Class 6 Gujarati Textbook Solutions Chapter 4 રવિશંકર મહારાજ

Gujarat Board GSEB Class 6 Gujarati Textbook Solutions Chapter 4 રવિશંકર મહારાજ Textbook Exercise Important Questions and Answers, Notes Pdf.

Std 6 Gujarati Textbook Solutions Chapter 4 રવિશંકર મહારાજ

Class 6 Gujarati Textbook Solutions Chapter 4 રવિશંકર મહારાજ Textbook Questions and Answers

અભ્યાસ

1. નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્ન સામેના [ ] માં લખો :

પ્રશ્ન 1.
રવિશંકર વ્યાસને ‘મહારાજ’નું બિરુદ કોણે આપ્યું ? [ ]
(ક) રાજાએ
(ખ) બ્રાહ્મણોએ
(ગ) લોકોએ
(ઘ) બહારવટિયાઓએ
ઉત્તર :
(ગ) લોકોએ

પ્રશ્ન 2.
ધીમેધીમે રાજકીય પ્રવૃત્તિને સ્થાને મહારાજના જીવનમાં શાનો પ્રવેશ થયો ? [ ]
(ક) રાજસત્તાનો
(ખ) લોકપ્રવૃત્તિનો
(ગ) ધાર્મિક પ્રવૃત્તિનો
(ઘ) આર્થિક પ્રવૃત્તિનો
ઉત્તર :
(ખ) લોકપ્રવૃત્તિનો

Class 6 Gujarati Textbook Solutions Chapter 4 રવિશંકર મહારાજ

પ્રશ્ન 3.
રવિશંકર મહારાજને ‘માણસાઈના દીવા’ કોણે કહ્યા છે ? [ ]
(ક) ગાંધીજીએ
(ખ) ઝવેરચંદ મેઘાણીએ
(ગ) મહેન્દ્ર મેઘાણીએ
(ઘ) ધીરુભાઈએ
ઉત્તર :
(ખ) ઝવેરચંદ મેઘાણીએ

2. નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં આપો :

પ્રશ્ન 1.
બાળપણમાં રવિશંકર મહારાજનો સ્વભાવ કેવો હતો ?
ઉત્તર :
બાળપણમાં રવિશંકર મહારાજનો સ્વભાવ સાહસિક અને નીડર હતો.

પ્રશ્ન 2.
મહારાજ કામ કરવાની કઈ ખૂબી ધરાવતા હતા ?
ઉત્તર :
મહારાજની કામ કરવાની એ ખૂબી હતી કે, મહારાજને જે કામ સોંપવામાં આવતું, તેમાં એ પોતાનો આત્મા રેડી દેતા.

પ્રશ્ન 3.
જોગણ ગામમાં મહારાજે શું જોયું ?
ઉત્તર :
જોગણ ગામમાં મહારાજે ઠેરઠેર ગરીબાઈ અને ગંદકી જોયાં.

Class 6 Gujarati Textbook Solutions Chapter 4 રવિશંકર મહારાજ

પ્રશ્ન 4.
મહારાજ ‘મૂકસેવક’ તરીકે શા માટે જાણીતા છે ?
ઉત્તર :
મહારાજ જ્યાં જાય ત્યાં મુંગા મોઢે લોકોની સેવા કરતા. તેથી મહારાજ ‘મૂકસેવક’ તરીકે જાણીતા છે.

3. નીચેના પ્રશ્નોના ઉત્તર આપો :

પ્રશ્ન 1.
રવિશંકર વ્યાસને ‘મહારાજનું’ બિરુદ કેમ મળ્યું ?
ઉત્તર :
રવિશંકર વ્યાસે લોકહિતનાં અસંખ્ય કાર્યો અને પ્રવૃત્તિઓ કરી લોકોના હૃદયમાં સ્થાન મેળવ્યું હતું. એમનાં લોકહિતનાં કાર્યોથી, એમની નિઃસ્વાર્થ પ્રવૃત્તિથી લોકોએ જ એમને ‘મહારાજ’નું બિરુદ આપ્યું હતું.

પ્રશ્ન 2.
ઝવેરચંદ મેઘાણીએ મહારાજને ‘માણસાઈના દીવા’ કેમ કહ્યા ?
ઉત્તર :
મહારાજને માણસ પર ખૂબ વિશ્વાસ હતો. તે નાનામોટા ચોરથી માંડીને બહારવટિયાઓને પણ સુધારવાનું ચૂકતા નહિ. બહારવટિયાઓને જોઈ કાચા-પોચા માણસની છાતીનાં પાટિયાં બેસી જય, ત્યારે મહારાજ એમને ગાંધીજીની અને આઝાદીની લડતની વાત કરતા. તેઓ બહારવટિયાઓને ‘સાચું બહારવટું’ ખેડવાનું સમજાવતા. આ રીતે મહારાજે કોતરોમાં ભમીભમીને અનેક બહારવટિયાઓને સુધારવાની પ્રવૃત્તિ કરી હતી, આથી જ મહારાજને ઝવેરચંદ મેઘાણીએ ‘માણસાઈના’ દીવા કહ્યા.

Class 6 Gujarati Textbook Solutions Chapter 4 રવિશંકર મહારાજ

પ્રશ્ન 3.
મહારાજ કઈ-કઈ આપત્તિ સમયે મદદે દોડી જતા ?
ઉત્તર :
ક્યાંક પૂર આવ્યું હોય, ધરતીકંપ થયો હોય, દુષ્કાળ પડ્યો હોય, કોઈ રોગચાળો ફાટી નીકળ્યો હોય, કોમીરમખાણો થંયાં હોય એવી આપત્તિ સમયે મહારાજ તરત મદદે દોડી જતા.

સ્વાધ્યાય

1. નીચેના પ્રશ્નોના ઉત્તર લખો :

પ્રશ્ન 1.
રવિશંકર મહારાજના બાળપણનાં કયા સંસ્કારોએ તેમના પર અસર કરી ?
ઉત્તર :
રવિશંકર મહારાજ બાળપણથી જ પિતાજી પાસેથી જીવનમાં સારી ટેવો કેળવવાનું અને માતા પાસેથી ખૂબ ચાવી-ચાવીને ખાવાની આરોગ્યની ચાવીનું શિક્ષણ પામ્યા હતા. બાળપણથી જ , એમનો સ્વભાવ સાહસિક અને નીડર હતો. દીનદુ:ખી પ્રત્યે તે લાગણીશીલ હતા. તે ઘરનાં નાનાં-મોટાં કામોમાં મદદ કરતા. ખેતીનું મોટા ભાગનું કામ જાતે કરતા. કોઈ પણ કામમાં શરમ, સંકોચ કે નાનપ અનુભવતા નહિ. દરેક કામને એ ગૌરવવંતુ માનતા. બાળપણના આવા સંસ્કારોએ રવિશંકર મહારાજ પર ગાઢ અસર કરી.

પ્રશ્ન 2.
મૂકસેવક મહારાજે લોકસેવકનાં ક્યાં-કયાં કાર્યો કર્યાં ?
ઉત્તર :

મૂકસેવક મહારાજે કરેલાં લોકસેવાનાં કાર્યો :

  • અનાથાશ્રમમાં બાળકોને દાખલ કરાવ્યાં. આશ્રમ માટે ફાળો ઉઘરાવ્યો.
  • ગંદકી અને ગરીબાઈ દૂર કરવા સંનિષ્ઠ પ્રયત્નો કર્યા.
  • ચોરી અટકાવવા પ્રયત્નો કર્યા. સમાજને ચોરો બહારવટિયાઓના ત્રાસથી મુક્ત કર્યા. ચોરબહારવટિયાઓને સુધાર્યા, તેમને સાચો રાહ બતાવ્યો.
  • કુદરતી આફતોના સમયે જાનની પરવા કર્યા વિના મદદ કરી.
  • ચેપી રોગચાળો ફાટી નીકળ્યો ત્યારે દર્દીઓની સેવા કરી.
  • અંધશ્રદ્ધા નાબૂદી માટે પ્રયત્નો કર્યા.
  • હુલ્લડો અને દુષ્કાળ સમયે મહારાજે લોકોની હૃદયપૂર્વક સેવા કરી.

પ્રશ્ન 3.
રવિશંકર મહારાજનાં કાર્યોથી સમાજના લોકોને શો લાભ થયો ?
ઉત્તર :
રવિશંકર મહારાજે સમાજમાં ફેલાયેલ ગંદકી, ગરીબી, અંધશ્રદ્ધા, ચોરી, લૂંટફાટ, હુલ્લડ, રોગચાળો વગેરે દૂષણો તેમજ પૂર અને દુષ્કાળ જેવી કુદરતી આપત્તિઓ સમયે પોતાના જીવની પરવા કર્યા વિના લોકોની મદદ કરી સમાજના પીડિત લોકોને બેઠા કર્યા અને સમાજમાં નવા પ્રાણ પૂર્યા. રવિશંકર મહારાજનાં આવાં લોકહિતનાં કાર્યોથી સમાજના લોકોને અનેક પ્રકારના લાભ થયા.

Class 6 Gujarati Textbook Solutions Chapter 4 રવિશંકર મહારાજ

પ્રશ્ન 4.
રવિશંકર મહારાજની હિંમતનાં દર્શન કયા પ્રસંગમાં થાય છે ?
ઉત્તર :
રવિશંકર મહારાજની હિંમતનાં દર્શન નીચેના પ્રસંગોમાં જોવા મળે છે :

  • બહારવટિયાઓને સુધારવાની પ્રવૃત્તિમાં મહારાજે હિંમત બતાવી છે.
  • કાચો-પોચો માણસ હોય તો છાતીનાં પાટિયાં જ બેસી જાય પણ આ તો મહારાજ હતા. તેઓ નિર્ભયતાની મૂર્તિ હતા. એમણે બહારવટિયાઓને આઝાદીની લડતની વાત કરી ‘સાચું બહારવટું ખેડવાનું સમજાવ્યું.
  • પૂર જેવી કુદરતી આફતના સમયે, વરસતા વરસાદમાં છાતીસમાણાં પાણી ખૂંદતા મહારાજ લોકોને બચાવવા નીકળી પડતા.
  • કૉલેરા જેવા ચેપી રોગમાં માણસો ટપોટપ મરતાં હોય ત્યારે પણ મહારાજે રોગીઓની સેવા કરવામાં હિંમતનાં દર્શન કરાવ્યાં હતાં.
  • હુલ્લડ સમયે માણસો હેવાન બની અંદરોઅંદર લડે, કાપાકાપી કરે ત્યારે પણ જાનના જોખમે મહારાજ ત્યાં પહોંચી જતા અને શાંતિ રાખવા લોકોને સમજાવતા.

પ્રશ્ન 5.
રવિશંકર મહારાજનો જીવનમંત્ર શો હતો ?
ઉત્તર :
ચરખો ચલાવી ખાદીનાં સાદાં વસ્ત્રો પહેરવાં, સાદું ખાવું-પીવું અને સાદાઈથી રહેવું એ રવિશંકર મહારાજનો જીવનમંત્ર હતો.

પ્રશ્ન 6.
‘મહારાજ’ શબ્દના જુદા-જુદા અર્થ લખો.
ઉત્તર :
મહા એટલે ‘મહાન’ અને રાજ એટલે ‘રાજા’. આમ, મહારાજ’ એટલે મહાન રાજા. આ સિવાય મહારાજના મહાન સમ્રાટ; સાધુ મહારાજ; મંદિરના પૂજારી વગેરે અર્થો પણ થાય.

પ્રશ્ન 7.
દિવસરાત, અંધશ્રદ્ધા, ઝાડાઊલટી, જીવનધર્મ – આ શબ્દો સાથે સાથે કેમ લખાય છે ?
ઉત્તર :
દિવસરાત, અંધશ્રદ્ધા, ઝાડાઊલટી, જીવનધર્મ – આ શબ્દો બે શબ્દોના સંયોજનથી બનેલા છે, જે પોતાનો આગવો અર્થ દર્શાવે છે. જો તેમને અલગ પાડીને છૂટા-છૂટા લખવામાં આવે તો તેમનો મૂળ અર્થ બદલાઈ જાય છે. આથી આ શબ્દો સાથે સાથે લખાય છે.

2. સૂચના પ્રમાણે લખો :

પ્રશ્ન 1.
પાઠમાં વપરાયેલ શબ્દો ગામડેગામડે, કાચોપોચો જેવા બીજા શબ્દો શોધીને લખો. આ શબ્દોનો વાક્યમાં પ્રયોગ કરો.
ઉત્તર :
શબ્દોઃ ચાવી-ચાવીને, ખાવું-પીવું, ધીમે-ધીમે, ઘેરપૈર, ઠીક-ઠીક, ઠેર-ઠેર, ભમી-ભમી, જેમ-તેમ, ખૂંદતા-ખૂંદતા, પલળતા-પલળતા, પ્રૂજતા-પૂજતા, ફરી-ફરીને, મૂંગા-મુંગા.

શબ્દોનો વાક્યપ્રયોગ :

  1. ચાવી-ચાવીને – ખોરાક હંમેશાં ચાવી-ચાવીને ખાવો જોઈએ.
  2. ખાવું-પીવું – આપણે હંમેશાં સાદું ખાવું-પીવું જોઈએ.
  3. ધીમે-ધીમે – ધીમે-ધીમે વરસાદ શરૂ થઈ ગયો.
  4. ઘેર-ઘેર – ગામમાં ઘેર-ઘેર લોકોએ અમારું સ્વાગત કર્યું.
  5. ઠીક-ઠીક – આજે પણ એ પ્રવાસ મને ઠીક-ઠીક યાદ છે.
  6. ઠેર-ઠેર – એ વિસ્તારમાં ઠેર-ઠેર આવેલાં મંદિરો અમારે જોવાં હતાં.
  7. ભમી-ભમી – બધા ભમી ભમીને અમે તો થાકી ગયા હતા.
  8. જેમ-તેમ – જેમ-તેમ કરીને અમે એ રાત પસાર કરી.
  9. ખૂંદતા-ખૂંદતા – અમે ટેકરીઓ ખૂંદતા-ખૂંદતા આગળ વધ્યા,
  10. પલળતા-પલળતા – અમે વરસાદમાં પલળતા-પલળતા મંદિરે પહોંચ્યા.
  11. જતા-ધ્રૂજતા – રાત્રે ઠંડીમાં પૂજતા-પ્રૂજતા અમે પાસેના ગામમાં પહોંચ્યા.
  12. ફરી-ફરીને – અમે ફરી-ફરીને દરેક મંદિરે દર્શન કર્યા.
  13. મૂંગા-મૂંગા – પાછા ફરતી વખતે બસમાં બધા મૂંગા-મૂંગા બેસી રહ્યા હતા.

Class 6 Gujarati Textbook Solutions Chapter 4 રવિશંકર મહારાજ

પ્રશ્ન 2.
બે વાક્યો વચ્ચે ‘અને’, ‘પણ’, ‘પરંતુ’ જેવા શબ્દો મૂકી અર્થપૂર્ણ ફકરો બનાવો.
ઉત્તર :
આજે પણ એ પ્રવાસ મને ઠીક-ઠીક યાદ છે, ધીમે-ધીમે વરસાદ શરૂ થઈ ગયો હતો પણ એ વિસ્તારમાં ઠેર-ઠેર આવેલાં મંદિરો અમારે જોવાં હતાં. તેથી અમે ફરી-ફરીને દરેક મંદિરે દર્શન કર્યા. ત્યારબાદ અમે ટેકરીઓ ખૂંદતા-ખૂંદતા આગળ વધ્યા અને જેમ-તેમ કરીને અમે એ રાત પસાર કરી. રાત્રે ઠંડીમાં ધ્રૂજતા-મૂજતા અમે પાસેના ગામમાં પહોંચ્યા અને ગામમાં ધેર-ધેર લોકોએ અમારું સ્વાગત કર્યું. પછી બધાએ અમને જણાવ્યું કે આપણે હંમેશાં સાદું ખાવું-પીવું જોઈએ અને ખોરાક હંમેશાં ચાવી-ચાવીને ખાવો જોઈએ. બધું ભમીભમીને અમે તો થાકી ગયા હતા તેથી પાછા ફરતી વખતે બસમાં બધા મૂંગા-મૂંગા બેસી રહ્યા હતા.

પ્રશ્ન 3.
તમે લખેલ ફકરો વર્ગ સમક્ષ વાંચો.
ઉત્તર :
નોંધ: ઉપરોક્ત ફકરો અથવા વિદ્યાર્થીઓએ પોતે લખેલ ફકરાનું શિક્ષકની હાજરીમાં વર્ગ સમક્ષ વાચન કરવું.

3. નીચેના કોષ્ટકમાંથી અર્થપૂર્ણ શબ્દ બનાવી શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો :

પ્રશ્ન 1.
નીચેના કોષ્ટકમાંથી અર્થપૂર્ણ શબ્દ બનાવી શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો :
Class 6 Gujarati Textbook Solutions Chapter 4 રવિશંકર મહારાજ 1
ઉત્તર :

  • અર્થપૂર્ણ શબ્દો : જનક, મહારાજ, રાસ, જવ, કણી, રેજ, તક, હદ, પૂજય, ૨હું, નખ, દાદ, દાન, મૂકસેવક.
  • શબ્દકોશના ક્રમમાં શબ્દોઃ કણી, જનક, જવ, તક, દાદા, દાન, નખ, પૂજય, મહારાજ, મૂકસેવક, રજ, રહું, રાસ, હદ.

4. તમારા વિસ્તારની પરોપકારી વ્યક્તિ વિશે પાંચ-સાત વાક્યો લખો.

