Gujarat Board GSEB Class 4 Gujarati Textbook Solutions Chapter 9 કમળજળકમળજળકમળજળકમળ Textbook Exercise Important Questions and Answers, Notes Pdf.
Std 4 Gujarati Textbook Solutions Chapter 9 કમળજળકમળજળકમળજળકમળ
Class 4 Gujarati Textbook Solutions Chapter 9 કમળજળકમળજળકમળજળકમળ Textbook Questions and Answers
ચાલો, ગાઈએ ગીતડું :
પોસ્ટર જુઓ, સમજો સાવચેત અને નીડર બનો :
નોંધ : વિદ્યાર્થીઓએ આ પ્રકારનાં ઝેરી અને બિનઝેરી પ્રાણીઓ વિશે જાણી સાવચેત અને નીડર બનવું.).
કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો :
પ્રશ્ન 1.
- આપણે જીત્યા એટલે આપણા ……………… ની ટીમ જીતી. (ગામ, દેશ)
- …………….. દેશી રમત છે. (મારદડી, ફૂટબૉલ)
- દાદા ……………. ની રમતમાં એક્કો હતા. (પકડદાવ, મારડી)
- દાદી દાદાની જીવનભરની ………… . (દુશ્મન, સાથીદાર)
- ટમેટાએ બારીમાંથી ………………. જોયો. (સૂરજ, ચંદ્ર)
ઉત્તરઃ
- દેશ
- મરદડી
- મારદડી
- સાથીદાર
- સૂરજ
કૌસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો :
પ્રશ્ન 1.
- મેં ભૂલ કરી, ………… પપ્પા ગુસ્સે થયા નહિ. (તિથી, પણ)
- આજે મારો જન્મદિવસ છે, ……………….. હું ખુશ છું. (તિથી, પણ)
- હું મારું ઘરકામ રાત્રે પૂરું કરીશ ………………. સવારે. (તેથી, અથવા)
- મેહુલે આ પ્રશ્નનો ઉત્તર લખ્યો નહિ, ……………. તે પ્રશ્ન બરાબર સમજ્યો નહિ. (તેથી, કેમ કે)
- મને ગીતો ગાવાં ગમે છે, ………………. હું સંગીતના વર્ગમાં જાઉં છું. (પરંતુ, એટલે)
ઉત્તર :
- પણ
- તેથી
- અથવા
- કેમ કે
- એટલે
નીચેના કોર્ટમાં કેટલીક રમતોનાં નામ છે. તેની ફરતે [ ] કરો અને નીચે લખોઃ
પ્રશ્ન 1.
- ……………….
- ……………….
- ……………….
- ……………….
- ……………….
- ……………….
- ……………….
- ……………….
- ……………….
- ……………….
ઉત્તર :
- લંગડી
- પકડદાવ
- કબડ્ડી
- સંતાકૂકડી
- ખોખો
- મારદડી
- ક્રિકેટ
- ફૂટબૉલ
- હુતુતુ
- ચેસ
પ્રવૃત્તિઓ
1. ફ્રીઝનું ચિત્ર ચોંટાડી તેના વિશે પાંચ વાક્યો તમારી નોટબુકમાં લખો.
2. નીચેનું ગીત અભિનય સાથે ગાઓઃ
મને ગમે છે રમવું દડે
મને ગમે છે રમવું દડે કે રમવા જાવા દો.
મને ગમે છે ચડવું વડે કે રમવા જાવા દો.
મને શાળાએ જાવું ના ગમે કે રમવા જાવા દો.
મને કૂદવાની મજા રે આવે કે રમવા જાવા દો.
મારે રમવું લંગડી-દાવે કે રમવા જાવા દો.
મને હુતુતુ રમતાં ફાવે કે રમવા જાવા દો.
રાહ જુએ છે ગોઠિયા મારા કે રમવા જાવા દો.
મારે લેવા છે દાવના વારા કે રમવા જાવા દો.
મને ખોખોના થાય ભણકારા કે રમવા જાવા દો.
મારા ભાઈબંધ રમે પાદર કે રમવા જાવા દો.
મને રમવાનો મનમાં આદર કે રમવા જાવા દો.
મારે ઝટપટ થાવું હાજર કે રમવા જાવા દો.
– ગણેશ સિંધવ બાદલ’
જરા હસો
શિક્ષકે વિદ્યાર્થીઓને કહ્યું, “આવતા સોમવારે આપણે માઉન્ટ આબુ હવા ખાવા માટે જઈશું.”
ચિન્ટે : સર ! સાથે થાળી-વાટકો લઈને આવીએ કે?
તમારો નાનો ભાઈ / નાની બહેન વાક્યો બોલે છે ત્યારે શબ્દો આડાઅવળા થઈ જાય છે, એને સરખા ગોઠવીને સાચાં વાકયો બનાવો:
ઉદાહરણ: મમ્મીએ શીરો ભાવે મને મારી બહુ બનાવેલો છે.
ઉત્તર :
મને મારી મમ્મીએ બનાવેલો શીરો બહુ ભાવે છે.
પ્રશ્ન 1.
બહુ બીક લાગે છે કૂતરા જોડે રમવામાં.
ઉત્તર :
કૂતરા જોડે રમવામાં બહુ બીક લાગે છે.
પ્રશ્ન 2.
મજા પડી અગરપાટો મને રમવાની તો.
ઉત્તર :
મને તો અગરપાટો રમવાની મજા પડી.
પ્રશ્ન 3.
તમે માટે ખેતરમાંથી શું મારા લાવ્યા?
ઉત્તર :
તમે મારા માટે ખેતરમાંથી શું લાવ્યા?
પ્રશ્ન 4.
રમકડાં મારાં સંતાડી તમે દીધાં?
ઉત્તર :
તમે મારાં રમકડાં સંતાડી દીધાં?
પ્રશ્ન 5.
નિશાળમાં હું જવાનો / જવાની મોટો , મોટી નથી ભણવા થઈને –
ઉત્તરઃ
હું મોટો છે મોટી થઈને નિશાળમાં ભણવા જવાનો ? જવાની નથી.
‘માખણ-મિત્ર-મટુકી’ સંવાદ સાંભળો, વાંચો અને ભજવો :
[નોંધઃ વિદ્યાર્થીઓએ પાઠ્યપુસ્તકના પાન નંબર 157 – 158 પરનો સંવાદ સાંભળવો, વાંચવો અને વર્ગમાં ભજવવો.]
વાતચીત
પ્રશ્ન 1.
તમે કેવાં કેવાં તોફાન કરો છો?
ઉત્તર :
હું જાતજાતનાં તોફાન કરું છું. જેમ કે સંતાઈ જવું, દૂધ ઢોળી નાખવું, વસ્તુ છૂટ્ટી ફેંકવી, પુસ્તકમાંનાં ચિત્રો પેન્સિલથી વિચિત્ર બનાવવાં, નાનાં છોકરાંને પજવવાં, દીવાલ પર લીટા કરવા, કૂતરાની પૂંછડી ખેંચવી વગેરે.
પ્રશ્ન 2.
તમારાં તોફાન વિશે કોણ કોણ તમારાં મમ્મી-પપ્પાને ફરિયાદ કરે છે?
ઉત્તર :
મારાં તોફાન વિશે મારા પાડોશીઓ, મારાં ભાઈબહેન, મારી શાળાના શિક્ષકો મારા મમ્મી-પપ્પાને ફરિયાદ કરે છે.
પ્રશ્ન 3.
તમારાં મમ્મી-પપ્પા મોટે ભાગે એ ફરિયાદો માની લે છે? એ ફરિયાદ કરનારને શું કહે છે?
ઉત્તર :
મારા મમ્મી-પપ્પા મોટે ભાગે એ ફરિયાદો માની લે છે. એ ફરિયાદ કરનારની ક્ષમા માગે છે અને મને તે જ વખતે શિક્ષા કરવાની સલાહ આપે છે. મને પણ ડાહ્યા થવાની શિખામણ આપે છે.
