GSEB Solutions Class 7 Science Chapter 4 ઉષ્મા

Gujarat Board GSEB Solutions Class 7 Science Chapter 4 ઉષ્મા Textbook Questions and Answers, Textbook Activities Pdf.

ઉષ્મા Class 7 GSEB Solutions Science Chapter 4

GSEB Class 7 Science ઉષ્મા Textbook Questions and Answers

પાઠ્યપુસ્તકના સ્વાધ્યાયના પ્રસ્નોત્તર

પ્રશ્ન 1.
પ્રયોગશાળામાં વપરાતા “લેબોરેટરી થરમૉમિટર” તથા “ક્લિનિકલ -થરમૉમિટર’ બંનેમાં રહેલી સામ્યતા તથા તફાવત જણાવો.
ઉત્તરઃ
લેબોરેટરી થરમૉમિટર અને ક્લિનિકલ થરમૉમિટર વચ્ચે રહેલી સામ્યતા તથા તફાવત નીચે મુજબ છે :

સામ્યતા:

  1. બંનેમાં પ્રવાહી તરીકે મરક્યુરી (પારો) વપરાય છે.
  2. બંનેમાં સમાન જાડાઈવાળી પાતળી – સાંકડી કાચની નળી હોય છે.
  3. બંનેમાં કાચની નળીના એક છેડા પર અંદરના ભાગે ફૂલેલી બલ્બ જેવી રચના હોય છે.

તફાવતઃ

  1. લેબોરેટરી થરમૉમિટરમાં સાંકડી નળીમાં ખાંચ હોતી નથી, જ્યારે ક્લિનિકલ થરમૉમિટરમાં મરક્યુરી ભરેલા બલ્બની નજીક સાંકડી નળીમાં ખાંચ હોય છે.
  2. લેબોરેટરી થરમૉમિટર વડે – 10 °Cથી 110 °C સુધીનું તાપમાન સામાન્ય રીતે માપી શકાય છે, જ્યારે ક્લિનિકલ થરમૉમિટર વડે 35 °Cથી 42 °C સુધીનું તાપમાન માપી શકાય છે.
  3. લેબોરેટરી થરમૉમિટર પ્રયોગશાળામાં પદાર્થોનાં તાપમાન માપવા વપરાય છે, જ્યારે ક્લિનિકલ થરમૉમિટર માનવ શરીરનું તાપમાન માપવા વપરાય છે.

પ્રશ્ન 2.
ઉષ્માના સુવાહક તથા ઉષ્માના અવાહક પદાર્થોનાં -બે ઉદાહરણો જણાવો.
ઉત્તરઃ
ઉષ્માના સુવાહક પદાર્થો તાંબુ (કોપર), ઍલ્યુમિનિયમ (તેમજ ચાંદી, લોખંડ)
ઉષ્માના અવાહક પદાર્થો લાકડું, પ્લાસ્ટિક (તેમજ એબોનાઈટ, રબર)

GSEB Solutions Class 7 Science Chapter 4 ઉષ્મા

પ્રશ્ન ૩.
ખાલી જગ્યા પૂરોઃ

પ્રશ્ન 1.
પદાર્થના ગરમપણાની માત્રા ……… વડે નક્કી કરવામાં આવે છે.
ઉત્તરઃ
તાપમાન

પ્રશ્ન 2.
ઊકળતા પાણીનું તાપમાન માપવા માટે ……….. પ્રકારનું થરમૉમિટર વાપરી શકાય નહીં.
ઉત્તરઃ
ક્લિનિકલ

પ્રશ્ન 3.
તાપમાનનું માપન ડિગ્રી …………..માં થાય છે.
ઉત્તરઃ
સેલ્સિયસ

પ્રશ્ન 4.
ઉષ્માના પ્રસરણની ………..ની પ્રક્રિયામાં માધ્યમ જરૂરી નથી.
ઉત્તરઃ
ઉષ્મીય વિકિરણ

પ્રશ્ન 5.
ગરમ દૂધના ગ્લાસમાં સ્ટીલની ચમચી રહેલી હોય, તો તેમાં ……………. પ્રક્રિયા દ્વારા ઉષ્મા ચમચીના બીજા છેડા પર પહોંચે છે.
ઉત્તરઃ
ઉષ્માવહન

પ્રશ્ન 6.
……….. રંગનાં કપડાં, હળવા રંગનાં કપડાં કરતાં વધુ ઉષ્માનું શોષણ કરે છે.
ઉત્તરઃ
ઘેરા

પ્રશ્ન 4.
નીચેનાં જોડકાં જોડોઃ

કૉલમ I

કૉલમ II

(1) ભૂમીય પવનો વહે છે. (a) ઉનાળામાં
(2) દરિયાઈ પવનો વહે છે. (b) શિયાળામાં
(3) ઘેરા રંગનાં વસ્ત્રો પસંદગી પામે છે. (c) દિવસ દરમિયાન
(4) હળવા રંગનાં વસ્ત્રો પસંદગી પામે છે. (d) રાત્રિ દરમિયાન

ઉત્તરઃ
(1) → (d), (2) → (c), (3) → (b), (4) → (a).

પ્રશ્ન 5.
શિયાળાની ઋતુમાં એક જાડા વસ્ત્ર કરતાં એક કરતાં વધુ પાતળાં વસ્ત્રો શા માટે પહેરવાં જોઈએ? ચર્ચા કરો.
ઉત્તરઃ
એકથી વધુ વસ્ત્રો પહેરવાથી દરેક બે વસ્ત્રો વચ્ચે હવા રહેલી હોય છે. હવા ઉષ્માની અવાહક છે. આથી શિયાળામાં એકથી વધુ પાતળાં વસ્ત્રો પહેરવાથી શરીરની ગરમી વાતાવરણમાં જતી અટકે છે. પરિણામે શરીર હૂંફવાળું રહે છે. એક જાડું વસ્ત્ર પહેરવાથી હવાનો સ્તર ન હોવાથી જાડું વસ્ત્ર પ્રમાણમાં ઓછી ગરમી, બહાર જતી રોકે છે. તેથી શિયાળાની ઋતુમાં એક જાડા વસ્ત્ર કરતાં એક કરતાં વધુ પાતળાં વસ્ત્રો પહેરવાં જોઈએ.

GSEB Solutions Class 7 Science Chapter 4 ઉષ્મા

પ્રશ્ન 6.
આકૃતિમાં દર્શાવેલ ગોઠવણીમાં ઉષ્માવહન, ઉષ્માનયન તથા ઉષ્મીય વિકિરણ કયાં કયાં સ્થાનોએ થાય છે તેનો તીર વડે નિર્દેશ કરો.
ઉત્તર:
GSEB Solutions Class 7 Science Chapter 4 ઉષ્મા 1

પ્રશ્ન 7.
ગરમ હવામાનવાળા પ્રદેશોમાં મકાનોની બહારની દીવાલો સફેદ રંગથી રંગવામાં આવે છે. સમજાવો.
ઉત્તરઃ
ગરમ હવામાનવાળા પ્રદેશોમાં ઉષ્મીય વિકિરણ દ્વારા મકાનોની દીવાલ ગરમ થાય છે. જો મકાનોની બહારની દીવાલો સફેદ રંગથી રંગેલી હોય, તો તે ઉષ્મીય વિકિરણ દ્વારા ઉષ્માનું શોષણ ખૂબ ઓછું કરે અને પરાવર્તન વધુ કરે છે. આથી બહારની દીવાલો ઓછી ગરમ થાય છે. પરિણામે મકાનોની અંદર રહેતા લોકોને ગરમી ઓછી લાગે છે. આથી ગરમ હવામાનવાળા પ્રદેશોમાં મકાનોની બહારની દીવાલો સફેદ રંગથી રંગવામાં આવે છે.

પ્રશ્ન 8.
30 °C તાપમાનવાળા 1 લિટર પાણીને 50 °C તાપમાનવાળા 1 લિટર પાણી સાથે મિશ્ર કરતાં બનતા મિશ્રણનું તાપમાન કેટલું હોય?
A. 80 °C
B. 50 °Cથી વધુ પરંતુ 80 °Cથી ઓછું
C. 20 °C
D. 30 °C તથા 50 °Cની વચ્ચેનું
ઉત્તર:
D. 30 °C તથા 50 °Cની વચ્ચેનું

પ્રશ્ન 9.
40 °C તાપમાન ધરાવતા લોખંડના ગોળાને 40 °C જેટલું જ તાપમાન ધરાવતા પાણીમાં મૂકવામાં આવે, તો..
A. ઉષ્મા ગોળાથી પાણી તરફ વહે.
B. ઉષ્મા ગોળાથી પાણી તરફ કે પાણીથી ગોળા તરફ વહેશે નહીં.
C. ઉષ્મા પાણીથી ગોળા તરફ વહે.
D. ગોળા તથા પાણી બંનેનું તાપમાન વધશે.
ઉત્તર:
B. ઉષ્મા ગોળાથી પાણી તરફ કે પાણીથી ગોળા તરફ વહેશે નહીં.

પ્રશ્ન 10.
આઇસક્રીમમાં લાકડાની ચમચી ડુબાડતાં, ચમચીનો બીજો છેડો…
A. ઉષ્માવહનની પ્રક્રિયાને લીધે ઠંડો પડશે.
B. ઉષ્માનયનની પ્રક્રિયા વડે ઠંડો પડશે.
C. ઉષ્મીય વિકિરણની પ્રક્રિયા વડે ઠંડો પડશે.
D. ઠંડો પડતો નથી.
ઉત્તરઃ
D. ઠંડો પડતો નથી.

પ્રશ્ન 11.
રસોઈ માટે વપરાતી સ્ટેઈનલેસ સ્ટીલના તળવાની કડાઈના તળિયે તાંબાનું સ્તર લગાડેલું હોય છે, તેનું કારણ ……….
A. તાંબાનું તળિયું કડાઈને વધુ મજબૂતાઈ આપે છે.
B. આવી કડાઈ રંગીન જણાય છે માટે.
C. સ્ટેઈનલેસ સ્ટીલ કરતાં તાંબું ઉષ્માનું વધુ સુવાહક છે.
D. સ્ટેઈનલેસ સ્ટીલ કરતાં તાંબાને સાફ કરવું સરળ છે.
ઉત્તર:
C. સ્ટેઈનલેસ સ્ટીલ કરતાં તાંબું ઉષ્માનું વધુ સુવાહક છે.

GSEB Class 7 Science ઉષ્મા Textbook Activities

પાઠ્યપુસ્તકની પ્રવૃત્તિઓની સમજ

પ્રવૃત્તિ 1:
સ્પર્શ કરવાથી પદાર્થના તાપમાન વિશેનો અનુભવ વિશ્વસનીય હોતો નથી.
સાધન-સામગ્રીઃ ત્રણ પાત્ર, ગરમ અને ઠંડા પાણી.
GSEB Solutions Class 7 Science Chapter 4 ઉષ્મા 2
(આકૃતિઃ ત્રણ પાત્રમાંના પાણીમાં તાપમાનનો અનુભવ)

પદ્ધતિઃ

  1. ત્રણ પાત્ર લઈને તેના પર A, B તથા C ત્રણ જુદા જુદા લેબલ આપો.
  2. પાત્ર Aમાં ઠંડું પાણી અને પાત્ર Bમાં ગરમ પાણી ભરો.
  3. હવે પાત્ર Cમાં અડધા ગરમ તથા અડધા ઠંડા પાણીનું મિશ્રણ ભરો.
  4. હવે તમારો જમણો હાથ પાત્ર Aના પાણીમાં અને ડાબો હાથ પાત્ર Bના પાણીમાં ડુબાડો. તમને સ્પષ્ટપણે ખબર પડશે કે પાત્ર Aમાંનું પાણી ઠંડું છે. જ્યારે પાત્ર પ્રેમનું પાણી ગરમ છે.
  5. ત્યારબાદ થોડા સમય પછી તમારા બંને હાથ એકસાથે પાત્ર Cના પાણીમાં ડુબાડો. (જુઓ આકૃતિ) તમને શું અનુભવ થાય છે? શું બંને હાથ પાત્ર Cમાંના પાણીનો ગરમ કે ઠંડા હોવાનો સમાન અનુભવ કરે છે?

અવલોકન: પાત્ર Cમાં બોળેલો જમણો હાથ પાણી ગરમ હોવાનો અનુભવ કરશે. જ્યારે ડાબો હાથ પાણી ઠંડું હોવાનો અનુભવ કરશે.
નિર્ણય: સ્પર્શ કરવાથી પદાર્થના તાપમાન વિશેનો અનુભવ વિશ્વસનીય હોતો નથી.

પ્રવૃત્તિ 2:
ક્લિનિકલ થરમૉમિટર વડે શરીરનું તાપમાન માપવું.
સાધન-સામગ્રીઃ ક્લિનિકલ થરમૉમિટર.

પદ્ધતિઃ

  1. ક્લિનિકલ થરમૉમિટરના નાના અંકનનું મૂલ્ય શોધો. આ માટે નીચેનું સૂત્ર વાપરો:
    GSEB Solutions Class 7 Science Chapter 4 ઉષ્મા 3
  2. થરમૉમિટરને હળવેથી ઝાટકો આપી મરક્યુરીના દોરાનો છેડો 35°Cથી નીચે લાવો.
  3. હવે થરમૉમિટરના મરક્યુરીવાળા છેડાને મોઢામાં જીભ નીચે રાખો.
  4. એકાદ મિનિટ પછી થરમૉમિટર બહાર કાઢી તાપમાન વાંચો. આ શરીરનું તાપમાન °C એકમમાં તાપમાન દર્શાવે છે.

GSEB Solutions Class 7 Science Chapter 4 ઉષ્મા

પ્રવૃત્તિ ૩:
ક્લિનિકલ થરમૉમિટર વડે તમારા દસ મિત્રોના શરીરના તાપમાન માપો.
સાધન-સામગ્રી: ક્લિનિકલ થરમૉમિટર.

પદ્ધતિઃ

  1. ક્લિનિકલ થરમૉમિટર વડે તમારા દસ મિત્રોના શરીરનાં તાપમાન માપો.
  2. તમારાં અવલોકનો નીચેના કોષ્ટકમાં નોંધો.

કોષ્ટક દસ મિત્રોનાં શરીરના તાપમાન
GSEB Solutions Class 7 Science Chapter 4 ઉષ્મા 4
અવલોકનઃ દરેક મિત્રના તાપમાન 37 °C કે તેની આસપાસ હોય છે.
નિર્ણયઃ દરેક વ્યક્તિનું તાપમાન 37 °C કે તેનાથી સહેજ વધારે કે ઓછું હોય છે.

પ્રવૃત્તિ 4.
લેબોરેટરી થરમૉમિટરની મદદથી નળના પાણીનું તાપમાન શોધવું.
સાધન-સામગ્રીઃ લેબોરેટરી થરમૉમિટર, બીકર, નળનું પાણી.

પદ્ધતિઃ

  1. એક બકરમાં થોડું નળનું પાણી ભરીને તેને ટેબલ પર મૂકો.
    GSEB Solutions Class 7 Science Chapter 4 ઉષ્મા 5
  2. લેબોરેટરી થરમૉમિટરને ઉપરના ભાગથી પકડીને તેનો મરક્યુરીવાળો છેડો પાણીમાં ડૂબેલો રહે તેમ રાખી આકૃતિમાં દર્શાવ્યા મુજબ થરમૉમિટરને ઊભું ગોઠવો.
  3. થરમૉમિટરમાં પારો સ્થિર થાય ત્યારે તાપમાન વાંચો.
  4. આ અંક તે સમયનું પાણીનું તાપમાન દર્શાવે છે.

પ્રવૃત્તિ 5:
લેબોરેટરી થરમૉમિટર વડે પાણીનું તાપમાન માપવા તે પાણીમાં ડૂબેલું હોય ત્યારે જ તાપમાનનું અવલોકન લેવું જોઈએ.
સાધન-સામગ્રી :
ગરમ પાણી, બીકર, લૅબોરેટરી થરમૉમિટર.

પદ્ધતિઃ

  1. બીકરમાં થોડું ગરમ પાણી લો.
  2. તેમાં લેબોરેટરી થરમૉમિટરને ડુબાડીને ઊભું ગોઠવો.
  3. થરમૉમિટરમાં મરક્યુરીનું સ્તર સ્થિર થાય ત્યારે તેનું તાપમાન નોંધો.
  4. હવે થરમૉમિટરને પાણીની બહાર કાઢી તેનું તાપમાન નોંધો. શો ફેરફાર થાય છે તે જુઓ.

અવલોકનઃ થરમૉમિટરને પાણીની બહાર કાઢતાં તેનું મરક્યુરી સ્તર નીચે ઊતરવા માંડે છે.
નિર્ણયઃ પાણીનું તાપમાન માપવા તે પાણીમાં ડૂબેલું હોય ત્યારે જ તાપમાનનું અવલોકન લેવું જોઈએ.

પ્રવૃત્તિ 6:
ધાતુમાં થતું ઉષ્માનું વહન તપાસવું.
સાધન-સામગ્રીઃ ઍલ્યુમિનિયમ કે લોખંડનો નાનો સળિયો, મણ, મીણબત્તી, બે ઈંટો.
GSEB Solutions Class 7 Science Chapter 4 ઉષ્મા 6
(આકૃતિ ધાતુના સળિયામાં ઉષ્માનું વહન).

પદ્ધતિઃ

  1. ઍલ્યુમિનિયમ કે લોખંડ જેવી ધાતુનો નાનો સળિયો લો.
  2. તેની ઉપર લંબાઈની દિશામાં થોડા થોડા અંતરે મીણના નાના ટુકડાઓને સહેજ ગરમ કરીને ચોંટાડો. બધા જ ટુકડા સમાન અંતરે રાખો.
  3. સળિયાના એક છેડાને બે ઈંટો વચ્ચે ભરાવી સળિયો સમક્ષિતિજ રહે અને મીણના ટુકડા નીચે તરફ રહે તેમ ગોઠવો.
  4. હવે બીજા છેડાની તદન નજીક સળગતી મીણબત્તી મૂકી ગરમ કરો. સળિયા પર ચોંટાડેલા મીણના ટુકડાઓનું શું થાય છે તે જુઓ.

અવલોકનઃ ધાતુના સળિયાના મીણબત્તી તરફના છેડાથી નજીકના મીણના ટુકડા પીગળી ક્રમશઃ નીચે પડવા શરૂ થાય છે.
નિર્ણય : ધાતુના સળિયામાં ઉષ્માનું વહન ગરમ છેડાથી શરૂ થઈ બીજા ઠંડા છેડા તરફ થાય છે. આમ, ધાતુમાં ઉષ્માવહનની રીતે ઉષ્માનું પ્રસરણ થાય છે.

પ્રવૃત્તિ 7:
જુદા જુદા પદાર્થોમાં થતું ઉષ્માનું વહન તપાસવું.
સાધન-સામગ્રી: બીકર, પાણી, ગૅસસ્ટવ, જુદા જુદા પદાર્થો જેવા કે સ્ટીલની ચમચી, પ્લાસ્ટિકની ફૂટપટ્ટી, પેન્સિલ અને કંપાસબૉક્સનું દ્વિભાજક (ડિવાઇડર).

પદ્ધતિઃ

  1. નાના બકરમાં અડધું પાણી ભરીને તેને ગરમ કરો.
  2. સ્ટીલની ચમચી, પ્લાસ્ટિકની ફૂટપટ્ટી, પેન્સિલ અને દ્વિભાજક જેવા પદાર્થોને ભેગા કરીને તેમને બીકરમાંના ગરમ પાણીમાં એવી રીતે ડુબાડો કે તેમના એક બાજુના છેડાઓ (આકૃતિ જુદા જુદા પાણીની બહાર રહે. (જુઓ પદાર્થોમાં ઉષ્માનું વહન). બાજુની આકૃતિ)
  3. થોડાક સમય પછી ગરમ પાણીમાં ડુબાડેલા પદાર્થોના પાણીની બહાર રહેલા છેડાઓને અડકો.

તમારાં અવલોકનો નીચેના કોષ્ટકમાં નોંધો.
કોષ્ટક જુદા જુદા પદાર્થોમાં ઉષ્માનું વહન

GSEB Solutions Class 7 Science Chapter 4 ઉષ્મા 7
અવલોકનઃ સ્ટીલની ચમચી અને ડિવાઈડરનો બીજો છેડો ગરમ થાય છે. પ્લાસ્ટિકની ફૂટપટ્ટી અને પેન્સિલનો બીજો છેડો ગરમ થતો નથી.
નિર્ણય: ધાતુઓ ઉષ્માની સુવાહક છે. પ્લાસ્ટિક અને લાકડું ઉષ્માના મંદવાહક છે.

GSEB Solutions Class 7 Science Chapter 4 ઉષ્મા

પ્રવૃત્તિ 8:
પાણીમાં ઉષ્માનયનની રીતથી ઉષ્માનું પ્રસરણ થાય છે તે દર્શાવવું.
સાધન-સામગ્રીઃ ગોળાકાર તળિયાવાળો કાચનો ચંબુ, પાણી, ત્રિપાઈ, તારની જાળી, બન્સન બર્નર, પોટેશિયમ પરમેંગેનેટ, સ્ટ્રૉ.
GSEB Solutions Class 7 Science Chapter 4 ઉષ્મા 8

પદ્ધતિઃ

  1. ગોળાકાર તળિયાવાળો કાચનો ચંબુ લો.
  2. તેમાં બે તૃતિયાંશ ભાગ સુધી પાણી ભરો.
  3. તેને ત્રિપાઈ પર મૂકીને તેની નીચે બન્સન બર્નર ગોઠવો. ચંબુમાંનું પાણી સ્થિર થઈ જાય ત્યાં સુધી રાહ જુઓ.
  4. હવે સ્ટ્રૉની મદદથી પોટેશિયમ પરમેંગેનેટના નાના સ્ફટિકો હળવેથી પાણીમાં નાખો, જેથી તે ચંબુના તળિયે બેસી જાય.
  5. ચંબુને ગરમ કરો. પાણી ગરમ થાય ત્યારે તેનું નિરીક્ષણ કરો. અવલોકન નોંધો.

અવલોકનઃ ચંબુના તળિયાના ભાગે પાણી ગરમ થાય છે ત્યારે તે ગરમ
જાંબલી રંગનું પાણી ઉપર તરફ સ્થળાંતર કરવા લાગે છે. તેની જગ્યા લેવા ઉપરનું તથા આજુબાજુનું ઠંડું પાણી નીચે તરફ આવે છે. આ પાણી પણ ગરમ થતાં તે ઉપર તરફ ગતિ કરવા લાગે છે.

તેની જગ્યા લેવા ઠંડું પાણી તળિયા તરફ આવે છે. પાણીના ઉપર-નીચે જતા પ્રવાહો જાંબલી રંગને લીધે સ્પષ્ટ જોઈ શકાય છે. થોડી વાર પછી બધું પાણી જાંબલી રંગનું બને છે.
નિર્ણયઃ પાણી ઉષ્માનયનની રીતથી ગરમ થાય છે.

પ્રવૃત્તિ 9:
હવા ઉષ્માનયનની રીતથી ગરમ થાય છે તે દર્શાવવું. સાધન-સામગ્રીઃ મીણબત્તી, સ્ટેન્ડ.
પદ્ધતિઃ

  1. એક મીણબત્તીને સ્ટેન્ડ પર મૂકીને સળગાવો.
    GSEB Solutions Class 7 Science Chapter 4 ઉષ્મા 9
  2. તમારો એક હાથ મીણબત્તીની જ્યોતથી સહેજ ઉપર દાઝી ન જવાય તે રીતે રાખો. બીજો હાથ જ્યોતની બાજુ ના ભાગમાં રાખો. (આકૃતિ જુઓ)

શું તમારા બંને હાથ સમાન રીતે ગરમી અનુભવે છે? જો નહીં તો કયો હાથ વધુ ગરમી અનુભવે છે? શા માટે?
અવલોકનઃ જ્યોતની ઉપર ગોઠવેલો હાથ વધુ ગરમી અનુભવે છે. જ્યોતની બાજુમાં રાખેલો હાથ ખાસ ગરમી અનુભવતો નથી.
નિર્ણયઃ હવા ઉષ્માનયનની રીતથી ગરમ થાય છે.

પ્રવૃત્તિ 10:
કાળા રંગની સપાટી સફેદ રંગની સપાટી કરતાં ઉષ્માનું શોષણ વધુ પ્રમાણમાં કરે છે તે દર્શાવવું.
સાધન-સામગ્રી: બે એકસરખા પતરાંના ડબા, કાળો રંગ અને સફેદ રંગ, પાણી.
GSEB Solutions Class 7 Science Chapter 4 ઉષ્મા 10
[આકૃતિઃ કાળા તથા સફેદ રંગની સપાટીવાળા ડબા].

પદ્ધતિઃ

  1. બે એકસરખા પતરાંના ડબા લો.
  2. એક ડબાની બહારની સપાટી પર કાળો રંગ અને બીજા ડબાની બહારની સપાટી પર સફેદ રંગ લગાડો.
  3. રંગ સુકાઈ જાય ત્યારે બંને ડબામાં સમાન પ્રમાણમાં પાણી ભરીને બપોરના સમયે તડકામાં એકાદ કલાક સુધી મૂકી રાખો.
  4. બંને ડબામાં રહેલા પાણીનાં તાપમાન માપો. બંનેના તાપમાનમાં તફાવત જણાય છે? કયા ડબામાનું પાણી વધુ ગરમ જણાય છે?

અવલોકન: કાળા રંગના ડબામાનું પાણી વધુ ગરમ હોય છે. સફેદ રંગના ડબામાંનું પાણી ઓછું ગરમ જણાય છે.
નિર્ણયઃ કાળા રંગની સપાટી સફેદ રંગની સપાટી કરતાં ઉખાનું શોષણ વધુ પ્રમાણમાં કરે છે.

પ્રવૃત્તિ 11:
કાળા રંગની સપાટી સફેદ રંગની સપાટી કરતાં ઉષ્મા ઝડપથી ગુમાવે છે તે દર્શાવવું.
સાધન-સામગ્રીઃ કાળા રંગના અને સફેદ રંગના ડબા, ગરમ પાણી.

પદ્ધતિઃ

  1. પ્રવૃત્તિ 10માં વાપરેલા કાળા રંગના અને સફેદ રંગના ડબા લો.
  2. બંને ડબાઓમાં 60 °C તાપમાનવાળું પાણી સમાન જથ્થામાં ભરો.
  3. બંને ડબાઓને છાંયડાવાળી જગ્યા પર મૂકી દો.
  4. 10 – 15 મિનિટ પછી બંને ડબાઓમાં પાણીનાં તાપમાન માપો.

અવલોકનઃ કાળા રંગના ડબાનું તાપમાન સફેદ રંગના ડબા કરતાં ઓછું હોય છે.
નિર્ણયઃ કાળા રંગની સપાટી સફેદ રંગની સપાટી કરતાં ઉષ્મા ઝડપથી ગુમાવે છે.

Leave a Comment

Your email address will not be published.