Gujarat Board GSEB Textbook Solutions Class 12 Chemistry Chapter 12 આલ્ડિહાઇડ, કિટોન અને કાર્બોક્સિલિક ઍસિડ સંયોજનો Textbook Questions and Answers.
Gujarat Board Textbook Solutions Class 12 Chemistry Chapter 12 આલ્ડિહાઇડ, કિટોન અને કાર્બોક્સિલિક ઍસિડ સંયોજનો
GSEB Class 12 Chemistry આલ્ડિહાઇડ, કિટોન અને કાર્બોક્સિલિક ઍસિડ સંયોજનો Text Book Questions and Answers
પ્રશ્ન 1.
નીચેનાં પદોનો શું અર્થ થાય છે ? દરેક માટે પ્રક્રિયાનું એક ઉદાહરણ લખો :
(i) સાયનોહાઇડ્રિન
(ii) એસિટાલ
(iii) સેમિકાર્બેઝોન
(iv) આલ્ડોલ
(v) હેમિએસિટાલ
(vi) ઓક્ઝાઇમ
(vii) કિટાલ
(viii) ઇમાઇન
(x) 2,4-DNP વ્યુત્પન્ન
(x) સ્કિફ બેઇઝ
ઉત્તર:
(i) સાયનોહાઇડ્રિન (જેમ-હાઇડ્રૉક્સિનાઇટ્રાઇલ) : એક જ કાર્બન પરમાણુની ઉપર હાઇડ્રૉક્સિ (−OH) અને સાયનો (−CN) સમૂહો ધરાવતા સંયોજનોને સાયનોહાઇડ્રિન અથવા જેમ- હાયડ્રૉક્સિનાઇટ્રાઇલ સંયોજનો કહે છે.
બનાવટ : આલ્ડિહાઇડ અથવા કિટોન સંયોજનોની નિર્બળ બેઝિક માધ્યમમાં HCNના ઉમેરણથી સાયનોહાઇડ્રિન સંયોજન બને છે.
સામાન્ય પ્રક્રિયા :
ઉપયોગ : સાયનોહાઇડ્રિનનું ઍસિડિક જળવિભાજન કરીને, α-હાઇડ્રૉક્સિ કાર્બોક્સિલિક ઍસિડ બનાવવા તે ઉપયોગી છે.
દા.ત.,
(ii) એસિટાલ (જેમ-ડાયઆલ્કૉક્સિ આલ્બેન) : જે સંયોજનમાં છેડાના કાર્બનની સાથે, બે આલ્કૉક્સિ સમૂહો હાજર હોય, તેમને એસિટાલ અથવા જેમ-ડાયઆલ્કૉક્સિ આલ્બેન સંયોજનો કહે છે. દા.ત., CH3CH(OCH3)2
બનાવવાની પ્રક્રિયા : શુષ્ક HClની હાજરીમાં આલ્ડિહાઇડમાં બમણા આલ્કોહૉલના અણુઓ ઉમેરાવાથી એસિટાલ બને છે.
દા.ત.,
આ એસિટાલનું સરળતાથી મંદ ઍસિડ વડે જળવિભાજન થઈને મૂળ આલ્ડિહાઇડ પાછો મળે છે. આ કારણથી આ પ્રક્રિયાનો ઉપયોગ કરીને આલ્ડિહાઇડનો સંગ્રહ કરાય છે.
(iii) સેમિકાબેઝોન :
(a) તેઓ આલ્ડિહાઇડ અને કિટોન સંયોજનોનાં વ્યુત્પન્નો છે. આલ્ડિહાઇલ્ડ અને / અથવા કિટોન સંયોજનોની સેમીકાબેઝાઇડ (NH2
CONH NH2) સાથે મંદ ઍસિડિક માધ્યમમાં બનતાં સંયોજનોને સેમિકાબેઝોન કહે છે.
(b) પ્રક્રિયાનું ઉદાહરણ :
(iv) આલ્ડોલ :
(a) આલ્ડોલ તે β-હાઇડ્રૉક્સિ આલ્ડિહાઇડ અથવા β-હાઇડ્રૉક્સિ કિટોન સંયોજનો છે.
(b) ઓછામાં ઓછો એક α-હાઇડ્રોજન હોય તેવા આલ્ડિહાઇડ અને કિટોન સંયોજનોની મંદ બેઇઝ ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરવાથી તેઓના બે સમાન અણુઓ અથવા બે ભિન્ન આલ્ડિહાઇડના એક-એક અણુનું સંઘનન થઈને આલ્ડોલ સંયોજન બને છે. દા.ત.,
(v) હેમિએસિટાલ :
(a) મધ્યવર્તી α-આલ્કૉક્સિ આલ્કોહૉલને હેમિએસિટાલ કહે છે.
(b) આલ્ડિહાઇડ સંયોજનોમાં શુષ્ક હાઇડ્રોજન ક્લોરાઇડની હાજરીમાં મોનોહાઇટ્રિક આલ્કોહૉલનો એક અણુ ઉમેરાવાથી બનતા મધ્યવર્તી આલ્કૉક્સિ આલ્કોહૉલ બને છે, જેને હેમિએસિટાલ સંયોજનો કહે છે.
(vi) ઓક્ઝાઇમ : ઓક્ઝાઇમ સંયોજનો તે આલ્ડિહાઇડ અથવા કિટોનની મંદ ઍસિડની હાજરીમાં હાઇડ્રૉક્સિલ એમાઇન સાથેની પ્રક્રિયાથી બનતાં RCH = N – OH અને R2C =N – OH સંયોજનો છે.
દા.ત.,
(vii) કિટાલ : કિટાલ સંયોજનો તે એક જ કાર્બન પરમાણુની ઉપર બે આલ્કૉક્સિ સમૂહ ધરાવતાં સંયોજનો છે. જયારે કિટોન સંયોજનની શુષ્ક હાઇડ્રોજન ક્લોરાઇડની હાજરીમાં ઇથીલિન ગ્લાયકોલની સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે કિટાલ સંયોજનો બને છે.
(viii) ઇમાઇન : સમૂહ ધરાવતાં સંયોજનો ઇમાઇન કહેવાય છે. આલ્ડિહાઇડ અને કિટોન સંયોજનોની એમોનિયા (NH3) અથવા એમાઇન સાથે મંદ ઍસિડની હાજરીમાં પ્રક્રિયા કરવાથી ઇમાઇન સંયોજનો બને છે.
Z = H, – R, – Ar, – NH
(ix) 2, 4 – DNP વ્યુત્પન્નો : 2, 4 – DNP વ્યુત્પન્નો એટલે 2, 4 – ડાયનાઇટ્રોફિનાઇલ હાઇડ્રેઝોન તેઓ આલ્ડિહાઇડ અથવા કિટોનની 2,4-ડાયનાઇટ્રોફિનાઇલ હાઇડ્રેઝિન સાંથે મંદ ઍસિડની હાજરીમાં પ્રક્રિયા કરવાથી બને છે.
(x) સ્કિફ બેઇઝ ઃ સ્કિફ બેઇઝ તે ઇમાઇન અથવા એજોમિથાઇન સંયોજનો (R – CH = N -R’) છે.
પ્રાથમિક એલિફેટિક એમાઇન (NH2) અને પ્રાથમિક ઍરોમેટિક એમાઇન (ArNH2)ની સાથે આલ્ડિહાઇડ અને કિટોન સંયોજનો અલ્પ ઍસિડની હાજરીમાં સ્કિફ બેઇઝ (એઝોમિથાઇન્સ) બનાવે છે.
પ્રશ્ન 2.
નીચે દર્શાવલા સંયોજનોનાં નામ IUPAC નામકરણ પદ્ધતિ મુજબ લખો :
(i) CH3CH(CH3)CH2CH2CHO
(ii) CH3CH2COCH(C2H5)CH2CH2Cl
(iii) CH3CH = CHCHO
(iv) CH3COCH2COCH3
(v) CH3CH(CH3)CH2C(CH3)2COCH3
(vi) (CH3)3CCH2COOH
(vii) OHCC6H4CHO-p
ઉત્તર:
પ્રશ્ન 3.
નીચે દર્શાવેલા સંયોજનોનાં બંધારણો દોરો :
(i) 3-મિથાઇલબ્યુટેનાલ
(ii) p-નાઇટ્રોપ્રોપિઓફિનોન
(iii) p-મિથાઇલબેન્ઝાલ્ડિહાઇડ
(iv) 4-મિથાઇલપેન્ટ-3-ઇન-2-ઑન
(v) 4-ક્લોરોપેન્ટેન-2-ઑન
(vi) 3-બ્રોમો-4-ફિનાઇલપેન્ટેનોઇક ઍસિડ
(vii) p, p’-ડાયહાઇડ્રોક્સિબેન્ઝોફિનોન
(viii) હેક્ઝ-2-ઇન-4-આઇનોઇક ઍસિડ
ઉત્તર:
પ્રશ્ન 4.
નીચે દર્શાવેલા કિટોન અને આલ્ડિહાઇડ સંયોજનોના IUPAC નામ લખો. જ્યાં શક્ય હોય ત્યાં સામાન્ય નામ પણ લખો.
(i) CH3CO(CH2)4CH3
(ii) CH3CH2CHBrCH2CH(CH3)CHO
(iii) CH3(CH2)5CHO
(iv) Ph-CH = CH-CHO
(vi) PhCOPh
ઉત્તર:
પ્રશ્ન 5.
નીચે દર્શાવલી વ્યુત્પન્નોનાં બંધારણો દોરો :
(i) બેન્ઝાલ્ડિહાઇડના 2,4-ડાયનાઇટ્રોફિનાઇલહાઇડ્રેઝોન
(ii) સાયક્લોપ્રોપેનોન ઓક્ઝાઇમ
(iii) એસિટાલ્ડિહાઇડડાયમિથાઇલએસિટાલ
(iv) સાયક્લોબ્યુટેનોનનો સેમિકાબેંઝોન
(v) હેક્ઝેન-3-ઑનનો ઇથીલીન કિટાલ
(vi) ફોર્માલ્ડિહાઇડનો મિથાઇલ હેમિએસિટાલ
ઉત્તર:
(i) બેન્ઝાલ્ડિહાઇડના 2, 4-ડાયનાઇટ્રોફિનાઇલહાઇડ્રેઝોન :
(ii) સાયક્લોપ્રોપેનોન ઓક્ઝાઇમ :
(iii) એસિટાલ્ડિહાઇડડાયમિથાઇલએસિટાલ :
(iv) સાયક્લોબ્યુટેનોનનો સેમિકાબેઝોન :
(v) હેક્ઝેન-3-ઑનનો ઇથીલીન કિટાલ :
(vi) ફોર્માલ્ડિહાઇડનો મિથાઇલ હેમિએસિટાલ :
પ્રશ્ન 6.
