Gujarat Board GSEB Textbook Solutions Class 8 Science Chapter 5 કોલસો અને પેટ્રોલિયમ Textbook Questions and Answers, Notes Pdf.
કોલસો અને પેટ્રોલિયમ Class 8 GSEB Solutions Science Chapter 5
GSEB Class 8 Science કોલસો અને પેટ્રોલિયમ Textbook Questions and Answers
પાઠ્યપુસ્તકના સ્વાધ્યાયના પ્રસ્નોત્તર
પ્રશ્ન 1.
CNG અને LPGને બળતણ તરીકે વાપરવામાં શું ફાયદા છે?
ઉત્તરઃ
CNG અને LPGને બળતણ તરીકે વાપરવાના ફાયદા:
- CNG અને LPG સ્વચ્છ બળતણો છે.
- આ બંનેનો વપરાશ ઓછું પ્રદૂષણ કરે છે.
- CNGનો ઉપયોગ વિદ્યુત-ઉત્પાદન માટે કરવામાં આવે છે.
- CNGનો સૌથી મોટો ફાયદો એ છે કે તેને ઘર કે કારખાનાંઓમાં પાઈપલાઈનથી પહોંચાડી શકાય છે.
- તેમનો સીધો જ દહન માટે ઉપયોગ કરી શકાય છે.
પ્રશ્ન 2.
રોડને સમતલ કરવા માટે વપરાતી પેટ્રોલિયમની પેદાશનું નામ જણાવો.
ઉત્તરઃ
પેટ્રોલિયમની પેદાશ બિટ્યુમિન રોડ સમતલ કરવા માટે વપરાય છે.
પ્રશ્ન ૩.
મૃત વનસ્પતિમાંથી કોલસો કઈ રીતે બને છે તે વર્ણવો. આ પ્રક્રિયાને કયા નામથી ઓળખવામાં આવે છે?
ઉત્તરઃ
લગભગ 300 મિલિયન વર્ષ પહેલાં પૃથ્વી પરના નીચાણવાળા ભેજયુક્ત વિસ્તારોમાં ગીચ જંગલો હતાં. કેટલીક કુદરતી આફતોને કારણે આ જંગલો જમીનની નીચે દટાઈ ગયાં. તેમની ઉપર માટી જમા થઈ જવાથી તે દબાતાં ગયાં. ઊંડે અને ઊંડે જવાને લીધે તેમના તાપમાનમાં પણ વધારો થતો ગયો. ઊંચા દબાણ અને તાપમાનને લીધે મૃત વનસ્પતિઓ ધીરે ધીરે કોલસામાં રૂપાંતર પામતી ગઈ. કોલસામાં મુખ્યત્વે કાર્બન હોય છે.
મૃત વનસ્પતિની કોલસામાં રૂપાંતરની ધીમી પ્રક્રિયાને કાર્બોનાઇઝેશન કહે છે.
પ્રશ્ન 4.
ખાલી જગ્યા પૂરોઃ
પ્રશ્ન 1.
………….., ……….. અને ~ અશ્મિબળતણો છે.
ઉત્તરઃ
કોલસો, પેટ્રોલિયમ, કુદરતી વાયુ
પ્રશ્ન 2.
પેટ્રોલિયમમાંથી વિવિધ ઘટકોને અલગ કરવાની પ્રક્રિયાને ………… કહે છે.
ઉત્તરઃ
શુદ્ધીકરણ
પ્રશ્ન 3.
………. એ વાહન માટે સૌથી ઓછું પ્રદૂષણ કરતું બળતણ છે.
ઉત્તરઃ
CNG
પ્રશ્ન 5.
નીચેના વિધાનોમાં ખરા માટે 1 પર અને ખોટા માટે પર ✓ કરો
પ્રશ્ન 1.
અશ્મિબળતણને પ્રયોગશાળામાં બનાવી શકાય છે. (T/F)
ઉત્તરઃ
F
પ્રશ્ન 2.
CNG એ પેટ્રોલ કરતાં વધારે પ્રદૂષણ કરતું બળતણ છે. (T/F)
ઉત્તરઃ
F
પ્રશ્ન 3.
