Gujarat Board GSEB Textbook Solutions Class 12 Chemistry Chapter 13 એમાઇન સંયોજનો Textbook Questions and Answers.
Gujarat Board Textbook Solutions Class 12 Chemistry Chapter 13 એમાઇન સંયોજનો
GSEB Class 12 Chemistry એમાઇન સંયોજનો Text Book Questions and Answers
પ્રશ્ન 1.
નીચે દર્શાવેલા સંયોજનોના IUPAC નામ લખો અને તેમને 1°, 2° અને 3° એમાઇન સંયોજનોમાં વર્ગીકૃત કરો.
(i) (CH3)2CHNH2
(ii) CH3(CH2)2NH2
(iii) CH3NHCH(CH3)2
(iv) (CH3)3C • NH2
(v) C6H5NHCH3
(vi) (CH3CH2)2N • CH3
(vii) m-BrC6H4NH2
ઉત્તર:
(i) (CH3)2CH-NH2, પ્રોપેન-2-એમાઇન (1°)
(ii) CH3CH22 • NH2 પ્રોપેન-1-એમાઇન (1°)
(v) C6H5NH – CH3
N-મિથાઇલ બેન્ઝેનેમાઇન (2°)
પ્રશ્ન 2.
નીચે દર્શાવેલી જોડીઓના સંયોજનોને વિભેદિત કરવા એક રાસાયણિક કસોટી જણાવો :
(i) મિથાઇલ એમાઇન અને ડાયમિથાઇલ એમાઇન
(ii) દ્વિતીયક અને તૃતીયક એમાઇન સંયોજનો
(iii) ઇથાઇલ એમાઇન અને એનિલિન
(iv) એનિલિન અને બેન્ઝાઇલ એમાઇન
(v) એનિલિન અને N-મિથાઇલએનિલિન
ઉત્તર:
(i) મિથાઇલ એમાઇન અને ડાયમિથાઇલ એમાઇન : મિથાઇલ એમાઇન (પ્રાથમિક) એ કાર્બાઇલ એમાઇન કસોટી આપે છે જ્યારે તેને CHCl3 અને KOH સાથે પ્રક્રિયા આપે છે. ડાયમિથાઇલ એમાઇન (દ્વિતીયક)એ આ કસોટી આપતો નથી.
(ii) દ્વિતીયક અને તૃતીયક એમાઇન સંયોજનો : દ્વિતીયક એમાઇન HNO2 સાથે પ્રક્રિયા કરી નાઇટ્રોસોએમાઇન આપે છે. જ્યારે પીળા તૈલી પ્રવાહીને ફિનોલ અને સાંદ્ર H2SO4 સાથે ગરમ ક૨વામાં આવે ત્યારે તે લીલારંગનું દ્રાવણ બને છે. તેનું પાણી ઉમેરી મંદન કરતા તે લાલ રંગમાં ફેરવાય છે અને જલીય NaOH સાથે મંદન કરતા ઘેરા ભૂરા રંગમાં ફેરવાય છે.
તૃતીયક એમાઇન આ કસોટી આપતા નથી.
(iii) ઇથાઇલ એમાઇન અને એનિલિન : ઇથાઇલ એમાઇન (પ્રાથમિક એલિફેટિક એમાઇન) અને એનિલિન (પ્રાથમિક એરોમેટિક એમાઇન) એઝોરંગક કસોટી દ્વારા વિભેદિત કરી શકાય છે. એનિલિન આ કસોટી આપે છે, જ્યારે ઇથાઇલ એમાઇન સાથે થતી નથી.
(iv) એનિલિન અને બેન્ઝાઇલ એમાઇન : બેન્ઝાઇલ એમાઇન HNO2 સાથે પ્રક્રિયા કરી અસ્થાયી ડાયએઝોનિયમ ક્ષાર બને છે અને નીચા તાપમાને પણ N2 વાયુ ઉત્પન્ન થાય છે.
એનિલિન HNO2 સાથે પ્રક્રિયા કરી બેન્ઝિનડાયએઝોનિયમ ક્લોરાઇડ બનાવે છે અને N2 વાયુ વિઘટનથી મળતો નથી.
(v) એનિલિન અને N-મિથાઇલએનિલિન (કાર્બાઇલ એમાઇન કસોટી) : એનિલિન કાર્બાઇલ એમાઇન કસોટી આપે છે. કારણ કે તે પ્રાથમિક એમાઇન છે જ્યારે N-મિથાઇલ એનિલિન દ્વિતીયક એમાઇન હોવાથી આ કસોટી આપતા નથી.
પ્રશ્ન 3.
નીચે દર્શાવેલાં વિધાનો માટેનાં કારણો આપો :
(i) મિથાઇલ એમાઇન કરતાં એનિલિનના pkbનું મૂલ્ય વધુ હોય છે.
(ii) ઇથાઇલ એમાઇન પાણીમાં દ્રાવ્ય છે, જ્યારે એનિલિન પાણીમાં દ્રાવ્ય નથી.
(iii) મિથાઇલ એમાઇન ફેરિક ક્લોરાઇડ સાથે પાણીમાં પ્રક્રિયા કરી જળયુક્ત ફેરિક ઑક્સાઇડ અવક્ષેપિત કરે છે.
(iv) એરોમેટિક ઇલેક્ટ્રોનઅનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓમાં એમિનો સમૂહ o-અને p-નિર્દેશક છે, તેમ છતાં એનિલિન નાઇટ્રેશનથી નોંધપાત્ર માત્રામાં m-નાઇટ્રોએનિલિન આપે છે.
(v) એનિલિન ફિડલ-ક્રાફટ્સ પ્રક્રિયા આપતું નથી.
(vi) એલિફેટિક એમાઇન સંયોજનોના ડાયએઝોનિયમ ક્ષાર કરતાં એરોમેટિક એમાઇન સંયોજનોના ડાયએઝોનિરામ ક્ષાર વધુ સ્થાયી હોય છે.
(vii)પ્રાથમિક એમાઇન સંયોજનોના સંશ્લેષણ માટે ગ્રેબિયલ સ્થેલિમાઇડ સંશ્લેષણને અગ્રિમતા આપવામાં આવે છે.
ઉત્તર:
(i) એનિલિનમાં -NH2 સમૂહ સીધો જ બેન્ઝિન વલય સાથે જોડાયેલ હોય છે. તેથી N પરમાણુ પર રહેલું અબંધકારક e– યુગ્મ બેન્ઝિન વલય સાથે સંયુગ્મનમાં હોવાથી પ્રોટૉનેશન માટે ઓછું પ્રાપ્ત હોય છે. તેથી એનિલિન માટે pkb નું મૂલ્ય મિથાઇલ એમાઇન કરતાં વધુ છે અને એનિલિન ઓછું બેઝિક છે (જેમ pkbનું મૂલ્ય વધે તેમ બેઝિકતા ઘટે).
(ii) H-બંધના લીધે ઇથાઇલ એમાઇન પાણીમાં દ્રાવ્ય છે. એનિલિનમાં હાઇડ્રોકાર્બનનો ભાગ મોટો છે તેથી તેમાં H બંધ ઓછા છે તેથી તે પાણીમાં દ્રાવ્ય નથી.
(iii) મિથાઇલ એમાઇન એ પાણી કરતાં વધુ બેઝિક છે તે પાણી પાસેથી પ્રોટૉન સ્વીકારે છે અને OH– આયન ઉત્પન્ન કરે છે.
(iv) સાંદ્ર HNO3 અને સાંદ્ર H2SO4 ની હાજરીમાં એનિલિન એ પ્રોટૉનેશનથી એનિલીનિયમ આયન બનાવે છે. પ્રક્રિયા મિશ્રણમાં એનિલિન અને એનિલીનિયમ આયન બંને હાજર છે. એનિલિનમાં -NH2 સમૂહ o- અને p નિર્દેશક છે પરંતુ એનિલીનિયમ એ m-નિર્દેશક છે. એનિલીનિયમ આયનના વધારે પ્રમાણથી m-નાઇટ્રોએનિલિન ઉત્પન્ન થાય છે.
(v) એનિલિન લુઇસ બેઇઝ હોવાથી તે AlCl3 લુઇસ ઍસિડ સાથે પ્રક્રિયા કરી સંકીર્ણ બનાવે છે. જેના કારણે એનિલિનનો N પરમાણુ ધનભાર મેળવે છે અને તેથી પછીની પ્રક્રિયામાં તે પ્રબળ અક્રિયકારક સમૂહ તરીકે વર્તે છે.
(vi) એરિન ડાયએઝોનિયમ આયનની સ્થાયિતાને સંસ્પંદનના આધારે સમજાવી શકાય છે. જ્યારે પ્રાથમિક એલિફેટિક એમાઇનમાં સંસ્પંદન ન હોવાના લીધે તે અસ્થાયી ક્ષાર બનાવે છે.
