GSEB Solutions Class 6 Science Chapter 5 પદાર્થોનું અલગીકરણ

Gujarat Board GSEB Solutions Class 6 Science Chapter 5 પદાર્થોનું અલગીકરણ Textbook Questions and Answers, Textbook Activities Pdf.

પદાર્થોનું અલગીકરણ Class 6 GSEB Solutions Science Chapter 5

GSEB Class 6 Science પદાર્થોનું અલગીકરણ Textbook Questions and Answers

પાઠ્યપુસ્તકના સ્વાધ્યાયના પ્રસ્નોત્તર

પ્રશ્ન 1.
શા માટે આપણે મિશ્રણના વિવિધ ઘટકોને અલગ કરીએ છીએ? બે ઉદાહરણ આપો.
ઉત્તર :

  1. મિશ્રણમાં રહેલા બિનજરૂરી અને હાનિકારક ઘટકો દૂર કરવા. ઉદા., ઘઉંમાંથી ફોતરાં અને કાંકરા દૂર કરવા.
  2. મિશ્રણમાં રહેલા બે કે વધુ ઉપયોગી ઘટકો અલગ કરી તેને ઉપયોગમાં લેવા. ઉદા., દહીંને વલોવીને તેમાંથી ઉપયોગી ઘટકો માખણ અને છાશ અલગ કરવા.
  3. પદાર્થને શુદ્ધ સ્વરૂપમાં મેળવવા. ઉદા., રાઈ, તલ, મગ જેવા ખાદ્યપદાર્થોને પાણી વડે ધોઈ તે પાણીને દૂર કરી જરૂરી પદાર્થો શુદ્ધ કરવા.
  4. મિશ્રણમાં રહેલા ઘટકોનું પ્રમાણ જાણવા. ઉદા., પદાર્થમાં બીજા પદાર્થની ભેળસેળ થઈ હોય ત્યારે તેના મૂળ ઘટક સિવાયના ઘટકને અલગ કરી ભેળસેળ કેટલા પ્રમાણમાં થઈ છે તે જાણી શકાય છે.

પ્રશ્ન 2.
ઊપણવું એટલે શું? તે ક્યારે વપરાય છે?
ઉત્તરઃ
ઊપણવું અનાજ કે કઠોળના દાણા સાથે વજનમાં ઘણાં હલકાં એવાં ફોતરાં કે અન્ય કચરો મિશ્ર થયેલ હોય છે. અનાજના દાણામાંથી આવા બિનજરૂરી પદાર્થો દૂર કરવા વપરાતી પદ્ધતિને ઊપખવું કહે છે.

ઉપયોગઃ ખેડૂત આ પદ્ધતિ વડે ઘઉં, બાજરી કે કઠોળમાંથી પવનની મદદથી ફોતરાં, ધૂળ કે અન્ય કચરો દૂર કરે છે. ઘન પદાર્થોના મિશ્રણમાં જરૂરી એક ઘટક ભારે હોય અને બાકીના બિનજરૂરી ઘટકો પવનથી ઊડી જાય તેવાં હલકાં હોય ત્યારે આ પદ્ધતિ વડે જરૂરી ઘટક અલગ કરી શકાય છે.

GSEB Solutions Class 6 Science Chapter 5 પદાર્થોનું અલગીકરણ

પ્રશ્ન 3.
રસોઈ કરતાં પહેલાં કઠોળમાંથી ફોતરાં તથા રજકણોને તમે કઈ ‘ રીતે દૂર કરશો?
ઉત્તરઃ
રસોઈ કરતાં પહેલાં કઠોળને પાણી વડે ધોવામાં આવે છે. ફોતરાં અને ધૂળના કણો હલકાં હોવાથી પાણી પર તરે છે. હવે પાણી દૂર કરવાથી તેની સાથે ફોતરાં અને રજકણો પણ દૂર થઈ જાય છે. આ રીતે કઠોળને બે-ત્રણ વાર પાણી વડે ધોવાથી કઠોળમાંથી અશુદ્ધિઓ નીકળી જશે. આ રીતે શુદ્ધ કરેલા કઠોળને રાંધવામાં ઉપયોગ કરી શકાય.

પ્રશ્ન 4.
ચાળવું એટલે શું? તે ક્યારે વપરાય છે?
ઉત્તરઃ
ચાળવું મિશ્રણના બે ઘટકો જુદાં જુદાં કદના હોય ત્યારે ચાળણીની મદદથી ઘટકોને અલગ કરી શકાય છે. આ પદ્ધતિને ચાળવું કહે છે.

ઉપયોગઃ

  1. અનાજ દળવાની ઘંટીમાં ઘઉંને દળતા પહેલાં ફોતરાં અને કાંકરા દૂર કરવા જરૂરી છે. આ માટે ઘઉંના જથ્થાને ત્રાંસા ચાળણા પર નાખવામાં આવે છે. આથી ઘઉંમાંથી કાંકરા, નાના પથ્થર વગેરે દૂર થાય છે. આમ, ચોખ્ખા ઘઉં અલગ થાય છે.
  2. બાંધકામના સ્થળે આવા ચાળણા વડે રેતીમાંથી કાંકરા અને નાના પથ્થર દૂર કરાય છે.

પ્રશ્ન 5.
રેતી અને પાણીના મિશ્રણને તમે કઈ રીતે અલગ કરશો?
ઉત્તર:
રેતી અને પાણીના મિશ્રણમાંથી રેતી અને પાણી અલગ કરવા નિક્ષેપન અને નિતારણ પદ્ધતિનો ઉપયોગ કરીશું.
GSEB Solutions Class 6 Science Chapter 5 પદાર્થોનું અલગીકરણ 1
[આકૃતિ 51 રેતી અને પાણીના મિશ્રણમાંથી ઘટકો અલગ કરવા.].

પ્રથમ મિશ્રણને થોડો સમય પ્યાલામાં સ્થિર પડી રહેવા દો. આથી રેતી પ્યાલાના તળીયે બેસી જશે. આ પદ્ધતિને નિક્ષેપન કહે છે. પછી પ્યાલાને ધીમે રહીને નમાવીને ઉપરના ભાગનું પાણી બીકરમાં લઈ લો. આ પદ્ધતિને નિતારણ કહે છે. આ રીતે મિશ્રણમાંથી રેતી અને પાણી અલગ કરી શકાશે. (ગાળણક્રિયા વડે પણ મિશ્રણમાંથી રેતી અને પાણી અલગ કરી શકાય.

પ્રશ્ન 6.
ઘઉંના લોટમાં મિશ્ર થયેલી ખાંડને તમે અલગ કરી શકો? જો હા, તો કઈ રીતે કરશો?
ઉત્તરઃ
હા. ઘઉંના લોટમાં મિશ્ર થયેલી ખાંડને ચાળીને અલગ કરી શકાય. ઘઉંના લોટના કણો કરતાં ખાંડના કણો મોટા હોવાથી મિશ્રણને ઘઉંનો લોટ ચાળવાની ચાળણી વડે ચાળો. આથી ખાંડના કણો ચાળણીની ઉપર રહેશે અને લોટ ચળાઈને નીચેના પાત્રમાં પડશે. આ રીતે ખાંડને મિશ્રણમાંથી અલગ કરી શકાય છે.

GSEB Solutions Class 6 Science Chapter 5 પદાર્થોનું અલગીકરણ

પ્રશ્ન 7.
ડહોળા પાણીના નમૂનામાંથી ચોખ્ખું પાણી કઈ રીતે મેળવશો?
ઉત્તરઃ
ડહોળા પાણીમાંથી ચોખ્ખું પાણી મેળવવા નિક્ષેપન, નિતારણ અને ગાળણક્રિયાનો ઉપયોગ કરવામાં આવે છે.

  • પ્રથમ ડહોળું પાણી ભરેલા પ્યાલાને એકાદ કલાક સ્થિર પડી રહેવા દો. આથી કચરો, માટી અને રેતીના કણો પ્યાલાના તળિયે બેસી જશે.
  • પછી ધીમેથી ઉપર રહેલા પાણીને નિતારણની ક્રિયા દ્વારા એક બીકરમાં લઈ લો. બકરમાં લગભગ સ્વચ્છ પાણી મળશે.
  • પછી નિતારેલા પાણીને ફિલ્ટર પેપરની મદદથી ગાળણક્રિયા કરીને એક પાત્રમાં લો. આ પાત્રમાં મળતું પાણી તદ્દન ચોખ્યું હશે.

GSEB Solutions Class 6 Science Chapter 5 પદાર્થોનું અલગીકરણ 2
[આકૃતિ 5.2 ડહોળા પાણીમાંથી ચોખ્ખું પાણી મેળવવું.]

પ્રશ્ન 8.
ખાલી જગ્યા પૂરોઃ

પ્રશ્ન 1.
ચોખાના દાણાને ગૂંડાથી અલગ કરવાની પદ્ધતિને એ ……… કહે છે.
ઉત્તરઃ
છડવું

પ્રશ્ન 2.
જ્યારે ગરમ કરીને ઠંડા કરેલા દૂધને કાપડના ટુકડા પર રેડવામાં આવે છે, ત્યારે કાપડના ટુકડા પર મલાઈ રહી જાય છે. મલાઈથી દૂધને અલગ કરવાની આ રીતને ………. કહે છે.
ઉત્તરઃ
ગાળણક્રિયા

પ્રશ્ન 3.
દરિયાના પાણીમાંથી મીઠું …….. પદ્ધતિથી મેળવવામાં આવે છે.
ઉત્તરઃ
બાષ્પીભવન

પ્રશ્ન 4.
જ્યારે ડહોળા પાણીને વાસણમાં આખી રાત રહેવા દેવામાં આવે છે ત્યારે અશુદ્ધિઓ તળિયે બેસી જાય છે. ચોખ્ખું પાણી પછી ઉપરથી કાઢી લેવામાં આવે છે. આ ઉદાહરણમાં અલગીકરણની …….. પદ્ધતિ ઉપયોગમાં લેવાઈ છે.
ઉત્તરઃ
નિતારણ

પ્રશ્ન 9.
ખરું કે ખોટું?

પ્રશ્ન 1.
પાણી અને દૂધના મિશ્રણને ગાળણ વડે અલગ કરવામાં આવું છે.
ઉત્તરઃ
ખોટું

પ્રશ્ન 2.
દળેલું મીઠું અને ખાંડના મિશ્રણને ઊપણવાની ક્રિયા વડે અલગ કરી શકાય છે.
ઉત્તરઃ
ખોટું

GSEB Solutions Class 6 Science Chapter 5 પદાર્થોનું અલગીકરણ

પ્રશ્ન 3.
ચામાંથી ગાળણ વડે ખાંડ અલગ કરી શકાય છે.
ઉત્તરઃ
ખોટું

પ્રશ્ન 4.
અનાજ અને ફોતરાં નિતારવાની પદ્ધતિ વડે અલગ કરી શકાય છે.
ઉત્તરઃ
ખોટું

પ્રશ્ન 10.
લીંબુના રસ અને ખાંડને પાણીમાં મિશ્રણ કરવાથી લીંબુ શરબત બને છે. તેને ઠંડું કરવા માટે તમે તેમાં બરફ ઉમેરો છો. તમારે શરબતમાં ખાંડ ઓગાળ્યા પછી બરફ ઉમેરવો જોઈએ કે પહેલાં? કઈ પરિસ્થિતિમાં વધુ ખાંડ ઓગાળવી શક્ય બનશે?
ઉત્તરઃ
આપણે લીંબુના શરબતમાં ખાંડ ઓગાળ્યા પછી બરફ ઉમેરવો જોઈએ. પાણીમાં ખાંડની ઓગળવાની ક્ષમતા નીચા તાપમાને ઓછી હોય છે. તેથી વધુ ખાંડ ઓગાળવા પાણી ઠંડું કરતાં પહેલાં ખાંડ ઓગાળવી જોઈએ અને ખાંડ ઓગળી : જાય પછી બરફ ઉમેરવો જોઈએ.

GSEB Class 6 Science પદાર્થોનું અલગીકરણ Textbook Activities

પાઠ્યપુસ્તકની પ્રવૃત્તિઓની સમજ

પ્રવૃત્તિ 1:
અલગીકરણની પદ્ધતિ, તેનો હેતુ અને તેનો ઉપયોગ સમજવો.
પદ્ધતિ: કોષ્ટક 5.1ના કૉલમ 1માં અલગીકરણની કેટલીક રીતો આપેલી છે.
અલગીકરણનો હેતુ તથા અલગ કરેલા ઘટકોનો ઉપયોગ અનુક્રમે કૉલમ 2 અને કૉલમ 3માં દર્શાવેલો છે. જો કે, કૉલમ 2 અને કૉલમ 3ની માહિતી થોડી આડીઅવળી થઈ ગઈ છે. તમે તે રીતને તેના હેતુ તથા અલગ કરેલા ઘટકોના ઉપયોગ સાથે યોગ્ય રીતે જોડો.
કોષ્ટક 5.1 શા માટે આપણે પદાર્થોને અલગ કરીએ છીએ?
GSEB Solutions Class 6 Science Chapter 5 પદાર્થોનું અલગીકરણ 3
ઉપરના કોષ્ટકની આડીઅવળી વિગતોને જોડીને નીચે મુજબ ફરીથી લખીએ:
GSEB Solutions Class 6 Science Chapter 5 પદાર્થોનું અલગીકરણ 4

પ્રવૃત્તિ 2:
અલગીકરણની રીત “હાથ વડે વિણવું’ પદ્ધતિ સમજવી.
સાધન-સામગ્રીઃ અનાજની થેલી, કાગળ.

પદ્ધતિઃ

  1. બજારમાંથી ખરીદેલી અનાજની થેલી લાવો.
  2. તેમાંથી અનાજના દાણા કાગળ પર ફેલાવો.
  3. તેમાંથી કાંકરા, ફોતરાં, તૂટેલા દાણા અને અન્ય ધાન્યના દાણા હાથ વડે વીણી દૂર કરો. આ રીતે બધું અનાજ સાફ કરો.

અવલોકનઃ હાથ વડે વીણીને અનાજમાંથી કાંકરાં, ફોતરાં જેવા પદાર્થો દૂર કરી શકાય છે.
નિર્ણયઃ અનાજમાંથી નકામા પદાર્થો હાથ વડે વીણવું’ પદ્ધતિ વડે અલગ કરી શકાય છે.

GSEB Solutions Class 6 Science Chapter 5 પદાર્થોનું અલગીકરણ

પ્રવૃત્તિ 3.
અલગીકરણની ઉપણવું પદ્ધતિ સમજવી.
સાધન-સામગ્રીઃ રેતી, લાકડાનો વહેર, સૂકાં પાંદડાં, ડિશ.

પદ્ધતિઃ

  1. રેતી સાથે લાકડાનો વહેર અને સૂકાં પાંદડાંનો ભૂકો મિશ્ર કરો.
  2. આ મિશ્રણને ડિશમાં લો.
  3. આ મિશ્રણને ખુલ્લા મેદાનમાં લઈ જાઓ અને ઊંચા પ્લેટફોર્મ પર ઊભા રહો.
  4. ડિશમાં રહેલા મિશ્રણ સાથે ડિશને તમારા ખભા જેટલી ઊંચાઈએ રાખો.
  5. ડિશને થોડી નમાવો અને પવન આવે ત્યારે ડિશને હલાવી મિશ્રણને ધીમેથી નીચે પડવા દો. શું થાય છે તે જુઓ.

અવલોકન: ડિશમાંથી પડતા મિશ્રણમાંથી રેતી સીધી નીચે પડે છે, જ્યારે લાકડાનો વહેર અને સૂકાં પાંદડાં ઉડીને દૂર પડે છે.
નિર્ણયઃ ઊપણવાની પદ્ધતિ વડે મિશ્રણમાંથી ભારે ઘટકો અને હલકા ઘટકો અલગ થઈ જાય છે.

પ્રવૃત્તિ 4:
લોટને ચાળીને તેમાંથી અશુદ્ધિઓ દૂર કરવી.
સાધન-સામગ્રીઃ ઘઉંનો લોટ, વાડકો, ચાળણી, ચૉકનો ભૂકો, થાળી.

પદ્ધતિઃ

  1. ઘઉંના લોટને વાડકામાં ભરો.
  2. ચાળણીની નીચે થાળી રાખી વાડકામાંથી લોટને ચાળણીમાં નાખો.
  3. ચાળણીને હલાવતા રહો અને ચળાયેલા લોટને થાળીમાં પડવા દો. લોટ ચળાઈ જાય ત્યારે ચાળણીમાં શું રહે છે તેનું અવલોકન કરો.
  4. લોટ સાથે ચૉકના ભૂકાને મિશ્ર કરો અને ચાળણી વડે ચાળો. ચાળણીમાં શું રહે છે તેનું અવલોકન કરો.

અવલોકન:

  1. લોટમાં રહેલી ભૂલા જેવી અશુદ્ધિ ચાળણી પર રહે છે અને શુદ્ધ લોટ ચળાઈને થાળીમાં અલગ પડે છે.
  2. લોટમાં ચૉકના ભૂકાને મિશ્ર કરી ચાળવાથી લોટ અને ચૉકનો ભૂકો બંને ચાળણીમાંથી પસાર થઈ જાય છે અને ચાળણી પર કશું રહેતું નથી.

નિર્ણયઃ

  1. લોટ ચાળણીનાં છિદ્રો કરતાં નાના કદનો હોય છે અને થૂલું મોટા કદનું હોય છે. આ પરિસ્થિતિમાં ચાળવાની ક્રિયા વડે ઘટકો અલગ કરી શકાય છે.
  2. લોટ અને ચૉકનો ભૂકો લગભગ સરખાં કદના અને ચાળણીનાં છિદ્રો કરતાં બંને નાના કદના હોવાથી અલગ પાડી શકાતાં નથી.

પ્રવૃત્તિ 5:
ડહોળા પાણીમાંથી નિતારણ અને ગાળણની પ્રક્રિયાઓ વડે અશુદ્ધિઓ દૂર કરી સ્વચ્છ પાણી મેળવવું.
સાધન-સામગ્રીઃ ડહોળું પાણી ભરેલો પ્યાલો, બે ખાલી બીકર, ગળણી (ફનેલ), ગાળણપત્ર (ફિલ્ટર પેપર), સ્ટેન્ડ.
આકૃતિ:
GSEB Solutions Class 6 Science Chapter 5 પદાર્થોનું અલગીકરણ 5
GSEB Solutions Class 6 Science Chapter 5 પદાર્થોનું અલગીકરણ 6
પદ્ધતિઃ

  1. ડહોળું પાણી ભરેલા પ્યાલાને એકાદ કલાક સ્થિર (હલાવ્યા વિના) રહેવા દો.
  2. કલાક પછી જોતાં કચરો, માટી અને રેતી નીચે એકઠી થશે. (જુઓ આકૃતિ (i)].
  3. કચરો, માટી અને રેતીને હલાવ્યા વિના પ્યાલાને ધીમેથી કાળજીપૂર્વક નમાવી સ્વચ્છ પાણીને એક બકરમાં એકઠું કરો.
  4. આ રીતે મોટા ભાગનું પાણી બીકમાં નિતારી લો. (જુઓ આકૃતિ (ii)].
  5. હવે આકૃતિ (iii)માં દર્શાવ્યા મુજબ સ્ટેન્ડ પર ગળણી ગોઠવી ગળણીમાં ફિલ્ટર પેપરને વાળીને મૂકો.
  6. ગળણી નીચે એક ખાલી બીજો બકર મૂકો. ફિલ્ટર પેપરને ભીનું કરો.
  7. નિતારેલા પાણીને ગળણીમાં ધીમે ધીમે પડવા દો. (ફિલ્ટર પેપર ફાટી ન જાય તેનું ધ્યાન રાખવું.)
  8. બકરમાં ગળાયેલ પાણીનું અવલોકન કરો.

અવલોકનઃ નિતારણ દ્વારા મેળવેલ પાણીમાં તરતી અશુદ્ધિ જોવા મળે છે. ત્યારબાદ ગાળણક્રિયા દ્વારા મેળવેલ પાણી વધુ સ્વચ્છ હોય છે.

નિર્ણયઃ

  1. પાણીને ઠરવા દેવાની ક્રિયા (Sedimentation) દ્વારા પાણીમાંની અદ્રાવ્ય અને ભારે અશુદ્ધિ નીચે એકઠી થાય છે.
  2. ત્યારબાદ નિતારણની ક્રિયા દ્વારા પાણીમાંની અદ્રાવ્ય અને ભારે અશુદ્ધિ મદઅંશે દૂર કરી શકાય છે.
  3. ગાળણની ક્રિયા દ્વારા પાણીમાંની ભારે તેમજ હલકી અદ્રાવ્ય અશુદ્ધિ દૂર કરી શકાય છે.

GSEB Solutions Class 6 Science Chapter 5 પદાર્થોનું અલગીકરણ

પ્રવૃત્તિ 6:
બાષ્પીભવનની રીતથી મીઠાના દ્રાવણમાંથી મીઠું મેળવવું.
સાધન-સામગ્રી: બીકર, પાણી, મીઠું, ત્રિપાઈ, તારની જાળી, બન્સન બર્નર.
GSEB Solutions Class 6 Science Chapter 5 પદાર્થોનું અલગીકરણ 7

પદ્ધતિઃ

  1. બકરમાં થોડું પાણી લઈ આકૃતિમાં દર્શાવ્યા મુજબ બન્સન બર્નર પર મૂકી પાણી ઉકાળો.
  2. જ્યારે બધું પાણી વરાળ થઈ ઉડી જાય ત્યારે બીકરમાં કોઈ અવશેષ રહેતો નથી તે જુઓ.
  3. હવે બીકરમાં થોડું પાણી લઈ તેમાં મીઠું ઓગાળો. મીઠાનું દ્રાવણ સ્વચ્છ દેખાશે.
  4. મીઠાના દ્રાવણ ભરેલા બીકને ધીમા તાપે ગરમ કરો.
  5. જ્યારે બીકરમાંથી બધું પાણી બાષ્પીભવન દ્વારા ઊડી જાય ત્યારે બીકરમાં કંઈ અવશેષ વધે છે કે નહિ તે તપાસો.

અવલોકનઃ બીકરમાં સફેદ રંગનો અવશેષ છે. આ અવશેષ મીઠું છે.
નિર્ણયઃ બાષ્પીભવનની રીતથી મીઠાના દ્રાવણમાંથી મીઠું મેળવી શકાય છે.

પ્રવૃત્તિ 7:
રેતી અને મીઠાના મિશ્રણના ઘટકો અલગ કરવા.
સાધન-સામગ્રી: રેતી અને મીઠાનું મિશ્રણ, પાણી, પ્યાલો, ત્રણ બીકર, ગળણી, કીટલી, ધાતુની પ્લેટ, બરફ, ગૅસ-સ્ટવ.

પદ્ધતિઃ

  1. રેતી અને મીઠાના મિશ્રણને બીકરમાં લઈ તેમાં થોડું પાણી ઉમેરો.
  2. બીકરને થોડો સમય બાજુ પર રહેવા દો. આથી રેતી બીકરના તળિયે જમા થશે, અને મીઠું પાણીમાં દ્રાવ્ય થશે.
  3. બકરને ધીમેથી કાળજીપૂર્વક નમાવી સ્વચ્છ પાણીને પ્યાલામાં એકઠું કરો. બીકરમાં ભીની રેતી બાકી રહી જશે.
  4. નિતારેલા પાણીને ફિલ્ટર પેપર અને ગળણીની મદદથી બીકરમાં ગાળી લો.
  5. ગાળેલા પાણીમાં મીઠું દ્રાવ્ય સ્વરૂપે હશે. તેમાંથી મીઠું અને પાણી અલગ કરવાના રહેશે.
  6. ગાળેલા પ્રવાહીને કીટલીમાં નાખી તેનું ઢાંકણ બંધ કરો.
  7. કીટલીને ગરમ કરો. તેમાંના પ્રવાહીને ઉકળવા દો.
  8. ધાતુની પ્લેટમાં થોડો બરફ લો.
  9. પ્લેટને બરફ સહિત કીટલીના નાળચાથી સહેજ ઉપર પકડી રાખો. આથી કીટલીમાંથી બહાર નીકળતી વરાળ ઠંડી પડી પાણી બનશે. આ પાણીને બીકરમાં એકઠું કરો. તેનો સ્વાદ ચાખો.
  10. બધુ જ કીટલીનું પાણી બાષ્પીભવન થઈ ઊડી જાય છે ત્યારે કીટલીમાં શું બચે છે?

અવલોકન:

  1. કીટલીમાં મીઠું બચે છે.
  2. બરફવાળી પ્લેટની નીચે મૂકેલા બકરમાં સ્વાદરહિત શુદ્ધ પાણી મળે છે.

નિર્ણય: નિતારણ, ગાળણ, બાષ્પીભવન અને ઘનીભવનની ક્રિયાઓ દ્વારા રેતી અને મીઠાના મિશ્રણમાંથી ઘટકો અલગ કરી શકાય છે.
GSEB Solutions Class 6 Science Chapter 5 પદાર્થોનું અલગીકરણ 8

પ્રવૃત્તિ 8:
મીઠાનું સંતૃપ્ત દ્રાવણ બનાવવું. સાધન-સામગ્રીઃ બીકર, મીઠું, પાણી, ચમચી.

પદ્ધતિઃ

  1. એક બકરમાં અડધા કપ જેટલું પાણી લો.
  2. બકરમાં એક ચમચી જેટલું મીઠું નાખી તે બરાબર ઓગળી જાય ત્યાં સુધી હલાવતા રહો.
  3. ફરીથી એક ચમચી મીઠું ઉમેરો અને બરાબર હલાવો.
  4. દરેક વખતે એક ચમચી મીઠું ઉમેરતા જાઓ અને હલાવો.
  5. જ્યારે મીઠું ઓગળ્યા વગર જ બીકમાં તળિયે પડી રહે ત્યારે મીઠું ઓગાળવાનું બંધ કરો.
  6. બીકરમાંના દ્રાવણને ગાળી લો. આ દ્રાવણ મીઠાનું સંતૃપ્ત દ્રાવણ છે.

પ્રવૃત્તિ 9:
સંતૃપ્ત દ્રાવણને ગરમ કરવાથી તેમાં વધુ મીઠું ઓગાળી શકાય છે.
સાધન-સામગ્રી: બીકર, મીઠું, પાણી, ગૅસ-સ્ટવ.

પદ્ધતિઃ

  1. એક બકરમાં થોડું પાણી લઈ તેમાં ત્યાં સુધી મીઠું ઓગાળતા જાઓ જ્યાં સુધી મીઠું ઓગળવાનું બંધ ન થાય.
  2. આ દ્રાવણને ગાળી લઈ વધારાનું મીઠું દૂર કરો. આ રીતે મળતું દ્રાવણ મીઠાનું સંતૃપ્ત દ્રાવણ છે.
  3. હવે મીઠાના સંતૃપ્ત દ્રાવણમાં થોડું મીઠું ઉમેરો. આ ઉમેરેલું મીઠું દ્રાવણમાં ઓગળ્યા વિના પડી રહેશે.
  4. હવે દ્રાવણને ગરમ કરો. થોડી વાર પછી જુઓ કે બીકરના તળિયે રહેલા અદ્રાવ્ય મીઠાનું શું થયું?
  5. આ ગરમ દ્રાવણને ઠંડું પડવા દો. શું બીકરના તળિયે ફરીથી મીઠું દેખાયું?

અવલોકનઃ સંતૃપ્ત દ્રાવણમાં રહેલા અદ્રાવ્ય મીઠું દ્રાવણને ગરમ કરતાં દ્રાવ્ય થાય છે.
નિર્ણયઃ સંતૃપ્ત દ્રાવણને ગરમ કરવાથી તેમાં વધુ મીઠું દ્રાવ્ય થઈ શકે છે.

GSEB Solutions Class 6 Science Chapter 5 પદાર્થોનું અલગીકરણ

પ્રવૃત્તિ 10:
પાણી જુદા જુદા પદાર્થોને જુદા જુદા પ્રમાણમાં ઓગાળે છે તે સાબિત કરવું.
સાધન-સામગ્રીઃ બે બીકર, પાણી, મીઠું, ખાંડ, ફટકડી.

પદ્ધતિઃ

  1. બે બીકર લઈ બંનેમાં એકસરખું અડધો કપ પાણી લો.
  2. એક બકરમાં એક ચમચી મીઠું નાખી તે ઓગળી જાય ત્યાં સુધી હલાવો.
  3. બકરમાં એક-એક ચમચી મીઠું ઉમેરતા જાઓ, જ્યાં સુધી દ્રાવણ સંતૃપ્ત ન થાય.
  4. બીકરમાંનું દ્રાવણ સંતૃપ્ત થાય ત્યારે તેમાં કેટલી ચમચી મીઠું નાખ્યું તે કોષ્ટક 5.2માં નોંધો.
  5. હવે આ જ પ્રવૃત્તિ ખાંડ માટે અને ફટકડી માટે કરી કેટલી ચમચી ખાંડની જરૂર પડી અને કેટલી ચમચી ફટકડીની જરૂર પડી તે કોષ્ટક 5.2માં નોંધો.

કોષ્ટક 5.2 જુદા જુદા પદાર્થોના સંતૃપ્ત દ્રાવણમાં જરૂરી દ્રાવકની માત્રાઃ

પદાર્થ

પાણીમાં જેટલી ચમચી પદાર્થ ઓગળ્યો હોય તેની સંખ્યા

મીઠું 4 ચમચી
ખાંડ 9 ચમચી
ફટકડી 3 ચમચી

અવલોકન: સમાન જથ્થાના પાણીમાં જુદા જુદા દ્રાવ્ય પદાર્થોની ઓગળવાની મહત્તમ ક્ષમતા જુદી જુદી છે.
નિર્ણયઃ પાણી જુદા જુદા પદાર્થોને જુદા જુદા પ્રમાણમાં ઓગાળે છે.

Leave a Comment

Your email address will not be published.