્રોતોનું ટકાઉ પ્રબંધન (વ્યવસ્થાપન) Textbook Questions and Answers, Intext Questions, Notes Pdf.

નૈસર્ગિક સ્ત્રોતોનું ટકાઉ પ્રબંધન (વ્યવસ્થાપન) Class 10 GSEB Solutions Science Chapter 16

GSEB Class 10 Science નૈસર્ગિક સ્ત્રોતોનું ટકાઉ પ્રબંધન (વ્યવસ્થાપન) Textbook Questions and Answers

સ્વાધ્યાયના પ્રોત્તર

પ્રશ્ન 1.
તમારા ઘરને પર્યાવરણમિત્ર (અનુકૂલિત) બનાવવા માટે તમે કયાં કયાં પરિવર્તનોનું સૂચન કરો છો?
ઉત્તરઃ
નીચેનાં પરિવર્તનો વડે ઘર પર્યાવરણમિત્ર (અનુકૂલિત) બની શકે છે:

 1. પાણીનો વ્યય અટકાવવો. બ્રશ કરતી વખતે, સાબુ લગાવતી વખતે કે કપડાં-વાસણ ધોતી વખતે બિનજરૂરી પાણી વહી જતું અટકાવવું.
 2. જરૂર ન હોય ત્યારે બલ્બ, પંખા વગેરેની સ્વિચ બંધ રાખવી.
 3. ખોરાક અને ઊર્જાનો વ્યય અટકાવવો.
 4. શક્ય હોય ત્યાં સુધી વસ્તુઓનો પુનઃઉપયોગ કરવો.
 5. સોર-કૂકર અને સોલર વૉટર હીટરનો ઉપયોગ કરવો.
 6. કચરાનું ઉત્પાદન ઘટાડવું.
 7. શક્ય હોય તો વરસાદી પાણીના સંગ્રહની વ્યવસ્થા કરવી.

પ્રશ્ન 2.
શું તમે તમારી શાળામાં કેટલાંક પરિવર્તન માટેના સૂચનો સૂચવી શકો છો કે જેથી તે (શાળા) પર્યાવરણીય અનુકૂલિત બની શકે?
ઉત્તર:
નીચેનાં પરિવર્તનો વડે શાળા પર્યાવરણીય અનુકૂલિત બની શકે છે :

 1. રમતના મેદાનની ફરતે છોડ અને વૃક્ષો ઉગાડવા.
 2. વરસાદી પાણીના સંગ્રહની વ્યવસ્થા ઊભી કરવી.
 3. શક્ય હોય તો સોલર સેલ પેનલ ગોઠવવી.
 4. ખરેલાં પણ, વધેલો-ઢોળાયેલો ખોરાક, નકામા કાગળ વગેરે જૈવભાર કચરામાંથી ખાતર બનાવવું.
 5. પીવાના પાણીના નળ, બાથરૂમના નળ ખુલ્લા રહી ન જાય તેની કાળજી રાખવી.

GSEB Solutions Class 10 Science Chapter 16 નૈસર્ગિક સ્ત્રોતોનું ટકાઉ પ્રબંધન (વ્યવસ્થાપન)

પ્રશ્ન 3.
આ પ્રકરણમાં આપણે જોયું કે જ્યારે જંગલ તેમજ વન્ય પ્રાણીઓની વાત કરીએ છીએ ત્યારે ચાર મુખ્ય ભાગીદારો સામે આવે છે. તેમાંથી કોને જંગલના ઉત્પાદનોના વ્યવસ્થાપન માટે નિર્ણય લેવાનો અધિકાર આપી શકાય? તમે એવું કેમ વિચારો છો?
ઉત્તર:
ચાર મુખ્ય ભાગીદારો પૈકી, જંગલમાં અને તેની આસપાસ રહેતા લોકોને જંગલના ઉત્પાદનોના વ્યવસ્થાપન માટે નિર્ણય લેવાનો અધિકાર આપી શકાય.
કારણ કે સ્થાનિક લોકો સુપોષિત પદ્ધતિથી નૈસર્ગિક સ્રોતોનો ઉપયોગ કરવાની પરંપરાગત રીતોથી માહિતગાર હોય છે. સ્થાનિક લોકો પ્રાચીન કાળથી પર્યાવરણને સહેજ પણ નુકસાન કર્યા વગર જંગલો અને વન્ય જીવોનો ઉપયોગ કરે છે.

પ્રશ્ન 4.
વ્યક્તિગત સ્વરૂપમાં તમે નીચે આપેલ પૈકી કોના વ્યવસ્થાપનમાં યોગદાન આપી શકો છો?
(a) જંગલ તેમજ વન્ય પ્રાણી
(b) જલસ્ત્રોત
(c) કોલસો તેમજ પેટ્રોલિયમ
ઉત્તર:
વ્યક્તિગત સ્વરૂપમાં હું આપેલ તમામ સ્ત્રોતના વ્યવસ્થાપનમાં નીચે મુજબ યોગદાન આપીશ :
(a) જંગલ તેમજ વન્ય પ્રાણી : કાગળનો બગાડ અટકાવી, કાગળનો ઓછા પ્રમાણમાં ઉપયોગ, નકામા કાગળનું પુનઃચક્રીયકરણ, લાકડાના ફર્નિચરનો શક્ય તેટલો ઓછો ઉપયોગ વગેરે દ્વારા વૃક્ષો બચાવી શકાય.
પ્રાણીઓને મારીને મેળવાતી ફર, ચામડું, હાથીદાંત, શિંગડાં, કસ્તુરી જેવી કોઈ પણ પ્રાણીનીપજનો ઉપયોગ ન કરીએ.

(b) જલસોતઃ રોજિંદા પાણીનો વ્યય અટકાવીએ. ફુવારાને બદલે ડોલમાં પાણી લઈ નાહીએ. વાહન ધોવા શક્ય એટલા ઓછા પાણીનો ઉપયોગ કરીએ. નળ યોગ્ય રીતે બંધ કરીએ. બ્રશ કરતી વખતે, શરીર પર સાબુ લગાવતી વખતે કે કપડાં -વાસણ ધોતી વખતે બિનજરૂરી પાણી વહી જતું અટકાવીએ.

(c) કોલસો તેમજ પેટ્રોલિયમ નજીકના સ્થળે જવા પગપાળા જઈએ કે સાઇકલનો ઉપયોગ કરીએ. જાહેર પરિવહન સેવાનો ઉપયોગ કરીએ. વીજઉપકરણોની જરૂર ન હોય ત્યારે સ્વિચ બંધ કરીએ.

પ્રશ્ન 5.
વ્યક્તિગત તરીકે તમે વિવિધ પ્રાકૃતિક ઉત્પાદનોનો વપરાશ ઘટાડવા માટે શું કરી શકો છો?
ઉત્તરઃ
વ્યક્તિગત રીતે હું વિવિધ પ્રાકૃતિક ઉત્પાદનોનો વપરાશ નીચે મુજબ ઘટાડીશ :

 • જરૂર ન હોય ત્યારે ઘરમાં કે શાળામાં વીજઉપકરણોની સ્વિચ બંધ કરીશ.
 • જરૂર ન હોય ત્યારે પાણીનો નળ બંધ કરી, પાણીનો વ્યય અટકાવીશ.
 • વાહનનો ઉપયોગ ઘટાડીશ.
 • ખોરાકનો બગાડ કરીશ નહીં.
 • કાગળનો વ્યય કરીશ નહીં.
 • પ્લાસ્ટિકનો ઉપયોગ કરીશ નહીં.

પ્રશ્ન 6.
નીચે આપેલ બાબતો સંબંધિત પાંચ કાર્યો લખો કે જે તમે છેલ્લા સપ્તાહમાં કર્યા હોય
(a) આપણા પ્રાકૃતિક સ્ત્રોતોનું સંરક્ષણ.
ઉત્તર:
પ્રાકૃતિક સ્રોતોના સંરક્ષણ માટે કરેલાં પાંચ કાર્ય :

 • બ્રશ કરતાં, શરીર પર સાબુ લગાવતાં પાણીનો નળ બંધ કર્યો.
 • નજીકના સ્થળે ચાલીને ગયો.
 • બલ્બના પ્રકાશની જરૂર ન હતી ત્યારે સ્વિચ બંધ કરી.
 • કાગળની બીજી બાજુનો ઉપયોગ કર્યો.
 • તૂટેલી ક્રૉકરીનો છોડ ઉગાડવા ઉપયોગ કર્યો.

(b) આપણા પ્રાકૃતિક સ્ત્રોતો પર દબાણનો વધારો.
ઉત્તર:
પ્રાકૃતિક સ્રોતો પર દબાણનો વધારો કરતાં પાંચ
કાર્યો :

 • વારંવાર પ્લાસ્ટિકની કોથળીઓનો ઉપયોગ કર્યો અને તેને ગમે ત્યાં નાખી.
 • ખોરાકનો વારંવાર બગાડ કર્યો. થાળીમાં ખોરાક રહેવા દીધો.
 • ચામડાનાં બૂટ, પટ્ટો, પાકીટની ખરીદી કરી.
 • નોટબુકના પેજ કારણ વગર ફાડી નાખ્યા. નોટબુકમાં માત્ર જમણી તરફના પેજ પર જ લખાણ લખ્યું.
 • ટીવી ચાલુ રાખીને મોબાઇલ પર ગેમ રમી.

GSEB Solutions Class 10 Science Chapter 16 નૈસર્ગિક સ્ત્રોતોનું ટકાઉ પ્રબંધન (વ્યવસ્થાપન)

પ્રશ્ન 7.
આ પ્રકરણમાં ચર્ચવામાં આવેલી સમસ્યાને આધારે તમે તમારી જીવનશૈલીમાં શું પરિવર્તન લાવશો? જેથી આપણા સ્ત્રોતોના સુપોષણ(જરૂરિયાત પ્રમાણે ઓછો વપરાશ)ને પ્રોત્સાહન મળી શકે?
ઉત્તર:
જુઓ ‘સ્વાધ્યાયના પ્રશ્નોત્તર વિભાગના પ્રશ્ન નો ઉત્તર.

GSEB Class 10 Science નૈસર્ગિક સ્ત્રોતોનું ટકાઉ પ્રબંધન (વ્યવસ્થાપન) Intext Questions and Answers

Intext પ્રશ્નોત્તર (પા.પ. પાના નં.271)

પ્રશ્ન 1.
પર્યાવરણમિત્ર બનવા માટે તમે તમારી ટેવોમાં કયાં પરિવર્તનો લાવી શકો છો?
ઉત્તર:
પર્યાવરણમિત્ર બનવા માટે અમે અમારી ટેવોમાં નીચેનાં પરિવર્તનો લાવીશું:

 1. પ્લાસ્ટિકની કોથળીના બદલે કાગળ તેમજ શણની કોથળીનો ઉપયોગ કરીશું.
 2. ટૂંકા અંતર માટે સાઇકલનો ઉપયોગ કરીશું અથવા પગપાળા જઈશું.
 3. કચરો ગમે ત્યાં નાખવાને બદલે કચરાપેટીમાં નાખીશું.
 4. પુનઃપ્રાપ્ય સ્ત્રોતો અને જૈવ-વિઘટનીય પદાર્થોનો ઉપયોગ કરીશું.
 5. જ્યારે જરૂર ન હોય ત્યારે વીજ-ઉપકરણોની સ્વિચ બંધ ? કરીશું.
 6. પાણીનો બગાડ અને પ્રદૂષણ કરીશું નહીં.

પ્રશ્ન 2.
કુદરતી સ્ત્રોતોના ટૂંકા ગાળાના હેતુઓ સિદ્ધ કરવા માટે ? થતાં સ્રોતોના શોષણના ફાયદા જણાવો.
ઉત્તર:
કુદરતી સ્રોતોના ટૂંકા ગાળાના હેતુઓ સિદ્ધ કરવા માટે થતાં સ્રોતોના શોષણના ફાયદા :

 1. તે ફક્ત વર્તમાન પેઢીની પાયાની જરૂરિયાત પૂરી પાડે છે.
 2. તે ફક્ત વર્તમાન પેઢી માટે ફાયદાકારક બને છે.
 3. તેનાથી ઔદ્યોગિક અને કૃષિવિકાસ ઝડપી બને છે. પરિણામે આર્થિક વિકાસ ઝડપથી થાય છે.

પ્રશ્ન 3.
કુદરતી સ્ત્રોતોના શોષણથી ટૂંકા ગાળાના હેતુઓના ફાયદા, લાંબી અવધિ કે સમયગાળાને ધ્યાનમાં રાખીને બનાવેલા હેતુના ફાયદાથી કેવી રીતે ભિન્ન છે?
ઉત્તર:
GSEB Solutions Class 10 Science Chapter 16 નૈસર્ગિક સ્ત્રોતોનું ટકાઉ પ્રબંધન (વ્યવસ્થાપન) 1

પ્રશ્ન 4.
તમારા વિચાર પ્રમાણે સ્ત્રોતોનું શા માટે સમાન વિતરણ થવું જોઈએ? સ્ત્રોતોના સમાન વિતરણ વિરુદ્ધ ક્યાં ક્યાં પરિબળો કાર્ય કરે છે?
ઉત્તર:
હા, સોતોનું સમાન વિતરણ થવું જોઈએ. જેથી ગરીબ અને અમીર બને તેનો સમાન લાભ મેળવી શકે.
પૈસાદાર અને શક્તિશાળી લોકો તેમની ઓળખાણો અને સંબંધોનો દુરુપયોગ કરે છે. પરિણામે તેઓ ગરીબ અને નબળા લોકોની સરખામણીમાં વધારે લાભ મેળવે છે.
સ્રોતોના સમાન વિતરણ વિરુદ્ધ બે પરિબળો – પૈસા અને શક્તિ (તાકાત) કાર્ય કરે છે.

Intext પ્રશ્નોત્તર [પા.પુ. પાના નં 275]

પ્રશ્ન 1.
આપણે જંગલ અને વન્ય જીવનું સંરક્ષણ શા માટે કરવું જોઈએ?
ઉત્તર:
જંગલોના સંરક્ષણની આવશ્યકતા :

 1. વિવિધ ઉદ્યોગો માટે જરૂરી કાચો માલ પદાથોં મેળવવા.
 2. ફળ, શાકભાજી, ચારો, ઘાસ વગેરે મેળવવા.
 3. ઔષધો, મરીમસાલા, ગુંદર, રેઝીન, કાથો, લાખ વગેરે મેળવવા.
 4. પ્રાણીઓને કુદરતી વસવાટ પૂરા પાડવા.
 5. ભૂમિનું ધોવાણ અટકાવવા અને ફળદ્રુપતા જાળવવા.
 6. આર્થિક અને સામાજિક વિકાસના સ્ત્રોત મેળવવા.
 7. વાતાવરણમાં CO2-O2ના પ્રમાણની સંતુલિતતા જાળવવા તેમજ પૃથ્વીના સરેરાશ તાપમાનની જાળવણી કરવા.

વન્ય જીવોના સંરક્ષણની આવશ્યકતા

 1. જંગલના નિવસનતંત્રની જાળવણી માટે તેમજ કુદરતમાં પર્યાવરણીય સંતુલન માટે.
 2. તેઓ જંગલમાં બીજવિકિરણ (ફેલાવા) દ્વારા જુદાં જુદાં સ્થળોએ વનસ્પતિ વૃદ્ધિ-વિકાસની અનુકૂળતા પૂરી પાડે છે. આ રીતે તેઓ જંગલની જાળવણીમાં મદદરૂપ બને છે.
 3. તેઓ પોષક સ્તરોમાં ઊર્જાવહન જાળવી રાખે છે અને જૈવ-વિવિધતામાં વધારો કરે છે.