પ્રશ્ન 4.
મમ્મી-પપ્પા ખિજાય ત્યારે તમે શું કરો છો?
ઉત્તર :
મમ્મી-પપ્પા ખિજાય ત્યારે હું મારા બે કાન પકડીને – તેઓને ‘સૌરી’ કહું છું અને હવે તોફાન નહીં કરું એવી : ખાતરી આપું છું.
પ્રશ્ન 5.
મમ્મી-પપ્પા ખિજાય ત્યારે તમારો બચાવ કોણ – કોણ કરે છે? કેવી રીતે?
ઉત્તર :
મમ્મી-પપ્પા ખિજાય ત્યારે મારાં દદી મારો બચાવ કરે છે. કહે કે છોકરાં તો તોફાન કરે! છોકરાં તોફાન નહીં : કરે તો શું તમે તોફાન કરવાનાં છો? પછી મને પણ ધીમેથી : તોફાન ન કરવા સમજાવે છે.
પ્રશ્ન 6.
તમારા વિશે ફરિયાદ થાય એ મોટે ભાગે સાચી = હોય છે કે ખોટી? તમને એવું કેમ લાગે છે? :
ઉત્તર :
મારા વિશે ફરિયાદ થાય એ મોટે ભાગે સાચી જ હોય છે. મને એવું લાગે છે કારણ કે તેનાથી કોઈકને કંઈક : નુકસાન થાય છે, કોઈક હેરાન થાય છે. કોઈની લાગણી : દુભાય છે,
નીચેના પ્રશ્નોના ઉત્તર લખો
પ્રશ્ન 1.
યશોદાને કોણ ફરિયાદ કરે છે?
ઉત્તર :
યશોદાને ગોપીઓ ફરિયાદ કરે છે.
પ્રશ્ન 2.
ગોપીઓ કૃષ્ણની ફરિયાદ શા માટે કરે છે?
ઉત્તર :
ગોપીઓ કૃષણની ફરિયાદ કરે છે, કારણ કે કૃષ્ણ – કાંકરા મારીને ગોપીઓની માખણની મટુકીઓ ફોડી નાખે નું છે. એટલું જ નહિ, તેમના ઘરે શીકામાં રાખેલું દહીં અને માખણ પણ ખાઈ જાય છે.
પ્રશ્ન 3.
કૃષ્ણનો બચાવ કોણ કરે છે?
ઉત્તર :
કૃષ્ણનો બચાવ બલભદ્ર કરે છે.
પ્રશ્ન 4.
કૃષ્ણ ગોપીઓનું માખણ શા માટે ચોરે છે?
ઉત્તરઃ
કૃષ્ણ ગોપીઓનું માખણ એમના ભાઈબંધોને ખવડાવવા માટે ચોરે છે.
પ્રશ્ન 5.
કૃષ્ણના બાપુજીનું નામ શું છે?
ઉત્તર :
કૃષ્ણના બાપુજીનું નામ વસુદેવ છે.
પ્રશ્ન 6.
ગોપીઓ માખણ, દહીં ક્યાં વેચવા જાય છે?
ઉત્તર :
ગોપીઓ માખણ, દહીં વેચવા મથુરા જાય છે.
ફરી ધમાચકડી કરીએ. ધમાચકડી ધમાચકડી ધમાચકડી મારું નામ… ‘
જોડીમાં રમો. કોઠો જુઓ. કોઠાનાં ત્રણ ઊભાં ખાનાંમાંથી એક એક ભાગ પસંદ કરીને વાક્યો બનાવો. આ કાર્ય તમારા મિત્રો સાથે મળીને કરો. સંવાદની વિગત પ્રમાણે આખા વર્ગમાં જેમનાં સૌથી વધુ સાચાં વાક્યો બને તે ટુકડી વિજેતા ગણાશે.
ઉદાહરણ : ગામલોકો બાળકોનાં તોફાનથી કંટાળી ગયા હતા. (સંવાદમાં નથી, ૦ પોઈન્ટ મળશે) ગોવાળ આખો દિવસ ગાયો ચારે. (આ વાક્ય સંવાદની વિગત પ્રમાણે સાચું છે. તેથી એક પોઈન્ટ મળશે.) ગામલોકો કૃષ્ણથી કંટાળી ગયા હતા.
[નોંધઃ વિઘાર્થીઓએ બે ટુકડી બનાવીને પાઠ્યપુસ્તકના પાન નંબર 159 પરના કોઠામાંથી વાક્યો બનાવવાં અને ઉદાહરણ પ્રમાણે ચેક કરવા, વિજેતા કોણ છે તે જણાવવું.]
ઝેરી સાપથી બધા બીએ, માત્ર કાનો ન બીએ. તમને ખબર છે કાનો કાં નો બીએ?
પ્રશ્ન 1.
ઝેરી સાપથી બધાં બીએ, માત્ર કાનો ન બીએ. તમને ખબર છે કાનો કાં નો બીએ? :
ઉત્તરઃ
ઝેરી સાપથી બધાં બીએ, માત્ર કાનો ન બીએ, કારણકે, કાનો સાવચેત અને નીડર હતો.
આ કવિતા સાંભળો, ગાઓ અને જાણો….કે કૃષ્ણ નદીમાં ગયા પછી શું થયું?
વાતચીત :
પ્રશ્ન 1.
તમે વિચાર્યું હોય તેવું કવિતામાં શું થયું? તે સિવાય શું થયું?
ઉત્તર :
મેં વિચાર્યું હતું કે કૃષ્ણ નદીમાં જશે તો કાલિય નાગ સાથે યુદ્ધ થશે. તેવું કવિતામાં થયું. તે સિવાય કૃષ્ણ કાલિય નાગને નાથ્યો. નાગણોએ નાગને છોડી મૂકવા માટે કૃષ્ણને વિનંતી કરી અને કૃષણે નાગને છોડી મૂક્યો. તેવું થયું.
પ્રશ્ન 2.
શું થયું તેની તમને સૌથી વધુ નવાઈ લાગી?
ઉત્તર :
કૃષણે કાલિય નાગને નાથ્યો. તેની મને સૌથી વધુ નવાઈ લાગી.
પ્રશ્ન 3.
કવિતા ગાતી વખતે તમને ક્યારે ખૂબ મજા પડી?
ઉત્તર :
કવિતા ગાતી વખતે નીચેની પંક્તિઓ વખતે મને ખૂબ મજા પડી :
“બેઉ બળિયા બાથે વળગ્યા, ફણે કાળી નાગ નાથિયો, સહસ્ત્ર ફેણાં ફૂંફવે, જેમ ગગન ગાજે હાથિયો … 9.”
પ્રશ્ન 4.
તમને કૃષ્ણની ચિંતા ક્યારે થઈ?
ઉત્તર :
કૃષ્ણએ દડો લેવા નદીમાં ઝંપલાવ્યું અને છેક તળિયા સુધી ડૂબકી લગાવી. નાગણો જાગી ગઈ અને કૃષ્ણને કહ્યું કે તું અહીંથી ચાલ્યો જા, કેમ કે અમારા સ્વામી (નાગ) જાગશે તો તને મારશે અને અમને બાળ હત્યા લાગશે. આ સમયે મને કૃષ્ણની ચિંતા થઈ.
પ્રશ્ન 5.
કવિતામાં બીક લાગે તેવું ક્યારે થયું?
ઉત્તર :
નામ અને કૃષ્ણ બંને બાથે વળગ્યા, કુણે કાળી નાગને નાથ્યો એ વખતે સહસ્ત્ર ફેણાંના ફૂફાડા એવા થયા કે જાણે આકાશમાં હાથિયો ગાજતો હોય. આ વખતે બીક લાગે તેવું થયું.
પ્રશ્ન 6.
તમને કઈ કઈ બાબતોથી બીક લાગે?
