GSEB Solutions Class 8 Science Chapter 15 કેટલીક કુદરતી ઘટનાઓ

Gujarat Board GSEB Textbook Solutions Class 8 Science Chapter 15 કેટલીક કુદરતી ઘટનાઓ Textbook Questions and Answers, Notes Pdf.

કોલસો અને પેટ્રોલિયમ Class 8 GSEB Solutions Science Chapter 15

GSEB Class 8 Science કેટલીક કુદરતી ઘટનાઓ Textbook Questions and Answers

પાઠ્યપુસ્તકના સ્વાધ્યાયના પ્રશ્નોત્તર

પ્રશ્ન (1) અને (2) માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો:

પ્રશ્ન 1.
નીચેનામાંથી કયું સરળતાથી ઘર્ષણ દ્વારા વીજભારિત થતું નથી?
A. પ્લાસ્ટિકની ફૂટપટ્ટી
B. તાંબાનો સળિયો
C. ફુલાવેલો ફુગ્ગો
D. ઊનનું કાપડ
ઉત્તર:
B. તાંબાનો સળિયો

પ્રશ્ન 2.
જ્યારે કાચના સળિયાને રેશમના ટુકડા સાથે ઘસવામાં આવે છે, ત્યારે સળિયો ..
A. અને કાપડ બંને ધનભાર મેળવે છે.
B. ધનભારિત થાય છે, જ્યારે કાપડ ત્રણભારિત થાય છે.
C. અને કાપડ બંને ઋણભાર મેળવે છે.
D. ઋણભારિત થાય છે, જ્યારે કાપડ ધનભારિત થાય છે.
ઉત્તર:
B. ધનભારિત થાય છે, જ્યારે કાપડ ઋણભારિત થાય છે.

GSEB Solutions Class 8 Science Chapter 15 કેટલીક કુદરતી ઘટનાઓ

પ્રશ્ન 3.
ખરાં વિધાનો સામે (T) અને ખોટાં વિધાનો સામે (F) લખો:

પ્રશ્ન 1.
સમાન વીજભાર એકબીજાને આકર્ષે છે.
(F)

પ્રશ્ન 2.
કાચનો વીજભારિત સળિયો પ્લાસ્ટિકની વીજભારિત સ્ટ્રૉને આકર્ષે છે.
ઉત્તર:
(T)

પ્રશ્ન 3.
વીજળીનું વાહક ઇમારતને વીજળીથી બચાવી શકતું નથી.
ઉત્તર:
(F)

પ્રશ્ન 4.
ભૂકંપનું પૂર્વાનુમાન કરી શકાય છે.
ઉત્તર:
(F)

પ્રશ્ન 4.
શિયાળામાં સ્વેટર કાઢતી વખતે તડતડ અવાજ થાય છે. સમજાવો.
ઉત્તર:
શિયાળામાં પહેરેલ ઊનનું સ્વેટર શરીર સાથે ઘર્ષણ થવાને કારણે વીજભાર પેદા કરે છે. સ્વેટરને કાઢતી વખતે સ્વેટર અને શરીર વચ્ચે વીજવિભાર થવાથી મુક્ત થતી ઊર્જાને કારણે તડતડ અવાજ ઉત્પન્ન થાય છે.

પ્રશ્ન 5.
સમજાવો કે શા માટે વીજભારિત પદાર્થને આપણા હાથ વડે અડવાથી તેનો વિજભાર દૂર થાય છે?
ઉત્તરઃ
મનુષ્યનું શરીર વિદ્યુતનું સુવાહક છે. જ્યારે વીજભારિત પદાર્થને આપણા હાથ વડે અડકવામાં આવે છે ત્યારે વીજભારિત પદાર્થનો વીજભાર આપણા શરીરમાંથી જમીનમાં ચાલ્યો જાય છે. આમ, આ રીતે વીજભારિત પદાર્થનો વીજભાર દૂર થાય છે.

પ્રશ્ન 6.
ભૂકંપની વિનાશકતાને કયા માપક્રમ વડે માપી શકાય છે તેનું નામ જણાવો. કોઈ એક ભૂકંપની સ્કેલ પર તીવ્રતા ૩ નોંધાય છે. શું તે સિસ્મોગ્રાફ વડે નોંધાશે? શું તે વધુ વિનાશ નોતરશે?
ઉત્તરઃ
ભૂકંપની વિનાશક્તા (તીવ્રતા) માપવાનો એકમ રિક્ટર સ્કેલ (Richter Scale) છે.
કોઈ ભૂકંપની સ્કેલ પર તીવ્રતા 3 હોય, તો તે પણ સિસ્મોગ્રાફ વડે નોંધાય છે. ભૂકંપની તીવ્રતા 3 હોય તે ભૂકંપની ખાસ અસર જોવા મળે નહિ તેમજ તે વિનાશ નોતરે નહિ.

પ્રશ્ન 7.
આપણી જાતને વીજળીથી બચાવવાના ત્રણ ઉપાયો જણાવો.
ઉત્તરઃ
આપણી જાતને વીજળીથી બચાવવાના ત્રણ ઉપાયો નીચે મુજબ છે :

  1. વીજળી અને ગાજવીજ વખતે ઘરની નજીક બહાર હો, તો ઘરમાં કે કોઈ ઇમારતની નીચે ચાલ્યા જવું. ખુલ્લામાં રહેવું નહિ.
  2. કાર કે બસમાં મુસાફરી કરતા હો, તો વાહનનાં બારી-બારણાં બંધ કરવાં.
  3. બહાર ફરતાં હોઈએ, તો તરત નીચાં વૃક્ષો નીચે આશ્રય લેવો.

પ્રશ્ન 8.
શા માટે વીજભારિત ફુગ્ગો બીજા વીજભારિત ફુગ્ગાને અપાકર્ષે છે,
* જ્યારે વીજભારિત ફુગ્ગો અન્ય વીજભાર વગરના ફુગ્ગાને આકર્ષે છે?
ઉત્તરઃ
બે વીજભારિત ફુગ્ગા પર સમાન પ્રકારનો વીજભાર હોય છે. તેઓને એકબીજાની નજીક લાવતાં સમાન વીજભાર ધરાવતા ફુગ્ગા એકબીજાને અપાકર્ષે છે.
હા, વીજભારિત ફુગ્ગો અન્ય વીજભાર વગરના ફુગ્ગાને આકર્ષે છે.
કારણઃ વીજભારિત ફુગ્ગો કાગળ જેવી હલકી વસ્તુઓને આકર્ષે છે, તે રીતે હલકી વસ્તુ ફુગ્ગાને (વીજભાર વગરના) પણ આકર્ષે.

* પ્રશ્નમાં નાનો સુધારો કરેલ છે.

GSEB Solutions Class 8 Science Chapter 15 કેટલીક કુદરતી ઘટનાઓ

પ્રશ્ન 9.
જે સાધનની મદદથી પદાર્થના વીજભાર શોધી શકાય તેને આકૃતિ વડે સમજાવો.
ઉત્તર:
પદાર્થ પર વીજભાર છે કે નહિ તે જાણવા સાદું ઇલેક્ટ્રૉસ્કોપ સાધન કે વપરાય છે.
GSEB Solutions Class 8 Science Chapter 15 કેટલીક કુદરતી ઘટનાઓ 1
બાજુમાં સાદું ફૉઇલની પટ્ટી ઇલેક્ટ્રૉસ્કોપ દર્શાવેલ છે. વીજભારિત રીફિલ આકૃતિમાં બહારના છેડાને અડાડતાં વીજભાર ઍલ્યુમિનિયમ ફૉઇલની બે પટ્ટીને મળે છે. બંનેને સમાન વીજભાર મળતાં પટ્ટીઓ વચ્ચે અપાકર્ષણ થાય છે અને એકદમ પહોળી થાય છે. ઍલ્યુમિનિયમ ફૉઇલની પટ્ટીઓનું પહોળા થવું એ પદાર્થ વીજભારિત છે એમ સૂચવે છે.

જો પદાર્થ (રીફિલ) પેપરક્લિપને અડાડતાં પટ્ટીઓ પહોળી થતી ન હોય, તો આ સ્થિતિ પદાર્થ વીજભારિત નથી એમ સૂચવે છે.
આમ, ઇલેક્ટ્રોસ્કોપની મદદથી પદાર્થ વીજભારિત છે કે નહિ તે જાણી શકાય છે.

પ્રશ્ન 10.
ભારતમાં ભૂકંપની સૌથી વધુ શક્યતા હોય તેવાં ત્રણ રાજ્યોનાં નામ આપો.
ઉત્તર:
ભારતમાં ભૂકંપની સૌથી વધુ શક્યતા હોય તેવાં ત્રણ રાજ્યો કશ્મીર, ગુજરાત અને રાજસ્થાન છે.

પ્રશ્ન 11.
માની લો કે તમે ઘરની બહાર છો અને ભૂકંપ આવે છે. તમે તમારી જાતના રક્ષણ માટે શું પગલાં લેશો?
ઉત્તરઃ
આપણે ઘરની બહાર હોઈએ અને ભૂકંપ આવે ત્યારે આપણા રક્ષણ આ માટે નીચેનાં પગલાં લેવા જોઈએ:

  1. આપણે ખુલ્લા સ્થળ તરફ ચાલી જવું.
  2. ઇમારતો, વૃક્ષો તથા ઉપરથી પસાર થતી વિદ્યુતની લાઇનોથી દૂર રહેવું.
  3. મોટર કે બસમાં હો, તો બહાર ન આવવું. વાહનચાલકને ધીમે ધીમે ખુલ્લા સ્થળ સુધી વાહન ચલાવવાનું કહેવું.

પ્રશ્ન 12.
હવામાન ખાતાની આગાહી મુજબ કોઈ ચોક્કસ દિવસે ગાજવીજ સાથે તોફાન આવવાનું અનુમાન છે. માની લો કે તમારે તે દિવસે બહાર જવાનું છે. તમે છત્રી લઈ જશો? સમજાવો.
ઉત્તરઃ
ગાજવીજ સાથેના તોફાન વખતે છત્રી લઈને બહાર જવાનું જરાય પણ યોગ્ય નથી.
કારણ છત્રીને ઉપર અણીદાર સળિયો હોય છે. તે ધાતુનો હોય છે. વીજળી પડે છે ત્યારે તે અણીદાર અને વિદ્યુતવાહક પર ત્રાટકવાની વધારે શક્યતા હોય છે. તેથી ગાજવીજ દરમિયાન છત્રી ઓઢીને બહાર નીકળવું મુસીબતને આમંત્રના જેવી બાબત છે.

GSEB Class 8 Science કેટલીક કુદરતી ઘટનાઓ Textbook Activities

પાઠ્યપુસ્તકની પ્રવૃત્તિઓની સમજ

પ્રવૃત્તિ 1:
રીફિલને પૉલિથીનના ટુકડા સાથે ઘસવાથી બંને વીજભાર મેળવે છે તે દર્શાવવું.
સાધન-સામગ્રીઃ બૉલપેનની વપરાયેલી રીફિલ, પૉલિથીનનો ટુકડો.

પદ્ધતિઃ

  1. વપરાયેલી રીફિલ અને પૉલિથીનનો ટુકડો લો.
  2. રીફિલને પૉલિથીનના ટુકડા વડે ઘસો.
  3. થોડી વાર ઘસ્યા પછી રીફિલને કાગળના નાના ટુકડાઓ નજીક લઈ જાઓ.

સાવચેતી રીફિલનો ઘસેલો ભાગ તમારા હાથ કે ધાતુની વસ્તુને અડકે નહિ તેનું ધ્યાન રાખવું.
આ પ્રવૃત્તિનું સૂકાં પાંદડાંના નાના ટુકડા, ફોતરાં તથા રાઇના દાણા સાથે પુનરાવર્તન કરો.
અવલોકન રીફિલ કાગળના નાના ટુકડાઓને આકર્ષે છે.

નિર્ણયઃ રીફિલ વીજભાર મેળવે છે.
(પોલિથીનનો ટુકડો પણ વીજભાર મેળવે છે.)

GSEB Solutions Class 8 Science Chapter 15 કેટલીક કુદરતી ઘટનાઓ

પ્રવૃત્તિ 2:
આપેલ વસ્તુઓને કે પદાર્થોને બીજી વસ્તુઓ સાથે ઘસીને વીજભાર ઉત્પન્ન થાય છે કે નહિ તે તપાસવું.
પદ્ધતિઃ

  1. કોષ્ટક 15.1માં દર્શાવેલ વસ્તુઓ કે પદાર્થોને એકઠાં કરો.
  2. દરેકને કોષ્ટકમાં દર્શાવેલા પદાર્થો સાથે ઘસીને વીજભારિત કરવાનો પ્રયત્ન કરો.

તમારાં અવલોકનો નોંધો.

કોષ્ટક 15.1: આપેલ પદાર્થોને પરસ્પર ઘસવાથી તે વીજભારિત થાય છે કે નહિ તે જાણવું.
GSEB Solutions Class 8 Science Chapter 15 કેટલીક કુદરતી ઘટનાઓ 3
નિર્ણય કેટલાક પદાર્થો અન્ય પદાર્થો સાથે ઘસવાથી વીજભાર મેળવે છે અને વીજભારિત થાય છે. (ધાતુઓ વીજભારિત થતી નથી.)

પ્રવૃત્તિ ૩:
સમાન વીજભારિત પદાર્થો એકબીજાને અપાકર્ષે છે. અસમાન વીજભારિત પદાર્થો એકબીજાને આકર્ષે છે તે દર્શાવવું.
સાધન-સામગ્રી: બે ફુગ્ગા, બે રીફિલ, પૉલિથીનનો ટુકડો, ઊનનું કાપડ, કાચનો પ્યાલો, દોરી

પદ્ધતિ (A)

  1. બે ફુગ્ગા ફુલાવો.
  2. તેમને દોરી બાંધી એકબીજાને અડકે નહિ તેમ નજીક લટકાવો.
  3. બંને ફુગ્ગાને ઊનના કાપડ સાથે ઘસી મૂળ સ્થિતિમાં મૂકી કે

GSEB Solutions Class 8 Science Chapter 15 કેટલીક કુદરતી ઘટનાઓ 5
શું થાય છે તેનું અવલોકન કરો.

પદ્ધતિ (B)

  1. વપરાયેલી રીફિલ લઈ તેને પૉલિથીન સાથે ઘસો.
  2. તેને કાળજીપૂર્વક કાચના પ્યાલાને સ્ટેન્ડ તરીકે વાપરતાં હોય તેમ તેમાં મૂકો. (આકૃતિ જુઓ)
    GSEB Solutions Class 8 Science Chapter 15 કેટલીક કુદરતી ઘટનાઓ 6
  3. બીજી રીફિલને પણ પોલિથીન સાથે ઘસો. તેને વીજભારિત રીફિલ નજીક લાવો. ધ્યાન રાખો કે વીજભારિત છેડાને તમારો હાથ અડી ન જાય.

શું પાત્રમાં રહેલી રીફિલ પર કોઈ અસર થઈ? શું તે બંને એકબીજાને આકર્ષે છે કે અપાકર્ષે છે?
આ બે પ્રવૃત્તિ (A) અને (B)માં આપણે સમાન પદાર્થોથી બનેલી બે વીજભારિત વસ્તુઓને એકબીજાની નજીક લાવ્યા. ચાલો હવે એ શોધીએ કે જુદા જુદા પદાર્થોની બનેલી બે વીજભારિત વસ્તુઓને નજીક લાવતાં શું થાય છે?

પદ્ધતિ (C)

  1. એક રીફિલને ઘસીને આગળ જણાવ્યા મુજબ કાળજીપૂર્વક કાચના પ્યાલામાં મૂકો.
    GSEB Solutions Class 8 Science Chapter 15 કેટલીક કુદરતી ઘટનાઓ 7
  2. આ રીફિલ નજીક એક ફૂલેલો વીજભારિત ફુગ્ગો લાવો અને નિરીક્ષણ કરો.

અવલોકન:

(A) વીજભારિત ફુગ્ગાથી બીજો વીજભારિત ફુગ્ગો દૂર જાય છે.
(B) વીજભારિત રીફિલથી બીજી વીજભારિત રીફિલ દૂર જાય છે.
(C) વીજભારિત ફુગ્ગાને વીજભારિત રીફિલની નજીક લાવતાં રીફિલ ફુગ્ગાની નજીક આવે છે.

નિર્ણયઃ બે સમાન વીજભારિત પદાર્થો એકબીજાને અપાકર્ષે છે અને બે અસમાન વીજભારિત પદાર્થો એકબીજાને આકર્ષે છે.

GSEB Solutions Class 8 Science Chapter 15 કેટલીક કુદરતી ઘટનાઓ

પ્રવૃત્તિ 4:
સાદું ઇલેક્ટ્રૉસ્કોપ બનાવવું અને તેનું કાર્ય સમજવું.
સાધન-સામગ્રી: જામની ખાલી બૉટલ, કાર્ડબોર્ડનો ટુકડો, પેપરક્લિપ, 4 સેમી × 1 સેમીની ઍલ્યુમિનિયમ ફૉઇલની બે પટ્ટીઓ, રીલિ, પૉલિથીન, પ્લાસ્ટિકની ફૂટપટ્ટી, ફુગ્ગો, ઊનનું કાપડ.