પ્રશ્ન 1.
તમારા વિસ્તારની પરોપકારી વ્યક્તિ વિશે પાંચ-સાત વાક્યો લખો.
ઉત્તર :
વસંતભાઈને સૌ ઓળખે. વ્યક્તિ જ એવી… ‘જનસેવાને જ પ્રભુ સેવા’ માને. એમનો એક પ્રસંગ યાદ આવે છે, જૂન મહિનામાં મોસમનો પહેલો વરસાદ જોરદારે પડ્યો, અમારો વિસ્તાર જળબંબાકાર થઈ ગયો. નદીમાં આવેલા ભયંકર પૂરને કારણે ગામ જાણે ટાપુ બની ગયું. લોકોનાં કાચો મકાન તૂટી પડ્યાં અને ઘરવખરી તણાઈ ગઈ. આ સમયે વસંતભાઈ કેડ સમાણાં પાણી દતા લોકોની સેવામાં લાગી ગયા. વસંતભાઈએ અનેક લોકોના જીવ બચાવ્યા. લોકો સુધી ફૂડપેકેટ પહોંચાડ્યા. પૂર ઓસર્યું ત્યારે ગામના લોકોએ વસંતભાઈનો આભાર માન્યો.

Class 6 Gujarati Textbook Solutions Chapter 4 રવિશંકર મહારાજ

5. તમે કોઈને મદદરૂપ થયાં હોવ તે પ્રસંગ વિશે લખો.

પ્રશ્ન 1.
તમે કોઈને મદદરૂપ થયાં હોવ તે પ્રસંગ વિશે લખો.
ઉત્તર :
ઉનાળું વેકેશનમાં હું જયારે મારા મામાને ઘેર ગોંડલ જઈ રહ્યો હતો ત્યારે રાજકોટ-લીંબડી હાઈવે પર એક ખાનગી બસ અને એક ટ્રકનો ભયંકર અકસ્માત મેં નજરે નિહાળ્યો. બસનો દસેક મુસાફરો ઘવાયા હતા. મેં પળનો પણ વિલંબ કર્યા સિવાય મારા પપ્પાના મોબાઇલ ફોન પરથી 108 નંબર ડાયલ કર્યો. થોડાક સમયમાં એક્યુલન્સ વાન આવી અને ઘાયલ દર્દીઓને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં લઈ ગઈ. કોઈને મદદરૂપ થવા બદલ મને આનંદ થયો.

6. નીચેની પરિસ્થિતિમાં તમે શું કરશો ? વિચારો અને લખો :

પ્રશ્ન 1.
તમે રસ્તા પર જતા હોવ અને અકસ્માત થયેલો જુઓ તો….
ઉત્તર :
રસ્તામાં અકસ્માત થયેલો જોતાં જ લોકોને મદદ માટે બોલાવીશ, પછી અકસ્માતનો ભોગ બનેલાં લોકોને રસ્તાની બાજુમાં સાચવીને લઈ જઈશું, જેથી એમને વધુ નુકસાન ન થાય, અમે તરત જ 108 એમ્બુલન્સ વાનને ફોન કરીશું. ભોગ બનનાર લોકોનો કીમતી સામાન રસ્તામાં વેરવિખેર પડવો હોય તો સાચવીને યોગ્ય જગ્યાએ મૂકીશું. ઘાયલ વ્યક્તિઓ પાસેથી તેમના સગા-સંબંધીઓનો ફોન નંબર મેળવી તેઓને અકસ્માત અંગેની જાણ કરીશું. આમ, અમે તેમને અમારાથી બનતી તમામ પ્રકારની મદદ કરીશું.

પ્રશ્ન 2.
રમતાં-રમતાં તમારા મિત્રને ઈજા થાય તો…
ઉત્તર :
રમતાં-રમતાં મારા મિત્રને ઈજા થાય તો હું તેને પ્રાથમિક સારવાર આપવાની તજવીજ કરીશ. લોહી નીકળતું હોય તો પાટાપિંડી કરીશ. એના સગા-સંબંધીઓને ઈજી વિશે જણ કરીશ. મિત્રને જરૂરી આશ્વાસન આપીશ. મિત્રને વધુ ઈજા થઈ હોય તો. તાત્કાલિક નજીકના દવાખાને લઈ જવાની વ્યવસ્થા કરીશ.

પ્રશ્ન 3.
પૂર આવે તો…
ઉત્તર :
પૂર આવે તો અમે સૌપ્રથમ ઊંચાણવાળા ભાગે જતાં રહીશું. પૂરમાં તણાઈ ન જવાય તે માટે મજબૂત રીતે ઝાડ અથવા થાંભલાને પકડી લઈશું. પડી ન જાય તેવી દીવાલ અથવા છતની નીચે ઊભા રહીશું. જાડું દોરડું, ટૉર્ચ (બી), લાકડી તેમજ પ્રાથમિક સારવાર માટેનાં સાધનો હાથવગાં રાખીશું. મને તરતાં આવડે છે.

તેથી કોઈ તણાતું હોય તો તરીને એને બચાવવાની કોશિશ કરીશ. પૂરમાં ફયાયેલા લોકોને ફૂડપેકેટ પહોંચાડવામાં અને તેઓને સલામત સ્થળે પહોંચાડવામાં મદદ કરીશ.

Class 6 Gujarati Textbook Solutions Chapter 4 રવિશંકર મહારાજ

પ્રશ્ન 4.
તમારી નજર સામે ક્યાંય અચાનક આગ લાગે તો…
ઉત્તર :
આગ લાગેલી જોતાં જ 101 નંબર ડાયલ કરી ફાયરે . બ્રિગેડને જાણ કરીશ. ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર પહોંચે ત્યાં સુધી આસપાસના લોકોને મદદ માટે બોલાવીશ અને આજુબાજુથી પાણી લાવી આગને બુઝાવવાનો પ્રયત્ન કરીશું. જો કોઈ માણસ આગમાં ફસાયું હશે તો તેને બચાવવાનો પ્રયાસ કરીશું.

7. નીચેના વિશે ચારપાંચ વાક્યો લખો :

પ્રશ્ન 1.
ફાયરબ્રિગેડ
ઉત્તર :
મોટાં શહેરોમાં ‘ફાયર બ્રિગેડની સુવિધા હોય છે. આગને કાબૂમાં લેનાર એક વિશેષ પ્રકારનું સાધન (ટ્રક) હોય છે. આ સાધનમાં પાણીની યંકી, સીડી, પાણીના વહન માટે લાંબી પાઇપ, સાયરન વગેરે સુવિધાઓ હોય છે, પીળી ટોપી અને વાદળી કપડાં (યુનિફૉર્મ પહેરેલો તાલીમી સ્ટાફ ‘ફાયર બ્રિગેડમાં કામ કરે છે, આપણે 101 નંબર ડાયલ કરી ફોન કરીએ કે આ બ્રિગેડ આગના સ્થળે પહોંચી જાય છે અને આગને બુઝાવવાના પ્રયત્નો શરૂ કરી દે છે.

પ્રશ્ન 2.
108 એમ્બુલન્સ સર્વિસ
ઉત્તર :
અકસ્માતનો ભોગ બનતાં લોકો માટે ગુજરાત સરકારની આ એક મહત્ત્વની સેવા છે. આ સુવિધા ખૂબ જ ઝડપી છે. આપણે 108 નંબર પર ફોન કરીએ એટલે સાયરન વગાડતી 108 એબ્યુલન્સ તરત જ આવી જાય છે અને બીમાર કે ઘાયલ લોકોને નજીકની હોસ્પિટલ સુધી પહોંચાડે છે. અકસ્માત, પ્રસૂતિ અને આકસ્મિક ઘટનાઓમાં આની સેવા લોકો માટે આશીર્વાદરૂપ છે. આ એબ્યુલન્સમાં આધુનિક ઉપચાર કેન્દ્ર જેટલી સગવડ હોય છે.

પ્રશ્ન 3.
આપત્તિ વ્યવસ્થાપન કચેરી (ડિઝાસ્ટર મેનેજમેન્ટ)
ઉત્તર :
પૂર, ભૂકંપ, જ્વાળામુખી જેવી કુદરતી આફતોના સમયે બચાવ કામગીરી જરૂરી હોય છે. “આપત્તિ વ્યવસ્થાપન ચેરી’ આ આફતો સામે બચવાના ઉપાયો કરે છે, લોકોને ઓછામાં ઓછું નુકસાન થાય તેવી ગણતરી સાથે કચેરીનો સ્ટાફ કામે લાગે છે. તે આધુનિક ટેકનોલૉજીનો ઉપયોગ કરે છે. લોકોને કુદરતના કોપ સામે રક્ષણ આપે છે. તે આપત્તિ સમયે શું કરવું અને શું ન કરવું તેની વિગતવાર માહિતી પૂરી પાડે છે.

પ્રશ્ન 4.
સ્વૈચ્છિક સંસ્થાઓ (NGO)
ઉત્તર :
સ્વૈચ્છિક સંસ્થાઓ મોટેભાગે દરેક શહેર અને ગામડામાં કામ કરતી જોવા મળે છે. સ્વાધ્ય અને શિક્ષણ જેવાં ક્ષેત્રોમાં સરકારના નિયમોનું પાલન કરી લોકોને મદદ કરે છે, તે પીડિત અને શોષિત લોકોને કાનૂની સેવા પણ પૂરી પાડે છે. મનુષ્ય, પ્રાણીઓ અને પર્યાવરણનો ઉત્કર્ષ અને જાળવણી કરતી આ સંસ્થાઓ સમાજનું અભિન્ન અંગ છે. કુરિવાજો, દૂષણો, અંધશ્રદ્ધાઓ તરફ પણ આવી સંસ્થાઓ અવાજ ઉઠાવે છે.

Class 6 Gujarati Textbook Solutions Chapter 4 રવિશંકર મહારાજ

પ્રશ્ન 5.
ડૉક્ટર
ઉત્તર :
તંદુરસ્ત સમાજ માટે સેવાભાવી ડૉક્ટરોનું ખૂબ મહત્ત્વ છે. સરકારી દવાખાનામાં તથા પ્રાઇવેટ (ખાનગી) રીતે ડૉક્ટરો સમાજની સેવા કરી રહ્યા છે, ડૉક્ટર દર્દીનું પ્રથમ નિદાન કરે છે. નિદાન કર્યા બાદ જરૂરી દવાઓ આપે છે. ડોક્ટર દર્દીને દર્દમુક્ત કરી રાહત પહોંચાડે છે. તેથી, સમાજમાં ડોક્ટરનો દરજે મહત્વનો – ગણાય છે. ભગવાનની દુઆ અને ડૉક્ટરની દવાના સહારે દર્દી ઝડપથી સાજો થઈ જાય છે.

8. નીચેના શબ્દસમૂહ માટે એક શબ્દ આપો :

પ્રશ્ન 1.
નદીકિનારા પાસેની બખોલો
ઉત્તર :
નદીકિનારા પાસેની બખોલો – કોતરો

પ્રશ્ન 2.
પાણી આવવા જવા માટે બાંધેલો સાંકડો માર્ગ
ઉત્તર :
પાણી આવવા-જવા માટે બાંધેલો સાંકડો માર્ગ – ગરનાળું

પ્રશ્ન 3.
ઘરની બાજુની દીવાલ
ઉત્તર :
ઘરની બાજુની દીવાલ – કરો

પ્રશ્ન 4.
કોઈ ખાસ પ્રસંગે પોતાની મેળે સેવા આપનાર
ઉત્તર :
કોઈ ખાસ પ્રસંગે પોતાની મેળે સેવા આપનાર – સ્વયંસેવક

Class 6 Gujarati Textbook Solutions Chapter 4 રવિશંકર મહારાજ

પ્રશ્ન 5.
જીવનનું મુખ્ય કર્તવ્ય
ઉત્તર :
જીવનનું મુખ્ય કર્તવ્ય – જીવનધર્મ ભાષાસજતા

Std 6 Gujarati Textbook Solutions Chapter 4 રવિશંકર મહારાજ Additional Important Questions and Answers

ભાષાસજજતા

સમાનાર્થી શબ્દો આપો :

  • સેવા – ચાકરી
  • દય – હૈયું, દિલ.
  • સત્તા – અધિકાર, ઈક
  • પ્રસિદ્ધ – વિખ્યાત, જાણીતું
  • ટેવ – લત, આદત
  • નીડર – નિર્ભય
  • દુઃખ – વ્યથા, પીડા
  • હોંશ – ઉત્સાહ, ઉમંગ
  • ઓઝાદી – સ્વતંત્રતા
  • ધંધો – વેપાર, રોજગાર
  • વિલાયતી – પરદેશી
  • મનસૂબો – ઇરાદો, વિચાર
  • સંદેશ – સમાચાર, ખબર
  • પ્રયત્ન – પ્રયાસ, કોશિશ
  • ઉપવાસ – અનશન
  • પ્રસંગ – અવસર, બનાવ, ઘટના
  • કુદરતી – નૈસર્ગિક, સ્વાભાવિક
  • આપત્તિ – આફત, સંકટ, મુશ્કેલી
  • છાપું – અખબાર, વર્તમાનપત્ર
  • દર્દી – માંદું, રોગી, બીમાર
  • વ્યવસ્થા – બંદોબસ્ત, ગોઠવણ
  • પરવા – દરકાર
  • પરિશ્રમ – મહેનત
  • કબૂલ – મંજૂર, માન્ય

વિરુદ્ધાર્થી શબ્દો આપો :

  • જાણીતું × અજાણ્યું
  • ટેવ × કુટેવ
  • ભય × નિર્ભય
  • આઝાદી × ગુલામી
  • નવું × જૂનું
  • મુખ્ય × ગૌણ
  • આરંભ × અંત
  • ત્યાગ × સ્વીકાર
  • કુદરતી × કૃત્રિમ
  • ડરપોક × નીડર
  • માન × અપમાન
  • ગરીબ × અમીર, તવંગર
  • ગંદકી × સ્વચ્છતા
  • જાહેર × ખાનગી
  • આદર × અનાદર
  • રોગી × નિરોગી

Class 6 Gujarati Textbook Solutions Chapter 4 રવિશંકર મહારાજ

નીચેના શબ્દસમૂહ માટે એક શબ્દ આપો :

  • જેની જોડ ન હોય એવું – અજોડ, અદ્વિતીય
  • નિષ્કામ કે નિઃસ્વાર્થ ભાવથી પારકાનું કામ કરવું તે – સેવા, ચાકરી
  • કામકાજમાં રચ્યા-પચ્યા રહેવું તે – પ્રવૃત્તિ
  • અગાઉ જોયું કે જાણ્યું ન હોય એવું – નવું, અપરિચિત
  • વગર સમજની આંધળી શ્રદ્ધા – અંધશ્રદ્ધા
  • વિલાયતી પદ્ધતિથી વૈદું કરનાર – ડૉક્ટર
  • ગામનું પાદર – ભાગોળ
  • વાસ મારતો કચરોપુંજ – ગંદકી
  • ઓચિતું કૂદી પડવું તે – ઝંપલાવવું
  • વ્રત કે નિયમ તરીકે ન ખાવું તે – ઉપવાસ, અનશન
  • અનાજ, ઘાસ, પાણી વગેરેની તંગીનો સમય – દુષ્કાળ
  • જાહેર કરવાની ક્રિયા – જાહેરાત
  • સ્વદેશનું નહીં એવું – પરદેશી, વિલાયતી
  • મૂંગા મોઢે કે ચૂપચાપ સેવા કરનાર – મૂકસેવક
  • મુડદાને બાળવાની ક્રિયા – અગ્નિસંસ્કાર
  • અનાથોને પાળી-પોષી કેળવનાર સંસ્થા – અનાથાશ્રમ

નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવીને લખો:

પ્રશ્ન 1.
બિરુદ, હૃય, દૂષણ, ગરનાળું, પ્રતિજ્ઞા, જીવનમંત્ર
ઉત્તર :
ગરનાળું, જીવનમંત્ર, દૂષણ, પ્રતિજ્ઞા, બિરુદ, ર્દય

પ્રશ્ન 2.
દર્દી, નીડર, વ્યવસ્થા, હુલ્લડ, નિર્ભય, હેવાન
ઉત્તર :
ઇદ, નિર્ભય, નીડર, વ્યવસ્થા, હુલ્લડ, હેવાન

Class 6 Gujarati Textbook Solutions Chapter 4 રવિશંકર મહારાજ

પ્રશ્ન 3.
આઝાદી, એકરૂપ, અગ્નિસંસ્કાર, આપત્તિ, અંધશ્રદ્ધા, અનાથાશ્રમ
ઉત્તર :
અગ્નિસંસ્કાર, અનાથાશ્રમ, અંધશ્રદ્ધા, આઝાદી, આપત્તિ, એકરૂપ

નીચેના શબ્દોની જોડણી સુધારોઃ

  • બી – બિરુદ
  • રદય – સ્ક્રય
  • દિનદુખિ – દીનદુ:ખી
  • દુશણ – દૂષણ
  • મનસુબો – મનસૂબો
  • નીરભય – નિર્ભય
  • પરચાતાપ – પશ્ચાત્તાપ
  • પરતીજ્ઞા – પ્રતિજ્ઞા
  • અંધશ્રુધ્ધા – અંધશ્રદ્ધા
  • મૃત્યુ – મૃત્યુ
  • દૂસકાળ – દુકાળ
  • અગનીસંસ્કાર – અગ્નિસંસ્કાર

પરીક્ષાલક્ષી વિશેષ પ્રસ્નોત્તર

નીચેના પ્રશ્નોના ઉત્તર આપો :

પ્રશ્ન 1.
પાત્ર-પરિચય આપો: રવિશંકર મહારાજ
ઉત્તર :
રવિશંકર મહારાજ લોકસેવાને વરેલા ગુજરાતના મહાન નેતા હતા. મૂંગા મોઢે સેવા કરવી એ તેમનો જીવનધર્મ હતો. સાચા અર્થમાં તે લોકસેવક હતા. રવિશંકર મહારાજે પોતાનું જીવન દેશસેવા અને લોકસેવાનાં કાર્યોમાં અર્પણ કરી દીધું હતું. તેમણે અભણ લોકોને અક્ષરજ્ઞાન આપવાનું કાર્ય તેમજ ચોરો અને બહારવટિયાઓને સુધારવાનું કાર્ય કર્યું. કોઈ ભાગમાં દુષ્કાળ હોય, નદીમાં પૂર આવ્યું હોય, રોગચાળો ફાટી નીકળ્યો હોય કે કોમીરમખાણો થયાં હોય ત્યારે રવિશંકર મહારાજ લોકોની મદદે અવશ્ય પહોંચી જતા.