ઉત્તર :
મને સાપ જેવાં ઝેરી પ્રાણીઓની, વાઘ, સિંહ જેવાં હિંસક પ્રાણીઓની બીક લાગે.
પ્રશ્ન 7.
તમે નદીમાં નહાવા ગયા છો? પાણીમાં ભૂસકા માર્યા છે?
ઉત્તર :
હું નદીમાં નાહવા ગયો છું, પણ પાણીમાં ભૂસકા માય નથી. ક્નિારાના છીછરા પાણીમાં જ છબછબિયાં ક્યાં છે.
પ્રશ્ન 8.
કૃષ્ણ સિવાયના ગોવાળિયાઓને તરતાં આવડતું હશે? તમને એવું શાથી લાગે છે?
ઉત્તર :
કૃષ્ણ સિવાયના ગોવાળિયાઓને તરતાં આવડતું નહિ હોય, કારણ કે કોઈ નદીમાં જવા તૈયાર થયું નહિ.
પ્રશ્ન 9.
તમે પાણીમાં રહેતાં સાપ જોયા છે? ક્યાં?
ઉત્તર :
હા, મેં પાણીમાં રહેતા સાપ જોયા છે. મારા ગામ પાસેથી પસાર થતી નદીમાં મેં સાપ જોયા છે.
પ્રશ્ન 10.
ઇન્ટરનેટ પરથી એનાકોન્ડા શોધી કાઢો. જુઓ વર્ગમાં તેની વાત કરો.
ઉત્તર :
એનાકોન્ડા : એનાકોન્ડા દુનિયાનો સૌથી મોટો સાપ છે, એવું કહેવાય છે, તે વજનમાં પણ દુનિયાનો સૌથી ભારે સાપ છે. તે દક્ષિણ અમેરિકામાં વધુ પ્રમાણમાં જોવા મળે છે, તે હંમેશાં પાણી પાસે રહે છે. તે સાંજે અને રાત્રે સૌથી વધારે સક્રિય થઈ પોતાના ભોજન માટે શિકાર શોધે છે.
તે મોટા ભાગે માણસો અને મોટા જીવોનો શિકાર કરે છે, કારણ કે પોતાના વિશાળ શરીરને કારણે નાના જીવોનો શિકાર કરી શકતો નથી. તે તેના શિકારને અજગરની જેમ સંપૂર્ણ રીતે ગળી જાય છે. તે લીલા, પીળા રંગના તથા ટપકાંવાળા પ્રકારના જોવા મળે છે. તે અન્ય સાપોની જેમ ઝેરીલો સાપ નથી. જો તે કોઈને કરડી જાય તો જીવલેણ બનતો નથી.
[નોંધ: વિદ્યાર્થીઓએ પોતાની રીતે ઉત્તર આપવા.]
વાક્ય ખરું હોય તો અનુલેખન કરો, ખોટું હોય તો સુધારીને લખો :
ઉદાહરણ : ગોવાળિયા દરરોજ ગેડીદડો રમતા હતા. (ખોટું).
સુધારેલું વાક્ય : ગોવાળિયા દરરોજ જુદી જુદી રમતો રમતા હતી.
મથુરાના લોકો પાસે બહુ ગાયો નહોતી. (ખરું)
મથુરાના લોકો પાસે બહુ ગાયો નહોતી.
દડો લેવા માટે કૃષણ નદીમાં ગયા. (ખરું)
દડો લેવા માટે કૃષ્ણ નદીમાં ગયા.
કૃષ્ણના મિત્રો ઇચ્છતા હતા કે કૃષ્ણ નદીમાં જાય. (ખોટુ)
સુધારેલું વાક્ય : કૃષ્ણના મોટા ભાગના મિત્રો ઇચ્છતા હતા કે કૃષ્ણ દડો લેવા નદીમાં ના જાય.
બલભદ્રએ કૃષ્ણને દડો લેવા જવાની ના પાડી. (ખોટું)
સુધારેલું વાક્ય : બલભદ્રએ કૃષ્ણને દડો લેવા જવાની ના કે હી ના પાડી.
બધાને ડર હતો કે કૃષ્ણ નદીમાં જશે તો ડૂબી જશે. (ખરુ)
બધાને ડર હતો કે કૃષ્ણ નદીમાં જશે તો ડૂબી જશે.
કૃષ્ણ નદીમાં દડો ફેંક્યો હતો. (ખો)
સુધારેલું વાક્ય : કૃણે જોરથી દડાને ફટકાર્યો એટલે દડો નદીમાં પડ્યો હતો.
મથુરાના લોકો ગોકુળમાં દૂધ-દહીં-માખણ વેચતા હતા, (ખોટું.
સુધારેલું વાક્ય : ગોકુળના લોકો મથુરામાં દૂધ-દહીંમાખણ વેચતા હતા.
બલભદ્રને વિશ્વાસ હતો કે કૃષણ નદીમાં જશે જ. (ખરું)
બલભદ્રને વિશ્વાસ હતો કે કૃષ્ણ નદીમાં જશે જ.
કાલિય નાગ યમુના નદીમાં રહેતો હતો. (ખરું)
કાલિય નાગ યમુના નદીમાં રહેતો હતો.
દડો જેવો નદીમાં ગયો કે તરત જ ડૂબી ગયો. (ખોટું)
સુધારેલું વાક્યઃ દડો જેવો નદીમાં ગયો તેના થોડા સમય પછી તે ડૂબવા લાગ્યો.
કૃષ્ણ જેમ કાલિય નાગને નાથીને ઊભા હતા તેમ ઊભા રહો. ત્યારબાદ જોડીમાં બેસો, વાર્તા અને કવિતાના આધારે નકકી કરૉ કે નીચેના શબ્દો સાથે કયું વાક્ય બંધબેસતું આવે છે? તેની સામે 5 કરો :
ધરો:
(અ) કૃષ્ણએ પાણીના ઊંડા ખાડામાં ડૂબકી લગાવી. [✓]
(બ) ગોવાળિયાએ ઘાસના ઢગલા પર ભૂસકો માર્યો. [ ]
(ક) કૃષ્ણ ગોવાળિયાઓની એક પણ વાત ન માની. [ ]
ગણગણાટ:
(અ) મિત્રો અંદરોઅંદર ધીમેથી વાતચીત કરતા હતી, [✓]
(બ) કૃષ્ણ નાગ સાથે ગુસ્સે થઈને વાત કરી. [ ]
(ક) નાગણીઓએ કૃષ્ણને વિનંતી કરી. [ ]
ચિંતાતુરઃ
(અ) ગોવાળોને ડર હતો કે નાગ કૃષ્ણને મારી નાખશે. [✓]
(બ) બલભદ્રને ભરોસો હતો કે કૃષ્ણ દડો લઈ આવશે. [ ]
(ક) કૃષ્ણને પાછા આવતાં જોવા ગોવાળો આતુર હતા. [ ]
ઝંપલાવવું?
(અ) દડો નદીમાં ગયો એટલે ગોવાળો રમતા રમતા જેપી ગયા. [ ]
(બ) કૃષ્ણ અને ગોવાળો ઘરનો ઝાંપો ખોલી માખણ ચોરી લેતા. [ ]
(ક) કૃષ્ણએ નદીના પાણીમાં ભૂસકો માર્યો. [✓]
જીવનું જોખમ:
(અ) ગેડીદડામાં હારી જવાનું જોખમ તો હોય. [ ]
(બ) ગોવાળોને ડર હતો કે કૃષ્ણને કંઈક થઈ જશે. [✓]
(ક) કૃષ્ણનું જીવન સાહસથી ભરેલું હતું. [ ]
ભાથું:
(અ) એક ગોવાળ આજે ખાવાનું નથી લાવ્યો એટલે કૃષ્ણના ભોજનમાં ભાગ પાવશે. [✓]
(બ) સૌ ગોવાળો બોર વીણતા અને સરખા ભાગે ખાતા. [ ]
(ક) નાગનું માથું નીચે અને ઉપર કૃષ્ણ. [ ]
ફરીથી કરીએ ધમાલ : ‘ધમાચકડી ધમાચકડી ધમાચકડી મારું નામ ..’
