GSEB Solutions Class 6 Science Chapter 15 આપણી આસપાસની હવા

Gujarat Board GSEB Solutions Class 6 Science Chapter 15 આપણી આસપાસની હવા Textbook Questions and Answers, Textbook Activities Pdf.

આપણી આસપાસની હવા Class 6 GSEB Solutions Science Chapter 15

GSEB Class 6 Science આપણી આસપાસની હવા Textbook Questions and Answers

પાઠ્યપુસ્તકના સ્વાધ્યાયના પ્રશ્નોત્તર

પ્રશ્ન 1.
હવાનું બંધારણ એટલે શું?
ઉત્તરઃ
હવા મિશ્રણ છે. હવાના બંધારણમાં નાઇટ્રોજન વાયુ 78 %, ઑક્સિજન વાયુ 21 % અને બાકીના 1 %માં કાર્બન ડાયૉક્સાઈડ વાયુ, પાણીની વરાળ, ધૂળનાં રજકણો, આર્ગોન તથા અન્ય વાયુઓ છે.

પ્રશ્ન 2.
વાતાવરણનો કયો વાયુ શ્વસન માટે જરૂરી છે?
ઉત્તરઃ
વાતાવરણમાં રહેલો ઑક્સિજન વાયુ શ્વસન માટે જરૂરી છે.

GSEB Solutions Class 6 Science Chapter 15 આપણી આસપાસની હવા

પ્રશ્ન 3.
દહન માટે હવા જરૂરી છે તે કઈ રીતે સાબિત કરશો?
ઉત્તરઃ
સાધનોઃ કાચનો પ્યાલો, મીણબત્તી, દીવાસળીની પેટી.
પદ્ધતિઃ

  1. મીણબત્તી સળગાવી સમતલ સપાટી પર ઊભી મૂકો.
  2. મીણબત્તી પર કાચનો પ્યાલો ઢાંકી દો.
    થોડી વાર પછી મીણબત્તીનું અવલોકન કરો.
    GSEB Solutions Class 6 Science Chapter 15 આપણી આસપાસની હવા 1

અવલોકનઃ
મીણબત્તી પર કાચનો પ્યાલો ઢાંકતાં તે બુઝાઈ જાય છે.

નિર્ણયઃ
દહન માટે હવા જરૂરી છે.

પ્રશ્ન 4.
પાણીમાં હવા દ્રાવ્ય હોય છે તે કઈ રીતે દર્શાવશો?
ઉત્તરઃ
હેતુઃ પાણીમાં હવા દ્રાવ્ય હોય છે તે દર્શાવવું.
સાધનો : બીકર, ત્રિપાઈ, તારની જાળી, બર્નર.
પદાર્થ : પાણી.
GSEB Solutions Class 6 Science Chapter 15 આપણી આસપાસની હવા 2
જાળી પદ્ધતિઃ

  1. બકરમાં થોડું પાણી લો.
  2. તેને ધીમેથી ગરમ કરો.
  3. પાણી ઉકળવા માંડે તે પહેલાં બીકરની અંદરની સપાટીનું નિરીક્ષણ કરો.

અવલોકનઃ
બીકરના તળિયે હવાના નાના પરપોટા જોવા મળશે.

નિર્ણયઃ
પાણીમાં હવા દ્રાવ્ય હોય છે.

GSEB Solutions Class 6 Science Chapter 15 આપણી આસપાસની હવા

પ્રશ્ન 5.
શા માટે કોટનવલનો ટુકડો (૩) પાણીમાં સંકોચાય છે?
ઉત્તર:
કોટનવુલના ટુકડા(રૂ)ના રેસાઓ વચ્ચે જગ્યા હોય છે, જેમાં હવા ભરાયેલી હોય છે. જ્યારે રૂને પાણીમાં નાખીએ છીએ ત્યારે રૂમાં રહેલી હવા બહાર નીકળી જાય છે અને હવાના સ્થાને પાણી ભરાઈ જાય છે. આથી રૂમાં રહેલી જગ્યા પૂરાઈ જાય છે. રૂમાં પાણી ભરાવાથી તે પાણીમાં સંકોચાય છે.

પ્રશ્ન 6.
પૃથ્વીની આજુબાજુના હવાના સ્તરને …………………… કહે છે.
ઉત્તરઃ
વાતાવરણ

પ્રશ્ન 7.
લીલી વનસ્પતિ હવાના …………………. ઘટકનો ઉપયોગ તેમનો ખોરાક બનાવવા કરે છે.
ઉત્તરઃ
કાર્બન ડાયૉક્સાઇડ

GSEB Solutions Class 6 Science Chapter 15 આપણી આસપાસની હવા

પ્રશ્ન 8.
હવાની હાજરીને લીધે શક્ય હોય તેવી પાંચ પ્રવૃત્તિઓની યાદી કરો.
ઉત્તરઃ
હવાની હાજરીને લીધે શક્ય હોય તેવી પાંચ પ્રવૃત્તિઓ નીચે મુજબ છેઃ

  1. કાગળની ફરકડી બનાવી તેને ફેરવવી.
  2. વેધરકૉક દિશા દર્શાવે છે.
  3. પદાર્થોનું સળગવું.
  4. માટીને પાણીમાં પલાળતાં પરપોટા થવા.
  5. પાણીને ગરમ કરતા હવાના પરપોટા નીકળવા.

