Gujarat Board GSEB Textbook Solutions Class 9 Social Science Chapter 16 આબોહવા Textbook Exercise and Answers.
આબોહવા Class 9 GSEB Solutions Social Science Chapter 16
GSEB Class 9 Social Science આબોહવા Textbook Questions and Answers
1. નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો :
પ્રશ્ન 1.
‘હિમાલય ભારતનું રક્ષણ કરતી કુદરતી દીવાલ છે.’ કઈ રીતે?
ઉત્તર:
હિમાલય શિયાળામાં મધ્ય એશિયા તરફથી આવતા કાતિલ ઠંડા પવનોને રોકી ભારતને સખત ઠંડીથી બચાવે છે. આ રીતે તે ભારતની ઉત્તર સરહદ પર આવેલી રક્ષણ કરતી કુદરતી દીવાલ છે.
પ્રશ્ન 2.
વ્યાપારી પવનો વિશે સમજ આપો.
ઉત્તર:
પૃથ્વીના બંને ગોળાર્ધામાં અયનવૃત્તીય ગુરુભારપટ તરફથી વિષુવવૃત્તીય લઘુભારપટ તરફ વાતા બારમાસી પવનો ‘વ્યાપારી પવનો કહેવાય છે.
- આ પવનો પૃથ્વીની પરિભ્રમણ ગતિને લીધે થોડા મરડાઈને વિષુવવૃત્ત તરફ વાય છે. આ પવનો લગભગ નિયમિત અને એકધારી ગતિથી વાય છે. તેથી તે પહેલાંના સમયમાં દરિયાઈ માર્ગે પવનશક્તિથી ચાલતાં જહાજો દ્વારા થતા વેપાર પર લાભદાયક અસર કરતા, ત્યારથી તે વ્યાપારી પવનો’ તરીકે ઓળખાય છે.
- આ પવનો જમીન પરથી વાતા હોવાથી સૂકા હોય છે. પરંતુ ભારતની દક્ષિણે હિંદ મહાસાગર, પશ્ચિમે અરબ સાગર અને પૂર્વે બંગાળાની ખાડીના વિશાળ જળરાશિ ઉપરથી પસાર થઈને આવતા હોવાથી તે પોતાની સાથે પુષ્કળ ભેજ લઈને ભારતમાં આવે છે અને વરસાદ આપે છે.
પ્રશ્ન 3.
ભારતીય હવામાન ખાતાએ ભારતની ઋતુઓની કેટલા અને કયા કયા વિભાગમાં વહેંચણી કરી છે?
અથવા
ભારતની મુખ્ય ઋતુઓ કેટલી છે? કઈ કઈ?
ઉત્તર:
ભારતીય હવામાન ખાતાએ ભારતની ઋતુઓની ચાર વિભાગમાં વહેંચણી કરી છેઃ
- શિયાળો – ડિસેમ્બરથી ફેબ્રુઆરી,
- ઉનાળો – માર્ચથી મે,
- ચોમાસું – જૂનથી સપ્ટેમ્બર તથા
- પાછા ફરતા મોસમી પવનોની ઋતુ – ઑક્ટોબર અને નવેમ્બર.
પ્રશ્ન 4.
નૈઋત્યના મોસમી પવનો ભારતમાં કેટલા ભાગમાં વહેંચાઈ જાય છે? કયા કયા?
ઉત્તર:
નૈઋત્યના મોસમી પવનો ભારતમાં બે ભાગમાં વહેંચાઈ જાય છે :
- અરબ સાગર પરથી આવતા મોસમી પવનો અને
- બંગાળની ખાડી પરથી આવતા મોસમી પવનો.
2. નીચેના પ્રશ્નોના જવાબ સવિસ્તર લખો :
પ્રશ્ન 1.
સમુદ્રસપાટીથી ઊંચાઈ વધતાં હવામાનમાં શા ફેરફારો થાય છે ?
ઉત્તર:
સમુદ્રની સપાટીથી ઊંચાઈ સમુદ્રની સપાટીથી વાતાવરણમાં જેમ ઊંચે જઈએ તેમ હવાનું તાપમાન અને દબાણ ઘટે છે. સામાન્ય રીતે 165 મીટરે 1 સે અથવા દર 1000 મીટર(1 કિમી)ની ઊંચાઈએ 6.5 °સે જેટલું તાપમાન ઘટે છે.
- હવાનો દરેક સ્તર તેની નીચેના સ્તર પર દબાણ કરે છે. ઊંચાઈ પર હવાના સ્તરો ઓછા અને પાતળા હોવાથી જેમ જેમ ઊંચે જઈએ તેમ તેમ હવાનું દબાણ પણ ઘટે છે. આથી જ ઊંચા પહાડી પ્રદેશોમાં ઉનાળામાં પણ ઠંડકવાળી આબોહવા રહે છે. દા. ત., ઉત્તર ગુજરાતના મેદાનમાં ખૂબ ગરમી પડે છે, જ્યારે તેની નજીકમાં ઊંચાઈ પર આવેલા માઉન્ટ આબુના ગિરિમથક પર ઉનાળામાં ખુશનુમા અને આફ્લાદક આબોહવા અનુભવાય છે.
- ભૂપૃષ્ઠની ઊંચાઈ વરસાદમાં વધારો કરે છે. હિમાલય પર્વતનાં બહુ ઊંચાં શિખરો બારે માસ બરફથી છવાયેલાં રહે છે. ભેજવાળી હવા ઊંચે ચડતાં ઠંડી પડે છે અને વરસાદ આપે છે. દા. ત., અસમ અને મેઘાલયના પહાડી વિસ્તારોમાં જેમ ઊંચાઈ વધતી જાય છે તેમ વરસાદનું પ્રમાણ વધતું જાય છે.
પ્રશ્ન 2.
ઑક્ટોબર હીટ’ એટલે ?
ઉત્તર:
ઑક્ટોબર માસમાં (અથવા ભાદરવા મહિનાના ઉત્તરાર્ધમાં) ઊંચા તાપમાન અને ભેજના ઊંચા પ્રમાણને લીધે દિવસનું હવામાન અકળાવાનારું થઈ જાય છે. આ સ્થિતિને ‘ઑક્ટોબર હીટ’ કહે છે. ગુજરાતમાં હવામાનની આ સ્થિતિને ‘ભાદરવાનો તાપ’ કહે છે.
પ્રશ્ન 3.
બંગાળની ખાડી પરથી આવતા મોસમી પવનો ભારતના કયા કયા પ્રદેશોમાં વરસાદ લાવે છે?
ઉત્તરઃ
બંગાળની ખાડી પરથી આવતા મોસમી પવનો પશ્ચિમ બંગાળ, મેઘાલય, અસમ, બિહાર, ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા ૧ વગેરે પ્રદેશોમાં વરસાદ લાવે છે.
પ્રશ્ન 4.
ભારતીય આબોહવાને દૂરના પ્રદેશોની કઈ કઈ ઘટના અસર કરે છે?
ઉત્તર:
ભારતીય આબોહવાને દૂરના પ્રદેશોની જેટ સ્ટ્રીમ, પશ્ચિમી વિક્ષોબ (વેસ્ટર્ન ડિસ્ટર્બન્સીઝ), અલનીનો, આઈ. ટી. સી. ઝોન વગેરે ઘટનાઓ અસર કરે છે.
3. નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર આપો :
પ્રશ્ન 1.
ઋતુ-પરિવર્તનની ઘટના કયાં કયાં કારણોથી થાય છે?
અથવા
પૃથ્વી પર ઋતુઓ કેવી રીતે બદલાય છે તે આકૃતિ દોરીને સમજાવો.
ઉત્તર:
પૃથ્વી પોતાની ધરીને 66.5ને ખૂણે નમેલી રાખીને ? સૂર્યની આસપાસ ફરે છે. તેથી વર્ષ દરમિયાન ઉત્તર અને દક્ષિણ ગોળાર્ધ વારાફરતી સૂર્યની સામે નમેલા રહે છે.
- જે ગોળાર્ધ સૂર્યની સામે નમેલો હોય ત્યાં સૂર્યનાં કિરણો સીધાં પડે છે. સીધાં કિરણોમાંથી ગરમી વધારે મળે છે. દિવસો પણ વધુ લાંબા હોય છે. આથી ત્યાં ઉનાળો હોય છે. જે ગોળાર્ધ સૂર્યની વિરુદ્ધ દિશામાં નમેલો હોય ત્યાં સૂર્યનાં કિરણો ત્રાંસા પડે છે. ત્રાંસાં કિરણોમાંથી ઓછી ગરમી મળે છે. અહીં રાત્રિની લંબાઈ વધારે અને દિવસની લંબાઈ ઓછી હોય છે. આથી ત્યાં શિયાળો હોય છે.
- 22 ડિસેમ્બરે સૂર્યનાં કિરણો દક્ષિણ ગોળાર્ધમાં મકરવૃત્ત પર સીધાં પડે છે. તેથી દક્ષિણ ગોળાર્ધમાં ઉનાળો અને ઉત્તર ગોળાર્ધમાં શિયાળો હોય છે. એ સમયે ભારતમાં દિવસ ટૂંકો અને રાત્રિ લાંબી તથા ઠંડી હોય છે.
- 21 જૂને સૂર્યનાં કિરણો ઉત્તર ગોળાર્ધમાં કર્કવૃત્ત પર લંબ પડે છે. તેથી ઉત્તર ગોળાર્ધમાં ઉનાળો અને દક્ષિણ ગોળાર્ધમાં શિયાળો હોય છે. એ સમયે ભારતમાં દિવસ લાંબો અને રાત્રિ ટૂંકી હોય છે.
પ્રશ્ન 2.
આબોહવાને અસર કરતાં પરિબળોની ટૂંકમાં માહિતી જણાવો.
ઉત્તર:
ભારતની આબોહવાને અસર કરતાં પરિબળો નીચે ૬ મુજબ છે :
1. અક્ષાંશઃ આબોહવાનાં તત્ત્વોનું વિતરણ મહદ્અંશે અક્ષાંશોને અનુસરે છે.
- ભારત 84 ઉ. અક્ષાંશ અને 37°6′ ઉ. અક્ષાંશ વચ્ચે આવેલો દેશ છે, એટલે કર્કવૃત્ત (2330′ ઉ. અક્ષાંશવૃત્ત) તેને લગભગ બે ભાગોમાં વહેંચે છે.
- કર્કવૃત્તની દક્ષિણનો ભાગ ઉષ્ણ કટિબંધમાં અને ઉત્તરનો ભાગ સમશીતોષ્ણ કટિબંધમાં આવે છે.
2. સમુદ્રથી અંતરઃ સૂર્યની ગરમી સંઘરવાની તથા તેની આપ-લે કે કરવાની શક્તિ જમીન અને પાણીમાં અલગ અલગ છે.
- દ્વીપકલ્પીય ભારતના સમુદ્રકિનારાના ભાગો સમુદ્રની અસરથી લગભગ બારે માસ સમ આબોહવા અનુભવે છે.
- ઉત્તરનું મેદાન સમુદ્રથી દૂર આવેલું હોવાથી ત્યાંની ખંડીય આબોહવા વિષમ એટલે કે ઉનાળામાં ઘણી ગરમ અને શિયાળામાં ઠંડી રહે છે. દા. ત., મુંબઈ સમુદ્રકિનારે હોવાથી તેની આબોહવા સમ છે, જે જ્યારે દિલ્લી સમુદ્રથી દૂર હોવાથી તેની આબોહવા વિષમ છે.
3. સમુદ્રની સપાટીથી ઊંચાઈ સમુદ્રની સપાટીથી વાતાવરણમાં જેમ ઊંચે જઈએ તેમ હવાનું તાપમાન અને દબાણ ઘટે છે. સામાન્ય રીતે 165 મીટરે 1 સે અથવા દર 1000 મીટર(1 કિમી)ની ઊંચાઈએ 6.5 °સે જેટલું તાપમાન ઘટે છે.
- હવાનો દરેક સ્તર તેની નીચેના સ્તર પર દબાણ કરે છે. ઊંચાઈ પર હવાના સ્તરો ઓછા અને પાતળા હોવાથી જેમ જેમ ઊંચે જઈએ તેમ તેમ હવાનું દબાણ પણ ઘટે છે. આથી જ ઊંચા પહાડી પ્રદેશોમાં ઉનાળામાં પણ ઠંડકવાળી આબોહવા રહે છે. દા. ત., ઉત્તર ગુજરાતના મેદાનમાં ખૂબ ગરમી પડે છે, જ્યારે તેની નજીકમાં ઊંચાઈ પર આવેલા માઉન્ટ આબુના ગિરિમથક પર ઉનાળામાં ખુશનુમા અને આફ્લાદક આબોહવા અનુભવાય છે.
- ભૂપૃષ્ઠની ઊંચાઈ વરસાદમાં વધારો કરે છે. હિમાલય પર્વતનાં બહુ ઊંચાં શિખરો બારે માસ બરફથી છવાયેલાં રહે છે. ભેજવાળી હવા ઊંચે ચડતાં ઠંડી પડે છે અને વરસાદ આપે છે. દા. ત., અસમ અને મેઘાલયના પહાડી વિસ્તારોમાં જેમ ઊંચાઈ વધતી જાય છે તેમ વરસાદનું પ્રમાણ વધતું જાય છે.
4. વાતાવરણીય દબાણ અને પવનોઃ ભારત ઉત્તર-પૂર્વ વ્યાપારી પવનોના ક્ષેત્રમાં આવેલ છે. આ પવનો ઉત્તર ગોળાર્ધના ઉષ્ણ કટિબંધીય ગુરુભારપટના ભારે દબાણના પટ્ટાઓ દ્વારા સર્જાય છે. તે પૃથ્વીના પરિભ્રમણને લીધે થોડા મરડાઈને વિષુવવૃત્ત તરફ વાય છે.
- આ પવનો ભૂભાગમાંથી ઉત્પન્ન થઈને વાતા હોવાથી તેમાં ભેજ હોતો નથી. પરંતુ ભારતની દક્ષિણે હિંદ મહાસાગર, પશ્ચિમે અરબ સાગર અને પૂર્વે બંગાળની ખાડીના વિશાળ જળરાશિ ઉપરથી વાતા આ પવનો ભેજવાળા બને છે અને ભારતમાં સારો વરસાદ લાવે છે.
- શિયાળામાં હિમાલયના પર્વતીય ક્ષેત્રમાં ભારે દબાણ હોય છે. તેથી અહીંના ઠંડા અને સૂકા પવનો દક્ષિણ ભારતના હળવા દબાણવાળા સમુદ્રી વિસ્તારો તરફ વાય છે. – ઉનાળામાં ઉત્તર ભારતમાં ઊંચા તાપમાનને કારણે હલકું દબાણ રચાય છે. આ સમયે હિંદ મહાસાગર પર ભારે દબાણ હોય છે. તેથી હિંદ મહાસાગર પરથી ઉત્તર ભારતના હલકા દબાણ તરફ પવનો વાય છે. તે ભેજવાળા હોવાથી વરસાદ લાવે છે. તે દક્ષિણપશ્ચિમ મોસમી પવનો કહેવાય છે.
5. ભૂપૃષ્ઠઃ હિમાલય ઉનાળામાં વાતા મધ્ય એશિયાના અતિશય ઠંડા પવનોને ભારતમાં આવતા રોકે છે, તેથી ઉત્તર ભારત શિયાળામાં પણ હૂંફાળી આબોહવાનો અનુભવ કરે છે.
- વળી, આ જ હિમાલય ચોમાસામાં હિંદ મહાસાગર પરથી આવતા ભેજવાળા પવનોને રોકી ઉત્તર ભારતમાં સારો વરસાદ અપાવે છે.
- હિમાલયની જેમ પશ્ચિમઘાટ પણ ભેજવાળા પવનોને અવરોધી ભારતના પશ્ચિમ તટ પર ભારે વરસાદ વરસાવે છે.
- હિમાલય અને પૂર્વાચલની ગિરિમાળાઓને લીધે ઉત્તર-પૂર્વ ભારતમાં 5 ખૂબ વરસાદ પડે છે.
પ્રશ્ન 3.
ભારતની શીતઋતુ – શિયાળા વિશે નોંધ લખો.
અથવા
ભારતના શિયાળા (શીતઋતુ) પર ટૂંક નોંધ લખો.
ઉત્તર:
ભારતમાં શિયાળાની ઋતુ ડિસેમ્બરથી ફેબ્રુઆરી સુધી હોય છે.
- આ સમયે ભારતમાં સૂર્યનાં કિરણો ત્રાંસાં પડતાં હોવાથી તાપમાન નીચું રહે છે. આ ઋતુમાં ભારત પર ઈશાની પવનો વાય છે. તે જમીન પરથી વાતા હોવાથી સૂકા અને ઠંડા હોય છે. આથી શિયાળામાં ભારતની આબોહવા એકંદરે સૂકી અને ઠંડી હોય છે. આકાશ વાદળાં વગરનું સ્વચ્છ હોય છે. હવામાં ભેજનું પ્રમાણ ઓછું હોય છે. પરિણામે ભારતમાં શિયાળાની આબોહવા ખુશનુમા અને આરોગ્યપ્રદ હોય છે.
- ઉત્તર ભારતના વિસ્તારો દરિયાથી બહુ દૂર હોવાને કારણે તથા અમુક ભાગ રેતાળ હોવાને કારણે ત્યાં શિયાળાનું તાપમાન ઘણું નીચું રહે છે.
- ઉત્તર ભારતમાં પૂર્વથી પશ્ચિમ તરફ જતાં શિયાળાનું તાપમાન ઘટતું જાય છે. જાન્યુઆરીમાં કોલકાતાનું તાપમાન 18 °સે જેટલું, અલાહાબાદનું 16°સે જેટલું અને દિલ્લીનું 10 °સે કરતાં પણ નીચું જાય છે. –
- આ સમયે હિમાલયમાં તાપમાન ઘણું નીચું રહે છે. શિમલા અને દાર્જિલિંગનું જાન્યુઆરીનું તાપમાન 5 °સે જેટલું હોય છે.
- હિમાલયમાં શિયાળામાં કેટલીક વાર ભારે હિમવર્ષા થાય છે તે વખતે ત્યાંની ઠંડી અને ભારે હવા ઉત્તરના મેદાનમાં ઘસી આવે છે. તેની અસરથી ઉત્તર ભારતમાં તેમજ રાજસ્થાન અને ગુજરાતમાં પણ ઠંડીનું મોજું ફરી વળે છે અને તાપમાન એકાએક નીચે ઊતરી જાય છે. કેટલાક ભાગોમાં “હિમ પડતાં કપાસ જેવા પાકને નુકસાન થાય છે.
- જોકે શિયાળામાં ઊંચા પહાડો સિવાય ભારતમાં તાપમાન ઠારબિંદુ સુધી નીચે જતું નથી. કારણ કે, ઉત્તર સરહદે આવેલી હિમાલયની – ગિરિમાળા તેની પેલે પાર મધ્ય એશિયામાંથી ફૂંકાતા ખૂબ જ ઠંડા પવનોને રોકે છે અને ભારતને કાતિલ ઠંડીથી બચાવે છે.
- દક્ષિણ ભારત ઉષ્ણ કટિબંધમાં છે. વળી, તે દ્વીપકલ્પ છે. તેના અંદરના ભાગો સમુદ્રથી બહુ દૂર નથી. આથી ત્યાં શિયાળામાં ઉત્તર ભારત જેવી કાતિલ ઠંડી પડતી નથી. જેમ કે; જાન્યુઆરીમાં કોચીનું તાપમાન 26 °સે, મદુરાઈનું 25 °સે અને ચેન્નઈનું 24 °સે જેટલું હોય છે. ભારતમાં દક્ષિણથી ઉત્તર તરફ જતાં શિયાળાનું તાપમાન ઘટતું જાય છે. જેમ કે, મુંબઈ કરતાં દિલ્લીનું તાપમાન ઘણું નીચું રહે છે.
- શિયાળામાં ભારતમાં વાતા ઈશાનના મોસમી પવનો મોટા ભાગના પ્રદેશોમાં જમીન પર થઈને આવતા હોવાથી સૂકા હોય છે. તેથી તે વરસાદ લાવતા નથી. પરંતુ કોરોમંડલ તટે તે બંગાળની ખાડી પરથી ભેજ લઈને આવે છે. આથી તમિલનાડુના કિનારે આ પવનો વધુ વરસાદ આપે છે. આ સિવાય વાયવ્ય ભારતમાં શિયાળામાં પશ્ચિમ તરફ આવતા નરમ વંટોળ થોડોઘણો વરસાદ આપે છે. આ શિયાળુ વરસાદ પંજાબ અને હરિયાણામાં ઘઉં અને ચણાના રવી પાકને ફાયદો કરે છે. ભારતના અન્ય વિસ્તારોમાં શિયાળામાં ક્યારેક વરસાદ પડે છે. ગુજરાતમાં તે કમોસમી વરસાદ’ કે ‘માવઠું કહેવાય છે.
પ્રશ્ન 4.
આબોહવાની માનવજીવન પર થતી અસરો વર્ણવો.
ઉત્તર:
આબોહવાની માનવજીવન પર થતી અસરો:
- ભારતમાં વર્ષના મોટા ભાગના સમય દરમિયાન તાપમાન ઊંચું રહે છે. તેથી ખેતીના વિવિધ પાકો પકવી શકાય છે.
- દેશમાં વરસાદ ઘણો અનિયમિત પડે છે. તેને લીધે પાકોના ઉત્પાદનમાં મોટી વધઘટ થયા કરે છે. આથી દેશના કેટલાક ભાગોમાં અવારનવાર અછત અને દુષ્કાળની પરિસ્થિતિ સર્જાય છે.
- ભારતમાં ચોમાસામાં જ મોટા ભાગનો વરસાદ પડી જાય છે, જેથી સિંચાઈ સગવડો ન હોય ત્યાં માત્ર વરસાદના આધારે વર્ષમાં એક જ પાક લઈ શકાય છે.
- વર્ષાઋતુની શરૂઆત કે સમાપ્તિ અનિશ્ચિત હોય છે. તેથી ખેતીને ઘણી વાર સમયસર વરસાદનું પાણી ન મળવાથી વાવણી થઈ શકતી નથી કે ઊભો પાક બળી જાય છે. તેથી ખેતીના ઉત્પાદન પર માઠી અસર પહોંચે છે.
- કેટલીક વાર ઓછા સમયમાં ભારે વરસાદ પડે છે ત્યારે પૂરની સ્થિતિ સર્જાય છે. પરિણામે ઊભો પાક નાશ પામે છે.
- નદીઓમાં પૂર આવવાથી જમીનનું ધોવાણ થાય છે. જમીનની ફળદ્રુપતા ઓછી થવાથી ખેત-ઉત્પાદનમાં ઘટાડો થાય છે.
- વર્ષાઋતુ પૂરી થયા પછી ખેતરોમાં કામ ન મળવાથી ખેતમજૂરો માટે આજીવિકાનો પ્રશ્ન ઊભો થાય છે. તેઓ રોજગારી માટે શહેરોમાં સ્થળાંતર કરે છે.
- વરસાદની અનિશ્ચિતતા અને અનિયમિતતાને લીધે કપાસ, શેરડી, તમાકુ વગેરે પાકો પર આધારિત ઉદ્યોગોને પૂરતો કાચો માલ મળતો નથી. પરિણામે એ ઉદ્યોગોને સહન કરવું પડે છે.
- અપૂરતા વરસાદને કારણે ભારતના ઘણા વિસ્તારોમાં આજે પણ પીવાના પાણીની તંગી ઊભી થાય છે. લોકોને ઘણી મુશ્કેલીઓ વેઠવી પડે છે. રણવિસ્તાર અને પહાડોની તળેટીમાં રહેતા લોકોનું જીવન હાડમારીભર્યું બને છે. પશુધન બચાવવું મુશ્કેલ પડે છે.
આમ, આબોહવાની માનવજીવન પર ગાઢ અસરો થાય છે. તેની સીધી અસર માનવીના ખોરાક, પોશાક, વ્યવસાય અને રહેઠાણ પર પણ પડે છે.
4. નીચેના પ્રશ્નોના યોગ્ય વિકલ્પ પસંદ કરીને પ્રશ્નની સામે આપેલ માં તેનો ક્રમ લખો :
પ્રશ્ન 1.
કર્કવૃત્ત પર સૂર્યનાં કિરણો સીધાં પડે ત્યારે ભારતમાં કઈ ઋતુ અનુભવાય છે?
A. શીતઋતુ
B. ઉષ્ણતુ
C. વર્ષાઋતુ
D. નિવર્તન ઋતુ
ઉત્તર:
B. ઉષ્ણતુ
પ્રશ્ન 2.
ચેરાપુંજીની બાજુમાં આવેલ કયું સ્થળ વધુ વરસાદ માટે પ્રચલિત છે?
A. શિલોંગ
B. ગુવાહાટી
C. ઇમ્ફાલ
D. મોસિનરમ
ઉત્તર:
D. મોસિનરમ
પ્રશ્ન 3.
શિયાળામાં ગુજરાત અને રાજસ્થાનમાં ઠંડીનું મોજું ફરી વળવા માટે હિમાલય સંદર્ભે હવામાનની કઈ ઘટના વધુ અસર કરે છે?
A. હિમવર્ષા
B. ધૂળ-ડમરી
C. જલવર્ષા
D. ભેખડ પડવી
ઉત્તર:
A. હિમવર્ષા
પ્રશ્ન 4.
મે માસમાં મલબાર કિનારે થતો થોડો વરસાદ કયા નામે ઓળખાય છે?
A. અનારવર્ષ
B. બનાનાવર્ષા
C. આમ્રવર્ષા
D. હિમવર્ષા
ઉત્તરઃ
C. આમ્રવર્ષા
પ્રશ્ન 5.
પાછા ફરતા મોસમી પવનોની ઋતુ ભારતમાં ક્યારે હોય છે? ?
A. માર્ચ-મે
B. ઑક્ટોબર-નવેમ્બર
C. જાન્યુઆરી-ફેબ્રુઆરી
D. જુલાઈ-ઑગસ્ટ
ઉત્તર:
B. ઑક્ટોબર-નવેમ્બર
પ્રશ્ન 6.
નીચેનામાંથી કયું વિધાન સાચું છે?
A. શિયાળામાં દિવસો લાંબા અને રાત્રિ ટૂંકી હોય છે.
B. ઉનાળામાં દિવસો ટૂંકા અને રાત્રિ ટૂંકી હોય છે.
C. શિયાળામાં દિવસો ટૂંકા અને રાત્રિ લાંબી હોય છે.
D. ઉનાળામાં દિવસો ટૂંકા અને રાત્રિ લાંબી હોય છે.
ઉત્તર:
C. શિયાળામાં દિવસો ટૂંકા અને રાત્રિ લાંબી હોય છે.