GSEB Solutions Class 6 Maths Chapter 1 સંખ્યા પરિચય Ex 1.3

Gujarat Board GSEB Solutions Class 6 Maths Chapter 1 સંખ્યા પરિચય Ex 1.3 Textbook Exercise Questions and Answers.

Gujarat Board Textbook Solutions Class 6 Maths Chapter 1 સંખ્યા પરિચય Ex 1.3

પ્રશ્ન 1.
સામાન્ય નિયમ વાપરી નીચેનાનો અંદાજ મેળવોઃ
(a) 730 + 998
(b) 796 – 314
(c) 12,904 + 2888
(d) 28,292 – 21,496
સરવાળા અને બાદબાકીના આવા બીજા દસ દાખલા બનાવી તેને ઉકેલો.
જવાબ:
(a) 730 + 998
730 → 700 (સો સુધીની આશરે કિંમત)
998 → 1000 (સો સુધીની આશરે કિંમત)
∴ આશરે સરવાળો = 700 + 1000 = 1700

(b) 796 – 314
796 → 800 (સો સુધીની આશરે કિંમત)
314 → 300 (સો સુધીની આશરે કિંમત)
∴ આશરે બાદબાકી = 800 – 300 = 500

(c) 12,904 + 2888
12,904 → 13,000 (હજાર સુધીની આશરે કિંમત)
2888 → 3000 (હજાર સુધીની આશરે કિંમત)
∴ આશરે સરવાળો = 13,000 + 3000 = 16,000

(d) 28,292 → 21,496
28,292 → 28,000 (હજાર સુધીની આશરે કિંમત)
21,496 → 21,000 (હજાર સુધીની આશરે કિંમત)
∴ આશરે બાદબાકી = 28,000 – 21,000 = 7000
[નોંધઃ આવાં બીજાં દસ ઉદાહરણ (ખલા) લઈ સરવાળો – બાદબાકી જાતે કરો.]

GSEB Solutions Class 6 Maths Chapter 1 સંખ્યા પરિચય Ex 1.3

પ્રશ્ન 2.
નજીકના સોના સ્થાન સુધીનો એક કાચો અંદાજ આપો. તેમજ નજીકના દશકના સ્થાન સુધીનો કાચો અંદાજ આપોઃ
(a) 439 + 334 + 4317
(b) 1,08,734 – 47,599
(c) 8325 – 491
(d) 4,89,348 – 48,365
આ પ્રકારનાં ચાર ઉદાહરણો બનાવો.
જવાબ:
(a) 439 + 334 + 4317

(i) 439 → 400 (સો સુધીની આશરે કિંમત)
334 → 3300 (સો સુધીની આશરે કિંમત)
4317 → 4300 (સો સુધીની આશરે કિંમત)
∴ આશરે સરવાળો = 400 + 300 + 4300 = 5000

(ii) 439 → 440 (દસ સુધીની આશરે કિંમત)
334 → 330 (દસ સુધીની આશરે કિંમત)
4317 → 4320 (દસ સુધીની આશરે કિંમત)
∴ આશરે સરવાળો = 440 + 330 + 4320 = 5090

(b) 1,08,734 – 47,599

(i) 1,08,734 → 1,08,700 (સો સુધીની આશરે કિંમત)
47,59947,600 (સો સુધીની આશરે કિંમત)
∴ આશરે બાદબાકી = 1,08,700 – 47,600 = 61,100

(ii) 1,08,734 → 1,08,730 (દસ સુધીની આશરે કિંમત)
47,599 → 47,600 (દસ સુધીની આશરે કિંમત)
∴ આશરે બાદબાકી = 1,08,730 – 47,600 = 61,130

(c) 8325 – 491

(i) 8325 → 8300 (સો સુધીની આશરે કિંમત)
491 → 500 (સો સુધીની આશરે કિંમત)
∴ આશરે બાદબાકી = 8300 – 500 = 7800

(ii) 8325 → 8330 (દસ સુધીની આશરે કિંમત)
491 → 490 (દસ સુધીની આશરે કિંમત)
∴ આશરે બાદબાકી = 8330 – 490 = 7840

(d) 4,89,348 – 48,365

(i) 4,89,348 → 4,89,300 (સો સુધીની આશરે કિંમત)
48,365 → 48,400 (સો સુધીની આશરે કિંમત)
∴ આશરે બાદબાકી = 4,89,300 – 48,400 = 4,40,900

(ii)4,89,348 → 4,89,350 (દસ સુધીની આશરે કિંમત)
48,365 → 48,370 (દસ સુધીની આશરે કિંમત)
∴ આશરે બાદબાકી = 4,89,350 – 48,370 = 4,40,980
[નોંધઃ આવાં બીજા ચાર ઉદાહરણ લઈ જાતે કરો.]

GSEB Solutions Class 6 Maths Chapter 1 સંખ્યા પરિચય Ex 1.3

પ્રશ્ન ૩.
સામાન્ય નિયમનો ઉપયોગ કરીને નીચેનાનો ગુણાકાર અંદાજ મેળવોઃ

(a) 578 × 161
(b) 5281 × 3491
(c) 1291 × 592
(d) 9250 × 29
ચાર વધુ આવાં ઉદાહરણો બનાવો.
જવાબ:
(a) 578 × 161
578 → 600 (સો સુધીની આશરે કિંમત)
161 → 200 (સો સુધીની આશરે કિંમત)
∴ આશરે ગુણાકાર = 600 × 200 = 1,20,000

(b) 5281 × 3491
5281 → 5000 (હજાર સુધીની આશરે કિંમત)
3491 → 3500 (સો સુધીની આશરે કિંમત)
∴ આશરે ગુણાકાર = 5000 × 3500 = 1,75,00,000

(c) 1291 × 592
1291 → 1300 (સો સુધીની આશરે કિંમત)
592 → 600 (સો સુધીની આશરે કિંમત)
∴ આશરે ગુણાકાર = 1300 × 600 = 7,80,000

(d) 9250 × 29
9250 → 9000 (હજાર સુધીની આશરે કિંમત)
29 → 30 (દશક સુધીની આશરે કિંમત)
∴ આશરે ગુણાકાર = 9000 × 30 = 2,70,000
[નોધઃ આવાં બીજાં ચાર ઉદાહરણ લઈ જાતે કરો.]

Leave a Comment

Your email address will not be published.