GSEB Solutions Class 7 Science Chapter 5 ઍસિડ, બેઇઝ અને ક્ષાર

Gujarat Board GSEB Solutions Class 7 Science Chapter 5 ઍસિડ, બેઇઝ અને ક્ષાર Textbook Questions and Answers, Textbook Activities Pdf.

ઍસિડ, બેઇઝ અને ક્ષાર Class 7 GSEB Solutions Science Chapter 5

GSEB Class 7 Science ઍસિડ, બેઇઝ અને ક્ષાર Textbook Questions and Answers

પાઠ્યપુસ્તકના સ્વાધ્યાયના પ્રશ્નોત્તર

પ્રશ્ન 1.
ઍસિડ તથા બેઇઝ વચ્ચેનો તફાવત જણાવો?
ઉત્તર:

ઍસિડ બેઇઝ
1. તે સ્વાદે ખાટા હોય છે. 1. તે સ્વાદે તૂરા અને સ્પર્શે ચીકણા હોય છે.
2. તે ભૂરા લિટમસપત્રને લાલ બનાવે છે. 2. તે લાલ લિટમસપત્રને ભૂરું બનાવે છે.
3. તે ફિનોલ્ફથેલીનના દ્રાવણ સાથે રંગવિહીન જ રહે છે. 3. તે ફિનોલ્ફથેલીનના દ્રાવણ સાથે ગુલાબી રંગ આપે છે.

પ્રશ્ન 2.
ઘરની ચીજવસ્તુઓ સાફ કરવામાં જેમ કે, બારીના કાચ સાફ કરવામાં વપરાતા પદાર્થોમાં એમોનિયા હોય છે, જે લાલ લિટમસને ભૂરું બનાવે છે. તેઓ કેવી પ્રકૃતિ ધરાવે છે?
ઉત્તર:
એમોનિયા બેઝિક પ્રકૃતિ ધરાવે છે. (કારણ કે તે લાલ લિટમસપત્રને ભૂરું બનાવે છે.)

GSEB Solutions Class 7 Science Chapter 5 ઍસિડ, બેઇઝ અને ક્ષાર

પ્રશ્ન 3.
લિટમસના દ્રાવણનો સ્ત્રોત જણાવો. આ દ્રાવણનો ઉપયોગ શું છે?
ઉત્તરઃ
લિટમસનું દ્રાવણ લાઈકેનમાંથી નિષ્કર્ષણ કરીને મેળવાય છે. તેનો ઉપયોગ આપેલ દ્રાવણ ઍસિડિક છે કે બેઝિક તે નક્કી કરવા સૂચક તરીકે થાય છે.

પ્રશ્ન 4.
શું નિયંદિત પાણી ઍસિડિક / બેઝિક તટસ્થ હોય છે? તમે કેવી રીતે નક્કી કરશો?
ઉત્તર:
નિયંદિત પાણી તટસ્થ છે. આપણે ભૂરા અને લાલ લિટમસપત્રનો ઉપયોગ કરી તેની ખાતરી કરી શકીએ.

નિયંદિત પાણીમાં ભૂરું લિટમસપત્ર તેમજ લાલ લિટમસપત્ર અડકાડતાં તેના રંગમાં કોઈ ફેરફાર થતો નથી. આમ, તે ઍસિડિક નથી તેમજ બેઝિક નથી. તેથી તે તટસ્થ છે.

પ્રશ્ન 5.
એક ઉદાહરણની મદદ વડે તટસ્થીકરણની પ્રક્રિયાનું વર્ણન કરો.
ઉત્તરઃ
ઍસિડ અને બેઇઝ વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ ક્ષાર અને પાણી બનવાની રાસાયણિક પ્રક્રિયાને તટસ્થીકરણ કહે છે.
ઉદાહરણ તરીકે હાઈડ્રોક્લોરિક ઍસિડ અને સોડિયમ હાઇડ્રોક્સાઈડ (બેઇઝ) વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ સોડિયમ ક્લોરાઈડ (ક્ષાર) અને પાણી ઉત્પન્ન થાય છે. આ તટસ્થીકરણની પ્રક્રિયા છે.
GSEB Solutions Class 7 Science Chapter 5 ઍસિડ, બેઇઝ અને ક્ષાર 1

પ્રશ્ન 6.
સાચા વિધાન સામે “T” કરો અને ખોટા વિધાન સામે કરો:

પ્રશ્ન 1.
નાઇટ્રિક ઍસિડ લાલ લિટમસને ભૂરું બનાવે છે.
ઉત્તરઃ
(F)

પ્રશ્ન 2.
સોડિયમ હાઈડ્રોક્સાઈડ ભૂરા લિટમસને લાલ બનાવે છે.
ઉત્તરઃ
(F)

GSEB Solutions Class 7 Science Chapter 5 ઍસિડ, બેઇઝ અને ક્ષાર

પ્રશ્ન 3.
સોડિયમ હાઇડ્રોક્સાઈડ અને હાઈડ્રોક્લોરિક ઍસિડ ભેગા મળતા તેમનું તટસ્થીકરણ થાય છે સાથે સાથે પાણી અને ક્ષાર ઉત્પન્ન થાય છે.
ઉત્તરઃ
(T)

પ્રશ્ન 4.
સૂચક એવા પદાર્થો છે કે જે ઍસિડિક અને બેઝિક દ્રાવણમાં જુદા જુદા રંગ બનાવે છે.
ઉત્તરઃ
(T)

પ્રશ્ન 5.
બેઈઝની હાજરીથી દાંતનો ક્ષય થાય છે.
ઉત્તરઃ
(F)

પ્રશ્ન 7.
દોરજીના રેસ્ટોરન્ટમાં ઠંડાં પીણાંની થોડી બોટલો છે. પરંતુ કમનસીબે તેના પર લેબલ લગાડેલા નથી. તેને આ બૉટલો ગ્રાહકોના ઑર્ડર મુજબ પીરસવ પડે છે. એક ગ્રાહક ઍસિડિક પીણું, બીજો ગ્રાહક બેઝિક પણું અને ત્રીજો ગ્રાહક તટસ્થ પીણું માગે છે, તો દોરજી કેવી રીતે નક્કી કરશે કે કયા ગ્રાહકને કયાં પણાની બૉટલ પીરસવી?
ઉત્તરઃ
દોરજી ઍસિડિક પીણું, બેઝિક પીણું અને તટસ્થ પીણું લિટમસપત્રની કસોટી વડે નક્કી કરી શકશે.

  • જે પીણું ભૂરા લિટમસપત્રને લાલ બનાવે તે ઍસિડિક પીણું.
  • જે પીણું લાલ લિટમસપત્રને ભૂરું બનાવે તે બેઝિક પીણું.
  • જે પીણું ભૂરા લિટમસપત્ર કે લાલ લિટમસપત્ર પર કંઈ અસર ન કરે તે તટસ્થ પીણું.

પ્રશ્ન 8.
સમજાવોઃ આવું કેમ થાય છે?

પ્રશ્ન 1.
જ્યારે આપણને ઍસિડિટી થાય છે ત્યારે એન્ટાસિડની ગોળી લઈએ છીએ.
ઉત્તરઃ
ઍસિડિટી એ જઠરમાં વધુ પડતો હાઈડ્રોક્લોરિક ઍસિડ બનવાને કારણે થાય છે. એન્ટાસિડની ગોળી લેવાથી તેમાં રહેલ મૅગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ બેઝિક પદાર્થ હોવાથી જઠરમાંના વધારાના ઍસિડને તટસ્થ કરે છે. આથી ઍસિડિટીમાં રાહત થાય છે.

પ્રશ્ન 2.
જ્યારે આપણને કીડી કરડે છે ત્યારે આપણે ચામડી પર તે જગ્યાએ કેલેમાઇનનું દ્રાવણ લગાવીએ છીએ.
ઉત્તરઃ
કીડી કરડે છે ત્યારે આપણી ચામડીમાં ડંખ દ્વારા ફૉર્મિક ઍસિડ દાખલ થાય છે. આથી ડંખવાળા ભાગમાં પીડા થાય છે. કેલેમાઇનનું દ્રાવણ લગાડવાથી તેમાં રહેલ ઝિક કાર્બોનેટ બેઝિક પદાર્થ હોવાથી ફૉર્મિક ઍસિડને તટસ્થ કરે છે. આથી પીડામાં રાહત રહે છે.

પ્રશ્ન 3.
કારખાનાંઓમાંથી નીકળતા કચરાને પાણીમાં વહેવડાવતા પહેલાં તટસ્થ કરવામાં આવે છે.
ઉત્તરઃ
કારખાનાંઓમાંથી નીકળતો કચરો મોટે ભાગે ઍસિડિક હોય છે. જો તેને પાણીમાં વહેવડાવામાં આવે, તો પાણીમાં રહેતાં પ્રાણીઓ અને વનસ્પતિને નુકસાન પહોંચાડે છે. તેથી કચરાને પાણીમાં વહેવડાવતાં પહેલાં તટસ્થ કરવો જોઈએ.

પ્રશ્ન 9.
તમારી પાસે માત્ર હળદરનું જ સૂચક છે. તમને હાઈડ્રોક્લોરિક ઍસિડ, સોડિયમ હાઈડ્રોક્સાઈડ અને ખાંડનું દ્રાવણ ધરાવતા ત્રણ પ્રવાહી આપવામાં આવેલાં છે, તો તમે તેમને કેવી રીતે ઓળખી શકશો?
ઉત્તરઃ

  1. આપેલ રસાયણોની ત્રણ બૉટલ પર (1), (2), (3) લેબલ લગાડો.
  2. હળદરનું સૂચક પ્રવાહી કે પેસ્ટ હોય, તો તેના પાંચ હળદરપત્ર બનાવો.
  3. હવે ત્રણ હળદરપત્ર લઈ તે દરેક પર બૉટલ (1), (2), (3)માંના દ્રાવણનાં બે ટીપાં નાખો.
  4. જે બૉટલનું દ્રાવણ હળદરપત્રને લાલ બનાવે તે સોડિયમ હાઈડ્રોક્સાઇડ છે. આ બૉટલ પર સોડિયમ હાઇડ્રોક્સાઇડ લખો.
  5. હવે બાકી રહેલી બે અજ્ઞાત બૉટલ પૈકી એકમાંથી દ્રાવણ લઈ એક કસનળી અડધી ભરો અને બીજામાંથી દ્રાવણ લઈ બીજી કસનળી અડધી ભરો.
  6. પછી દરેક કસનળીમાં સોડિયમ હાઇડ્રોક્સાઇડનાં દસ-દસ ટીપાં નાખો. મિશ્રણને બરાબર હલાવો.
  7. દરેક કસનળીમાં હળદરપત્ર નાખો.
  8. જે કસનળીમાં હળદરપત્ર લાલ રંગનો બને તે કસનળીમાં નાખેલ અજ્ઞાત બૉટલનું દ્રાવણ ખાંડનું દ્રાવણ છે. બાકીની બૉટલમાં હાઈડ્રોક્લોરિક ઍસિડ છે.

પ્રશ્ન 10.
ભૂરા લિટમસપત્રને દ્રાવણમાં ડુબાડતાં તે ભૂરા રંગનું જ રહે છે, તો દ્રાવણની પ્રકૃતિ કઈ છે? સમજાવો.
ઉત્તરઃ
ભૂરા લિટમસપત્રને દ્રાવણમાં ડુબાડતાં તે ભૂરા રંગનું જ રહે છે, તો દ્રાવણની પ્રકૃતિ બેઝિક હોય અથવા તટસ્થ હોય.
સમજૂતી દ્રાવણ બેઝિક હોય ત્યારે તે ભૂરા લિટમસપત્ર પર કંઈ અસર કરતું . નથી. એટલે કે તે ભૂરા રંગનું જ રહે છે.

દ્રાવણ તટસ્થ હોય, તો તેની બંને પ્રકારના લિટમસપત્ર પર કોઈ અસર થતી નથી એટલે કે તટસ્થ દ્રાવણ ભૂરા લિટમસપત્રને ભૂરા રંગનું જ દર્શાવે છે. આમ, દ્રાવણ બેઝિક હોય કે તટસ્થ તે ભૂરા લિટમસપત્રને ભૂરા રંગનું જ દર્શાવે છે.

GSEB Solutions Class 7 Science Chapter 5 ઍસિડ, બેઇઝ અને ક્ષાર

પ્રશ્ન 11.
નીચેના વિધાનોને ધ્યાનથી વાંચોઃ

(1) ઍસિડ તથા બેઇઝ બધા જ સૂચકના રંગ બદલી નાખે છે.
(2) જો કોઈ સૂચક, ઍસિડ માટે રંગનું પરિવર્તન દર્શાવે તો તે બેઇઝ માટે રંગપરિવર્તન દર્શાવતું નથી.
(૩) જો કોઈ સૂચક, બેઈઝ માટે રંગપરિવર્તન દર્શાવે તો તે ઍસિડ માટે રંગપરિવર્તન દર્શાવતું નથી.
(4) ઍસિડ તથા બેઈઝનું રંગપરિવર્તન સૂચકના પ્રકાર પર આધારિત છે. ઉપરોક્ત વિધાનોમાંથી કયાં વિધાનો સત્ય છે?
A. ચારેય B. (1) અને (4) c. (2), (3) અને (4) D. માત્ર (4)
ઉત્તર:
D. માત્ર (4)

GSEB Class 7 Science ઍસિડ, બેઇઝ અને ક્ષાર Textbook Activities

‘પાઠચપુસ્તકની પ્રવૃત્તિઓની સમજ

પ્રવૃત્તિ 1:
લાલ લિટમસપત્ર અને ભૂરા લિટમસપત્રની મદદથી આપેલ જુદાં જુદાં દ્રાવણો ઍસિડિક છે કે બેઝિક છે તે તપાસવાં.
સાધન-સામગ્રી: કસનળી, ડ્રૉપર, પાણી. પદાર્થો આપેલ દ્રાવણો (જુઓ કોષ્ટક).

પદ્ધતિઃ

  1. એક કસનળીમાં થોડો લીંબુનો રસ લઈ તેમાં થોડું પાણી મિશ્ર કરો.
    GSEB Solutions Class 7 Science Chapter 5 ઍસિડ, બેઇઝ અને ક્ષાર 2
  2. ડ્રૉપરની મદદથી લીંબુના રસનાં બે ટીપાં લાલ લીંબુના રસનું લિટમસપત્ર પર નાખો. રંગમાં કોઈ ફેરફાર થાય છે કે નહિ તે નોંધો.
  3. આ જ રીતે લીંબુના રસનાં બે ટીપાં ભૂરા લિટમસપત્ર પર નાખો. રંગમાં કોઈ ફેરફાર થાય છે કે નહિ તે નોંધો.
  4. આ પ્રવૃત્તિ આપેલા બાકી પદાર્થો માટે પણ કરો. તમારા અવલોકનો નીચેના કોષ્ટકમાં નોંધો.

કોષ્ટકઃ આપેલ પદાર્થોની લિટમસ કસોટી
GSEB Solutions Class 7 Science Chapter 5 ઍસિડ, બેઇઝ અને ક્ષાર 3
GSEB Solutions Class 7 Science Chapter 5 ઍસિડ, બેઇઝ અને ક્ષાર 4

નિર્ણયઃ

  1. ઍસિડિક દ્રાવણો ભૂરા લિટમસપત્રને લાલ બનાવે છે, પરંતુ લાલ લિટમસપત્ર પર કંઈ અસર કરતાં નથી.
  2. બેઝિક દ્રાવણો લાલ લિટમસપત્રને ભૂરું બનાવે છે, પરંતુ ભૂરા લિટમસપત્ર પર કંઈ અસર કરતાં નથી.
  3. તટસ્થ દ્રાવણો લાલ અને ભૂરા લિટમસપત્રો પર કંઈ અસર કરતાં નથી.

પ્રવૃત્તિ 2:
હળદરપત્ર બનાવવા અને તેની મદદથી આપેલ જુદાં જુદાં દ્રાવણો ઍસિડિક છે કે બેઝિક તે તપાસવાં.
સાધન-સામગ્રીઃ હળદર, પાણી, બ્લોટિંગ પેપર, ડ્રૉપર.
પદાર્થો: આપેલ દ્રાવણો (જુઓ કોષ્ટક)

પદ્ધતિઃ

  1. એક ચમચી હળદરનો પાઉડર લઈને તેમાં થોડું પાણી નાખી તેની પેસ્ટ બનાવો.
    GSEB Solutions Class 7 Science Chapter 5 ઍસિડ, બેઇઝ અને ક્ષાર 5
  2. હવે બ્લૉટિંગ પેપર પર હળદરની પેસ્ટ લગાડીને તેને સુકાઈ જવા દો.
    GSEB Solutions Class 7 Science Chapter 5 ઍસિડ, બેઇઝ અને ક્ષાર 6
  3. હળદરના પેટવાળા કાગળને કાપીને પાતળી પટ્ટીઓ બનાવો. (આ પટ્ટીઓને હળદરપત્ર કહેવાય.)
  4. હવે એક હળદરપત્ર લઈ તેના પર સાબુના દ્રાવણનું ટીપું મૂકો. શું થાય તેનું નિરીક્ષણ કરો.
  5. આ જ રીતે કોષ્ટકમાં આપેલા બાકીનાં પદાર્થો માટે હળદરપત્રની કસોટી કરો અને તમારાં અવલોકનો કોષ્ટકમાં નોંધો.

કોષ્ટક આપેલા પદાર્થોની હળદરપત્રની કસોટી
GSEB Solutions Class 7 Science Chapter 5 ઍસિડ, બેઇઝ અને ક્ષાર 7
નિર્ણયઃ હળદરપત્ર બેઝિક દ્રાવણો સાથે લાલ રંગ આપે છે. ઍસિડિક અને તટસ્થ દ્રાવણોની હળદરપત્ર પર કંઈ અસર થતી નથી. (એટલે કે તેનો પીળો રંગ પીળો જ રહે છે.)

પ્રવૃત્તિ 3:
જાસૂદનાં ફૂલનું સૂચક બનાવવું અને તેની મદદથી આપેલ દ્રાવણો ઍસિડિક છે કે બેઝિક તે તપાસવાં.
સાધન-સામગ્રી: જાસૂદનાં ફૂલો, બીકર, ગરમ પાણી, ડ્રૉપર.
પદાર્થો: આપેલ પદાર્થો

GSEB Solutions Class 7 Science Chapter 5 ઍસિડ, બેઇઝ અને ક્ષાર

પદ્ધતિઃ

  1. જાસૂદના ફૂલની થોડી પાંદડીઓ ભેગી કરીને તેને બીકરમાં મૂકો.
  2. તેમાં થોડું ગરમ પાણી ઉમેરો. મિશ્રણને થોડો સમય રહેવા દો.
    GSEB Solutions Class 7 Science Chapter 5 ઍસિડ, બેઇઝ અને ક્ષાર 8
  3. પાણી રંગીન બને ત્યારે તેને “જાસૂદના ફૂલનું સૂચક’ તરીકે ઉપયોગ કરો.
  4. આ સૂચકનાં પાંચ ટીપાં શૈમ્પના દ્રાવણમાં ઉમેરો. સૂચકની શી અસર થાય છે તે નોંધો.
  5. આ જ રીતે આપેલાં બાકીના દ્રાવણો માટે જાસૂદનાં ફૂલના સૂચકની અસર નોંધો.
    તમારાં અવલોકનો નીચેના કોષ્ટકમાં નોંધો.

કોષ્ટકઃ જાસૂદનાં ફૂલના સૂચકની આપેલ દ્રાવણો પર અસર
GSEB Solutions Class 7 Science Chapter 5 ઍસિડ, બેઇઝ અને ક્ષાર 9
નિર્ણય: જાસૂદનાં ફૂલનું સૂચક ઍસિડિક દ્રાવણ સાથે ઘેરો ગુલાબી (મેજેન્ટા)
અને બેઝિક દ્રાવણ સાથે લીલો રંગ આપે છે. તટસ્થ દ્રાવણો સાથે રંગપરિવર્તન થતું નથી.

પ્રવૃત્તિ 4:
ઍસિડ અને બેઇઝની લિટમસપત્ર, હળદરપત્ર અને જાસૂદનાં ફૂલના દ્રાવણ પર થતી અસરનો અભ્યાસ કરવો.
સાધન-સામગ્રીઃ ભૂરા અને લાલ લિટમસપત્રો, હળદરપત્ર, જાસૂદનાં ફૂલનું દ્રાવણ, ડ્રૉપર.
પદાર્થો આપેલા મંદ ઍસિડ અને બેઇઝ

પદ્ધતિઃ

  1. ડ્રૉપરની મદદથી મંદ હાઇડ્રોક્લોરિક ઍસિડનાં બે-બે ટીપાં ભૂરા અને લાલ લિટમસપત્ર પર, હળદરપત્ર પર અને જાસૂદનાં ફૂલના દ્રાવણમાં નાખો. તેમના પર થતી અસર તપાસો.
  2. આ જ રીતે આપેલ મંદ ઍસિડ અને બેઇઝની અસર તપાસો. તમારાં અવલોકન કોષ્ટકમાં નોંધો.

કોષ્ટક ઍસિડ અને બેઇઝની જુદા જુદા સૂચકો પર અસર

GSEB Solutions Class 7 Science Chapter 5 ઍસિડ, બેઇઝ અને ક્ષાર 10
નિર્ણયઃ

  1. ઍસિડ ભૂરા લિટમસપત્રને લાલ બનાવે છે અને બેઇઝ લાલ લિટમસપત્રને ભૂરું બનાવે છે.
  2. ઍસિડ હળદરપત્ર પર અસર કરતાં નથી, પરંતુ બેઇઝ હળદરપત્રને લાલ બનાવે છે.
  3. ઍસિડ જાસૂદનાં ફૂલના દ્રાવણને મેજેન્ટા રંગનું અને બેઇઝ તેને લીલા રંગનું બનાવે છે.

પ્રવૃત્તિ 5:
ઍસિડ અને બેઇઝ વચ્ચે થતી તટસ્થીકરણની પ્રકિયા સમજાવો. આ પ્રવૃત્તિ માટે જુઓ ‘(C) વિસ્તૃત પ્રશ્ન’નો પ્રશ્ન.

સાધનોઃ કસનળીઓ, કસનળીનું સ્ટેન્ડ, ડ્રૉપર.
પદાર્થો મંદ હાઇડ્રોક્લોરિક ઍસિડ, મંદ સોડિયમ હાઈડ્રોક્સાઇડનું દ્રાવણ, ફિનોલ્ફથેલીન.
આકૃતિઃ
GSEB Solutions Class 7 Science Chapter 5 ઍસિડ, બેઇઝ અને ક્ષાર 11

પદ્ધતિઃ

  1. એક કસનળી લો.
  2. ડ્રૉપરની મદદથી તેમાં મંદ હાઈડ્રોક્લોરિક ઍસિડ કસનળીના ચોથા ભાગ સુધી નાખો.
  3. હવે કસનળીમાં બે-ત્રણ ટીપાં ક્નિોલ્ફથેલીન ઉમેરો.
  4. હળવેથી કસનળી હલાવો. દ્રાવણના રંગમાં ફેરફાર થશે નહિ.
  5. હવે મંદ હાઈડ્રોક્લોરિક ઍસિડવાળી કસનળીમાં ડ્રૉપર વડે મંદ સોડિયમ હાઈડ્રોક્સાઇડના દ્રાવણનું એક-એક ટીપું ઉમેરતાં જાઓ અને કસનળીને હલાવતા રહો.
  6. જ્યારે કસનળીમાંનું દ્રાવણ આછા ગુલાબી રંગનું થાય ત્યારે સોડિયમ હાઇડ્રોક્સાઈડનું દ્રાવણ ઉમેરવાનું બંધ કરો.
  7. આ મિશ્રણમાં ભૂરા અને લાલ લિટમસપત્રો દાખલ કરી અવલોકન કરો.

અવલોકન: કસનળીમાં મળેલા દ્રાવણની ભૂરા અને લાલ લિટમસપત્રો પર અસર થતી નથી.

નિર્ણયઃ ઍસિડ અને બેઇઝ વચ્ચે થતી રાસાયણિક પ્રક્રિયાથી ઍસિડ અને બેઇઝના ગુણધર્મો સિવાયના તટસ્થ પદાર્થો ઉત્પન્ન થાય છે. આ પ્રક્રિયા તટસ્થીકરણની પ્રક્રિયા છે.

Leave a Comment

Your email address will not be published.