GSEB Solutions Class 6 Social Science Chapter 15 સરકાર

Gujarat Board GSEB Textbook Solutions Class 6 Social Science Chapter 15 સરકાર Textbook Exercise, and Answers.

સરકાર Class 6 GSEB Solutions Social Science Chapter 15

GSEB Class 6 Social Science સરકાર Textbook Questions and Answers

1. નીચેના પ્રશ્નોના ઉત્તર આપોઃ

પ્રશ્ન 1.
સરકારની જરૂર શા માટે છે?
ઉત્તર:

  • દરેક દેશને જુદા જુદા નિર્ણયો લેવા માટે તેમજ એ નિર્ણયોનો અમલ કરવા માટે સરકારની જરૂર છે.
  • દરેક દેશમાં બંધારણ અનુસાર કાયદા બનાવવા, તેમને અમલમાં મૂકવા તેમજ તેમાં સુધારા કરવા સરકારની જરૂર છે.
  • સરકારે બનાવેલા કાયદા અને નિયમો દેશના બધા લોકોને સમાન રીતે લાગુ પાડવા માટે સરકાર જરૂરી છે.
  • લોકશાહીમાં લોકોની ઈચ્છા મુજબ વહીવટ ચલાવવા સરકારની જરૂર પડે છે. સરકાર જ લોકકલ્યાણનાં કાર્યો કરે છે. આમ, દેશમાં શાંતિ, કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે તેમજ દેશની પ્રગતિ માટે સરકારની જરૂર છે.

પ્રશ્ન 2.
સરકારના મુખ્ય પ્રકાર કેટલા અને કયા કયા છે?
ઉત્તરઃ
સરકારના મુખ્ય ત્રણ પ્રકાર છેઃ

  • લોકશાહી સરકાર,
  • સામ્યવાદી સરકાર અને
  • રાજાશાહી સરકાર.

પ્રશ્ન 3.
દુનિયામાં સરકારના મુખ્યત્વે કેટલા પ્રકાર જોવા મળે છે?
ઉત્તર:
દુનિયામાં સરકારના મુખ્યત્વે ચાર પ્રકાર જોવા મળે છેઃ

  • લોકશાહી સરકાર,
  • સામ્યવાદી સરકાર,
  • સરમુખત્યારશાહી સરકાર અને
  • રાજાશાહી સરકાર.

GSEB Solutions Class 6 Social Science Chapter 15 સરકાર

પ્રશ્ન 4.
આપણા દેશમાં કયા પ્રકારની શાસનવ્યવસ્થા જોવા મળે છે? અથવા આપણા દેશમાં કયા પ્રકારની સરકાર છે?
ઉત્તરઃ
આપણા દેશમાં સંસદીય લોકશાહી શાસનવ્યવસ્થા છે.

2. યોગ્ય જોડકાં જોડો:

વિભાગ ‘અ’ વિભાગ ‘બ’
(1) રાજ્ય સરકાર (1) એક જ વ્યક્તિ શાસન કરે છે.
(2) સ્થાનિક સરકાર (2) સમગ્ર દેશમાં કાર્યભાર સંભાળે છે.
(3) રાષ્ટ્રીય સરકાર (3) ગામ કે શહેર માટે કાર્યભાર સંભાળે છે.
(4) રાજાશાહી સરકાર (4) સમગ્ર રાજ્યમાં કાર્યભાર સંભાળે છે.

ઉત્તર:

વિભાગ ‘અ’ વિભાગ ‘બ’
(1) રાજ્ય સરકાર (4) સમગ્ર રાજ્યમાં કાર્યભાર સંભાળે છે.
(2) સ્થાનિક સરકાર (3) ગામ કે શહેર માટે કાર્યભાર સંભાળે છે.
(3) રાષ્ટ્રીય સરકાર (2) સમગ્ર દેશમાં કાર્યભાર સંભાળે છે.
(4) રાજાશાહી સરકાર (1) એક જ વ્યક્તિ શાસન કરે છે.

3. યોગ્ય કારણો આપો :

પ્રશ્ન 1.
લોકશાહીમાં લોકોને કેન્દ્રસ્થાને મનાય છે.
ઉત્તર:
અબ્રાહમ લિંકને લોકશાહીની વ્યાખ્યા આ પ્રમાણે આપી છે લોકશાહી સરકાર એટલે લોકોનું, લોકો માટેનું અને લોકો વડે ચાલતું તંત્ર. (Government of the people, for the people and by the people. લોકશાહીમાં લોકો મતદાન દ્વારા પોતાના પ્રતિનિધિઓ ચૂંટે છે. એ પ્રતિનિધિઓમાંથી દેશના વહીવટ માટે સરકારની રચના કરવામાં આવે છે. એ સરકારે લોકોની ઇચ્છા (લોકમત) અનુસાર દેશનો વહીવટ કરવો પડે છે. જો, સરકાર લોકોની ઇચ્છા મુજબ વહીવટ કરતી નથી તો લોકો આગામી ચૂંટણીમાં તેને ફરીથી દેશનો વહીવટ સોંપતી નથી. આમ, લોકશાહીમાં સરકારની રચનામાં લોકોનું જ સાર્વભૌમત્વ હોવાથી કહી શકાય કે, લોકશાહીમાં લોકોને કેન્દ્રસ્થાને મનાય છે.

પ્રશ્ન 2.
લોકોના અધિકારો રાજાશાહીમાં જળવાતા નથી.
ઉત્તરઃ
રાજાશાહીમાં વ્યક્તિકેન્દ્રી શાસન હોય છે. તેમાં રાજાનું પદ વારસાગત હોય છે. રાજાશાહીમાં લોકોને પોતાનો શાસક ચૂંટવાનો અધિકાર હોતો નથી. રાજાશાહીમાં સર્વ સત્તા રાજાના હાથમાં હોય છે. તેમાં રાજાની ઇચ્છા એ જ કાયદો હોય છે. રાજાએ લીધેલા નિર્ણયો આખરી ગણાય છે. તેથી રાજાશાહીમાં લોકોના અધિકારો જળવાતા નથી.

પ્રશ્ન 3.
સરકાર કાયદામાં ફેરફાર કરે છે.
ઉત્તર:
લોકશાહીમાં દેશના વહીવટ માટે લોકોએ ચૂંટેલા પ્રતિનિધિઓમાંથી સરકારની રચના થાય છે. સરકાર બંધારણને કેન્દ્રમાં રાખીને, લોકોની ઇચ્છા-લોકમત-અનુસાર લોકહિત માટે જરૂરી કાયદા ઘડે છે. લોકશાહીમાં જો લોકમત બદલાય તો સરકારે ઘડેલા કાયદામાં, સરકારે અમલમાં મૂકેલા કાયદામાં ફેરફાર કરવા પડે છે. લોકશાહીમાં સરકાર કાયદામાં ફેરફાર કરવાની સત્તા ધરાવે છે. આથી સરકાર કાયદામાં ફેરફાર કરે છે.

GSEB Solutions Class 6 Social Science Chapter 15 સરકાર

4. નીચેના વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવોઃ

પ્રશ્ન 1.
લોકશાહીમાં લોકોના હાથમાં સત્તા છે.
ઉત્તર:
ખરું

પ્રશ્ન 2.
રાજાશાહી શાસક ચૂંટણી વગર પસંદ થાય છે.
ઉત્તર:
ખરું

પ્રશ્ન ૩.
અદાલત સરકારને વિવિધ મુદ્દાઓ માટે સૂચન કે આદેશ કરી શકે છે.
ઉત્તર:
ખરું

Leave a Comment

Your email address will not be published.