રવિશંકર મહારાજ સાદું જીવન જીવતા. તેઓ ઓછામાં ઓછી વસ્તુઓથી ચલાવતા. ટૂંકું ધોતિયું, કેડિયું અને ટોપી એ એમનો પહેરવેશ. ખભે લટકતી થેલીમાં તેઓ બે જોડ કપડાં રાખતા. મોટેભાગે પગે ચાલીને તેઓ ગામેગામ ફરતા અને લોકસેવાનાં કામ કરતાં, રવિશંકર મહારાજ પોતાનાં કાર્યોની કદી જાહેરાત કરતા નહિ. આથી તેઓ ‘મૂકસેવક’ કહેવાયા. તેમણે સો વર્ષનું લાંબું આયુષ્ય ભોગવ્યું હતું.

Class 6 Gujarati Textbook Solutions Chapter 4 રવિશંકર મહારાજ

પ્રશ્ન 2.
રવિશંકર મહારાજના બાળપણનો એક પ્રસંગ લખો.
ઉત્તર :
નાનપણમાં રવિશંકર મહારાજને વૃક્ષો પર કૂદાકૂદ કરવી, નદીએ જઈને ભૂસકા મારવા અને તર્યા કરવું એમાં બહુ મજ આવતી. તે કુશળ તરવૈયા હતા.
એક વાર મહારાજ ઊંટડિયા મહાદેવના મેળામાં ગયા હતા. નદીના પટમાં તેઓ ખીચડી રાંધતા હતા.

એવામાં જાત્રાળુઓનો એક સંઘ આવ્યો. એમાંના પંદર-સત્તર જણા નદીમાં સ્નાન કરવા પડ્યા. નાહી રહ્યા પછી તેમાંના ત્રણ જણા નદીના વેગીલા પ્રવાહમાં કિનારા સુધી પહોંચી શકતા ન હતા ! હવે શું થાય ? બધા લોકો ગભરાઈ ગયા !

ખીચડી રાંધતા દાદાને આ વાતની ખબર પડી. જરાયે વિલંબ કર્યા વિના દાદા પાણીમાં કૂદી પડ્યા. બે માણસોને પકડીને બહાર કાઢ્યા. દાદા થાકી ગયા હતા. છતાં ત્રીજા માણસને બચાવવા તે ફરીથી નદીમાં પડ્યા અને ત્રીજા માણસને પણ બચાવ્યો !

પ્રશ્ન 3.
આ પાઠમાં આવતી કેટલીક આપત્તિજનક ઘટનાઓમાં રવિશંકર મહારાજે જે સેવાકાર્યો કર્યા છે તેને ધ્યાનમાં રાખી આજના સમયે તેવી કઈ કઈ ઘટનાઓ બને છે તેની યાદી કરો અને તેવા સમયે તમે શું કરી શકો તે જણાવો.
ઉત્તર :
આજના સમયે બનતી ઘટનાઓ (આપત્તિઓ) :
કુદરતી આપત્તિઓ (1) પૂર (2) દુષ્કાળ (3) ભૂકંપ (4) સુનામી (5) વાવાઝોડું (6) જ્વાળામુખી (7) દાવાનળ (જંગલમાં લાગતી આગ (8) હિમવર્ષા (બરફવર્ષા) (9) વીજળી પડવી (ત્રાટેકવી) (10) ભૂઅલન

માનવસર્જિત આપત્તિઓઃ (1) ચોરી (2) લૂંટફાટ (3) હત્યા (4) અકસ્માત (5) હુલ્લડ (6) યુદ્ધ (7) બોમ્બ વિસ્ફોટ

આ પ્રકારની કુદરતી કે માનવસર્જિત આપત્તિઓનો આપણે સૌએ મળીને સામનો કરવો જોઈએ. આપત્તિમાં ફસાયેલા કે તેનો ભોગ બનેલા પીડિત લોકોની આપણાથી શક્ય એટલી મદદ અને સેવા કરવી જોઈએ. માનવસર્જિત આપત્તિઓ પેદા કરનાર લોકોને યોગ્ય શિક્ષણ અને માર્ગદર્શન આપી તેઓને સુધારવાનો પ્રયાસ કરવો જોઈએ.

નીચેના પ્રશ્નોના ઉત્તર બે-ત્રણ વાક્યોમાં આપો :

પ્રશ્ન 1.
ગાંધીજીએ રવિશંકર મહારાજની કઈ ખૂબીની વાત કરી હતી ?
ઉત્તર :
રવિશંકર મહારાજની ખૂબી વિશે ગાંધીજીએ કહેલું કે… રવિશંકર મહારાજને જે કામ સોંપવામાં આવે તેમાં એ પોતાનો આત્મા રેડી દેતા. તેથી જ એમનું કામ ઝળકી ઊઠતું અને તેની અસર પણ સારી પડતી.

Class 6 Gujarati Textbook Solutions Chapter 4 રવિશંકર મહારાજ

પ્રશ્ન 2.
રાષ્ટ્રના કામમાં જોડાવા માટે રવિશંકર મહારાજે શું શું છોડ્યું?
ઉત્તર :
રાષ્ટ્રના કામમાં જોડાવા માટે રવિશંકર મહારાજે પોતાનો યજમાનવૃત્તિનો ધંધો, વિલાયતી કપડાં, પોતાનું ગામ, ઘર – બધું જ છોડી દીધું.

પ્રશ્ન 3.
કઈ બાબતો રવિશંકર મહારાજનો જીવનમંત્ર બની ગઈ ?
ઉત્તર :
ચરખો ચલાવી ખાદીનાં વસ્ત્રો પહેરવાં, સાદું ખાવું-પીવું અને સફાઈથી રહેવું – એ રવિશંકર મહારાજનો જીવનમંત્ર બની ગર્યો હતો.

પ્રશ્ન 4.
ચોર પાસેથી ચોરીની કબૂલાત કરાવવા મહારાજે શું કર્યું?
ઉત્તર :
ચોર પાસેથી ચોરીની કબૂલાત કરાવવા મહારાજે ઉપવાસ શરૂ કર્યા અને પાણીનો પણ ત્યાગ ર્યો. જ્યારે ચોરીના બીજા એક પ્રસંગમાં તો મહારાજે આઠ દિવસ સુધી ખોરાક-પાણીનો ત્યાગ કરેલો.

પ્રશ્ન 5.
રવિશંકર મહારાજે બહારવટિયાઓને સુધારવા શું કર્યું?
ઉત્તર :
બહારવટિયાઓને સુધારવા માટે રવિશંકર મહારાજે બહારવટિયાઓને મહાત્મા ગાંધીની અને તેમની આઝાદીની લડતની વાત કરી. મહારાજે બહારવટિયાઓને ગાંધીજીનું આ કામ ઉપાડી લઈ તેઓને “સાચું બહારવટું ખેડવાનું પણ સમજાવ્યું.

Class 6 Gujarati Textbook Solutions Chapter 4 રવિશંકર મહારાજ

પ્રશ્ન 6.
વટાદરા ગામમાં ધોધમાર વરસાદની આફતમાંથી લોકોને બચાવવા મહારાજે શું કર્યું?
ઉત્તર :
મહારાજે વટાદરા ગામમાં ભારે વરસાદમાં ફસાયેલા લોકોને દોરડાની મદદથી નજીકના ઊંચાણવાળા ભાગ પર પહોંચાડ્યા. વરસાદમાં પલળતા-પલળતા અને ટાઢથી ધ્રુજતાજતા. મહારાજે કોઈના પડતા ઘરને ટેકા ગોઠવ્યા તો કોઈને સલામત સ્થળે ખસેડવાનું કામ ક્યું.

પ્રશ્ન 7.
કૉલેરાના રોગમાં સપડાયેલા લોકોને બચાવવા મહારાજે શું કર્યું?
ઉત્તર :
કૉલેરાના રોગમાં સપડાયેલા લોકોને બચાવવા મહારાજે કૉલેરાના વિસ્તારમાં ફરી-ફરીને લોકોને સમજાવી દર્દીઓને દવાખાને પહોંચાડ્યા. એમનાં ઝાડાઊલટી સાફ કર્યા, એમને દવાઓ આપી, એમને માટે સ્વયંસેવકો અને ડોક્ટરોની વ્યવસ્થા કરી.

નીચેના પ્રશ્નોના ઉત્તર એક-એક વાક્યમાં આપો :

પ્રશ્ન 1.
રવિશંકર મહારાજનો જન્મ કઈ સાલમાં અને કયા દિવસે થયો હતો?
ઉત્તર :
રવિશંકર મહારાજનો જન્મ ઈ. સ. 1884માં મહાશિવરાત્રિના દિવસે થયો હતો.

પ્રશ્ન 2.
રવિશંકર મહારાજનો જન્મ કયા ગામે થયો હતો?
ઉત્તર :
રવિશંકર મહારાજનો જન્મ ખેડા જિલ્લાના ૨વું ગામ થયો હતો.

પ્રશ્ન 3.
રવિશંકર મહારાજના પિતાશ્રીનું નામ શું હતું?
ઉત્તર :
રવિશંકર મહારાજના પિતાશ્રીનું નામ શિવરામભાઈ હતું.

Class 6 Gujarati Textbook Solutions Chapter 4 રવિશંકર મહારાજ

પ્રશ્ન 4.
રવિશંકર મહારાજનાં માતાશ્રીનું નામ શું હતું?
ઉત્તર :
રવિશંકર મહારાજનાં માતાશ્રીનું નામ નાથીબા હતું.

પ્રશ્ન 5.
રવિશંકર મહારાજ પોતાના પિતા પાસેથી કઈ બાબત શીખ્યા હતા ?
ઉત્તરઃ
રવિશંકર મહારાજ પોતાના પિતા પાસેથી જીવનમાં સારી ટેવો કેળવવાનું શીખ્યા હતા.

પ્રશ્ન 6.
રવિશંકર મહારાજે બાળપણમાં માતા પાસેથી કયું શિક્ષણ મેળવ્યું હતું ?
ઉત્તર :
રવિશંકર મહારાજે બાળપણમાં માતા પાસેથી ખોરાકને ખૂબ ચાવી-ચાવીને ખાવાની આરોગ્યની ચાવીનું શિક્ષણ મેળવ્યું હતું.

પ્રશ્ન 7.
રવિશંકર મહારાજ કોઈ પણ કામમાં શું અનુભવતા નહોતા?
ઉત્તર :
રવિશંકર મહારાજ કોઈ પણ કામમાં શરમ, સંકોચ અને નાનપ અનુભવતા નહોતા.

પ્રશ્ન 8.
કૌના પરિચયમાં આવ્યા પછી રવિશંકર મહારાજે અનેક કામો ઉપાડી લીધાં?
ઉત્તર :
મહાત્મા ગાંધીના પરિચયમાં આવ્યા પછી રવિશંકર મહારાજે અનેક કામો ઉપાડી લીધાં.

પ્રશ્ન 9.
ગાંધીજી સાથેના પરિચય પછી રવિશંકર મહારાજે કઈ siડતમાં ઝંપલાવ્યું?
ઉત્તર :
ગાંધીજી સાથેના પરિચય પછી રવિશંકર મહારાજે ભારતની આઝાદીની લડતમાં ઝંપલાવ્યું.

પ્રશ્ન 10.
રવિશંકર મહારાજ વડોદરાના કયા આશ્રમમાં છોકરાઓને દાખલ કરાવવા ગયા હતા ?
ઉત્તર :
રવિશંકર મહારાજ વડોદરાના શ્રી ફતેસિંહરાવ અનાથાશ્રમમાં બે-ત્રણ છોકરાઓને દાખલ કરાવવા ગયા હતા.

પ્રશ્ન 11.
કયા ગામમાં રવિશંકર મહારાજને નરી ગંદકી અને ગરીબાઈ જેવા મળી?
ઉત્તર :
જોગણ નામના ગામમાં રવિશંકર મહારાજને નરી ગંદકી અને ગરીબાઈ જેવા મળી.

Class 6 Gujarati Textbook Solutions Chapter 4 રવિશંકર મહારાજ

પ્રશ્ન 12.
ગંદકી અને ગરીબાઈ જોઈ દુઃખી થયેલા રવિશંકર મહારાજે ક્યો મનસૂબો કર્યો ?
ઉત્તર
ગંદકી અને ગરીબાઈ જોઈ દુ:ખી થયેલા રવિશંકર મહારાજે ગામમાં રહી ગંદકી અને ગરીબાઈ જેવાં દૂષણો દૂર કરવાનો મનસૂબો કર્યો.

પ્રશ્ન 13.
કયા ગામમાં કોઈ વેપારીના ઘીના ડબા ચોરાયા હતા ?
ઉત્તર :
કણભા નામના ગામમાં કોઈ વેપારીના ઘીના ડબા ચોરાયા હતા.

પ્રશ્ન 14.
ચોરીનો બીજો પ્રસંગ કયા ગામમાં બન્યો હતો ?
ઉત્તર :
ચોરીનો બીજો પ્રસંગ બનેજા ગામમાં બન્યો હતો.

પ્રશ્ન 15.
ઈ. સ. 1922માં રવિશંકર મહારાજને પ્રથમવાર કોનો ભેટો થયો હતો?
ઉત્તર :
ઈ. સ. 1922માં રવિશંકર મહારાજને પ્રથમવાર બહારવટિયાઓનો ભેટો થયો હતો.

પ્રશ્ન 16.
રવિશંકર મહારાજને બહારવટિયાઓનો ભેટો કઈ જગ્યાએ થયો હતો ?
ઉત્તર :
રવિશંકર મહારાજ એક રાત્રે છિપિયાલ ગામથી સરસવણી ગામે પાછા ફરતા હતા ત્યારે રસ્તામાં તેઓને બહારવટિયાઓનો ભેટો થયો હતો.

Class 6 Gujarati Textbook Solutions Chapter 4 રવિશંકર મહારાજ

પ્રશ્ન 17.
ધોધમાર વરસાદથી અતિવૃષ્ટિ જેવી પરિસ્થિતિ કયા ગામમાં સર્જાઈ હતી?
ઉત્તર :
ધોધમાર વરસાદથી અતિવૃષ્ટિ જેવી પરિસ્થિતિ સુંદરણા નામના ગામમાં સર્જાઈ હતી.

પ્રશ્ન 18.
ઈ. સ. 1941માં કલોલ ગામમાં કયો ચેપી રોગ ફાટી નીકળ્યો હતો ?
ઉત્તર :
ઈ. સ. 1941માં કલોલ ગામમાં કોલેરાનો ચેપી રોગ ફાટી નીકળ્યો હતો.

પ્રશ્ન 19.
કયા જિલ્લામાં દુષ્કાળ પડ્યો હતો ?
ઉત્તર :
બનાસકાંઠા જિલ્લામાં દુષ્કાળ પડ્યો હતો.

પ્રશ્ન 20.
બનાસકાંઠા જિલ્લાના લોકો રવિશંકર મહારાજને કયા નામથી ઓળખવા લાગ્યા હતા ?
ઉત્તર :
બનાસકાંઠા જિલ્લાના લોકો. રવિશંકર મહારાજને ‘બોરિંગવાળા મહારાજ’ના નામે ઓળખવા લાગ્યા હતા.

પ્રશ્ન 21.
ઈ. સ. 1941 અને 1946માં કયા શહેરમાં મોટાં કોમી હુલ્લડો ફાટી નીકળ્યાં હતાં ?
ઉત્તર :
ઈ. સ. 1941 અને 1946માં અમદાવાદમાં મોટાં કોમી હુલ્લડો ફાટી નીકળ્યાં હતાં.

Class 6 Gujarati Textbook Solutions Chapter 4 રવિશંકર મહારાજ

પ્રશ્ન 22.
રવિશંકર મહારાજનો જીવનધર્મ શો હતો ?
ઉત્તર :
લોકોની મૂંગા-મૂંગા સેવા કરવી એ રવિશંકર મહારાજનો જીવનધર્મ હતો.

પ્રશ્ન 23.
રવિશંકર મહારાજને સૌ કઈ રીતે ઓળખે છે?
ઉત્તર :
રવિશંકર મહારાજને સૌ ‘મૂકસેવકતરીકે’ ઓળખે છે.

પ્રશ્ન 24.
રવિશંકર મહારાજે કેટલા વર્ષનું આયુષ્ય ભોગવ્યું હતું?
ઉત્તર :
રવિશંકર મહારાજે સો વર્ષનું આયુષ્ય ભોગવ્યું હતું.

પ્રશ્ન 25.
મહારાજના જીવનપ્રસંગોમાંથી તેમના કયા ગુણોનાં દર્શન થાય છે?
ઉત્તર :
મહારાજના જીવનપ્રસંગોમાંથી એમની માનવતા, અપાર હિંમત અને અજોડ સેવાવૃત્તિનાં દર્શન થાય છે.

નીચે ‘અ’ વિભાગમાં સાલ અને ‘બ’ વિભાગમાં પ્રસંગ આપ્યા છે. પાઠના આધારે જોડકાં યોગ્ય રીતે જોડો :

પ્રશ્ન 1.

‘અ’ ‘બ’
1. ઈ. સ. 1884 1. પ્રથમવાર બહારવટિયાઓનો ભેટો થયો.
2. ઈ. સ. 1911 2. રવિશંકર મહારાજનો જન્મ
3. ઈ. સ. 1922 3. કલોલમાં કોલેરા ફાટી નીકળ્યો.
4. ઈ. સ. 1941 4. વડોદરાના અનાથાશ્રમમાં બાળકોને દાખલ કરાવ્યાં.

ઉત્તર :

‘અ’ ‘બ’
1. ઈ. સ. 1884 2. રવિશંકર મહારાજનો જન્મ
2. ઈ. સ. 1911 4. વડોદરાના અનાથાશ્રમમાં બાળકોને દાખલ કરાવ્યાં.
3. ઈ. સ. 1922 1. પ્રથમવાર બહારવટિયાઓનો ભેટો થયો.
4. ઈ. સ. 1941 3. કલોલમાં કોલેરા ફાટી નીકળ્યો.