GSEB Solutions Class 10 Science Chapter 16 નૈસર્ગિક સ્ત્રોતોનું ટકાઉ પ્રબંધન (વ્યવસ્થાપન)

પ્રશ્ન 2.
વન-સંરક્ષણ માટે કેટલાક ઉપાયો બતાવો.
ઉત્તર:
વન-સંરક્ષણના ઉપાયો નીચે મુજબ છે :

 1. બળતણ અને ફર્નિચરના લાકડા માટે વૃક્ષોની થતી અનિયંત્રિત કટાઈમાં ફરજિયાતપણે ઘટાડો કરવો.
 2. બળતણની ખેંચ, ઘાસચારાની અછત, વ્યાવસાયિક હેતુ, વગેરે માટે થતા અતિશોષણથી જંગલના નિવસનતંત્રને સુરક્ષિત રાખવું.
 3. વૃક્ષારોપણ તેમજ તેમના ઉછેરની સંભાળ રાખવી. પ્રાપ્ત બધી જગ્યાઓ પર ઝડપી ઉછેર પામતાં છોડ રોપી જંગલનો વિકાસ કરવો.
 4. જંગલોની જાળવણી અને સંરક્ષણમાં સ્થાનિક લોકો અને ગામવાસીઓની સક્રિય ભાગીદારી કરવી.
 5. વૈજ્ઞાનિક સંશોધનો, દેખરેખ ઉપરાંત જંગલોની જાળવણી માટે શિક્ષણ દ્વારા જાગૃતિ ફેલાવવી.

Intext પ્રશ્નોત્તર [પા.પુ. પાના નં. 278]

પ્રશ્ન 1.
તમારા નિવાસના વિસ્તારની આજુબાજુ પાણી-સંગ્રહની પરંપરાગત પદ્ધતિ વિશે જાણકારી મેળવો.
ઉત્તર:
અમારા નિવાસના વિસ્તારની આજુબાજુ પાણી-સંગ્રહણની પરંપરાગત પદ્ધતિ મુખ્યત્વે તળાવ, કૂવા અને વાવ છે.

પ્રશ્ન 2.
પીવાના પાણીના સંગ્રહણની પરંપરાગત પદ્ધતિની પર્વતીય વિસ્તારોમાં, મેદાની વિસ્તારો અથવા પડતર વિસ્તારોમાં તુલના કરો.
ઉત્તર:
પર્વતીય વિસ્તારોમાં પીવાના પાણીના સંગ્રહણની પરંપરાગત પદ્ધતિ મેદાની વિસ્તારો અથવા પડતર વિસ્તારોથી અલગ પડે છે.
દા. ત., હિમાચલ પ્રદેશ જેવા પર્વતીય વિસ્તારમાં સિંચાઈની સ્થાનિક પદ્ધતિ કુલહ છે. ઝરણામાં વહેતા પાણીને માનવસર્જિત પાઇપો કે નાળા દ્વારા પર્વતીય વિસ્તારનાં નીચેનાં ગામો તરફ લઈ જવાય છે.
જ્યારે મેદાની વિસ્તારોમાં પાણી ચેકડેમ, ટૅન્ક, તાલ (તળાવ) કે બંધીશમાં સંગ્રહવામાં આવે છે.

પ્રશ્ન 3.
તમારા વિસ્તારમાં પાણીના સ્ત્રોતની તપાસ કરો. શું આ રે સ્ત્રોતથી પ્રાપ્ત પાણી તે વિસ્તારના બધા જ રહેવાસીઓ માટે પર્યાપ્ત છે?
ઉત્તર:
અમારા વિસ્તારમાં મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા પાણીનો સ્રોત પૂરો પાડવામાં આવે છે. આ ઉપરાંત, સોસાયટીના બોર દ્વારા ભૂગર્ભ જળ પ્રાપ્ત થાય છે.
આમ છતાં, ઉનાળામાં ગરીબ અને નીચલા વર્ગના લોકોને દૈનિક રે જરૂરિયાતના પાણી માટે વૉટર ટૅન્કર પર આધાર રાખવો પડે છે.

GSEB Class 10 Science નૈસર્ગિક સ્ત્રોતોનું ટકાઉ પ્રબંધન (વ્યવસ્થાપન) Textbook Activities

પ્રવૃત્તિ 16.1 [પા.પુ. પાના નં 266]

 • કાર્બન ડાયૉક્સાઈડના ઉત્સર્જનના નિયમન માટે આંતરરાષ્ટ્રીય સિદ્ધાંતોની જાણકારી મેળવવી. >માનવ-પ્રવૃત્તિઓ દ્વારા ઉત્સર્જિત થતો કાર્બન ડાયૉક્સાઈડ (CO2) મુખ્ય ગ્રીનહાઉસ વાયુ છે.
  • CO2 ઉત્સર્જનના નિયમનના આંતરરાષ્ટ્રીય સિદ્ધાંતો ક્યોટો પ્રોટોકૉલ (Kyoto Protocol) આધારિત છે.
  • જાપાનના ક્યોટો શહેરમાં ડિસેમ્બર, 1997માં આ પ્રોટોકૉલ તૈયાર કરવામાં આવ્યો અને 16 ફેબ્રુઆરી, 2005માં અમલીકરણમાં મુકાયો.
  • ડિસેમ્બર, 2006માં કુલ 169 દેશોએ આ કરાર પર હસ્તાક્ષર કર્યા.
  • આ કરાર મુજબ ઔદ્યોગિક દેશોએ CO2 અને અન્ય ગ્રીનહાઉસ વાયુઓના સંયુક્ત ઉત્સર્જનમાં 1990ના સ્તર કરતાં સરેરાશ 5%નો ઘટાડો કરવો.

પ્રશ્નો :

પ્રશ્ન 1.
કાર્બન ડાયૉક્સાઈડના ઉત્સર્જનનું નિયમન શા માટે જરૂરી છે?
ઉત્તર:
કાર્બન ડાયોક્સાઈડ મુખ્ય ગ્રીનહાઉસ વાયુ છે. તે વૈશ્વિક તાપમાનમાં વધારો પ્રેરે છે. તેનાથી આબોહવામાં અનૈચ્છિક ફેરફારો થાય છે. તેથી કાર્બન ડાયૉક્સાઈડના ઉત્સર્જનનું નિયમન જરૂરી છે.

પ્રશ્ન 2.
વાતાવરણમાં CO2ના પ્રમાણના નિયમન માટે સૌથી સરળ ઉપાય કયો છે?
ઉત્તરઃ
વૃક્ષારોપણ અને પૃથ્વી પર વનસ્પતિનાં લીલાં આવરણ (Green cover)ની જાળવણી એ વાતાવરણમાં CO2ના પ્રમાણના નિયમન માટે સૌથી સરળ ઉપાય છે.

પ્રશ્ન 3.
વૈશ્વિક ઉષ્ણતા (Global warming) એટલે શું?
ઉત્તર:
ગ્રીનહાઉસ વાયુઓમાં થતા વધારાને કારણે પૃથ્વીના સરેરાશ તાપમાનમાં થતા વધારાને વૈશ્વિક ઉષ્ણતા કહે છે.

પ્રવૃત્તિ 16.2 [પા.પુ. પાના નં. 267]

 • પર્યાવરણ જાળવણી અંગે જાગૃતિ ફેલાવતાં સંગઠનોની જાણકારી મેળવવી.