(vii) ગ્રેબિયલ પ્લેલિમાઇડ સંશ્લેષણથી ફક્ત પ્રાથમિક એમાઇન જ બને છે. તેમાં દ્વિતીયક અને તૃતીયક એમાઇન બનતા નથી તેથી આ પદ્ધતિને અગ્રિમતા આપવામાં આવે છે.
પ્રશ્ન 4.
નીચે દર્શાવેલા સંયોજનોને જણાવ્યા મુજબના ક્રમમાં ગોઠવો :
(i) pKb મૂલ્યોના ઊતરતા ક્રમમાં :
C2H5NH2, C6H5NHCH3 (C2H5)2NH અને C6H5NH2
(ii) બેઝિક પ્રબળતાના ચઢતા ક્રમમાં :
C6H5NH2 C6H5N(CH3)2, (C2H5)2NH અને CH3NH2
(iii) બેઝિક પ્રબળતાના ચઢતા ક્રમમાં :
(a) એનિલિન, P-નાઇટ્રોએનિલિન અને p-ટોલ્યુડીન
(b) C6H5NH2, C6H5NHCH3, C6H5CH2NH2
(iv) વાયુઅવસ્થામાં બેઝિક પ્રબળતાના ઊતરતા ક્રમમાં :
C2H5NH2, (C2H5)NH, (C2H5)3N અને NH2
(v) ઉત્કલનબિંદુના ચઢતા ક્રમમાં :
C2H5OH, (CH3)2NH, C2H5NH2
(vi) પાણીમાં દ્રાવ્યતાના ચઢતા ક્રમમાં :
C6H5NH2, (C2H5)2NH, C2H5NH2
ઉત્તર:
(i) C6H5NH2 > C6H5NHCH3 > C6H5NH2 > (C2H5)2NH
(ii) C6H5NH2, < C6H5N(CH3)2 < CH3NH2 < (C2H5)2NH
(iii) (a) p-નાઇટ્રોએનિલિન ≤ એનિલિન < p-ટોલ્યુડીન
(b) C6H5NH2 < C6H5NHCH3 < C6H5CH2 NH2
(iv) (C2H5)3N > (C2H5)2NH > C2H5NH2 > NH3
(v) (CH3)2NH < C2H5NH2 < C2H5OH
(vi) C6H5NH2 < (C2H5)2NH < C2H5NH2
પ્રશ્ન 5.
તમે કેવી રીતે પરિવર્તિત કરશો :
(i) ઇથેનોઇક ઍસિડને મિથેનેમાઇનમાં
(ii) હેકઝેનનાઇટ્રાઇલને 1-એમિનોપેન્ટેનમાં
(iii) મિથેનોલને ઇથેનોઇક એસિડમાં
(iv) ઇથેનેમાઇનને મિથેનેમાઇનમાં
(v) ઇથેનોઇક ઍસિડને પ્રોપેનોઇક એસિડમાં
(vi) મિથેનેમાઇનને ઇથેનેમાઇનમાં
(vii) નાઇટ્રોમિથેનને ડાયમિથાઇલ એમાઇનમાં
(viii) પ્રોપેનોઇક એસિડને ઇથેનોઇક એસિડમાં
ઉત્તર:
(i) ઇથેનોઇક ઍસિડ → મિથેનેમાઇન :
(ii) હેક્ઝેન નાઇટ્રાઇલ → 1-એમિનોપેન્ટેન :
(iii) મિથેનોલ → ઇથેનોઇક ઍસિડ :
(iv) ઇથેનેમાઇન → મિથેનેમાઇન :
(v) ઇથેનોઇક ઍસિડ → પ્રોપેનોઇક ઍસિડ :
(vi) મિથેનેમાઇન→ ઇથેનેમાઇન :
(vii)નાઇટ્રોમિથેન → ડાયમિથાઇલ એમાઇન :
(viii) પ્રોપેનોઇક ઍસિડ → ઇથેનોઇક ઍસિડ :
પ્રશ્ન 6.
પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક એમાઇન સંયોજનોની પરખ માટેની પદ્ધતિ વર્ણવો. તેમાં સમાવિષ્ટ પ્રક્રિયાઓના રાસાયણિક સમીકરણો પણ લખો.
ઉત્તર:
બેન્ઝિનસલ્ફોનાઇલ ક્લોરાઇડ (C6H5SO2Cl) જે હીન્સબર્ગ પ્રક્રિયક તરીકે ઓળખાય છે, આ પ્રક્રિયક 1° અને 2° એમાઇન સંયોજનો સાથે પ્રક્રિયા કરી સલ્ફોનેમાઇડ સંયોજનો બનાવે છે.
(i) બેન્ઝિનસલ્ફોનાઇલ ક્લોરાઇડ, પ્રાથમિક એમાઇન સાથે પ્રક્રિયા કરીને N-ઇથાઇલબેન્ઝિનસલ્ફોનાઇલએમાઇડ બનાવે છે.
સલ્ફોનેમાઇડમાં N સાથે જોડાયેલો H પરમાણુ પ્રબળ e– આકર્ષક સલ્ફોનાઇલ સમૂહની હાજરીના કારણે પ્રબળ ઍસિડિક હોય છે, તેથી તે આલ્કલીમાં દ્રાવ્ય હોય છે.
(ii) દ્વિતીયક એમાઇન સાથેની પ્રક્રિયામાં N, N-ડાયઇથાઇલ- બેન્ઝિનસલ્ફોનેમાઇડ બને છે.
N, N-ડાયઇથાઇલબેન્ઝિનસલ્ફોનેમાઇડમાં N-નાઇટ્રોજન પરમાણુ સાથે એક પણ H નથી તેથી તે ઍસિડિક નથી અને આલ્કલીમાં પણ અદ્રાવ્ય છે.
(iii) તૃતીયક એમાઇન સંયોજનો બેન્ઝિનસલ્ફોનાઇલ ક્લોરાઇડ સાથે જુદી જુદી રીતે પ્રક્રિયા કરવાનો આ ગુણધર્મ 1°, 2° અને 3° એમાઇન સંયોજનોને વિભેદિત કરવા અને તેમના મિશ્રણના અલગીકરણમાં ઉપયોગી થાય છે. હાલમાં બેન્ઝિનસલ્ફોનાઇલ ક્લોરાઇડના સ્થાને p-ટોલ્યુઇન-સલ્ફોનાઇલક્લોરાઇડનો ઉપયોગ થાય છે.
પ્રશ્ન 7.
નીચે દર્શાવેલા મુદ્દા પર ટૂંકનોંધ લખો :
(i) કાર્બાઇલએમાઇન પ્રક્રિયા
(ii) ડાયએઝોટાઇઝેશન
(iii) હૌફમેન બ્રોમેમાઇડ પ્રક્રિયા
(iv) યુગ્મન પ્રક્રિયા
(v) એમોનોલિસીસ
(vi) એસિટાઇલેશન
(vii) ગેબ્રિયલ થેલિમાઇડ સંશ્લેષણ
ઉત્તર:
(i) કાર્બાઇલ એમાઇન પ્રક્રિયા :
- એલિફેટિક અને એરોમેટિક પ્રાથમિક એમાઇન સંયોજનોને ક્લોરોફોર્મ અને ઇથેનોલીય KOH સાથે ગરમ કરતા ખરાબ વાસ ધરાવતા આઇસોસાયનાઇડ અથવા કાર્બાઇલ એમાઇન સંયોજનો બને છે.
- 2° અને ૩° એમાઇન સંયોજનો આ પ્રક્રિયા દર્શાવતા નથી.
- આ પ્રક્રિયાને આઇસોસાયનાઇડ કસોટી પણ કહે છે. આ કસોટી પ્રાથમિક એમાઇનની પરખ માટે ઉપયોગી છે.
(ii) ડાયએઝોટાઇઝેશન :
- પ્રાથમિક એરોમેટિક એમાઇન સંયોજનોનું ડાયએઝોનિયમ ક્ષારમાં પરિવર્તન ડાયએઝોટાઇઝેશન તરીકે ઓળખાય છે.
- એનિલિનની HNO2 સાથેની 273 – 278K તાપમાને પ્રક્રિયાથી બેન્ઝિનડાયએઝોનિયમ ક્લોરાઇડ બનાવી શકાય છે. HNO2ને પ્રક્રિયા મિશ્રણમાં જ NaNO2 (સોડિયમ નાઇટ્રાઇટ)ની HCl સાથેની પ્રક્રિયાથી ઉત્પન્ન કરવામાં આવે છે.
- ડાયએઝોનિયમ ક્ષારની અસ્થાયિતાના કારણે તેનો સંગ્રહ કરવામાં આવતો નથી અને બન્યા પછી તરત જ તેનો ઉપયોગ કરવામાં આવે છે.
(iii) હોફમૅન બ્રોમેમાઇડ પ્રક્રિયા :
- હોફમૅને એમાઇડ સંયોજનોની NaOHના જલીય અથવા ઇથેનોલીય દ્રાવણમાં Br2 સાથે પ્રક્રિયા કરી 1°-એમાઇન સંયોજનો બનાવવાની પદ્ધતિ વિકસાવી.
- આ વિઘટન પ્રક્રિયામાં એમાઇડ સમૂહના કાર્બોનિલ કાર્બન પરમાણુ પરથી એક આલ્કાઇલ અથવા એરાઇલ સમૂહનું સ્થાનાંતર નાઇટ્રોજન પરમાણુ પર થાય છે.
- આમ, એમાઇડ સંયોજનોમાં રહેલા C પરમાણુ કરતાં એક ઓછા C પરમાણુવાળું એમાઇન સંયોજન બને છે.
(iv) યુગ્મન પ્રક્રિયા :
પ્રક્રિયાઓ જેમાં ડાયએઝોસમૂહ સચવાયેલો રહે છે. (યુગ્મન પ્રક્રિયાઓ) : આ સંયોજનો મોટે ભાગે રંગીન હોય છે. તેથી રંગકો તરીકે ઉપયોગી છે. બેન્ઝિન ડાયએઝોનિયમ ક્લોરાઇડ, ફિનોલ સાથે પ્રક્રિયા કરે છે જેમાં ફિનોલ અણુ તેના પૅરાસ્થાનમાં ડાયએઝોનિયમ ક્ષાર સાથે યુગ્મન પામીને p-હાઇડ્રૉક્સિએઝોબેન્ઝિન બનાવે છે. આ પ્રક્રિયાને યુનપ્રક્રિયા કહે છે. આ જ રીતે ડાયએઝોનિયમ ક્ષારની એનિલિન સાથેની પ્રક્રિયા p-એમિનોએઝોબેન્ઝિન આપે છે.
(v) એમોનોલિસીસ :
- આલ્કાઇલ અથવા બેન્ઝાઇલ હેલાઇડ સંયોજનોમાં C – H બંધ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક દ્વારા સરળતાથી તૂટી શકે છે. આમ, આલ્કાઇલ અથવા બેન્ઝાઇલ હેલાઇડ, એમોનિયાના ઇથેનોલીય દ્રાવણ સાથે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કરે છે. જેમાં H- પરમાણુ, -NH2 એમિનો સમૂહ દ્વારા વિસ્થાપન પામે છે. એમોનિયા અણુ દ્વારા C – X બંધ તૂટવાનો પ્રક્રમ એમોનોલિસીસ તરીકે ઓળખાય છે.
- આ પ્રક્રિયા સંપૂર્ણ રીતે બંધ કરેલી નળીમાં 373 K તાપમાને કરવામાં આવે છે. આ રીતે પ્રાપ્ત 1° એમાઇન કેન્દ્રાનુરાગી પ્રક્રિયકની જેમ વર્તે છે અને ફરીથી તે આલ્કાઇલ હેલાઇડ સાથે પ્રક્રિયા કરી 2° અને 3° એમાઇન સંયોજનો અને છેવટે ચતુર્થક એમોનિયમ ક્ષાર બનાવે છે.
- એમોનિયમ ક્ષારની પ્રબળ બેઇઝ સાથેની પ્રક્રિયાથી મુક્ત એમાઇન મેળવી શકાય છે.
R – \(\stackrel{+}{\mathrm{NH}_3 \overline{\mathrm{X}}}\) + NaOH → R – NH2 + H2O + \(\stackrel{+}{\mathrm{N} a} \overline{\mathrm{X}}\) - મર્યાદા : આ પ્રક્રિયાથી 1°, 2°, 3°, 4° એમોનિયમ ક્ષારનું મિશ્રણ મળે છે. જોકે વધુ પડતા એમોનિયાનો ઉપયોગ કરવાથી મુખ્ય નીપજ તરીકે પ્રાથમિક એમાઇન મળે છે.
- આ પ્રક્રિયામાં હેલાઇડ સમૂહોની એમાઇન સંયોજનો સાથેની પ્રતિક્રિયાત્મક્તાનો ક્રમ : R – I > R – Br > R – Cl
(vi) એસિટાઇલેશન :
એસાઇલેશન : એલિફેટિક અને એરોમેટિક પ્રાથમિક અને દ્વિતીયક એમાઇન સંયોજનો ઍસિડ ક્લોરાઇડ, એનહાઇડ્રાઇડ અને એસ્ટર સંયોજનો સાથે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કરે તેને એસાઇલેશન કહે છે.
એસાઇલેશન પ્રક્રિયા દ્વારા મળતી નીપજને એમાઇડ સંયોજનો તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રક્રિયા પ્રબળ બેઇઝ જેવા કે પિરિડિનની હાજરીમાં કરવામાં આવે છે, જે પ્રક્રિયા દરમિયાન બનતા HCl ને દૂર કરે છે અને સંતુલનને જમણી બાજુ તરફ ખસેડે છે.
એમાઇન સંયોજનો બેન્ઝોઇલ ક્લોરાઇડ (C6H5COCl) સાથે પ્રક્રિયા કરે છે. આ પ્રક્રિયાને બેન્ઝોઇલેશન કહે છે.
(vii)ગ્રેબિયલ પ્લેલિમાઇડ સંશ્લેષણ :
- આ પ્રક્રિયા ફક્ત પ્રાથમિક એમાઇન સંયોજનોની બનાવટમાં ઉપયોગી થાય છે.
- પ્લેલિમાઇડની ઇથેનોલીય KOH સાથે પ્રક્રિયા કરતાં સ્થેલિમાઇડનો પોટૅશિયમક્ષાર મળે છે, જેને આલ્કાઇલ હેલાઇડ સાથે ગરમ કરીને આલ્કલાઇન જળવિભાજન કરતાં અનુવર્તી પ્રાથમિક એમાઇન સંયોજન મળે છે.
- આ પદ્ધતિથી એરોમેટિક પ્રાથમિક એમાઇન સંયોજનો બનાવી શકાતા નથી, કારણ કે એરાઇલ હેલાઇડ સંયોજનો થેલિમાઇડથી બનતા ઋણાયન સાથે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કરતા નથી.
પ્રશ્ન 8.
નીચે દર્શાવેલા પરિવર્તનોને પરિપૂર્ણ કરો :
(i) નાઇટ્રોબેઝિનમાંથી બેન્ઝોઇક ઍસિડ
(ii) બેઝિનમાંથી m-બ્રોમોફિનોલ
(iii) બેન્ઝોઇક એસિડમાંથી એનિલિન
(iv) એનિલિનમાંથી 2,4,6-ટ્રાયબ્રોમોફ્લોરોબેન્ઝિન
(v) બેન્ઝાઇq ફ્લોરાઇડમાંયો 2-ફિનાઇલઇથેનમાઇન
(vi) એનિલિનમાંથી ?-બ્રોમોએનિલિન
(vii) ક્લોરોબેઝિનમાંથી 2-ક્લોરોએનિલિન
(viii) બેન્ઝેમાઇડમાંથી ટોલ્યુઇન
(ix) એનિલિનમાંથી બેઝાઇલ આલ્કોહોલ
ઉત્તર:
પ્રશ્ન 9.
નીચેની પ્રક્રિયાઓમાં A, B અને Cનાં બંધારણો જણાવો :
ઉત્તર:
પ્રશ્ન 10.
એક એરોમેટિક સંયોજન ‘A’ ને જાય એમોનિ ગરમ કરવા સંસ્કોન ‘B’ બાપે છે, જેને BR2 KOH સાથે ગરમ કરવાથી C6H7N આણ્વીયસત્રવાળ સંયોજન ‘C’ બતાવે છે, A, B અને C સંયોજનોના બંધારણો અને IUPAC નામ લખો.
ઉત્તર:
પ્રશ્ન 11.
નીચેની પ્રક્રિયાઓને પૂર્ણ કર :
(i) C6H5NH2 + CHCl3 + આલ્કોહોલી KOH →
(ii) C6H5N2Cl + H3PO2 + H2O →
(iii) C6H5NH2 + H2SO4 (સાંદ્ર) →
(iv) C6H5N2Cl + C2H5OH →
(v) C6H5NH2 + Br2(aq) →
(vi) C6H5NH2 + (CH3CO)2O →
(vii) C6H5N2Cl
ઉત્તર:
પ્રશ્ન 12.
એરોમેટિક પ્રાથમિક એમાઇન સંયોજનોને શા માટે ગેબ્રિયલ પ્લેલિમાઇડ સંશ્લેષણ દ્વારા બનાવી શકાતા નથી ?
ઉત્તર:
- પ્લેલિમાઇડની આલ્કોહૉલિક KOH સાથે પ્રક્રિયા કરતાં પ્લેલિમાઇડનો પોટૅશિયમ ક્ષાર મળે છે.
- જેની આલ્કાહાઇલ હેલાઇડ સાથે ગરમ કરતાં પ્રાથમિક એમાઇન સંયોજન મળે છે.
- જ્યારે એરાઇલ હેલાઇડ સંયોજનો થેલિમાઇડથી બનતા ઋણાયન સાથે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કરતા નથી.
પ્રશ્ન 13.
(i) એરોમેટિક અને
(ii) એલિફેટિક પ્રાથમિક એમાઇન સંયોજનોની નાઇટ્રસ ઍસિડ સાથેની પ્રક્રિયાઓ લખો.
ઉત્તર:
(i) એરોમેટિક પ્રાથમિક એમાઇન :
(ii) એલિમ્ફેટિક પ્રાથમિક એમાઇન :
પ્રશ્ન 14.
નીચે દર્શાવેલા પ્રત્યેક માટે સત્યાભાસવાળું સ્પષ્ટીકરણ આપો :
(i) સમાન આણ્વીયદળવાળા આલ્કોહોલ સંયોજનો કરતાં એમાઇન સંયોજનો શા માટે ઓછા એસિડિક હોય છે ?
(ii) તૃતીયક એમાઇન સંયોજનો કરતાં પ્રાથમિક એમાઇન સંયોજનો શા માટે ઊંચા ઉત્કલનબિંદુ ધરાવે છે ?
(iii) એરોમેટિક એમાઇન સંયોજનો કરતાં એલિફેટિક સંયોજનો શા માટે વધુ પ્રબળ બેઇઝ છે ?
ઉત્તર:
(i) સમાન અણુભાર ધરાવતા આલ્કોહૉલ સંયોજનો કરતાં એમાઇન સંયોજનો ઓછા ઍસિડિક છે, કારણ કે N – H બંધ એ O – H બંધ કરતાં ઓછો ધ્રુવીય છે, તેથી આલ્કોહૉલની સરખામણીમાં એમાઇન વધુ મુશ્કેલીથી H+ આયન મુક્ત કરે છે.
(ii) આંતરઆણ્વીય H બંધ પ્રાથમિક એમાઇનમાં હાજર હોય છે. પરંતુ તૃતીયક એમાઇનમાં હાજર હોતો નથી તેથી પ્રાથમિક એમાઇનના ઉત્કલનબિંદુ તૃતીયક એમાઇન કરતાં ઊંચા હોય છે.
(iii) એરોમેટિક એમાઇનમાં N પરમાણુ પર રહેલું અબંધકારક e– યુગ્મ બેન્ઝિન વલય સાથે સંયુગ્મનમાં હોવાથી પ્રોટૉનેશન માટે ઓછું પ્રાપ્ય હોય છે. તેના પાંચ સંસ્પંદન બંધારણ મળશે.
જેમ સંસ્પંદન વધારે તેમ સ્થાયિતા વધારે છે. તેથી બેઝિકતા ઓછી હોય છે.
એલિફેટિક એમાઇન સંયોજનોમાં આલ્ફાઇલ સમૂહોની +I અસરના કારણે N પરમાણુ ૫૨ ઉચ્ચ e– ઘનતા હોવાથી તે વધુ બેઝિક છે.
GSEB Class 12 Chemistry એમાઇન સંયોજનો NCERT Exemplar Questions and Answers
બહુવિકલ્પ પ્રશ્નો (પ્રકાર-I)
પ્રશ્ન 1.
નીચેના પૈકી કયો 3° એમાઇન છે ?
(A) 1-મિથાઇલ સાયક્લોહેક્ઝાઇલ એમાઇન
(B) ટ્રાયઇથાઇલ એમાઇન
(C) તૃતીયક બ્યુટાઇલ એમાઇન
(D) N-મિથાઇલ એનિલિન
જવાબ
(B) ટ્રાયઇથાઇલ એમાઇન
પ્રશ્ન 2.
CH2 = CH – CH2NHCH3નું સાચું IUPAC નામ કયું છે ?
(A) એલાઇલમિથાઇલએમાઇન
(B) 2-એમિનો-4-પેન્ટીન
(C) 4-એમિનોપેન્ટ-1-ઇન
(D) N-મિથાઇલપ્રોપ-2-ઇન-1-એમાઇન
જવાબ
(D) N-મિથાઇલપ્રોપ-2-ઇન-1-એમાઇન
પ્રશ્ન 3.
જલીય માધ્યમમાં આપેલામાંથી પ્રબળ બેઇઝ કયો છે ?
(A) CH3NH2
(B) NC – CH2NH2
(C) (CH3)2NH
(D) C6H5 – NH – CH3
જવાબ
(C) (CH3)2NH
સંયોજન | બેઝિકતા માટે જવાબદાર પરિબળ |
(A) CH3 – NH2 | પ્રેરક અસર (+I) |
(B) NC – CH2 – NH2 | પ્રેરક અસર (-I) |
(C) (CH3)2NH | પ્રેરક અસર(+I) અને દ્રાવકયોજન |
(D) | -I પ્રેરક અસર અને સંસ્પંદન |
કારણ કે +I અસર અને દ્રાવકયોજન એ બેઝિકતા વધારે છે.
જ્યારે -I અસર અને સંસ્પંદન બેઝિકતા ઘટાડે છે.
પ્રશ્ન 4.
નીચેના પૈકી કયું નિર્બળ બ્રોન્સ્ટેડ બેઇઝ છે ?
(D) CH3 NH2
જવાબ
એનિલિનમાં થતા સંસ્પંદનના લીધે એનિલિન નિર્બળ બ્રોન્સ્ટેડ બેઇઝ છે.
પ્રશ્ન 5.
બેન્ઝાઇલ એમાઇનનું નીચેનાં સમીકરણો પ્રમાણે આલ્કાઇલેશન થાય છે.
C6H5CH2NH2 + R – X → C6H5CH2NHR
નીચેના પૈકી કયો આલ્કાઇલ હેલાઇડ આ પ્રક્રિયા SNI ક્રિયાવિધિ માટે વધારે બંધબેસતો છે ?
(A) CH3Br
(B) C6H5Br
(C) C6H5CH2Br
(D) C2H5Br
જવાબ
(C) C6H5CH2Br
SN1 ક્રિયાવિધિ પ્રમાણે જેમ કાર્બોકેટાયનની સ્થાયિતા વધારે તે પ્રક્રિયાની સક્રિયતા વધુ
જવાબ
(C) C6H5CH2Br → C6H5 – \(\mathrm{CH}_2{ }^{\oplus}\) (વધુ સ્થાયી)
પ્રશ્ન 6.
નીચેના પૈકી કયો પ્રક્રિયક એરાઇલ નાઇટ્રો સંયોજનનું એમાઇનમાં રિડક્શન કરવા માટે યોગ્ય નથી ?
(A) H2(વધુ) / Pt
(B) ઇથરમાં LiAlH4
(C) Fe અને HCl
(D) Sn અને HCI
જવાબ
(B) ઇથરમાં LiAlH4
પ્રશ્ન 7.
આલ્કાઇલ હેલાઇડમાંથી કાર્બન શૃંખલામાં CH2ના વધારા સાથે પ્રાથમિક એમાઇન બનાવવા માટે નાઇટ્રોજન સ્રોત તરીકે ક્યો પ્રક્રિયક વપરાય છે ?
(A) સોડિયમ એમાઇડ, NaNH2
(B) સોડિયમ એઝાઇડ, NaN3
(C) પોટૅશિયમ સાયનાઇડ, KCN
(D) પોટેશિયમ પ્થેલેમાઇડ, C6H4 (CO)2N–K+
જવાબ
(C) પોટૅશિયમ સાયનાઇડ, KCN
પ્રશ્ન 8.
એમાઇનના ગાબ્રિયલ સંશ્લેષણમાં નાઇટ્રોજન સ્રોત તરીકે …………………….
(A) સોડિયમ એમાઇડ, NaN3
(B) સોડિયમ નાઇટ્રાઇટ, NaNO2
(C) પોટૅશિયમ સાયનાઇડ, KCN
(D) પોટૅશિયમ પ્થેલેમાઇડ, C6H4(Co)2N–K+
જવાબ
(D) પોટૅશિયમ પ્થેલેમાઇડ, C6H4(Co)2N–K+
પ્રશ્ન 9.
2° એમાઇન બનાવવા માટે યોગ્ય પ્રક્રિયક ક્યો છે ?
(A) 2° R – Br + NH3
(B) 2° R – Br + NaCN પછી H2/Pt
(C) 1° R – NH2 + RCHO પછી H2/Pt
(D) 1° R – Br (2 મોલ) + પોટૅશિયમ પ્થેલેમાઇડ / H3O+/Δ
જવાબ
(C) 1° R – NH2 + RCHO પછી H2/Pt
પ્રશ્ન 10.
2-ફિનાઇલ પ્રોપેનામાઇડમાંથી 2-ફિનાઇલ પ્રોપેનામાઇન પરિવર્તિત કરવા માટે …………………. શ્રેષ્ઠ પ્રક્રિયક છે.
(A) વધુ H2
(B) Br2/ જલીય NaOH
(C) I2 / લાલ P
(D) ઇથરમાં LiAlH4
જવાબ
(D) ઇથરમાં LiAlH4
પ્રશ્ન 11.
2-ફિનાઇલ પ્રોપેનામાઇડમાંથી 1-ફિનાઇલ ઇથેનામાઇન પરિવર્તિત કરવા માટે …………………… શ્રેષ્ઠ પ્રક્રિયક છે.
(A) વધુ H2 / Pt
(B) Br2 / જલીય NaOH
(C) NaBH4 / મિથેનોલ
(D) LiAlH4 / ઇથર
જવાબ
(B) Br2 / જલીય NaOH
પ્રશ્ન 12.
હોફમાન બ્રોમામાઇડ અવક્રમણ પ્રક્રિયા ……………………. વડે દર્શાવાય છે.
(A) ArNH2
(B) ArCONH2
(C) ArNO2
(D) ArCH2NH2
જવાબ
(B) ArCONH2
પ્રશ્ન 13.
નીચેનાં સંયોજનોનો બેઝિક પ્રબળતાનો યોગ્ય ચઢતો ક્રમ કયો છે ?
(A) (ii) < (iii) < (i)
(B) (iii) < (i) < (ii)
(C) (iii) < (ii) < (i)
(D) (ii) < (i) < (iii)
જવાબ
(D) (ii) < (i) < (iii)
જ્યારે ē દાતા સમૂહ બેઝિકતામાં વધારો કરે છે, ત્યારે ē આકર્ષક સમૂહ બેઝિકતામાં ઘટાડો કરે છે તેથી. (ii) < (i) < (iii)
પ્રશ્ન 14.
મિથાઇલ એમાઇનની HNO2 સાથેની પ્રક્રિયાથી કઈ નીપજ મળે છે ?
(A) CH3 – O – N = O
(B) CH3 – O – CH3
(C) CH3OH
(D) CH3CHO
જવાબ
(C) CH3OH
પ્રશ્ન 15.
મિથાઇલ એમાઇનની HNO2 સાથેની પ્રક્રિયાથી કયો વાયુ બને છે ?
(A) NH3
(B) N2
(C) H2
(D) C2H6
જવાબ
(B) N2
પ્રશ્ન 16.
બેન્ઝિનના નાઇટ્રેશનમાં સાંદ્ર H2SO4 અને સાંદ્ર HNO3 નું મિશ્રણનો ઉપયોગ કરવામાં આવે છે. કઈ સ્વિસીઝ પ્રક્રિયાને શરૂ કરે છે ?
(A) NO2
(B) NO+
(C) NO+2
(D) NO–2
જવાબ
(C) NO+2
HNO3 + 2H2SO4 → NO+2 + 2HSO–4 + H3O+
(e– અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા)
પ્રશ્ન 17.
ઍરોમેટિક નાઇટ્રો સંયોજનોના Fe અને HCl વડે રિડક્શનથી …………………… મળે.
(A) ઍરોમેટિક ઓક્ઝાઇમ
(B) ઍરોમેટિક હાઇડ્રોકાર્બન
(C) ઍરોમેટિક પ્રાથમિક એમાઇન
(D) ઍરોમેટિક એમાઇડ
જવાબ
(C) ઍરોમેટિક પ્રાથમિક એમાઇન
પ્રશ્ન 18.
મંદ હાઇડ્રોક્લોરિક ઍસિડ પ્રત્યે સૌથી વધારે સક્રિય એમાઇન કયો છે ?
(A) CH3NH2
જવાબ
જે બેઇઝની પ્રબળતા વધુ તે મંદ HCl સાથે પ્રબળતાથી પ્રક્રિયા આપે છે.
પ્રશ્ન 19.
એસિડ એનહાઇડ્રાઇડની પ્રાથમિક એમાઇન સાથેની પ્રક્રિયાથી …………………… મળે.
(A) એમાઇડ
(B) ઇમાઇડ
(C) 2° એમાઇન
(D) ઇમાઇન
જવાબ
(A) એમાઇડ
પ્રશ્ન 20.
આ પ્રક્રિયાનું નામ ………………………..
(A) સેન્ડમેયર
(B) ગાટરમાન
(C) ક્લેઇઝન
(D) કાર્બાઇલ એમાઇન
જવાબ
(B) ગાટરમાન
પ્રશ્ન 21.
કાર્બન શૃંખલામાં કાર્બનની સંખ્યા બદલ્યા વગર આલ્કાઇલ હેલાઇડમાંથી પ્રાથમિક એમાઇન બનાવવા માટે શ્રેષ્ઠ પદ્ધતિ કઈ છે ?
(A) હોફમાન બ્રોમામાઇડ
(B) ગાબ્રિયલ પ્થેલેમાઇડ
(C) સેન્ડમેયર પ્રક્રિયા
(D) NH3 સાથેની પ્રક્રિયા
જવાબ
(B) ગાબ્રિયલ પ્થેલેમાઇડ
પ્રશ્ન 22.
નીચેનામાંથી કયું સંયોજન બેન્ઝિન ડાયેઝોનિયમ ક્લોરાઇડ સાથે એઝોસંયુગ્મન પ્રક્રિયા નહિ આપે ?
(A) એનિલિન
(C) એનિસોલ
(B) ફિનોલ
(D) નાઇટ્રોબેન્ઝિન
જવાબ
(D) નાઇટ્રોબેન્ઝિન
-OH, -NH2, -OCH3 એ e– દાતા સમૂહ છે જ્યારે -NO2 એ e– આકર્ષક સમૂહ છે. તેથી તે -NO2 સાથે પ્રક્રિયા કરતો નથી.
પ્રશ્ન 23.
નીચેના પૈકી કયો નિર્બળ બ્રોન્સ્ટેડ બેઇઝ છે ?
જવાબ
ફિનોલ એ નિર્બળ બ્રૉન્સ્ટેડ બેઇઝ છે. જ્યારે ફિનોલ H+ ગુમાવે ત્યારે ખૂબ જ ઓછું સ્થાયી સંયુગ્મી ઍસિડ ઉત્પન્ન કરે છે. ઑક્સિજન એN કરતાં વધુ વિદ્યુતઋણતા ધરાવે છે તેથી O – H બંધ એ વધુ ધ્રુવીય છે અને તે ઍસિડિક સ્વભાવ ધરાવે છે.
પ્રશ્ન 24.
નીચેના પૈકી કયો પ્રબળ બ્રોન્સ્ટેડ બેઝ છે ?
જવાબ
- (D) એનિલિન એ NH3 કરતાં નિર્બળ બેઇઝ છે, કારણ કે એનિલિનમાં સસ્પંદન બંધારણ જોવા મળે છે.
- પાયરોલ (C) એ પ્રબળ બેઇઝ નથી કારણ કે અબંધકારક e– યુગ્મ એ ઍરોમેટિક બંધારણ ઉપ૨ સ્થાનીકૃત થાય છે.
- તેથી પાયરોલિડિન (d) એ પ્રબળ બેઇઝ છે, કારણ કે તેમાં સસ્પંદન બંધારણ જોવા મળતું નથી.
પ્રશ્ન 25.
H2O, NH3, OH–, NH–2, સ્પિસિઝનો સાચો બેઝિક પ્રબળતાનો ઊતરતો ક્રમ કયો છે ?
(A) NH–2 > OH– > NH3 > H2O
(B) OH– > NH–2 > H2O > NH3
(C) NH3 > H2O > N–2 > OH–
(D) H2O > NH3 > OH– > N–2
જવાબ
(A) NH–2 > OH– NH3 > H2O
અહીં એઝેનાઇડ NH–2 એ પ્રબળ બેઝિક છે, કારણ કે તે ઋણ વીજભાર ધરાવે છે અને બે e– યુગ્મ N પરમાણુ ઉપર આવેલા છે.
પ્રશ્ન 26.
નીચેના પૈકી કયું સૌથી વધારે બાષ્પશીલ હોવું જોઈએ ?
(I) CH3CH2CH2NH2
(II) (CH3)3N
(IV) CH3CH2CH3
(A) II
(B) IV
(C) I
(D) III
જવાબ
(B) IV
- (B) 1° અને 2° એમાઇન તેમાં રહેલા H બંધના કા૨ણે વધુ ઊંચા ઉત્કલનબિંદુ ધરાવે છે અને તે એમાઇન કરતાં ઓછા બાષ્પશીલ છે.
- 3° એમાઇન વધુ ધ્રુવીય હોવાના લીધે તે ઊંચા ઉત્કલનબિંદુ ધરાવે છે.
- હાઇડ્રોકાર્બન (IV) એ અવીય છે તેથી તે સૌથી વધુ બાષ્પશીલ છે.
પ્રશ્ન 27.