Class 6 Gujarati Textbook Solutions Chapter 4 રવિશંકર મહારાજ

નીચે ‘અ’ વિભાગમાં સ્થળનાં નામ અને ‘બ’ વિભાગમાં ઘટનાઓ આપી છે. પાઠના આધારે જોડકાં યોગ્ય રીતે જોડો :

પ્રશ્ન 1.

‘અ’ ‘બ’
1. જોગણ 1. ધોધમાર વરસાદ
2. કણભા 2. દુષ્કાળ
3. કલોલ 3. ચોરી
4. સુંદરણા 4. હુલ્લડ
5. અમદાવાદ 5. કૉલેરા
6. બનાસકાંઠા 6. ગંદકી

ઉત્તર :

‘અ’ ‘બ’
1. જોગણ 6. ગંદકી
2. કણભા 3. ચોરી
3. કલોલ 5. કૉલેરા
4. સુંદરણા 1. ધોધમાર વરસાદ
5. અમદાવાદ 4. હુલ્લડ
6. બનાસકાંઠા 2. દુષ્કાળ

Class 6 Gujarati Textbook Solutions Chapter 4 રવિશંકર મહારાજ

કૌસમાં આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી નીચેની ખાલી જગ્યાઓ પૂરો :

પ્રશ્ન 1.

  1. રવિશંકર મહારાજ ……….. પાસેથી જીવનમાં સારી ટેવો કેળવવાનું શીખ્યા હતા. (માતા, પિતા, શિક્ષક)
  2. આરોગ્યની ચાવીનું શિક્ષણ રવિશંકર મહારાજે ………… પાસેથી મેળવ્યું હતું. (માતા, પિતા, ડૉક્ટર)
  3. રવિશંકર મહારાજને મન દરેક કામ ……………. હતું. (મોટું, તુચ્છ, મહિમાવંતુ)
  4. મોટા થયા પછી પણ મહારાજે …………… વૃત્તિ છોડી નહિ. (આરામ કરવાની, કામ કરવાની, ફરવાની)
  5. …………… ના પરિચયમાં આવ્યા પછી રવિશંકર મહારાજે આઝાદીની લડતમાં ઝંપલાવ્યું. (ઝવેરચંદ મેઘાક્ષી, વિવેકાનંદ, ગાંધીજી)
  6. અનાથાશ્રમના વડાએ રવિશંકર મહારાજને …………… ઉઘરાવવાનું કામ સોંપ્યું. (ફાળો, પરી, ઘી)
  7. જોગણ ગામમાં રવિશંકર મહારાજને …………… નાં દર્શન થયાં. (દુકાળ, સ્વચ્છતા, ગંદકી)
  8. કણભા ગામમાં ……………… ની ચોરી થઈ હતી. (પૈસા, ઘીના ડબા, ઘરેણાં)
  9. ઈ. સ. ……….. માં રવિશંકર મહારાજને પ્રથમવાર બહારવટિયાઓનો ભેટો થયો. (1911, 1912, 1922)
  10. સુંદરણા ગામે અતિવૃષ્ટિની આફતથી લોકોને બચાવવા મહારાજે …………….. તોડી પડાવ્યું. (ગરનાળું, મકાન, દુકાન)
  11. ઈ. સ. 1941માં કલોલ ગામમાં …………….. ફાટી નીકળ્યો હતો. (શત બા, કૉલેરા, લૅગ)
  12. કોલેરાના દર્દીઓ અંધશ્રદ્ધાને લીધે …………… જતા નહોતા. (મંદિરમાં, મસ્જિદમાં, દવાખાનામાં)
  13. ………… જિલ્લાના લોકો રવિશંકર મહારાજને ‘બોરિંગવાળા મહારાજ”ના નામે ઓળખવા લાગ્યા હતા. (અમદાવાદ, બનાસકાંઠા, પાટણ)

ઉત્તરઃ

  1. પિતા
  2. માતા
  3. મહિમાવંતુ
  4. કામ કરવાની
  5. ગાંધીજી
  6. ફાળો
  7. ગંદકી
  8. ઘીના ડબા
  9. 1922
  10. ગરનાળું
  11. કૉલેરા
  12. દવાખાનામાં
  13. બનાસકાંઠા

Class 6 Gujarati Textbook Solutions Chapter 4 રવિશંકર મહારાજ

નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખો :

પ્રશ્ન 1.
રવિશંકર મહારાજનો જન્મ કયા દિવસે થયો હતો?
A. દિવાળીએ
B. મહાશિવરાત્રિએ
C. હોળીએ
D. નવરાત્રિએ
ઉત્તર :
B. મહાશિવરાત્રિએ

પ્રશ્ન 2.
રવિશંકર મહારાજનો જન્મ કયા ગામે થયો હતો?
A. ૨ઢુ
B. માતર
C. ખેડા
D. ખંભાત
ઉત્તર :
A. ૨ઢુ

Class 6 Gujarati Textbook Solutions Chapter 4 રવિશંકર મહારાજ

પ્રશ્ન 3.
રવિશંકર મહારાજ પિતાજી પાસેથી શું શીખ્યા હતા કે
A. સાદું ખાવું-પીવું
B. સાદાઈથી રહેવું
C. આરોગ્યવિષયક ચાવી
D. સારી ટેવો કેળવવાનું
ઉત્તર :
D. સારી ટેવો કેળવવાનું

પ્રશ્ન 4.
રવિશંકર મહારાજ માતાજી પાસેથી શું શીખ્યા હતા?
A. આરોગ્યની ચાવીનું શિક્ષણ.
B. સાદાઈથી રહેવું
C. સારી ટેવો કેળવવી
D. ખાદીનાં સાદાં વસ્ત્રો પહેરવાનું
ઉત્તર :
A. આરોગ્યની ચાવીનું શિક્ષણ.

પ્રશ્ન 5.
રવિશંકર મહારાજનો બાળપણનો સ્વભાવ કેવો હતો?
A. તોફાની અને ચંચળ
B. સાહસિક અને નીડર
C. ડરપોક અને ગભરું
D. શાંત અને પ્રેમાળ
ઉત્તર :
B. સાહસિક અને નીડર

પ્રશ્ન 6.
રવિશંકર મહારાજ નાનપણમાં કયું કામ શીખી ગયા હતા ?
A. ઘરકામ
B. ખેતીકામ
C. બાગકામ
D. સફાઈકામ
ઉત્તર :
B. ખેતીકામ

પ્રશ્ન 7.
ગાંધીજીના પરિચય પછી રવિશંકર મહારાજે કઈ લડતમાં ઝંપલાવ્યું ?
A. અહિંસાની
B. સત્યની
C. આઝાદીની
D. અસહકારની
ઉત્તર :
C. આઝાદીની

Class 6 Gujarati Textbook Solutions Chapter 4 રવિશંકર મહારાજ

પ્રશ્ન 8.
ઈ. સ. 1911માં વડોદરાના કયા અનાથાશ્રમમાં રવિશંકર મહારાજ બે-ત્રણ છોકરાઓને દાખલ કરાવવા ગયા હતા ?
A. શ્રી ફતેહસિંહ રાવ
B. શ્રી વિજયસિંહ રાવ
C. શ્રી પ્રદીપસિંહ રાવ
D. શ્રી સુરસિહ રાવ
ઉત્તર :
A. શ્રી ફતેહસિંહ રાવ

પ્રશ્ન 9.
રવિશંકર મહારાજને પેટલાદ પાસેના કયા ગામમાં ગંદકી
અને ગરીબાઈ જોવા મળી ?
A. ૨ટું ગામમાં
B. કણભા ગામમાં
C. બનેજડા ગામમાં
D. જોગણ ગામમાં
ઉત્તર :
D. જોગણ ગામમાં

પ્રશ્ન 10.
કયા ગામમાં ઘીના ડબા ચોરાયા હતા ?
A. જોગણા ગામમાં
B. ૨ ગામમાં
C. કણભા ગામમાં
D. બનેજડા ગામમાં
ઉત્તર :
C. કણભા ગામમાં

Class 6 Gujarati Textbook Solutions Chapter 4 રવિશંકર મહારાજ

પ્રશ્ન 11.
છિપિયાલ ગામથી સરસવણી ગામે પાછા ફરતાં રવિશંકર મહારાજને કોણ મળ્યું?
A. ચોર
B. બહારવટિયા
C. પોલીસ
D. ડાકુ
ઉત્તર :
B. બહારવટિયા

પ્રશ્ન 12.
ઈ. સ. 1941માં કલોલ ગામમાં કયો રોગ ફાટી નીકળ્યો હતો ?
A. શીતળા
B. પ્લેગ
C. કૉલેરા
D. ટી.બી.
ઉત્તર :
C. કૉલેરા

પ્રશ્ન 13.
રવિશંકર મહારાજે કયા જિલ્લામાં કૂવાઓ અને બોરિંગ કરાવ્યા ?
A. બનાસકાંઠા જિલ્લામાં
B. ખેડા જિલ્લામાં
C. કચ્છ જિલ્લામાં
D. અમદાવાદ જિલ્લામાં
ઉત્તર :
A. બનાસકાંઠા જિલ્લામાં