લાગુ ન પડતો શબ્દ છેકી વાક્ય પૂરું કરોઃ
- ગોવાળિયા ગોકુળ / પ્રથા ગામ પાસેની યમુના નદીના કાંઠે રમતા હતા.
- કૃષ્ણએ દડાને એવો ફેંક્યો / માર્યો કે એ નદીમાં ગયો.
- એક ગોવાળને લાગતું હતું કે કૃષ્ણ મિશ્ના ડે મોટાભાઈની વાત માની જશે.
- કૃષ્ણને ડર / ભરોસો હતો કે પોતે દડો લાવી શકશે.
- કૃષ્ણને પાછા જવા માટે નાગણીઓ વિનંતી કે આજ્ઞા કરતી હતી.
- નાગણ નાગને સ્વામી સપ્તા કહે છે.
- નાગણ કૃષ્ણને સમજાવતાં કહે છે કે તેને તારા ભાઈએ ! દુશ્મને અર્વી મોકલ્યો છે.
‘નાગ માથે નટવર’ વાર્તા તમારા શિક્ષક પાસેથી સાંભળો. ત્યારબાદ વાર્તાનું નાટ્યીકરણ કરી વર્ગ અને પ્રાર્થનાસભામાં રજૂ કરો :
[નોંધ: ‘નાગદમન’ વાર્તા બાળકોને કહેવી. બાળકો પાસે આ વાતનું નાટ્યીકરણ કરાવી વર્ગ અને પ્રાર્થનાસભામાં રજૂ કરાવવું]
જોડકાં જોડો. ‘અ’ વિભાગના પ્રશ્નોના ઉત્તર ‘બ’ વિભાગમાં છે. ઉત્તરમાં શબ્દો આઘાપાછા થઈ ગયા. છે. સાચો ઉત્તર શોધીને વાકયો સરખાં કરો. “અ” વિભાગમાં આપેલી જગ્યામાં ઝીણા ઝીણા અક્ષરથી લખો :
પગની આંટી મારી કૃષ્ણની જેમ એક મિનિટ સ્થિર ઊભા રહો, ત્યારબાદ પ્રશ્નોના ઉત્તર બે-ત્રણ. વાક્યોમાં લખો :
પ્રશ્ન 1.
કૃષ્ણને સમજાવવા ગોવાળિયાઓએ શું શું કર્યું?
ઉત્તર :
કૃષ્ણને સમજાવવા ગોવાળિયાઓ અંદરોઅંદર ગણગણાટ કર્યો. એકે કહ્યું, “કૃષ્ણને જવું પડે તેમાં તેના જીવનું જોખમ છે.” એક મિત્રએ કહ્યું, “કાલે કાનુડો નવો દડો લેતો આવે. આ દડો ભલે કાલિય નાગના ઘરે રહે.” કેટલાકે કહ્યું, “કનૈયાના જીવને જોખમમાં ન મુકાય.” સૌ – કૃષ્ણને ગમે તેમ કરીને ઊંડા ધરામાં જતા રોકવા ઇચ્છતા હતા.
પ્રશ્ન 2.
કાલિય નાગ વિશે બે-ત્રણ વાક્યો લખો.
ઉત્તર
કાલિય નાગ યમુના નદીના ઊંડા ધરામાં રહેતો હતો. તેના ઝેરથી તે નદીનું પાણી ઝેરી થઈ ગયું હતું. તે ખૂબ બળવાન હતો. તેની હજારો ફેણો વાદળની ગર્જનાની જેમ ફૂંફાડા મારતી હતી.
પ્રશ્ન 3.
નાગણે કૃષ્ણને પાછા મોકલવા શું શું કર્યું?
ઉત્તર :
નાગણે કૃષ્ણને પાછા મોકલવા માટે નાગનો ડર બતાવ્યો. પછી પોતાનો સવા લાખનો હાર આપવાની લાલચ – પણ આપી. તેના રૂપરંગનાં વખાણ પણ કર્યા.
પ્રશ્ન 4.
નાગ અને કૃષ્ણના યુદ્ધ વિશે લખો.
ઉત્તર :
નાગણે નાગના પગ દબાવીને અને મૂછ મરડીને કાલિય નાગને જગાડ્યો. પછી બંને બળિયા બાથે વળગ્યા. નાગની હજારો ફેશો આકાશમાં વાદળોની ગર્જનાની જેમ ફૂંફાડા મારતી હતી. છેવટે કૃષ્ણ કાલિય નાગને નાથ્યો. અંતે નાગણો નાગને છોડી મૂકવા માટે કૃષણને વિનંતી કરવા લાગી.
પ્રશ્ન 5.
કૃષ્ણની કઈ વાત તમને સૌથી વધુ ગમી?
ઉત્તર :
નાગણોએ કૃષ્ણને નાગનો ડર બતાવ્યો, તેના રૂપરંગનાં વખાણ ક્યાં; તેને સવા લાખનો હાર આપવાની લાલચ આપી. આમ છતાં કૃષ્ણ યમુના નદીના ધરામાંથી પાછા ન ફર્યા. આ વાત મને સૌથી વધુ ગમી.
કૌસમાં આપેલ શબ્દોની મદદથી વાક્યો પૂરાં કરો :
પ્રશ્ન 1.
યશોદા માતા કહે, “સાંજે પણ આવશે ત્યારે એને ……….”. (સમજાવ્યો છે સમજાવીશ)
ઉત્તર :
યશોદા માતા કહે, “સાંજે કૃણ આવશે ત્યારે એને સમજાવીશ”.
પ્રશ્ન 2.
બલભદ્રે ઘણી રાહ જોઈ, પરંતુ કૃષ્ણ ………… છે એટલે એ એકલા ગયા. (ન આવ્યા / આવતા નથી કે નહીં આવશે).
ઉત્તર :
બલભદ્ર ઘણી રાહ જોઈ, પરંતુ કૃષ્ણ ન આવ્યા, એટલે એ એકલા ગયા.
પ્રશ્ન 3.
ગોવાળોએ આજે ગિલ્લી-દંડો રમવાનું નક્કી .,…… પણ પછી અગરપાટો રમ્યા. (ક્યું હતું, કરશે / કરે)
ઉત્તર :
ગોવાળોએ આજે ગિલ્લી-દડો રમવાનું નક્કી કર્યું હતું, પણ પછી અગરપાટો રમ્યા.
પ્રશ્ન 4.
નિશાળમાં રિસેસનો સમય વધી જાય તો અમને બહુ મજા ……………. . (પડે છે ! પડી / પડે)
ઉત્તર :
નિશાળમાં રિસેસનો સમય વધી જાય તો અમને બહુ મજા પડે.
પ્રશ્ન 5.
હજુ તો છોડ નાનો છે, એકાદ મહિના પછી એને ફૂલ …………… . (આવ્યાં / આવશે / આવે છે).
ઉત્તર :
હજુ તો છોડ નાનો છે, એકાદ મહિના પછી એમાં ફૂલ આવશે.
કૌંસમાં આપેલ શબ્દો પૈકી યોગ્ય શબ પસંદ કરી વાક્યમાં યોગ્ય જગ્યાએ ગોઠવો :
દા. ત., ગીતાબહેન દરરોજ સફેદ સાડી પહેરીને નિશાળે (આવ્યાં છે આવે છે કે આવશે).
ઉત્તર :
ગીતાબહેન દરરોજ સફેદ સાડી પહેરીને નિશાળે આવે છે.
પ્રશ્ન 1.
અમે આવતા વર્ષે ગિરનારનો પ્રવાસ (કરીશું કરીએ છીએ કરવાના હતા).
ઉત્તર :
અમે આવતા વર્ષે ગિરનારનો પ્રવાસ કરીશું.