નીચેના પૈકી એમાઇન બનાવવાની કઈ પદ્ધતિમાં પ્રક્રિયકમાં રહેલા કાર્બન પરમાણુની સંખ્યા એમાઇનમાં રહેલા કાર્બન પરમાણુ જેટલી હોતી નથી ?
(A) નાઇટ્રાઇટની LiAlH4 સાથેની પ્રક્રિયા
(B) એમાઇડની LiAlH4 સાથે અને પછી પાણી સાથેની પ્રક્રિયા
(C) આલ્કાઇલ હેલાઇડની પ્થેલેમાઇડના પોટૅશિયમ ક્ષાર સાથે ગરમ કરી પછી જળવિભાજનની પ્રક્રિયા
(D) એમાઇડની જલીય NaOH માં Br2 સાથેની પ્રક્રિયા
જવાબ
(D) એમાઇડની જલીય NaOH માં Br2 સાથેની પ્રક્રિયા
બહુવિકલ્પ પ્રશ્નો (પ્રકા-II)
નીચેના પ્રશ્નોમાં બે કે વધારે વિકલ્પો સાચા હોઈ શકે છે.
પ્રશ્ન 1.
નીચેના પૈકી કયું સેન્ડમેયર પ્રક્રિયા વડે બનાવી શકાય નહિ ?
(A) ક્લોરોબેન્ઝિન
(B) બ્રોમોબેન્ઝિન
(C) આયોડોબેન્ઝિન
(D) ફ્લોરોબેન્ઝિન
જવાબ
(C, D)
- સેન્ડમેયર પ્રક્રિયા :
- આયોડોબેન્ઝિન અને ફ્લોરોબેન્ઝિનની બનાવટ :
પ્રશ્ન 2.
નીચેનામાંથી કયા પ્રક્રિયક વડે નાઇટ્રોબેન્ઝિનનું રિડક્શન એનિલિનમાં થાય ?
(A) Sn / HCl
(B) Fe / HCl
(C) H2 – Pd
(D) Sn / NH4OH
જવાબ
(A, B, C)
પ્રશ્ન 3.
નીચેનામાંથી કઈ સ્પિસિઝ કાર્બાઇલ એમાઇન કસોટીમાં સંકળાયેલ છે ?
(A) R – NC
(B) CHCl3
(C) COCl2
(D) NaNO2 + HCl
જવાબ
(A, B)
R – NH2 + CHCl3 + 3KOH → RNC + 3KCl + 3H2O
પ્રશ્ન 4.
બેન્ઝિનડાયેઝોનિયમ ક્લોરાઇડમાંથી બેઝિન પરિવર્તિત કરવા માટે કયા પ્રક્રિયક વપરાય છે ?
(A) SnCl2 / HCl
(B) CH3CH2OH
(C) H3PO2
(D) LiAlH4
જવાબ
(B, C)
પ્રશ્ન 5.
નીચેની પ્રક્રિયામાં કઈ નીપજ મળશે ?
જવાબ
(A, B)
પ્રશ્ન 6.
એનિલિનના બ્રોમિનેશનમાં કયો એરિનિયમ આયન સંકળાયેલ છે ?
જવાબ
(A, B, C)
પ્રશ્ન 7.
ગાબ્રિયલ સંશ્લેષણથી કયા એમાઇન બનાવી શકાય છે ?
(A) આઇસોબ્યુટાઇલ એમાઇન
(B) 2-ફિનાઇલ ઇથાઇલ એમાઇન
(C) N-મિથાઇલ બેન્ઝાઇલ એમાઇન
(D) એનિલિન
જવાબ
(A, B)
પ્રશ્ન 8.
નીચેનામાંથી કઈ પ્રક્રિયા સાચી છે ?
જવાબ
(A, C)
(A) એ કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાનું ઉદાહરણ છે.
(C) એ વિલોપન પ્રક્રિયાનું ઉદાહરણ છે.
પ્રશ્ન 9.
નીચેના પૈકી કઈ એક પરિસ્થિતિમાં એનિલિન, p-નાઇટ્રો વ્યુત્પન્ન મુખ્ય નીપજ તરીકે આપશે ?
(A) એસિટાઇલ ક્લોરાઇડ/પિરિડિન પછી સાંદ્ર H2SO4 અને સાંદ્ર HNO3 સાથે પ્રક્રિયા
(B) એસિટિક એનહાઇડ્રાઇડ પિરિડિન પછી સાંદ્ર H2SO4 અને સાંદ્ર HNO3 સાથે પ્રક્રિયા
(C) મંદ HCl સાથે પ્રક્રિયા પછી સાંદ્ર H2SO4 અને સાંદ્ર HNO3 સાથે પ્રક્રિયા
(D) સાંદ્ર H2SO4 અને સાંદ્ર HNO3 સાથે પ્રક્રિયા
જવાબ
(A, B)
પ્રશ્ન 10.
નીચેના પૈકી કઈ પ્રક્રિયા ઇલેક્ટ્રોન અનુરાગી ઍરોમેટિક
વિસ્થાપન પ્રક્રિયા છે ?
(A) એસિટેનિલાઇડનું બ્રોમિનેશન
(B) એરાઇલડાયેઝોનિયમ ક્ષારની સંયુગ્મ પ્રક્રિયા
(C) એનિલિનનું ડાયેઝોટાઇઝેશન
(D) એનિલિનનું એસાઇલેશન
જવાબ
(A, B)
ટૂંક જવાબી પ્રકારના પ્રશ્નો
પ્રશ્ન 1.
બેન્ઝિનના નાઇટ્રેશનમાં ઉપયોગમાં લેવાતા નાઇટ્રેટિંગ મિશ્રણમાં HNO3 નું મહત્ત્વ શું છે ?
ઉત્તર:
નાઇટ્રેશનમાં વપરાતા મિશ્રણમાં HNO3 એ બેઇઝ તરીકે વર્તે છે અને તે ઇલેક્ટ્રૉનઅનુરાગી NO+2 આપે છે.
પ્રશ્ન 2.
નાઇટ્રેશન કરતાં પહેલાં એનિલિનના NH2 સમૂહનું એસિટાઇલેશન કરવું પડે છે, કેમ ?
ઉત્તર:
એનિલિનનું પિરિડિનની હાજરીમાં એસિટાઇલ ક્લોરાઇડ સાથે એસિટાઇલેશન કરતાં એસિટેનિલાઇડ બને છે. જેનું આગળ સરળતાથી નાઇટ્રેશન થઈ નીપજ આપે છે.
પ્રશ્ન 3.
C6H5CH2NH2 ની HNO2 સાથેની પ્રક્રિયાથી કઈ નીપજ મળે ?
ઉત્તર:
પ્રશ્ન 4.
નાઇટ્રાઇલમાંથી પ્રાથમિક એમાઇન બનાવવા કયો શ્રેષ્ઠ પ્રક્રિયક છે ?
ઉત્તર:
પ્રશ્ન 5.
નીચેની પ્રક્રિયામાં ‘A’ નું બંધારણ શું હશે ?
ઉત્તર:
પ્રશ્ન 6.
હિન્સબર્ગ પ્રક્રિયક શું છે ?
ઉત્તર:
- C6H5SO2Cl → હિન્સબર્ગ પ્રક્રિયક 1
- ઉપયોગ : 1॰, 2, 3॰ એમાઇનના અલગીકરણ માટે.
પ્રશ્ન 7.
બેન્ઝિન ડાયેઝોનિયમ ક્લોરાઇડ બનાવતાની સાથે જ કેમ તરત ઉપયોગમાં લેવાય છે તથા તેનો સંગ્રહ કરી શકાતો નથી ?
ઉત્તર:
કારણ કે તે ખૂબ જ અસ્થાયી છે અને તે ખૂબ જ ઓછા સમય માટે જ નીચા તાપમાને દ્રાવણમાં સ્થાયી થાય છે. તેની આ અસ્થાયિતાના લીધે તેનો તરત જ ઉપયોગ કરવામાં આવે છે.
પ્રશ્ન 8.
શા માટે એનિલિનના -NH2 સમૂહના એસિટાઇલેશનથી તેની સક્રિયતા અસર ઘટે છે ?
ઉત્તર:
એનિલિનના -NH2 સમૂહનું એસાઇલેશન તેની સક્રિયતામાં ઘટાડો કરે છે. કારણ કે તેમાં નાઇટ્રોજન પરમાણુ ઉપર રહેલા અબંધકા૨ક ઇલેક્ટ્રૉનયુગ્મ સસ્પંદન દરમ્યાન કાર્બોનિલ સમૂહ પર ખસે છે. આથી એમિનો ઍસિડના ઑર્થો તથા પૅરા વ્યુત્પન્નોમાં ખલેલ પહોંચે છે.
પ્રશ્ન 9.
MeOH કરતાં MeNH2 પ્રબળ બેઇઝ છે. સમજાવો.
