Gujarat Board GSEB Solutions Class 7 Maths Chapter 3 માહિતીનું નિયમન Ex 3.4 Textbook Exercise Questions and Answers.
Gujarat Board Textbook Solutions Class 7 Maths Chapter 3 માહિતીનું નિયમન Ex 3.4
1. કહો કે નીચે આપેલી ઘટના ચોક્કસ બનશે, અશક્ય છે કે બની શકે પણ ચોક્કસ નહીં:
(i) ગઈકાલ કરતાં આજે તમારી ઉંમર વધુ છે.
(ii) એક સિક્કાને ઉછાળતાં હેડ આવશે.
(iii) પાસાને જ્યારે ફેંકવામાં આવે ત્યારે 8 મળશે.
(iv) હવે પછીની ટ્રફિક લાઈટ લીલા રંગની દેખાશે.
(v) આવતી કાલનો દિવસ વાદળછાયો હશે.
ઉત્તરઃ
(i) આ ઘટના ચોક્કસ બને જ.
(ii) આ ઘટના બની શકે પણ તે ચોક્કસ નહીં.
(iii) આ ઘટના બનવી અશક્ય છે. કારણ કે પાસા પરનો અંક 8 હોતો નથી.
(iv) આ ઘટના બની શકે પણ તે ચોક્કસ નહીં.
(v) આ ઘટના બની શકે પણ તે ચોક્કસ નહીં.
2. એક પેટીમાં 6 લખોટી છે, જેના પર 1થી 6 અંક લખવામાં આવેલ છે.
(i) 2 અંક લખેલી લખોટી નીકળવાની સંભાવના કેટલી છે?
(ii) 5 અંક લખેલી લખોટી નીકળવાની સંભાવના કેટલી છે?
ઉત્તરઃ
લખોટીઓની કુલ સંખ્યા = 6
∴ પરિણામની કુલ સંખ્યા = 6
(i) 2 અંક લખેલી લખોટી નીકળવાની સંભાવના = P (2) = \(\frac {1}{6}\)
(ii) 5 અંક લખેલી લખોટી નીકળવાની સંભાવના = P (5) = \(\frac {1}{6}\)
3. કઈ ટીમ રમત પહેલાં શરૂ કરે તે માટે સિક્કો ઉછાળવામાં આવે છે. તમારી ટીમ શરૂઆત કરે તે માટેની સંભાવના કેટલી છે?
ઉત્તરઃ
સિક્કાને બે પાસાં હોય છે : (i) છાપ (ii) કાંટો
સિક્કાને ઉછાળતાં જમીન પર પડતાં કાં તો છાપ મળે અથવા કાંટો મળે.
આ બંનેમાંથી કોઈ એક જ પરિણામ મળે.
∴ કુલ પરિણામોની સંખ્યા = છાપ + કાંટો = 2
∴ શક્ય સંભાવના = \(\frac {1}{2}\)