પ્રશ્ન 2.
બહુ ટકટક ન કરીશ, સાહેબ આવશે તો તને (વઢશે / વસ્ત્રા વેઢ છે).
ઉત્તર :
બહુ ટક્ટક ન કરીશ, સાહેબ આવશે તો તને વઢશે.
પ્રશ્ન 3.
મને આ કવિતાનો રાગ આવડે છે, મને મારા દાએ છે. (શીખવ્યો / શીખવે / શીખવશે)
ઉત્તર :
મને આ કવિતાનો રાગ આવડે છે, મને મારા દાદાએ શીખવ્યો છે.
પ્રશ્ન 4.
સાહેબ કશું તો ખબર પડે ને કે આજે મેદાનમાં શું રમવાનું છે? (ઈ/ કહ્યું / કહેશે)
ઉત્તર :
સાહેબ કશું કહે તો ખબર પડે ને કે આજે 3 મેદાનમાં શું રમવાનું છે?
પ્રશ્ન 5.
નદીમાં તો અમારે છે, પણ અમને કોઈ જવા દે તો ને! (તરવું? તરીશું ! તય)
ઉત્તર :
નદીમાં તો અમારે તરવું છે, પણ અમને કોઈ જવા દે તો ને !
ચાલો, ગાઈએ ગીતડું: ‘ધમાચકડી ધમાચકડી ધમાચકડી મારું નામ…’
મુખ્ય વાક્યના આધારે ટૂંકમાં ઉત્તર લખો :
પ્રશ્ન 1.
ગામના છોકરા દરરોજ સવારથી સાંજ સુધી ગાયો ચરાવવા જંગલમાં જાય.
ઉત્તર :
- દરરોજ જંગલમાં કોણ જાય છે? (ગામના છોકરા)
- ગામના છોકરા ક્યાં જાય છે? (જંગલમાં)
- ગામના છોકરા ગાયો ચરાવવા જંગલમાં ક્યારે જાય છે? (દરરોજ સવારથી સાંજ સુધી)
- ગામના છોકરા દરરોજ જંગલમાં શા માટે જાય છે? (ગાયો ચરાવવા)
પ્રશ્ન 2.
નાગના ઝેરના લીધે ધરાનું પાણી કાળું થઈ ગયું
ઉત્તર :
- નાગના ઝેરના લીધે ધરાનું પાણી કેવું થઈ ગયું હતું? (કાળું)
- શાને લીધે ધરાનું પાણી કાળું થઈ ગયું હતું? (નાગના ઝેરને લીધે)
- નાગના ઝેરના લીધે શાનું પાણી કાળું થઈ ગયું હતું? (ધરાનું)
કૌંસમાં આપેલા શબ્દો ઉત્તર બને તે રીતે પ્રશ્નો બનાવો :
પ્રશ્ન 1.
કૃષ્ણએ નદીમાં તળિયા સુધી ડૂબકી લગાવી.
ઉત્તર :
- કોણે નદીમાં તળિયા સુધી ડૂબકી લગાવી? (કૃષ્ણએ)
- કૃષ્ણએ શામાં તળિયા સુધી ડૂબકી લગાવી? (નદીમાં)
- કૃષ્ણએ નદીમાં ક્યાં સુધી ડૂબકી લગાવી? (તળિયા સુધી)
- કૃષ્ણએ નદીમાં તળિયા સુધી શું કર્યું? (ડૂબકી લગાવી)
પ્રશ્ન 2.
ગોવાળિયા કનૈયાનો જીવ જોખમમાં મૂકવા માગતા નહોતા.
ઉત્તર :
- કોણ કનૈયાનો જીવ જોખમમાં મૂકવા માગતા નહોતા? (ગોવાળિયા)
- ગોવાળિયા કોનો જીવ જોખમમાં મૂક્વા માગતા / નહોતા? (કનૈયાનો)
- ગોવાળિયા શું જોખમમાં મૂક્વા માગતા નહોતા? (કનૈયાનો જીવ)
પ્રશ્ન 3.
બાળકોને શાળામાં ગીતો ગાવાની મજા આવે છે.
ઉત્તર :
- બાળકોને શાળામાં શાની મજા આવે છે? (ગીતો ગાવાની)
- કોને શાળામાં ગીતો ગાવાની મજા આવે છે? (બાળકોને)
- બાળકોને શાળામાં શું ગાવાની મજા આવે છે? (ગીતો)
બે વાક્યો પરથી અર્થ ન બદલાય એ રીતે બે-બે વાક્યો બનાવો :
ઉદાહરણઃ ફૈઝાન બજારમાં ગયો. ફૈઝાનને પેન ખરીદવી હતી.
ઉત્તર :
ફૈઝાન બજારમાં ગયો, કારણ કે તેને પેન ખરીદવી હતી.
પેન ખરીદવા માટે ફૈઝાન બજારમાં ગયો.
પ્રશ્ન 1.
અમે મેદાનમાં ગયા. અમારે ગિલ્લી-દડો રમવા હતાં.
ઉત્તરઃ
અમે મેદાનમાં ગયા, કારણ કે અમારે ગિલ્લી-દડો રમવાં હતાં.
અમારે ગિલ્લી-દડો રમવાં હતાં માટે અમે મેદાનમાં ગયા.
પ્રશ્ન 2.
મેરી સ્કૂલમાંથી વહેલી ઘરે આવી. મેરીને મૅચ જોવી હતી.
ઉત્તરઃ
મેરી સ્કૂલમાંથી વહેલી ઘરે આવી, કારણ કે એને મૅચ જોવી હતી.
મેરીને મૅચ જોવી હતી માટે તે સ્કૂલમાંથી વહેલી ઘરે આવી.
પ્રશ્ન 3.
હું રાત્રે મોડે સુધી જાગું છું. રાત્રે દાદા મને વાર્તાઓ કહે છે.
ઉત્તરઃ
હું રાત્રે મોડે સુધી જાગું છું, કારણ કે રાત્રે દાદા મને વાર્તાઓ કહે છે.
રાત્રે દાદા મને વાર્તાઓ કહે છે માટે હું રાત્રે મોડે સુધી જાગું છું.
પ્રશ્ન 4.
અમે કેવડીયા ગયા. અમારે સ્ટેગ્યુ ઑફ યુનિટી જોવું હતું.
ઉત્તર :
અમે કેવડીયા ગયા, કારણ કે અમારે સ્ટેચ્યું ઑફ યુનિટી જોવું હતું.
અમારે સ્ટેગ્યુ ઑફ યુનિટી જોવું હતું માટે અમે કેવડીયા ગયા.
પ્રશ્ન 5.
છોકરાં મેઘનમાં ભેગાં થયાં. તેમણે કબડી રમવાની હતી.
ઉત્તર :
છોકરાં મેદાનમાં ભેગાં થયાં, કારણ કે તેમણે કબડ્ડી રમવાની હતી.
છોકરાંને કબડ્ડી રમવાની હતી માટે તેઓ મેદાનમાં ભેગાં થયાં.
એડી પર ઊભા થાઓ. હાથ ઊંચા કરી સ્થિર ઊભા રહો. જૂથમાં બેસી જાઓ. હવે ઉદાહરણ મુજબ વાક્યો લંબાવો :
વાક્ય સાચું જ રહે તે રીતે વધુમાં વધુ શબ્દો ઉમેરીને વાક્ય લંબાવવાનું છે. આપેલા વાક્યની શરૂઆતમાં, વચ્ચે કે પછી નવા નવા શબ્દો ઉમેરી શકાય.
ઉદાહરણ :
શીતલ રમતી હતી.
શીતલ સવારે રમતી હતી.
શીતલ દરરોજ સવારે રમતી હતી.
શીતલ દરરોજ સવારે અને સાંજે રમતી હતી.
શીતલ દરરોજ સવારે અને સાંજે જુદી જુદી રમતો રમતી હતી.