જ્યારે સાયક્લોહેક્ઝેનકાર્બઆલ્ડિહાઇડ નીચે દર્શાવેલા પ્રક્રિયકો સાથે પ્રક્રિયા કરે છે ત્યારે બનનારી નીપજોનું અનુમાન કરો :
(i) PhMgBr અને પછી H3O+
(ii) ટોલેન્સ પ્રક્રિયક
(iii) સેમિકાબેંઝાઇડ અને નિર્બળ ઍસિડ
(iv) વધુ પ્રમાણમાં ઇથેનોલ અને ઍસિડ
(v) ઝિંક એમાલ્બમ (સંરસ) અને મંદ હાઇડ્રોક્લોરિક ઍસિડ
ઉત્તર:
(i) PhMgBr અને પછી H3O+
(ii) ટોલેન્સ પ્રક્રિયક : તે એમોનિયામય સિલ્વર નાઇટ્રેટ છે. આપેલ કાર્બલ્ડિહાઇડ (આલ્ડિહાઇડ) છે અને રજત દર્પણ આપશે.
(iii) સેમિકાર્બેઝાઇડ અને નિર્બળ ઍસિડ :
(iv) વધુ પ્રમાણમાં ઇથેનોલ અને ઍસિડ :
(v) ઝિંક એમાગમ (સંરસ) અને મંદ હાઇડ્રોક્લોરિક ઍસિડ :
પ્રશ્ન 7.
નીચે દર્શાવેલાં સંયોજનો પૈકી કયા સંયોજનો આલ્ડોલ સંઘનન કરશે, ક્યાં સંયોજનો કેનિઝારો પ્રક્રિયા કરશે અને ક્યાં સંયોજનો આ બંને પ્રક્રિયા પૈકીની એકપણ પ્રક્રિયા નહીં કરે ? આલ્ડોલ સંઘનન અને કેનિઝારો પ્રક્રિયાની સંભવિત નીપજોનાં બંધારણો દોરો :
(i) મિથેનાલ
(ii) 2-મિથાઇલપેન્ટેનાલ
(iii) બેન્ઝાલ્ડિહાઇડ
(iv) બેન્ઝોફિનોન
(v) સાયક્લોહેક્ઝેનોન
(vi) 1-ફિનાઇલપ્રોપેનોન
(vii) ફિનાઇલએસિટાલ્ડિહાઇડ
(viii) બ્યુટેન-1-ઓલ
(ix) 2, 2-ડાયમિથાઇલબ્યુટેનાલ
ઉત્તર:
(a) આલ્ડોલ સંઘનન પ્રક્રિયા : આ પ્રક્રિયા α-હાઇડ્રોજન ધરાવતા આલ્ડિહાઇડ અને કિટોન આપે છે. જેથી નીચેનાં ચાર સંયોજનો જ આલ્ડોલ સંઘનન પ્રક્રિયા આપશે. સંયોજન (ii) 2-મિથાઇલપેન્ટેનાલ (vi) 1-ફિનાઇલપ્રોપેનોન (v) સાયક્લોહેક્ઝેનોન અને (vii) ફિનાઇલ એસિટાલ્ડિહાઇડ. આલ્કોલ સંઘનનમાં આલ્ડિહાઇકિટોનના બે અણુ ઉમેરાઈ, H2Oના અણુનું વિલોપનવાળા સંઘનન નીપજ રચે છે.
(ii) 2-મિથાઇલપેન્ટેનાલ :
(v) સાયક્લોહેક્ઝેનોનની આલ્ડોલ સંઘનન પ્રક્રિયા :
(vi) 1-ફિનાઇલપ્રોપેનોનની આલ્ડોલ સંઘનન પ્રક્રિયા :
(vii)ફિનાઇલ એસિટાલ્ડિહાઇડની આલ્ડોલ સંઘનન પ્રક્રિયા :
(b) કેનિઝારો પ્રક્રિયા : જે આલ્ડિહાઇડ સંયોજનોમાં α-હાઇડ્રોજન ન હોય તેઓ કેનિઝારો પ્રક્રિયા આપે છે. આ આલ્ડિહાઇડને સાંદ્ર બેઇઝ (NaOH)ની સાથે ગરમ કરતાં વિષમીકરણ પ્રક્રિયા થઈ આલ્કોહૉલ અને કાર્બોક્સિલેટ ક્ષાર બને છે.
(i) મિથેનાલ (iii) બેન્ઝાલ્ડિહાઇડ અને (ix) 2, 2-ડાયમિથાઇલબ્યુટેનાલ કેનિઝારો પ્રક્રિયા પામે છે કારણ કે તેઓમાં હાઇડ્રોજન પરમાણુ નથી.
(i) મિથેનાલની કેનિઝારો પ્રક્રિયા :
(iii) બેન્ઝાલ્ડિહાઇડની કેનિઝારો પ્રક્રિયા :
(ix) 2, 2 – ડાયમિથાઇલબ્યુટેનાલની કેનિઝારો પ્રક્રિયા :
(iv) બેન્ઝોફિનોન :
તેમાં α-હાઇડ્રોજન નથી અને કિટોન છે જેથી આલ્કોલ સંઘનન તથા કેનિઝારો પ્રક્રિયા આપતો નથી.
(viii) બ્યુટેન-1-ઑલ : CH3 – CH2 – CH2 – CH2OH તે આલ્કોહૉલ સંયોજન છે જેથી તે આલ્ડોલ સંઘનન તેમજ કેનિઝારો પ્રક્રિયા આપતો નથી.
પ્રશ્ન 8.
તમે ઇથેનાલને નીચે દર્શાવેલા સંયોજનોમાં કેવી રીતે પરિવર્તિત કરશો ?
(i) બ્યુટેન-1, 3-ડાયોલ
(ii) બ્યુટ-2-ઇનાલ
(iii) બ્યુટ-2-ઇનોઇક એસિડ
ઉત્તર:
(i) ઇથેનાલમાંથી બ્યુટેન-1, 3-ડાયોલ :
(ii) ઇથેનાલમાંથી બ્યુટ-2-નાલ :
(iii) ઇથેનાલમાંથી બ્યુટ-2-ઇનોઇક ઍસિડ :
પ્રશ્ન 9.
પ્રોપેનાલ અને બ્યુટેનાલના આલ્ડોલ સંઘનનથી મળતી ચાર સંભવિત નીપજોનાં નામ અને બંધારણીય સૂત્રો લખો. દરેક કિસ્સામાં દર્શાવો કે કયું આલ્ડિહાઇડ સંયોજન કેન્દ્રાનુરાગી પ્રક્રિયક તરીકે અને કયું આલ્ડિહાઇડ સંયોજન ઇલેક્ટ્રૉન અનુરાગી પ્રક્રિયક તરીકે વર્તે છે ?
ઉત્તર:
(i) પ્રોપેનાલ ઇલેક્ટ્રૉન અનુરાગી તેમજ કેન્દ્રાનુરાગી હોય તેવી આલ્ડોલ સંઘનન પ્રક્રિયા
(ii) બ્યુટેનાલનો એક અણુ ઇલેક્ટ્રૉન અનુરાગી અને બીજો અણુ કેન્દ્રાનુરાગી હોય તેવી આલ્ડોલ સંઘનન પ્રક્રિયા:
(iii) પ્રોપેનાલ ઇલેક્ટ્રૉન અનુરાગી અને બ્યુટેનાલ કેન્દ્રાનુરાગી હોય તેવી ક્રૉસ-આલ્ડોલ સંઘનન પ્રક્રિયા
(iv) પ્રોપેનાલ કેન્દ્રાનુરાગી અને બ્યુટેનાલ ઇલેક્ટ્રૉન અનુરાગી હોય તેવી ક્રૉસ-આલ્ડોલ સંઘનન પ્રક્રિયા
પ્રશ્ન 10.
એક કાર્બનિક સંયોજનનું આણ્વીયસૂત્ર C9H10O છે, 2,4-DNP વ્યુત્પન્ન બનાવે છે, ટોલેન્સ પ્રક્રિયકનું રિડક્શન કરે છે અને કેનિઝારો પ્રક્રિયા કરે છે. ઉગ્ર ઑક્સિડેશન દ્વારા તે 1,2-બેન્ઝિન ડાયકાર્બોક્સિલિક ઍસિડ આપે છે, તો આ સંયોજનને ઓળખો.
ઉત્તર:
(a) સંયોજન C9H10 માં આલ્ડિહાઇડ સમૂહ (-CHO) હાજર હોવું જ જોઈએ કારણ કે તે નીચેની -CHOની હાજરી સૂચક પ્રક્રિયાઓ આપે છે.
(i) તે 2,4-DNP વ્યુત્પન્ન બનાવે છે.
(ii) ટોલન્સ પ્રક્રિયકનું રિડક્શન કરે છે.
(iii) જેથી C8H9 – CHO છે.
(b) તે કેનિઝારો પ્રક્રિયા આપે છે, જેથી તેમાં α-હાઇડ્રોજન નથી. અને -CHO સમૂહ બેન્ઝિન વલય સાથે જોડાયેલ હોવું જોઈએ.
∴ C8H – CHO તે CŻHz – CH − CHO છે.
(c) તેનું ઉગ્ર ઑક્સિડેશન કરવાથી 1,2-બેન્ઝિન ડાયકાર્બોક્સિલિક ઍસિડ બને છે, જે દર્શાવે છે કે બેન્ઝિન વલયમાં હાજર વિસ્થાપન -CHO અને -C2H5 ઓર્થો સ્થાને છે, અને સંયોજન C9H10Oનું બંધારણ નામ નીચે પ્રમાણે છે :
(d) આ C9H10 ની પ્રક્રિયાઓ નીચે પ્રમાણે થાય :
પ્રશ્ન 11.
એક કાર્બનિક પદાર્થે (A) (આણ્વીય સૂત્ર C8H16O2) મંદ સલ્ફ્યુરિક એસિડ વડે જળવિભાજન પામીને કાર્બોક્સિલિક ઍસિડ (B) અને આલ્કોહોલ (C) આપ્યા હતા. ક્રોમિક એસિડ વડે (C) ના ઑક્સિડેશનથી (B) બન્યું હતું. (C) એ નિર્જળીકરણ પામીને બ્યુટ-1-ઇન આપ્યું હતું. અહીં સમાવિષ્ટ રાસાયણિક પ્રક્રિયાઓના સમીકરણો લખો. [ઑગસ્ટ – 2020]
ઉત્તર:
(a) સંયોજન (C)નું નિર્જળીકરણ કરવાથી બ્યુટેન-1-ઇન બને છે, જેથી સંયોજન (B) બ્યુટેન-1-ઑલ હોવો જોઈએ.
