GSEB Solutions Class 7 Maths Chapter 15 ઘન આકારોનું પ્રત્યક્ષીકરણ Ex 15.4

Gujarat Board GSEB Solutions Class 7 Maths Chapter 15 ઘન આકારોનું પ્રત્યક્ષીકરણ Ex 15.4 Textbook Exercise Questions and Answers.

Gujarat Board Textbook Solutions Class 7 Maths Chapter 15 ઘન આકારોનું પ્રત્યક્ષીકરણ Ex 15.4

પ્રશ્ન 1.
નીચેની આકૃતિમાં બતાવ્યા પ્રમાણે નીચેના ઘન આકારોની ઉપર ઇલેક્ટ્રિક બલ્બ સળગાવવામાં આવે છે. દરેકના મળતા પડછાયાનું નામ આપો. પડછાયાની આકૃતિ દોરવાનો પ્રયત્ન કરો. (તમે જવાબ આપતાં પહેલાં પ્રયોગ કરી શકો છો.)
GSEB Solutions Class 7 Maths Chapter 15 ઘન આકારોનું પ્રત્યક્ષીકરણ Ex 15.4 1
જવાબ:
જ્યારે ઘન ઉપર પ્રકાશ પડે ત્યારે –

  1. દડા ઉપર પ્રકાશ પડતાં તેનો પડછાયો વર્તુળ જેવો હોય છે.
  2. નળાકાર પાઇપ ઉપર પ્રકાશ પડતાં તેનો પડછાયો લંબચોરસ જેવો હોય છે.
  3. પુસ્તક ઉપર પ્રકાશ પડતાં તેનો પડછાયો લંબચોરસ જેવો હોય છે.

GSEB Solutions Class 7 Maths Chapter 15 ઘન આકારોનું પ્રત્યક્ષીકરણ Ex 15.4

પ્રશ્ન 2.
નીચે કેટલીક 3-D વસ્તુઓના ઓવરહેડ પ્રોજેક્ટરમાંથી નીકળતા પ્રકાશમાં મળતા પડછાયા આપ્યા છે. દરેક પડછાયો કયા આકારનો છે તે નક્કી કરો. (દરેકના એકથી વધુ ઉત્તરો હોઈ શકે!)
GSEB Solutions Class 7 Maths Chapter 15 ઘન આકારોનું પ્રત્યક્ષીકરણ Ex 15.4 2
જવાબ:

  1. આ પડછાયો ગોલકનો હોઈ શકે. દા. ત., ક્રિકેટબૉલ, ફૂટબૉલ, બાસ્કેટ બૉલ.
  2. આ પડછાયો સમઘનનો હોઈ શકે. દા. ત., પાસો.
  3. આ પડછાયો શંકુનો હોઈ શકે. દા. ત., જૉકરની ટોપી, આઇસક્રીમ કોન.
  4. આ પડછાયો લંબઘનનો કે નળાકારનો હોઈ શકે. દા. ત., ઈંટ, પાણીની પાઇપ.

3. નીચેનાં વિધાનો ખરાં છે કે ખોટાં તે નક્કી કરોઃ

પ્રશ્ન (i)
સમઘનનો પડછાયો લંબચોરસ હોઈ શકે.
જવાબઃ
સાચું, સમઘનનો પડછાયો લંબચોરસ હોઈ શકે (પ્રકાશ ત્રાંસો આવે તો).

GSEB Solutions Class 7 Maths Chapter 15 ઘન આકારોનું પ્રત્યક્ષીકરણ Ex 15.4

પ્રશ્ન (ii)
સમઘનનો પડછાયો ષટ્કોણ હોઈ શકે.
જવાબ:
ખોટું, સમઘનનો પડછાયો પટ્ટણ હોઈ ન શકે.

Leave a Comment

Your email address will not be published.