કોક એ કાર્બનનું લગભગ સંપૂર્ણ શુદ્ધ સ્વરૂપ છે. (T/F)
ઉત્તરઃ
T
પ્રશ્ન 4.
કોલટાર એ વિવિધ પદાર્થોનું મિશ્રણ છે. (T/F)
ઉત્તરઃ
T
પ્રશ્ન 5.
કેરોસીન એ અશ્મિબળતણ નથી. (T/F)
ઉત્તરઃ
F
પ્રશ્ન 6.
શા માટે અશ્મિબળતણ એ પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધન છે તે સમજાવો.
ઉત્તરઃ
અશ્મિબળતણ બનતાં લાખો વર્ષો લાગ્યાં છે. માનવીની વિવિધ પ્રવૃત્તિઓ માટે અશ્મિબળતણનો બહોળો ઉપયોગ થાય છે. કુદરતમાં અશ્મિબળતણીનો જથ્થો મર્યાદિત છે.
આ કારણે અશ્મિબળતણ એ પુનઃઅપ્રાપ્ય કુદરતી સંસાધન છે.
પ્રશ્ન 7.
કોકના ગુણધર્મો અને ઉપયોગો વર્ણવો.
ઉત્તરઃ
કોકના ગુણધર્મો
- તે સખત છે.
- તે છિદ્રાળુ અને કાળા રંગનો કે પદાર્થ છે.
- તે કોલસાનો લગભગ સંપૂર્ણ શુદ્ધ પ્રકાર છે. (તેમાં કાર્બનનું પ્રમાણ લગભગ 87 %થી 89 % છે.)
- તે સળગે ત્યારે ધુમાડો ઉત્પન્ન થતો નથી.
કોકના ઉપયોગો :
- સ્ટીલના ઉત્પાદનમાં
- કેટલીક ધાતુઓના નિષ્કર્ષણમાં.
પ્રશ્ન 8.
પેટ્રોલિયમના નિર્માણની પ્રક્રિયા વર્ણવો.
ઉત્તરઃ
સમુદ્રમાં રહેતાં સજીવો દ્વારા પેટ્રોલિયમનું નિર્માણ થયું હતું. આ જીવો મૃત્યુ પામતાં તેમના મૃતદેહો સમુદ્રના તળિયે એકઠા થતા ગયા. તેઓ રેતી અને માટીનાં સ્તરોથી ઢંકાતા ગયા. તેમના સ્તર પર સ્તર થયા. આ પ્રક્રિયા લાખો વર્ષ સુધી ચાલતી રહી. હવાની ગેરહાજરીમાં તથા ઉચ્ચ તાપમાન અને દબાણને કારણે – દટાયેલા જીવોના અવશેષોનું જૈવરાસાયણિક પ્રક્રિયાઓને લીધે પેટ્રોલિયમ અને કુદરતી વાયુમાં રૂપાંતર થયું. (પેટ્રોલિયમના સ્તર પર કુદરતી વાયુનો સ્તર જમા થયો.)
પ્રશ્ન 9.
નીચેનું કોષ્ટક ભારતમાં 1991-1997 સુધીમાં ભારતની કુલ પાવર તંગી દર્શાવે છે. આ માહિતીને આલેખ સ્વરૂપે દર્શાવો. Y-અક્ષ ઉપર વર્ષ મુજબ તંગીની ટકાવારીને તથા X-અક્ષ ઉપર વર્ષને દર્શાવોઃ
ઉત્તરઃ
વર્ષ અને પાવર તંગીની ટકાવારીની માહિતી નીચેના આલેખમાં દર્શાવી છે :
GSEB Class 8 Science કોલસો અને પેટ્રોલિયમ Textbook Activities
પાઠ્યપુસ્તકની પ્રવૃત્તિઓની સમજ
પ્રવૃત્તિ 1:
રોજિંદા જીવનમાં વપરાતા વિવિધ પદાર્થોની યાદી બનાવો તથા તેને કુદરતી અને માનવસર્જિતમાં વર્ગીકરણ કરો.
[નોંધઃ માનવસર્જિત પદાર્થો પુષ્કળ છે. અહીં કેટલાક પદાર્થોનું વર્ગીકરણ આપ્યું છે.]
કુદરતી | માનવસર્જિત |
હવા, સૂર્યપ્રકાશ, પાણી, માટી, કોલસો, પેટ્રોલિયમ, કુદરતી વાયુ, વૃક્ષો, ફળો, શાકભાજી, ખનીજો, કુદરતી રેસા વગેરે. | પેટ્રોલિયમની પેદાશો, પ્લાસ્ટિક, સંશ્લેષિત રેસાઓ, રબર, મનોરંજનનાં સાધનો, વાહનો, સાબુ, સુગંધિત દ્રવ્યો, ઘરવપરાશની વસ્તુઓ વગેરે. |
પ્રવૃત્તિ 2. (આ જૂથ પ્રવૃત્તિ છે.)
થોડાં પાત્રો લો. તેને પોપકૉર્ન / શીંગદાણાને શેકેલા ચણા ચૉકલેટ વગેરેથી ભરો. વિદ્યાર્થીઓને સાતનાં જૂથમાં વહેંચો. દરેક જૂથના વિદ્યાર્થીને પેટાજૂથમાં 1, 2 અને 4 એમ વહેંચો. તેમને પ્રથમ, દ્વિતીય અને તૃતીય પેઢી એવું નામ આપો. આ પેટા જૂથ એ વપરાશકારોનું પ્રતિનિધિત્વ કરે છે. જેમ વસતી વધી રહી છે તેમ બીજી અને ત્રીજી પેઢીમાં વધારે સંખ્યામાં વપરાશકારો છે.
દરેક જૂથ માટે એક પાત્ર ટેબલ પર મૂકો. દરેક જૂથના પ્રથમ વપરાશકારોના જૂથને તેમના ટેબલ પર મૂકેલા પાત્રમાંથી ખાદ્યસામગ્રી વાપરવાનું કહો. ત્યારબાદ બીજી પેઢીના વપરાશકારોને પણ એમ જ કહો. જો પાત્રમાં કંઈ બચ્યું હોય, તો ત્રીજી પેઢીના વપરાશકારોના જૂથને પણ તે વાપરવાનું કહો. હવે અંતે નિરીક્ષણ કરો કે ત્રીજી પેઢીના વપરાશકારોના જૂથને કંઈ ખાદ્યસામગ્રી મળે કે નહીં? એ પણ જુઓ કે પાત્રમાં હજુ પણ કશુંય બચ્યું છે કે નહીં?
હવે અનુમાન કરો કે, પાત્રોમાં રહેલી ખાદ્યસામગ્રી પુનઃઅપ્રાપ્ય સંસાધનો જેવા કે કોલસો, પેટ્રોલિયમ અને કુદરતી વાયુનો સંપૂર્ણ પ્રાપ્ય જથ્થો દર્શાવે છે. દરેક જૂથની વપરાશની પદ્ધતિઓ જુદી જુદી હોઈ શકે. શું કોઈ પણ જૂથમાં આગળની પેઢી ખૂબ લાલચુ હતી? એવું પણ બને કે કોઈ જૂથમાં શરૂઆતની પેઢી પછીની પેઢીનો ખ્યાલ કરીને તેમના માટે થોડું બચાવીને પણ રાખે.
આ પ્રવૃત્તિમાં બતાવ્યા મુજબ દરેક પેઢી કુદરતી અને માનવસર્જિત પદાર્થોનો ઉપયોગ કરે છે. પછીની પેઢી બાકી રહેલા પદાર્થોનો ઉપયોગ કરે છે. દરેક પગથિયે થયેલા વપરાશને કારણે પછીની પેઢી માટે પદાર્થો ઘટતા જાય છે. આ સૂચવે છે કે દરેક પેઢીએ પછીની પેઢીનો વિચાર કરી પદાર્થોનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ.
આમ, નહિ થાય તો પછીની પેઢી માટે કશું જ બાકી રહેશે નહિ અને તેમનું અસ્તિત્વ જોખમાશે.