(b) (C)નું ક્રોમિક ઍસિડ વડે ઑક્સિડેશન કરવાથી (B) મળે છે, જેથી નીપજ (B) બ્યુટેનોઇક ઍસિડ હોવો જોઈએ.
(c) સંયોજન (A) C8H16O2નું મંદ H2SO4 વડે જળવિભાજન કરવાથી (B) બને છે જે બ્યુટેનોઇક ઍસિડ છે અને (C) બને છે જે આલ્કોહૉલ CH3CH2CH2CH2OH છે. આથી સંયોજન (A) તે ઍસિડ (B) અને આલ્કોહૉલ (C) નો એસ્ટર હોય જે નીચે પ્રમાણે છે.
(d) આ એસ્ટર (A)ની પ્રક્રિયાઓ નીચે પ્રમાણે છે :
પ્રશ્ન 12.
નીચે દર્શાવેલા સંયોજનોને કૌંસમાં સૂચવેલા તેમના ગુણધર્મોના આધારે ચઢતા ક્રમમાં ગોઠવો :
(i) એસિટાલ્ડિહાઇડ, એસિટોન, ડાય-તૃતીયક બ્યુટાઇલ કિટોન, મિથાઇલ તૃતીયક-બ્યુટાઇલ કિટોન (HCN પ્રત્યે પ્રતિક્રિયાત્મક્તા)
(ii) CH3CH2CH(Br)COOH, CH3CH(Br)CH2COOH, (CH3)2CHCOOH, CH3CH2CH2 COOH (એસિડ
પ્રબળતા)
(iii) બેન્ઝોઇક ઍસિડ, 4-નાઇટ્રોબેન્ઝોઇક એસિડ, 3,4- ડાયનાઇટ્રોબેન્ઝોઇક એસિડ, 4-મિથોક્સિબેન્ઝોઇક ઍસિડ (એસિડ પ્રબળતા)
ઉત્તર:
(i) ડાય-તૃતીયક-બ્યુટાઇલ કિટોન < મિથાઇલ તૃતીયક-બ્યુટાઇલ કિટોન – એસિટોન < એસિટાલ્ડિહાઇડ
(a) HCN ની પ્રક્રિયા કાર્બોનિલ સંયોજનો સાથે થાય ત્યારે કાર્બોનિલ કાર્બનની સાથે જોડાયેલા આલ્ફાઇલ સમૂહો મોટા હોય તો-
(i) આ સમૂહો (+I) અસરથી ઇલેક્ટ્રૉન કાર્બોનિલ કાર્બન તરફ મુક્ત કરે છે અને કાર્બોનિલ કાર્બનની ઇલેક્ટ્રૉન અનુરાગિતા ઘટાડે છે.
(ii) અવકાશીય અવરોધ વધારે છે અને HCNને કાર્બોનિલ કાર્બન ઉપર પહોંચવામાં અવરોધે છે.
ઉપરનાં કારણોથી HCN સાથેની પ્રતિક્રિયાત્મકતા નીચે પ્રમાણે વધે છે.
(ii) ઍસિડ પ્રબળતાનો ચઢતો ક્રમ નીચે પ્રમાણે છે :
(CH3)2CHCOOH < CH3CH2CH2COOH < CH3CHBrCH2COOH < CH3CH2CHBrCOOH
-COOHની સાથે જોડાયેલું EDG ઍસિડિક પ્રબળતામાં ઘટાડો કરે છે અને EWG ઍસિડિક પ્રબળતામાં વધારો કરતા છે. આ અસરોથી ઍસિડિક પ્રબળતા ઉપર પ્રમાણે છે.
(iii) ઍસિડની પ્રબળતાનો ચઢતો ક્રમ નીચે પ્રમાણે છે :
પ્રશ્ન 13.
નીચે દર્શાવલી જોડીમાંના સંયોજનોને વિભેદિત કરવા માટેની સાદી રાસાયણિક કસોટીઓ જણાવો :
(i) પ્રોપેનાલ અને પ્રોપેનોન
(ii) એસિટોફિનોન અને બેન્ઝોફિનોન
(iii) ફિનોલ અને બેન્ઝોઇક ઍસિડ
(iv) બેન્ઝોઇક ઍસિડ અને ઇથાઇલ બેન્ઝોએટ
(v) પેન્ટેન-2-ઑન અને પેન્ટેન-૩-ઑન
(vi) બેન્ઝાલ્ડિહાઇડ અને એસિટોફિનોન
(vii) ઇથેનાલ અને પ્રોપેનાલ
ઉત્તર:
(i) પ્રોપેનાલ અને પ્રોપેનોન :
(a) પ્રોપેનાલ (CH3CHO) આલ્ડિહાઇડ છે જેથી ટોલેન્સ પ્રક્રિયા આપે છે અને પ્રોપેનોન કિટોન છે જેથી ટોલન્સ કસોટીમાં રજત દર્પણ બનાવતો નથી.
(b) પ્રોપેનોન (CH3COCH3)માં -COCH3 હોવાથી સોડિયમ હાઇપોઆયોડાઇડ (NaOH + I2 → NaOI)ની સાથે આયોડોફોર્મ (CHI3)ના પીળા અવક્ષેપ આપે છે પણ પ્રોપેનાલ આયોડોફોર્મ બનાવતો નથી.
(ii) એસિટોફિનોન અને બેન્ઝોફિનોન :
(i) ફોર્મિક ઍસિડ ટોલેન્સ પ્રક્રિયકની સાથે રજત દર્પણ આપે છે પણ એસિટિક ઍસિડ નથી આપતો.
HCOOH + 2[Ag(NH3)2]+ H2O → 2Ag(5) + 4NH+4 + CO2-3
(ii) ફોર્મિક ઍસિડ HgCl2ની સાથે સફેદ અવક્ષેપ Hg(COO)2 ના આપે છે પણ એસિટિક ઍસિડ નથી આપતો.
(iii) તટસ્થ FeCl3 સાથે CH3COOH અવક્ષેપ લાલ રંગ આપે છે પણ HCOOH નથી આપતો.
(iii) ફિનોલ અને બેન્ઝોઇક ઍસિડ :
ફિનોલ અને કાર્બોક્સિલિક ઍસિડને ભિન્ન ઓળખવાની કસોટીઓ :
ક્રમ | કસોટી | ફિનોલ | કાર્બોક્સિલિક ઍસિડ |
(1) | સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ (NaHCO3) સાથે | પ્રક્રિયા થતી નથી | CO2 વાયુ મુક્ત થવાથી તેના ઊભરા આવે છે. RCOOH + NaHCO3 → CO2↑ + H2O + RCOONa |
(2) | તટસ્થ FeCl3 સાથે | ફિનોલ લાક્ષણિક (વાદળી/જાંબલી/લીલો) રંગ આપે છે. | તેઓ રંગીન અવક્ષેપ ગરમ કર્યા પછી આપે છે. દા.ત., C6H5COOH બફ-રાતા અવક્ષેપ આપે છે. |
(iv) બેન્ઝોઇક ઍસિડ અને ઇથાઇલ બેન્ઝોએટ :
(a) બેન્ઝોઇક ઍસિડમાં -COOH સમૂહ હોવાથી સોડિયમ બાયકાર્બોનેટ (NaHCO3)ના દ્રાવણની સાથે કાર્બન ડાયૉક્સાઇડ વાયુના ઊભરા ઉત્પન્ન કરે છે પણ ઇથાઇલ બેન્ઝોએટ આ પ્રક્રિયા નથી આપતો.
(b) ઇથાઇલ બેન્ઝોએટમાં એસ્ટર (-COOC2H5) સમૂહ છે જેથી એસ્ટર સમૂહની કસોટીઓ આપે છે, તેમાં NaOH ઉમેરી ગરમ કરતાં ઇથેનોલ બને છે જે આયોડોફોર્મ કસોટી આપે છે, બેન્ઝોઇક ઍસિડ આ પ્રમાણે નથી કરતો.
(v) પેન્ટેન-2-ઑન અને પેન્ટેન-3-ઑન :
(v) બેન્ઝાલ્ડિહાઇડ અને એસિટોફિનોન :
(a) એસિટોફિનોન (C6H5COCH3) માં -COCH3 છે જેથી (NaOH + I2)ની સાથે આયોડોફોર્મના પીળા અવક્ષેપ બને છે પણ બેન્ઝાલ્ડિહાઇડ સાથે આયોડોફોર્મ બનતો નથી.
(vi) ઇથેનાલ અને પ્રોપેનાલ : આયોડોફોર્મ કસોટીમાં ઇથેનાલ આયોડોફોર્મ (CHI,)ના પીળા અવક્ષેપ આપે છે, પણ પ્રોપેનાલ નથી આપતો.
CH3CHO + 3I2 + 4NaOH — HCOONa + CHI3 + 3NaI + 3H2O
પ્રશ્ન 14.
તમે બેઝિનમાંથી નીચે દર્શાવલાં સંયોજનો કેવી રીતે બનાવશો ? તમે કોઈ પણ અકાર્બનિક પ્રક્રિયક અને એકથી વધુ કાર્બન પરમાણુઓ ન હોય તેવા કોઈ પણ કાર્બનિક પ્રક્રિયકનો ઉપયોગ કરી શકો છો :
(i) મિથાઇલ બેન્ઝોએટ
(ii) m-નાઇટ્રોબેન્ઝોઇક ઍસિડ
(iii) p-નાઇટ્રોબેન્ઝોઇક ઍસિડ
(iv) ફિનાઇલ એસિટિક ઍસિડ
(v) p-નાઇટ્રોબેન્ઝાલ્ડિહાઇડ
ઉત્તર:
પ્રશ્ન 15.
તમે નીચે દર્શાવેલા પરિવર્તનોને મહત્તમ બે તબક્કામાં કેવી રીતે કરશો ?
