Gujarat Board GSEB Std 12 Gujarati Textbook Solutions Chapter 19 સત્યવીર સૉક્રેટિસ Textbook Exercise Important Questions and Answers, Notes Pdf.
Std 12 Gujarati Textbook Solutions Chapter 19 સત્યવીર સૉક્રેટિસ
Class 12 Gujarati Textbook Solutions Chapter 19 સત્યવીર સૉક્રેટિસ Textbook Questions and Answers
સત્યવીર સૉક્રેટિસ સ્વાધ્યાય
1. નીચેના પ્રશ્નોના એક – એક વાક્યમાં ઉત્તર લખો.
પ્રશ્ન 1.
સોક્રેટીસના મતે માણસને માટે ઉત્તમ શું છે ?
ઉત્તર :
સૉક્રેટિસના મતે, પોતાની આવડત કેળવીને પોતાની ફરજ અદા કરે તે માણસ માટે ઉત્તમ છે.’
પ્રશ્ન 2.
સોક્રેટીસનું જીવનસૂત્ર શું હતું?
ઉત્તરઃ
“બીજા ખાવા માટે જીવે છે, હું જીવવા માટે ખાઉં છું.” આ સૉક્રેટિસનું જીવનસૂત્ર હતું.
પ્રશ્ન 3.
સોક્રેટીસે મોતનો સ્વીકાર શા માટે કર્યો ?
ઉત્તરઃ
સૉક્રેટિસે કહ્યું કે, “એથેન્સવાસીઓએ ભલે મને અન્યાય કર્યો હોય પણ અન્યાયનો જવાબ અન્યાયથી, જૂઠાણાનો જવાબ જૂઠાણાંથી અને પાપનો જવાબ પાપથી આપવો એ કદી વાજબી નથી.” જેલમાંથી ભાગી જવું એ તો કાયદાનો ભંગ કરીને રાજ્યને અને નાગરિકોને નુકસાન પહોંચાડ્યું કહેવાય. આથી તેણે મોતનો સ્વીકાર કર્યો.
2. નીચેના પ્રશ્નોના ત્રણ-ચાર વાક્યમાં ઉત્તર લખો.
પ્રશ્ન 1.
સોક્રેટીસ કઈ વાતને શરમજનક ગણે છે ? શા માટે ?
ઉત્તર :
સૉક્રેટિસ એવું માનતો હતો કે, “ખેડૂત હોય તે સારી ખેતી કરે, વૈદ્ય હોય તે સારી રીતે વૈદું કરે, રાજનીતિજ્ઞ હોય તે સારી રીતે રાજવહીવટ ચલાવે અને જો માણસ કશું જ સારી રીતે કરી શકતો નથી. તે નથી માણસને ઉપયોગી કે નથી ઈશ્વરનો સેવક.
માણસ જો ઉપયોગી અને જરૂરી કામ કરતો હોય, તો એમાં શરમજનક કશું જ નથી. એદીપણું જ શરમજનક છે.”
પ્રશ્ન 2.
એથેન્સના રાજકર્તાઓ શાથી અકળાવા લાગ્યા ?
ઉત્તરઃ
એથેન્સના રાજવહીવટમાં પડેલા લોકોમાં પણ સૉક્રેટિસ ભળતો. તેમની સાથે ધર્મ, રૂઢિ, રીતરિવાજ વિશે ચર્ચામાં ઊતરતો. પ્રામાણિકપણે જે સારું લાગે તે કહેતો. તે હંમેશાં નમ્રપણે કહેતો કે, હું અજ્ઞાની છું જ્ઞાન મેળવવા મથું છું. ખાસ કરીને યુવાવર્ગ સૉક્રેટિસ પર ખૂબ ખુશ હતો.
સૉક્રેટિસના વિચારોની એમના પર ખૂબ અસર પડી હતી. એનેટસ નામના આગેવાનનો જુવાન છોકરો સૉક્રેટિસ સાથે બેસતો હતો, જે એમને ગમતું નહીં. માટે એથેન્સના રાજકર્તા ખૂબ અકળાયા.
પ્રશ્ન 3.
ઉદાસ થયેલા મિત્રને સૉક્રેટીસે શી સલાહ આપી ? તે મૂંઝવણનું શું પરિણામ આવ્યું ?
ઉત્તરઃ
સૉક્રેટિસનો એક મિત્ર થોડા દિવસથી ખૂબ ઉદાસ રહેતો. સૉક્રેટિસે તેના દુઃખનું કારણ પૂછ્યું ત્યારે ખબર પડી કે પ્લેગમાં નિરાધાર બનેલી ચૌદ સ્ત્રીઓને એને નિભાવવાની છે. સૉક્રેટિસે આ સ્ત્રીઓને સીવવાના, ગૂંથવાના અને ભરવાના કામમાં લગાડવાનું કહ્યું.
પણ આવા મોટા ઘરની સ્ત્રીઓને આવું કામ કરાવવા માટે સંકોચ અનુભવતો હતો. પણ સૉક્રેટિસે કહ્યું આ સારામાં સારો ઉપાય છે. તેઓ પોતાનું ભરણપોષણ કરી શકશે, આળસુ નહીં બને અને ઈર્ષા, કૂથલી અને નિરાશાથી બચી શકશે. એ પ્રમાણે કરવાથી એનું પરિણામ સારું આવ્યું.
પ્રશ્ન 4.
યુદ્ધની શી અસર એથેન્સના લોકો પર થઈ ?
ઉત્તરઃ
યુરોપ ખંડમાં આવેલા ગ્રીસ દેશના એથેન્સનું રાજ્ય સ્પાર્ટી નામના બીજા રાજ્ય સાથે યુદ્ધમાં ઊતર્યું હતું. લાંબા સમય સુધી યુદ્ધ ચાલ્યું. એથેન્સ જીત્યુ ખરા પણ યુદ્ધની અસરથી લોકોના આચાર અને વિચારમાં શિથિલતા આવી.
3. સવિસ્તર ઉત્તર લખો.
પ્રશ્ન 1.
સ્વતંત્ર વિચારક તરીકે સૉક્રેટીસનું ચરિત્ર આલેખો.
ઉત્તરઃ
સૉક્રેટિસ દુનિયાનો મહાન વિચારક હતો. તે બહુ બુદ્ધિશાળી હતો. લોકોને સદાચાર તરફ વળવા સમજાવવા લોકો સાથે અલકમલકની વાતો કરતો. લોકોને એની વાતોમાં રસ પડતો, મધમાખીઓની જેમ લોકો એની આસપાસ વીંટળાતા. સૉક્રેટિસ તે દ્વારા તેમને સાચો ધર્મ સમજાવતો.
આચાર અને વિચારમાં તે પવિત્ર અને સદાચારી હતો. સૉક્રેટિસ એવું માનતો હતો કે, પોતાની આવડત કેળવીને પોતાની ફરજ અદા કરે તે જ ઉત્તમ માણસ.’
એથેન્સના રાજવહીવટમાં પડેલા લોકોમાં પણ સૉક્રેટિસ ભળતો. તેમની સાથે ધર્મ, રૂઢિ, રીતરિવાજ વિશે ચર્ચામાં ઊતરતો. તે સ્વતંત્ર અને ઊંડો વિચારક હતો. પ્રામાણિકપણે જે સારું લાગે તે કહેતો. તે હંમેશાં નમ્રપણે કહેતો કે, “અજ્ઞાની છું જ્ઞાન મેળવવા મથું છું.’
ખાસ કરીને યુવાવર્ગ સૉક્રેટિસ પર ખૂબ ખુશ હતો. સૉક્રેટિસના વિચારોની એમના પર ખૂબ અસર પડી હતી. એનેટસ નામના આગેવાનનો જુવાન છોકરો સૉક્રેટિસ સાથે બેસતો હતો, જે એમને ગમતું નહીં.
છેવટે સૉક્રેટિસ પર યુવાનોને ભડકાવવાનો અને નગરદેવતાને ન માનવાનો આરોપ મૂક્યો. તેના પર કેસ ચાલ્યો અને રાજદ્રોહના કાયદા હેઠળ સૉક્રેટિસને મોતની સજા થઈ.
પ્રશ્ન 2.