શીતલ દરરોજ સવારે શાળાએ જતાં પહેલાં અને સાંજે
શાળા છૂટ્યા પછી જુદી જુદી રમતો રમતી હતી.
જોયું ને ! ત્રણ શબ્દોનું એક વાક્ય સોળ શબ્દોનું બની ગયું ને ! તમે પણ બનાવો. તમે બનાવેલાં વાક્યો આખા વર્ગ સમક્ષ મોટેથી વાંચી સંભળાવો.
1. અમે મીઠાઈ ખાધી.
અમે સાંજે મીઠાઈ ખાધી.
અમે ગઈ કાલે સાંજે મીઠાઈ ખાધી.
અમે ગઈ કાલે સાંજે જુદી જુદી મીઠાઈ ખાધી.
અમે ગઈ કાલે સાંજે માવાની જુદી જુદી મીઠાઈ ખાધી.
લંબાવેલ વાક્ય: અમે ગઈ કાલે સાંજે મહેમાન સાથે માવાની જુદી જુદી મીઠાઈ ખાધી.
2. બધાં બહુ હસ્યાં.
આજે અમે બધાં બહુ હસ્યાં.
આજે શાળામાં અમે બધાં બહુ હસ્યાં.
આજે શાળામાં બધાંએ એક પછી એક જોક્સ કહ્યા એટલે અમે બધાં બહુ હસ્યાં.
આજે શાળામાં બધાંએ એક પછી એક મજા પડે તેવા જોક્સ કહ્યા એટલે અમે બધાં બહુ હસ્યાં.
લંબાવેલ વાક્ય: આજે શાળામાં પ્રાર્થનાસંમેલનમાં બધાંએ એક પછી એક મજા પડે તેવા જોક્સ કહ્યા એટલે અમે બધાં બહુ હસ્યાં.
3. દોડી દોડીને થાકી ગયાં.
તેઓ શનિવારે દોડી દોડીને થાકી ગયાં.
તેઓ શનિવારે સાંજે દોડી દોડીને થાકી ગયાં.
તેઓ શનિવારે સાંજે અંધારું થતાં પહેલાં દોડીદોડીને થાકી ગયાં.
તેઓ શનિવારે સાંજે અંધારું થતાં પહેલાં પહોંચવાનું હતું એટલે દોડીદોડીને થાકી ગયાં.
લંબાવેલ વાક્ય : તેઓ શનિવારે સાંજે અંધારું થતાં પહેલાં ગામમાં પહોંચવાનું હતું એટલે દોડી દોડીને થાકી ગયાં.
4. આચાર્ય સાહેબ ગુસ્સે થઈ ગયા.
આચાર્ય સાહેબ ખૂબ ગુસ્સે થઈ ગયા.
આચાર્ય સાહેબ મેહુલ પર ખૂબ ગુસ્સે થઈ ગયા.
પહેલી એપ્રિલે આચાર્ય સાહેબ મેહુલ પર ખૂબ ગુસ્સે થઈ ગયા.
પહેલી એપ્રિલે મેહુલે એક શિક્ષકને ખોટા સમાચાર આપી દોડાવ્યા, તે જાણીને આચાર્ય સાહેબ મેહુલ પર ખૂબ ગુસ્સે થઈ ગયા.
લંબાવેલ વાક્યઃ પહેલી એપ્રિલે મેહુલે એક શિક્ષકને ખોટા સમાચાર આપી ગામડે દોડાવ્યા, તે જાણીને આચાર્ય સાહેબ મેહુલ પર ખૂબ ગુસ્સે થઈ ગયા.
5. એટલી વારમાં પહોંચી ગયો?
એટલી વારમાં અમદાવાદ પહોંચી ગયો?
હમણાં તો વાતો કરતો હતો અને એટલી વારમાં અમદાવાદ પહોંચી ગયો?
હમણાં તો મારી સાથે વાતો કરતો હતો અને એટલી વારમાં અમદાવાદ પહોંચી ગયો?
હમણાં તો મારી સાથે અમદાવાદ જવાની વાતો કરતો હતો અને એટલી વારમાં અમદાવાદ પહોંચી ગયો?
લંબાવેલ વાક્ય : હમણાં તો મારી સાથે અમદાવાદ જવાની વાતો કરતો હતો અને એટલી વારમાં અમદાવાદ કેવી રીતે પહોંચી ગયો?
6. રાજા જાગી જશે તો?
રાજા જાગી જશે તો શું થશે?
રાજા જાગી જશે તો આપણું શું થશે?
આપણે અહીં રાજાના ખંડમાં પહોંચી ગયા, પરંતુ જો રાજા જાગી જશે તો આપણું શું થશે?
આપણે અહીં રાજાના ખંડમાં સહીસલામત પહોંચી ગયા, પરંતુ જો રાજા જાગી જશે તો આપણું શું થશે?
લંબાવેલ વાક્ય : આપણે અહીં રાજમહેલમાં આવી ગયા અને હવે રાજાના ખંડમાં સહીસલામત પહોંચી ગયા, પરંતુ જો રાજા જાગી જશે તો આપણું શું થશે?
7. મારે ઘરે આવજે. પરમદિવસે મારે ઘરે આવજે. પરમદિવસે સાંજે મારે ઘરે આવજે. પરમદિવસે સાંજે સાડા છ વાગ્યે મારે ઘરે આવજે. પરમદિવસે સાંજે સાડા છ વાગ્યે મારે ઘરે ચોક્કસ આવજે.
લંબાવેલ વાક્યઃ પરમદિવસે મારી બર્થડે પાર્ટીમાં સાંજે સાડા છ વાગ્યે મારે ઘરે ચોક્કસ આવજે.
8. ખા.
પૌઆ ખા.
ગરમાગરમ પૌઆ ખા. ગરમાગરમ પૌંઆ ખા, પછી જજે.
ગરમાગરમ પૌંઆ ખા, પછી રમવા જજે.
લંબાવેલ વાક્ય: મમ્મીએ કહ્યું, “ગરમાગરમ પૌંઆ ખા, પછી રમવા જજે.”
ફરીથી કરીએ ધમાલઃ “ધમાચકડી ધમાચકડી ધમાચકડી મારું નામ …..’
નીચેનાં વાક્યો વાંચો. વાક્યોમાં લીટી દોરેલા શબ્દો ધ્યાનથી જુઓઃ
1. એક સસલું થોડું હોય? જંગલમાં તો ઘણાં સસલાં હોય.
એક સસલું – કેવું
વધારે સસલાં – કેવાં
2. સિંહથી તો એક સસલો હોય તોય બીએ અને દસ સસલાં હોય તોય બીએ.
એક સસલો – કેવો
વધારે સસલાં – કેવાં
3. હું થેપલાં લાવ્યો છું અને તું સુખડી લાવ્યો છે,
ખાવાની મજા પડશે.
તું – છે.
4. બલ્લુ આજે સફાઈ કરે છે, આવતી કાલે પણ
એ જ સફાઈ કરશે.
આજે – કરે છે
આવતી કાલે – કરશે
5. હું મામાને ઘરે ગઈ હતી, મારો ભાઈ ફોઈના
ઘરે ગયો હતો. અમે એક જ દિવસે ગયાં હતાં.
છોકરી (હું) – ગઈ હતી
છોકરો (ભાઈ) – ગયો હતો
ભાઈ અને બહેન (અમે) – ગયાં હતાં
નીચે ત્રણ-ત્રણ વાકયો આપ્યાં છે એ પૈકી એક જ સાચું છે. સાચું વાકય ઓળખીને મોટેથી વાંચો અને ફરીથી લખો
1. એક મજેદાર વાર્તા વાંચી, તેથી મને મજા પડી ગઈ.
(અ) એક મજેદાર વાર્તા વાંચી, કારણ કે મને મજા પડી ગઈ.
(બ) એક મજેદાર વાર્તા વાંચી, તેથી મને મજા પડી ગઈ.
(ક) એક મજેઘર વાર્તા વાંચી, પણ મને મજા પડી ગઈ.
2. તેમણે મને તબલાં વગાડતાં શિખવાડ્યું..
(અ) તેમણે મને તબલાં વગાડતાં શિખવાડ્યું.
(બ) તેમને મને તબલાં વગાડતાં શિખવાડ્યું.
(ક) તેમણે મારું તબલાં વગાડતાં શિખવાડ્યું.
3. તું જોજે, આ છેલ્લી ઓવરમાં આપણે જીતી જઈશું.
(અ) તું જોકે, આ છેલ્લી ઓવરમાં આપણે જીતી જઈશું.
(બ) તું જોકે, આ છેલ્લી ઓવરમાં આપણે જીતી ગયા છે.
(ક) તુ જોજે, આ છેલ્લી ઓવરમાં આપણે જીતી ગયા છું.
4. આ વખતે મેળામાં તું જવાનો છે કે તારી ભાઈ?
(અ) આ વખતે મેળામાં તું જવાનો છું કે તારો ભાઈ?
(બ) આ વખતે મેળામાં તું જવાનો છે કે તારો ભાઈ?
(ક) આ વખતે મેળામાં તમે જવાનો છું કે તારો ભાઈ?
5. આટલા નાના અમથા દફતરમાં કેટલાં પુસ્તક સમાય?
(અ) આટલી નાની અમથી દફતરમાં કેટલાં પુસ્તક સમાય?
(બ) આટલા નાના અમથા દફતરમાં કેટલાં પુસ્તક સમાય?
(ક) આટલું નાનું અમથું દફતરમાં કેટલાં પુસ્તક સમાય ?
નીચે બે-બે વાક્યો ભેગાં થઈ ગયાં છે. એમને છૂટાં પાડીને લખો. (જૂથ-કાર્ય)
ઉદાહરણ : ગઈ કાલે ગર્જના જંગલમાં હતો સિંહ આવ્યો કરે વરસાદ છે.
જંગલમાં સિંહ ગર્જના કરે છે. ગઈ કાલે વરસાદ આવ્યો હતો.
પ્રશ્ન 1.
ગયા અમે રોજ વર્ષે સાંજે રમીએ છીએ અમે ખોખોની મૅચ જીત્યાં હતાં.
ઉત્તર :
અમે રોજ સાંજે રમીએ છીએ. ગયા વર્ષે અમે ખોખોની મૅચ જીત્યાં હતાં.
પ્રશ્ન 2.
અમે અડધો ગિરનારમાં ભરેલો છે રોપ-વે જોયો પાણીનો ગ્લાસ હતો.
ઉત્તર
અમે ગિરનારમાં રોપ-વે જોયો હતો. પાણીનો અડધો ગ્લાસ ભરેલો છે.
પ્રશ્ન 3.
ચકીબહેન જીવડાં ખાવાની કાબરોને ઊંધી મજા – આવે છે ગયાં હતાં.
ઉત્તર :
ચકીબહેન ઊ[ધી ગયાં હતાં. કાબરોને જીવડાં ખાવાની મજા આવે છે.
પ્રશ્ન 4.
તમારે પાસે નથી પેન્સિલ મારી જોઈએ છે?
ઉત્તર :
તમારે પેન્સિલ જોઈએ છે? મારી પાસે નથી.
પ્રશ્ન 5.
બધાં વારો આવે તેની ઊભા રહો તમારો રાહ 2 જુઓ લાઈનમાં.
ઉત્તરઃ
બધાં લાઇનમાં ઊભા રહો. તમારો વારો આવે તેની રાહ જુઓ.
અને હવે છે ધમાલ ટાઈમ : ‘ધમાચકડી ધમાચકડી ધમાચકડી મારું નામ ….’
ચાર-ચારનાં જુથમાં ચર્ચા કરીને જણાવો કે આપેલી સમસ્યા/ગૂંચ તમે કેવી રીતે ઉકેલશો ? પણ તે પહેલાં વાંચીને તપાસી લો કે લખાણમાં કશું ખૂટતું અક્ષર કે શબ્દ ખૂટતો લાગે કે આડોઅવળો થઈ ગયેલો લાગે ત્યાં સુધારો કરી લો.
તમે પાંચ મિત્રો ક્રિકેટ રમો છો. એક જણ બેટિંગ કરે, બીજો બૉલિંગ અને બાકીના ત્રણ ફિલ્ડિંગ ભરે. એક પછી એક એમ બધા ખેલાડી બૅટિંગ પણ કરે અને બૉલિંગ પણ કરે. બૅટિંગ કરવા માટે બધાને વધુમાં વધુ એક જ ઓવર મળશે તેવો નિયમ. બધાનો દવ વધુમાં વધુ એક ઓવર બૅટિંગ કરવાનો નિયમ. ત્રીજા ક્રમે રમવા આવેલો મિત્ર પહેલા બૉલ પર આઉટ થયો. એણે હઠ પકડી કે એક ઓવર બૅટિંગ કરવા દો તો જ ફિલ્ડિંગ ભરું. હવે શું કરશો?
તમારી શાળામાંથી કબડ્ડીની ટીમ તાલુકામાં રમવા જવાની છે. કુલ બાર ખેલાડીએ જવાનું છે. એક સાહેબે એમ કહ્યું કે ધોરણ 3, 4 અને 5માંથી ત્રણ-ત્રણ ખેલાડી લઈ જઈએ. બીજા સાહેબે કહ્યું કે ધોરણ 3થી 5માં સૌથી સારું રમતા હોય એવા 12 ખેલાડી લઈ જઈએ. આચાર્યશ્રીએ કહ્યું કે બાળકોને પૂછીને નક્કી કરો. તમે નક્કી કરીને આચાર્યશ્રીને શું કહેશો?
ગુજરાતીની એકમ કસોટીમાં તમારા કરતાં તમારા મિત્રના વધુ ગુણ હતા. પાછળથી તમને ખબર પડી કે એ મિત્રએ કોઈક બીજામાંથી જોઈને જવાબો લખ્યા હતા. હવે તમે શું કરશો? સાહેબને કે મિત્રને શું કહેશો?
તમારી શાળામાં દરેક વિદ્યાર્થીએ ગણવેશ પહેરીને આવવાનું ફરજિયાત છે. તમારા એક મિત્રની ગણવેશની એક જોડ ધોવા માટે આપી છે અને જે પહેર્યો હતો તે રસ્તામાં બગડી ગયો. એની પાસે ગણવેશ સિવાયનાં કપડાં છે, પણ ગણવેશ નથી. હવે શું કરશો?
ચોથા ધોરણના વર્ગખંડની સફાઈ બાળકો જ કરે છે. દરરોજ ત્રણ બાળકોએ સફાઈ કરવાનો વારો હોય છે. તમારો એક મિત્ર સફાઈના વારાના દિવસે જાણી જોઈને મોડો આવે છે. સતત ત્રણ વાર સુધી આવું થયું છે. હવે તમે શું કરશો? મિત્ર કે શિક્ષકને શું કહેશો?
[નોંધ: વિદ્યાર્થીઓએ જૂથમાં ચર્ચા કરી સમસ્યા ગૂંચ ઉકેલવી.]
ચાલો, હસીએ.
હસવું છે?
તો હસો.
કોની રાહ જુઓ છો?