(i) પ્રોપેનોનમાંથી પ્રોપીન
(ii) બેન્ઝોઇક ઍસિડમાંથી બેન્ઝાલ્ડિહાઇડ
(iii) ઇથેનોલમાંથી 3-હાઇડ્રોક્સિબ્યુટેનાલ
(iv) બેઝિનમાંથી m-નાઇટ્રોએસિટોફિનોન
(v) બેન્ઝાલ્ડિહાઇડમાંથી બેન્ઝોફિનોન
(vi) બ્રોમોબેઝિનમાંથી 1-ફિનાઇલઇથેનોલ
(vii) બેન્ઝાલ્ડિહાઇડમાંથી 3-ફિનાઇલપ્રોપેન-1-ઓલ
(viii) બેન્ઝાલ્ડિહાઇડમાંથી -હાઇડ્રોક્સિફિનાઇલએસિટિક એસિડ
(ix) બેન્ઝોઇક ઍસિડમાંથી m-નાઇટ્રોબેન્ઝાઇલ આલ્કોહોલ
ઉત્તર:
(i) પ્રોપેનોનમાંથી પ્રોપીન :
(ii) બેન્ઝોઇક ઍસિડમાંથી બેન્ઝાલ્ડિહાઇડ :
(iii) ઇથેનોલમાંથી 3-હાઇડ્રૉક્સિબ્યુટેનાલ :
(iv) બેન્ઝિનમાંથી m-નાઇટ્રોએસિટોફિનોન :
(v) બેન્ઝાલ્ડિહાઇડમાંથી બેન્ઝોફિનોન :
(vi) બ્રોમોબેન્ઝિનમાંથી 1-ફિનાઇલઇથેનોલ :
(vii) બેન્ઝાલ્ડિહાઇડમાંથી 3-ફિનાઇલપ્રોપેન-1-ઑલ :
(viii) બેન્ઝાલ્ડિહાઇડમાંથી ત-હાઇડ્રોક્સિફિનાઇલ એસિટિક ઍસિડ :
(ix) બેન્ઝોઇક ઍસિડમાંથી m-નાઇટ્રોબેન્ઝાઇલ આલ્કોહૉલ :
પ્રશ્ન 16.
નીચે દર્શાવેલાં પદો વર્ણવો :
(i) એસિટાઇલેશન
(ii) કેનિઝારો પ્રક્રિયા
(iii) ક્રૉસ આલ્ડોલ સંઘનન
(iv) ડિકાર્બોક્સિલેશન
ઉત્તર:
(i) એસિટાઇલેશન : સંયોજનમાંના -OH, -NH2, -NHR વગેરે સમૂહોમાંના H પરમાણુનાં એસિટાઇલ સમૂહ (-COCH3) વડે
વિસ્થાપનની પ્રક્રિયાને એસિટાઇલેશન કહે છે. આ કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા છે. દા.ત.,
(ii) કેનિઝારો પ્રક્રિયા :
- કેનિઝારો પ્રક્રિયા તે, એવી પ્રક્રિયા છે કે જેમાં α-હાઇડ્રોજન ન હોય તેવા આલ્ડિહાઇડના બે અણુઓને સાંદ્ર બેઇઝની સાથે ગરમ કરવાથી સ્વયં ઑક્સિડેશન અને રિડક્શન થઈને (વિષમીકરણ થઈને) એક અણુના રિડક્શનથી આલ્કોહૉલ અને બીજા અણુના ઑક્સિડેશનથી કાર્બોક્સિલિક ઍસિડનો ક્ષાર બને છે.
- α-હાઇડ્રોજન ન ધરાવતા આલ્ડિહાઇડના અણુનાં એક જ સાથે ઑક્સિડેશન અને રિડક્શન પામવાની પ્રક્રિયા કેનિઝારો પ્રક્રિયા કહેવાય છે. દા.ત.,
- (a) ફોર્માલ્ડિહાઇડની કેનિઝારો પ્રક્રિયા :
તેના બે અણુમાંથી એકનું CH3OHમાં રિડક્શન અને બીજાનું HCOOHમાં ઑક્સિડેશન થાય છે.
- (b) બેન્ઝાલ્ડિહાઈડની કેનિઝારો પ્રક્રિયા : બેન્ઝાલ્ડિહાઇડમાં α-હાઇડ્રોજન હાજર નથી. બેન્ઝાલ્ડિહાઇડને સાંદ્ર NaOHની
સાથે ગરમ કરવાથી કેનિઝારો પ્રક્રિયા થાય છે અને બેન્ઝાલ્ડિહાઇડના એક અણુનું રિડક્શન થઈ બેન્ઝાઇલ આલ્કોહૉલ અને બીજા અણુનું ઑક્સિડેશન થઈને સોડિયમ બેન્ઝોએટ બને છે.
(iii) ક્રૉસ આલ્ડોલ સંઘનન :
જ્યારે બે જુદા જુદા આલ્ડિહાઇડ સંયોજનો અને અથવા કિટોન સંયોજનો વચ્ચે આલ્ડોલ સંઘનન થાય છે તેને ક્રૉસ-આલ્ડોલ સંઘનન કહે છે. જો બંનેમાં α-હાઇડ્રોજન પરમાણુઓ હાજર હોય તો તેમની વચ્ચેની પ્રક્રિયાથી ચાર નીપજોનું મિશ્રણ બને છે.
(a) ઇથેનાલ (CH3CHO) અને પ્રોપેનાલ (CH3CH2CHO)ના મિશ્રણની આલ્ડોલ પ્રક્રિયા કરવાથી નીચે પ્રમાણે ચાર નીપજો બને છે.
(i) ઇથેનોલના બે અણુમાંથી આલ્ડોલ બની નિર્જળીકરણ છે.
(ii) પ્રોપેનાલના બે અણુમાંથી આલ્ડોલ બની નિર્જળીકરણની નીપજ છે.
(iii) પ્રોપેનાલનો α-હાઇડ્રોજન, ઇથેનાલના ઑક્સિજન સાથે જોડાઈને બનતા ક્રૉસ આલ્કોલના નિર્જળીકરણની નીપજ છે.
(iv) ઇથેનાલનો α-હાઇડ્રોજન, પ્રોપેનાલના ઑક્સિજન સાથે જોડાઈ બનેલ ક્રૉસ આલ્ડોલ નિર્જળીકરણ નીપજ છે.
(b) એક આલ્ડિહાઇડ અને બીજા કિટોન સંયોજન વચ્ચે ક્રૉસ-આલ્કોલ સંઘનન :
(i) ઇથેનાલ અને પ્રોપેનોન વચ્ચે ક્રૉસ-આલ્ડોલ સંઘનન :
+ 3-હાઇડ્રૉક્સિબ્યુટેનાલ (આલ્ડોલ) બે ઇથેનાલમાંથી
+ 4-હાઇડ્રૉક્સિ-4-મિથાઇલ પેન્ટેન-2-ઓન
(બે પ્રોપેનોન અણુમાંથી)
આ પ્રકારે ક્રૉસ-આલ્ડોલ સંઘનનથી નીપજોનું મિશ્રણ બને છે, જેમનું અલગીકરણ ઘણું જ મુશ્કેલ છે જે કારણથી આવા ક્રૉસ આલ્ડોલ સંઘનન સંશ્લેષણ માટે ખાસ ઉપયોગી નથી.
(c) આલ્ડિહાઇડ (બેન્ઝાલ્ડિહાઇડ) અને કિટોન (એસિટોફિનોન) વચ્ચે ક્રૉસ-આલ્ડોલ સંઘનન :
બેન્ઝાલ્ડિહાઇડમાં α-હાઇડ્રોજન નથી, જેથી તેના ક્રૉસ-આલ્ડોલ સંઘનનનો ઉપયોગ સંશ્લેષણમાં થઈ શકે છે. ઉપ૨ પ્રમાણે બેન્ઝાલ્ડિહાઇડની બીજા એલિફેટિક કિટોન સંયોજનોની સાથે ક્રૉસ-આલ્ડોલ સંઘનન થાય છે.
(iv) ડિકાર્બોક્સિલેશન :
(a) સોડાલાઇમ વડે ડિકાર્બોક્સિલેશન : કાર્બોક્સિલિક ઍસિડના સોડિયમ ક્ષારને સોડાલાઇમ (NaOH અને CaO 3 : 1 પ્રમાણમાં) સાથે ગરમ કરવામાં આવે છે ત્યારે કાર્બોક્સિલિક ઍસિડ સંયોજનો (RCOOH)માંથી કાર્બનડાયૉક્સાઇડ (CO2) દૂર થઈને હાઇડ્રોકાર્બન બને છે, જેને ડિકાર્બોક્સિલેશન પ્રક્રિયા કહે છે.
(i) આ ડિકાર્બોક્સિલેશન પ્રક્રિયામાં CO2 દૂર થઈ કાર્બનની સંખ્યામાં 1 નો ઘટાડો થાય છે.
(ii) સોડાલાઇમમાં NaOH હોવાથી ઍસિડનું સોડિયમ ક્ષારમાં રૂપાંતર પ્રથમ થઈ પછી CO2 દૂર થાય છે.
(b) કોલ્બે વિદ્યુતવિભાજનથી ડિકાર્બોક્સિલેશન : કાર્બોક્સિલિક ઍસિડ સંયોજનોના આલ્કલી ધાતુ ક્ષાર (RCOOK / RCOONa) તેમના જલીય દ્રાવણના વિદ્યુતવિભાજનની પ્રક્રિયામાં ડિકાર્બોક્સિલેશન પ્રક્રિયા અનુભવે છે અને પ્રક્રિયાથી ઍસિડમાંના આલ્કાઇલ સમૂહમાં રહેલા કાર્બન પરમાણુઓની સંખ્યાના કરતાં બમણી સંખ્યામાં કાર્બન ધરાવતા હાઇડ્રોકાર્બન બને છે.
પ્રશ્ન 17.
નીચે દર્શાવલા પ્રત્યેક સંશ્લેષણમાં પ્રારંભિક પદાર્થ, પ્રક્રિયક અથવા નીપજોના ખાલી સ્થાનોને પૂર્ણ કરો.
ઉત્તર:
પ્રશ્ન 18.
નીચે દર્શાવેલા પ્રત્યેક માટે સત્યતાભાસવાળું (બુદ્ધિગમ્ય) સ્પષ્ટીકરણ જણાવો :
(i) સાયક્લોહેકઝેનોન વધુ પ્રમાણમાં સાયનોહાઇડ્રિન નીપજ બનાવે છે, પણ 2,2,6-ટ્રાયમિથાઇલ સાયક્લો-હેકઝેનોન આવું કરતું
નથી.
(ii) સેમિકાબેંઝાઇડમાં બે-NH, સમૂહો હોય છે, પરંતુ સેમિકાર્બેઝોન સંયોજનો બનવામાં માત્ર એક જ સંકળાયેલું હોય છે.
