GSEB Solutions Class 7 Science Chapter 1 વનસ્પતિમાં પોષણ

Gujarat Board GSEB Solutions Class 7 Science Chapter 1 વનસ્પતિમાં પોષણ Textbook Questions and Answers, Textbook Activities Pdf.

વનસ્પતિમાં પોષણ Class 7 GSEB Solutions Science Chapter 1

GSEB Class 7 Science વનસ્પતિમાં પોષણ Textbook Questions and Answers

પાઠ્યપુસ્તકના સ્વાધ્યાયના પ્રશ્નોત્તર

પ્રશ્ન 1.
સજીવોને ખોરાક લેવાની જરૂર શા માટે હોય છે?
ઉત્તરઃ
સજીવોને કાર્ય કરવા માટે જરૂરી શક્તિ મેળવવા, શરીરની વૃદ્ધિ અને વિકાસ કરવા, શરીરના ઘસારાની મરામત માટે તથા શરીરને તંદુરસ્ત અને નિરોગી રાખવા માટે ખોરાકની જરૂર હોય છે.

પ્રશ્ન 2.
પરોપજીવી અને મૃતોપજીવીનો તફાવત આપો.
ઉત્તરઃ

પરોપજીવી

મૃતોપજીવી

1. તે પોતાનું પોષણ યજમાન સજીવ પાસેથી મેળવે છે. 1. તે મૃત અને સડતા પદાર્થોમાંથી પોષણ મેળવે છે.
2. તે યજમાન સજીવે બનાવેલા ખોરાકનું શોષણ કરે છે. 2. તે સડતા પદાર્થો પર પાચકરસોનો સાવ કરી દ્રાવણ બનાવી તેમાંથી પોષક તત્ત્વો શોષે છે.
3. અમરવેલ પરોપજીવી વનસ્પતિ છે. 3. મોટા ભાગની ફૂગ મૃતોપજીવી છે.

પ્રશ્ન ૩.
પર્ણમાં સ્ટાર્સની હાજરી કેવી રીતે ચકાસશો?
ઉત્તરઃ
પર્ણમાં સ્ટાર્સની હાજરી ચકાસવાની રીત નીચે મુજબ છે :

  1. સૂર્યપ્રકાશમાં રહેલી વનસ્પતિનું એક લીલું પર્ણ તોડો.
  2. પર્ણને પાણી ભરેલા બકરમાં લઈ 5 – 6 મિનિટ માટે ઉકાળો.
  3. પછી પર્ણને આલ્કોહોલ વડે બરાબર ધુઓ અને તેનો લીલો રંગ દૂર કરો.
  4. આ પર્ણ પર બે ટીપાં આયોડિનનાં દ્રાવણનાં નાખી તેનો રંગ તપાસો.
  5. પર્ણનો રંગ ભૂરો-કાળો થશે, જે પર્ણમાં સ્ટાર્સની હાજરી સૂચવે છે.

GSEB Solutions Class 7 Science Chapter 1 વનસ્પતિમાં પોષણ

પ્રશ્ન 4.
લીલી વનસ્પતિમાં ખોરાક બનવાની ક્રિયાનું ટૂંકમાં વર્ણન કરો.
ઉત્તરઃ
લીલી વનસ્પતિનાં પણમાં લીલા રંગનું રજકદ્રવ્ય આવેલું હોય છે. ‘ જેને હરિતદ્રવ્ય (ક્લૉરોફિલ) કહે છે. તે પર્ણને સૂર્ય-ઊર્જાનું શોષણ કરવામાં મદદરૂપ થાય છે. આ ઊર્જા પર્ણમાં કાર્બન ડાયૉક્સાઈડ અને પાણીમાંથી ખોરાક બનાવવામાં વપરાય છે. આમ, લીલી વનસ્પતિ હરિતદ્રવ્ય અને સૂર્યપ્રકાશની હાજરીમાં કાર્બન ડાયૉક્સાઈડ અને પાણીની મદદથી કાર્બોદિત સ્વરૂપમાં ખોરાકનું સંશ્લેષણ કરે છે અને ઑક્સિજન વાયુ મુક્ત કરે છે. આ પ્રક્રિયાને પ્રકાશસંશ્લેષણ કહે છે. આ પ્રક્રિયાનું સમીકરણ નીચે મુજબ છે :
GSEB Solutions Class 7 Science Chapter 1 વનસ્પતિમાં પોષણ 1

પ્રશ્ન 5.
રેખાચિત્ર દ્વારા દર્શાવો કે, વનસ્પતિ એ ખોરાક માટેનો અદ્વિતીય સ્ત્રોત છે’.
ઉત્તરઃ
GSEB Solutions Class 7 Science Chapter 1 વનસ્પતિમાં પોષણ 2

પ્રશ્ન 6.
ખાલી જગ્યા પૂરોઃ

પ્રશ્ન 1.
લીલી વનસ્પતિ …………… કહેવાય છે, કારણ કે તેઓ પોતાનો ખોરાક જાતે બનાવે છે.
ઉત્તરઃ
સ્વાવલંબી

પ્રશ્ન 2.
વનસ્પતિ દ્વારા બનાવાયેલ ખોરાક ……….. સ્વરૂપે સંગ્રહ પામે છે.
ઉત્તરઃ
સ્ટાર્ચ

પ્રશ્ન 3.
પ્રકાશસંશ્લેષણમાં સૂર્ય-ઊર્જા ……… નામના રંજકદ્રવ્ય દ્વારા શોષણ પામે છે.
ઉત્તરઃ
હરિતદ્રવ્ય (ક્લોરોફિલ)

પ્રશ્ન 4.
પ્રકાશસંશ્લેષણ દરમિયાન વનસ્પતિ ………. વાયુ લે છે અને ………. વાયુ મુક્ત કરે છે.
ઉત્તરઃ
કાર્બન ડાયૉક્સાઈડ, ઑક્સિજન

પ્રશ્ન 7.
નીચેનાનાં નામ આપોઃ

પ્રશ્ન 1.
પીળી, પાતળી દોરી જેવું પ્રકાંડ ધરાવતી પરોપજીવી વનસ્પતિ
ઉત્તરઃ
અમરવેલ

પ્રશ્ન 2.
સ્વયંપોષણ અને પરપોષણ બંને પ્રકારનું પોષણ ધરાવતી વનસ્પતિ.
ઉત્તરઃ
કળશપર્ણ

GSEB Solutions Class 7 Science Chapter 1 વનસ્પતિમાં પોષણ

પ્રશ્ન 3.
પર્ણમાં વાતવિનિમય જે છિદ્રો દ્વારા થાય છે તે
ઉત્તરઃ
પર્ણરંધ્રો

પ્રશ્ન 8.
સાચો વિકલ્પ પસંદ કરોઃ

પ્રશ્ન 1.
અમરવેલ એ ………..નું ઉદાહરણ છે.
A. સ્વયંપોષી
B. પરપોષી
C. મૃતોપજીવી
D. યજમાન
ઉત્તરઃ
પરપોષી

પ્રશ્ન 2.
આ વનસ્પતિ કીટકોને ફસાવે છે અને આરોગે છે.
A. અમરવેલ
B. જાસૂદ
C. કળશપર્ણ
D. ગુલાબ
ઉત્તરઃ
કળશપર્ણ

પ્રશ્ન 9.
કૉલમ ‘I’ અને કૉલમ ‘II’નાં જોડકાં જોડોઃ

કૉલમ “I’

કૉલમ ‘II’

(1) હરિતદ્રવ્ય (a) બૅક્ટરિયા
(2) નાઈટ્રોજન (b) પરપોષી
(3) અમરવેલ (c) કળશપર્ણ
(4) પ્રાણીઓ (d) પર્ણ
(5) કીટકો (e) પરોપજીવી

ઉત્તરઃ
(1) → (d), (2) → (a), (3) → (e), (4) → (b), (5) → (c).

પ્રશ્ન 10.
સાચા વિધાન સામે ‘T’ કરો અને ખોટા વિધાન સામે ‘F’ કરોઃ

પ્રશ્ન 1.
પ્રકાશસંશ્લેષણ દરમિયાન કાર્બન ડાયૉક્સાઈડ મુક્ત થાય છે.
ઉત્તરઃ
(F)

પ્રશ્ન 2.
જે વનસ્પતિઓ પોતાનો ખોરાક જાતે બનાવે છે, તેને – મૃતોપજીવી કહે છે.
ઉત્તરઃ
(F)

પ્રશ્ન 3.
પ્રોટીન એ પ્રકાશસંશ્લેષણની પેદાશ નથી.
ઉત્તરઃ
(T)

પ્રશ્ન 4.
પ્રકાશસંશ્લેષણ દરમિયાન સૂર્ય-ઊર્જા એ રાસાયણિક-ઊર્જામાં રૂપાંતરિત થાય છે.
ઉત્તરઃ
(T)

GSEB Solutions Class 7 Science Chapter 1 વનસ્પતિમાં પોષણ

પ્રશ્ન 11.
નીચે આપેલા વિકલ્પોમાંથી ખરો વિકલ્પ પસંદ કરોઃ પ્રકાશસંશ્લેષણ માટે વનસ્પતિનો કયો ભાગ વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઈડ લે છે?
A. મૂળરોમ
B. પર્ણરંદ્ર
C. પર્ણશિરા
D. વજપત્ર
ઉત્તર:
B. પર્ણરંદ્ર

પ્રશ્ન 12.
નીચે આપેલા વિકલ્પોમાંથી આપેલ વિધાન માટે ખરો વિકલ્પ
પસંદ કરો:
વનસ્પતિ વાતાવરણમાંથી કાર્બન ડાયૉક્સાઈડ મુખ્યત્વે ……….. દ્વારા લે છે.
A. મૂળ
B. પ્રકાંડ
C. પુષ્પો
D. પર્ણ
ઉત્તર:
D. પર્ણ

પ્રશ્ન 13.
ખેડૂતો મોટા ગ્રીનહાઉસમાં ઘણાં ફળો અને શાકભાજી શા માટે ઉગાડે છે? તેનાથી ખેડૂતોને શા ફાયદા થાય?
ઉત્તર:
ગ્રીનહાઉસમાં ફળો અને શાકભાજીનાં છોડ ઉગાડવાથી બહારની વધુ ગરમી કે વધુ ઠંડીથી છોડને રક્ષણ મળે છે. આથી છોડનો યોગ્ય વિકાસ થઈ શકે છે.

ગ્રીનહાઉસમાં ફળ અને શાકભાજી ઉગાડવાથી ખેડૂતને થતા ફાયદા નીચે મુજબ છે:

  1. ગ્રીનહાઉસમાં તાપમાનનું નિયંત્રણ થઈ શકે છે. આથી કૂમળા છોડને છે. ખૂબ ગરમીમાં અને ઠંડીમાં રક્ષણ મળે છે. તેથી ખેડૂતોને પાકનો ઉતાર સારો થાય છે.
  2. ગ્રીનહાઉસમાં ઉગાડેલા છોડને પ્રાણીઓ નુકસાન પહોંચાડી શકતાં નથી. તેથી ખેડૂતના પાકને નુકસાન થતું અટકે છે.
  3. ફળો અને શાકભાજીના છોડને ઉછેરવા માટે ખેડૂતને વિશેષ કાળજી લેવી પડે છે, જે ગ્રીનહાઉસમાં શકય બને છે.

GSEB Class 7 Science વનસ્પતિમાં પોષણ Textbook Activities

પાઠ્યપુસ્તકની પ્રવૃત્તિઓની સમજ

પ્રવૃત્તિ 1:
પ્રકાશસંશ્લેષણની પ્રક્રિયા માટે સૂર્યપ્રકાશ જરૂરી છે તે દર્શાવવું. સાધન-સામગ્રી કૂંડામાં ઉગાડેલા એકસરખા પ્રકારના બે છોડ, આયોડિનનું દ્રાવણ.

પદ્ધતિ:

  1. કૂંડામાં ઉગાડેલા બે એકસરખા છોડ લો.
  2. એક કૂંડાના છોડને અંધારામાં રાખો.
  3. બીજા કૂંડાના છોડને સૂર્યપ્રકાશમાં મૂકો.
  4. બંને કૂંડાના છોડને નિયમિત પાણી રેડો.
    GSEB Solutions Class 7 Science Chapter 1 વનસ્પતિમાં પોષણ 3
  5. 3-4 દિવસ પછી બંને છોડના એક-એક પર્ણ તોડી લો.
  6. દરેક પર્ણમાં સ્ટાર્ચ છે કે નહિ તે માટેની આયોડિન કસોટી કરો. તમારાં અવલોકન નોંધો.
  7. પછી અંધારામાં મુકેલા કૂંડાના છોડને 3-4 દિવસ સૂર્યપ્રકાશમાં મૂકો.
  8. ત્યારબાદ સ્ટાર્સની હાજરી જાણવા આયોડિનની કસોટી કરો. તમારું અવલોકન નોંધો.

અવલોકનઃ

  1. સૂર્યપ્રકાશમાં રાખેલા છોડના પર્ણ પર આયોડિનનું દ્રાવણ મૂકતાં ભૂરા-કાળા રંગનું બને છે, જે સ્ટાર્સની હાજરી દર્શાવે છે.
  2. અંધારામાં રાખેલા છોડના પર્ણ પર આયોડિનનું દ્રાવણ મૂકતાં ભૂરા-કાળા રંગનું બનતું નથી, જે સ્ટાર્ચની ગેરહાજરી સૂચવે છે.
  3. અંધારામાં મૂકેલા છોડને 3-4 દિવસ સૂર્યપ્રકાશમાં મૂક્યા બાદ આયોડિન કસોટી કરતાં સ્ટાર્સની હાજરી બતાવે છે.
    નિર્ણય: પ્રકાશસંશ્લેષણની પ્રક્રિયા માટે સૂર્યપ્રકાશ જરૂરી છે.

GSEB Solutions Class 7 Science Chapter 1 વનસ્પતિમાં પોષણ

પ્રવૃત્તિ 2:
વાસી બ્રેડ પર ફૂગની હાજરી તપાસવી.
સાધન-સામગ્રી: બ્રેડ, સૂક્ષ્મદર્શક યંત્ર, પાણી.

પદ્ધતિઃ

  1. બ્રેડનો એક ટુકડો લઈ તેને પાણી છાંટી ભીનો કરો.
  2. તેને 2 – 3 દિવસ સુધી ભેજવાળા હૂંફાળા વાતાવરણમાં રાખો.
  3. 2-3 દિવસ પછી બ્રેડ લઈ સૂક્ષ્મદર્શક યંત્ર વડે તેનું નિરીક્ષણ કરો.
    GSEB Solutions Class 7 Science Chapter 1 વનસ્પતિમાં પોષણ 4

અવલોકનઃ બ્રેડ પર રૂ જેવા તાંતણા જોવા મળે છે.
નિર્ણયઃ વાસી બ્રેડ પર ફૂગ જોવા મળે છે.

Leave a Comment

Your email address will not be published.