ઉત્તર:
- MeNH2 અને MeOHની બેઝિકતા N અને Oની વિદ્યુતઋણતા ઉપર આધારિત છે.
- MeNH2 એ MeOH કરતાં પ્રબળ બેઇઝ છે. કારણ કે Nની વિદ્યુતઋણતા ઓછી છે તેથી N ઉપરના અબંધકારક e– યુગ્મ સરળતાથી ગુમાવે છે.
પ્રશ્ન 10.
એમાઇનના એસિટાઇલેશનમાં પિરિડિન શું ભાગ ભજવે છે ?
ઉત્તર:
પિરિડિન એ બેઇઝ તરીકે વર્તે છે. તે આડનીપજ દૂર કરે છે.
દા.ત., આપેલ પ્રક્રિયામાં HCl દૂર કરે છે.
પ્રશ્ન 11.
એરાઇલડાયેઝોનિયમ ક્લોરાઇડની એનિલિન સાથેની સંયુગ્મ પ્રક્રિયા કઈ પરિસ્થિતિમાં (એસિડિક/બેઝિક) કરવામાં આવે છે ?
ઉત્તર:
એરાઇલ ડાયેઝોનિયમ ક્લોરાઇડની એનિલિન સાથેની પ્રક્રિયા મંદ ઍસિડિક માધ્યમમાં થાય છે. દા.ત. (pH = 4, 5)
પ્રશ્ન 12.
એનિલિનની બિનધ્રુવીય દ્રાવક જેવા કે (CS2)માં Br2 સાથેની પ્રક્રિયાથી કઈ નીપજ મળશે ?
ઉત્તર:
પ્રશ્ન 13.
નીચેનાં સંયોજનોને દ્વિધ્રુવ ચાકમાત્રાના ચઢતા ક્રમમાં ગોઠવો.
CH3 – CH2 – CH3, CH3CH2NH2, CH3 – CH2OH
ઉત્તર:
- CH3CH2CH3 < CH3CH2NH2 < CH3CH2OH
- C – H, N – H, O – H બંધની ધ્રુવીયતા જેમ વધે તેમ ધ્રુિવ ચાકમાત્રા વધે છે.
પ્રશ્ન 14.
એલાઇલ એમાઇનનું બંધારણ અને IUPAC નામ શું છે ?
ઉત્તર:
CH2 = CH – CH2 – NH2
પ્રોપ-2-ઇન-1-એમાઇન
પ્રશ્ન 15. નું IUPAC નામ લખો.
ઉત્તર:
N,N-ડાયમિથાઇલબેન્ઝિનએમાઇન
પ્રશ્ન 16.
C3H9N આણ્વીય સૂત્ર ધરાવતાં સંયોજન Zની C6H5SO2Cl સાથે પ્રક્રિયા કરવાથી આલ્કલીમાં અદ્રાવ્ય ઘન પદાર્થ મળે છે. Z ને ઓળખો.
ઉત્તર:
Z એ એલિફેટિક એમાઇન છે.
પ્રશ્ન 17.
પ્રાથમિક એમાઇન RNH2 ની CH3 – X સાથેની પ્રક્રિયાથી દ્વિતીયક એમાઇન R – NH – CH3 બને છે પણ ગેરફાયદો એ છે કે 3° એમાઇન અને ચતુર્થક એમોનિયમ ક્ષાર ઉપનીપજ તરીકે મળે છે. તમે એવી કોઈ પદ્ધતિ બતાવી શકશો કે, જેમાં R – NH2 માંથી ફક્ત 2° એમાઇન બને ?
ઉત્તર:
1° એમાઇનની કાર્બાઇલ એમાઇન પ્રક્રિયા કરતાં તેમાં N- પરમાણુ સાથે જોડાયેલ બે હાઇડ્રોજન પરમાણુનું C વડે વિસ્થાપન થઈ આઇસોસાયનાઇડ આપે છે. જેનુ રિડક્શન કરતાં 2° એમાઇન મળે છે.
પ્રશ્ન 18.
નીચેની પ્રક્રિયા પૂર્ણ કરો :
ઉત્તર:
પ્રશ્ન 19.
જલીય HCl માં એનિલિન કેમ દ્રાવ્ય થાય છે ?
ઉત્તર:
એનિલિન એ જલીય HClમાં આયોનિક એનિલીનિયમ ક્લોરાઇડ બનાવતો હોવાથી જલીય HClમાં દ્રાવ્ય થાય છે.
પ્રશ્ન 20.
નીચેનું પરિવર્તન કરવા માટેના તબક્કા દર્શાવો :
ઉત્તર:
પ્રશ્ન 21.
નીચેની પ્રક્રિયામાં A અને B ને ઓળખો.
ઉત્તર:
પ્રશ્ન 22.
નીચેના પરિવર્તન કેવી રીતે કરશો ?
(i) ટોલ્યુઇન → p-ટોલ્યુડીન
(ii) p-ટોલ્યુડીન ડાયેઝોનિયમ ક્લોરાઇડ → p-ટોલ્યુઇક એસિડ
ઉત્તર:
પ્રશ્ન 23.
નીચેનાં પરિવર્તન લખો :
(i) નાઇટ્રોબેન્ઝિન → એસિટેનીલાઇડ
(ii) એસિટેનીલાઇડ → p-નાઇટ્રોએનિલીન
ઉત્તર:
પ્રશ્ન 24.
એક દ્રાવણમાં p-ટોલ્યુઇન ડાયેઝોનિયમ ક્લોરાઇડ અને p-નાઇટ્રોફિનાઇલ ડાયેઝોનિયમ ક્લોરાઇડ દરેકના 1 g mol છે. આમાં 1 g mol ફિનોલનું આલ્કલાઇન દ્રાવણ ઉમેરવામાં આવે છે, તો મુખ્ય નીપજ કઈ બનશે ? તમારો ઉત્તર સમજાવો.
ઉત્તર:
- આપેલ પ્રક્રિયા એ \(\overline{\mathrm{e}}\) અનુરાગી ઍરોમેટિક વિસ્થાપન પ્રક્રિયા છે.
- આપેલ પ્રક્રિયકોમાં એરાઇલ ડાયેઝોનિયમ ધનઆયન ઇલેક્ટ્રૉન -અનુરાગી છે. પ્રબળ ઇલેક્ટ્રૉન અનુરાગી . એ ઝડપી પ્રક્રિયા આપે છે. તેથી p-નાઇટ્રોફિનાઇલ ડાયેઝોનિયમ ધનઆયન એ p-ટોલ્યુઇન ફિનાઇલ ડાયેઝોનિયમ ધનઆયન કરતાં પ્રબળ છે.
પ્રશ્ન 25.
નીચેનું પરિવર્તન કેવી રીતે કરશો ?
ઉત્તર:
પ્રશ્ન 26.
નીચેનું પરિવર્તન કેવી રીતે કરશો ?
ઉત્તર:
પ્રશ્ન 27.
નીચેનું પરિવર્તન કેવી રીતે કરશો ?
ઉત્તર:
પ્રશ્ન 28.
નીચેના પરિવર્તન કેવી રીતે કરશો ?
ઉત્તર:
(i)
જોડકાં પ્રકારના પ્રશ્નો
પ્રશ્ન 1.
કોલમ – I માં આપેલી પ્રક્રિયા અને કોલમ – IIમાં આપેલા નિવેદનને યોગ્ય રીતે જોડો :
કૉલમ – I | કૉલમ – II |
(A) એમોનોલીસિસ | (1) ઓછા કાર્બન ધરાવતો એમાઇન |
(B) ગાબ્રિયલ પ્થેલેમાઇડ સંશ્લેષણ | (2) પ્રાથમિક એમાઇનની ઓળખ (શોધ) કસોટી |
(C) હોફમાન બ્રોમામાઇડ પ્રક્રિયા | (3) પ્થેલેમાઇડની KOH અને R – X સાથેની પ્રક્રિયા |
(D) કાર્બાઇલ એમાઇન પ્રક્રિયા | (4) આલ્કાઇલ હેલાઇડની NH3 સાથેની પ્રક્રિયા |
જવાબ
(A – 4), (B – 3), (C – 1), (D – 2)
કૉલમ – I | કૉલમ – II |
(A) એમોનોલીસિસ | (4) આલ્કાઇલ હેલાઇડની NH3 સાથેની પ્રક્રિયા |
(B) ગાબ્રિયલ પ્થેલેમાઇડ સંશ્લેષણ | (3) પ્થેલેમાઇડની KOH અને R – X સાથેની પ્રક્રિયા |
(C) હોફમાન બ્રોમામાઇડ પ્રક્રિયા | (1) ઓછા કાર્બન ધરાવતો એમાઇન |
(D) કાર્બાઇલ એમાઇન પ્રક્રિયા | (2) પ્રાથમિક એમાઇનની ઓળખ (શોધ) કસોટી |
પ્રશ્ન 2.