(iii) કાર્બોક્સિલિક ઍસિડ અને આલ્કોહોલમાંથી ઍસિડ ઉદીપકની હાજરીમાં એસ્ટર બનવાની પ્રક્રિયા દરમિયાન બનતા પાણી અથવા એસ્ટરને બનવાની સાથે જ દૂર કરવા જોઇએ.
ઉત્તર:
(i) (a) સાયક્લોહેક્ઝેનોન સારા પ્રમાણમાં સાયનોહાઇડ્રન બનાવે છે.
(b) ટ્રાયમિથાઇલ સાયક્લોહેક્ઝિન HCN સાથે સારા પ્રમાણમાં આયનોહાઇડ્રન બનાવતો નથી.
(ii) સેમિકાબેઝાઇડ માં બે એમિનો (-NH2) સમૂહો છે પણ માં કાર્બોનિલ કાર્બનની સાથે જોડાયેલ -NH2 નીચે પ્રમાણે સસ્પંદનમાં ભાગ લે છે જેમાં આ કાર્બોનિલ ઑક્સિજનની ઉપર N ઉપરથી ઇલેક્ટ્રૉનયુગ્મ સ્થળાંતર પામે છે. આના પરિણામે -CONH2ના નાઇટ્રોજનની ઉપર ઇલેક્ટ્રૉન ઘટતાં તે નિર્બળ કેન્દ્રાનુરાગી બને છે અને પ્રક્રિયા કરતો નથી.
આથી માત્ર એક જ -NH2 પ્રક્રિયામાં ભાગ લે છે.
(iii) કાર્બોક્સિલિક ઍસિડ અને આલ્કોહૉલની વચ્ચે ઍસિડ ઉદ્દીપકની હાજરીમાં થતી એસ્ટરીકરણની પ્રક્રિયા પ્રતિવર્ત છે.
આ સંતુલન નીપજ તરફ થાય તે માટે નીપજ પાણીને દૂર કરવું જોઈએ.
પ્રશ્ન 19.
એક કાર્બનિક સંયોજન 69.77% કાર્બન, 11.63% હાઇડ્રોજન અને બાકીનો ઑક્સિજન ધરાવે છે. સંયોજનનું આણ્વીયદળ 86 છે. તે ટોલેન્સ પ્રક્રિયકનું રિડક્શન કરતો નથી, પરંતુ તે સોડિયમ હાઇડ્રોજન સલ્ફાઇટ સાથે યોગશીલ સંયોજન બનાવે છે અને તે આયોડોફોર્મ કસોટીમાં હકારાત્મક પરિણામ આપે છે. ઉગ્ર ઑક્સિડેશન દ્વારા તે ઇથેનોઇક અને પ્રોપેનોઇક ઍસિડ બનાવે છે. આ સંયોજનનું શક્ય બંધારણ લખો.
ઉત્તર:
(c) જેથી પ્રમાણ સૂચક સૂત્ર C5H10O અને
આણ્વિય કદ = 5(12) + 10(1) + (16)
= 60 + 10 + 16
= 86 g mol-1
(d) આણ્વિય દળ = 86 પ્રમાણ સૂચક સૂત્ર દળ = 86
∴ n = \(\frac{86}{68}\) = 1
∴ અણુસૂત્ર (C5H10O)1 = C5H10O
(e) (i) ટોલન્સ પ્રક્રિયક સાથે પ્રક્રિયા નથી કરતો
∴ -CHO સમૂહ નથી.
(ii) NaHSO3 ની સાથે યોગશીલ નીપજ રચે છે.
∴ -CHO અથવા સમૂહ છે.
(iii) તે આયોડોફોર્મ કસોટી આપે છે.
– COCH3 સમૂહ છે.
(iv) તે ઉગ્ર ઑક્સિડેશનથી ઇથેનોઇક અને પ્રોપેનોઇક ઍસિડ બનાવે છે.
∴ CH2 CH2 અને CH2CH2CH2 ને જોડતા તેમાં CH3CO- + -COCH2CH3 છે.
જેથી આ સંયોજન 2-પેન્ટેનોન છે.
(f) બંધારણ પ્રમાણે લાક્ષણિક ગુણધર્મોની સમજૂતી :
(i) અણુસૂત્ર C5H10O છે.
પ્રશ્ન 20.
કાર્બોક્સિલેટ આયન કરતાં ફિનૉક્સાઇડ આયન વધુ સંખ્યામાં સસ્પંદન બંધારણો ધરાવે છે, તેમ છતાં ફિનોલ કરતાં કાર્બોક્સિલિક એસિડ વધુ પ્રબળ એસિડ છે. શા માટે ?
ઉત્તર:
(a) કાર્બોક્સિલેટ આયન બે સમતુલ્ય સસ્પંદન બંધારણો દ્વારા સ્થાયિતા પ્રાપ્ત કરે છે, જેઓમાં ઋણવીજભાર વધારે વિદ્યુતઋણમય ઑક્સિજન પરમાણુની પર રહેલો હોય છે (જુઓ ઉપ૨ (b)માં સસ્પંદન બંધારણો).
(b) ફિનોલનો સંયુગ્મી બેઇઝ ફિનૉક્સાઇડ આયન અસમતુલ્ય સસ્પંદન બંધારણો ધરાવે છે. જેઓમાં ઋણવીજભાર ઓછા વિદ્યુતઋણમય કાર્બન પરમાણુ પર રહેલો હોય છે (બંધારણ II, III, IV).
અને જેથી ઓછી અસરકારક રીતે વિસ્થાનીકૃત થયેલો હોય છે.
(c) કાર્બોક્સિલેટ આયનની સ્થાયિતામાં થતો વધારો ફિનૉક્સાઇડ આયનની સ્થાયિતામાં થયેલા વધારાના કરતાં વધારે હોય છે, કાર્બોક્સિલેટ આયન ફિનૉક્સાઇડ આયનના કરતાં વધારે સ્થાયી હોય છે, જેથી કાર્બોક્સિલિક ઍસિડ સંયોજનો, ફિનોલ સંયોજનોના કરતાં વધુ સ્થાયી અને વધુ ઍસિડિક હોય છે.
GSEB Class 12 Chemistry આલ્ડિહાઇડ, કિટોન અને કાર્બોક્સિલિક ઍસિડ સંયોજનો NCERT Exemplar Questions and Answers
બહુવિકલ્પ પ્રશ્નો (પ્રકાર-I)
પ્રશ્ન 1.
આલ્કાઇનની પાણી સાથેની પ્રક્રિયા એસિટિક માધ્યમમાં અને Hg+2 આયનની ઉદ્દીપક તરીકેની હાજરીમાં થાય છે. આ પરિસ્થિતિમાં બ્યુટ-1-આઇનમાં પાણીની યોગશીલ પ્રક્રિયાથી નીચેનામાંથી કઈ નીપજ બનશે ?
જવાબ
પ્રશ્ન 2.
નીચેનામાંથી કયું સંયોજન કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા પ્રત્યે સૌથી વધુ સક્રિય છે ?
જવાબ
કાર્બોનિલ સમૂહ સાથે જોડાયેલ આલ્કાઇલ સમૂહનું કદ જેમ વધારે તેમ સક્રિયતા ઓછી.
પ્રશ્ન 3.
ઍસિડિક પ્રબળતાનો સાચો ક્રમ ……… છે.
(A) ફિનોલ < ઇથેનોલ < ક્લોરોએસિટિક ઍસિડ < એસિટિક ઍસિડ
(B) ઇથેનોલ < ફિનોલ < ક્લોરોએસિટિક ઍસિડ < એસિટિક ઍસિડ
(C) ઇથેનોલ < ફિનોલ < એસિટિક ઍસિડ < ક્લોરોએસિટિક ઍસિડ
(D) ક્લોરોએસિટિક ઍસિડ < એસિટિક ઍસિડ < ફિનોલ < ઇથેનોલ
જવાબ
(C) ઇથેનોલ < ફિનોલ < એસિટિક ઍસિડ < ક્લોરોએસિટિક ઍસિડ
- ફિનોલ એ આલ્કોહૉલ કરતાં વધુ ઍસિડિક છે. ફિનોલ H+ ગુમાવી વધુ સ્થાયી સંયુગ્મ બેઇઝ બનાવે છે.
- તે જ રીતે એસિટિક ઍસિડ પણ ફિનોલ કરતાં વધુ સ્થાયી સંયુગ્મ બેઇઝ બનાવે છે અને ક્લોરોએસિટિક ઍસિડમાં Cl એ e– આકર્ષક સમૂહ હોવાથી તે સૌથી વધુ ઍસિડિકતા ધરાવે છે.
પ્રશ્ન 4.
સંયોજન …………………… પ્રક્રિયા દ્વારા બનાવી શકાય છે.
(A) NaOH ની હાજરીમાં ફિનોલ અને બેન્ઝોઇક ઍસિડ વચ્ચેની
(B) પિરિડિનની હાજરીમાં ફિનોલ અને બેન્ઝોઇલ ક્લોરાઇડ વચ્ચેની
(C) ZnCl2ની હાજરીમાં ફિનોલ અને બેન્ઝોઇલ ક્લોરાઇડ વચ્ચેની
(D) પેલેડિયમની હાજરીમાં ફિનોલ અને બેન્ઝાલ્ડિહાઇડ વચ્ચેની
જવાબ
(B) પિરિડિનની હાજરીમાં ફિનોલ અને બેન્ઝોઇલ ક્લોરાઇડ વચ્ચેની
પ્રશ્ન 5.
પ્રક્રિયક કે જે એસિટોન અને બેન્ઝાલ્ડિહાઇડ બંને સાથે પ્રક્રિયા કરતો નથી તે ………………….. છે.
(A) સોડિયમ હાઇડ્રોજનસલ્ફાઇડ
(B) ફિનાઇલ હાઇડ્રેઝિન
(C) ફેહલિંગ પ્રક્રિયક
(D) ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક
જવાબ
(C) ફેહલિંગ પ્રક્રિયક
ફેહલિંગ પ્રક્રિયક એ કિટોન અને એરોમેટિક આલ્ડિહાઇડ સાથે પ્રક્રિયા કરતો નથી. આથી તે બેન્ઝાલ્ડિહાઇડમાં પ્રક્રિયા કરતો નથી.
પ્રશ્ન 6.
કેનિઝારો પ્રક્રિયા …………………….. દ્વારા દર્શાવાતી નથી.
(C) HCHO
(D) CH3CHO
જવાબ
(D) CH3CHO
CH3CHOમાં α-હાઇડ્રોજન હોવાથી તે કેનિઝારો પ્રક્રિયા આપતું નથી.
પ્રશ્ન 7.
જ્યારે સાથે સાંદ્ર જલીય KOHના દ્રાવણ સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે કઈ નીપજ બનશે ?
જવાબ
પ્રશ્ન 8.
Aનું બંધારણ અને ઉપર્યુક્ત પ્રક્રિયામાં સમઘટકીકરણ અનુક્રમે ……………………… છે.
(A) પ્રોપ-1-ઇન-2-ઑલ, મધ્યાવયવતા (metamerism)
(B) પ્રોપ-1-ઇન-1-ઑલ, ચલરૂપકતા (tautomerism)
(C) પ્રોપ-2-ઇન-2-ઑલ, સમઘટકતા
(D) પ્રોપ-1-ઇન-2-ઑલ, ચલરૂપકતા (tautomerism)
જવાબ
(D) પ્રોપ-1-ઇન-2-ઑલ, ચલરૂપકતા (tautomerism)
∴ A = પ્રોપ-1-ઇન-2-ઑલ
ટોટોમેરિઝમ = ચલરૂપકતા
પ્રશ્ન 9.
નીચેની પ્રક્રિયામાં સંયોજન A અને C …………………….. છે.
(A) સમાન
(B) સ્થાન સમઘટકો
(C) ક્રિયાશીલ સમૂહ સમઘટકો
(D) પ્રકાશક્રિયાશીલ સમઘટકો
જવાબ
(B) સ્થાન સમઘટકો
પ્રશ્ન 10.
નીચેનાં પરિવર્તન માટે કયો પ્રક્રિયક યોગ્ય છે ?
(A) ટોલેન્સ પ્રક્રિયક
(B) બેન્ઝોઇલ પેરૉક્સાઇડ
(C) I2 અને NaOH દ્રાવણ
(D) Sn અને NaOH દ્રાવણ
જવાબ
(C) I2 અને NaOH દ્રાવણ
(C) -COCH3 સમૂહનું -COOHમાં રૂપાંતર કરવા આયોડોફોર્મ કસોટી ઉપયોગી છે. તેથી I2/NaOHનું દ્રાવણ
પ્રશ્ન 11.
નીચેનામાંથી કયું સંયોજન આલ્કલાઇન KMnO4 દ્રાવણ સાથે ઑક્સિડેશનથી બ્યુટેનોન આપશે ?
(A) બ્યુટેન-1-ઑલ
(B) બ્યુટેન-2-ઑલ
(C) (A) અને (B) બંને
(D) એક પણ નહીં
જવાબ
(B) બ્યુટેન-2-ઑલ
પ્રશ્ન 12.
ક્લેમનશન રિડક્શનમાં કાર્બોનિલ સંયોજનની …………………. પ્રક્રિયા કરવામાં આવે છે.
(A) ઝિંક એમાલ્બમ + HCl
(B) સોડિયમ એમાગમ + HCl
(C) ઝિંક એમાલ્બમ + નાઇટ્રિક ઍસિડ
(D) સોડિયમ એમાલ્બમ + HNO3
જવાબ
(A) ઝિંક એમાગમ + HCl
બહુવિકલ્પ પ્રશ્નો (પ્રકાર-II)
નીચેના પ્રશ્નોમાં બે કે વધારે વિકલ્પો સાચાં હોઈ શકે છે.
પ્રશ્ન 1.
નીચેનામાંથી કયું સંયોજન આલ્ડોલ સંઘનન આપશે નહિ ?
જ્વાબ
(B, D)
ઓછામાં ઓછો 1 α-H પરમાણુ ધરાવતા સંયોજન આલ્ડોલ સંઘનનની પ્રક્રિયા આપે છે. તેથી (D) અને (B)માં એક પણ α-H નથી.
પ્રશ્ન 2.
સંયોજન સાથે NaOH દ્રાવણની પ્રક્રિયા ……………………. નીપજાવે છે.
(A) ફિનોલ
(B) સોડિયમ ફિનૉક્સાઇડ
(C) સોડિયમ બેન્ઝોએટ
(D) બેન્ઝોફિનોન
જવાબ
(B, C)
પ્રશ્ન 3.
નીચેનામાંથી કર્યું પરિવર્તન ક્લેમનશન રિડક્શન દ્વારા કરી શકાય છે ?
(A) બેન્ઝાલ્ડિહાઇડનું બેન્ઝાઇલ આલ્કોહૉલમાં
(B) સાયક્લોહેક્ઝેનોનનું સાયક્લોહેક્ઝેનમાં
(C) બેન્ઝોઇલ ક્લોરાઇડનું બેન્ઝાલ્ડિહાઇડમાં
(D) બેન્ઝોફિનોનનું ડાયફિનાઇલ મિથેનમાં
જવાબ
(B, D)
પ્રશ્ન 4.
નીચેના પૈકી કઈ પ્રક્રિયા દ્વારા શૃંખલામાં કાર્બન પરમાણુની સંખ્યામાં વધારો કરી શકાય ?
(A) ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા
(B) કેનિઝારો પ્રક્રિયા
(C) આલ્ડોલ સંઘનન
(D) HVZ પ્રક્રિયા
જવાબ
(A, C)
પ્રશ્ન 5.
બેન્ઝોફિનોન …………………… દ્વારા મેળવી શકાય.
(A) બેન્ઝોઇલ ક્લોરાઇડ + બેન્ઝિન + AlCl3
(B) બેન્ઝોઇલ ક્લોરાઇડ + ડાયફિનાઇલ કેડમિયમ
(C) બેન્ઝોઇલ ક્લોરાઇડ + ફિનાઇલ મૅગ્નેશિયમ ક્લોરાઇડ
(D) બેન્ઝિન + કાર્બનમોનૉક્સાઇડ + ZnCl2
જવાબ
(A, B)
પ્રશ્ન 6.
આપેલા સંયોજન (A)ની કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા માટે મધ્યવર્તીનું નીચેનામાંથી કર્યું નિરૂપણ સાચું છે ?
જવાબ
(A, B)
ટૂંક જવાબી પ્રકારના પ્રશ્નો
પ્રશ્ન 1.
બ્યુટેનાલ અને બ્યુટેન-1-ઑલના ઉત્કલનબિંદુમાં ખૂબ મોટો તફાવત શા માટે હોય છે ?
ઉત્તર:
- બ્યુટેનોલ આંતરઆણ્વીય H બંધ નીચે મુજબ છે.
- બ્યુટેનાલમાં આંતરઆણ્વીય H બંધ જોવા મળતો નથી. તેથી બ્યુટેનાલ કરતાં બ્યુટેનોલનું ઉત્કલનબિંદુ વધુ હોય છે.
પ્રશ્ન 2.
પેન્ટેન-2-ઑન અને પેન્ટેન-3-ઑન વચ્ચેનો તફાવત દર્શાવતી એક પ્રક્રિયા લખો.
ઉત્તર:
આયોડોફોર્મ કસોટી : પેન્ટેન-2-ઑન એ -COCH3 સમૂહ ધરાવે છે. તેથી તે આ કસોટી આપશે જ્યારે પેન્ટેન-3-ઑન આ કસોટી આપશે નહીં.
પ્રશ્ન 3.
નીચેનાં સંયોજનોના IUPAC નામ આખો :
(D) CH3 – CH = CH – CHO
ઉત્તર:
(A) 3-ફિનાઇલપ્રોપ-2-ઇન-1-ઑલ
(B) સાયક્લોહેક્ઝેનકાર્બાલ્ડિહાઇડ
(C) 3-ઑક્સો-પેન્ટેન-1-ઑલ
(D) બ્યુટ-2-ઇન-1-ઑલ
પ્રશ્ન 4.
નીચેનાં સંયોજનોનાં બંધારણો આપો :
(A) 4-નાઇટ્રોપ્રોપીઓફિનોન
(B) 2-હાઇડ્રોક્સિસાયક્લોપેન્ટેનકાર્બાલ્ડિહાઇડ
(C) ફિનાઇલ એસિટાલ્ડિહાઇડ
ઉત્તર:
પ્રશ્ન 5.
નીચેનાં સંયોજનોનાં IUPAC નામ લખો :
ઉત્તર:
(A) ઇથેન-1,2-ડાયાલ
(B) બેન્ઝિન-1,4-ડાયકાર્બાલ્ડિહાઇડ
(C) 3-બ્રોમોબેન્ઝાલ્ડિહાઇડ
પ્રશ્ન 6.
બેન્ઝાલ ક્લોરાઇડમાંથી બેન્ઝાલ્ડિહાઇડ મેળવી શકાય છે. બેન્ઝાલ ક્લોરાઇડ મેળવવા માટેની અને તેમાંથી બેન્ઝાલ્ડિહાઇડ મેળવવા માટેની પ્રક્રિયા લખો.
ઉત્તર:
પ્રશ્ન 7.
બેન્ઝિનની નિર્જળ ઍલ્યુમિનિયમ ક્લોરાઇડની હાજરીમાં બેન્ઝોઇલ ક્લોરાઇડ સાથેની પ્રક્રિયામાં ઉત્પન્ન થતો ઇલેક્ટ્રોન અનુરાગીનું નામ આપો. પ્રક્રિયાનું નામ પણ આપો.
ઉત્તર:
આ પ્રક્રિયા ફ્રિડલ-ક્રાફ્ટ એસાઇલેશન છે.
પ્રશ્ન 8.
કિટોનનું ઑક્સિડેશન કાર્બન-કાર્બન બંધનું વિભાજન સમાવે છે, 2,5-ડાયમિથાઇલહેક્ઝેન-3-ઑનના ઑક્સિડેશનથી પ્રાપ્ત થતી નીપજોનાં નામ આપો.
ઉત્તર:
પોપોના નિયમ મુજબ, અસમમિતીય કિટોનના ઑક્સિડેશનથી કિટોન સમૂહ એ નાના આલ્કાઇલ સમૂહ સાથે જોડાય છે.
પ્રશ્ન 9.
નીચેનાને તેમની ઍસિડિક પ્રબળતાના ઊતરતા ક્રમમાં ગોઠવો અને તમારા ઉત્તર માટે કારણ આપો :
CH3CH2OH, CH3COOH, ClCH2COOH,
FCH2COOH, C6H5CH2COOH
જવાબ
FCH2COOH > ClCH2 COOH > C6H5CH2COOH > CH3COOH > CH3CH2OH.
કારણ :
(i) વધુ \(\bar{e}\) આકર્ષક સમૂહની ઍસિડિક પ્રબળતા વધુ હોય છે.
(ii) C6H5-સમૂહમાં સસ્પંદનના લીધે ઍસિડિક પ્રબળતા વધે છે.
(iii) આલ્કોહૉલ એ -COOH કરતાં નિર્બળ ઍસિડ છે.
પ્રશ્ન 10.
NaOHની હાજરીમાં પ્રોપેનાલની 2-મિથાઇલ પ્રોપેનાલ સાથેની પ્રક્રિયાથી કઈ નીપજ બનશે ? આ પ્રક્રિયાનું નામ લખો.
ઉત્તર:
ક્રોસ આલ્ડોલ સંઘનન :
પ્રશ્ન 11.
સંયોજન ‘A’ને સંયોજન ‘B’ની આલ્કલાઇન KMnO4 સાથેની ઑક્સિડેશન પ્રક્રિયા દ્વારા બનાવાયો છે. સંયોજન ‘A’ લિથિયમ ઍલ્યુમિનિયમ હાઇડ્રાઇડ સાથે રિડક્શન પામી ફરીથી સંયોજન ‘B’ માં રૂપાંતરિત થાય છે. જ્યારે સંયોજન ‘A’ ને સંયોજન ‘B’ સાથે H2SO4ની હાજરીમાં ગરમ કરવામાં આવે, તો તે સંયોજન ‘C’ની ફળ જેવી વાસ ઉત્પન્ન કરે છે. સંયોજન ‘A’, ‘B’ અને ‘C’ કયા પ્રકારના સંયોજનો છે ?
ઉત્તર:
પ્રશ્ન 12.
નીચેનાંને ઍસિડિક પ્રબળતાના ઊતરતા ક્રમમાં ગોઠવો. તેમની ગોઠવણી માટેની સમજૂતી આપો.
C6H5COOH, FCH2COOH, NO2CH2COOH
ઉત્તર:
NO2CH2COOH > FCH2COOH > C6H5COOH
પ્રશ્ન 13.
આલ્કીન અને કાર્બોનિલ સંયોજનો બંને π-બંધ ધરાવે છે. પરંતુ આલ્કીન ઇલેક્ટ્રોનઅનુરાગી યોગશીલ પ્રક્રિયા દર્શાવે છે જ્યારે કાર્બોનિલ સંયોજનો કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા દર્શાવે છે. સમજાવો.
ઉત્તર:
કાર્બોનિલ સંયોજનો ધ્રુવીય હોવાથી તે કેન્દ્રાનુરાગી પ્રક્રિયા આપે છે.
પ્રશ્ન 14.
કાર્બોક્સિલિક એસિડ એ કાર્બોનિલ સમૂહ ધરાવે છે. પરંતુ આલ્ડિહાઇડ અથવા કિટોનની જેમ કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા દર્શાવતું નથી ? શા માટે ?
ઉત્તર:
કાર્બોક્સિલિક ઍસિડમાં થતા સસ્પંદનના લીધે કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા આપતા નથી.
પ્રશ્ન 15.
નીચેની પ્રક્રિયામાં સંયોજન A, B અને C ને ઓળખો :
ઉત્તર:
પ્રશ્ન 16.
આલ્કોહોલ અથવા ફિનોલ કરતાં કાર્બોક્સિલિક ઍસિડ વધુ ઍસિડિક છે. જો કે તે દરેકમાં ઑક્સિજન પરમાણુ સાથે હાઇડ્રોજન જોડાયેલો છે (−O− H) શા માટે ?
ઉત્તર:
-COOH અને ફિનોલમાંથી H+ દૂર કરતાં બનતા સંયુગ્મ બેઇઝની સ્થાયિતા નીચે મુજબ સમજાવી શકાય છે.
-COOHમાં O-H બંધનું વિયોજન ફિનોલ કરતાં સરળતાથી થાય છે.
પ્રશ્ન 17.
નીચેની પ્રક્રિયાના ક્રમને પૂર્ણ કરો :
ઉત્તર:
પ્રશ્ન 18.
સામાન્ય રીતે બેઝિનનું એસિટાઇલેશન કર્યા બાદ રિડક્શન દ્વારા ઇથાઇલ બેન્ઝિન બનાવાય છે પરંતુ સીધા જ આલ્કાઇલેશન દ્વારા નહિ. શક્ય કારણને વિચારો.
ઉત્તર:
પ્રશ્ન 19.
ગાટરમાન-કોંચ પ્રક્રિયા ફિડલ-ક્રાફ્ટસ એસાઇલેશનને સમાન ગણી શકાય ? ચર્ચા કરો.
ઉત્તર:
જોડકાં પ્રકારના પ્રશ્નો
પ્રશ્ન 1.
કોલમ – Iમાં આપેલ સામાન્ય નામોને કોલમ – IIમાં આપેલાં
IUPAC નામ સાથે જોડો.
કોલમ – I (સામાન્ય નામ) | કૉલમ – II (IUPAC નામ) |
(A) સિન્નામાલ્ડિહાઇડ | (1) પેન્ટેનાલ |
(B) એસિટોફિનોન | (2) પ્રોપ-2-ઇનાલ |
(C) વેલેરાલ્ડિહાઇડ | (3) 4-મિથાઇલપેન્ટ-3-ઇન-2-ઓન |
(D) એક્રોલિન | (4) ૩-ફિનાઇલપ્રોપ-2-ઇનાલ |
(E) મેસિટાઇલ ઑક્સાઇડ | (5) ૩-ફિનાઇલઇથેનોલ |
જવાબ
(A – 4) (B – 5) (C – 1) (D – 2) (E – 3)
કોલમ – I (સામાન્ય નામ) | કૉલમ – II (IUPAC નામ) |
(A) સિન્નામાલ્ડિહાઇડ | (4) ૩-ફિનાઇલપ્રોપ-2-ઇનાલ |
(B) એસિટોફિનોન | (5) ૩-ફિનાઇલઇથેનોલ |
(C) વેલેરાલ્ડિહાઇડ | (1) પેન્ટેનાલ |
(D) એક્રોલિન | (2) પ્રોપ-2-ઇનાલ |
(E) મેસિટાઇલ ઑક્સાઇડ | (3) 4-મિથાઇલપેન્ટ-3-ઇન-2-ઓન |
પ્રશ્ન 2.
કૉલમ – I માં આપેલા ઍસિડને કોલમ – IIમાં આપેલાં તેમના IUPACનાં સાચાં નામ સાથે જોડો :
કૉલમ – I (ઍસિડ) | કૉલમ-II (IUPAC નામ) |
(A) થેલિક ઍસિડ | (1) હેક્ઝેન-1, 6-ડાયોઇક ઍસિડ |
(B) ઑક્ઝેલિક ઍસિડ | (2) બેઝિન-1, 2-ડાયકાર્બોક્સિલિક ઍસિડ |
(C) સક્સિનિક એસિડ | (3) પેન્ટેન-1, 5-ડાયોઇક ઍસિડ |
(D) એડિપિક ઍસિડ | (4) બ્યુટેન-1, 4-ડાયોઇક ઍસિડ |
(E) ગ્લુટારિક ઍસિડ | (5) ઇથેન-1, 2-ડાયોઇક ઍસિડ |
જવાબ
(A – 2) (B – 5) (C – 4) (D – 1) (E – 3)
કૉલમ – I (ઍસિડ) | કૉલમ-II (IUPAC નામ) |
(A) થેલિક ઍસિડ | (2) બેઝિન-1, 2-ડાયકાર્બોક્સિલિક ઍસિડ |
(B) ઑક્ઝેલિક ઍસિડ | (5) ઇથેન-1, 2-ડાયોઇક ઍસિડ |
(C) સક્સિનિક એસિડ | (4) બ્યુટેન-1, 4-ડાયોઇક ઍસિડ |
(D) એડિપિક ઍસિડ | (1) હેક્ઝેન-1, 6-ડાયોઇક ઍસિડ |
(E) ગ્લુટારિક ઍસિડ | (3) પેન્ટેન-1, 5-ડાયોઇક ઍસિડ |
પ્રશ્ન 3.
કૉલમ – Iમાં આપેલ પ્રક્રિયાને કોલમ – IIમાં આપેલાં તેમના IUPAC ના પ્રક્રિયાનાં નામ સાથે જોડો :
કૉલમ – I (પ્રક્રિયા) | કોલમ – II (પ્રક્રિયક) |
(A) બેન્ઝોફિનોન → ડાયફિનાઇલ મિથેન | (1) LiAlH4 |
(B) બેન્ઝાલ્ડિહાઇડ → 1-ફિનાઇલ ઇથેનોલ | (2) DiBAL – H |
(C) સાયક્લોહેક્ઝેનોન → સાયક્લોહેક્ઝેનોલ | (3) Zn(Hg)/સાંદ્ર HCl |
(D) ફિનાઇલ બેન્ઝોએટ → બેન્ઝાલ્ડિહાઇડ | (4) CH3MgBr |
જવાબ
(A – 3) B – 4) (C – 1) (D – 2)
કૉલમ – I (પ્રક્રિયા) | કોલમ – II (પ્રક્રિયક) |
(A) બેન્ઝોફિનોન → ડાયફિનાઇલ મિથેન | (3) Zn(Hg)/સાંદ્ર HCl |
(B) બેન્ઝાલ્ડિહાઇડ → 1-ફિનાઇલ ઇથેનોલ | (4) CH3MgBr |
(C) સાયક્લોહેક્ઝેનોન → સાયક્લોહેક્ઝેનોલ | (1) LiAlH4 |
(D) ફિનાઇલ બેન્ઝોએટ → બેન્ઝાલ્ડિહાઇડ | (2) DiBAL – H |
પ્રશ્ન 4.
કોલમ – Iમાં આપેલ ઉદાહરણને કૉલમ – IIમાં આપેલાં તેમના IUPACના પ્રક્રિયાનાં નામ સાથે જોડો ઃ
જવાબ
(A – 5) (B – 4) (C – 1) (D – 2) (E – 6) (F – 3)
વિધાન અને કારણ પ્રકારના પ્રશ્નો
નીચે વિધાન (A) અને પછી કારણ (R) આપેલાં છે. નીચેના જવાબોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.
(A) વિધાન (A) અને કારણ (R) બંને સાચાં છે, કારણ (R) વિધાન (A)ની સાચી સમજૂતી છે.
(B) વિધાન (A) અને કારણ (R) બંને ખોટાં છે.
(C) વિધાન (A) સાચું છે પરંતુ કારણ (R) ખોટું છે.
(D) વિધાન (A) ખોટું છે પરંતુ કારણ (R) સાચું છે.
(E) વિધાન (A) અને કારણ (R) બંને સાચાં છે પરંતુ કારણ (R) વિધાન (A)ની સાચી સમજૂતી નથી.
પ્રશ્ન 1.
વિધાન (A) : ફોર્માલ્ડિહાઇડ સમતલીય અણુ છે. કારણ (R) : તે sp- સંસ્કૃત કાર્બન ધરાવે છે.
જવાબ
(A) વિધાન (A) અને કારણ (R) બંને સાચાં છે, કારણ (R) વિધાન (A)ની સાચી સમજૂતી છે.
પ્રશ્ન 2.
વિધાન (A) : -CHO સમૂહ ધરાવતાં સંયોજનો સહેલાઈથી અનુવર્તી કાર્બોક્સિલિક ઍસિડમાં ઑક્સિડેશન પામે છે.
કારણ (R) : કાર્બોક્સિલિક એસિડનું LiAlH4 સાથેની પ્રક્રિયા દ્વારા આલ્કોહોલમાં રિડક્શન કરી શકાય છે.
જવાબ
(E) વિધાન (A) અને કારણ (R) બંને સાચાં છે પરંતુ કારણ (R) વિધાન (A)ની સાચી સમજૂતી નથી.
પ્રશ્ન 3.
વિધાન (A) : કાર્બોનિલ સંયોજનોમાંનો રહેલો α-હાઇડ્રોજન પરમાણુ ઓછો ઍસિડિક છે.
કારણ (R) : α-હાઇડ્રોજન પરમાણુના ગુમાવ્યા બાદ બનતો ઋણ આયન સસ્પંદનથી સ્થાયી છે.
જવાબ
(D) વિધાન (A) ખોટું છે પરંતુ કારણ (R) સાચું છે.
કાર્બોનિલ સંયોજનોમાં રહેલો ભ્ર-હાઇડ્રોજન પરમાણુ તેમાં રહેલા ē આકર્ષક સમૂહના લીધે ઍસિડિક છે. સસ્પંદનની સ્થાયિતા દ્વારા α-H પરમાણુ દૂર થતા એનાયન બને છે.
પ્રશ્ન 4.
વિધાન (A) : એરોમેટિક આલ્ડિહાઇડ અને ફોર્માલ્ડિહાઇડ કેનિઝારો પ્રક્રિયા આપે છે.
કારણ (R) : ઍરોમેટિક આલ્ડિહાઇડ ફોર્માલ્ડિહાઇડ જેટલું જ સક્રિય છે.
જવાબ
(C) વિધાન (A) સાચું છે પરંતુ કારણ (R) ખોટું છે.
ઍરોમેટિક આલ્ડિહાઇડ અને ફોર્માલ્ડિહાઇડ કેનિઝારો પ્રક્રિયા આપે છે કારણ કે α-H પરમાણુ એ -COOH બનાવે છે અને આલ્ડિહાઇડમાંથી આલ્કોહૉલ મળે છે.
પ્રશ્ન 5
વિધાન (A) : આલ્ડિહાઇડ અને કિટોન બંને ટોલેન્સ પ્રક્રિયક સાથે રજત દર્પણ બનાવે છે.
કારણ (R) : આલ્ડિહાઇડ અને કિટોન બંને કાર્બોનિલ સમૂહ ધરાવે છે.
જવાબ
(D) વિધાન (A) ખોટું છે પરંતુ કારણ (R) સાચું છે.
કિટોન એ ટોલેન્સ કસોટી આપતો નથી.
સવિસ્તર પ્રકારના પ્રશ્નો
પ્રશ્ન 1.
આલ્કીન ‘A’ (અણુસૂત્ર C5H10)નું ઓઝોનાલિસીસથી બે સંયોજન ‘B’ અને ‘C’ નું મિશ્રણ આપે છે. સંયોજન ‘B’ હકારાત્મક ફેહલિંગ કસોટી અને I2/ NaOH સાથે પણ આયોડોફોર્મ આપે છે. સંયોજન ‘C’ ફેહલિંગ કસોટી આપતું નથી પરંતુ આયોડોફોર્મ બનાવે છે. સંયોજન A, B અને C ને ઓળખો. ઓઝોનોલિસીસ માટેની પ્રક્રિયા લખો તથા B અને C માંથી આયોડોફોર્મની બનાવવાની પ્રક્રિયા લખો.
ઉત્તર:
- અણુસૂત્ર – C5H10
- આથી સંયોજન A એ આલ્કીન અથવા સાયક્લોઆલ્કન હોઈ શકે. જો Aનું ઓઝોનોલીસીસ થાય તો તે આલ્કીન જ હોવું જોઈએ.
- આલ્કીનના શક્ય બંધારણ
(i) CH3 – CH2 – CH2 – CH = CH2
(ii) CH3 – CH2 – CH = CH – CH3
- બંધારણ-(i) નું ઓઝોનાલિસીસ ફક્ત આલ્ડિહાઇડ આપે છે.
- બંધારણ-(ii) નું ઓઝોનાલિસીસ ફક્ત આલ્ડિહાઇડ આપે છે.
- બંધારણ-(iii) નું ઓઝોનાલિસીસ ફક્ત આલ્ડિહાઇડ આપે છે.
બંધારણ (iv) નું ઓઝોનાલિસીસ કરતાં આલ્ડિહાઇડ અને કિટોન બને છે.
- i, ii, iii નું ઓઝોનાલિસીસ કરતાં ફક્ત આલ્ડિહાઇડ મળે છે. પરંતુ આપેલ પ્રશ્ન મુજબ આયોડોફોર્મ કસોટી આપે અને ફેહલિંગ કસોટી આપતો નથી. તેથી તે સંયોજન સમૂહ ધરાવતો કિટોન હોવો જોઈએ તેથી સંયોજન (iv) સાચું છે.
- B અને C માંથી આયોડોફોર્મની બનાવટ
પ્રશ્ન 2.
ઍરોમેટિક સંયોજન ‘A’ (આણ્વીય સૂત્ર C8H8O) હકારાત્મક 2, 4-DNP કસોટી આપે છે. તે આયોડિન અને સોડિયમ હાઇડ્રોક્સાઇડ દ્રાવણ સાથે સંયોજન ‘B’ના પીળા અવક્ષેપ આપે છે. સંયોજન ‘A’ ટોલેન્સ અથવા ફેહલિંગ કસોટી આપતું નથી. પોટેશિયમ પરમેંગનેટ દ્વારા પ્રબળ ઑક્સિડેશનથી તે કાર્બોક્સિલિક ઍસિડ ‘C’ (આણ્વીય સૂત્ર C7H6O2) બનાવે છે જે ઉપર્યુક્ત પ્રક્રિયામાં પીળા સંયોજનની સાથે બને છે. A, B અને C ને ઓળખો અને સંકળાયેલી બધી જ પ્રક્રિયાઓ લખો.
ઉત્તર:
અણુસૂત્ર = C8H8O બેન્ઝિન વલય અને કાર્બોનિલ સમૂહ ધરાવતા શક્ય સમઘટકો નીચે મુજબ છે.
પ્રશ્ન 3.
C3H6O આણ્વિયસૂત્રવાળા કાર્બોનિલ સંયોજનના ક્રિયાશીલ સમૂહ સમઘટકો લખો. કયો સમઘટક HCN સાથે ઝડપી પ્રક્રિયા કરશે અને શા માટે ? પ્રક્રિયાની ક્રિયાવિધિ પણ સમજાવો. શું પ્રક્રિયાની પરિસ્થિતિમાં બધો જ પ્રક્રિયક નીપજમાં રૂપાંતરિત થશે ? જો પ્રક્રિયા મિશ્રણમાં પ્રબળ ઍસિડ ઉમેરવામાં આવે, તો નીપજોની સાંદ્રતા પર શું અસર થશે અને શા માટે ?
ઉત્તર:
- C3H6Oના સમઘટકો CH3CH2CHO અને CH3COCH છે.
- CH3CH2CHO એ HCN સાથે ઝડપથી પ્રક્રિયા આપે છે. તેમાં અવકાશીય અવરોધ ઓછો છે.
- આ પ્રક્રિયા પ્રતિવર્તી હોવાથી તે પૂર્ણ થતી નથી. તેમાં સંતુલન સ્થપાય છે. આ મિશ્રણમાં જો પ્રબળ ઍસિડ ઉમેરવામાં આવે તો પ્રક્રિયા અવરોધાય છે કારણ કે CN– આયનનું ઉત્પાદન અટકી જાય છે.
પ્રશ્ન 4.
જ્યારે પ્રવાહી ‘A’ ને તાજા બનાવેલા એમોનિકલ સિલ્વર નાઇટ્રેટ સાથે પ્રક્રિયા કરાવવામાં આવે ત્યારે તે ચમકદાર રજત દર્પણ આપે છે. આ પ્રવાહી સોડિયમ હાઇડ્રોજન સલ્ફાઇટ સાથે સફેદ સ્ફટિકમય ઘન બનાવે છે. પ્રવાહી ‘B’ પણ સોડિયમ હાઇડ્રોજન સલ્ફાઇટ સાથે સફેદ સ્ફટિક બનાવે છે. પરંતુ તે એમોનિકલ સિલ્વર નાઇટ્રેટ સાથે પ્રક્રિયા આપતું નથી. બંનેમાંથી કયું પ્રવાહી આલ્ડિહાઇડ છે ? આ પ્રક્રિયાઓનાં રાસાયણિક સમીકરણો પણ લખો.
ઉત્તર:
પ્રવાહી ‘A’ એ એમોનિકલ સિલ્વર નાઇટ્રેટ (ટોલેન્સ પ્રક્રિયક) સાથે કસોટી આપે છે. તેથી ‘A’ એ આલ્ડિહાઇડ છે.
RCHO + 2[Ag(NH3)2]NO3 + 2NH4OH → 2NH4NO3 + H2O + 4NH3 + RCOOH + 2Ag → રજતદર્પણ
આલ્ડિહાઇડ અને કિટોન બંને સફેદ સ્ફટિકમય પદાર્થ NaHSO3 સાથેની પ્રક્રિયાથી આપે છે. પરંતુ ફક્ત આલ્ડિહાઇડ જ રજતદર્પણ કસોટી આપે છે (ટોલેન્સ/ફેહલિંગ કસોટી).