પ્રશ્ન 9.
વનસ્પતિઓ અને પ્રાણીઓ કઈ રીતે વાતાવરણમાં વાયુઓની આપ-લે માટે એકબીજાને મદદ કરે છે?
ઉત્તર:
લીલી વનસ્પતિ દિવસે પ્રકાશસંશ્લેષણની ક્રિયામાં વાતાવરણમાંના કાર્બન ડાયૉક્સાઈડ વાયુનો ઉપયોગ કરે છે અને ઑક્સિજન વાયુ મુક્ત કરે છે. વનસ્પતિઓએ પ્રકાશસંશ્લેષણમાં મુક્ત કરેલો ઑક્સિજન વાયુ પ્રાણીઓ શ્વસનમાં લે છે અને કાર્બનું ડાયૉક્સાઇડ વાયુ મુક્ત કરે છે. પ્રાણીઓએ શ્વસનમાં મુક્ત કરેલો કાર્બન ડાયોક્સાઈડ લીલી વનસ્પતિને પ્રકાશસંશ્લેષણની ક્રિયામાં ઉપયોગી બને છે. આ રીતે વાતાવરણમાં ઑક્સિજન અને કાર્બન ડાયૉક્સાઈડનું સમતોલન જાળવી રાખી વનસ્પતિ અને પ્રાણીઓ તેમની અગત્યની ક્રિયાઓમાં એકબીજાને મદદરૂપ બને છે.

GSEB Class 6 Science આપણી આસપાસની હવા Textbook Activities

‘પાઠ્યપુસ્તકની પ્રવૃત્તિઓની સમજ’

પ્રવૃત્તિ 1:

હેતુ ફરકડીની મદદથી હવાની હાજરી દર્શાવવી.
સાધન-સામગ્રીઃ ફરકડી
GSEB Solutions Class 6 Science Chapter 15 આપણી આસપાસની હવા 6
પદ્ધતિઃ

  1. કાગળનો ચોરસ ટુકડો લઈ આકૃતિમાં દર્શાવ્યા મુજબની ફરકડી બનાવો.
  2. આ ફરકડીને ખુલ્લી જગ્યાએ લઈ જાઓ.
  3. લાકડાની સળી પકડી ફરકડીને પવનની દિશામાં ગોઠવો.
  4. ફરકડીને આગળ પાછળ લઈ જાઓ. તમારું અવલોકન નોંધો.

અવલોકન:
હવાને લીધે ફરકડી ફરે છે.

નિર્ણયઃ
ફરકડી ફરે છે તે ઘટના હવાની હાજરી દર્શાવે છે.

પ્રવૃત્તિ 2:

હવા જગ્યા રોકે છે તે દર્શાવવું.
GSEB Solutions Class 6 Science Chapter 15 આપણી આસપાસની હવા 4
પદ્ધતિઃ

  1. એક પહોળા કાચના પાત્રમાં પોણા ભાગ સુધી પાણી ભરો.
  2.  સાંકડા મોંવાળી કાચની બૉટલને આકૃતિમાં દર્શાવ્યા મુજબ પાણીમાં ઊંધી દાખલ કરો. બૉટલમાં પાણી દાખલ થાય છે કે નહિ તે જુઓ.
  3. હવે બૉટલને પાણીમાં સહેજ ત્રાંસી કરો. તમારું અવલોકન નોંધો.

અવલોકનઃ
શરૂઆતમાં ઊંધી રાખેલી બૉટલમાં પાણી દાખલ થતું નથી. બૉટલને ત્રાંસી કરતાં બુડબુડ અવાજ સાથે પરપોટા બહાર નીકળતા દેખાય છે અને બૉટલમાં પાણી દાખલ થતું જાય છે.

નિર્ણયઃ
હવા જગ્યા રોકે છે.

GSEB Solutions Class 6 Science Chapter 15 આપણી આસપાસની હવા

પ્રવૃત્તિ 3:

હવામાં ઑક્સિજન વાયુ રહેલો છે તે સાબિત કરવું.
સાધન-સામગ્રીઃ સરખા કદની બે નાની મીણબત્તી, ટેબલ, કાચનો પ્યાલો.
GSEB Solutions Class 6 Science Chapter 15 આપણી આસપાસની હવા 5
પદ્ધતિ:

  1. બે સમાન કદની નાની મીણબત્તી ટેબલ પર ઊભી ગોઠવો.
  2. બંને મીણબત્તી સળગાવો.
  3. એક મીણબત્તી પર કાચનો પ્યાલો ઢાંકો. બીજી મીણબત્તી જેમ છે તેમ ખુલ્લી રાખો.
  4. બંને મીણબત્તીનું ધ્યાનપૂર્વક અવલોકન કરો.
  5. શું બંને મીણબત્તી સળગવાનું ચાલુ રાખે છે કે કોઈ એક ઓલવાઈ જાય છે?

અવલોકન :
કાચના પ્યાલા વડે ઢાંકેલી મીણબત્તી થોડા સમય પછી ઓલવાઈ જાય છે, જ્યારે બીજી મીણબત્તી સળગતી રહે છે.

આમ થવાનું કારણ :
મીણબત્તી પર કાચનો પ્યાલો ઢાંકવાથી પ્યાલામાં રહેલી હવામાં જેટલો ઑક્સિજન હતો ત્યાં સુધી મીણબત્તી સળગતી રહી. પછી તે ઓલવાઈ ગઈ.

નિર્ણયઃ
હવામાં ઑક્સિજન વાયુ રહેલો છે.

GSEB Solutions Class 6 Science Chapter 15 આપણી આસપાસની હવા

પ્રવૃત્તિ 4:

હેતુઃ હવામાં ધૂળનાં રજકણો રહેલા છે તે દર્શાવવું.
સાધન-સામગ્રી ઓરડો.
પદ્ધતિઃ

  1. તમારા ઘરમાં એક ઉજાસવાળો રૂમ શોધી કાઢો.
  2. તે રૂમમાં અંધારું કરવા માટે બધાં જ બારીબારણાં બંધ કરી પડદા લગાવી દો.
    GSEB Solutions Class 6 Science Chapter 15 આપણી આસપાસની હવા 3
  3. હવે, સૂર્ય તરફ હોય તેવી બારી કે બારણાંને એકદમ સહેજ ખોલો કે જેથી તેમાંથી એક તિરાડ જેટલા ભાગમાંથી પ્રકાશ અંદર આવી શકે.
  4. અંદર આવતાં પ્રકાશના પટ્ટાને ધ્યાનથી જુઓ. શું તમે સૂર્યપ્રકાશના પટ્ટામાં સૂક્ષ્મ ચળકતાં રજકણોને ગતિ કરતાં જુઓ છો?

અવલોકનઃ
પ્રકાશના તેજસ્વી પટ્ટામાં અસંખ્ય ધૂળનાં રજકણો ગતિ કરતાં જોવા મળે છે.

નિર્ણય:
હવામાં ધૂળના રજકણો રહેલા છે.

પ્રવૃત્તિ 5:

હેતુઃ પાણીમાં હવા ઓગળેલી (દ્રાવ્યો હોય છે તે દર્શાવવું.
સાધનો : બીકર, ત્રિપાઈ, તારની જાળી, બર્નર.
પદાર્થ : પાણી.
GSEB Solutions Class 6 Science Chapter 15 આપણી આસપાસની હવા 2
જાળી પદ્ધતિઃ

  1. બકરમાં થોડું પાણી લો.
  2. તેને ધીમેથી ગરમ કરો.
  3. પાણી ઉકળવા માંડે તે પહેલાં બીકરની અંદરની સપાટીનું નિરીક્ષણ કરો.

અવલોકનઃ
બીકરના તળિયે હવાના નાના પરપોટા જોવા મળશે.

નિર્ણયઃ
પાણીમાં હવા દ્રાવ્ય હોય છે.

GSEB Solutions Class 6 Science Chapter 15 આપણી આસપાસની હવા

પ્રવૃત્તિ 6:

જમીનની માટીમાં હવા રહેલી છે તે દર્શાવવું.

સાધન-સામગ્ર: ખેતરની માટીનું સૂકું હેઠું, કાચનો પ્યાલો, પાણી.
GSEB Solutions Class 6 Science Chapter 15 આપણી આસપાસની હવા 7
પદ્ધતિઃ

  1. ખેતરમાંથી માટીનાં બે-ત્રણ નાનાં ઢેફાં લાવી તેને સુકવો.
  2. કાચના પ્યાલામાં માટીનાં સૂકાં ઢેફાં મૂકો.
  3. પછી પ્યાલામાંનાં ઢેફાં પર ધીમેથી ઢેફાં ડૂબે તેટલું પાણી રેડો.
  4. થોડી વાર પછી પ્યાલામાંના માટીનાં ઢેફાં અને પાણીનું અવલોકન કરો.

અવલોકનઃ
માટીમાંથી પરપોટા નીકળતા જોવા મળે છે.

નિર્ણયઃ
જમીનની માટીમાં હવા રહેલી છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *