Gujarat Board GSEB Solutions Class 6 Maths Chapter 13 સંમિતિ Ex 13.1 Textbook Exercise Questions and Answers.
Gujarat Board Textbook Solutions Class 6 Maths Chapter 13 સંમિતિ Ex 13.1
પ્રશ્ન 1.
તમારા ઘર અથવા શાળામાંથી કોઈ પણ ચાર સંમિત વસ્તુઓની યાદી બનાવો.
જવાબ:
ઘરમાં સંમિત વસ્તુઓ: થાળી, વાટકી, ટેબલ, પંખો, કાતર, વિદ્યુતગોળો, પ્યાલો
શાળામાં સંમિત વસ્તુઓ: બ્લેકબોર્ડ, ઘડિયાળ, પુસ્તક, નોટબુક, બારણું
પ્રશ્ન 2.
બાજુની આકૃતિમાં રેખા l1 અને l2 માંથી કઈ રેખા અરીસાની રેખા છે?
જવાબ:
બાજુમાં આપેલી આકૃતિમાં રેખા l2 એ અરીસાની રેખા છે.
પ્રશ્ન 3.
નીચે આપેલા આકારો ઓળખો. આ આકારો સંમિત છે કે નહીં તે ચકાસો. જો હોય, તો સંમિતિની રેખા દોરોઃ
જવાબ:
(a) અહીં આપેલો આકાર એ સંમિત છે. તેમાં સમિતિની રેખા દર્શાવેલ છે.
(b) અહીં આપેલો આકાર એ સંમિત છે. તેમાં સંમિતિની રેખા દર્શાવેલ છે.
(c) અહીં આપેલો આકાર એ સંમિત આકાર નથી.
(d) અહીં આપેલો આકાર એ સંમિત છે. તેમાં સંમિતિની રેખા દર્શાવેલ છે.
(e) અહીં આપેલો આકાર એ સંમિત છે. તેમાં સંમિતિની રેખા દર્શાવેલ છે.
(f) અહીં આપેલો આકાર એ સંમિત છે. તેમાં સંમિતિની રેખા દર્શાવેલ છે.
પ્રશ્ન 4.
નીચેની આકૃતિઓની ચોરસ ખાનાંવાળા કાગળ પર નકલ કરો. આવું ચોરસ ખાનાંવાળું કાગળ તમે શરૂઆતનાં વર્ષોમાં તમારી અંકગણિતની નોટબુકમાં વાપર્યું હશે. પછી આ આકૃતિઓને એવી રીતે પૂરી કરો કે જેથી તેમાં દોરેલ તૂટક રેખા, તે આકૃતિની સંમિતિની રેખા બને:
(નોંધઃ પાઠ્યપુસ્તકની આકૃતિ (c)માં ભૂલ છે.]
જવાબ:
ઉપરની દરેક આકૃતિમાં ટપકાંવાળી રેખા એ સંમિતિની રેખા છે. આ સંમિતિની રેખાને ધ્યાનમાં લેતાં સંમિત આકૃતિ નીચે પ્રમાણે બનશે:
પ્રશ્ન 5.
બાજુની આકૃતિમાં રેખા | સંમિતિની રેખા છે. આકૃતિ સંમિત બને તે રીતે પૂરી કરો.
જવાબ:
સંમિતિની રેખાને ધ્યાનમાં લેતાં બતાવ્યા પ્રમાણે આકૃતિ તૈયાર થાય.
પ્રશ્ન 6.
બાજુની આકૃતિમાં રેખા સમિતિની રેખા છે. ત્રિકોણ દોરો અને આકૃતિ એવી રીતે પૂરી કરો કે જેથી તે સંમિત બને.
જવાબ:
ત્રિકોણોની કલ્પના કરતું ચિત્ર સંમિતિની રેખાને ધ્યાનમાં લેતાં સંમિત ચિત્ર આ પ્રમાણે બને.