પ્રશ્ન 14.
‘બિરુદ’ શબ્દનો અર્થ શો થાય ?
A. ઇનામ
B. વસ્તુ
C. નામ
D. ખિતાબ
ઉત્તર :
D. ખિતાબ

Class 6 Gujarati Textbook Solutions Chapter 4 રવિશંકર મહારાજ

પ્રશ્ન 15.
‘પગરણ માંડવા’ રૂઢિપ્રયોગનો અર્થ શો થાય ?
A. પગલાં પાડવાં
B. શરૂઆત કરવી
C. આવીને ઊભા રહેવું
D. પગ ઉપાડવો
ઉત્તર :
B. શરૂઆત કરવી

રવિશંકર મહારાજ Summary in Gujarati

રવિશંકર મહારાજ પાઠ-પરિચય :

પ્રસ્તુત પાઠમાં લેખકે રવિશંકર મહારાજનાં જીવન અને કાર્યોનો ટૂંકમાં પરિચય આપ્યો છે. પૂર હોય કે દુષ્કાળ, રોગ હોય કે હુલ્લડ, ચોર હોય કે બહારવટિયા, દરેક પ્રસંગોએ મહારાજની માનવતા, એમની અજોડ સેવાવૃત્તિ અને એમની અપાર હિંમતનાં દર્શન થાય છે. આસમાની કે સુલતાની આફતોમાં પણ આ કરુણામૂર્તિ મહારાજે માણસ માત્રમાં શ્રદ્ધા. મૂકી પ્રેરણા પૂરી પાડી છે, એમનાં આવાં લોકહિતનાં કાર્યો અને નિઃસ્વાર્થ પ્રવૃત્તિઓથી લોકોએ એમને ‘મહારાજ’નું બિરુદ આપ્યું હતું.

રૂઢિપ્રયોગો – અર્થ અને વાક્યપ્રયોગ

જોતરાઈ જવું – કામચોરી વિના કામે લાગવું
વાક્ય : અમદાવાદથી વતન આવેલો સુરેશ ખેતીના કામમાં જોતરાઈ ગયો.

દિલ દઈને – ખૂબ ઉત્સાહ અને ધગશથી
વાક્ય : મારાજે દિલ દઈને લોકોની સેવા કરી.

કામમાં આત્મા રેડી દેવો – પૂરેપૂરી લગનથી કામ કરવું
વાક્ય : કામમાં આત્મા રેડી દેવાથી કામ ઝળકી ઊઠે છે.

પગરણ માંડવા – શરૂઆત કરવી
વાક્ય : ભારતે વિકાસની દિશામાં પગરણ માંડી દીધા છે.

દિલ દ્રવી ઊઠવું – ખૂબ દુઃખ થવું
વાક્ય : લોકોને ટપોટપ મરતાં જોઈ મહારાજનું દિલ દ્રવી ઊંડ્યું.

કામમાં એકરૂપ થવું – કામમાં તલ્લીન થવું
વાક્ય : કામમાં એકરૂપ થવાથી સફળતા ચોક્કસ મળે છે.

ડોકિયાં કરવાં – છૂપી રીતે જોઈ લેવું
વાક્ય : પરીક્ષામાં રમેશ વારંવાર આમતેમ ડોકિયાં કરતો હતો.

મન પીગળવું – દયા આવવી
વાક્ય : દીકરાએ ભૂલની માફી માગતા માનું મન પીગળી ગયું.

છાતીનાં પાટિયાં બેસી જવાં – ભયથી હિંમત હારી જવી
વાક્ય : જંગલમાં સિંહને સામે જોતાં જ વિશાલની છાતીનાં પાટિયાં બેસી ગયાં.

પાછી પાની કરવી – પૂંઠ બતાવવી, હારીને નાસી જવું
વાક્ય : સંકટ સમયે મદદ માગતા મિત્રે પાછી પાની કરી.

ઊગરી જવું – બચાવ થવો, છૂટકો થવો
વાક્ય : સમયસર બચાવ કામગીરી શરૂ થતાં પૂરની આપત્તિમાંથી આખું ગામ ઊગરી ગયું.

ઢંઢેરો પીટવો – જાહેર કરવું
વાક્ય : સેવાભાવી લોકો ક્યારેય પોતાનાં કાર્યોનો ઢંઢેરો પીટતા નથી.

માથે ઉપાડી લેવું – જવાબદારી લેવી
વાક્ય : ખૂબ જ નાની ઉંમરમાં દીકરાએ પિતાનું કામ માથે ઉપાડી લીધું.

માંડી વાળવું – કામ (કાર્ય) બંધ રાખવું
વાક્ય : અચાનક બીમાર પડતાં રવિએ મિત્રો સાથે ફરવા જવાનું માંડી વાળ્યું.

Class 6 Gujarati Textbook Solutions Chapter 4 રવિશંકર મહારાજ

રવિશંકર મહારાજ શબ્દાર્થ :

  • મૂકસેવક – મૂંગા મોઢ (ચૂપચાપ)
  • કાચો-પોચો – (અહીં)
  • ડરપોક – સેવા કરનાર
  • નિર્ભય – નીડર
  • સત્તા – અધિકાર, હક
  • આઝાદી – સ્વતંત્રતા
  • નિઃસ્વાર્થ – સ્વાર્થરહિત
  • બહારવટું – બહારવટિયાનું
  • કામ બિરુદ – ખિતાબ
  • કુદરતી – કુદરત સંબંધી
  • દીન – ગરીબ
  • નૈસર્ગિક હોંશ – ઉમંગ
  • ઉત્સાહ – આ મુશ્કેલી
  • પત્તિ – આફત, સંકટ
  • નાનપ – હલકાપણું
  • મહિમાવંતુ – મહિમાવાળું ,ગૌરવવાળું
  • કરો – ઘરની બાજુની દીવાલ,
  • ભીંત વૃત્તિ – સ્વભાવ, પ્રકૃતિ
  • ગરનાળું – પાણી માટે બાંધેલો સાંકડો માર્ગ,
  • આવવા – જવા
  • પરિચય – ઓળખાણ
  • ખૂબી – ખાસ ગુણ, ખાસિયત
  • ઝળકવું – ઝળહળી ઊઠવું
  • ટાઢ – ઠંડી ચળકવું છાતી સમાણાં
  • પાણી – છાતી
  • ઝંપલાવવું – સાહસ કરવું સુધી આવે એટલું પાણી
  • લડત – લડાઈ
  • ખૂદવું – પગ વડે ગદડવું
  • ધંધો – વેપાર, રોજગાર (દબાવવું)
  • વિલાયતી – પરદેશી
  • ઉગારવું – બચાવી લેવું, રક્ષણ
  • રાષ્ટ્ર – દેશ
  • કરવું જીવનમંત્ર – જીવનનો સિદ્ધાંત
  • કૉલેરા – ઝાડા અને ઊલટીનો એક ચેપી રોગ
  • ગંદકી – અસ્વચ્છતા
  • નર્યું – કેવળ
  • વહારે – મદદ
  • દુષણ – ખરાબ તત્ત્વ
  • સ્વયંસેવક – રછાથી સેવા
  • મનસૂબો – વિચાર, ઇરાદો આપનાર
  • ભાગોળ – ગામનું પાદર
  • અંધશ્રદ્ધા – વગર સમજની શ્રદ્ધા
  • સંદેશો – સમાચાર, ખબર
  • દદ – માંદુ, બીમાર
  • ઉપવાસ – ભોજન ન કરવાનું
  • વ્યવસ્થા – ગોઠવણ
  • વ્રત કે નિયમ, અનશન
  • પરવા – દરકાર
  • કબૂલ – મંજૂર, માન્ય
  • દુષ્કાળ – અનાજ, ઘાસ, પાણી વગેરેની તંગીનો સમય
  • પ્રતિજ્ઞા – નિયમ, શપથ
  • અકળાવું – ગભરાવું, ચિડાવું
  • વલખાં – ફાંફાં
  • પશ્ચાત્તાપ – પસ્તાવો
  • રાહત – આરામ
  • બહારવટિયો – લૂંટફાટ કરનારો, લૂંટારો
  • બોરિંગ – પાણી માટે ધરતીમાં શાર પાડનારું યંત્ર
  • હેવાન – ઢોર જેવું, જંગલી
  • અપાર – પાર વિનાનું
  • ખૂબ હુલ્લડ – તોફાન
  • જાત-જાહેરાત – પોતાની પ્રસિદ્ધિ
  • આદર – સન્માન
  • સદાય – હંમેશાં
  • શબ – મડદું, લાશ
  • જીવનધર્મ – જીવનનું મુખ્ય કર્તવ્ય
  • અગ્નિસંસ્કાર – મડદાને બાળવાની ક્રિયા
  • સ્વર્ગવાસ – મૃત્યુ
  • રૂઢિપ્રયોગો – અર્થ અને વાક્યપ્રયોગ

Leave a Comment

Your email address will not be published.