લગભગ સરખા :
- છાંડી જવું – જે – તે સ્થળ / જગ્યા છોડી દેવી
- વેરી – દુશ્મન
- વળાવિયો -મોકલ્યો
- નિશ્ચ – નક્કી
- કાળ ખૂટવો – મૃત્યુ નજીક હોવું
- શીદ – શા માટે
- જૂગટું -જુગાર, શરત
- કોડ – મનની ઇચ્છા
- કોડીલો – મનમાં બહુ ઇચ્છાઓ હોય તેવો
- કોડામણો – મનમાં બહુ ઇચ્છા હોય તેવો
- અળખામણો – ન ગમતો, અપ્રિય
- દરિયો – ગળામાં પહેરવાનું એક ઘરેણું
- છાનું – સંતાડીને, છૂપી રીતે
- કાજે – માટે
- ચરણ – પગ
- ચરણ ચાંપવા – પગ દબાવવા
- બળવંત – શક્તિશાળી
- નાથવું – કાબૂમાં કરવું, હરાવવું
- સહસ્ત્ર – હજાર
- ફેણ ફૂંકવવી – ફૂંફાડા મારવા
- વિલાપ – રૂદન, રડવું તે
- વીનવવું – વિનંતી કરવી, કરગરવું
- કંથ – પતિ
- અપરાધી – ગુનેગાર
- શગ – શંકુ આકારની ઢગલી (અહીં, થાળીમાં મોતીઓની ઢગલી).
[નોંધ : વિદ્યાર્થીઓએ લગભગ સરખા (શબ્દાર્થ) તૈયાર કરવા અને તેનો વાક્યમાં પ્રયોગ કરી વાક્યો પોતાની નોટબુકમાં લખવાં.]
Std 4 Gujarati Textbook Solutions Chapter 9 કમળજળકમળજળકમળજળકમળ Additional Important Questions and Answers
વિશેષ પ્રશ્નોત્તર
નીચેના પ્રશ્નોના એક-એક વાક્યમાં ઉત્તર લખો :
પ્રશ્ન 1.
ગોપીઓ કોને ફરિયાદ કરે છે?
ઉત્તર :
ગોપીઓ યશોદાને ફરિયાદ કરે છે.
પ્રશ્ન 2.
ગાયો ચરાવવા કોણ કોણ જાય છે?
ઉત્તર :
ગાયો ચરાવવા કૃષ્ણ અને બલભદ્ર જાય છે.
પ્રશ્ન 3.
યશોદા ‘કાબરો’ શબ્દ કોના માટે વાપરે છે? કેમ?
ઉત્તર :
યશોદા ‘કાબરો’ શબ્દ ગોપીઓ માટે વાપરે છે, કારણ કે ગોપીઓ યશોદાના દીકરા કૃષ્ણ પર ખોટું આળ લગાવે છે.
પ્રશ્ન 4.
કાલિય નાગ ક્યાં રહેતો હતો?
ઉત્તર :
કાલિય નાગ યમુના નદીના ધરામાં રહેતો હતો.
પ્રશ્ન 5.
કૃષ્ણને નાગણોએ શાનાથી વધાવ્યા?
ઉત્તર :
કૃષણને નાગણોએ મોતી ભરેલા થાળથી વધાવ્યા.
નીચેના પ્રશ્નોના બે-ત્રણ વાક્યોમાં ઉત્તર લખો :
પ્રશ્ન 1.
ગોકુળ ગામના છોકરાઓ જંગલમાં ગાયો ચરતી હોય ત્યારે શું કરતા? –
ઉત્તરઃ
જંગલમાં ગાયો ચરતી હોય ત્યારે ગોકુળ ગામના છોકરાઓ ભેગા બેસીને જાતજાતની વાતો કરતા, ઘરેથી લાવેલું ભાથું વહેંચીને ખાતા અને મજા કરતા. ક્યારેક યમુનાને કાંઠે જુદી જુદી રમતો પણ રમતા.
પ્રશ્ન 2.
સૌ ભેરૂઓએ રમતનો શો નિયમ બનાવ્યો હતો? શા માટે?
ઉત્તરઃ
સૌ ભેરુઓએ રમતનો એવો નિયમ બનાવ્યો હતો 6
કે
કે જે કોઈ ખેલાડીને લીધે દો નદીમાં જાય, એ જ ખેલાડીએ દડો લઈ આવવાનો. કાલિય નાગની બીકને લીધે તેઓએ આ નિયમ બનાવ્યો હતો.
નીચેના વિધાનોમાંથી ખરાં વિધાનો સામે ✓ની અને ખોટાં વિધાનો સામે ✗ની નિશાની કરોઃ
1. ગોપીઓએ નંદબાબાને ફરિયાદ કરી. [✗]
2. કનૈયાએ કાંકરા મારીને ગોપીઓની માખણની મટુકીઓ ફોડી નાખી. [✓]
3. યમુના નદીકાંઠે ગોવાળો ક્રિકેટ રમતા. [✗]
4. બલભદ્ર કૃષણના મિત્ર હતા. [✗]
5. નાગણે કૃષણને સવા લાખનો હાર આપીને વધાવ્યા. [✗]
કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો:
પ્રશ્ન 1.
- બલભદ્ર કૃષ્ણના …………. ભાઈ હતા. (નાના, મોટ)
- રમામાસીનો દીકરો …… સુધી પહોંચી શકતો નહોતો. (શીકા, કબાટ)
- કાનુડાને …………….. જ વારી શકે. (યશોદા, કાનુડો)
- નાગણો નાગને છોડવા ……………… કરે છે. (ફરિયાદ, વિલાપ)
ઉત્તરઃ
- મોટા
- શીકા
- કાનુડો
- વિલાપ
નીચેના શબ્દોના અર્થ કોષ્ટકમાંથી શોધીને [ ] કરો અને આપેલ જગ્યામાં લખો :
(ચરણ, સહસ, કંથ, અપરાધી, વેરી, જુગટું)
પ્રશ્ન 1.
- …………..
- ……………
- …………….
- ……………
- ……………
- ……………
ઉત્તર :
- પગ
- હજાર
- પતિ
- ગુનેગાર
- દુશ્મન
- જુગાર
સાચી જોડણીવાળો શબ્દ શોધી લખો :
પ્રશ્ન 1.
- ફરીઆદ / ફરિયાદ
- મથુરા / મથુરા
- દહિં / દહીં
- સીકું / શીકું
- નીયમ / નિયમ
- ઘેડીદડો / ગેડીદડો
- ચીતાતુર / ચિંતાતુર
- વીલાફ / વિલાપ
ઉત્તરઃ
- ફરિયાદ
- મથુરા
- દહીં
- શીકુ
- નિયમ
- ગેડીદડો
- ચિંતાતુર
- વિલાપ
નીચેનાં વાક્યો ‘કારણ કે’ અને ‘માટે’ શબ્દનો ઉપયોગ કરી જોડોઃ
1. અમે નિશાળે મોડા પહોંચ્યા. અમે મોઘ ઊડ્યા હતા.
2. અમે રમતમાં હારી ગયા. અમે ખૂબ થાકી ગયા હતો.
3. અમે ગિરનાર ગયા. અમારે રોપ-વેમાં બેસવું હતું.
4. મેં ચિત્રાને ચિત્રપોથી ભેટ આપી. ચિત્રાને ચિત્રો દોરવાં ખૂબ ગમે છે.
ઉત્તર :
1. (અ) અમે નિશાળે મોડા પહોંચ્યા, કારણ કે અમે મોડા ઉઠ્યા હતા.
(બ) અમે મોડા ઊડ્યા હતા માટે અમે નિશાળે મોડા પહોંચ્યા.
2. (અ) અમે રમતમાં હારી ગયા, કારણ કે અમે ખૂબ થાકી ગયા હતા.
(બ) અમે ખૂબ થાકી ગયા હતા માટે અમે રમતમાં હારી ગયા.
3. (અ) અમે ગિરનાર ગયા, કારણ કે અમારે રોપ વેમાં બેસવું હતું.
(બ) અમારે રોપ-વેમાં બેસવું હતું માટે અમે ગિરનાર ગયા.
4. (અ) મેં ચિત્રાને ચિત્રપોથી ભેટ આપી, કારણ કે તેને ચિત્ર દોરવાં ખૂબ ગમે છે.
(બ) ચિત્રાને ચિત્રો દોરવાં ખૂબ ગમે છે માટે મેં તેને ચિત્રપોથી ભેટ આપી.