કોલમ – I માં આપેલા સંયોજન અને કૉલમ – II માં આપેલા મુદ્દાને યોગ્ય રીતે જોડો :
કૉલમ – I | કૉલમ – II |
(A) બેન્ઝિન સલ્ફોનાઇલ ક્લોરાઇડ | (1) ઝવીટર આયન |
(B) સલ્ફાનિલિક એસિડ | (2) હિન્સબર્ગ પ્રક્રિયક |
(C) આલ્કાઇલ ડાયેઝોનિયમ ક્ષાર | (3) રંગક |
(D) એરાઇલ ડાયેઝોનિયમ ક્ષાર | (4) આલ્કોહૉલમાં પરિવર્તન |
જવાબ
(A – 2), (B – 1), (C – 4), (D – 3)
કૉલમ – I | કૉલમ – II |
(A) બેન્ઝિન સલ્ફોનાઇલ ક્લોરાઇડ | (2) હિન્સબર્ગ પ્રક્રિયક |
(B) સલ્ફાનિલિક એસિડ | (1) ઝવીટર આયન |
(C) આલ્કાઇલ ડાયેઝોનિયમ ક્ષાર | (4) આલ્કોહૉલમાં પરિવર્તન |
(D) એરાઇલ ડાયેઝોનિયમ ક્ષાર | (3) રંગક |
વિધાન અને કારણ પ્રકારના પ્રશ્નો
નીચે વિધાન (A) અને પછી કારણ (R) આપેલાં છે. નીચેના જવાબોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.
(A) વિધાન (A) અને કારણ (R) બંને ખોટાં છે.
(B) વિધાન (A) અને કારણ (R) બંને સાચાં છે પરંતુ કારણ (R) વિધાન (A)ની સાચી સમજૂતી નથી.
(C) વિધાન (A) સાચું છે પરંતુ કારણ (R) ખોટું છે.
(D) વિધાન (A) અને કારણ (R) બંને સાચાં છે, કારણ (R) વિધાન (A)ની સાચી સમજૂતી છે.
(E) વિધાન (A) ખોટું છે પરંતુ કારણ (R) સાચું છે.
પ્રશ્ન 1.
વિધાન (A) : એમાઇનનું એસિટાઇલેશન એક વિસ્થાપિત નીપજ઼ આપે છે જ્યારે એમાઇનનું આલ્કાઇલેશન બહુ-વિસ્થાપિત નીપજ આપે છે.
કારણ (R) : એસાઇલ સમૂહ બીજા એસાઇલ સમૂહ માટે અવકાશીય અવરોધ ઊભો કરે છે.
જવાબ
(C) વિધાન (A) સાચું છે પરંતુ કારણ (R) ખોટું છે.
કારણ કે એમાઇનના એસાઇલેશનમાં N-પરમાણુ ૫૨ જોડાય છે. જ્યારે એમાઇનના આલ્કાઇલેશનમાં O અને P સ્થાને જોડાય છે.
પ્રશ્ન 2.
વિધાન (A) : પ્રાથમિક એમાઇન હોફમાન બ્રોમામાઇડ પ્રક્રિયા આપશે.
કારણ (R) : પ્રાથમિક એમાઇન એ દ્વિતીયક એમાઇન કરતાં વધુ બેઝિક છે.
જવાબ
(A) વિધાન (A) અને કારણ (R) બંને ખોટાં છે.
પ્રશ્ન 3.
વિધાન હોફમાન બ્રોમામાઇડ પ્રક્રિયા એમાઇડ આપે છે.
વિધાન (A) : N-ઇથાઇલ બેન્ઝિન સલ્ફોનામાઇડ આલ્કલીમાં દ્રાવ્ય છે.
કારણ (R) : સલ્ફોનામાઇડના નાઇટ્રોજન સાથે જોડાયેલ હાઇડ્રોજન પ્રબળ એસિડિક છે.
જવાબ
(D) વિધાન (A) અને કારણ (R) બંને સાચાં છે, કારણ (R) વિધાન (A)ની સાચી સમજૂતી છે.
પ્રશ્ન 4
વિધાન (A) : N, N-ડાયઇથાઇલ બેન્ઝિન સલ્ફોનામાઇડ એ આલ્કલીમાં અદ્રાવ્ય છે.
કારણ (R) : N-પરમાણુ સાથે જોડાયેલ સલ્ફોનાઇલ સમૂહ એ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે.
જવાબ
(B) વિધાન (A) અને કારણ (B) બંને સાચાં છે પરંતુ કારણ (R) વિધાન (A)ની સાચી સમજૂતી નથી.
N, N-ડાયઇથાઇલ બેન્ઝિન સલ્ફોનામાઇડ એ આલ્કલીમાં અદ્રાવ્ય છે. કારણ કે N સાથે H જોડાયેલ નથી.
પ્રશ્ન 5.
વિધાન (A) : લોખંડના ભૂકા અને વરાળમાં હેલા HCl થી નાઇટ્રોજન સંયોજનના રિડક્શનમાં HClની ઓછી માત્રાની જરૂર પડે છે.
વિધાન (R) : પ્રક્રિયા દરમિયાન FeCl2 બને છે જેના જળવિભાજનથી HCl છૂટો પડે છે.
જવાબ
(D) વિધાન (A) અને કારણ (R) બંને સાચાં છે, કારણ (R) વિધાન (A)ની સાચી સમજૂતી છે.
પ્રશ્ન 6.
વિધાન (A) : ગાબ્રિયલ પ્થેલેમાઇડ સંશ્લેષણથી એરોમેટિક 1॰ એમાઇન બનાવી શકાય છે.
વિધાન (R) : પ્થેલેમાઇડથી બનતા એનાયન, એરાઇલ
હેલાઇડ સાથે કેન્દ્રાનુરાગી વિસ્થાપનને અનુસરે છે.
જવાબ
(A) વિધાન (A) અને કારણ (B) બંને ખોટાં છે.
ગાબ્રિયલ પ્થેલેમાઇડ સંશ્લેષણથી પ્રાથમિક ઍરોમેટિક એમાઇન બનાવી શકાતા નથી.
પ્રશ્ન 7.
વિધાન (A) : એસિટેનિલાઇડ એ એનિલિન કરતાં ઓછું બેઝિક છે.
કારણ (R) : એનિલિનના એસિટાઇલેશનના પરિણામે નાઇટ્રોજન પરની ઇલેક્ટ્રોન ઘનતા ઘટે છે.
જવાબ
(D) વિધાન (A) અને કારણ (R) બંને સાચાં છે, કારણ (R) વિધાન (A)ની સાચી સમજૂતી છે.
સવિસ્તર પ્રકારના પ્રશ્નો
પ્રશ્ન 1.
હાઇડ્રોકાર્બન ‘A’ (C4H8)ની HCl સાથેની પ્રક્રિયાથી નીપજ ‘B’ (C4H9Cl) મળે છે. જેની 1 મોલ NH3 સાથે પ્રક્રિયાથી સંયોજન ‘C’ (C4H11N) મળે છે. સંયોજન ‘C’ ની NaNO2 અને HCl સાથે પ્રક્રિયા પછી પાણી સાથે પ્રક્રિયા કરવાથી પ્રકાશ ક્રિયાશીલ આલ્કોહોલ ‘D’ મળે. ‘A’ ના ઓઝોનોલીસિસથી 2 મોલ એસિટાલ્ડીહાઇડ મળે છે. ‘A’ થી ‘D’ સુધીનાં સંયોજનો ઓળખો અને આમાં થતી પ્રક્રિયાઓ સમજાવો.
ઉત્તર:
પ્રશ્ન 2.
રંગવિહીન સંયોજન ‘A’ (C6H7N)એ પાણીમાં અલ્પદ્રાવ્ય છે અને તેની ખનિજ ઍસિડ સાથેની પ્રક્રિયાથી પાણીમાં દ્રાવ્ય સંયોજન ‘B’ મળે છે. ‘Aની CHCl3 અને આલ્કોહોલીય પોટાશ સાથેની પ્રક્રિયાથી ઘૃણાજનક ગંધ ધરાવતું સંયોજન ‘C’ બને છે. ‘A’ ની બેન્ઝિનસલ્ફોનાઇલ ક્લોરાઇડ સાથેની પ્રક્રિયાથી આલ્કલીમાં દ્રાવ્ય સંયોજન ‘D’ મળે છે. ‘A’ ની NaNO2 અને HCl સાથેની પ્રક્રિયાથી સંયોજન ‘E’ મળે છે. જેની આલ્કલાઇન માધ્યમમાં રહેલા ફિનોલ સાથેની પ્રક્રિયાથી નારંગી રંગક ‘F’ મળે છે. ‘A’ થી ‘F’ સુધીનાં સંયોજનો ઓળખો.
ઉત્તર:
પ્રશ્ન 3.
નીચેની પ્રક્રિયામાં પ્રક્રિયક અથવા નીપજનું પ્રાક્કથન કરો.
ઉત્તર: