GSEB Solutions Class 7 Science Chapter 11 પ્રાણીઓ અને વનસ્પતિઓમાં વહન

Gujarat Board GSEB Solutions Class 7 Science Chapter 11 પ્રાણીઓ અને વનસ્પતિઓમાં વહન Textbook Questions and Answers, Textbook Activities Pdf.

પ્રાણીઓ અને વનસ્પતિઓમાં વહન Class 7 GSEB Solutions Science Chapter 11

GSEB Class 7 Science પ્રાણીઓ અને વનસ્પતિઓમાં વહન Textbook Questions and Answers

પાઠ્યપુસ્તકના સ્વાધ્યાયના પ્રશ્નોત્તર

પ્રશ્ન 1.
કૉલમ Iમાં આપેલી વિગતોને કૉલમ I સાથે સરખાવીને જોડકાં જોડોઃ

કૉલમ I કૉલમ II
(1) પર્ણરંદ્ર (a) પાણીનું શોષણ
(2) જલવાહક પેશી (b) બાષ્પોત્સર્જન
(3) મૂળરોમ (c) ખોરાકનું વહન
(4) અન્નવાહક પેશી (d) પાણીનું વહન
(e) કાર્બોદિતનું સંશ્લેષણ

ઉત્તરઃ
(1) → (b), (2) → ( d), (3) → (a), (4) → (c).

2. ખાલી જગ્યા પૂરોઃ

પ્રશ્ન 1.
હૃદયમાંથી રુધિર શરીરના બધા ભાગો તરફ ………………….. દ્વારા વહન પામે છે.
ઉત્તરઃ
ધમનીઓ

GSEB Solutions Class 7 Science Chapter 11 પ્રાણીઓ અને વનસ્પતિઓમાં વહન

પ્રશ્ન 2.
હીમોગ્લોબિન એ રુધિરના …………………….. ના કોષોમાં હોય છે.
ઉત્તરઃ
રક્તકણો

પ્રશ્ન 3.
ધમની અને શિરાઓ એ ……………………….. ના જાળા સ્વરૂપે જોડાયેલ હોય છે.
ઉત્તરઃ
કેશિકાઓ

પ્રશ્ન 4.
હૃદયનું તાલબદ્ધ સંકોચન અને વિસંકોચન એ ………………….. કહેવાય છે.
ઉત્તરઃ
હૃદયના ધબકારા

પ્રશ્ન 5.
મનુષ્યમાં ……………………… એ મુખ્ય ઉત્સર્ગ દ્રવ્ય છે.
ઉત્તરઃ
યૂરિયા

GSEB Solutions Class 7 Science Chapter 11 પ્રાણીઓ અને વનસ્પતિઓમાં વહન

પ્રશ્ન 6.
પરસેવો એ પાણી અને ………………. ધરાવે છે.
ઉત્તરઃ
ક્ષારો

પ્રશ્ન 7.
મૂત્રપિંડ એ પ્રવાહી સ્વરૂપે શરીરના કચરાનો નિકાલ કરે છે. જેને …………………….. કહે છે.
ઉત્તરઃ
મૂત્ર

પ્રશ્ન 8.
ઉસ્વેદન ખેંચાણ ………………………. દ્વારા રચાય છે જેથી પાણી ખૂબ જ ચાઈ સુધી ઉપર જઈ શકે છે.
ઉત્તરઃ
બાષ્પોત્સર્જન

3. સાચો વિકલ્પ પસંદ કરોઃ

પ્રશ્ન 1.
વનસ્પતિમાં પાણી …………………. દ્વારા વહન પામે છે.
A. જલવાહક પેશી
B. અન્નવાહક પેશી
C. પર્ણરંદ્ર
D. મૂળરોમ
ઉત્તરઃ
A. જલવાહક પેશી

GSEB Solutions Class 7 Science Chapter 11 પ્રાણીઓ અને વનસ્પતિઓમાં વહન

પ્રશ્ન 2.
વનસ્પતિને …………………………… રાખીને પાણીનું શોષણ વધારી શકાય છે.
A. છાંયડામાં
B. આછા પ્રકાશમાં
C. પંખા નીચે
D. પૉલિથીન બેગથી ઢાંકીને
ઉત્તરઃ
C. પંખા નીચે

પ્રશ્ન 4.
વનસ્પતિ અને પ્રાણીઓમાં ઘટકોનું વહન શા માટે જરૂરી છે? સમજાવો.
ઉત્તરઃ
વનસ્પતિ અને પ્રાણીઓને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે ખોરાક, પાણી અને ઑક્સિજનની જરૂર છે. સજીવોને આ બધું શરીરના એક ભાગથી બીજા ભાગમાં પહોંચાડવું જરૂરી છે. વનસ્પતિ અને પ્રાણીઓમાં ઉત્પન્ન થતા નકામા પદાર્થો એટલે કે ઉત્સર્ગ પદાર્થો શરીરના જે ભાગમાંથી નિકાલ કરી શકાય ત્યાં પહોંચાડવા પડે છે. આ બધું કરવા માટે પોષક દ્રવ્યો, ઑક્સિજન, ઉલ્લેચકો, અંતઃસ્ત્રાવો અને ઉત્સર્ગ પદાર્થોનું એક સ્થાનેથી તેમના કાર્યક્ષેત્રે પહોંચાડવા તે ઘટકોનું વહન કરવું જરૂરી બને છે.

પ્રશ્ન 5.
જો રુધિરમાં રુધિરકણિકાઓ ન હોય, તો શું થાય?
ઉત્તરઃ
રુધિર ગંઠાઈ જવાની પ્રક્રિયા રુધિરમાં રહેલી રુધિરકણિકાઓને આભારી છે. આપણા શરીરના કોઈ ભાગમાં ઈજા થાય કે ઘા પડે ત્યારે રુધિર વહેવા માંડે છે. રુધિરમાં રહેલી રુધિરકણિકાઓ વહેતા રુધિરને ગંઠાવી દે છે અને થોડીવારમાં આપમેળે રુધિર વહેતું અટકી જાય છે. જો રુધિરમાં રુધિરકણિકાઓ ન હોય તો ઈજા થતાં કે ઘા પડતાં રુધિર ગંઠાઈ જવાની ક્રિયા ન થાય. આથી શરીરનું બધું રુધિર વહી જાય, જે પ્રાણઘાતક નીવડે.

GSEB Solutions Class 7 Science Chapter 11 પ્રાણીઓ અને વનસ્પતિઓમાં વહન

પ્રશ્ન 6.
પર્ણરંદ્ર એટલે શું? પર્ણરંદ્રનાં બે કાર્યો આપો.
ઉત્તરઃ
વનસ્પતિનાં પર્ણોની સપાટી પર નાનાં છિદ્રો આવેલાં છે. તેને પર્ણરધ્રો (Stomata) કહે છે. આ પર્ણરંધ્રો રક્ષકકોષોથી ઘેરાયેલા હોય છે.
પર્ણરંદ્રનાં બે કાર્યો નીચે મુજબ છે :

  1. વનસ્પતિનાં પર્ણરંધ્રો દ્વારા વધારાના પાણીનો બાષ્પોત્સર્જનની ક્રિયા દ્વારા બાષ્પ સ્વરૂપે બહાર નિકાલ થાય છે.
  2. વનસ્પતિની પ્રકાશસંશ્લેષણની ક્રિયા અને શ્વસન ક્રિયા દરમિયાન પર્ણરંધ્રોમાં વાતવિનિમય થાય છે.

પ્રશ્ન 7.
શું વનસ્પતિમાં બાષ્પોત્સર્જનનો કોઈ મહત્ત્વનો ફાળો છે? સમજાવો.
ઉત્તર:
વનસ્પતિમાં થતી બાષ્પોત્સર્જનની ક્રિયા વડે વધારાનું પાણી બહાર નિકાલ પામે છે. આથી વનસ્પતિ તથા આજુબાજુ ઠંડક પ્રાપ્ત થાય છે. બાષ્પોત્સર્જન દ્વરા પાણી બાષ્પ સ્વરૂપે ઊડી જાય છે ત્યારે ચૂષક પુલ રચાય છે, જેથી મૂળથી ખૂબ ઊંચાઈએ આવેલાં પણ સુધી પાણી પહોંચાડી શકાય છે, જે પ્રકાશસંશ્લેષણની ક્રિયામાં પર્ણોને ઉપયોગી બને છે. મૂળથી પર્ષો સુધી રચાયેલ પાણીનો સળંગ સ્તંભ જમીનમાંથી પાણી અને ખનીજ ક્ષારો દ્રાવણ રૂપે વનસ્પતિના ભાગોમાં પહોંચાડવા માટેનું શોષક બળ પૂરું પાડે છે. આમ, વનસ્પતિમાં બાષ્પોત્સર્જનનો મહત્ત્વનો ફાળો છે.

પ્રશ્ન 8.
રુધિરના જુદા જુદા ઘટકોનાં નામ આપો.
ઉત્તરઃ
રુધિરના ઘટકોનાં નામ : રુધિરરસ, રક્તકણો, શ્વેતકણો, ઉપરાંત રુધિરકણિકાઓ (ત્રાકકણિકાઓ).

GSEB Solutions Class 7 Science Chapter 11 પ્રાણીઓ અને વનસ્પતિઓમાં વહન

પ્રશ્ન 9.
શા માટે શરીરના બધા જ ભાગોને રૂધિરની જરૂરિયાત રહે છે?
ઉત્તરઃ
શરીરના બધા ભાગોને રુધિરની જરૂરિયાત રહે છે, કારણ કે

  1. રુધિરમાં ખોરાકના પોષક દ્રવ્યો અને ઑક્સિજન હોય છે, જે શરીરના બધા ભાગોના કોષોને કાર્ય કરવા માટેની શક્તિ પ્રદાન કરે છે.
  2. શરીરના ભાગોમાં ઉત્પન્ન થયેલ ઉત્સર્ગ દ્રવ્યોનું વહન રુધિર કરે છે અને તેમને ઉત્સર્જનતંત્રના અવયવો સુધી પહોંચાડે છે.
  3. રુધિરમાં ઉલ્લેચકો, અંતઃસ્ત્રાવો હોય છે, જેને શરીરના બધા ભાગોમાં પહોંચાડવાના હોય છે.

પ્રશ્ન 10.
રુધિરનો રંગ લાલ શેના કારણે હોય છે?
ઉત્તરઃ
રુધિરના રક્તકણોમાં હીમોગ્લોબિન નામનું લાલ રંજકદ્રવ્ય હોય છે. રુધિરમાં હીમોગ્લોબિનની હાજરીને લીધે રુધિરનો રંગ લાલ હોય છે.

પ્રશ્ન 11.
હૃદયનાં કાર્યો લખો.
ઉત્તરઃ
હૃદય એ સતત ધબકતું અને પંપ તરીકે કાર્ય કરતું અંગ છે કે, જે રુધિર અને તેમાં રહેલા દ્રવ્યોનું વહન કરે છે. હૃદયના બંને કર્ણકો અને પછી બંને ક્ષેપકો તાલબદ્ધ સંકોચન અને વિસંકોચન (શિથિલન) પામે છે.
(1) હૃદયના કર્ણકો વિસંકોચન પામે છે ત્યારે શરીરનાં અંગોમાંથી એકત્ર થયેલ કાર્બન ડાયોક્સાઇડયુક્ત (અશુદ્ધ) રુધિર મુખ્ય શિરાઓ દ્વારા જમણા કર્ણકમાં આવે છે. આ સમયે ફેફસાંમાંથી ઑક્સિજનયુક્ત (શુદ્ધ) રુધિર ફુફસીય શિરાઓ દ્વારા ડાબા કર્ણકમાં આવે છે.

(2) હવે બંને કર્ણકો સંકોચન પામે છે ત્યારે જમણા કર્ણકમાંથી કાર્બન ડાયૉક્સાઇડ્યુક્ત રુધિર જમણા ક્ષેપકમાં અને ડાબા કર્ણકમાંથી ઑક્સિજનયુક્ત રુધિર ડાબા ક્ષેપકમાં આવે છે.

(3) હવે બંને ક્ષેપકો સંકોચન પામે છે ત્યારે જમણા ક્ષેપકમાંથી કાર્બન ડાયૉક્સાઇડયુક્ત રુધિર ફુફસીય ધમની દ્વારા ફેફસાંમાં જાય છે અને ડાબા ક્ષેપકમાંથી ઑક્સિજનયુક્ત રુધિર મુખ્ય ધમની દ્વારા શરીરના વિવિધ ભાગોમાં જાય છે.
આમ, હૃદય શરીરના ભાગોમાંથી આવેલ કાર્બન ડાયૉક્સાઇડયુક્ત રુધિરને ફેફસાંમાં મોકલી શુદ્ધ કરાવે છે. આ ઑક્સિજનયુક્ત રુધિરને હૃદયમાં લાવી દબાણપૂર્વક રુધિરને શરીરના વિવિધ ભાગોમાં મોકલે છે.

GSEB Solutions Class 7 Science Chapter 11 પ્રાણીઓ અને વનસ્પતિઓમાં વહન

પ્રશ્ન 12.
શા માટે ઉત્સર્ગ દ્રવ્યોનો નિકાલ થવો જરૂરી છે?
ઉત્તર:
શરીરમાં થતી જૈવિક ક્રિયાઓ દરમિયાન કોષોમાં કેટલાક બિનઉપયોગી અને નુકસાનકારક ઝેરી પદાર્થોનું નિર્માણ થાય છે. શરીરના કોષોમાં ઉત્પન્ન થયેલા આ ઝેરી પદાર્થોને ઉત્સર્ગ દ્રવ્યો કહે છે. ઉત્સર્ગ દ્રવ્યો ઝેરી અને શરીરને નુકસાનકારક હોવાથી તેમને શરીરમાંથી દૂર કરવા પડે છે. આથી ઉત્સર્ગ દ્રવ્યોનો સમયાંતરે શરીરમાંથી નિકાલ થવો જરૂરી છે.

પ્રશ્ન 13.
મનુષ્યના ઉત્સર્જનતંત્રની નામનિર્દેશનવાળી આકૃતિ દોરો.
ઉત્તર:
GSEB Solutions Class 7 Science Chapter 11 પ્રાણીઓ અને વનસ્પતિઓમાં વહન 1

GSEB Class 7 Science પ્રાણીઓ અને વનસ્પતિઓમાં વહન Textbook Activities

‘પાઠ્યપુસ્તકની પ્રવૃત્તિઓની સમજ’

પ્રવૃત્તિ 1:

આરામદાયી સ્થિતિમાં મનુષ્યમાં નાડી દર શોધવો.
પદ્ધતિઃ

  1. તમારા જમણા હાથની તર્જની અને માધ્યિકાને ડાબા કાંડાની અંદરની બાજુએ મૂકો.
  2. તેમાં થતા નાડી-ધબકારને સાંભળવા પ્રયત્ન કરો.
  3. એક મિનિટમાં થતા નાડી-ધબકારની સંખ્યા ગણો.
  4. તમારા સહપાઠીઓના એક મિનિટમાં થતા નાડી-ધબકારની સંખ્યા ગણો.

તમારાં અવલોકન કોષ્ટક 11.1માં નોંધો.
GSEB Solutions Class 7 Science Chapter 11 પ્રાણીઓ અને વનસ્પતિઓમાં વહન 2

નિર્ણયઃ
આરામદાયી સ્થિતિમાં મનુષ્યમાં નાડી દર 72થી 80 હોય છે.

GSEB Solutions Class 7 Science Chapter 11 પ્રાણીઓ અને વનસ્પતિઓમાં વહન

પ્રવૃત્તિ 2:

સાદું સ્ટેથોસ્કોપ બનાવવું અને તેની મદદથી હૃદયના ધબકારા અને નાડી દર માપવાં.
સાધન-સામગ્રી: 6 – 7 સેમી વ્યાસ ધરાવતી ગળણી, રબરની ટ્યૂબ.
GSEB Solutions Class 7 Science Chapter 11 પ્રાણીઓ અને વનસ્પતિઓમાં વહન 3
પદ્ધતિઃ

  1. 6 – 7 સેમીનો વ્યાસ ધરાવતી એક ગળણી લો.
  2. તેની પર રબરની ટ્યૂબ (50 સેમી લાંબી) ચુસ્તપણે લગાવો.
  3. રબરને ખેંચીને ગળણીના મોં પર લાવો અને આકૃતિઃ સ્ટેથોસ્કોપનો નમૂનો. ચુસ્તપણે રબરથી બાંધો.
  4. ટ્યૂબનો એક ખુલ્લો છેડો કાન આગળ રાખો. ગળણીનો પહોળો ભાગ હૃદય નજીક છાતી પર રાખો. ધ્યાનથી સાંભળો.
  5. એક મિનિટમાં થતા હૃદયના ધબકારા માપો.
  6. 4થી 5 મિનિટ સુધી દોડો અને પછી એક મિનિટમાં થતા હૃદયના ધબકારા માપો. નાડી દર પણ માપો.
  7. તમારા સહપાઠીના પણ આ જ રીતે હૃદયના ધબકારા અને નાડી દર માપો.

તમારાં અવલોકનો કોષ્ટક 11.2માં નોંધો.
કોષ્ટક 11.2 હૃદયના ધબકારા અને નાડી દર
GSEB Solutions Class 7 Science Chapter 11 પ્રાણીઓ અને વનસ્પતિઓમાં વહન 4
નિર્ણયઃ
હૃદયના ધબકારાનો દર અને નાડી દર લગભગ સરખા હોય છે. દોડ્યા પછી હૃદયના ધબકારાનો દર અને નાડી દર સામાન્ય સ્થિતિ વખતના દર કરતાં વધારે હોય છે.

GSEB Solutions Class 7 Science Chapter 11 પ્રાણીઓ અને વનસ્પતિઓમાં વહન

પ્રવૃત્તિ 3:

વનસ્પતિનું પ્રકાંડ પાણી અને ખનીજ ક્ષારોના દ્રાવણનું વહન કરે છે તે દર્શાવવું.
સાધન-સામગ્રીઃ કાચનો પ્યાલો, કુમળું પ્રકાંડ ધરાવતો છોડ, બ્લેડ, પાણી, લાલ શાહી
GSEB Solutions Class 7 Science Chapter 11 પ્રાણીઓ અને વનસ્પતિઓમાં વહન 5
પદ્ધતિઃ

  1. એક કાચનો પ્યાલો લો.
  2. પ્યાલાનો ત્રીજો ભાગ ભરાય તેટલું તેમાં પાણી લો.
  3. પાણીમાં લાલ શાહીનાં થોડાંક ટીપાં ઉમેરી પાણી લાલ રંગનું બનાવો.
  4. કૂમળાં પ્રકાંડવાળો છોડ લઈ પ્રકાંડને આધાર પાસેથી બ્લેડ વડે કાપો.
  5. આકૃતિમાં દર્શાવ્યા મુજબ તે છોડને લાલ રંગના પાણી ભરેલા પ્યાલામાં મૂકો.
  6. બીજા દિવસે છોડના પ્રકાંડ અને શાખાઓનું અવલોકન કરો.

અવલોકન:
છોડનું પ્રકાંડ અને શાખાઓ લાલ રંગની બનેલી જણાય છે.

નિર્ણયઃ
વનસ્પતિનું પ્રકાંડ પાણી અને ખનીજ ક્ષારોના દ્રાવણનું વહન કરે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *