This GSEB Class 6 Science Notes Chapter 15 આપણી આસપાસની હવા covers all the important topics and concepts as mentioned in the chapter.
આપણી આસપાસની હવા Class 6 GSEB Notes
→ આપણી ચારે બાજુ હવા રહેલી છે. હવાને જોઈ શકાતી નથી. પરંતુ તેની હાજરી અનુભવી શકાય છે.
→ હવાના ગુણધર્મો
- હવા જગ્યા રોકે છે.
- હવાને કોઈ રંગ નથી.
- હવા પારદર્શક છે.
- હવા દળ ધરાવે છે.
→ આપણી પૃથ્વી હવાના પાતળા આવરણથી ઘેરાયેલી છે. આ આવરણ પૃથ્વીની સપાટીથી ઘણા કિલોમીટર સુધી વિસ્તરેલું હોય છે. આને વાતાવરણ કહે છે.
→ આપણે પૃથ્વીની સપાટીથી જેમ ઉપર જઈએ તેમ હવા પાતળી થતી જાય છે.
→ હવા મિશ્રણ છે. હવાના મુખ્ય ઘટકો નાઇટ્રોજન અને ઑક્સિજન વાયુઓ છે. આ ઉપરાંત પાણીની વરાળ, કાર્બન ડાયૉક્સાઈડ વાયુ અને કેટલાક નિષ્ક્રિય વાયુઓ છે.
→ હવામાં નાઈટ્રોજન વાયુ 78 % અને ઑક્સિજન વાયુ 21 % છે. બાકીના 1 % ભાગમાં કાર્બન ડાયૉક્સાઈડ વાયુ, પાણીની વરાળ, ધૂળના રજકણો અને બીજા વાયુઓ છે.
→ હવામાંના ઑક્સિજન વાયુની હાજરીમાં જ સળગવાની ક્રિયા (દહનક્રિયા) થઈ શકે છે. તે હવાનો ૩ ભાગ રોકે છે. નાઇટ્રોજન વાયુ દહનમાં મદદ કરતો નથી. તે હવાનો ભાગ રોકે છે.
→ પાણીમાં ઓગળેલી હવા અને માટીમાં રહેલી હવા અનુક્રમે જળચર પ્રાણીઓ અને જમીનમાં રહેતાં સજીવોને શ્વસનમાં ઉપયોગી બને છે.
→ ગતિમાન હવાને પવન કહે છે. પવનને લીધે પવનચક્કી ચાલે છે. પવનચક્કી વિદ્યુત ઉત્પન્ન કરવા, અનાજ દળવાની ઘંટી ચલાવવા તથા ટ્યૂબવેલમાંથી પાણી કાઢવા વપરાય છે.