નોંધ લખો :
1. ન્યાય અંગે સોક્રેટીસના વિચારો.
ઉત્તરઃ
આચાર અને વિચારમાં તે પવિત્ર અને સદાચારી હતો. એ વખતે જાતમહેનત પ્રત્યે અનાદરનું પ્રમાણ વધારે હતું. રાજનીતિજ્ઞો અને કવિઓ કરતાં કારીગરોની સમજણ મહેનત વિશે વધારે હતી. સૉક્રેટિસ એવું માનતો હતો કે, પોતાની આવડત કેળવીને પોતાની ફરજ અદા કરે તે જ ઉત્તમ માણસ.”
સૉક્રેટિસ પર યુવાનોને ભડકાવવાનો અને નગરદેવતાને ન માનવાનો આરોપ મૂક્યો. તેના પર કેસ ચાલ્યો અને રાજદ્રોહના કાયદા હેઠળ સૉક્રેટિસને મોતની સજા થઈ.
કીટો, પ્લેટો અને બીજા મિત્રોએ સૉક્રેટિસને ભગાડવા માટે યુક્તિ કરી પણ સૉક્રેટિસે કહ્યું કે, “એથેન્સવાસીઓએ ભલે મને અન્યાય કર્યો હોય પણ અન્યાયનો જવાબ અન્યાયથી, જૂઠાણાંનો જવાબ જૂઠાણાંથી અને પાપનો જવાબ પાપથી આપવો એ કદી વાજબી નથી.” જેલમાંથી ભાગી જવું તો કાયદાનો ભંગ કરીને રાજ્યને અને નાગરિકોને નુકસાન પહોંચાડ્યું કહેવાય.
એ વખતે એથેન્સમાં ઝેર આપીને મોતની સજા કરવામાં આવતી. સૉક્રેટિસ ઝેરને શરબતની જેમ આનંદથી પી ગયો. એથેન્સવાસીઓએ એક મહાન પુરુષને ઝેર આપીને દુનિયામાંથી વિદાય કર્યો.
2. સૉક્રેટીસનું સાદું જીવન અને આચરણ.
ઉત્તરઃ
સૉક્રેટિસ ખૂબ સાદાઈથી રહેતો. તે એવું માનતો કે શરીર સશક્ત હશે તો લોકોની સેવા બરાબર કરી શકશે માટે શરીરની ખૂબ કાળજી રાખતો. તે મિતાહારી હતો. લોકો રસોઈને સ્વાદિષ્ટ કરવા મસાલા નાખતા પરંતુ સૉક્રેટિસ કકડીને લાગેલી ભૂખને મસાલા તરીકે વાપરતો. બીજા બધાં ખાવા માટે જીવતા, પણ સૉક્રેટિસ જીવવા માટે ખાતો.
આચાર અને વિચારમાં તે પવિત્ર અને સદાચારી હતો. જાતમહેનત પ્રત્યે અનાદરનું પ્રમાણ વધારે હતું. રાજનીતિજ્ઞો અને કવિઓ કરતાં કારીગરોની સમજણ વધારે હતી. સૉક્રેટિસ એવું માનતો હતો કે, પોતાની આવડત કેળવીને પોતાની ફરજ અદા કરે તે ઉત્તમ માણસ.”
Std 12 Gujarati Textbook Solutions Chapter 19 સત્યવીર સૉક્રેટિસ Additional Important Questions and Answers
સત્યવીર સૉક્રેટિસ પ્રશ્નોત્તર
1. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો 1 ગુણ)
પ્રશ્ન 1.
“સત્યવીર સૉક્રેટિસ પાઠનો પ્રકાર જણાવો.
ઉત્તરઃ
‘સત્યવીર સૉક્રેટિસ પાઠ ચરિત્રનિબંધ છે.
પ્રશ્ન 2.
સૉક્રેટિસનો મિત્ર શા માટે દિલગીર હતો?
ઉત્તર :
પ્લેગમાં નિરાધાર બનેલી ચૌદ સ્ત્રીઓને નિભાવવાની જવાબદારી તેના પર આવી પડી હતી માટે સૉક્રેટિસનો મિત્ર દિલગીર હતો.
પ્રશ્ન 3.
ઉદાસ થયેલા મિત્રને સૉક્રેટિસે શી સલાહ આપી?
ઉત્તરઃ
ઉદાસ થયેલા મિત્રને સૉક્રેટિસે સ્ત્રીઓને સીવવાના, ગૂંથવાના અને ભરવાના કામમાં લગાડવાની સલાહ આપી.
પ્રશ્ન 4.
સૉક્રેટિસ હંમેશાં નમ્રપણે શું કહેતો?
ઉત્તરઃ
સૉક્રેટિસ હંમેશાં નમ્રપણે કહેતો કે, “અજ્ઞાની છું, જ્ઞાન મેળવવા મથું છું.”
પ્રશ્ન 5.
સૉક્રેટિસની સજાની જાણ થતાં કોણ દુઃખી થયું?
ઉત્તર :
સૉક્રેટિસની સજાની જાણ થતાં પ્લેટો, કીટો અને સૉક્રેટિસના શિષ્યો તથા તેના મિત્રો દુઃખી થયાં.
2. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી દર યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો: [1 ગુણ)
પ્રશ્ન 1.
‘સત્યવીર સૉક્રેટિસ’ ગદ્યનો સાહિત્યપ્રકાર જણાવો.
A. લઘુકથા
B. ચરિત્રનિબંધ
C. નવલકથા-ખંડ
D. નાટિકા
ઉત્તરઃ
B. ચરિત્રનિબંધ
પ્રશ્ન 2.
સત્યવીર સૉક્રેટિસની આ ચરિત્રનિબંધમાં શી પ્રતીતિ થઈ છે?
A. મોજશોખ અને ખાનપાનની
B. આજીવન જીવનનિષ્ઠાની
C. સ્વભાવ અને વિચારની
D. આચાર અને વ્યવહારની
ઉત્તરઃ
B. આજીવન જીવનનિષ્ઠાની
પ્રશ્ન 3.
સૉક્રેટિસના મતે ઉત્તમ માણસ કોણ છે?
A. પોતાની આવડત કેળવીને પોતાની ફરજ અદા કરે.
B. પોતાના વિચારોને મક્કમતાથી વળગી રહે.
C. પોતાની પાત્રતાનો વિચાર કર્યા વિના કર્મ કરે.
D. પોતાના મતને કચડીને આંધળું અનુસરણ કરે.
ઉત્તરઃ
A. પોતાની આવડત કેળવીને પોતાની ફરજ અદા કરે.
પ્રશ્ન 4.
સૉક્રેટિસ હંમેશાં નમ્રપણે કહેતો કે, …
A. “લોકોની પરવા ન કરો.”
B. “અન્યાયનો જવાબ અન્યાયથી આપવો.”
C. “કાયદા અને કાનૂન માત્ર રાજકારણીઓ માટે છે.”
D. “હું અજ્ઞાની છું, જ્ઞાન મેળવવા મથું છું.”
ઉત્તરઃ
D. “હું અજ્ઞાની છું, જ્ઞાન મેળવવા મથું છું.”
પ્રશ્ન 5.
સૉક્રેટિસનું જીવનસૂત્ર શું હતું?
A. “લોકો જીવવા માટે ખાય છે, હું ખાવા માટે જીવું છું.”
B. “બીજા ખાવા માટે જીવે છે, હું જીવવા માટે ખાઉં છું.”
C. “બીજા મારા માટે જીવે છે, હું તેમના માટે જીવું છું.”
D. “બીજા જીવવા ખાતર જીવે છે, હું મોજ માટે જીવું છું.”
ઉત્તરઃ
B. “બીજા ખાવા માટે જીવે છે, હું જીવવા માટે ખાઉં છું.”
પ્રશ્ન 6.
સૉક્રેટિસને શું ગમતું ન હતું?
A. લોકોની જીવનશૈલી
B. એથેન્સનો રાજવહીવટ
C. યુદ્ધ પછી લોકોમાં આવેલી શિથિલતા
D. કાયદાનું પાલન કરવું
ઉત્તરઃ
C. યુદ્ધ પછી લોકોમાં આવેલી શિથિલતા
પ્રશ્ન 7.
સૉક્રેટિસ પર કોણ હંમેશાં ખુશ રહેતું?
A. રાજકારણીઓ
B. એથેન્સનો યુવકવર્ગ
C. સામાન્ય જનતા
D. સિપાહીઓ
ઉત્તરઃ
B. એથેન્સનો યુવકવર્ગ
પ્રશ્ન 8.
સૉક્રેટિસ એથેન્સવાસીઓ પર કયા કારણે અકળાતો?
A. લોકો જાતમહેનત માટે અનાદર અને તિરસ્કાર કરતા હતા.
B. લોકો સૉક્રેટિસના મત પ્રમાણે ચાલતા ન હતા.
C. સૉક્રેટિસને એથેન્સવાસીઓ ગમતા ન હતા.
D. લોકોની વિચારસરણી તેના વિરુદ્ધ હતી.
ઉત્તરઃ
A. જાતમહેનત માટે અનાદર અને તિરસ્કાર.
પ્રશ્ન 9.
સૉક્રેટિસના મતે શું શરમજનક હતું?
A. જાતમહેનત
B. એદીપણું
C. રાજવહીવટ
D. કાયદાકાનૂન
ઉત્તરઃ
B. એદીપણું
પ્રશ્ન 10.
સૉક્રેટિસ પર શો આરોપ લગાવાયો?
A. નગરજનોને પૂજવાનો અને એનો પક્ષ લેવાનો
B. યુવાનો અને નગરજનોનું અહિત કરવાનો
C. નગરદેવતાને ન માનવાનો અને યુવાનોને ભડકાવવાનો
D. રાજકારણીઓની વિરુદ્ધ જવાનો
ઉત્તરઃ
C. નગરદેવતાને ન માનવાનો અને યુવાનોને ભડકાવવાનો
સત્યવીર સૉક્રેટિસ વ્યાકરણ
1. નીચેનાં વાક્યોમાંથી કયા વાક્યનો પદક્રમ યોગ્ય છે તે જણાવોઃ
પ્રશ્ન 1.
A. તે એથેન્સમાં ઝેર આપીને સજા મોતની કરવામાં આવતી.
B. બીજા ખાવા માટે જીવે છે, હું જીવવા માટે ખાઉં છું.
C. પોતાની ફરજ કેળવીને આવડત અદા કરે તે ઉત્તમ માણસ.
D. અતિ મહાન પુરુષ સૉક્રેટિસ દુનિયાનો ગણાય.
ઉત્તરઃ
B. બીજા ખાવા માટે જીવે છે, હું જીવવા માટે ખાઉં છું.
પ્રશ્ન 2.
A. હું અજ્ઞાની છું. જ્ઞાન મેળવવા મથું છું.
B. સદાચાર તરફ વાળવા મથતો હતો લોકોને સૉક્રેટિસ.
C. સૉક્રેટિસને મધમાખીઓની જેમ લોકો સાંભળવા વળતા ટોળે.
D. રાજવહીવટ સાચે રાજાનીતિજ્ઞ હોય તે ચલાવે.
ઉત્તરઃ
A. હું અજ્ઞાની છું. જ્ઞાન મેળવવા મથું છું.
પ્રશ્ન 3.
A. લોકો સ્વાદિષ્ટ રસોઈને મસાલા કરવા નાખે છે.
B. ચોદ નિરાધાર સ્ત્રીઓને નભાવવાનું મારે માથે આવ્યું છે.
C. લાંબા સમય સુધી ભરણપોષણ હું સોનું શકું કરી.
D. માણસ જો શરમજનક કામ કરતો હોય જરૂર ઉપયોગી.
ઉત્તરઃ
B. ચૌદ નિરાધાર સ્ત્રીઓને નભાવવાનું મારે માથે આવ્યું છે.
2. નીચેનાં વાક્યોમાંથી સંકુલ વાક્ય ઓળખાવોઃ
પ્રશ્ન 1.
A. જ્યારે સૉક્રેટિસ લોકો સાથે વાતે વળગતો ત્યારે યુવાનો તેની આસપાસ મધમાખીની જેમ વીંટળાતા.
B. સૉક્રેટિસ દુનિયાનો એક અતિ મહાન પુરુષ ગણાય છે.
C. ચૌદ નિરાધાર સ્ત્રીઓને મારે નભાવવાની છે.
D. સૉક્રેટિસે હસતા મોઢે તે હાથમાં લીધો અને શરબતની જેમ પી ગયો.
ઉત્તરઃ
A. જ્યારે સૉક્રેટિસ લોકો સાથે વાતે વળગતો ત્યારે યુવાનો તેની આસપાસ મધમાખીની જેમ વીંટળાતા.
પ્રશ્ન 2.
A. સૉક્રેટિસ સ્વતંત્ર વિચારક હતો.
B. એનેટસ્ નામનો એક આગેવાન હતો.
C. “આવા મોટા કુળની સ્ત્રીઓને આવું કામ કેમ અપાય?”
D. યુવાનોને સાચા રસ્તે વાળવા હોય તો તેમને વિચારો વ્યક્ત કરવા દેવા જોઈએ.
ઉત્તરઃ
D. યુવાનોને સાચા રસ્તે વાળવા હોય તો તેમને વિચારો વ્યક્ત કરવા દેવા જોઈએ.
પ્રશ્ન 3.
A. બીજા ખાવા માટે જીવે છે અને હું જીવવા માટે ખાઉં છું.
B. જે પોતાની આવડત કેળવીને પોતાની ફરજ અદા કરે તે ઉત્તમ માણસ.
C. કીટો વહેલી સવારે જેલમાં દાખલ થયો.
D. સૉક્રેટિસ ખાટલા પર નિરાંતે ઊંઘતો હતો.
ઉત્તરઃ
B જે પોતાની આવડત કેળવીને પોતાની ફરજ અદા કરે તે ઉત્તમ માણસ.
3. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખોઃ
પ્રશ્ન 1.
નીચેના રૂઢિપ્રયોગનો સાચો અર્થ શોધો : હસતે મોઢે
A. ખડખડાટ હસવું
B. સહર્ષ સ્વીકાર
C. અટ્ટહાસ્ય કરવું
D. હાસ્ય દ્વારા ટીકા
ઉત્તરઃ
B. સહર્ષ સ્વીકાર
2. નીચેના સામાસિક શબ્દોના અર્થ આપોઃ
પ્રશ્ન 1.
સદાચાર
A. સારું લગાડવું
B. સારો સમય
C. સારું વ્યક્તિત્વ
D. સારો આચાર
ઉત્તરઃ
D. સારો આચાર
પ્રશ્ન 2.
મિતાહારી
A. જરૂર પૂરતો આહાર લેનાર
B. જરૂર પૂરતું બોલનાર
C. જરૂર પૂરતો અભ્યાસી
D. મતને હારીને ખુશ રહેનાર :
ઉત્તરઃ
A. જરૂર પૂરતો આહાર લેનાર
પ્રશ્ન 3.
રાજનીતિજ્ઞા
A. વાકછટામાં નિપુણ હોય તે
B. વ્યક્તિત્વને જાળવનાર
C. રાજનીતિમાં ચતુર હોય તે
D. અર્થશાસ્ત્રમાં નિષ્ણાત હોય તે
ઉત્તરઃ
C. રાજનીતિમાં ચતુર હોય તે
3. નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ શોધો :
પ્રશ્ન 1.
નામના
A. પ્રશંસા
B. મહેરબાની
C. ખ્યાતિ
D. ખિન્ન
ઉત્તરઃ
C. ખ્યાતિ
પ્રશ્ન 2.
દિલગીર
A. મજબૂર
B ગમગીન
C. ચતુર
D. મતલબી
ઉત્તરઃ
B. ગમગીન
પ્રશ્ન 3.
અનાદર
A. અવગણના
B. આવકાર
C. અત્યાચાર
D. આવડત
ઉત્તરઃ
A. અવગણના
4. નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ શોધો :
પ્રશ્ન 1.
કાળજી
A. તકેદારી
B. માવજત
C. બેકાળજી
D. સેવાચાકરી
ઉત્તરઃ
C. બેકાળજી
પ્રશ્ન 2.
સ્વતંત્ર
A. સ્વાવલંબી
B. પરતંત્ર
C. પરિશ્રમી
D. આળસુ
ઉત્તરઃ
B. પરતંત્ર
પ્રશ્ન 3.
ઉપયોગી
A. ઉપજાઉ
B. ઉજ્જડ
C. કામનું
D. બિનઉપયોગી
ઉત્તરઃ
D. બિનઉપયોગી
5. નીચેના શબ્દોમાંથી સાચી જોડણીવાળો શબ્દ શોધો.
પ્રશ્ન 1.
A. શિથિલ
B. શીથીલ
C. સીથીલ
D. શિથીલ
ઉત્તરઃ
A. શિથિલ
6. નીચેના શબ્દોમાંથી ખોટી જોડણીવાળો શબ્દ શોધો.
પ્રશ્ન 1.
A. જાહોજલાલી
B. દિલગીર
C. સ્વેચ્છા
D. વ્યક્તિત્વ
ઉત્તરઃ
D. વ્યક્તીત્વ
સત્યવીર સૉક્રેટિસ Summary in Gujarati
સત્યવીર સૉક્રેટિસ પાઠ-પરિચય
પ્રસ્તુત ચરિત્રનિબંધમાં સૉક્રેટિસની પ્રામાણિકતા, જ્ઞાનપ્રિયતા, ઉદ્યમશીલતા અને સરળતા વર્ણવી છે. અન્યાય સામે ન્યાય, જૂઠ સામે સત્ય અને પાપ સામે પુણ્ય માટે જીવનભર સંઘર્ષ એ સૉક્રેટિસની જીવનનિષ્ઠા આ ચરિત્રના શબ્દ શબ્દ સ્પષ્ટ થાય છે.
સમાજનું ઘડતર સૉક્રેટિસ જેવા પર દુ:ખભંજકના કારણે જ થાય છે. સમાજમાં એથેન્સના એનેસ ઠેર ઠેર મોજૂદ છે પણ સૉક્રેટિસ જેવા ઘણા સમાજ રક્ષકો પણ છે. સમાજ આવી વ્યક્તિઓ પર ખોટો આરોપ મૂકીને તેનો ઘાત કરે છે.
સૉક્રેટિસનું અકાળે ટૂંકાયેલું જીવન માનવજાત માટે ચિરસ્મરણીય બની રહ્યું છે.
[Socrates’ honesty, spiritual knowledge, industrialism and simplicity have been described in this essay. Socrates fought for truth against falsehood, righteousness against sin through his whole life.
Socrates’ faithfulness for life is seen in each and every word of his character. Society is educated by the destroyer of unhappiness like socrates. There are Anatus of Athens in the society, but there are many protectors in the society like Socrates. Society kills such people by putting false accusation.
The short life of Socrates has become immortal for humanity.]
સત્યવીર સૉક્રેટિસ શબ્દાર્થ (Meanings)
- શિથિલ – નબળું; weak.
- ચૌટે – બજારે; market.
- (સ્ત્રી.) – સમૃદ્ધિ, prosperity.
- પવિત્ર (નવું) – વિમલ; pure.
- અનાદર (૫) – અવગણના; disregard.
- એદી – આળસુ, lazy.
- ભરણપોષણ (નવું) – ગુજરાન; livelihood.
- દિલગીર – દુઃખી; sad.
- સુથાર (૫) – લાકડા ઘડનાર; carpenter
- લુહાર (૬) – લોખંડ ઘડનાર; blacksmith.
- પ્લેગ (૫) – એક રોગ; plague.
- રળવું – કમાવું; earning.
- અકળાવું – ગુસ્સે થવું; to get angry.
- કાયદો (૫) – નિયમ; rule.
- ફરમાન (નવું) – આદેશ; order.
- વાજબી – યોગ્ય; reasonable.
- સ્વેચ્છા (સ્ત્રી.) – મરજી; voluntary.
- ગુનેગાર (૬) – દોષિત; criminal.
- સજા (સ્ત્રી.) – શિક્ષા; punishment.
- જવાબદારી સ્ત્રી.) – ફરજ; responsibility.