GSEB Solutions Class 7 Science Chapter 9 ભૂમિ

Gujarat Board GSEB Solutions Class 7 Science Chapter 9 ભૂમિ Textbook Questions and Answers, Textbook Activities Pdf.

ભૂમિ Class 7 GSEB Solutions Science Chapter 9

GSEB Class 7 Science ભૂમિ Textbook Questions and Answers

પાઠ્યપુસ્તકના સ્વાધ્યાયના પ્રશ્નોત્તર સાચો વિકલ્પ પસંદ કરો: (પ્રશ્ન 1 અને 2 માટે)

પ્રશ્ન 1.
પથ્થર ઉપરાંત ભૂમિ …….. ધરાવે છે.
A. હવા અને પાણી
B. પાણી અને વનસ્પતિ
C. ખનીજ ક્ષારો, કાર્બનિક દ્રવ્યો, હવા અને પાણી
D. પાણી, હવા અને વનસ્પતિ
ઉત્તરઃ
C. ખનીજ ક્ષારો, કાર્બનિક દ્રવ્યો, હવા અને પાણી

પ્રશ્ન 2.
જલધારક ક્ષમતા સૌથી વધુ ………..માં જોવા મળે છે.
A. રેતાળ ભૂમિ
B. ચીકણી ભૂમિ
C. છિદ્રાળુ ભૂમિ
D. રેતી અને કળણનું મિશ્રણ
ઉત્તર:
B. ચીકણી ભૂમિ

GSEB Solutions Class 7 Science Chapter 9 ભૂમિ

પ્રશ્ન ૩.
કૉલમ માં આપેલી વિગતોને કૉલમ I સાથે જોડોઃ

કૉલમ I

કૉલમ II

(1) સજીવોનું ઘર (a) મોટા કણો
(2) ભૂમિનું અધિસ્તર (b) બધા પ્રકારની ભૂમિ
(3) રેતાળ ભૂમિ (c) ઘેરા રંગની
(4) ભૂમિનું મધ્યસ્તર (d) નાના કણો અને ચુસ્ત જોડાણ
(5) ચીકણી ભૂમિ (e ) ઓછી માત્રામાં કળણ

ઉત્તરઃ
(1) → (b), (2) → (c), (3) → (a), (4) → (e), ( 5) → (d).

પ્રશ્ન 4.
ભૂમિ કેવી રીતે બને છે તે સમજાવો.
ઉત્તરઃ
ભૂમિ બનવામાં પાણી, પવન અને આબોહવા મહત્ત્વનો ભાગ ભજવે છે. અતિશય ગરમી અને અતિશય ઠંડીને કારણે ખડકોમાં તિરાડો પડે છે. નદીનો પ્રવાહ, દરિયાનાં મોજાં અને વરસાદના પાણીથી ખડકોને ઘસારો લાગે છે. ખડકોને લાગતા ઘસારાથી તે તૂટે છે. સમય જતાં તેમાંથી નાના નાના કાંકરા બને છે. તેમાંથી રેતી બને છે. તેમાં મૃત ઘટકો ભળતા માટી બને છે. આમ, પાણી, પવન અને વાતાવરણ દ્વારા ખડકો (પથ્થરો) તૂટવાથી ભૂમિની રચના થાય છે. આ પ્રક્રિયાને અપક્ષય (Weathering) કહે છે.

પ્રશ્ન 5.
ચીકણી માટી પાકને કેવી રીતે ઉપયોગી છે?
ઉત્તર:
ચીકણી માટીની જલધારક ક્ષમતા ઊંચી છે. તેમાં સેન્દ્રિય પદાર્થો વધુ હોવાથી તે ફળદ્રુપ જમીન છે. પાકને ઊગવા માટે આ પરિસ્થિતિ વધુ અનુકૂળ છે. આ કારણે ચીકણી માટીમાં પાક ઉગાડવાથી સારો પાક મેળવી શકાય છે.

પ્રશ્ન 6.
ચીકણી અને રેતાળ માટીનો તફાવત આપો.
ઉત્તરઃ

ચીકણી માટી

રેતાળ માટી

1. તેમાં માટીના કણો ખૂબ જ નાના હોય છે. 1. તેમાં રેતીના કણો પ્રમાણમાં મોટા હોય છે.
2. તેમાં કણો એકબીજાથી ચુસ્ત રીતે જોડાયેલા હોય છે. તેથી તેમની વચ્ચે હવા માટે ખૂબ જ ઓછો અવકાશ રહે છે. 2. તેમાં કણો એકબીજા સાથે ગાઢ રીતે જોડાયેલા હોતા નથી. તેથી તેમની વચ્ચે ખૂબ જ અવકાશ જોવા મળે  છે. જેમાં હવા ભરાયેલી રહે છે.
3. તેનો અંતઃસવણ દર (નિતારશક્તિ) ઓછો છે અને જલધારણ ક્ષમતા વધુ છે. 3. તેનો અંતઃસવણ દર (નિતારશક્તિ) ઊંચો છે અને જલધારણ ક્ષમતા ઓછી છે.

પ્રશ્ન 7.
ભૂમિનો લંબ છેદ દોરી અને તેનાં સ્તરોને નામ આપો.
ઉત્તર:
GSEB Solutions Class 7 Science Chapter 9 ભૂમિ 1

પ્રશ્ન 8.
રઝિયાએ અનુસ્ત્રવણ દરનો પ્રયોગ તેના ખેતર માટે કર્યો. તેણે જોયું કે 200 મિલિ પાણી માટે તે 40 મિનિટ લે છે, તો અનુસ્ત્રવણ દર શોધો.
ઉત્તર:
પાણીની માત્રા = 200 મિલિ, અનુસ્ત્રવણ સમય = 40 મિનિટ
GSEB Solutions Class 7 Science Chapter 9 ભૂમિ 2

પ્રશ્ન 9.
ભૂમિનું પ્રદૂષણ અને ભૂમિનું ધોવાણ કેવી રીતે અટકાવી શકાય છે?
ઉત્તરઃ
ભૂમિનું પ્રદૂષણ અટકાવવાના ઉપાયો નીચે મુજબ છે :

  1. પ્લાસ્ટિક અને પૉલિથીનની કોથળીઓના વપરાશ પર પ્રતિબંધ મૂકવો જોઈએ અથવા પ્લાસ્ટિક અને પૉલિથીનનો કચરો ભૂમિમાં દટાય નહિ તેની કાળજી લેવી.
  2. ઉદ્યોગોનો રાસાયણિક કચરો અને રસાયણો પર પ્રક્રિયા કરી તટસ્થ બનાવી પછી જ ભૂમિમાં મુક્ત કરવા જોઈએ.
  3. ખેતીના જંતુનાશકો અને રાસાયણિક ખાતરનો વપરાશ ઘટાડવો જોઈએ.

ભૂમિનું ધોવાણ અટકાવવાના ઉપાયો નીચે મુજબ છે :

  1. વધુ વૃક્ષો વાવવાં જોઈએ. વનકટાઈ અટકાવવી જોઈએ.
  2. પડતર ભૂમિમાં ઘાસ ઉગાડવું જોઈએ.
  3. ભૂમિ ખેડીને સમતલ બનાવવી જોઈએ.
  4. ખેતર ફરતાં પાળા બાંધવા, વાડ કરવી તથા વૃક્ષો ઉગાડવાં.

GSEB Solutions Class 7 Science Chapter 9 ભૂમિ

પ્રશ્ન 10.
નીચે આપેલી ચાવીઓના અંગ્રેજી શબ્દોની મદદથી આપેલ કોયડો ઉકેલો.
(EARTHWORM, SANDY, WIND, WHEAT, CLAY, EROSION, POLYTHENE, PROFILE)
આડી ચાવી :
2. વૃક્ષારોપણ આ અટકાવશે.
5. ભૂમિ પ્રદૂષણ અટકાવવા માટે તેના ઉપયોગ પર પ્રતિબંધ હોવો જોઈએ.
6. કુંભારકામ માટે વપરાતી માટી
7. ભૂમિમાં રહેલા સજીવો

ઊભી ચાવી:
1. રણમાં ભૂમિનું ધોવાણ થાય છે તે.
3. ચીકણી અને છિદ્રાળુ માટી જે પાકને સુયોગ્ય છે તે.
4. આ પ્રકારની ભૂમિ ખૂબ જ ઓછી માત્રામાં પાણી લે છે.
5. ભૂમિના બધાં જ સ્તરો માટે એક નામ.
GSEB Solutions Class 7 Science Chapter 9 ભૂમિ 3

GSEB Class 7 Science ભૂમિ Textbook Activities

‘પાઠ્યપુસ્તકની પ્રવૃત્તિઓની સમજ

પ્રવૃત્તિ 1:
જુદી જુદી જગ્યાએથી એકત્ર કરેલા માટીના નમૂનાનું નિરીક્ષણ કરવું. સાધન-સામગ્રીઃ જુદી જુદી જગ્યાએથી એકત્રિત કરેલા માટીના નમૂના.
પદ્ધતિઃ

  1. જુદી જુદી જગ્યાએથી એકત્રિત કરેલા માટીના નમૂના લો.
  2. તેઓનું ધ્યાનથી અવલોકન કરો.
  3. બહિર્ગોળ કાચના ઉપયોગથી દરેક નમૂનાનો કાળજીપૂર્વક

અભ્યાસ કરો. તમારાં અવલોકનો કોષ્ટક 9.1માં નોંધો.
કોષ્ટક 9.1: માટીના નમૂનાઓનું નિરીક્ષણ
GSEB Solutions Class 7 Science Chapter 9 ભૂમિ 4
નિર્ણયઃ જુદી જુદી જગ્યાની માટીમાં જુદા જુદા પદાર્થો જોવા મળે છે.

પ્રવૃત્તિ 2:
ભૂમિના ઘટકો ઓળખવા. સાધન-સામગ્રી માટીનું ઢેકું, કાચનો ગ્લાસ.

પદ્ધતિઃ

  1. માટીનું ઢેકું લો.
  2. તેને હાથ વડે તોડીને પાઉડર બનાવો.
  3. કાચનો ગ્લાસ લઈ તેને \(\frac{3}{4}\) પાણીથી ભરો.
  4. તેમાં મુઠ્ઠી ભરીને માટી નાખો. તેને લાકડી દ્વારા પાણીમાં હલાવો.
  5. હવે તેને થોડી વાર હલાવ્યા વિના પડી રહેવા દો. ત્યાર પછી તેનું અવલોકન કરો.

GSEB Solutions Class 7 Science Chapter 9 ભૂમિ 5
અવલોકન : કાચના ગ્લાસમાં માટીના ઘટકોના જુદાં જુદાં સ્તર જોવા મળે છે. આકૃતિ ભૂમિના ઘટકો આ સ્તરમાં નીચેથી ઉપરની તરફ કાંકરી, રેતી, ચીકણી માટી અને સેન્દ્રિય પદાર્થો હોય છે. નિર્ણયઃ ભૂમિના ઘટકો કાંકરી, રેતી, ચીકણી માટી અને સેન્દ્રિય પદાર્થો છે.

પ્રવૃત્તિ 3:
જુદા જુદા પ્રકારની માટીના નમૂનામાંથી ગોળ દડા બનાવવા. સાધન-સામગ્રી જુદા જુદા ભૂમિના નમૂના, પાણી.
GSEB Solutions Class 7 Science Chapter 9 ભૂમિ 6
[આકૃતિ માટીમાંથી જુદા જુદા આકાર બનાવવા.]

પદ્ધતિઃ

  1. ચીકણી (માટીવાળી), ગોરાડુ અને રેતાળ માટીના નમૂના એકઠા કરો.
  2. આ નમૂનામાંથી ચીકણી માટી મુઠ્ઠી ભરીને લો. તેમાંથી પથ્થર, કાંકરા કે ઘાસ વગેરે દૂર કરો.
  3. હવે તેમાં ટીપે ટીપું પાણી નાખીને ગૂંદો. (આકૃતિ (a)].
  4. તેમાં એટલા પ્રમાણમાં પાણી નાખો કે જેથી માટીનો પિંડો બનાવી શકાય. (આકૃતિ (b)] પણ તેની સાથે તે ચીકણો ન હોવો જોઈએ.
  5. માટીમાંથી દડો બનાવવાનો પ્રયત્ન કરો. આિકૃતિ (c)]
  6. સીધી સપાટી પર દડાને નળાકારની જેમ વણો. (આકૃતિ (d)].
  7. આ નળાકારમાંથી એક રિંગ જેવી રચના બનાવો. (આકૃતિ (e)].
    બીજા નમૂનાઓ પણ આ પ્રવૃત્તિથી બનાવી શકાય.

શું માટીના નમૂનાના આકાર પરથી તેનો પ્રકાર જાણી શકાય છે? તમારાં અવલોકન નોંધો.
અવલોકનઃ ચીકણી અને ગોરાડુ ભૂમિમાંથી દડો બનાવી શકાય છે. રેતાળ ભૂમિમાંથી દડો બનાવી શકાતો નથી.
નિર્ણયઃ ચીકણી ભૂમિમાંથી માટીનો દડો, નળાકાર અને રિંગ બનાવી શકાય છે. ગોરાડુ ભૂમિમાંથી માટીનો દડો બનાવી શકાય છે. રેતાળ ભૂમિમાંથી માટીનો દડો બનાવી શકાતો નથી.

પ્રવૃત્તિ 4.
જુદા જુદા પ્રકારની ભૂમિમાં પાણીનો અનુસ્ત્રવણનો દર શોધવો.
સાધન-સામગ્રીઃ જુદા જુદા પ્રકારની ભૂમિ, PVCની પોલી નળાકાર પાઇપ, પાણી, ઘડિયાળ, 200 મિલિની બૉટલ.

પદ્ધતિઃ

  1. આ પ્રવૃત્તિ માટે ત્રણ ટીમ બનાવો. ટીમને A, B અને C નામ આપો. દરેક ટીમ જુદા જુદા પ્રકારની નેક ભૂમિ પર નીચે મુજબની પ્રવૃત્તિ કરશે.
  2. જો PVC (આશરે 5 સેમી વ્યાસ) નળી હોય, તો તેને 20 સેમી લાંબા ટુકડામાં કાપો અને વાપરો.
  3. જે સ્થાન પરથી ભૂમિના નમૂના એકત્ર કરવાના હોય ત્યાં 2 સેમી ઊંડી પાઇપ મૂકો.
    GSEB Solutions Class 7 Science Chapter 9 ભૂમિ 7
  4. 200 મિલિ પાણી તેમાં નાખો. (200 મિલિ પાણી માપવા માટે તેમાં 200 મિલિ બૉટલ વાપરી શકો.)
  5. તમે પાણી નાખવાનું શરૂ કરો ત્યારનો સમય (T1) નોંધો.
  6. જ્યારે પાઇપમાંથી પૂરેપૂરું પાણી ખાલી થાય ત્યારનો સમય (T2) નોંધો. આ પરથી અનુસ્ત્રવણ સમય (T2 – T1) શોધો. (અહીં પાણી ઊભરાઈ ના જાય અથવા તો પાણી આજુબાજુ ના ઢોળાઈ જાય તેની કાળજી લેવી.)
  7. નીચે આપેલ સૂત્રની મદદથી અનુસ્ત્રવણ દર ગણો.
    GSEB Solutions Class 7 Science Chapter 9 ભૂમિ 8
    ઉદાહરણ તરીકે, એક ચોક્કસ નમૂના માટે તે 200 મિલિના અનુસ્ત્રવણ માટે 20 મિનિટ લે છે તો,
    GSEB Solutions Class 7 Science Chapter 9 ભૂમિ 9
  8. તમારા ભૂમિના નમૂના માટે અનુસ્ત્રવણનો દર ગણો. તમારા અવલોકનો બીજા સાથે સરખાવો.

GSEB Solutions Class 7 Science Chapter 9 ભૂમિ

પ્રવૃત્તિ 5:
ભૂમિમાં ભેજ સ્વરૂપે પાણી રહેલું છે તે દર્શાવવું.
સાધન-સામગ્રીઃ ઉત્કલન નળી, બન્સન બર્નર, સ્ટેન્ડ, માટીનો નમૂનો.
GSEB Solutions Class 7 Science Chapter 9 ભૂમિ 10
[આકૃતિઃ ભૂમિ(માટી)માં પાણીની બાષ્પ રહેલી છે.]

પદ્ધતિઃ

  1. એક ઉત્કલન નળી લો.
  2. તેમાં થોડો માટીનો નમૂનો નાખો.
  3. તેને જ્યોત પર ગરમ કરો.
  4. થોડી વાર પછી ઉત્કલન નળીની ઉપરની સપાટીનું અવલોકન કરો.

અવલોકન: ઉત્કલન નળીની ઉપરના ભાગમાં પાણીનાં ટીપાં બાઝેલાં માલૂમ પડે છે.
નિર્ણયઃ ભૂમિમાં ભેજ સ્વરૂપે પાણી રહેલું છે.

પ્રવૃત્તિ 6:
જુદા જુદા પ્રકારની માટીના નમૂના વડે શોષાયેલ પાણીનું પ્રમાણ જુદું જુદું હોય છે.
સાધન-સામગ્રીઃ જુદા જુદા પ્રકારની માટીના નમૂના, પ્લાસ્ટિકની ગળણી, ગાળણપત્ર, અંકિત નળાકાર, પાણી, ડ્રૉપર.

પદ્ધતિઃ

  1. એક પ્લાસ્ટિકની ગળણી લો.
  2. એક ગાળણપત્ર લો, તેને વાળીને ગળણીમાં ગોઠવો.
    GSEB Solutions Class 7 Science Chapter 9 ભૂમિ 11
  3. 50 ગ્રામ કોરી પાઉડરવાળી માટી લઈ તેને ગળણીમાં નાખો.
  4. અંકિત નળાકારની મદદથી નિશ્ચિત. માત્રામાં પાણી લઈ તેને ડ્રૉપરની મદદથી ટીપે ટીપે માટી ઉપર નાખો. બધું જ પાણી એક જ સ્થાન પર ન પડવા દો. બધી જ માટી પર પાણી રેડો.
  5. જ્યાં સુધી પાણી ટપકવાનું શરૂ ન થાય ત્યાં સુધી પાણી રેડો.
  6. અંકિત નળાકારમાં વધેલું પાણી, મૂળ લીધેલી પાણીની માત્રામાંથી બાદ કરો. આટલું પાણી માટી દ્વારા શોષણ પામ્યું.
    નીચે મુજબ ગણતરી કરો.

ગણતરીઃ

  1. માટીનું વજન = 50 ગ્રામ
  2. માપન નળાકારમાં લીધેલ પાણીનું શરૂઆતનું કદ = U મિલિ
  3. માપન નળાકારમાં બાકી રહેલ પાણીનું કદ = v મિલિ
  4. માટી દ્વારા શોષાયેલ પાણીનું કદ = (U – V) મિલિ
    માટી દ્વારા શોષાયેલ પાણીનું વજન = (U – V) ગ્રામ
    (1 મિલિ પાણીનું વજન 1 ગ્રામ જેટલું)
  5. શોષાયેલ પાણીના ટકા = \(\frac{(\mathrm{U}-\mathrm{V})}{50}\) × 100 આ જ પ્રવૃત્તિ જુદા જુદા પ્રકારની માટીના નમૂના લઈ કરો. તમારાં અવલોકન નોંધો.

અવલોકનઃ જુદા જુદા પ્રકારની માટીના નમૂના માટે શોષાયેલ પાણીના ટકા જુદા જુદા મળે છે.
નિર્ણયઃ જુદા જુદા પ્રકારની માટીની પાણીની શોષણ ક્ષમતા જુદી જુદી હોય છે.

Leave a Comment

Your email address will not be published.