NGOs (Non-Government Organisations – બિનસરકારી સંગઠનો) જેવાં કે SEACOLOGY અને મેરા દેશ ફાઉન્ડેશન પર્યાવરણ વિશે સભાનતા ફેલાવે છે. તેઓ નૈસર્ગિક સ્રોતોની જાળવણી અને સંરક્ષણની પ્રવૃત્તિઓને પ્રોત્સાહિત કરે છે.
પર્યાવરણ જાળવણી માટે કાર્ય કરતાં અન્ય કેટલાંક સંગઠનો :
CSE- ધ સેન્ટર ફોર સાયન્સ અને એન્વાઇરમેન્ટ
TERI-ધ એનર્જી ઍન્ડ રિસોર્સિસ ઇન્સ્ટિટ્યૂટ
WTI-વાઇલ્ડલાઇફ ટ્રસ્ટ ઑફ ઇન્ડિયા

GSEB Solutions Class 10 Science Chapter 16 નૈસર્ગિક સ્ત્રોતોનું ટકાઉ પ્રબંધન (વ્યવસ્થાપન)

પ્રશ્નો:

પ્રશ્ન 1.
તમારા ગામ / નગર કે શહેરમાં પર્યાવરણ અને નૈસર્ગિક સ્ત્રોતોની જાળવણી અંગે જાગૃતિ પ્રેરતાં કયાં સંગઠનો સક્રિય છે?
ઉત્તરઃ
(1) નેચરલ રિસોર્સ મૅનેજમેન્ટ (Natural Resource Management)
(2) કોર એન્વાઇરન્મેન્ટલ NGOs (Core environmental NGOs)
(3) સેન્ટર ફૉર એન્વાઇરન્મેન્ટ ઍન્ડ સોશિયલ કન્સન્સ (Centre for Environment and Social Concerns).

પ્રશ્ન 2.
આપણા પર્યાવરણ અને નૈસર્ગિક સ્ત્રોતોની જાળવણી માટે તમે શું યોગદાન આપી શકો?
ઉત્તરઃ
આપણા પર્યાવરણ અને નૈસર્ગિક સ્રોતોની જાળવણી માટે અમે નીચે પ્રમાણે યોગદાન આપીશું:

 1. વ્યક્તિગત વાહનના બદલે પબ્લિક પરિવહન સેવાનો ઉપયોગ કરીશું.
 2. અમારા ઘરમાં લાકડાના ફર્નિચરનો ખૂબ ઓછો ઉપયોગ કરીશું.
 3. કાગળ અને નૈસર્ગિક સ્રોતોનો બગાડ અટકાવીશું.
 4. પાણીના સંગ્રહસ્થાનોને પ્રદૂષિત થતાં અટકાવીશું.
 5. કીટનાશક / પેસ્ટિસાઇડનો ઉપયોગ અટકાવીશું.
 6. વૃક્ષો કે વનટાઈ અટકાવીશું.

પ્રશ્ન 1.
“ગંગા સફાઈ યોજના’ શા માટે શરૂ કરવામાં આવી? પાણીમાં કયા જીવાણુની હાજરી પાણી પ્રદૂષિત હોવાનું સૂચવે છે?
ઉત્તરઃ
1985માં ગંગા નદીના પાણીની ગુણવત્તા સુધારવા અને – પાણીમાં રોગકારક સૂક્ષ્મ જીવાણુઓનું પ્રદૂષણ દૂર કરવા “ગંગા સફાઈ યોજના શરૂ કરવામાં આવી.
મનુષ્યના આંતરડામાં જોવા મળતા કોલિફૉર્મ જીવાણુની પાણીમાં હાજરી, પાણી રોગજન્ય સૂક્ષ્મ જીવાણુથી પ્રદૂષિત હોવાનું સૂચવે છે.

પ્રવૃત્તિ 16.3 [પા.પુ. પાના નં 268]

નળના પાણીની pH ચકાસવી અને સ્થાનિક જળસ્ત્રોત (તળાવ, સરોવર, નદી કે ઝરણાં)ની pH સાથે સરખામણી કરવી.
સાધનો: કસનળી અથવા બીકર
પદાર્થો: સાર્વત્રિક pH સૂચક, લિટમસપત્ર
પદ્ધતિઃ

 • તમારા ઘરે નળમાં આવતા પાણીનો નમૂનો કસનળીમાં લો.
 • આ કસનળીમાં સાર્વત્રિક pH સૂચકનાં થોડાં ટીપાં ઉમેરો.
 • કસનળીના પાણીના રંગપરિવર્તનનું અવલોકન કરો.
 • બીજી કસનળીમાં નળમાં આવતા પાણીનો નમૂનો લઈ, લિટમસપત્રના રંગપરિવર્તનનું અવલોકન કરો.
 • આ પ્રમાણે સ્થાનિક જળસ્રોત – નદી કે તળાવના પાણીનો નમૂનો લઈ, સાર્વત્રિક pH સૂચક તથા લિટમસપત્ર વડે ઉપરની પ્રવૃત્તિ ફરીથી કરો અને રંગપરિવર્તનનું અવલોકન કરો.

અવલોકન:

 • નળનું પાણી ધરાવતી કસનળીમાં સાર્વત્રિક pH સૂચક ઉમેરતાં પીળો રંગ જોવા મળે છે.
 • નળનું પાણી ધરાવતી બીજી કસનળીમાં લિટમસપત્ર ડુબાડતાં તેના રંગમાં કોઈ ફેર પડતો નથી.
 • તળાવનું પાણી ધરાવતી કસનળીમાં સાર્વત્રિક pH સૂચક ઉમેરતાં લાલ રંગ જોવા મળે છે.
 • તળાવનું પાણી ધરાવતી બીજી કસનળીમાં લિટમસપત્ર ડુબાડતાં તેનો રંગ લાલ થાય છે.

તારણઃ
નળમાં આવતું સ્વચ્છ પાણી તટસ્થ છે, જ્યારે તળાવનું પાણી ઍસિડિક છે.

પ્રશ્નો :

પ્રશ્ન 1.
તળાવનું પાણી કયા કારણથી ઍસિડિક છે?
ઉત્તર:
તળાવનું પાણી ઍસિડિક હોવાનું મુખ્ય કારણ પ્રદૂષણ છે.

પ્રશ્ન 2.
જળાશયના ઍસિડિક પાણીમાં જલીય જીવસૃષ્ટિ અસ્તિત્વ ધરાવી શકે?
ઉત્તરઃ
ના, જળાશયના ઍસિડિક પાણીમાં જલીય જીવસૃષ્ટિ અસ્તિત્વ ન ધરાવી શકે.

પ્રશ્ન 3.
શું તમે તમારા અવલોકન પરથી કહી શકશો કે પાણી પ્રદૂષિત છે કે નહીં?
ઉત્તરઃ
હા, નળનું પાણી સ્વચ્છ અને અપ્રદૂષિત છે. જળાશયનું પાણી ગંદું અને પ્રદૂષિત છે.

GSEB Solutions Class 10 Science Chapter 16 નૈસર્ગિક સ્ત્રોતોનું ટકાઉ પ્રબંધન (વ્યવસ્થાપન)

પ્રશ્ન 2.
પર્યાવરણને બચાવવા માટેના પાંચ “R’ સમજાવો.
ઉત્તરઃ
પર્યાવરણને બચાવવા માટેના પાંચ “R’:

(1) Reduce (ઓછો ઉપયોગ),
(2) Recycle (પુનઃચક્રીયકરણ),
(3) Reuse (પુનઃઉપયોગિતા),
(4) Refuse (ના પાડવી) અને
(5) Repurpose (હેતુ ફેર કરવો).

(1) Reduce (ઓછો ઉપયોગ) તે નૈસર્ગિક સ્રોતોના ઓછામાં ઓછા ઉપયોગનું સૂચન કરે છે. દા. ત.,

 • પાણીનો દુરુપયોગ અટકાવવો.
 • પાણી અને ગેસની કાણાવાળી નળીઓનું ત્વરિત સમારકામ કરવું.
 • ઉપલબ્ધ પાણીના વિતરણનું યોગ્ય વ્યવસ્થાપન (આયોજન) કરવું.
 • સૌર-ઊર્જાથી ચાલતાં સાધનો જેવાં કે સોલર કૂકર, સોલર હીટરનો ઉપયોગ કરવો.
 • પ્રવાહીકત પેટ્રોલિયમ વાયુ(લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ-LPG)નો ઓછો ઉપયોગ કરવો. છે
 • જરૂર ન હોય ત્યારે લાઇટ અને પંખાની સ્વિચ બંધ કરી વીજળીનો બચાવ કરવો.
 • ખનિજસ્રોતોનો સમજણપૂર્વક અને વારંવાર પુનઃઉપયોગ કરી ખાણ-ખોદકામ ઓછું કરવું.

(2) Recycle (પુનઃચક્રીયકરણ) March 20): ઉપયોગમાં લીધેલી કેટલીક વસ્તુઓને યોગ્ય ઊંચા તાપમાને ગરમ કરી, ગાળણ દ્વારા તેમાંથી નવી ચીજવસ્તુઓ ઉત્પન્ન કરવાની કે મૂળ વસ્તુને પુનઃ પાછી મેળવવાની પ્રક્રિયાને પુનઃચક્રીયકરણ કહે છે. દા. ત.,

 • ઉદ્યોગોમાં ઉદ્ભવતા મીણિયા, પ્લાસ્ટિક, કાગળ, કાચ, ધાતુઓના ટુકડાઓને ઊંચા તાપમાને ગરમ કરી, ગાળણ કરીને નવી ચીજવસ્તુઓ બનાવી શકાય છે.
 • ધાતુમાંથી બનેલાં જૂનાં વાસણો કે ઘરેણાંને ઓગાળી તેમાંથી નવાં વાસણો કે ઘરેણાં બનાવી શકાય છે.
 • પુનઃચક્રીયકરણ માટે કચરાને યોગ્ય રીતે અલગ કરવો જરૂરી છે, જેથી પુનઃચક્રીયકરણ માટેની ચીજવસ્તુઓ ફેંકાઈ ન જાય.

(3) Reuse (પુનઃઉપયોગિતા) (March 20): પુનઃચક્રીયકરણની પ્રક્રિયામાં ઊર્જાનો ઉપયોગ થાય છે. આથી તેની સરખામણીએ પુનઃઉપયોગની પદ્ધતિ હંમેશાં ઉત્તમ ગણાય છે. દા. ત.,

 • દિવાલો શણગારવા રંગબેરંગી કાચના ટુકડાઓ, ટાઇલ્સના ટુકડાઓ કે ચિનાઈ માટીમાંથી બનેલા કપ, ડિશ-રકાબીનો ઉપયોગ કરવો.
 • અથાણાં કે મુરબ્બાની પ્લાસ્ટિકની બરણીઓ ખાલી થયા બાદ ફેંકી ન દેતાં તેનો ઉપયોગ ચા, ખાંડ કે કઠોળ ભરવા કરવો.

(4) Refuse (ના પાડવી): જે વસ્તુની જરૂર ન હોય તે લેવાની ના પાડવી. પર્યાવરણને હાનિકારક હોય તેવાં ઉત્પાદનો ખરીદવાની ના પાડવી. દા. ત.,

 • એક જ વાર વાપરી શકાય તેવી પ્લાસ્ટિકની થેલી માટે ના પાડવી.
 • એક જ વાર વાપરી શકાય તેવી બૉલપેન માટે ના પાડવી.
 • પ્લાસ્ટિક રેપર, થર્મોકોલ પૅકિંગ, પ્લાસ્ટિક ડિશ-કપ વગેરે માટે ના પાડવી.

(5) Repurpose (હેતુ ફેર કરવો) : કોઈ ઉત્પાદન મૂળભૂત હેતુ માટે ઉપયોગી ન થઈ શકે તો તેનો અન્ય ઉપયોગ કરવો, તેને હેતુ ફેર કરવો કહે છે. દા. ત.,

 • હેન્ડલ તૂટી ગયા હોય તેવી કાચની બરણી કે કપનો ઉપયોગ નાના છોડ ઉગાડવા માટે કરવો.
 • પાણી ભરવાની માટલી તૂટે તો તેનો ઉપયોગ કલાડી તરીકે રસોઈમાં કરવો.

પ્રશ્ન 3.
સમજાવોઃ સુપોષિત વિકાસની સંકલ્પના અથવા સુપોષિત વિકાસથી જીવનનાં બધાં આયામ / ક્ષેત્રોમાં પરિવર્તન આવે છે. સમજાવો.
ઉત્તરઃ
સુપોષિત વિકાસથી જીવનનાં બધાં આયામ ક્ષેત્રોમાં પરિવર્તન આવે છે. તેથી નીચેની બાબતો પર ભાર મૂકવામાં આવ્યો છેઃ

 • મનુષ્યની પાયાની જરૂરિયાતોની પૂર્તિ થાય તેવા વિકાસને પ્રોત્સાહિત કરવામાં આવે.
 • ભાવિ પેઢી માટે વિવિધ સ્રોતોનું સંરક્ષણ અને જાળવણી કરવામાં આવે.
 • પર્યાવરણના સંરક્ષણ સાથે આર્થિક વિકાસ સાધવામાં આવે.
  સુપોષિત વિકાસનો આધાર લોકો તેમની આસપાસની આર્થિક, સામાજિક તેમજ પર્યાવરણીય પરિસ્થિતિઓ માટે તેમના દષ્ટિકોણમાં ફેરફાર કરે અને નૈસર્ગિક સ્ત્રોતોના વર્તમાન ઉપયોગમાં પરિવર્તન કરે તેના પર છે.

પ્રવૃત્તિ 16.4 [પા.પુ. પાના નં.269].

વર્ષો પછી ગામ કે શહેરની મુલાકાતમાં જોવા મળતા વિકાસાત્મક ફેરફારો નોંધવા.

 • ગામમાં થયેલા મુખ્ય વિકાસાત્મક ફેરફારો :
  1. નવા રસ્તા / રોડ બંધાયા.
  2. કાચાં મકાનોના સ્થાને નવાં પાકાં મકાનો બંધાયાં.
  3. ફેક્ટરી અને નવાં બજારો ઊભાં થયાં.

પ્રશ્નો:

પ્રશ્ન 1.
રસ્તા અને મકાનો બનાવવા માટેના પદાર્થો / સામગ્રીની યાદી બનાવો અને તેના સ્ત્રોત જણાવો.
ઉત્તરઃ
GSEB Solutions Class 10 Science Chapter 16 નૈસર્ગિક સ્ત્રોતોનું ટકાઉ પ્રબંધન (વ્યવસ્થાપન) 2

પ્રશ્ન 2.
કયા ઉપાય વડે બાંધકામની સામગ્રીમાં ઘટાડો કરી શકાય?
ઉત્તર:
(1) ડામરના બદલે સિમેન્ટના રોડ તૈયાર કરવામાં આવે અથવા પૉલિમર (પ્લાસ્ટિક) મિશ્રિત રોડ બનાવવામાં આવે.
(2) બીમ બનાવવા લોખંડ અને સિમેન્ટ તથા બારી બારણાં બનાવવા ઍલ્યુમિનિયમ અને ફાઇબર ગ્લાસનો ઉપયોગ કરી લાકડાનો ઉપયોગ ઘટાડી શકાય.

પ્રવૃત્તિ 16.5 [પા.પુ. પાના નં. 270]

રોજિંદા જીવનમાં પર્યાવરણના સંરક્ષણ માટે જોવા મળતી પરંપરાગત પ્રવૃત્તિઓનું અવલોકન કરી અહેવાલ તૈયાર કરવો. –પર્યાવરણના સંરક્ષણ માટેની પરંપરાગત પ્રવૃત્તિઓ :

 1. ભારતનાં મોટા ભાગનાં ગામડાઓ અને નાનાં શહેરોમાં તુલસી, આકડો, આસોપાલવ, પીપળો, ખીજડો, વડ, બિલી ઉપરાંત અન્ય ઘણાં વૃક્ષોનું લોકો દ્વારા વાવેતર અને ઉછેર કરવામાં આવે છે. આવા છોડ કે વૃક્ષોને પવિત્ર ગણી ચોક્કસ વાર-તહેવારે તેની પૂજા કરવામાં આવે છે. આમ, તેઓનું સંરક્ષણ કરવામાં આવે છે.
 2. કેટલાંક પક્ષીઓ, ગાય અને સાપ-નાગ જેવાં પ્રાણીઓને પવિત્ર ગણી પૂજા કરવામાં આવે છે. ઘણાં પ્રાણીઓ દેવી-દેવતાઓનાં વાહન તરીકે ગણવામાં આવે છે. આમ, તેઓનું સંરક્ષણ કરવામાં આવે છે.
 3. નદીઓને લોકમાતાનો દરજ્જો આપી પવિત્ર ગણવામાં આવે છે. તેથી નદીના પાણીને પ્રદૂષિત થતું અટકાવી તેનું સંરક્ષણ થઈ શકે છે.
 4. જંગલોની ઉત્પાદકતા અને રક્ષણાત્મક પાસાને ધ્યાનમાં લઈને જંગલોના સંવર્ધન પર વૈદિક સમયથી ભાર આપવામાં આવ્યો છે. ધાર્મિક ગ્રંથો અને માન્યતાઓ આધારિત જંગલો, ગુફાઓ તેમજ અન્ય કેટલાક વિસ્તારોને પવિત્ર ગણી તેની જાળવણી કરવામાં આવે છે.

પ્રવૃત્તિ 16.6 [પા.પુ. પાના નં.271]

જંગલ સ્ત્રોત પર આપણી આધારિતતા વિશે જાણવું.

પ્રશ્નો:

પ્રશ્ન 1. તમે ઉપયોગ કરતા હોય તેવી જંગલની પેદાશો કે નીપજોની યાદી બનાવો.
ઉત્તરઃ
અમે બળતણ લાકડું, વાંસ, ફળો, મરીમસાલા, કાગળ, જડીબુટ્ટીઓ, વગેરે જંગલકની પેદાશો કે નીપજોનો ઉપયોગ કરીએ છીએ.

પ્રશ્ન 2.
તમારા મતે જંગલની નજીક રહેતી વ્યક્તિઓ કઈ વસ્તુઓનો ઉપયોગ કરે છે?
ઉત્તર:
જંગલની નજીક રહેતી વ્યક્તિઓ લાકડું, ચારો, સૂકાં પર્ણો, વાંસ, શાકભાજી, ફળો, મરીમસાલા, વગેરે વસ્તુઓનો ઉપયોગ કરે છે.

GSEB Solutions Class 10 Science Chapter 16 નૈસર્ગિક સ્ત્રોતોનું ટકાઉ પ્રબંધન (વ્યવસ્થાપન)

પ્રશ્ન ૩.
તમારા મતે જંગલની અંદર રહેતી વ્યક્તિઓ કઈ વસ્તુઓનો ઉપયોગ કરે છે?
ઉત્તર:
જંગલની અંદર રહેતી વ્યક્તિઓ લગભગ બધી પાયાની જરૂરિયાતો જેવી કે, બળતણ લાકડું, ઘાસચારો, વાંસ, ખોરાક, કપડાં, રહેઠાણ, શિકાર, માછીમારી, નાનાં લાકડાં, કવચવાળાં ફળો (Nuts), ઔષધિઓ, વગેરે માટે સંપૂર્ણપણે જંગલ પર આધારિત હોય છે.

પ્રવૃત્તિ 16.7 [પા.પુ. પાના નં 272]

કોઈ ઉદ્યોગના આધાર હોય તેવી બે વન્ય નિપજોનાં નામ જાણવા અને આ ઉદ્યોગ લાંબા સમય સુધી ચાલી શકે તેમ છે અથવા આ વન્ય નીપજોના ઉપયોગનું નિયંત્રણ કરવું જરૂરી છે, તે જાણવું.

 • GSEB Solutions Class 10 Science Chapter 16 નૈસર્ગિક સ્ત્રોતોનું ટકાઉ પ્રબંધન (વ્યવસ્થાપન) 3(Diospyros melanoxylon – Ebenaceae) ના પણ બીડી બનાવવા ઉપયોગમાં લેવાય છે. આવશ્યક તેલનો ઉપયોગ સાબુ અને કૉમેટિક ઉદ્યોગમાં થાય છે. દેવદારના વૃક્ષના લાકડાનો ઉપયોગ દિવાસળીની સળી બનાવવા થાય છે.
 • આ ઉદ્યોગો લાંબા સમય સુધી ચાલી શકે તેમ નથી, કારણ કે જંગલોનું અતિશોષણ ઉદ્યોગોને લાંબો સમય કાચા પદાર્થો પૂરા પાડી શકે નહીં. આ વન્ય નીપજોના ઉપયોગનું નિયંત્રણ કરવું તેમજ વૃક્ષોનું વાવેતર કરવું જરૂરી છે.

પ્રશ્ન 1.
“જંગલોના પરંપરાગત ઉપયોગની રીતો વિરુદ્ધ પૂર્વગ્રહ ? રાખવાનો કોઈ ખાસ આધાર નથી.” ઉદાહરણ સાથે વિધાન સમજાવો.
ઉત્તરઃ
“જંગલોના પરંપરાગત ઉપયોગની રીતો વિરુદ્ધ પૂર્વગ્રહ રાખવાનો કોઈ ખાસ આધાર નથી.” આ વિધાન નીચેના ઉદાહરણ પરથી સમજાવી શકાય :
વિશાળ હિમાલયન રાષ્ટ્રીય ઉદ્યાનના સંરક્ષિત ક્ષેત્રમાં આલ્પાઇનના જંગલ છે. અહીં ઘેટાંઓનો ચારો ઊગે છે. પ્રત્યેક વર્ષે ગ્રીષ્મઋતુમાં ભરવાડો તેમનાં ઘેટાંઓને ઘાટીઓમાંથી આ વિસ્તારમાં ચરાવવા લઈ જતા. સંરક્ષિત વિસ્તારોમાં સ્થાનિક લોકોની આ પ્રવૃત્તિ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. આથી ઘેટાં દ્વારા ઘાસનો ચારા તરીકે ઉપયોગ બંધ થયો. પરિણામે આ ઘાસ લાંબા થઈ વળી જઈ જમીન પર પડે છે. તેનાથી નવા ઘાસની વૃદ્ધિ અટકે છે.
આમ, જંગલની જાળવણીમાં પરંપરાગત ઉપયોગની રીતો મદદરૂપ હોય છે.

પ્રશ્ન 2.
જંગલ-સંરક્ષણમાં બશ્નોઈ સમુદાયનો ફાળો જણાવો.
ઉત્તરઃ
આપણા દેશમાં વંશપરંપરાગત રીતે જંગલ-સંરક્ષણનું કામ કરતા સ્થાનિક લોકોમાં બશ્નોઈ સમુદાય અગ્રસ્થાને છે.

 • બીન્નોઈ સમુદાય દક્ષિણ રાજસ્થાનમાં થાર રણની સીમા નજીક વસે છે.
 • બીગ્નોઈ સમુદાય એ પાયાની માન્યતા પર આવે છે કે, બધા જ સજીવોને જીવવાનો અને સ્ત્રોતોનો ઉપયોગ કરવાનો હક છે.

બશ્નોઈ સમુદાય માટે જંગલો અને વન્ય પ્રાણીઓનું સંરક્ષણ તેમના ધાર્મિક અનુષ્ઠાનનો ભાગ ગણાય છે. 1731માં રાજસ્થાનના જોધપુર નજીક ખેરાલી ગામમાં ખેજરી(ખીજડા)નાં વૃક્ષોના રક્ષણ માટે અમૃતાદેવીએ અન્ય 363 વ્યક્તિઓ સાથે જીવનનું બલિદાન આપ્યું હતું.

ભારત સરકારે અમૃતાદેવી બીજનોઈની યાદમાં વન્ય જીવોના સંરક્ષણ માટે અમૃતાદેવી બીશનોઈ નૅશનલ અવૉર્ડની ઘોષણા કરી છે.

આમ, બશ્નોઈ સમુદાય પર્યાવરણની જાળવણી માટે તેમજ વનસ્પતિઓ તથા પ્રાણીઓના રક્ષણ માટે પોતાના પ્રાણ આપવાની તૈયારી ધરાવતો સમુદાય છે.

પ્રશ્ન 3.
જંગલોની અગત્ય જણાવો.
ઉત્તરઃ
જંગલોની અગત્ય નીચે પ્રમાણે છે :

 1. જંગલો ખૂબ જ કીમતી સ્રોત છે. જંગલમાંથી ખોરાક, ઘાસચારો, ઈમારતી લાકડું, બળતણનું લાકડું, ઔષધો, ગુંદર, રબર, રેઝીન, કાથો, વાંસ વગેરે મળે છે.
 2. જંગલમાંથી મળતા વાંસનો મુખ્ય ઉપયોગ ઝૂંપડીના ટેકા અને વસ્તુઓનો સંગ્રહ કરવાની ટોપલીઓ બનાવવા થાય છે.
 3. જંગલો અસંખ્ય પ્રકારની વનસ્પતિ અને પ્રાણીઓનું કુદરતી વસવાટસ્થાન છે.
 4. જંગલો પર્યાવરણની જાળવણી માટે ખૂબ મહત્ત્વનાં છે. ઋતુચક્રોના યોગ્ય સંચાલન, દ્રવ્યચક્રોની જાળવણી, વરસાદની નિયમિતતા, ભૂમિ ફળદ્રુપતાની જાળવણી માટે જંગલો અગત્યનાં છે.
 5. જંગલો ભારે વરસાદ અને ખૂબ ઝડપી પવનોની ગતિ ઘટાડી, તેના દ્વારા થતા ભૂમિના ધોવાણને નિયંત્રિત રાખે છે.

પ્રશ્ન 4.
વન-આચ્છાદન ઘટવાથી કઈ કઈ સમસ્યાઓ ઊભી થાય?
અથવા
વનકટાઈની ગંભીર અસરો જણાવો.
ઉત્તર:
દુનિયામાં વન-આવરણ ઝડપથી ઘટી રહ્યું છે. વિકસિત દેશોમાં વનકટાઈનો દર ઘણો વધારે છે. વસતિવધારો, ઔદ્યોગિકીકરણ અને શહેરીકરણને કારણે વન-આચ્છાદન ઝડપથી ઘટી રહ્યું છે. ઉષ્ણ કટિબંધના વિસ્તારોમાં વનકટાઈની ગંભીર અસરો થાય છે.
વન-આચ્છાદન ઘટવાથી (વનટાઈથી) સર્જાતી ગંભીર સમસ્યાઓ નીચે મુજબ છે :

 1. પ્રાદેશિક અને વૈશ્વિક આબોહવાકીય ફેરફારો પ્રેરે છે.
 2. વરસાદનું પ્રમાણ ઘટે છે.
 3. વન-આવરણ દૂર થવાથી ત્યાંની ભૂમિનું ધોવાણ વધે છે. જમીનની ફળદ્રુપતા ઘટે છે.
 4. વાતાવરણમાં CO2નું પ્રમાણ વધે છે અને વૈશ્વિક તાપમાનમાં વધારો થાય છે. પરિણામે ગ્રીનહાઉસ અસર સર્જાય છે.
 5. વન્ય જીવોના આશ્રય દૂર થતાં આહારજાળની કડીઓ તૂટે છે. પરિણામે ઘણા સજીવો નાશપ્રાયઃ અને લુપ્ત થાય છે.
 6. નિવસનતંત્રની સમતુલા ખોરવાય છે અને રાસાયણિક દ્રવ્યોનાં ચક્રોના સંચાલનમાં અનિયમિતતા ઊભી થાય છે.

પ્રવૃત્તિ 16.8 [પા.પુ. પાના નં. 275].
વનોમાં થતા નુકસાન સંદર્ભે નીચેના મુદ્દાઓ પર ચર્ચા કરવીઃ

(1) રાષ્ટ્રીય ઉદ્યાનોમાં પર્યટકો માટે આરામગૃહનું નિર્માણ કરવું.
(2) રાષ્ટ્રીય ઉદ્યાનોમાં પાલતુ પશુઓને ચરાવવા.
(3) પર્યટકો દ્વારા પ્લાસ્ટિકની શીશીઓ, થેલીઓ અને અન્ય કચરાને રાષ્ટ્રીય ઉદ્યાનોમાં ફેંકવો.
તારણ :
(1) રાષ્ટ્રીય ઉદ્યાનોમાં પર્યટકો માટે બનાવવામાં આવતાં આરામગૃહ જંગલના પર્યાવરણને નુકસાન કરતી વિવિધ પ્રવૃત્તિઓનાં કેન્દ્ર બની જાય છે. પર્યટકો જંગલને પર્યટન સ્થળ તરીકે જુએ છે. તેઓ રોકાણ દરમિયાન પ્રદૂષણ કરે છે. જંગલના પર્યાવરણને વિવિધ રીતે નુકસાન કરી અસંતુલિત કરે છે.

(2) રાષ્ટ્રીય ઉદ્યાનોમાં પાલતુ પશુઓની અનિયંત્રિત ચરાઈથી જંગલમાં વસવાટ કરતા તૃણાહારીઓ માટે ખૂબ ઓછું ઘાસ રહે છે અથવા ક્યારેક ઘાસ રહેતું પણ નથી. તેથી જંગલના તૃણાહારીઓની સંખ્યામાં ધીમે ધીમે ઘટાડો થાય છે. તેના પરિણામે જંગલના નિવસનતંત્રની આહારશૃંખલાના ઉપલા પોષક સ્તરોને ખલેલ પહોંચે છે.

(3) પર્યટકો દ્વારા ફેંકવામાં આવતા પ્લાસ્ટિક કચરાથી રાષ્ટ્રીય ઉદ્યાનોમાં પ્રદૂષણ થાય છે. પ્લાસ્ટિક જૈવ અવિઘટનીય કચરો છે. આથી વિઘટકો તેનું વિઘટન કરી શકતા નથી અને આ કચરાના ઊંચા ઢગ થતા જાય છે. રાષ્ટ્રીય ઉદ્યાનોમાં તેના કારણે જૈવઘટકોને ખૂબ ગંભીર અસર થાય છે.

પ્રવૃત્તિ 16.9 [પા.પુ. પાના નં. 275]

 • મહારાષ્ટ્રના એક ગામમાં ઓછા પ્રમાણમાં પ્રાપ્ય પાણીની સમસ્યા લાંબા સમયથી છે. ગામવાસીઓ પાણીની પ્રાપ્તિ માટે નજીકના જલ મનોરંજન પાર્ક(water theme park)નો ઘેરાવો કરે છે.
  આ વિશે ચર્ચા કરો કે શું પ્રાપ્ત પાણીનો આ યોગ્ય ઉપયોગ છે? શું તેમણે જલસંગ્રહના વિકલ્પો અપનાવવા જોઈએ? તારણઃ

  • પાણીની અછત ધરાવતા વિસ્તારમાં જલ મનોરંજન પાર્ક બનાવવો અને તેમાં હજારો લિટર પાણીનો વ્યય યોગ્ય નથી.
  • બધા સજીવો માટે પાણી મૂળભૂત જરૂરિયાત છે. જે લોકોને પીવા તેમજ અન્ય ઉપયોગ માટે પાણી ઓછા પ્રમાણમાં પ્રાપ્ત હોય, તે જલ મનોરંજન પાર્કમાં પાણીનો વ્યય સહન ન કરી શકે.
  • પાણીના સ્ત્રોતનું આ અસમાન વિતરણ છે. લોકોએ તેનો વિરોધ કરવો જોઈએ. જલ-વ્યવસ્થાપન મંડળે સૌપ્રથમ ગામવાસીઓને જરૂરિયાતનું પાણી પૂરું પાડવું જોઈએ.
   → ગામવાસીઓએ પણ જલસંગ્રહના વિવિધ વિકલ્પો શોધી, વરસાદી પાણીના સંગ્રહની વ્યવસ્થાઓ ઊભી કરવી જોઈએ.

પ્રવૃત્તિ 16.10 [પા.પુ. પાના નં. 275]

 • ભૌગોલિક નકશા / ઍટલાસની મદદથી ભારતમાં વર્ષાની રીતનો અભ્યાસ કરવો. – સ્વ-પ્રયત્ન માટે :

તારણઃ

 • ભારતના ઉત્તર-પૂર્વ વિસ્તારોમાં 200 cmથી વધારે વરસાદ થાય છે અને રાજસ્થાન તથા ગુજરાતના કેટલાક વિસ્તારો પાણીના અછતગ્રસ્ત વિસ્તારો છે. ત્યાં 25 cmથી પણ ઓછો વરસાદ થાય છે.
 • ભારતના દક્ષિણ વિસ્તારોમાં દરિયાકાંઠાના લીધે સારો વરસાદ થાય છે.

પ્રશ્ન 1.
ભારતમાં પાણીના સ્થાનિક સ્ત્રોતો પર સ્થાનિક નિવાસીઓનું નિયંત્રણ શાના કારણે સમાપ્ત થઈ ગયું?
ઉત્તર:
જ્યારે અંગ્રેજો ભારતમાં આવ્યા ત્યારે તેમણે સ્થાનિક લોકો દ્વારા થતા સિંચાઈના સ્ત્રોતોના વ્યવસ્થાપનની પદ્ધતિ બદલી નાખી. તેમણે વિશાળ બંધ અને દૂર સુધી પાણી જઈ શકે તેવી મોટી નહેરો જેવી પરિયોજનાઓનું આયોજન કર્યું. તેને કાર્યાન્વિત કરવાના પ્રયત્નો પણ અંગ્રેજો દ્વારા શરૂ કરવામાં આવ્યા.

આ પરિયોજનાઓ સ્વતંત્રતા બાદ આપણી સરકારે પણ અપનાવેલી છે. આ વિશાળ પરિયોજનાઓથી સ્થાનિક સિંચાઈ ઉપેક્ષિત થતી ગઈ અને સરકારી પ્રશાસન દ્વારા તેનું સંપૂર્ણ વ્યવસ્થાપન અને નિયંત્રણ કરવામાં આવ્યું.

આ કારણથી પાણીના સ્થાનિક સ્રોતો પર સ્થાનિક નિવાસીઓનું નિયંત્રણ સમાપ્ત થઈ ગયું.

પ્રવૃત્તિ 16.11 [પા.પુ. પાના નં. 279].

• કોલસા અને પેટ્રોલિયમનો ઉપયોગ ઘટાડવાના ઉપાયો શોધવા.

કોલસા અને પેટ્રોલિયમનો વપરાશ ઘટાડવાનાં પગલાં આ મુજબ છે :

 1. વ્યક્તિગત વાહનોના બદલે જાહેર પરિવહન સેવાનો ઉપયોગ કરવો.
 2. બલ્બના બદલે CFLનો ઉપયોગ કરવો.
 3. સોલર વોટર હીટરનો ઉપયોગ કરવો.
 4. નજીકના સ્થળે જવા વાહનોના ઉપયોગને બદલે પગપાળા જવું અથવા સાઇકલનો ઉપયોગ કરવો.
 5. ટ્રાફિક જંક્શને લાલ લાઇટ હોય ત્યારે વાહન બંધ રાખવું.
 6. ખોરાક રાંધવા માટે પ્રેશર કૂકર કે સૂર્ય-કૂકરનો ઉપયોગ કરવો.
 7. બે-ત્રણ માળનાં મકાનોમાં લિફ્ટના બદલે પગથિયાંનો ઉપયોગ કરવો.
 8. વાહનોનાં ટાયરોમાં હવાનું દબાણ યોગ્ય જાળવવું.
 9. કાર્યદક્ષ અને અસરકારક રીતે બળતણનું દહન કરતા એન્જિનનો ઉપયોગ કરવો અને તેની સારસંભાળ રાખવી.
 10. શિયાળામાં હીટર / સગડીના ઉપયોગને બદલે એક વધારાનું સ્વેટર પહેરવું.
  આજના યુગમાં વિદ્યુત ઉપકરણો તેમજ પરિવહનમાં વિદ્યુતનો ઉપયોગ થાય છે. આથી વિદ્યુતનો બચાવ કરી, તાપીય વીજમથકોમાં કોલસાનો ઉપયોગ અને પરિવહન સાધનોમાં પેટ્રોલિયમનો ઉપયોગ ઘટાડી શકાય.

પ્રવૃત્તિ 16.12 [પા.પુ. પાના નં 279]

 • વાહનોમાંથી ઉત્સર્જિત થતા વાયુઓના માપન અંકો / નિયમોની જાણકારી મેળવવી.
  • યુરો નિયમો પેટ્રોલ અને ડીઝલથી ચાલતાં વાહનોમાંથી ઉત્સર્જિત થતા વાયુઓનું ઇચ્છનીય પ્રમાણ જાળવવા માટે છે. તે યુરોપમાં અમલીકરણમાં મૂકવામાં આવ્યા છે.
  • વાહન-ઉત્પાદકો તનિકી ફેરફારો કરી, પ્રદૂષકોનું ઓછું ઉત્સર્જન કરે તેવાં વાહનોનું ઉત્પાદન કરે તે માટે આ માપદંડ જરૂરી છે.
  • યુરો નિયમો / માપદંડ ઉત્સર્જિત થતા કાર્બન ડાયૉક્સાઇડ (CO2), નાઇટ્રોજનના ઑક્સાઇડ (NOx), તરતા રજકણ (Suspended particulate matter), GSEB Solutions Class 10 Science Chapter 16 નૈસર્ગિક સ્ત્રોતોનું ટકાઉ પ્રબંધન (વ્યવસ્થાપન) 4 વગેરેના નિયમન માટે છે.
  • યુરોપિયન સંગઠન (European Union) ઉત્સર્જન માપન અંક અને બળતણની કાર્યક્ષમતાનાં ધોરણોમાં તબક્કાવાર સુધારા કરે છે.
   GSEB Solutions Class 10 Science Chapter 16 નૈસર્ગિક સ્ત્રોતોનું ટકાઉ પ્રબંધન (વ્યવસ્થાપન) 5
  • વાહનોમાંથી ઉત્સર્જિત થતાં દ્રવ્યો માટે આ માપદંડ લાગુ કરવાથી હવાના પ્રદૂષણમાં ઘટાડો કરવામાં મદદ મળે છે.

Leave a Comment

Your email address will not be published.