પદ્ધતિઃ

  1. એક જામની ખાલી વીજભારિત બૉટલ લો. બૉટલના મુખ કરતાં થોડો મોટો એક કાર્ડબોર્ડનો ટુકડો લો.
  2. તેમાં ધાતુની પેપરક્લિપ પસાર કરી શકાય તેટલું એક છિદ્ર કરો. આકૃતિમાં ક્લિપને ખોલી નાખો.
  3. લગભગ 4 સેમી × 1 સેમીની બે ઍલ્યુમિનિયમ ફૉઇલની પટ્ટીઓ કાપો. તેને આકૃતિમાં દર્શાવ્યા મુજબ પેપરક્લિપ ઉપર લટકાવો.
  4. પેપરક્લિપને કાર્ડબોર્ડમાં એવી રીતે અંદર નાખો કે જેથી તે લંબરૂપે રહે. આ રીતે ઇલેક્ટ્રૉસ્કોપ તૈયાર થયું. (જુઓ આકૃતિ)
  5. એક રીફિલને વીજભારિત કરી તેને પેપરક્લિપના છેડાને અડાડો. શું થાય છે તેનું નિરીક્ષણ કરો. શું ફૉઇલની પટ્ટીઓ ઉપર કંઈ અસર થઈ? શું તેઓ એકબીજાથી અપાકર્ષિત થાય છે કે આકર્ષિત?
  6. હવે, પેપરક્લિપના છેડાને બીજા વીજભારિત પદાર્થો અડાડો. શું બધા જ કિસ્સામાં પટ્ટીઓ સમાન રીતે વર્તે છે? શું આ સાધનને પદાર્થો વીજભારિત છે કે નહીં તે જાણવા માટે ઉપયોગમાં લઈ શકાય? શું તમે સમજાવી શકશો કે શા માટે પટ્ટીઓ એકબીજાને અપાકર્ષિત કરે છે?

અવલોકન

  1. વીજભારિત રીફિલને પેપરક્લિપના છેડાને અડકાડતાં ઍલ્યુમિનિયમ ફૉઇલની પટ્ટીઓ પહોળી થાય છે.
  2. બીજા વીજભારિત પદાર્થો પેપરક્લિપના છેડાને અડકાડતાં આ જ રીતે ઍલ્યુમિનિયમ ફૉઇલની પટ્ટીઓ પહોળી થાય છે.
  3. આ સાધનને પદાર્થો વીજભારિત છે કે નહિ તે જાણવા વાપરી શકાય.
  4. ઍલ્યુમિનિયમ ફૉઇલની પટ્ટીઓ અપાકર્ષિત થવાનું કારણ : વીજભારિત પદાર્થોનો વીજભાર પેપરક્લિપ દ્વારા વહન પામી ઍલ્યુમિનિયમ ફૉઇલની બે પટ્ટીઓ પર આવે છે. આ બે પટ્ટીઓ પર આવેલ વીજભાર સમાન હોવાથી પટ્ટીઓ અપાકર્ષણ પામી પહોળી થાય છે. બધા વીજભારિત પદાર્થો અડકાડતાં આમ જ બને છે, અને દરેક કિસ્સામાં પટ્ટીઓ એકબીજાથી અપાકર્ષિત થાય છે.

નિર્ણયઃ ઇલેક્ટ્રોસ્કોપ પદાર્થ વીજભારિત છે કે નહિ તે જાણવા વપરાય છે.

પ્રવૃત્તિ 5:
ભારતમાં આવેલા બે વિનાશક ભૂકંપ વિશેની માહિતી મેળવવી.
ઉત્તર:
ભારતમાં આવેલા બે વિનાશક ભૂકંપ અને તેના વિશેની માહિતી નીચે મુજબ છે :

(1) ગુજરાતના કચ્છ (ભુજ) જિલ્લામાં આવેલો ભૂકંપઃ

  • 26મી જાન્યુઆરી, 2001ના રોજ સવારે 8:46 વાગે આ ભૂકંપ આવેલો. તે 2 મિનિટ કરતાં વધુ સમય ચાલ્યો હતો.
  • આ ભૂકંપનું કેન્દ્ર ગુજરાતના કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના ચોબારી ગામથી 9 કિમી દૂર હતું.
  • આ ભૂકંપની તીવ્રતા 7.7 હતી.
  • ભૂકંપની અસરને કારણે કચ્છમાં મૃત્યુઆંક 12,300નો હતો. ભુજ શહેર, જે ભૂકંપના કેન્દ્રથી માત્ર 20 કિમી દૂર હતું તે મોટા ભાગે નાશ પામ્યું હતું. ભચાઉ અને અંજારમાં પણ ભારે વિનાશ થયો હતો. હજારો ગામોમાં તારાજી સર્જાઈ હતી.
    GSEB Solutions Class 8 Science Chapter 15 કેટલીક કુદરતી ઘટનાઓ 8
  • ભૂકંપને કારણે ભુજના 40 ટકા ઘરો, 8 શાળાઓ, 2 હૉસ્પિટલ, ઐતિહાસિક કિલ્લા, મંદિર, પ્રાગમહેલ, આઈના મહેલને ભારે નુકસાન થયું હતું. 4 કિમીનો માર્ગ નાશ પામ્યો હતો. અઢી લાખ ઘર નાશ પામ્યા હતા.
  • અમદાવાદ શહેરમાં પણ તેની અસર થઈ હતી. અમદાવાદમાં 50 બહુમાળી ઇમારતો નાશ પામી હતી. સંખ્યાબંધ લોકોના મૃત્યુ થયા હતા. આશરે 5.5 બિલિયન ડૉલરની સંપત્તિનું નુકસાન થયું હતું. લોકોમાં કેટલાય દિવસ સુધી ભયનું વાતાવરણ રહ્યું હતું. રાહતકાર્યો તથા અસરગ્રસ્તો માટે છાવણીઓ શરૂ થઈ હતી.

(2) કશ્મીરમાં આવેલો ભૂકંપઃ

  • 8મી ઑક્ટોબર, 2005ના રોજ સવારે 8:50 વાગે આ ભૂકંપ આવ્યો હતો.
  • ભૂકંપની તીવ્રતા 7.6 હતી.
  • આ ભૂકંપની અસર પાકિસ્તાનમાં વધુ થઈ હતી. ભારતમાં જમ્મુ અને કશ્મીરના ઉરી અને તંગધાર ગામમાં થઈ હતી.
  • તેની અસર આજુબાજુના અફઘાનિસ્તાન અને અન્ય દેશોમાં થઈ હતી. કુલ મૃત્યુઆંક 1,00,000; ઈજા પામેલા લોકો 1,38,000 અને 35 લાખ લોકો ઘરવિહોણા બન્યા હતા. શાળાનાં મકાનો તૂટી પડવાથી 19,000 બાળકો મૃત્યુ પામ્યાં હતાં.

GSEB Solutions Class 8 Science Chapter 15 કેટલીક કુદરતી ઘટનાઓ 9

પ્રવૃત્તિ 6:
હિંદ મહાસાગરમાં ભૂકંપને લીધે આવેલી સુનામી વિશે માહિતી મેળવવી.
ઉત્તરઃ

  • હિંદ મહાસાગરમાં 26મી ડિસેમ્બર, 2004ના રોજ સવારે ભૂકંપને લીધે ખૂબ મોટી સુનામી આવી હતી. દરિયાકિનારાના તમામ પ્રદેશોએ ખૂબ મોટું નુકસાન વેઠવું પડ્યું હતું.
  • તેની તીવ્રતા 9. 1થી 9.3 Mw હતી. તેની અસર 30 કિમી ઊંડે અને 1300 કિમીની લંબાઈના વિસ્તારમાં થઈ હતી.
  • તેની સૌથી મોટી અસર ઈન્ડોનેશિયામાં થઈ હતી. તે ઉપરાંત શ્રીલંકા, ભારત, થાઇલૅન્ડ, માલદીવ ટાપુઓ, મલેશિયા, મ્યાનમાર વગેરે દેશોમાં દરિયાકિનારાનાં સ્થળોએ થઈ હતી.
  • તેની અસર હિંદ મહાસાગરના કુલ 14 દેશોના દરિયાકિનારાના પ્રદેશો પર થઈ હતી. કુલ 2,30,000થી 2,80,000 લોકો મૃત્યુ પામ્યા હતા. 30 મીટર ઊંચાં દરિયાના મોજાં ઊંચકાયાં હતાં.
  • તેની અસર 8 થી 10 મિનિટ સુધી રહી હતી.
  • ભારતના અંદમાન અને નિકોબાર ટાપુઓ પર સુનામીની અસર થઈ હતી.

GSEB Solutions Class 8 Science Chapter 15 કેટલીક કુદરતી ઘટનાઓ 10

Leave a Comment

Your email address will not be published.