Gujarat Board GSEB Solutions Class 7 Maths Chapter 14 સંમિતિ InText Questions and Answers.
Gujarat Board Textbook Solutions Class 7 Maths Chapter 14 સંમિતિ InText Questions
પ્રયત્ન કરો: [પાઠ્યપુસ્તક પાન નંબર . 272]
પ્રશ્ન 1.
(a) તમે સમભુજ ત્રિકોણ માટે પરિભ્રમણીય સમિતિની કક્ષા કહી શકો છો?
(b) કેન્દ્ર આસપાસ 120° દ્વારા પરિભ્રમણ કરવામાં આવે ત્યારે એવી કેટલી સ્થિતિ મળે છે કે જેના પર ત્રિકોણ એકસરખો જ દેખાય?
જવાબ:
(a) સમભુજ ત્રિકોણને મૂળ જેવો દેખાવાની બરાબર ત્રણ સ્થિતિ પ્રાપ્ત થાય છે. આમ, સમબાજુ ત્રિકોણ માટે પરિભ્રમણીય સમિતિની કક્ષા 3 છે.
(b) ત્રિકોણને કેન્દ્ર આસપાસ 120° ના ખૂણે પરિભ્રમણ કરવામાં આવે ત્યારે એકસરખો જ દેખાય એવી એક જ સ્થિતિ મળે છે.
2. નીચેનામાંથી કયા આકારમાં નિશાન કરેલાં બિંદુ આગળ પરિભ્રમણીય સંમિતિ છે?
જવાબ:
એક પરિભ્રમણને અંતે વસ્તુ પહેલાં જેવી જ દેખાય તો તે વસ્તુને પરિભ્રમણીય સંમિતિ હોય. ઉપરના તમામ આકારો (i), (ii), (ii) અને (iv)માં તેમના બિંદુ × આસપાસ પરિભ્રમણીય સમિતિ છે.
આટલું કરો: [પાઠ્યપુસ્તક પાન નંબર . 272-273]
1. બે એકસરખા સમાંતરબાજુ ચતુષ્કોણ ABCD એક જ કાગળ પર અને A’B’C’D’ બીજા એક પારદર્શક કાગળ પર દોરો. તેમના વિકર્ણો છેદબિંદુઓ અનુક્રમે | 0 અને O’ દર્શાવો. આ સમાંતરબાજુ ચતુષ્કોણોને A એવી રીતે મૂકો કે જેથી A’, A પર આવે; B, B પર આવે અને તેથી O’, O પર આવશે. હવે, બિંદુ પર એક ટાંકણી લગાવો. હવે, પારદર્શક આકારને ઘડિયાળના કાંટાની દિશામાં ફેરવો. એક પૂર્ણ આંટા દરમિયાન કેટલીવાર બંને આકારો બરાબર બંધબેસતા આવે છે? પરિભ્રમણીય સંમિતતાનો ક્રમ કયો છે?
જવાબ:
(i) જ્યારે આપણે ઘડિયાળના કાંટાની દિશામાં આકાર ફેરવીએ ત્યારે બે સ્થિતિ જોઈએ છીએ:
(a) A’ એ A ઉપર અને (b) A’ એ C ઉપર આવે છે.
પૂર્ણ પરિભ્રમણ (360°) પૂરું કરતાં સમાંતરબાજુ ચતુષ્કોણ બે વખત બરાબર બંધબેસતો આવે છે.
(ii) સમાંતરબાજુ ચતુષ્કોણને પરિભ્રમણીય સંમિતતાનો ક્રમ 2 છે.
પ્રયત્ન કરો : [પાઠ્યપુસ્તક પાન નંબર . 273]
1. ચિહ્નથી દર્શાવેલ બિંદુ વિશે આપેલ આકૃતિની પરિભ્રમણીય સંમિતિનો ક્રમ જણાવો.
જવાબ:
(i) અહીં પરિભ્રમણીય સંમિતિનો ક્રમ 4 છે.
(ii) અહીં પરિભ્રમણીય સંમિતિનો ક્રમ 3 છે.
(iii) અહીં પરિભ્રમણીય સંમિતિનો ક્રમ 2 છે.
આટલું કરો [પાઠ્યપુસ્તક પાન નંબર . 975).
1. કેટલાક અંગ્રેજી મૂળાક્ષરોની સંમિતિ અદ્ભુત છે. કયા મૂળાક્ષરોમાં એક જ રૈખિક સંમિતિ છે? (ઉદાહરણ – E) કયા મૂળાક્ષરોની પરિભ્રમણીય સંમિતિની કક્ષા 2. છે? આવી રીતે વિચારવાનો પ્રયત્ન કરીને નીચેનું કોષ્ટક પૂર્ણ કરી શકશો.
જવાબ: